You are on page 1of 4

ગ્રામ કન્યા

સરકારી ખર્ચે એમ.બી.બી.એસ કર્યા પછી બોન્ડ ના નિયમ મુજબ 1 વર્ષ સુધી સરકાર કહે તે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડે છે .

ડોક્ટર સોહીલ આચાર્ય ગવર્મેન્ટ કોલેજમાં એમ.બી.બી.એસ તો થઈ ગયો પણ સરકારી નિયમ મુજબ એનુ ં પોસ્ટીંગ પંચમહાલ જિલ્લામાં દાહોદ વિસ્તારમાં નંદપુર ગામમાં થયુ.ં

નંદપુર સાવ નાનકડુ ં ગામ. ગામની વસ્તી માંડ આઠથી દસ હજાર. મોટાભાગે આખો આદિવાસી વિસ્તાર ! ગામમાં ગ્રામ પંચાયત ની ઓફીસ, એક સરકારી દવાખાનુ ં અને સાતમા
ધોરણ સુધીની એક પ્રાઇમરિ સ્કૂલ ! આખા દિવસમાં બે બસો આવે જે દાહોદ સાથે કનેક્શન આપે !

સોહીલ મેડિકલ ઓફિસર તરીકે હાજર થયો ત્યારે ત્યાંના  ઇન્ચાર્જ ડોક્ટરે તેને ચાર્જ આપ્યો. દવા અને ઈન્જેક્શનનો સંપ ૂર્ણ સ્ટોક  બતાવી દીધો. દવાઓ ક્યાંથી મંગાવવી, કે વી 
રીતે મંગાવવી એ બધુ ં સમજાવી દીધુ. ં કોઈક ઇમરજન્સી કેસ આવે તો કઈ હોસ્પિટલમાં રિફર કરવો વગેરે સમજણ આપી. સ્ટોક રજીસ્ટર પણ બતાવી દીધુ.ં

" મોટાભાગે તો આપણે ડીલેવરી ના કેસ લેતા નથી પણ કોઈ ઈમરજન્સી હોય તો માનવતાની દ્રષ્ટિએ કેસ હાથમાં લેવો પડે છે . આપણા આ સેન્ટરમાં બસ એક જ નર્સ છે . હુ ં
એક નંબર આપી રાખુ ં છું એ આ ગામના એક દાયણ બેનનો છે જે ડિલિવરી સારી રીતે કરાવે છે . જરૂર લાગે તો એ બેન નો પણ સંપર્ક કરી લેવો. દક્ષાબેન બહુ જ હોશિયાર છે
અને સેવાભાવી પણ છે . "

"  નર્સ થી  જરા સાવધાન રહેજે ! એ યુવાન છે , રૂપાળી છે ,  સ્વભાવ પણ સારો છે પણ  ગામમાં એની છાપ સારી નથી.  આપણુ ં નામ ખરાબ થાય એવુ ં નહીં કરવાનુ.ં ગામ નાનુ ં છે
એટલે બહુ સાવધાન રહેવ ુ ં પડે. ત ું બહુ દે ખાવડો છે એટલે સાવધાન કરું છું " જુ નો ડોક્ટર સોહિલ ને શિખામણ આપતો હતો.

" થેન્ક્યુ કમલેશભાઈ.. તમે તો હવે ગોધરા માં જ  છો એટલે  જરૂર પડશે તો તમને હુ ં ફોન કરીશ. અહીંયા પેશન્ટો કેટલા રહેતા હોય છે ?"

" અહીંયા કામનુ ં એટલું દબાણ નથી. તાવ શરદી ઝાડા ઉલ્ટીના જ મોટાભાગના કેસ હોય છે . પથરી ના કેસ પણ વચ્ચે વચ્ચે આવતા હોય છે પણ એમાં તો આપણે પેઇનકિલર
આપી દઈએ છીએ. એવુ ં લાગે તો દાહોદ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ. "

"આપણો કમ્પાઉન્ડર ધુળાજી ખ ૂબ સારો માણસ છે .  કઈ પણ લાવવા મ ૂકવાનુ ં એને કહી દે વાનુ. ં ગામનો  સ્થાનિક માણસ છે .  આખા ગામને ઓળખે છે . ધ ૂળાજી  કામમાં પણ
હોશિયાર છે . નાના પાટાપિંડી જેવા કેસ  તો એ પોતે જ સંભાળી લેશે. "

" ક્વાર્ટર તો આપણને આપેલ ું છે એટલે ત ું ફેમિલીને બોલાવી શકે છે .   દૂ ધવાળો પણ મેં બાંધેલો છે અને મેં એને કહી દીધુ ં છે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. "

" હા પણ હુ ં તો હમણાં એકલો જ રહેવાનો છું. મમ્મી હમણાં અહી આવી શકે એમ નથી. મારી  બે નાની બહેનો અમદાવાદમાં ભણે છે ."

" તો તો જમવાનો મોટો પ્રોબ્લેમ થશે . તારે આ નર્સ દિપાલી સાથે જ કંઈક જમવાનુ ં સેટીંગ કરવુ ં પડશે .  એ તારી જેમ  બ્રાહ્મણ છે . હમણાં એ આવે એટલે આપણે વાત કરી
જોઈએ.  રોજ રોજ  રસોઈ કરવાનુ ં તને નહીં ફાવે. હુ ં તો મારા વાઈફ સાથે રહેતો હતો એટલે પ્રોબ્લેમ નહોતો."

" અને જો... ગામના બે માથાભારે માણસો ને જરાક  સંભાળી લેવાના. જીવણ ચૌધરી પોતે દારૂનો અડ્ડો ચલાવે છે .  કેશાજી પણ ગામનો ઉતાર છે .  ક્યારે ક-ક્યારે ક આ લોકો
દવાખાને આવી ચડતા હોય છે . બહુ માથાકૂટ નહીં કરવાની. અમુક બાબતોમાં આંખ આડા કાન કરવાના."

એટલામાં નર્સ  પણ આવી ગઈ.  એ ઘરે જમવા ગઈ હતી.

" અરે દિપાલી ...આ નવા ડોક્ટર હાજર થઈ ગયા છે . બસ આજે મારો છે લ્લો દિવસ છે . તારા આ  નવા સાહેબ માટે જમવાનુ ં ટિફિન  તારા ઘરે થી ત ું લાવી શકીશ ? કારણ કે
સોહીલ પણ તારી જેમ બ્રાહ્મણ છે અને અહીં એકલો જ રહેવાનો છે " 

" લગભગ તો વાંધો નહીં આવે સાહેબ.  છતાં મારી મમ્મીને પ ૂછી જોઈશ અને જો હા પાડશે તો કાલથી ચાલુ કરીશ. આજે તો તમારે નાસ્તાથી ચલાવી લેવ ુ ં પડશે "

" આજની કોઈ ચિંતા નથી. ઘરે થી થેપલા પ ૂરી વગેરે લાવેલો છું. ચા મંગાવી લઈશ સામે ની લારીમાં થી. "

" દિપાલી... ડોક્ટરની જમવાની વ્યવસ્થા ત ું જ કરી આપ કાલથી......આખા ગામમાં માત્ર એક જ  રે સ્ટોરન્ટ છે .... અને ત્યાં પણ ભજીયાં કે ચા સિવાય બીજુ ં કંઈ મળત ું નથી. "
કમલેશે દિપાલી ને રિકવેસ્ટ કરી.

" તમે અહીં કઈ કઈ ડ્ય ૂટી કરો છો દિપાલીબેન ? "  સોહીલે  દિપાલી ને પ ૂછ્યુ.ં

" મને બેન બેન ના કરો સાહેબ.... હુ ં તમારાથી પણ નાની  છું.. અને તમે તો સાહેબ છો.  ખાલી દિપાલી કહેશો તો ચાલશે. "

" અને  મારું કામ તમને મદદ કરવાનુ ં સાહેબ. કેસ કાઢુ ં છું. ધ ૂળાકાકા ના હોય ત્યારે દવાઓ પણ આપુ ં છું. ક્યારે ક ઇન્જેક્શન પણ  આપુ  છું. બીજુ ં તો  અહી શુ ં કામ હોય સાહેબ
દવાખાનામાં ? "

એ દિવસે સાંજ સુધી કમલેશ રોકાયો અને સાંજની બસમાં ફેમિલી સાથે એ નીકળી ગયો. જતા-જતા કહેતો ગયો.

" એકદમ કોન્ફિડન્સ થી ટ્રીટમેન્ટ કરવાની. જરા પણ મુઝ


ં ાવાનુ ં નહિ. કેસ સીરીયસ લાગે તો કોઈ રિસ્ક નહિ લેવાનુ.ં   દાહોદ લઈ જાઓ એમ  કહી જ  દે વાનુ.ં કંઈ આડુ અ
ં વળું થઈ
જાય તો અહી  ટોળા ભેગા થઇ જાય. અહીં આપણી સુરક્ષા આપણે જાતે જ કરવાની છે "

હવે સોહીલ એકલો થઈ ગયો. મેડિકલ ઓફિસર તરીકે કાલથી શરૂઆત થવાની હતી. હોસ્પિટલમાં તો ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરી હતી પણ સ્વતંત્ર નિદાન અને સારવાર હવે એણે
જ કરવાના હતા.

બીજા દિવસથી સોહીલ ની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ. માંદગીની સીઝન નહોતી એટલે આખા દિવસમાં માંડ પંદર-વીસ પેશન્ટ આવતા હતા. ધીમે ધીમે એનો કોન્ફિડન્સ પણ વધવા
લાગ્યો.
ગામમાં બધા એનુ ં બહુ જ રિસ્પેક્ટ કરતા હતા.
એણે બાઈક ઘરે થી મંગાવી લીધી હતી દિપાલી ના ઘરે થી બે ટાઈમ ટિફિન આવી જત ું હત.ું ક્યારે ક એ બાઈક લઈને સાંજના ટાઇમે દિપાલી ના ઘરે જઈને જમી આવતો.  ગામના
છે ડે હનુમાનજીનુ ં એક મંદિર હત ું ત્યાં માત્ર શનિવારે એ દર્શન કરવા જતો. ગામના લોકો થી થોડુ ક
ં અંતર રાખવુ ં જરૂરી હત ું એટલે એ કોઇની સાથે ખાસ વાત કરતો નહોતો. કોઈ
પેશન્ટ રસ્તામાં મળે તો ખબર પ ૂછી લેતો.

સોહીલ ભણવામાં હોશિયાર હતો અને ઇન્ટર્ન તરીકે એણે સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરી હતી એટલે ગમે તેવા કેસ એ હેન્ડલ કરી શકતો. દિવસે દિવસે ગામમાં એની
પ્રતિષ્ઠા વધતી જતી હતી.   દિવસે દિવસે દર્દીઓ વધવા લાગ્યા અને આજુ બાજુ ના ગામના લોકો પણ હવે તો આ સેન્ટરમાં આવવા લાગ્યા.

આમ ને આમ છ મહિના નીકળી ગયા. દિપાલી વિશે કમલેશે જે વાત કરી હતી એવુ ં કશુ ં દિપાલીના ચારિત્ર્યમાં એને દે ખાયુ ં નહોત .ું એ કામકાજમાં પણ હોશિયાર હતી. ડીલીવરી
નો એક કેસ પણ એણે અને દિપાલીએ ભેગા થઈને સરસ રીતે હેન્ડલ કર્યો હતો. 

સોહીલ નુ ં બપોરનુ ં જમવાનુ ં દિપાલી પોતાની સાથે લઈને આવતી હતી જ્યારે સાંજે તો સોહીલ પોતે જ દિપાલી ના ઘરે જમવા જતો હતો.

એક દિવસ આ રીતે સાંજના ટાઇમે બાઈક ઉપર એ  દિપાલી ના ઘરે જમવા જતો હતો ત્યારે રસ્તામાં જીવણ ચૌધરીએ એને રોક્યો.

" દાક્તર આજ કાલ દિપાલી ના ઘરે તારા આંટાફેરા વધી ગયા છે પણ એના ઉપર નજર બગાડી છે તો યાદ રાખજે .. ગામમાં રહેવ ુ ં ભારે થઈ પડશે !! દિપાલી મારી છે અને હુ ં
એને કોઈ ની થવા નઈ  દઉં ! "

" જીવણભાઈ  મને તમારી  દિપાલી માં કોઈ રસ નથી. હુ ં ડોક્ટર છું અને એ મારી નર્સ છે અને હુ ં અહીં  એકલો રહુ ં છું એટલે એના ત્યાં રોજ જમવા માટે જાઉં છું. હવે હુ ં જાઉં ?  "

અને સોહીલે  બાઈક સ્ટાર્ટ કરી. એણે બીજા દિવસે દવાખાનામાં દિપાલી સાથે આ બાબતે ચર્ચા કરી.

" સાહેબ એની મારા ઉપર બુરી નજર છે .  એણે મને એકવાર ફસાવવા કોશિશ પણ કરી હતી પણ હુ ં છટકી ગઈ હતી.  મેં બ ૂમો પાડી હતી એટલે તેણે મને છોડી દીધી હતી. એ 
દિવસે તો હુ ં બચી ગઈ પણ ગામમાં એણે મને ખ ૂબ જ બદનામ કરી છે . "

" આવા નાના  ગામમાં   છોકરીઓને આવા ગુડં ા માણસોથી પોતાની જાતને બચાવવી પડે છે સાહેબ. એમાં પણ મારા પપ્પા નથી એટલે અમારે ખ ૂબ ડરીને રહેવ ુ ં પડે છે .  આખા
ગામમાં એ જીવણ ની ધાક  છે . મારી માને પણ મારી જ બહુ ચિંતા રહે છે " 

સોહીલ ને  પણ દીપાલી ની વાત સાચી જ લાગી.  કારણકે આટલા સમયમાં એ એને બરાબર ઓળખી ગયો હતો કે દિપાલી નુ ં ચારિત્ર્ય  શુદ્ધ છે . એણે આજ સુધી કોઈપણ આડી
અવળી વાત નહોતી કરી.

સમયનુ ં ચક્કર ફર્યા જ  કરત ું હોય છે .  એ ઘટનાના લગભગ એકાદ મહિના પછી જીવણ ચૌધરી નો દસ વરસનો એકનો એક દીકરો બીમાર પડ્યો. શરૂઆતમાં તો એણે ઘરગથ્થુ
દવા કરી અને  જ્યારે સિરિયસ  થઈ ગયો ત્યારે એ સોહીલ પાસે લઈ આવ્યો.

જીવણ ની વહુ સોહીલ ને બે હાથ જોડીને કરગરતી હતી.  જીવણ બાજુ માં ઉભો હતો. સોહીલે  ચેક અપ કર્યું. છોકરાને ન્યુમોનિયા હતો અને  કેસ સીરીયસ થતો જતો હતો.

" તમારા દીકરા નો કેસ બહુ જ સીરીયસ છે બહેન. તમે આવવામાં ઘણુ ં મોડુ ં કર્યું છે . એને એડમિટ કરવો પડે એવી સ્થિતિ છે . "

" તમારું નામ બહુ સાંભળ્યુ ં છે સાહેબ.  તમે ગમે તેવા  રોગ મટાડી દો છો.  મારા દીકરાને તમે જ મટાડી દો. "

" બોલો જીવણભાઈ શુ ં કરવુ ં છે ? તમે એને દાહોદ લઈ જાવ તો સારું "

" ના સાહેબ તમે જ એને સારો કરી દ્યો  . "

" બે મિનીટ આવો મારી સાથે" એમ કહીને સોહીલ જીવણને બાજુ ના રૂમમાં લઇ ગયો. 

" જીવણભાઈ તમારા દીકરા નો કેસ ખ ૂબ જ બગડી ગયો છે તો પણ એક શરતે હુ ં હાથમાં લઉં .  જો તમે દિપાલીનો રસ્તો છોડી દે તા હો તો !!  દિપાલી ઉપર નજર બગાડવાની
બંધ કરી દો એ મારી શરત છે "

એકનો એક દીકરો ગુમાવવાની નોબત આવી હતી.  જીવણ બે હાથ જોડીને માત્ર એટલું જ બોલ્યો. 

" મારા છોકરાને બચાવી લો સાહેબ. આજથી દિપાલી મારી નાની બહેન છે ..... મારા આ દીકરા ના હમ ખાઈને કહુ ં છું " અને જીવણની આંખમાં પાણી આવી ગયા.

સોહીલે તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. એમોક્સિસિલિન નુ ં ઇન્જેક્શન આપી દીધુ.ં તાવ માટે પેરાસીટામોલ નો પણ હળવો  ડોઝ આપ્યો.

" હમણાં ત્રણ દિવસ સુધી તેને સવાર-સાંજ દવાખાને લઈ આવજો.  ઈન્જેકશન આપવા પડશે.  આ પ્રવાહી  દવા એક એક ચમચી દિવસમાં ત્રણ ટાઈમ આપજો. "

જીવણ નો દીકરો ચાર દિવસમાં તો એકદમ રમતો થઈ ગયો. આખા ગામમાં સોહીલ ની વાહ વાહ થઈ ગઈ.

જીવણ દવાખાને આવીને મીઠાઈ આપી ગયો અને બે હાથ જોડીને દિપાલી ને પગે લાગ્યો અને માફી પણ માગી.

જીવણ ના ગયા પછી દિપાલી સોહીલ ને મુગ્ધ ભાવથી જોઈ રહી.

" ડોક્ટર સાહેબ આ ચમત્કાર માત્ર તમે જ કરી શકો. જીવણભાઈ ના દીકરાને તો બચાવ્યો પણ તમે મને પણ બચાવી લીધી. તમારા માટે મારું માન ઘણુ ં વધી ગયુ ં છે .  "

એ રાત્રે સોહીલ દિપાલી વિશે વિચારવા લાગ્યો. -  ' દિપાલી ખરે ખર એક ખુબ જ સરસ છોકરી હતી. મારી જ કાસ્ટની હતી. નર્સિંગનો કોર્સ કરે લી હતી. રૂપાળી પણ હતી.   રસોઈ
અને ઘરનાં કામકાજમાં પણ ખ ૂબ હોશિયાર હતી. પોતાના કરતાં ત્રણ વર્ષ નાની હતી. દિપાલી સાથે જ હુ ં જો લગ્ન કરી લઉં તો જોડી શોભે એવી હતી.'

સોહીલ ના મમ્મી પપ્પા આધુનિક જમાનાના હતા. લગ્નનો નિર્ણય પણ એમણે સોહીલ ઉપર છોડ્યો હતો. સોહીલ જે પણ પાત્ર પસંદ કરશે એ  શ્રેષ્ઠ જ હશે એવુ ં એ માનતા હતા.
એટલે સોહિલ ને એ બાબતનુ ં કોઈ ટેન્શન નહોત.ું
સોહીલે  મનોમન નક્કી કરી લીધુ ં કે યોગ્ય સમય સુધી રાહ જોવી.  હમણાં દિપાલી ને મારે કોઈ વાત નથી કરવી.  એવી કોઈ  ઉતાવળ પણ નથી. પણ આ વિલંબ કરવામાં વળી
બીજી એક ઘટના બની.

એક  મહિના પછી વેકેશનમાં દીપાલીની  માસી ની  દીકરી ગાર્ગી દિપાલી ના ત્યાં રોકાવા આવી. એ કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી. દે ખાવે ખ ૂબ જ રૂપાળી અને થોડીક
ચંચળ પણ હતી.

ડોક્ટર સોહીલ આચાર્ય માસીના ઘરે રોજ સાંજે જમવા આવતો એ ગાર્ગીએ જોયુ.ં સોહીલ એક હેન્ડસમ યુવાન હતો, ડોક્ટર હતો અને સ્વભાવનો પણ સારો હતો. રોજ ની આવન-
જાવન ના કારણે સોહીલ નો પરિચય પણ થતો ગયો. બપોરે દવાખાનામાં ટિફિન આપવા માટે હવે દિપાલી સાથે ગાર્ગી પણ આવતી.

ગાર્ગી નુ ં મન સોહીલ માં લાગી ગયુ.ં ક્યારે સાંજ પડે અને ક્યારે સોહીલ જમવા આવે એની રાહ જોતી અને રસોઈ કરવામાં પણ અંગત રસ લઈને નવી નવી વાનગીઓ
બનાવતી.

સોહીલ ને પણ અનુભવ થયો કે ગાર્ગી પોતાની તરફ ખેંચાતી જાય છે . વાત કરવાની કોશિશ કરતી હોય છે . પોતાની સામે સતત તાકી રહે છે . એનુ ં દિલ મારા ઉપર આવી ગયુ ં
છે પણ ખુલ્લા મને બોલી શકતી નથી. પોતે તો દિપાલી સાથે લગ્નનુ ં વિચારી રહ્યો છે તો હવે શુ ં કરવુ ં ?

હવે દિપાલી સાથે વાતચીત કરવાનો સમય પાકી ગયો છે એવુ ં સોહિલ ને લાગ્યુ.ં એક ને હુ ં પસંદ કરું છું જ્યારે બીજી મને પસંદ કરે છે અને બંનેનો પ્રેમ એક તરફી છે . શુ ં કરવુ ં
? ગાર્ગી ને સ્વીકારી લેવી કે દિપાલી ને ? સોહીલ આખી રાત મનોમંથન કરતો રહ્યો. 

છે વટે સોહીલે  નક્કી કર્યું કે   આ બાબતની ચર્ચા હવે દિપાલી સાથે કરી લેવી. બપોરે સોહીલ પોતાના ક્વાર્ટર માં હતો ત્યારે દિપાલી ટિફિન લઈને આવી. કોણ જાણે કેમ પણ એ
આજે થોડી ખુશમિજાજમાં દે ખાતી હતી.

સોહીલ વાતની શરૂઆત કરે તે પહેલાં જ ટિફિન ખોલીને થાળીમાં પીરસતાં પીરસતાં  દિપાલીએ વાત શરૂ કરી.

" ડોક્ટર સાહેબ એક વાત પ ૂછું ? "

" હા...બોલ ને દીપુ !!" આટલા પરિચય પછી સોહીલ ક્યારે ક  દિપાલી ને દીપુ સંબોધન કરી દે તો. આજે પણ એમ જ બન્યુ.ં

" ગાર્ગી તમને કેમ લાગે છે ? એ તમને પ્રપોઝ કરવા માગે છે . તમે એના માટે વિચારી શકો ? કારણકે પ્રપોઝ કર્યા પછી તમે ના પાડો તો એને બહુ દુ ઃખ થાય એટલે મારે તમારું
મન જાણવુ ં છે . "  દિપાલીએ એકદમ જ ધડાકો કરીને સોહીલ ને ચમકાવી દીધો. 

ગાર્ગીને  પણ એ  પોતાની સાથે જ લાવી  હતી પણ એને નીચે ઉભી રાખી હતી. ક્વાર્ટર દવાખાનાની ઉપર પહેલા માળે હત .  
ું દિપાલી આજે સોહિલના  મનનો તાગ લેવાની હતી
એટલે એણે ગાર્ગી ને નીચે ઊભા રહેવાનુ ં કહ્યું હત.ું

" અરે પણ દિપાલી... હુ ં તો તને પ્રપોઝ કરવાનુ ં વિચારું છું.......... મારું મન તો તારામાં વસેલ ું છે ..... હુ ં એક-બે દિવસમાં તારા ઘરે આવીને  માસી પાસે આ મીઠડી ગ્રામ કન્યા ના
હાથની માગણી કરવાનો જ હતો !"  

હવે ચમકી જવાનો વારો દિપાલી નો હતો. એણે તો કલ્પના જ નહોતી કરી કે ડોક્ટર સાહેબ પોતાની સાથે લગ્ન કરવા માંગે છે . એ એકદમ શરમાઈ ગઈ.  કંઈ પણ બોલી શકી
નહીં. એના દિલમાં જબરદસ્ત ઉથલપાથલ મચી હતી.  હવે શુ ં જવાબ આપવો ?

" હા દિપુ.... છે લ્લા આઠ મહિનાથી હુ ં તને ઓળખુ ં છું... એક સુશીલ અને ખાનદાન પત્નીમાં હોવા જોઈએ એ તમામ ગુણ તારામાં છે .... આજ સુધી તેં મારુ ધ્યાન પણ ખ ૂબ રાખ્યુ ં
છે ... ગાર્ગી ચોક્કસ સારી છોકરી છે અને મને ગમે પણ છે .... તોપણ લગ્ન માટે મારી પહેલી પસંદગી તો ગામડા ની આ ગોરી  જ  છે દીપુ !! " સોહીલે દિપાલી નો હાથ હાથમાં
લેતાં કહ્યુ.ં

" કોન્ગ્રેચ્યુલેશન દીદી. " અચાનક જ ગાર્ગી રૂમમાં ધસી આવી અને દિપાલી ને વળગી પડી.

દિપાલી સોહીલને પોતાના માટે વાત કરે ત્યારે સોહીલ શુ ં જવાબ આપે છે એ સાંભળવાના આશયથી ગાર્ગી ઉપર આવીને દરવાજાની બહાર   છુપાઈને ઉભી હતી. એણે બંનેની
વાતચીત સાંભળી લીધી એટલે દોડતી અંદર આવી.

" ડોક્ટર સાહેબ તમારી પસંદગી શ્રેષ્ઠ જ છે .  મારી બહેન ખરે ખર લાખોમાં એક છે .....  તમે બંને એકબીજાના પરિચયમાં છો.....  તમે દીદી ને પ્રપોઝ પણ કર્યું છે   એટલે હવે મારે
કબાબમાં હડ્ડી બનવુ ં નથી... હુ ં દીદી માટે ખ ૂબ જ ખુશ છું. "

" બસ તો માસી ને કહી ને તમે લોકો લગ્નની તૈયારી કરો.  નવેમ્બર માં  મારો એક વર્ષનો બોન્ડ કોન્ટ્રાક્ટ પ ૂરો થઈ જશે એટલે હુ ં એ પછી અમદાવાદમાં   સેટ થઈશ. લગ્ન તો
ડિસેમ્બરમાં જ કરવા છે . "

" હવે હુ ં તમને ડોક્ટર સાહેબ નહીં પણ જીજુ કહીને બોલાવીશ..... તમને કંઈ વાંધો તો નથી ને   જીજાજી ? "

" જીજુ કહે કે જીજાજી... મને કોઇ જ વાંધો નથી સાળી સાહેબા  !! પણ  સાળી અડધી ઘરવાળી છે એ તો ખબર છે ને ? "  કહીને સોહીલ હસી પડ્યો.

" દીદી ને વાંધો ના હોય તો અડધી  શુ ં કામ ? આખી  ઘરવાળી બની જવા તૈયાર છું. એકની સાથે એક ફ્રી !!!"

આ બંનન
ે ા મજાકિયા  સંવાદોમાં દિપાલી એકદમ મૌન થઈ ગઈ હતી.  એક સાધારણ ગ્રામ કન્યા ને પત્ની તરીકે સોહિલે પસંદ કરી હતી. આ સ્વપ્ન  છે કે સત્ય એ દિપાલી 
વિચારી શકતી જ નહોતી !! એનુ ં દિલ  લાગણીઓથી ભરાઈ આવ્યુ ં હત ું પણ વાચા મૌન  હતી !!

ગાર્ગી દિપાલીના મન ની અવસ્થા સમજી શકતી હતી. એ સડસડાટ નીચે ઉતરી ગઈ. ઉપર બંને પ્રેમી પંખીડાને પ્રેમ ના ઉભરા ઠાલવવા  થોડો અવકાશ આપવો જરૂરી હતો !!

...અને દિકરીએ પિતાના નશ્વર દે હને હોસ્પિટલથી ઘરે લઇ જવા મથામણ શરૂ કરી
 (22) 
  354
 
  1.2k
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ચંદ્રનગર ગામની વાત છે . વડોદરા જિલ્લામાં માત્ર ૨૦૦ માણસની વસ્તી ધરાવતા ચંદ્રનગર ગામમાં મહિજીભાઇ કરીને એક વ્યક્તિ રહેતા
હતા. તેમની તબિયત લથડતા તેઓ સારવાર અર્થે વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તેમનુ ં સારવાર દરમિયાન મ ૃત્યુ ં થયુ ં હત.ું અહીં સુધી વાત
સામાન્ય હતી પરંત ુ તેમની દિકરીએ તેમના નશ્વર દે હને તેમના ગામ ચંદ્રનગર લઇ જવા જે મથામણ કરી તે વાત ખરે ખર જીવનમાં દિકરીનુ ં મહત્વ સમજાવી જાય છે .
સાવલી તાલુકાના ચંદ્રનગરના વતની મહિજીભાઇનો પરિવાર ખ ૂબ જ ગરીબ હતો. દિકરી નાની હતી ત્યારે જ માતાનુ ં અવસાન થયુ ં હત .ું મહિજીભાઇ ખેતમજૂર તરીકે જીવન
નિર્વાહ કરી રહ્યા હતા. દરમિયાન એક ગંભીર બિમારીનો ભોગ બનતા સારવાર દરમિયાન તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થવા આવ્યા હતા.
વડોદરાથી ગામ માત્ર ૨૫ કિ.મી જ દૂ ર હત ું માટે જાતે જ બસમાં બેસી તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમનુ ં મ ૃત્યુ થયુ ં હત .ું પણ ખરી વાત તો હવે,
આવે છે . હોસ્પિટલમાં તેઓ દાખલ થયા ત્યારે તેમની સાથે કોઇ આવ્ય ુ ં નહોત.ું માટે હોસ્પિટલ સત્તાધિશોને એમ થયુ ં કે મહિજીભાઇના પરિવારમાં કોઇ નહીં હોય. જેથી તેમના
નશ્વર દે હને બિનવારસી ગણીને કાગળીયા કરવાની શરૂઆત કરવાનો આદે શ આરએમઓ દ્વારા કરવામાં આવ્યો હતો . જે આદે શનો સંબધિ
ં ત તબીબો દ્વારા પાલન કરવાની
શરૂઆત પણ કરવામાં આવી હતી.
એટલમાં જ એક યુવાન દિકરી આરએમઓની ઓફિસમી દાખલ થઇ. રડતાં અવાજમાં દિકરીએ આરએમઓને પુછયુ ં સાહેબ મારા બાપુ બિમાર હતાં એટલે સારવાર કરાવવા
અહીં આવ્યા હતા. દિકરીને રડતી જોઇને આરએમઓએ તેને ખુરશી પર બેસાડી પાણી આપ્યુ.ં પછી પુછયુ ં કે , બેટા તારા બાપુન ુ ં નામ શુ ં હત ું અને તે ક્યાંના રહેવાશી છે ?
દિકરીએ પાણીનો ઘુટડો ગળાથી નીચે ઉતારીને જવાબ આપ્યો કે , સાહેબ મારા બાપુન ુ ં નામ મહિજીભાઇ છે અને અમે સાવલી તાલુકાના ચંદ્રનગર ગામના રહેવાશી છીએ. એટલે
થોડી જ વાર પહેલા આરએમઓએ જાતે આપેલા આદે શો યાદ આવ્યા. તેમને પોતાના ટેબલ પર પડેલી ઘંટડી વગાડી એટલે બહારથી એક બેન ઓફિસનો દરવાજો ખોલી અંદર
પ્રવેશ્યા. જે બેનને આરએમઓએ કહ્યું કે , ડોક્ટરને કહો કે , મહિજીભાઇની દિકરી આવી છે અને તેમને કાગળો લઇને બોલાવો. થોડી જ વારમાં એક ડોક્ટર કેટલાક કાગળો લઇ
આવ્યા. આરએમઓએ ડોક્ટરને કહ્યું કે , આ મહિજીભાઇની દિકરી છે .
આરએમઓએ દિકરીના માથે હાથ મુક્યો અને કહ્યું કે , બેટા તારા બાપુની સારવાર કરવાનો અમે ઘણો પ્રયાસ કર્યો પણ અમે તેમને બચાવી શક્યા નથી. આજે બપોરે જ તેમનુ
અવસાન થયુ ં છે . દિકરીએ આરએમઓને સામે વળતો જવાબ આપ્યો કે , સાહેબ મને ખબર છે કે મારા બાપુ હવે નથી રહ્યા. હુ ં અહીં તેમના નશ્વર દે હને લેવા જ આવી છું. રડતા
રડતા પણ મક્કમ મને દિકરીનો આ જવાબ સાંભળી આરએમઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા . જોકે , તુરં તજ સ્વસ્થ થઇ તેમણે ડોક્ટરને મહિજીભાઇનો નશ્વર દે હ તેમની દિકરીને
સોંપવાના આદે શ કર્યા. થોડી જ વાતમાં બધી વિધી પતાવી દિકરીને તેના બાપુનો નશ્વર દે હ સોંપી દે વામાં આવ્યો. એટલે દિકરીએ ડોક્ટરને વિનંતિ કરી કે , સાહેબ અમારૂ ગામ
અહિંથી ૨૫ કિલોમીટર દૂ ર છે . જ્યાં બાપુને લઇ જવા માટે હુ ં કોઇ વ્યવસ્થા કરીને આવુ ં છું ત્યાં સુધી તમે મારા બાપુને સાચવજો. ડોક્ટરે પણ માનવતા દર્શાવી અને દિકરી
વાહનની વ્યવસ્થા કરવા હોસ્પિટલની બહાર આવી. અનેક લોકોને પુછયુ ં તો કોઇ પણ એમ્બ્યુલન્સ વાળાએ તેની મદદ ન કરી. તેન ુ ં કારણ એ હતંુ કે દિકરી પાસે રૂપિયા જ ન
હતા. જેથી દિકરી હોસ્પિટલની બહાર આવી અને લોકોની મદદ માંગવા લાગી હતી. કલાક વિત્યો, બે કલાક વિત્યા પણ કોઇ જ વ્યવસ્થા ન થઇ.
દરિમયાન સ્વયમ તેની કાર લઇ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તેને રસ્તા પર લોકો પાસે મદદ માગતી યુવતીને જોઇ. એટલે તેને કાર બાજુ માં ઊભી રાખી અને તે યુવતી પાસે
ગયો. બેટા શુ ં થયુ ં ? તારે શુ ં મદદ જોઇએ છે મને કહે હુ ં તને મદદ કરીશ.... યુવતીએ કહ્યંુ કાકા મારા બાપુન ુ ં અવસાન થયુ ં છે . તેમના નશ્વર દે હને મારે ગામ લઇ જવો છે .
મારી પાસે રૂપિયા નથી એટલે કોઇ આવવા તૈયાર નથી. તમે મારી મદદ કરશો ? સ્વયમને પણ શુ ં થયુ ં ખબર નહીં તેને કશુ ં જ વિચાર્યા વિના કહ્યું ચાલ બેટા હુ ં તારી સાથે
આવુ ં છું આપણે તારા બાપુને તારા ગામ લઇ જઇએ. દિકરી સ્વયમની કારમાં બેઠી અને બન્ને જણાં કોલ્ડરૂપ તરફ ગયાં. જ્યાં પહોંચતા દિકરી કોલ્ડરૂમમાં ગઇ અને પિતાના નશ્વર
દે હને સ્ટ્રે ચરમાં મુકીને બહાર લઇને આવી. દે હને કારની પાછલી સિટ પર મુક્યો અને પોતે પણ પાછળ જ બેસી ગઇ. પિતાના માથાને ખોળામાં મુકી દિકરીએ કહ્યું કાકા ચાલો.
સ્વયમે પુછયંુ બેટા તારૂ કામ કયુ ં છે . એટલે દિકરીએ જવાબ આપ્યો સાવલી તાલુકાનુ ં ચંદ્રનગર. મંજુસરથી માત્ર ૬ કિલોમીટર જ છે . સ્વયમ વડોદરમાં જ જન્મો હતો એટલે
એને મંજુસર સુધીનો રસ્તો તો ખબ જ હતો. સાંજનો સમય હતો. શિયાળાની ઠંડી કહે મારૂ કામ. પરંત ુ કારમાં મ ૃતદે હ હોવાથી સ્વયમે કારના કાચ ખુલ્લા રાખ્યા હતા. સ્વયમે કાર
મંજુસર તરફ હંકારી કાઢી. થોડી થોડી વારે તે પાછળ જોઇ રહ્યો હતો. દિકરીના ખોળામાં તેના બાપુન ુ ં માથુ ં હત,ું દિકરી તેમના માથામાં આંગળીના ટેરવા ધીમે ધીમે ફેરવી રહી
હતી. શિયાળો હોવાથી અંધારૂ પણ વહેલ ું થઇ જાય. અંદાજે ૪૫ મિનીટ જેટલો સમય સ્વયમે કાર ચલાવી અને મંજુસર જીઆઇડીસી આવી. એટલે સ્વયમ કશુ ં પણ પુછે તે પહેલા
દિકરીએ તેને રસ્તો બતાવવાની શરૂઆત કરી. કાકા આગળથી રસ્તો થોડો કાચો છે અને રસ્તા પર લાઇટ પણ નથી તો થોડુ ં ધ્યાન રાખજો. સ્વયમે દિકરીએ બતાવેલા રસ્તા પર
કાર હંકારી અને અંદાજે ૪૫ મિનીટ કાર ચલાવી ત્યાં તો દિકરી બોલી કાકા બસ ઘર આવી ગયુ ં. સામે જે તાળુ દીધેલી ડેલી દે ખાય છે ને તે જ અમારૂ ઘર છે . તમે અહીં રોકાવ હુ ં
પાડોશમાંથી ચાવી લઇને આવુ ં છું. સ્વયમને એમકે , થોડી વારમાં યુવતી આવશે. શિયાળાએ માઝા મુકી હોય અને ગામની વસ્તી પણ માત્ર ૨૦૦ જ હોય આસપાસ કોઇ દે ખાત ું ન
હત.ું
સમય રાહ જોઇ રહ્યો હતો પણ દિકરી પાછી ન આવી. એટલે કારમાંથી ઉતરી તેને પણ સિગરે ટ સળગાવી અને યુવતીની રાહ જોવા લાગ્યો. સિગરે ટ પતિ ગઇ પણ દિકરી ન
ુ તી દે ખાઇ નહીં. એટલે એણે એક ઘરનો દરવાજો ખખડાવ્યો. થોડી વાર તો કોઇ બહાર ન
આવી. જેથી સ્વયમ જાતે જ યુવતીને શોધવા આમ તેમ ફાંફા મારવા લાગ્યો પણ ય વ
આવ્યુ.ં તે બીજા ઘરનો દરવાજો ખખડાવવા જતો જ હતો ત્યાં પેલા ઘરનો દરવાજો ખ લ્ુ યો. એક ભાઇએ બહાર આવીને પુછયુ ં કે , એક યુવતી તેના પિતાના મ ૃતદે હ સાથે અહી
આવી હતી. ઘરની ચાવી લેવા ગઇ પણ પરત નથી આવી. તેના પિતાનો મ ૃતદે હ મારી કારમાં જ છે . એટલે એ ભાઇ મ ૃતદે હ કોનો છે તે જોવા કાર તરફ આવ્યા. તેમને મ ૃતદે હ
જોઇને જ મહિજીભાઇને ઓળખી ગયા. તેમને ગામના અન્ય કેટલાક લોકોને બોલાવ્યા અને મહિજીભાઇના ઘરનુ ં તાળું તોડી તેમના મ ૃતદે હને ઘરમાં લઇ ગયા. સ્વયમ બધુ જોઇ
રહ્યો હતો પણ તેના મનમાં એક જ સવાલ હતો કે ુ તી
યવ ગઇ તો ગઇ ક્યાં ?
ુ ડનો હાર ચઢાવેલો હતો. સ્વયમ તે યુવતીને ઓળખી ગયો. એ એજ
એટલામાં જ સ્વયમની નજર મહિજીભાઇના ઘરમાં પડી ત્યાં એક યુવતીનો ફોટો લટકતો હતો જેના પર સખ
યુવતી હતી જે તેના પિતાના મ ૃતદે હને લઇને સ્વયમ સાથે ગામ સુધી આવી હતી. એટલે તેને એક વ્યક્તિને પુછયુ ં આ કોનો ફોટો છે ? પેલા ભાઇએ કહ્યું આ મહિજીભાઇની દિકરી
દ્રષ્ટી છે . ગયા વર્ષે જ સાપ કરડવાથી ૧૯ વર્ષની કુ મળી વયે તેન ુ ં મ ૃત્યંુ હત .ું દ્રષ્ટી નાની હતી ત્યારે જ તેની માતાન ુ ં પણ મ ૃત્યુ ં થયંુ હત .ું પરંત ુ દિકરીના જીવનમાં મુશ્કેલી ન
આવે તે માટે મહિજીભાઇએ બીજા લગ્ન કર્યા ન હતા. સ્વયમ વાત સાંભળીને જ સ્તબ્ધ થઇ ગયો. થોડીવાર પછી તે પરત ઘરે જવા નિકળ્યો. ત્યાં જ રસ્તામાં તેને પેલી જ
ુ તી પાસે ગયો. તે કંઇ પુછે તે પહેલા જ યુવતીએ બોલવાની શરૂઆત કરી કાકા મારા બાપન
યુવતી ઊભેલી દે ખાઇ એટલે સ્વયમે કાર ઊભી રાખી અને યવ ુ ો મ ૃતદે હ અજાણ્યા
ગામમાં અંતિમ વિધી થયા વિના પડયો ન રહે અને તેઓ બિનવારસી મ ૃતદે હમાં ન ખપે એ માટે જ હંુ તેમના મ ૃતદે હને ગામ પહોંચાડવા આવી હતી . જેમાં તમે મારી મદદ
કરી, જે માટે હુ ં તમારી આભારી છું.
આટલા શબ્દો પુરા થતાની સાથે જ દ્રષ્ટી ગાયબ થઇ ગઇ. સ્વયમ થોડી વાર ત્યાં જ સ્તબ્ધ બનીને ઊભો રહ્યો. થોડી વાર પછી તેના મોબાઇલી રિંગ વાગી એટલે તેને ભાન
થયુ.ં સ્વયમે ફોન ઉપાડયો અને સામે છે ડેથી તેની દિકરીએ પુછયુ ં પપ્પા કેટલી વાર ઘરે આવોને મને તમારી યાદ આવે છે . દિકરીના આ શબ્દો સાંભળતા જ સ્વયમની આંખોમાં
આશુ ં આવી ગયા. સ્વયમ કારમાં બેઠો અને કાર સીધી જ ઘર તરફ દોડાવી મુકી.

You might also like