You are on page 1of 2

ÕþÜðÂVäëÜí ÜèëßëÉ VÜmìÖ ìØÞ µÕ¿Üõ Cëõß

ÚõÌë_ Ãðv VÜßHëë_Éìá ±ÕóHë Àßí±õ


તા. 15/08/2021
શ્રાવણ સુદ દશમ, તા 17 ઓગસ્ટ, 2021,
મંગળવારના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી
મહારાજનો ધામગમન દિન છે. એ દિવસે આપણે
સૌ ઘેરબેઠાં સ્વામીબાપાનું સ્મરણ કરી તેઓને ચરણે
મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી શકીએ એ માટે પરમ
પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી એક
વિશિષ્ટ ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું છે.
તેમાં આપણને ગુરૂહરિ પ્રમુખસ્વામી મહારાજની
વિરલ સ્મૃતિઓ, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં
વિશિષ્ટ દર્શન-આશીર્વાદ, મંત્ર પુષ્પાંજલિ તથા સમૂહ
આરતીનો લાભ પ્રાપ્ત થશે. .
• સભા દરમ્યાન ગુરુ સ્મરણાંજલિ માટે ઘરે આટલી
પૂર્વતૈ
ર્વતૈયારી અવશ્ય કરીએ.
1. ઘરમાં જે ખંડમાં સભાનો લાભ લેવાનો હોય
ત્યાં એક આસન પર ભગવાન શ્રી સ્વામિનારાયણ
અને અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી
Page - 1 of 2

Úí.±õ.Õí.±õç. çIç_à ÕþT²ìkë ÜKÝV× ÀëÝëýáÝ


14082021033556
(શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ), પ્રમુખસ્વામી
મહારાજ અને મહંતસ્વામી મહારાજની મૂર્તિ
પધરાવવી. (ઘરમંદિરમાં પણ વિધિ કરી શકાય.)
2. અનુકૂળતા મુજબ દીવો કરવો.
3. સભા કાર્યક્રમમાં સૂચવવામાં આવે ત્યારે, સૂચના
અનુસાર, મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવી.
4. મંત્ર પુષ્પાંજલિ માટે ઘરનાં આંગણમાં ખીલેલાં
પુષ્પો પ્રાપ્ત થાય તેમ હોય તો તે ઉપયોગમાં લેવા.
અન્યથા મંત્ર પુષ્પાંજલિ વેળાએ કુમકુમ વાળા ચોખા
રાખવા અને તેનાથી પુષ્પાંજલિ અર્પવી.
5. સભામાં સમૂહ આરતીનો લાભ લેવા ઘરનાં સૌ
સભ્યો માટે અલગ અલગ આરતી તૈયાર રાખવી.
• કાર્યક્રમનું પ્રસારણ •
તા 17 ઓગસ્ટ 2021, મંગળવાર
આસ્થા ભજન : રાત્રે 8.00 થી 8.55
GTPLકથા : રાત્રે 8.00 થી 10.00
Sabha.baps.org : રાત્રે 8.00 થી 10.00
સાધુ યજ્ઞપ્રિયદાસના
જય સ્વામિનારાયણ
Page - 2 of 2

Úí.±õ.Õí.±õç. çIç_à ÕþT²ìkë ÜKÝV× ÀëÝëýáÝ

You might also like