You are on page 1of 4

Term is Binary:

Binary Number System: Range (0-1) meanse total range is 2.


Base of Binary Number is 2.
Decimal Number system: Range(0-9) meanse total range is 10.
Base of Decimal Number is 10.

Decimal Binary
0 10 0 0*2 rest to 0 1010
1 11 1 1*2 rest to 0 1011
2 12 10 1*2 rest to 1 1100
3 13 11 1101
4 14 100 1110
5 15 101 1111
6 16 110 10000
7 17 111 10001
8 18 1000 10010
9 19 1001 10011

(10)2 to (?)10
1(2 rest to 1) + 0(2 rest to 0)
1*(2)+0
=2
(11)2 to (?)10
1(2 rest to 1) + 1(2 rest to 0)
2+1
=3
reminder
19/2 1
9/2 1
4 0
2 0
1 1
2 19 1
2 9 1
2 4 0
2 2 0
2 1 1
1

10011=19
શિક્ષક દિવસ પર ભાષણ

આદરણીય
શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રોને શુભ પ્રભાત. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણે સૌ અહી
શિક્ષક દિવસની ઉજવણી કરવા અને આપણા રાષ્ટ્રનું ભવિષ્ય નિર્માણ માટે શિક્ષકોના કઠોર પ્રયત્નોનો આભાર
માનવા માટે અહીં એકઠા થયા છે. આજે 5 સપ્ટે મ્બર છે, અને આ દિવસે
દર વર્ષે આપણે ઉત્સાહ, આનંદ અને ઉમંગથી શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ.

સૌ પહેલા, હુ તમારો, ક્લાસ ટીચરનો અને આચાર્યશ્રી નો આ મહાન પ્રસંગ પર, મને ભાષણ આપવાની તક
આપવા માટે આભાર માનુ છુ.

મારા વ્હાલા મિત્રો, શિક્ષક દિવસના આ


અવસર પર, હુ શિક્ષકોના મહત્વ પર ગુજરાતીમાં પોતાના વિચાર ભાષણના માધ્યમથી મુકવા માંગુ છુ.

દર વર્ષે 5 સપ્ટે મ્બરે આખા ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. હકીકતમાં 5 સપ્ટે મબર ડૉ.
સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે. જે મહાન વિદ્વાન અને શિક્ષક હતા. પોતાના બાકીના જીવનમાં તેઓ
ગણતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ બન્યા.

આખા દેશના વિદ્યાર્થીઓ આ દિવસ શિક્ષકોને સન્માનિત કરવા માટે ઉજવે છે. આ સત્ય કહેવાયુ છે કે શિક્ષક
આપણા સમાજનુ કરોડરજ્જુ હોય છે. તેઓ વિદ્યાર્થીઓના ચરિત્રનુ નિર્માણ કરવા અને તેને ભારતના આદર્શ
નાગરિકના રૂપમાં ઢાળવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

અધ્યાપક વિદ્યાર્થીઓને પોતાના ખુદના બાળકોની જેમ ખૂબ સાવધાની અને ગંભીરતાથી શિક્ષિત બનાવે છે.
કોઈએ સાચુ કહ્યુ કે શિક્ષક માતા-પિતાથી પણ મહાન હોય છે. માતા પિતા એક બાળકને જન્મ આપે છે તો
શિક્ષક તેના ચરિત્રને આકાર આપીને ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે. તેથી, આપને તેને ક્યારેય પણ ભૂલવા કે
નજર અંદાજ ન કરવા જોઈએ. આપણે હંમેશા તેમનુ સન્માન અને તેમને પ્રેમ કરવો જોઈએ.

આપણા માતા-પિતા આપણને પ્રેમ અને સંસ્કાર આપવા માટે જવાબદાર છે, જ્યારે કે શિક્ષક આપણુ ભવિષ્ય
ઉજ્જવળ અને સફળ બનાવવા માટે જવાબદાર છે. તેઓ પોતાના સતત પ્રયાસોના માધ્યમથી આપણા જીવનમાં
શિક્ષણના મહત્વ સમજાવે છે. તેઓ આપણી પ્રેરણાના સ્ત્રોત હોય છે જે આપણને આગળ જવા અને સફળતા પ્રાપ્ત
કરવા માટે પ્રેરિત કરે છે.
તેઓ આપણા દુનિયાભરના મહાન વ્યક્તિઓનુ ઉદાહરણ આપીને શિક્ષા તરફ પ્રોત્સાહિત કરે છે.

તે આપણને ખૂબ મજબૂત અને જીવનમાં આવનારા દરેક અવરોધનો સામનો કરવા માટે તૈયાર કરે છે. તે સંપૂર્ણ
રીતે અપાર જ્ઞાન અને બુદ્ધિથી ભરેલા હોય છે. જેનો પ્રયોગ કરીને તેઓ આપના જીવનને સીંચે છે.
ચાલો આવો મારા વ્હાલા મિત્રો આપણે બધા એક સાથે આપણા શિક્ષકોના સન્માનમાં કહ્યુ કે 'અમારા
આદરણીય શિક્ષકો જે કશુ પણ તમે અમારે માટે કર્યુ એ માટે અમે તમારા હંમેશા આભારી રહીશુ.
મારા વ્હાલા મિત્રો આપણે હંમેશા આપણા શિક્ષકોના આદેશોનું પાલન કરવુ જોઈએ અને દેશના યોગ્ય નાગરિક
બનવા માટે તેમની સલાહનુ અનુકરણ કરવુ જોઈએ.

ધન્યવાદ

You might also like