You are on page 1of 12

સૌરા%ની રસધાર ૧/૫.

આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા


આના પર &વ: (મણ, શોધો
સૌરા%ની રસધાર ૧
← ૪. ગરાસણી ૫. આહ4રની ઉદારતા ૬. ભાઈબંધી →
ઝવેરચંદ મેઘાણી

"આમ તો જુ વો, આયર!"

"કાં? Eું છે?"

"આ જોડ4 તો જુ વો! આ આપનો વીકમસી ને વહુ સોનબાઇ. અરે , એની એકબી&ની માયા તો
નરખો! LૂN,ું મને તો આOુંડા આવી &ય છે."

"આયરાણી! અiત હરખઘેલી કાં થઈ & અટાણથી?"

"મને આપTં બાળપણ સાંભVુW, આયર!"

ભાદરને કાંઠે નાYું ગામડુ ં છે. માગશર મiહનાની iશયા\ુ સવારની મીઠ4 તડક4માં ડોસો ને
ડોસી બેઠાં છે. ફiળયામાં બે છોકરાં એક વાછરડ4ની કૂ ણી ડોક પંપાળે છે. બેઉ જણ ઝાઝું
બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહ4 છે. ^ુ_ા ધણી-ધiણયાણી આ
બાળકોને જોઇ જોઇ હરખથી ગળગળાં થાય છે.

ડોસાYું નામ વજસી ડોસો, ને ડોસીYું નામ રાaબાઇ. &તનાં આiહર છે. ભાદરકાંઠે ખેડનો
ધંધો કરે છે. આધેડ અવbથાએ એને એક દ4કરો ને દ4કર4 અવતરે લ. બીજુ ં કાંઇ સંતાન
નહોcું; એટલે બહુ બચરવાળોના અંતરમાં કદ4 ન હોય તેવો આનંદ વજસી અને રaબાઈ ને
થતો હતો.

આજે એ અdૂeં દુ :ખ fૂeં થVું હcું, કે મ કે દ4કરા વીકમસીની નાનકડ4 વહુ સોનબાઇ પોતાને
માવતરથી સાસરે વાઢની શેરડ4 ખાવા આવી હતી. પાંચેક ગાઉ ઉપરના ઢૂ કડા ગામડામાં એક
આબeદાર આiહરને ઘેર વીકમસીYું વેiવશાળ કરે hું હcું. સારે વારપરબે વજશી ડોસા
સોનબાઇને રે ડાવતા અને થોડા iદવસો રોકાઇને સોનબાઇ પાછ4 ચાલી જતી.

વીકમસી દસ વરસનો અને સોનબાઇ આઠ વરસની: કળજુ iગયો વા વાયો નથી: ભોળાં

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 1 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

વરવહુ આઘેથી એકબી&ને જોઇ લેતાં, સામસામાં મીટ માંડ4ને ઊભાં રહે તાં, નીરખતાં ધરવ
થાતો નહોતો. માયા વધતી જતી હતી. ચાર જમણ રોકાઇને kયારે સોનબાઇ માવતર &તી,
lયારે વીકમસી એકલો ભાદરકાંઠે ભાગી જઈને છાનોમાનો રોયા કરતો; પાછો બી& પરબની
વાટ જોઇને કામે લાગતો. કામ મીઠંુ થઈ પડcું.

"mપી! બોન! cુંને મારે માથે ખરે ખeં હે ત છે?"

"હા, ખરે ખeં!"

"તો માને અને બાfુને એક વાત કહ4 આવીશ?"

"Eુ?
ં "

"...કે મારે પરણNું નથી. ઠાલા મારા વીવા કરશો નiહ."

mપીબહે ન વીકમશીની સામે ટગર ટગર જોઈ રહ4, હસી પડ4, "લે, & &, ઢoગીલા! એNું તે
કહે વાcું હશે? અમથો તો સોનબાઇ &ય છે તયo આંOુડાં પાડછ!"

"mપી! માર4 બોન! ભલી થઈને હસ મા, તે માeં એટhું વેણ બાfુને કહ4 આવ. મારે નથી
પરણNું."

"પણ કાંઇ કારણ?"

"કારણ કં ઇ નiહ, બસ મારે નથી પરણNું," એટhું કહે તાં વીકમશીના ડોળા ઉપર ઝળઝiળયાં
ફર4 વpાં.

"રોઇ શીદ પqો, વીરા મારા સમ! બોનના સમ! ખમા cુંને, ભાઇ! તારા મનમાં Eું થાય છે, બાપા
બોલ તો ખરો!"

એટhું કહ4ને mપી પોતાની ઓઢણીના પાલવથી ભાઇના આંOુ hૂછવા લાગી. ભાઇYું રોcું
mપા\ું મોઢું બે હાથમાં ઝાલી લીdું. ભાઇના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળ4ને fૂછવા લાગી
"મને મરતી દે ખ, ભાઇ! બોલ Eું છે? સોનબાઇ નથી ગમતી? એYું કાંઇ હ4Tં સાંભsું છે?"

વીકમસીની આંખમાં આંOુ વtયાં. બહે નYું હૈ Vું પણ કાંઇ સમkયા વગર ભરાઇ આvVું.

અઢાર વરસની ભરજોબન અવbથાએ પહoચેલા દ4કરાના iવવાહ માટે ^ુ_ો બાપ તૈયાર4

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 2 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

કરતો હતો. અને આ પહે લીછેwલી વારનો દ4કરો પરણાવવા હરખ થક4 ગાંડ4ઘેલી બની
ગયેલી ઘરડ4 માએ તો આખા ખોરડા ફરતા ઓળ4પા, ગાર-ગોરમટ4, દળવાં-ભરડવાં ને
ચાકળા-ચંદરવાની શોભા વગેરે આદર4 દ4dું હcું. mપીબહે ન હરતાં ને ફરતાં ભાઇના ગીતો જ
ગાયા કરતી. એમાં બીના બની. ભાઇનો સંદેશો લઈને બહે ન બાfુ પાસે ગઈ, બોલી, "બાfુ!
ભાઇ કહે છે નથી પરણNુ.ં "

"નથી પરણNુ!ં " ડોસો હસી પqો.

"સાચે જ, બાfુ, હસવા જે Nું નથી. ભાઇ રોતો'તો!"

ડોસાએ વીકમશીને બોલાvયો. હોકની xૂંટ લેતાં લેતાં fૂyું: "પણ કારણ Eું છે?"

વીકમસીની પાંપણ ધરતી ખોતરતી હતી; એનાથી કાંઇ જવાબ દે વાયો નiહ.

"cુંને ઠેકાTં ન ગમcું હોય તો બીજે વેશવાળ કર4એ."

"ના, બાfુ, ઇ કારણ નથી."

"lયારે Eું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડ4શ; અને તાર4 માં પણ ખVુW પાન
ગણાય. અમને અવતાર ધર4ને આ પહે લોછેwલો એક લા'વો તો લેવા દે , બાપ! અમારાં મોત
Oુધરશે."

બાપYું દયામTં મo દે ખીને વીકમસી ઘડ4ભર પોતાYું દુ :ખ વીસયo. {ૂપ રહ4ને ચાwયો ગયો.
બાપે મા|Vું કે દ4કરો માની ગયો. કોઇને બીજો કશોય વહે મ ન ગયો. કોઇને સાચી વાતYું
ઓસાણ પણ ન ચ}ું.

લગન થઈ ગયાં. સોળ વરસની સોનબાઇ સાસરે આવી. અંતર ફાટ ફાટ થcું હcું.

આજે મેળાપની પહે લી રાત હતી. મીઠ4 ટાઢ, મીઠ4 સગડ4 અને મીઠામાં મીઠ4 ~ીતડ4: એવી
મહા મiહનાની ગળતી રાત હતી. ચોખા આભમાં ચાંદો ને ચાંદરડાં નીતરતાં હતાં. એવી મહા
મiહનાની રાતને પહોરે બાfુના પગ દાબીને વીકમસી ઓરડે આvયો. પોતે &ણે ચોર4 કર4
હોય એમ લપાતો લપાતો આvયો. ઊભો થઈ રÄો. આશાભર4 સોનબાઇએ ધણીનાં મo પર
લગનની પહે લી રાતનાં તેજ દ4ઠાં નiહ␣. નાનપણના ઊમળકા &ણે Éાં ઊડ4 ગયા છે! fૂyું
"કાં આયર! Eું થઈ ગVું?"

વીકમસી ગળગળો થઈ ગયો; થોડ4 વાર તો વાચા જ ઊઘડ4 નiહ, હોઠે આવીને વેણ પાછાં

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 3 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

કોઠામાં ઊતર4 ગયાં.

સોનબાઇ ઢૂ કડ4 આવી, કાંડું ઝાwVું.

"cું મને અડ4શ મા! આયરાણી! હું નકમો છું."

"કાં?"

"હું fુeષાતનમાં નથી. માબાપને મe ઘણી ના પાડ4'તી, પણ કોઇએ માeં કÜું મા|Vું નiહ. કોઇ
મારા પેટની વાત સમkVું નiહ."

"તે પણ Eું છે?"

"બીજુ ં તો Eું કeં? આTં આવે lયાં Oુધી તો તારે રોકાNું જ પડશે! પછ4 માવતર જઈને
બીજો iવવાહ ગોતી લેજે. મe તને બહુ દખી કર4. ભાáયમાં માં}ું iમàયા ન થVું."

"અરે આયર! આમ શીદ બોલો છો? એથી Eું થઈ ગVું? કાંઈ નiહ આપણે બે જણાં ભેળાં
રહ4ને હiરભજન કરEુ.ં " સાંભળ4ને વીકમસીનો ચહે રો ચમÉો. વળ4 ઝાંખો પડ4ને બોwયો:
"ના, ના, તાeં aવતર નiહ બગાડુ ં ."

"માeં aવતર બગડશે નiહ, Oુધરશે. તમ ભેળ4 Oુખમાં રહ4શ. બીa વાcું મેલી âો."

ખોળામાં માંäુ લઈને મોવાળાં પંપાળતાં પંપાળતાં ãીએ fુeષને Oુવાડ4 દ4ધો. iવકાર
સંકોડ4ને પોતે પણ નoદરમાં ઢળ4. કોiડયાના દ4વાની kયોત બેય જણાંનાં iનદoષ મોઢાં
ઉપર આખી રાત રમતી હતી.

એવી એવી નવ રાતો વીતી ગઈ. દસમે iદવસ માવતરને ઘેરેથી સોનબાઇનો ભાઇ ગાડુ ં
જોડ4ને બહે નને તેડવા આvયો અને દસમી રાતે વીકમસીએ સોનબાઇને ર& દ4ધી "cું Oુખેથી
&. હું રાaåુશીથી ર& દu છું. હઠ કર મા. ઊáયો એને આથમતાં વાર લાગશે."

"આયર! ધéો દઈને શીદને કાઢો છો? મારે નથી &Nું. તમાર4 જોડે જ રહે Nું છે. મારે બીજુ ં -
èીજુ ં કાંઇ નથી કરNું."

ધણીના પગ ઝાલીને સોનબાઇ ચોધાર રોઇ પડ4. એમ ને એમ આંખ મળ4 ગઈ.

સવારે ઊઠ4ને ગાડા સાથે iપયરના કુ ટં ુ બની જે છોડ4 આવેલી તેની મારફત પોતાના ભાઈને

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 4 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

કહે વરાvVું કે "મને તેડ4 &શો તો માeં સાeં નiહ થાય. મારે લાખ વાતે પણ આવNું નથી. તમે
વેળાસર પાછા ચાwયા &વ."

ભાઇને કારણ સમ&Tં નiહ. પણ એને લાáVું કે આêહ કર4ને બહે નને તેડ4 જવાથી ઘરમાં
કાંઇક ëલેશ થવાનો હશે, એટલે એણે વેવાઈને કÜું: "વજસી પટે લ! મારથી íૂલમાં તેડવા
અવાઈ ગVું છે. પણ આ તો કLુરતા હાલે છે એ વાતYું મને ઓસાણ નહોcું. હવે ફર4 વાર
લેવા આવીશ." એટhું કહ4ને ભાઇએ ગાડુ ં પાછું વાsું.

વજસી ને રાaબાઇ, ડોસા-ડોસી બેય હવે જગ alયાં હોય એવા Oુખના iદવસો iવતાવે છે.
સામી ઓસર4એ બેઠાં બેઠાં બેય ડોસલાં પોતાની ડાહ4ડમર4 દ4કરાવહુ ના iડલનો વળાંક જોયા
કરે છે. પરોiઢયે વહુ ઘંટ4 ફે રવે છે; Oૂરજ ઊáયે વહુ વલોTં xુમાવે છે; ભeસો દોવે છે.
વાસoદા વાળ4 ફiળVું ìîલ જે Nું-છïક આવે તેNું-ચોåું બનાવે છે. મોતી ભરે લી iઢોણીએ
èાંબા\ુ હે wયનાં બેડાં લઈ આવે છે, ને પાછા દસ જણના રોટલા ટ4પી નાખે છે. નાની વહુ
વીજળ4 જે વી ઘરમાં ઝબકારા કર4 રહ4 છે. Eું એYું ગરNું મોઢું ! સાOુ-સસરાને હે તનાં
ઝળઝiળયાં આવી &ય છે. વાતો કરે છે:

"હવે તો. આયરાણી! એક વાત મનમાં રહ4 છે, આ mપીને કોઇ સાeં ઠેકાંTં મળ4 &ય."

"એની iફકર આપણે શી પડ4 છે, આયર? એને ભાઇ જે વો ભાઇ છે. આફરડો mપીને ઠેકાણે
પાડશે."

"પોતાના Oુખમાં બે'નYું Oુખ વીસર4 તો નiહ &ય ને?"

"પણ માર4 ચcુર વહુ Éાં વીસરવા âે એવી છે?"

"આયરાણી! તોયે એક અબલખા રહ4 &ય છે, હો!"

"શી?"

"આ ખોળો ખાલી છે ઇ નથી ગમcું. કાhું કાhું બોલcું હોય, ખોળા åૂંદcું હોય. Lૂyું ખeચcું
હોય-એNું ભગવાન આપે એટલે બસ. એવા થોડાક દ4 જોઇ ને &યe એટલે સદગiત."

"આપશે, આયર! મારો વા'લો ઈ યે આપશે. આપણે માથે વા'લાaની મહે ર છે."

સતજુ iગયાં Nૃò ધણી-ધણીયાણી આશાને તાંતણે aવ ટïગાડ4ને aવતાં હતાં. એને માયલા
ભેદની ખબર નહોતી. ભાદરકાંઠાની વાડ4ઓ ગહે કતી હતી. લીલી ઘટામાં પંખી માળા નાખતા

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 5 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

હતાં. આઘે આઘે ઊની hૂ વાતી હતી. અને તરbયાં હરણાં ઝાંઝવાંનાં જળને લોભે દોqાં જતાં
હતાં.

વીકમસી સાંતી હાંકતો હાંકતો ઊભો રહ4 &ય છે, સમkયા વગર બળદની રાશને ખeચી રાખે
છે, iવચારે ચડે છે, "આ અãીનાં mપ-ôુણને મe રોળ4 નાયા. આવા સો& શીળને માથે મe
કુ વાડો માયo. આ બdું મe Eું કર4 નાVું?....માણસોને મe વાતો કરતા સાંભpા છે કે
fુeષાતણ વગરના fુeષે તો અãીનાં hૂગડાં પહે ર4 પાવૈયાના મઠમાં બેસNું જોવે. નiહ તો
સાત જ|મારા એવા ને એવા આવે. હું ભાગી &u? આ ãી પણ મારા ફાંસલામાંથી છૂટ4ને
Oુખી થશે. પણ મારાં ઓiશયાળાં માં બાપYું ને માર4 પંખણી બોનYું Eું થાશે?" iનસાસો
Lૂક4ને વીકમસી વળ4 પાછો સાંતીડે વળગતો પણ એને જં પ નહોતો.

ચારપાંચ મiહના આમ ચાwVું. તેવામાં વજસી ડોસો ôુજર4 ગયો. રાa ડોસી પણ એની
પછવાડે ગયાં. હવે વીકમસીનો મારગ મોકળો થયો.

રાતે જ એણે વાત ઉöચાર4: "તને ઘણા મiહના થઈ ગયા. માવતર ગઈ નથી. તે દ4 તારો ભાઈ
બાપડો કોચવાઇને પાછો ગયેલો; તારાં માવતર પણ કોચવાતાં હશે. માટે રાaåુશીથી એક
આંટો જઈ આવ ને!"

"હં , તમે મને ફોસલાવો છે. મારે નથી &Nું."

"ના ના, cું વહે મા નiહ. લે, હું ય ભેળો આNું."

"હા, તો જઈ આવીએ."

ગાડુ ં જોડ4ને બેય જણાં ચાwયાં. સોનબાઇનાં માવતરને આજ સોનાનો Oૂરજ ઊáયા જે Nું થVું.
પiનયાર4ઓનાં ને ચોરે બેઠેલાં માણસોનાં મoમાં પણ એક જ વાત હતી કે "કાંઇ જોડલી &મી
છે! કાંઈ દ4નોનાથ õૂúો છે?"

વીકમસીએ પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાqો: "મારે નગર જઈને પાવૈયાના
મઠમાં બેસNું છે. હું રાaåુશીથી છોડુ ં છું. મe મહાપાપ કVુW છે. હવે સાeં ઠેકાTં ગોતીને ઝટ
આપી દે જો."

વાત સાંભળ4ને સોનબાઇનો બાપ સમસમી રÄો. એને પણ સલાહ દ4ધી કે "સા{ુ,ં ભાઇ, નગર
જઈને કરમ ધોવો. તે iવના íૂંડા અવતારનો આરો નથી."

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 6 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

બાપ iબચારો સોનબાઇના મનની વાત નહોતો &ણતો. એણે મા|Vું કે દ4કર4ના દુ :ખનો પણ
ઉપાય થઈ શકશે. એણેય વાત પેટમાં રાખી લીધી.

બીજે iદવસે વા\ુ કર4ને સહુ Oૂઇ ગયાં. પરોણા તર4કે વીકમસીની પથાર4 તો ફળ4માં જ
હતી. ચોમાસાની રાત હતી. મે વરસતો હતો. કોઈ સંચળ સાંભળ4ને &ગે તેNું નહોcું. એવે
ટાણે ગાડુ ં જોડ4ને વીકમસી છાનોમાનો નીકળ4 ગયો.

ચોમાસાની રાતનાં તમરાં રbતાની બેય ûüયે રોતાં હતાં. નદ4નેરાં ખળખળ4ને દોડતાં &ણે
કાંઇક ખોવાTં હોય એની ગોતણ કરતાં હતાં.

~ભાતે જમાઇની ગોતણ ચાલી lયારે સોનબાઇના બાપે સહુ ને બધી વાતનો ફોડ પાqો.
સાંભળ4ને ઘરનાં સહુ નાનાંમોટાંએ †ાસ હે ઠા મેwયા. માએ મા|Vું કે "માર4 પદમણી જે વી
દ4કર4 aવતા રં ડાપામાંથી ઊગર4 ગઈ."

આખા ઘરમાં એક સોનબાઈYું જ કાળજુ ં ઘવાTં. મનમાં બહુ પbતાવો ઊપqો, "આંઇ હું શીદ
આવી? અરે , મને ભોળવીને íુલવાડ4 ગયો? મને છાની ર4તે છેતર4? મારો શો અપરાધ
હતો?" છાની છાની નદ4કાંઠે ગઈ; છ4પર ઉપર બેસીને åૂબ રોઇ લીdું. હવે Éાં જઈને એને
ઝાhું! ઘણા iવચાર કયા°. પણ લાજની માર4 એની aભ માવતર આગળ ઊપડ4 નiહ.

થોડા iદવસે ખબર આvયા કે વીકમસી તો પોતાની ઘરસંપત કાકાને સoપી, mપીને સારે ઠેકાણે
પરણાવવાની અને સંપત એના કiરયાવરમાં આપવાની ભલામણ દઈ, બહે નને ખબર કયા°
વગર, ઘોડ4એ ચડ4ને નગરના મઠમાં પાવૈયો થવા ચાwયો ગયો છે.

સોનબાઇની રહ4સહ4 આશા પણ કરમાઇ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ. પણ એને
સંસાર સLુ¢ સમો ખારો થઈ પqો. એની આંખ સામેથી એક ઘડ4 પણ આયરYું મo અળôું
થાcું નથી.

થોડે iદવસ lયાંથી દસ ગાઉ દૂ રના એક ગામડાના ઘરભંગ થયેલા એક લખમશી નામના
આબmદાર આહ4રYું માôું આvVુ.ં બાપે દ4કર4ના દુ :ખનો અંત આvયો સમa માôું આvVું.
બાપે દ4કર4ના દુ :ખનો અંત આvયો સમa માôું ક^ૂલ કVુW. માએ દ4કર4ને પહે રાવી-ઓઢાડ4
સાબદે કર4. મીઠડાં લઈને મા બોલી કે "બાપ! મારા ìîલ! હiરની મોટ4 મે'ર, તે તારો ભવ
બગડતો રહ4 ગયો."

સોનબાઇYું અંતર વoધાઇ જcું હcું, પણ એની છાતી ઉપર &ણે એવો ભાર પડ4 ગયો કે
પોતે કાંઇ બોલી જ ન શક4. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી.

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 7 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

iશયાળાના iદવસો છે, આભમાંથી કુ ં જડાંએ નીચે ઊતર4ને &ણે પાતળ4 aભે સંદેશો દ4ધો કે
મે ગયો છે, લહાણી પડ4 ગઈ છે, ગામડાં ખાલી થઈને સીમો વસી ગઈ છે, ધાનનાં ડૂં ડાં વઢાઇ
રÄાં છે. નીચાં નમીને મોલ વાઢતાં દાiડયાં વöચે વöચે પોરો ખાવા ઊભાં થાય છે અને દાતરડ4
ગળે વલગાડ4 દઈને મીઠ4 ચલમો પીએ છે. છોડ4ઓ એકબીaને હસતી ગાય છે:

ઓwયા પાંદડાને ઉડાડ4 મેલો

હો પાંદડુ ં પરદે શી!

ઓલી મોતરડ4ને ઉડાડ4 મેલો

હો પાંદડુ ં પરદે શી!

એનો સાસરો આણે આvયા

હો પાંદડુ ં પરદે શી!

મારા સસરા ભેળ4 ન£ &u

હો પાંદડુ ં પરદે શી!

એનો પર§યો આણે આvયા

હો પાંદડુ ં પરદે શી!

મારા પર§યા ભેળ4 ઝટ &u

હો પાંદડુ ં પરદે શી!

પંખી ઊડે છે. ટોયા હં કારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢ4 પોચી ભo કઠણ બની &ય તે પહે લાં
ખેડ4 નાખવા માટે ડાÄા ખેડૂતોએ સાંતીડાં જોડ4 દ4ધાં છે.

લખમશીએ પણ ખળામાં ડૂં ડાં નાખી પોતાના ખેતરમાં હળ જો}ું છે. આધેડ uમરનો લoઠકો
આદમી mડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડા-મારગ જતો હતો. તે મારગે
ગામમાંથી એક ભતવાર4 ચાલી આવે છે. એ ભતવાર4 સોનબાઈ છે. બપોરટાણે, સાંતી
છૂટવાને સમયે, સોનબાઇ નવા ધણીને ખેતરે ભાત લઈ &ય છે. ધીરાં ધીરાં ડગલાં ભરે છે.

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 8 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

સામેથી પાવૈયાYું એક ટો\ું તાળોટા વગાડcું ચાwVું આવે છે. એને દે ખતાં જ સોનબાઇને
વીતેલી વાત સાંભર4 આવી. તર4ને પોતે ટો\ું વટાવી ગઈ. lયાં તો દ4ઠંુ કે ટોળાંની પાછળ
આઘેરાક એક જુ વાન ઘોડ4એ ચડ4ને ધીમો ધીમો ચાwયો આવે છે. ધણીના ખેતરને શેઢે છïડ4
પાસે સોનબાઈ ઊભી રહ4. અસવાર નaક આવતાં જ ઓળખણો.

એ વીકમસી હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. ãીનાં hૂગડાં પહે રવાની માગણી કરે લી,
પણ મઠના iનયમ Lુજબ છ મiહના Oુધી તો fુeષવેશે જ માથે રહ4ને પોતાના fુeષાતનની
ખોટની ખાતર4 કરાવવાની હતી. હજુ છ મiહના નહોતા વીlયા. વીકમસી પાવૈયાના ટોળા
સાથે માગણી માગવા નીકpો છે. જોગ માંqા હશે તે આ ગામે જ એને આવNું થVું છે.

બેય જણાં સામસામાં ઓળયાં. વીકમસીએ પણ ઘોડ4 રોક4. બેય નીચી નજરે ઊભાં રÄાં.
સોનબાઇની આંખોમાંથી આંOુ ચાલવા લાáયાં. અંતે એના હોઠ ઊઘqા: "આમ કરNું'cું?"

"cું Oુખી છો?" વીકમસીથી વdુ કાંઇ ન બોલાVું.

"હું તો Oુખી જ હતી. છતાં Eું કામે મને રઝળાવી?"

"lયારે Eું તારો ભવ બગાડુ ં ?"

"બગાડવામાં હવે શી બાક4 રહ4, આયર?"

આંOુભર4 આંખે બેય જણાં ઊભાં છે. ખેતરને શેઢે લખમશી સાંતી હાંકતો હતો તે સાંતી ઊíું
રાખીને આ બdું જોઈ રÄો છે. પોતાની ãીને અ&§યા જણ સાથે ઊભેલી ભાળ4ને એની
આંખો વહે માતી હતી.

વીકમસીએ fૂyું,"ભાત & છો? તાeં ખેતર Éાં છે?"

"આ જ માeં ખેતર."

"સાંતી હાંકે છે એ જ તારો ધણી?"

"હા, હવે તો એમ જ ને!"

"જો, તારો ધણી આંઇ જોઇ રÄો છે. iખ&શે. cું હવે &."

"&ઇશ તો ખર4 જ ને! કહે Nું તે ભલે કહે . પણ આયર...! આયર! તમે બહુ બગા}ું! Oુખે સાથે

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 9 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

રહ4 ~íુભજન કરત! પણ તમે મારો માળો વoયો. Eું કહું ?"

ચોધાર આંOુ ચાલી નીકpાં છે. વેણે વેણે ગ\ું mંધાય છે. વીકમસીએ જવાબ વાpો, "હવે
થવાYું થઈ ગVું. વીસરNું."

"હા, સા{ું વીસરNું! બીજુ ં Eું?"

આઘે આઘે પાવૈયાYું પેડું ઊíું રહ4ને વીકમસીની વાટ જુ એ છે. ખેતરને શેઢેથી લખમશી
જુ એ છે.

"લે હવે, રામ રામ!"

સોનબાઇ અકળાઇ ગઈ. ઘોડ4ની લગામ ઝાલી લીધી. ઓiશયાળ4 બનીને બોલી, "માeં એક
વેણ રાખો, એક ટં ક મારા હાથYું જમીને &વ. એટલેથી મને શાંiત વળશે, વdુ નiહ રોકુ ં ."

"ગાંiડ થઈ ગઈ? તારે ઘેર જમવા આNુ,ં એ તારા વરને પોસાય? ને વળ4 આ પાવૈયા પણ ન
રોકાય તો મારે હારે નીકળNું જ પડે . માટે મેલી દે ."

"ના ના, ગમે તેમ થાય, માeં આટhું વેણ તો રાખો. ફર4 મારે Éાં કહે વા આવNું છે?"

"ઠ4ક, પણ તારો ધણી કહે શે તો જ મારાથી રોકાવાશે."

એટhું કહ4ને એને ઘોડ4 હાંક4. iનસાસો નાખીને સોનબાઇ ખેતરમાં ચાલી. લખમશી સાંતી
છોડ4ને રોટલા ખાવા બેઠો. કોચવાઇને એણે fૂyું, "કોની સાથે વાત કરતી'તી? કે મ રોઇ
છો?"

છ મiહનાથી mંધી રાખેhું અંતર આજ સોનબાઇએ ઉઘડ4 નાVું. કાંઇ બીક ન રાખી. વીકમસી
પોતાનો આગલો ઘરવાળો છે, પોતાYું હે ત હજુ ય એના ઉપર એNું ને એNું છે, પોતાને એનાથી
જુ દું પડNું જ નહોcુ,ં પોતાને Oૂતી મેલીને છાનોમાનો ચાwયો ગયો હતો; ઓiચ␣તો આજ આંહï
મળ4 ગયો; અને પોતે એને આજનો iદવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી; છ
મiહનાથી પોતે નવા ધણી સાથે શર4રનો સંબંધ ન રાખવાનાં ¶ત લીધેલાં તે પણ એ જૂ ની
માયાનાં માન સાe જ છે એ બdું જ બોલી નાVું. બોલતી ગઈ તે વેણેવેણ એની LુખLુ¢ા પર
આલેખાcું ગVું.

લખમસી આ ãીની સામે તાક4 રÄો, ßડા iવચારમાં પડ4 ગયો. સાંતી જોડવાYું બંધ રાખીને
લખમસી સોનબાઇ સાથે ગામમાં આvયો. સામે ચોરામાં જ પાવૈયાYું ટો\ું બપોરા કરવા

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 10 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

ઊતરે hું હcુ.ં વીકમસી પણ lયાં બેઠો હતો. એણે આ બેય જણાં આવતાં જોયાં. એના મનમાં
ફાળ પડ4 કે હમણાં લખમશી આવીને કiજયો આદરશે. lયાં તો ઊલટું જ લખમશીએ Oુંવાળે
અવાજે કÜુ,ં "ફળ4એ આવશો?"

વીકમસીને વહે મ પqો. ઘેર લઈ જઈને ફજે ત કરશે તો? પણ ના ન પડાઇ. એક વાર
સોનબાઇને મલવાYું મન થVું. Lુખીની ર& લઈને ભેળો ચાwયો. ઘોડ4 લખમશીએ દોર4 લીધી.

બીક હતી ને ટળ4 ગઈ. લખમશીનાં આદરમાન બીજે Éાંય નહોતાં દ4ઠાં. કોડે કોડે રાંધેhું
મoઠંુ ધાન લખમશીએ પરોણાને તાણખeચ કર4ને ખવરાvVું; ઢોiલયાને ધડક4 ઢાળ4ને
મહે માનને બપોરની નoદર કરાવી; અને ધીરે ધીરે વીકમસીના મનની રજે રજ વાત એને &ણી
લીધી. વાતોમાં સાંજ નમી ગઈ.

લખમશીમાં ખેડૂતYું હૈ Vું હcું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાંની હે ત~ીત એણે
દ4ઠ4 હતી. અને આંહ4 એણે આ બે જણાંને ઝૂ ર4 મરતાં જોયાં. એ ભીતરમાં ભo&ય ગયો;
પોતે સોનબાઇ વેરે પર§યો છે એ વાત જ íૂલી ગયો. એનાથી આ વેદના દે ખી &તી નહોતી.

iદવસ આથ®યો એટલે પોતે ઊúો, ફળ4માં માતાની દે ર4 હતી તે ઉઘાડ4ને dૂપ કયo.
માતાaની માળા ફે રવવા બેઠો. પોતે માતાનો ભગત હતો. íૂવો પણ હતો. રોજ રોજ
સંtયાટાણે માતાને ઓરડે આવીને પોતે &પ કરતો.

આજ માળા ફે રવીને એણે માતાaની bcુiત ઉપાડ4. શ©દ ગાજવા લાáયા તેમ તેમ એના
શર4રમાં આવેશ્ આવવા મંqો. dૂપના ગોટે ગોટ dુમાડા ઊúા. લખમશીની હાક ગાa ઊઠ4.
દે વી એના સરમાં આvયાં હતાં.

સોનબાઇ ઘરમાં રાંધે છે, lયાં એને હાક સાંભળ4. સાંભળતાં જ એ બહાર દોડ4 આવી. આયરને
ખરા આવેશમાં દ4ઠો. પોતાને ઓસાણ આવી ગVું. વીકમસીને ઢંઢોળ4ને કÜુ,ં "દોડ આયર,
દોડ! ઝટ પગમાં પડ4 &!"

કાંઇ કારણ સમkયા વગર વીકમસીએ દોqો. પગમાં માંäું નાખી દ4dું. dૂણતાં dૂણતાં
લખમશીએ પોતાના બેય હાથ એને માથે Lૂક4ને આiશષ આપી કે "ખમા! ખમા cુંને બાપ!"

માથે હાથ અડાડતાં તો કોણ &ણે શાથી વીકમસીના દે હમાં ઝણઝણાટ થઈ ગયો. ખાલી
ખોiળયામાં દૈ વતનો ધોધ વછૂ´ો. લખમશીને શાંiત વળ4 એટલે બેય જણા બહાર નીકpા.
લખમશીએ fૂyું: "કાં ભાઈ! Eું લાáVુ?
ં Eું થાય છે?" તેજભયo વીકમસી Eું બોલી શકે ?
mંવાડ4 ઊભી થઈ ગઈ હતી. અંગેઅંગમાં ~ાણ ~ગટ4 નીકpા હતા. ચહે રા ઉપર શાંiત

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 11 of 12
સૌરા%ની રસધાર ૧/૫. આહ-રની ઉદારતા - iવiક5ોત 19/05/18, 5)24 PM

છવાઇ ગઈ. માè એટhું બોલાVું કે , "ભાઇ! મારા aવનદાતા! માતાaની મહે ર થઈ ગઈ. મારો
નવો અવતાર થયો!"

"બસ lયારે , મારોય મનખો Oુધયo, હું તર4 ગયો." એમ કહ4ને એણે સાદ કયo, "સોનબાઇ!
બહાર આવ."

સોનબાઇ આવીને ઊભી રહ4. બdુંય સમa ગઈ. Eું હcું ને Eું થઈ ગVું! આ સા{ું છે કે
bવ¨Yું! કાંઇ ન સમ&Vું.

"મારા ôુના માફ કરજે ! cું પગથી માથા લગી પiવè છો. આ તારો સાચો ધણી. Oુખેથી બેય
જણાં પાછાં ઘેર &વ. માતાa તમને Oુખી રાખે અને મીઠાં મo કરાવે."

વીકમસી ઉપકાર નીચે દબાઇ ગયો. ગળગળો થઈ ગયો અને બોwયો, "લખમશીભાઇ! આ
ચામડ4ના જોડા iસવડાNું તોય તમારા ઉપકારનો બદલો કોઇ ર4તે વળે તેમ નથી. તમે મારે ઘેર
મારા ભેળા આવો તો જ હું &u!" લખમશીએ રાaåુશીથી હા પાડ4.

સવાર થતાં જ ગાડુ ં જો}ું. સોનબાઇનો હરખ હૈ યામાં સમાતો નથી. વીકમસી ગાડાની વાંસે,
ઘોડ4 ઉપર બહુ જ આનંદમાં, મનમાં ને મનમાં લખમશીના ôુણ ગાતો ચાwયો આવે છે.
વીકમસીને ઘેર પહoöયા; એYું આåું કુ ટં ુ બ બહુ જ રાa થVું. બીજે iદવસે લખમશીએ
જવાની ર& માગી. પોતાના કાકાની સલાહ લઈને વીકમસીએ બહે ન mપીને લખમશી વેરે
આપવા પોતાનો iવચાર જણાvયો. લખમશીને આêહ કર4ને રોÉો. લખમશીને åુશીથી ક^ૂલ
કVુW. આસપાસથી નaકનાં સગાંઓને તેડાવી, સારો iદવસ જોવરાવી વીકમસીએ mપીના લ≠
કર4, સાર4 ર4તે કiરયાવર આપી, બહે નને લખમશીના ભેળ4 સાસરે વળાવી.

https://gu.wikisource.org/wiki/સૌરા%ની_રસધાર_૧/૫._આહ-રની_ઉદારતા Page 12 of 12

You might also like