You are on page 1of 47

Classification of Air Pollutant

(હવાના પ્રદુષકોનુ ં વર્ગીકરણ)

1. પ્રાથમિક પ્રદુ ષકો


2. દ્વિતિય પ્રદુ ષકો

પ્રાથમિક પ્રદુષકો:
 આવા પ્રદુ ષકો સ્ત્રોત વડે સીધાજ વાતવરણને પ્રદુ ષિત કરે છે.
 કેટલાક રજકણો જેવાકે રાખ, ધુમાડો, ધુળક્ણો, ફ્યુમ્સ, સ્પ્રે, ભેજ વગેરે.
 કેટલાક હવાના અકાર્બનિક વાયુઓ જેવાકે SO2, H2S, HNO3, NH3, CO, CO2, HF વગેરે.
 હવામાં રહેલા કાર્બનિક વાયુઓ.
 રે ડિયોએક્ટિવ પદાર્થો

દ્વિતિય પ્રદુષકો:
 આ પ્રકારના પ્રદુ ષકો પ્રાથમિક પ્રદુ ષકો અને વાતાવરણીય ઘટકો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થાયછે .
 આ પ્રક્રિયાઓ પ્રક્રિયકોની સાંદ્રતા, ભેજ, ફોટોએક્ટિવેશનની ડીગ્રી,વાતાવરણ અને વાતાવરણીય પરીબળો પર
આધારીત છે .
 SO3,NO2, DAN, Ozone, આલ્ડીહાઇડ્સ, કિટોન, સલ્ફેટ અને નાઇટ્રે ટ્ના ક્ષારો.
હવાના પ્રદુ ષણના ઉત્પત્તિ સ્થાનો:

SOURCES OF AIR POLLUTION :

ઉત્પત્તી પ્રમાણે વર્ગીકરણ:


1. દહન:

 સ્થિર સ્ત્રોત: પાવર પ્લાંટ, ઈન્ડસ્ટ્રીયલ બોઇલ્ડ ડીઝલ, જનરે ટર્સ, ઔદ્યોગિક ઉત્પાદનો.
 ગતિશીલ સ્ત્રોત: વાહનો, એરક્રાફ્ટ, રે લ્વે.

2. રસ્ટીંગ અને હીટીંગ પ્રક્રિયા:

 નોન ફેરસ મેટાલર્જિકલ: રોસ્ટીંગ, રીફાઇનીંગ પ્રક્રિયા


 ફેરસ મેટાલર્જિકલ: મટીરીયલ હેંડલીંગ, કોક ઓવન ફરનેસ, બ્લાસ્ટ ફરનેસ, સ્ટીલ ફરનેસ.

3. રાસાયણિક, પેટ્રોલિયમ, પલ્પ અને પેપર ઉદ્યોગ:

 પેટ્રોલિયમ રીફાઇનરી: બોઇલર્સ, પ્રોસેસ હીટર્સ, ઉદ્દીપકો, જનરે ટર્સ, રીએક્ટરો, સ્ટોરે જ ટેં કો.
 અકાર્બનિક રસાયણો: સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક, હાઇડ્રોક્લોરિક એસિડ વગેરે.
 ુ ાશકો, સાબુ, ડીટર્જન્ટ ઉદ્યોગો.
કાર્બનિક રસાયણો: પ્લાસ્ટિક પેઇન્ટ્સ, વાર્નિસ, કુ ટ્રીમ રબર, રે યોન, જતં ન
 પલ્પ અને પેપર ઉદ્યોગ: ક્રાફ્ટ પ્રોસેસ, ડાઇજેસ્ટ પ્રોસેસ.

4. ખાદ્ય અને ક્રૃષિ ઉદ્યોગ:

 ખાદ્ય પ્રક્રિયા: ડાઇઝ, પ્રીઝર્વીગ, પ્રક્રિયા


 કોટા સ્પ્રેપ અને ડસ્ટ: પેસ્ટ અને બીજ કંટ્રોલ.
 ફિલ્ડ બર્નિંગ: રિફ્યુઝ્ડ બર્નિંગ.
પ્રદુષકો પ્રમાણે વર્ગીકરણ:
1. રજકણો:
 પ્રાથમિક પ્રકારના રજકણો: દરીયાઇ આસેનો સ્પ્રે, ભ ૂમિનો ડસ્ટ, જ્વાળામુખી અને દાવાનળ.
 ગેસથી કણોમાં રૂપાંતરણ: SO2 માંથી સલ્ફેટ, NO2 માંથી નાઇટ્રે ટ, હાઇડ્રોકાર્બનમાંથી ફોટોકેમિકલ્સ.
2. SO2 : કોલસો, પેટ્રોલિયમ, સ્મેલ્ટીંગ ઉદ્યોગ.
3. NO2/NO: કોલસાનુ ં દહન, પેટ્રોલિયમ રીફાઇનીંગ, ગેસોલિનનુ ં દહન, ઓઇલનુ ં દહન, કુ દરતી વાયુઓનુ ં દહન.
4. CO : CH4 અ‍ને ફોર્માલ્ડીહાઇડનુ ં ઓક્સિડેશન, ક્લોરોફિલનુ ં વિઘટન, દરિયાઇ CO2
5. હાઇડ્રોકાર્બન: CH4, વારપીન.

EFFECT OF AIR POLLUTION ON HUMAN HEALTH, ANIMALS AND MATERIALS:


1. રજકણો: માનવીનો આયુષ્યદર ઘટેછે. શ્ર્વાસનાં રોગો, બ્રોંકાઇટીસ, ફેફસાનાં રોગો.
2. લેડ: બ્લડ સિસ્ટમ, મ ૃત્યુ, વ્યક્તિગત ડિસઓર્ડર.
3. કેડમિયમ: હાઇપરટે ન્શન, હ્રદય રોગ,કિડની ફેઇલ્ટ.
4. નિકલ: શ્ર્વસનતંત્રનાં રોગો,ફેફસાનાં રોગો.
5. મરક્યુરી: નર્વસ સિસ્ટમ અને મસ્તિકનાં રોગો,કિડની ફેઇલર.
6. બેરેલીયમ: બેરીલોસ્મીસ, આંખ અને ફેફસાનાં રોગો.
7. એસ્બેસ્ટોસ: ફેફ્સાનાં રોગો, કેન્સર.
8. સલ્ફર ડાયોક્સાઇડ: શ્ર્વસનતંત્રનાં રોગો, એસિડ વર્ષા.
 જેના લીધે બ્લડની ઓક્સિજન વાહકતા ઘટે છે.
 આંખનાં સોજા આવેછે.
 માથાનાં દુ ખાવો, વમિટીંગ,કોમા, તોતડાપણુ.
9. NO2 : ફેફસાનાં રોગો, બળતરા.

માલસામાન ઉપર:
 રજકણો, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બનમોનોક્સાઇડ કાપડ તેમજ બિલ્ડીંગોને નુકશાન પહોચાડે છે .
 સલ્ફર ડાયોક્સાઇડ અને ભેજ એ સ્ટીલ, કોપર, ઝીંક અને બીજી કેટલીક ધાત ુઓની બનેલી વસ્તઓ
ુ પર કાટ લગાડતા
હોયછે .
 સલ્ફ્યુરિક એસિડનો ભેજ મારબલ અને લાઇમ જેવા સ્ટ્રકચરલ મટીરીયલોને નુકસાન પહોચડે છે .
 ઓઝોન કાપડ અને રબર જેવા મટીરીયલોને નુકસાન પહોચાડે છે .
 નાઇટ્રે ટ અને નિકલ પિત્તળની બનેલી મિશ્રધાત ુને પણ નુકસાન પહોચાડે છે .

વાતાવરણની હવાનું સેમ્પલીંગ, પ્રદુષિત રજકણો તેમજ વાયુઓને કલેક્શન (સંગ્રહ) કરવાની પધ્ધતિઓ
(AMBIENT AIR SAMPLING, PARTICULATE MATTER AND GASEOUS SAMPLE COLLECTION METHODS)

 ુ નીચું હોય છે . તેથી આ હવાનુ ં સેમ્પલીંગ ખુબજ ચોક્કસપ ૂર્વક હોવું જોઇએ.
સામાન્ય હવામાં પ્રદુ ષકોનુ પ્રમાણ બહજ
 આ સેમ્પલીંગનુ ં કદ અને દળ ઓછા હોવા જોઇએ.
 સામાન્ય હવામાં વાયુ અને રજકણો બન્ને જાતના પ્રદુ ષકોની સાંદ્રતા 1 mg/m3 of air થી નીચા લેવલે હોય છે .
 કેટલીક વખતે સામાન્ય સેમ્પલીંગ વડે સંગ્રહ કરે લા પ્રદુ ષકો રીએક્ટીવ હોય છે . તેથી સંગ્રહ પછી તેમનુ ં પ્રમાણ
બદલાય જાયછે .
 દા.ત. સલ્ફર ડાયોક્સાઇડના ઓક્સિડેશન વડે પ્રદુ ષકોમાં રહેલો સલ્ફર સલ્ફર ડાયોક્સાઇડમાં ફેરવાઇ જાય છે . તેથી
આ સેમ્પલીંગમા રીડ્યુસીંગ એજન્ટો ઉમેરવામાં આવે છે કે જે પ્રક્રિયાને અટકાવે છે .
 સેમ્પલીંગ કલેક્ટર સેમ્પલને સંગ્રહિત કરે છે .
 ફ્લોમીટર કલેક્ટરમાંથી પસાર થતી હવાને માપે છે .
 સેમ્પલ કલેક્ટર જરૂરી પ્રદુ ષકોનુ ં સંગ્રહ કરી તેન ુ ં એનાલીસીસ કરે છે .
 સેમ્પલ કલેક્ટરનુ ં વર્ગીકરણ નીચેના બે પ્રકારે છે ,
1. વાયુઓનુ ં કલેક્ટર

2. રજકણોનુ ં કલેક્ટર

પ્રદુષકોની કલેક્શન (સંગ્રહ કરવાની) પધ્ધતિઓ (COLLECTION OF AIR POLLUTANT)

પ્રદુ ષકોની કલેક્શન (સંગ્રહ કરવાની) પધ્ધતિઓ નીચે પ્રમાણે છે ,

1. વાયુ પ્રદુષકોની કલેક્શન (સંગ્રહ કરવાની) પધ્ધતિઓ (COLLECTION OF GASEOUS AIR POLLUTANT)

2. ઘન પ્રદુષકોની કલેક્શન (સંગ્રહ કરવાની) પધ્ધતિઓ(COLLECTION OF PARTICULATE POLLUTANT)

1. વાયુ પ્રદુષકોની કલેક્શન (સંગ્રહ કરવાની) પધ્ધતિઓ

 ગ્રેબ સેમ્પલીંગ (GRAB SAMPLING)

 પ્રવાહીમાં અભિશોષણ (ABSORPTION IN LIQUID)

 ઘન પદાર્થમાં અભિશોષણ (ADSORPTION ON SOLID)

 ફ્રીઝ-આઉટ સેમ્પલીંગ (FREEZ-OUT SAMPLING)

ગ્રે બ સેમ્પલીંગ:

 ુ ફ્લાસ્કમાં સેમ્પલનો સંગ્રહ કરવામાં આવે છે .


આ સેમ્પલીંગ પધ્ધતિમાં વેક્યમ

 ગ્રેબ સેમ્પલીંગ માટે અને તેના એનાલીસીસ માટે સૌપ્રથમ હવાનો સંગ્રહ પ્લાસ્ટિક્ની બેગમાં કરવામાં આવે છે .

 પરં ત ુ પ્લાસ્ટીકની બેગમાં રહેલા ભેજના લીધે સંગ્રહ કરે લી હવાની ગુણવત્તામાં થોડા સમયમાં ફેરફાર થાય છે

તદુ પરાંત સંગ્રહ કરે લી હવાનુ ં પ્લાસ્ટીકની બેગમાંથી પ્રસરણ પણ થાય છે . તેથી બેગ ની અંદર સંગ્રહીત કરે લી હવાનુ ં

તરતજ પરિક્ષ્રણ તરત થવું જોઇએ.

 આધુનીક યુગમાં ગ્લાસ અથવા સ્ટીલના બનેલા કન્ટે ઇનર્સ વધુ કાર્યક્ષમ છે આ કન્ટે ઇનર્સમાં જો ભેજ હોય તો

ુ વાળી બનાવવામાં આવે છે .


સૌપ્રથમ ભેજ દુ ર કરી વેક્યમ

 ત્યારબાદ તેમાં હવા સંગ્રહિત કરવામાં આવે છે .

 ુ કરી બીજુ સેમ્પલીંગ


સેમ્પલીંગ બાદ કન્ટે ઇનરને પાણી વડે ધોઇ ત્યારબાદ તેમાંથી ભેજ દુ ર કરી તેમજ વેક્યમ

કરવામાં આવે છે .

પ્રવાહીમાં અભિશોષણ:

 સેમ્પલીંગ માટે વાયુ પ્રદુ ષકોને જલીય દ્રાવણમાં અભિશોષણની પધ્ધતિ સૌથી વધુ વપરાય છે .

 આ પધ્ધતિમાં હવામાંથી વાયુ પ્રદુ ષકો સીધા જ પ્રવાહીમાં ઓગળી જાય છે . અથવા રાસાયણિક પ્રક્રિયા વડે જુ દા પડે

છે .

 આ પ્રકારના સેમ્પ્લીંગ માટે જુ દી-જુ દી જાતના કલેકટરોનો ઉપયોગ થાય છે . જેમ કે, ટીપ-ટાઇપ, ગ્રીન બર્ગ, સ્મીપ-

ટાઇપ, મીગ્રેડ ટાઇપ.

 આ પ્રકારનાં સેમ્પલીંગ મેથડમાં હવા નાના-નાના પરપોટામાંથી વિભાજિત થાય છે . જેના લીધે ગેસ-પ્રવાહીનો સંપર્ક

વધે છે .

 ઇમ્પીન્જર પ્રકારના સેમ્પલરો સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે કે જેમા પ્રવાહીમાં અભિશોષણ કરવામાં આવે છે .
 આ પ્રકારના ઇમ્પીન્જરોની કાર્યક્ષમતા ઉચી હોય છે . જેમાં 3 લીટર/ મિનિટ થી ૩૦ લીટર/મિનિટ સુધી હવાના

પ્રવાહદરને હેન્ડલીંગ કરી શકાય છે .

ઘન પદાર્થ પર અધિશોષણ :

 આ પધ્ધતિમાં વાયુઓનુ ં ઘન સપાટી પર અધિશોષણ કરવામાં આવે છે કે જેમા વાયુન ુ ં સેમ્પલ ઝીણા ઘન પદાર્થના

કણો ધરાવતી પેક કોલમમાંથી પસાર કરવામાં આવે છે .

 પ્રદુ ષકો આ પેકિંગમાં અટકાય જાય છે ત્યા સાંદ્ર બને છે જ્યારે બાકી નો વાયુ બહાર નીકળી જાય છે .

 પેક કોલમ એ છિદ્રાળુ, દાણાદાર ઘન પદાર્થ ધરાવે છે . આ પદાર્થો સક્રિય ચારકોલ અને સિલિકા જેલ છે જે વિશાળ

પ્રુષ્ઠસપાટી ધરાવે છે .

 ઘન પદાર્થ પર એકઠા થયેલા પ્રદુ ષિત રજકણો તેમજ વાયુઓને યોગ્ય પ્રવાહી માદયમ દ્વારા એક્સ્ટ્રે ક્ટ કરવામાં

આવે છે અને ત્યારબાદ તેન ુ પરીક્ષણ કરવામાં આવે છે .

 ઘન પદાર્થની સપાટી પર ભેગી થયેલી મોટા ભાગની કાર્બનિક વરાળનુ ં પરીક્ષણ ગેસ ક્રોમેટોગ્રાફી દ્વારા કરવામાં

આવે છે .
ફ્રીઝઆઉટ સેમ્પલીંગ:

 આ પ્રકારની પધ્ધતિમાં હરોળમાં રહેલી કોલ્ડ ટ્રે પનો ઉપયોગ કરવામાં આવે છે .

 હવામાં રહેલા વાયુઓને કન્ડેન્શ (ઠારણ) કરવા ટ્રે પની બહારના ભાગમાં શીતવર્ધક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે

છે .

 જેમાં પ્રદુ ષકો ઠરે છે . ત્યારબાદ આ ટ્રે પને લેબોરે ટરીમાં લઇ જવામાં આવે છે . જેમાં ગેસ ક્રોમેટોગ્રાફીક, ઇન્ફ્રારે ડ અથવા

અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી, માસ સ્પેક્ટ્રોસ્કોપી અથવા વેટ કેમિકલ પ્રક્રિયા વડે પરીક્ષણ કરવામાં આવે છે .

 કન્ડેન્સેશન પ્રક્રિયા માટે વપરાતા શીતવર્ધક પદાર્થો નીચે પ્રમાણે છે .

કુ લટ
ં (શીતવર્ધક પદાર્થો) પ્રાપ્ય તાપમાન (0 C)

આઇસ-વોટર 0

આઇસ-સોલ્ટ -21

સ ૂકો બરફ અને એસિટોન -79

પ્રવાહી હવા -147

પ્રવાહી ઓક્સિજન -183

પ્રવાહી નાઇટ્રોજન -196

2. ઘન પ્રદુષકોની કલેક્શન (સંગ્રહ કરવાની) પધ્ધતિઓ

રજકણોના સેમ્પલને કલેક્ટ કરવાની મુખ્ય પધ્ધતિઓ અને તેના સાધનોના નામ નીચે પ્રમાણે છે ,

 અવસાદન (ડસ્ટ ફોલ જાર, SEDIMENTATION)

 હાઇ વોલ્યુમ ફિલ્ટરે શન (હાઇ વોલ્યુમ સેમ્પલર, HIGH VOLUME FILTERATION)


 ટે પ સેમ્પ્લીંગ (ટે પ સેમ્પ્લર, TAPE SAMPLING)

 સ્ટે ક સેમ્પલીંગ (સ્ટે ક સેમ્પ્લર, STACK SAMPLING)

અવસાદન (ડસ્ટ ફોલ જાર)

 ડસ્ટ ફોલ જાર એ સાદુ ઉપકરણ છે કે જે ૧૦ µm થી વધારે સાઇઝનાં રજકણો માટે ઉપયોગી છે .

 ૨૦ થી ૩૫ cm જેટલી ઊંચાઇ અને ૧૦ થી ૧૫ cm જેટલો વ્યાસ ધરાવતી પ્લાસ્ટીકની બરણી કે જેની બહારનો

ભાગ ઉપરથી નીચે તરફ થોડો ઢળતો હોય છે જે આક્રુતિ પરથી સરળતાથી સમજી શકાય છે . આ પ્લાસ્ટીકની

બરણીને નીચેથી સપોર્ટ આપવા માટે હોલ્ડર પર રાખવામાં આવે છે જેને કારણે જો હવાનો વેગ વધારે હોય તોપણ

પ્લાસ્ટીકની બરણી ખસી શકે નહી.

 હવામાના રજકણો આ પ્લાસ્ટીકની બરણીમાં પ્રવેશે છે અને તળિયે જમાં થાય છે . હવામાના રજકણોને કલેક્ટ કરવા

માટે ૧ મહિનાનો ટાઇમ પીરીયડ રાખવો પડે છે .

 રજકણો કલેક્ટ થઇ ગયા પછી તેને સ ૂકા કરી વજન માપવામાં આવે છે .

 પ્રક્રિયાની એક્યુરેસી લાવવા માટે દર એક કિલોમીટરની વ્યાસવાળા ભાગ પછી એક-એક ડસ્ટ ફોલ બરણીઓ

મ ૂકવામાં આવે છે

ગણતરી:

W f −W i
રજકણની સાંદ્રતા = , mg/Km
બે ડસ્ટ ફોલ બરણીવચ્ચેનું અંતર

Wf = બરણી અને રજકણ સાથેન ુ ં અંતિમ વજન, mg

Wi = સ ૂકી બરણીનુ ં પ્રારં ભિક વજન, mg

હાઇ વોલ્યુમ સેમ્પ્લર (High Volume Sampler)

 હાઇ વોલ્યુમ સેમ્પ્લરમાં તરતા રજકણોને ભેગા કરવા માટે સ્ટ્રોકનો નિયમ લાગુ પડે છે .

 આક્રુતિમાં હાઇ વોલ્યુમ સેમ્પ્લરની વિગતવાર માહિતી મેળવી શકાય છે .


ફિગર પાના નબર ૧૨૮

હાઇ વોલ્યુમ સેમ્પ્લરને નીચેના ભાગમાં વિભાજીત કરી શકાય છે ,

1. ઢળત ંુ છાપરૂ

2. ફિલ્ટર પેપર અને ફિલ્ટર સપોર્ટીગ ડિવાઇસ

3. બ્લોઅર (એર કલેક્શન માટે )

4. એર ફ્લોમીટર

1. ઢળત ંુ છાપરૂ

 હાઇ વોલ્યુમ સેમ્પ્લરનો સૌથી ઉપરનો ભાગ ઢળત ું છાપરૂ ધરાવે છે . આ ઢળત ું છાપરૂ બે સપાટી ધરાવે છે . બંને

સપાટી વચ્ચેનો ખ ૂણો ૯૦ 0 C થી વધારે હોય છે .

 આ છાપરાની ડિઝાઇન એ પ્રમાણે બનાવવામાં આવેલી હોય છે કે જેથી માત્ર ૧૦૦ µm અથવા એનાથી ઓછી

સાઇઝના રજકણો જ હાઇ વોલ્યુમ સેમ્પ્લરમાં અંદર દાખલ થઇ શકે છે અને ૧૦૦ µm થી વધારે સાઇઝના રજકણો

છાપરા સાથે અથડાયને હાઇ વોલ્યુમ સેમ્પ્લરની બહાર પડી જાય છે

2. ફિલ્ટર પેપર અને ફિલ્ટર સપોર્ટીગ ડિવાઇસ

 એર અથવા ગેસ સ્ટ્રીમમાના રજકણોને ટ્રે પ કરવા માટે યોગ્ય સાઇઝના ફિલ્ટર પેપરની જરૂરિયાત પડે છે . આ ફિલ્ટર

પેપર તરીકે ગ્લાસ માઇક્રો ફાઇબર ફિલ્ટર પેપરની જરૂર પડે છે . ગ્લાસ માઇક્રો ફાઇબર ફિલ્ટર પેપરની ક્લેક્શન

કાર્યક્ષમતા ૯૯ % જેટલી હોય છે અને ૧૦ µm થી ઓછી સાઇઝનાં રજકણોને પણ કલેક્ટ કરી શકે છે .

 આ ફિલ્ટર પેપર Whatman GF/A પ્રકારના હોય છે જે ઊંચી ગુણવત્તાયુક્ત હોયા છે . આપ્રકારના ફિલ્ટર પેપર એર

અથવા ગેસ પ્રવાહને અવરોધતા નથી તેમજ ભેજ પ્રત્યેન ુ ં આકર્ષણ પણ હોત ું નથી.

 ફિલ્ટર પેપરને યોગ્ય સપોર્ટ આપવા માટે જાળીદાર આકારનુ ં સપોર્ટીગ ડિવાઇસ હોય છે અને એર અથવા ગેસ

પ્રવાહનાં ખેચાણ દરમ્યાન ફિલ્ટર પેપર ખસી ન જાય તે પ્રમાણેની ગોઠવણ પર કરે લી હોય છે .

3. એર (ગે સ) વેક્યમ
ુ બ્લોઅર અથવા પંપ:

 હાઇ વોલ્યુમ સેમ્પ્લરના સૌથી ઉપરના એટલેકે છાપરાના ભાગેથી હવાને ફિલ્ટર માધ્ય્મમાંથી અને ત્યારબાદ

ફ્લોમીટરમાંથી પસાર થવા માટે સક્સન બ્લોઅર અથવા પંપની જરૂરિયાત પડે છે .
 આ સક્સન બ્લોઅરની મદદથી એર અથવા ગેસનાં પ્રવાહને નોબ દ્વારા કંટ્રોલ કરી શકાય છે . જેથી કરીને કલાક દીઠ

ગણતરીમાં રાખેલા હવાના કદને સેટ કરી શકાય છે .

4. ફ્લોમીટર:

 એર ફ્લોમીટરની મદદથી કલાક અથવા મિનિટ દીઠ કેટલા મી3 અથવા લિટર એર પસાર થઇ તેન ુ ં ઇન્ડીકેશન મળે

છે . ફ્લોમીટર એ હવાનો પ્રવાહ માપવાનુ ં સાધન છે .

 એર બ્લોઅર અથવા પંપ દ્વારા સેટ કરાયેલા એર પ્રવાહનુ ં માપન ફ્લોમીટર દ્વારા જાણી શકાય છે .

 ફ્લોમીટર એ કાચની નળી ધરાવે છે જેમાં ક્રમિક વિભાગ પાડવામાં આવેલા હોય છે . આ વિભાગની બાજુ માં આકડાઓ

અંકિત કરે લા હોય છે જે ફ્લોરે ટ બતાવે છે .

 તે ઉપરાંત કાચની નળીમાં એક ફ્લોટીંગ પદાર્થ રાખવામાં આવેલો હોય છે જે ગેસ પ્રવાહ અથવા એર પ્રવાહ સાથે

ઉચકાઇને હવામાં તરતો હોયા છે . નળીમાં ફ્લોટીંગ પદાર્થ જે જગ્યા પર અટકી જાય તે ભાગ પરના અંકો વાચી

ફ્લોરે ટ જાણી શકાય છે .

ગણતરી:

1. હવા અથવા ગે સનાં કદની ગણતરી:

હવાનાં સેમ્પલનું કદ( V, m3) =


( Q 1+ Q 2 ) X T
2

જ્યાં

Q1= શરૂઆતનો એર પ્રવાહ, m3/min

Q2= અંતિમ એર પ્રવાહ, m3/min

T= સેમ્પ્લીંગ ટાઇમ, min

2. રજકણની ગણતરી:

રજકણની સાંદ્રતા =
( W f −W i ) X 106
V

જ્યાં

Wf= ફિલ્ટર નુ ં અંતિમ વજન, gm

Wi= ફિલ્ટરનુ ં શરૂઆતનુ ં વજન, gm

V= હવાનુ ં કદ, m3

106= gm નુ ં µg માં રૂપાંતર, (1 gm = 106 µg)

પ્રદુષિત પાણીના શુધ્ધિકરણ માટેની આધુનિક પધ્ધતિઓ (ADVANCE WASTE WATER TREATMENT):

પ્રદુ ષિત પાણીના શુધ્ધિકરણ માટે ની આધુનિક પધ્ધ્તિઓમાં નીચેની અશુધ્ધિઓ દૂ ર કરવામાં આવે છે .
1. તરતા ઘન પદાર્થો (SUSPENDED SOLID)

2. બી ઓ ડી (BIOCHEMICAL OXYGEN DEMAND)

3. વનસ્પતી ક્ષારો

4. ઓગળે લા ઘન પદાર્થો

5. ઝેરી પદાર્થો

તરતી અશુધ્ધિ દૂ ર કરવાની પધ્ધતિ (PROCESS FOR REMOVAL OF SUSPENDED SOLID):

તરતી અશુધ્ધિઓ દૂ ર કરવાની પધ્ધ્તિ એકદમ આધુનિક છે કે જે પ્રક્રિયા સેકન્ડરી ક્લેરીફીકેશન પછી કરવામાં આવે છે .

આ પધ્ધ્તિઓમાં નીચેની ત્રણ પધ્ધ્તિઓનો સમાવેશ થાય છે .

1. માઇક્રોસ્ટ્રે ઇનીંગ (MICROSTRAINING)

2. સ્કન્દન (COAGULATION)

3. ફિલ્ટર પ્રોસેસ (FILTER PROCESS)

1. માઇક્રોસ્ટ્રે ઇનીંગ (MICROSTRAINING)

 આ પધ્ધ્તિમાં રોટરી ડ્રમ ટાઇપ ફિલ્ટરનો ઉપયોગ થાય છે જેમાં ઝીણા કાણાવાળી સ્ટે નલેસ સ્ટીલની જાળી લેવામાં

આવે છે . જેની મેશ સાઇઝ ૨૩ µm થી ૩૫ µm જેટલી હોય છે .

 આ પ્રકારની જાળી ડ્રમની ફરતે ગોઠવવામાં આવે છે .

 આક્રુતિમાં બતાવ્યા પ્રમાણે ડ્રમના અંદરના ભાગમાં અશુધ્ધ પાણી દાખલ કરવામાં આવે છે અને ડ્રમના બહારના

ભાગમાંથી શુધ્ધ પાણી ભેગ ું કરવામાં આવે છે .

 ડ્રમનાં અંદરનાં ભાગમાં કચરો ભેગો થાય છે ડ્રમના પરિભ્રમણ દરમ્યાન આ કચરાને સ્ક્રેપર દ્વારા કાઢી નાંખવામાં

આવે છે .

 ત્યારબાદ જાળીમાં રહેલા કચરાને દૂ ર કરવા માટે ઉપરના ભાગેથી પાણીનો છંટકાવ કરવામાં આવે છે .

 માઇક્રોસ્ટે ઇનર દાખલ થતા અશુધ્ધ પાણીનો ઊચી માત્રામાં ફ્લોરે ટ હેન્ડલ કરી શકે છે .
2. સ્કન્દન (COAGULATION)

 સેકન્ડરી ક્લેરીફાયરમાં રહેલી તરતી અશુધ્ધિઓ કે જે સેટલિંગ નથી પામતી તેવી અશુધ્ધિઓના શુધ્ધિકરણ માટે

આધુનીક સ્કંદનની પધ્ધતિ અપનાવવામાં આવે છે .

 આ પધ્ધતિ માઇક્રોસ્ટ્રે ઇનીંગ પધ્ધતિ પછી કરવામાં આવે છે . સ્કંદન પધ્ધતિ માટે ઉમેરવામાં આવતા પદાર્થને સ્કંદક

તરીકે ઓળખવામાં આવે છે . આ સ્કંદક તરતી અશુધ્ધી ધરાવતા કણોને નજીક લાવે છે અને મોટો ફ્લોક (અવક્ષેપ)

બનાવે છે . આ અવક્ષેપો ઉચી ઘનતા ધરાવતા હોવાને કારણે સેટલિંગ ચેમ્બરમાં તળિયે બેસી જાય છે .

 સ્કંદકમાના ધન આયનો અને ઋણ આયનો તરતી અશુધ્ધીઓ કણો સાથે પ્રક્રિયા કરીને કણો વચ્ચેન ુ ં અપાકર્ષણ બળ

તોડે છે અને આકર્ષણ બળ લગાડે છે .

 સારા એવા સ્કંદકો નીચે પ્રમાણે છે ,

1. એલમ (Alum)

2. ફેરિક સલ્ફેટ

3. ફેરિક ક્લોરાઇટ

સ્કન્દન ટાંકીમાં થતી રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે છે .

Al2 ( SO¿¿ 4)2 +3 Ca(HCO 3)2 2 Al (OH )3 +3 CaS O 4 +6 CO 2 ¿



૩. ફિલ્ટર પ્રોસેસ (FILTER PROCESS)

 સ્કંદનની પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થયેલા ફ્લોક્સ પ્રાયમરી ક્લેરીફાયરમાં દાખલ થાય છે જ્યાં આ ફ્લોક્સ અમુક

ચોક્કસ સમય માટે ક્લેરીફાયરનાં તળિયે બેસી જાય છે .

 કેટલાક ફ્લોક્સ એવા હોય છે કે જે ક્લેરીફાયરનાં તળિયે બેસતા નથી તો વેસ્ટ વોટરમાં રહેલા આવા ફ્લોક્સને દૂ ર

કરવા માટે ફિલ્ટરે શન પધ્ધતિ અપનાવવામાં આવે છે .

 વેસ્ટ વોટરના ફિલ્ટરે શન માટે મિક્સ મીડીયા ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં છીદ્રાળું માધ્યમ તરીકે રે તી,

કોલસો, કાંકરા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે .

 આ ફિલ્ટરનાં તળિયેના ભાગમાં (સ્તરમાં) સ ૂક્ષ્મ છિદ્રવાળા જાડા કપડા ને યોગ્ય સપોર્ટ દ્વારા બેસાડેલ ું હોય છે

ત્યારબાદ તેની ઉપરનુ ં સ્તરમાં એટલેકે મધ્યભાગમાં રે તી આવેલી હોય છે અને સૌથી ઉપરનાં ભાગમાં (સ્તરમાં)

કાંકરા આવેલા હોય છે .

 પાણીના પ્રવાહને ફિલ્ટરનાં ઉપરનાં ભાગમાંથી દાખલ કરવામાં આવે છે ત્યારે પ્રવાહમાં રહેલા ફ્લોક્સ આ માધ્યમમાં

અટકી જાય છે .

 ફ્લોક્સને દૂ ર કરવા માટે આવા પ્રકારનાં ફિલ્ટરની કાર્યક્ષમતા વધારે હોય છે .

ઓગળે લા પદાર્થોને દૂ ર કરવાની પધ્ધતિ (PROCESS FOR REMOVAL OF DISSOLVE SOLIDS):

 ઓગળે લા દ્રવ્યો કાર્બનક અને અકાર્બનીક એમ બે પ્રકારના હોય છે .

 ઓગળે લા પદાર્થોને દૂ ર કરવાની મુખ્ય પધ્ધતિ સક્રિય કાર્બન પર અધિશોષણ અને સોલ્વેંટ એક્સ્ટ્રે ક્શન છે . જેમાં

કાર્બનીક પદાર્થો દૂ ર થાય છે .

 જ્યારે અકાર્બનીક પદાર્થોને દૂ ર કરવાની મુખ્ય પધ્ધતિ,

1. આયન વિનિમય પધ્ધતિ

2. ઇલેક્ટ્રોડાયાલિસીસ

3. રીવર્સ ઓસ્મોસીસ

કાર્બનીક પદાર્થોને દૂ ર કરવાની પધ્ધતિ

1. સક્રિય કાર્બન પર અધિશોષણ (ADSORPTION ON ACTIVATED CARBON)

 આ પધ્ધતિમાં પાણીમાં ઓગળે લી અશુધ્ધિઓ અધિશોષક પર વાન્ડરવાલ્સ આકર્ષળ બળ દ્વારા અટકી જાય છે .

 કાર્બન અધિશોષકનુ ં માધ્યમ સ ૂક્ષ્મ પ્રકારનુ ં હોય છે . આ સ ૂક્ષ્મ છિદ્રાળુંમાથી કાર્બનીક અશુધ્ધિવાળો પ્રવાહ દાખલ થાય

છે ત્યારે આ છીદ્રની સપાટી પર કાર્બનીક પદાર્થો અટકી જાય છે .

 આ પ્રકારની પધ્ધતિ ફિનોલ, ક્લોરીનેટેડ હાઇડ્રોકાર્બન, સરફેક્ટન્ટ, કલર અને ગંધયુક્ત અશુધ્ધિઓ દૂ ર કરવા માટે

હોય છે .
આ પધ્ધતિના બે પ્રકાર છે .

1. સ્થાયી બેડ ટાઇપ

2. વિસ્ત ૃત બેડ ટાઇપ

ઉપરની બંને પ્રકારની પધ્ધતિઓ માટે પાણીનો પ્રવાહ સીરીઝ પ્રકારનો અથવા સમાંતર પ્રકારનો હોય છે .

2. સોલ્વેન્ટ એક્ષ્ટ્રે કશન (SOLVENT EXTRACTION PROCESS)


 ઔદ્યોગિક વેસ્ટ વોટરમાં રહેલા ફિનોલિક કમ્પાઉન્ડને દૂ ર કરવા માટે સોલ્વેન્ટ એક્ષ્ટ્રે ક્શન પધ્ધતિ અપનાવવામાં

આવે છે .

 કોક પ્લાન્ટ તેમજ રિફાઇનરીઓના વેસ્ટ વોટરમાં ફિનોલિક કમ્પાઉન્ડની માત્રા વધારે હોય છે .

 સોલ્વેન્ટ એક્ષ્ટ્રે ક્શન માટે સોલ્વેન્ટ (દ્રાવક) તરીકે બેન્ઝિનને લઇ ફિનોલને રીકવર કરવામાં આવે છે .

 પ્રવાહી એક્ષ્ટ્રે ક્શનમાં દ્રાવક (બેન્ઝિન) એ પાણીમાં દ્રાવ્ય રહેલા ફિનોલને સ્વીકારવાની વ ૃત્તિ ધરાવતા હોય છે . આથી

ફિનોલ દ્રાવકમાં દ્રાવ્ય થઇ જાય છે પરં ત ુ દ્રાવકમાં પાણી દ્રાવ્ય થત ું નથી. આથી પ્રક્રિયા દરમ્યાન બે ભિન્ન પ્રકારનાં

મિશ્રણની રચના થાય છે જે એકબીજાથી અલગ હોય છે . જે ભાગમાં દ્રાવક વધારે પ્રમાણમાં હોય તો તેને એક્ષ્ટ્રે ક્ટ

(EXTRACT) તરીકે ઓળખવામાં આવે છે અને બાકી રહેલ ું પ્રવાહી (પાણી) કે જેમાંથી ફિનોલ જેવા પદાર્થો દૂ ર થાય છે

તેને રે ફિનેટ (RAFFINATE) તરીકે ઓળખવામાં આવે છે .

 વેસ્ટ વોટર તેમજ બેન્ઝિન જેવા દ્રાવક વચ્ચેનો સંપર્ક કરવા માટે સીંગલ સ્ટે જ કોન્ટે ક એક્ષ્ટ્રે ક્શન, મલ્ટી સ્ટે જ ક્રોસ

કરં ટ એક્ષ્ટ્રે ક્શન અને મલ્ટી સ્ટે જ કાઉન્ટર કરં ટ એક્ષ્ટ્રે ક્શન કરવામાંઆવે છે .

અકાર્બનીક પદાર્થોને દૂ ર કરવાની પધ્ધતિ

1. આયન વિનિમય પધ્ધતિ (ION EXCHANGE PROCESS)

2. ઇલેક્ટ્રોડાયાલિસીસ (ELECTRODIALYSIS)

3. રીવર્સ ઓસ્મોસીસ (REVERSE OSMOSIS)

ઇલેક્ટ્રોડાયાલીસીસ (ELECTRODIALYSIS)

 ઇલેક્ટ્રોડાયાલીસીસની પધ્ધતિ દ્રાવણમાં ઓગળે લા દ્રાવ્ય પદાર્થોને દૂ ર કરી દ્રાવકને છુંટી પાડવાની પધ્ધતિ છે . આ

પધ્ધતિને નક્કી કરે લા પરમીએબલ મેમ્બ્રેનને લેવામાં આવે છે . જેમાં મેમ્બ્રેનને વિજભારિત બનાવવામાં આવે છે .

 આક્રુતિમાં ઇલેક્ટ્રોડાયાલીસીસની પધ્ધતિ વિગતવાર સમજી શકાય છે

 આ પધ્ધતિમાં વપરાતાં ઉપકરણમાં બહારનાં ભાગે એક બાજુ પર ધનવિદ્યુતભારિત અને બીજી બાજુ પર ઋણ

વિદ્યુતભારિત ઇલેક્ટ્રોડ હોય છે . જ્યારે અંદરના ભાગમાં ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવતા પરમીએબલ મેમ્બ્રાન

હોય છે .

 આ મેમ્બ્રેનને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી ધનભાર ધરાવતા ઇલેક્ટ્રોડની બાજુ માં ઋણ વિદ્યુતભાર

ધરાવતો મેમ્બ્રેન અને તેની બાજુ માં ધન વિદ્યુતભાર ધરાવતો મેમ્બ્રેન એમ ક્રમશઃ ધન અને ઋણ એમ ઓલ્ટરનેટીવ

પ્રમાણે ગોઠવવામાં આવે છે અને છે વટે ધન વિજભાર ધરાવતા મેમ્બ્રેનની બાજુ માં ઋણ વિદ્યુતભાર ધરાવતો

ઇલેક્ટ્રોડ ગોઠવવામાં આવે છે . છે ડા પરનાં બન્ને ઇલેક્ટ્રોડને વિજબેટરી સાથે જોડાણ કરવામાં આવે છે .

 જ્યારે વિદ્યુતપ્રવાહ દાખલ કરવામાં આવે છે ત્યારે પાણીમાં ઓગળે લા ક્ષારોનુ ં વિજવિભાજન થાય છે . એટલેકે ધન

આયનો અને ઋણ આયનોમાં વિભાજન થાય છે . ધન આયનો ઋણ વિદ્યુતભાર ધરાવતા ધ્રુવ પર જ્યારે ઋણ આયનો

ધન વિદ્યુતભાર ધરાવતા ધ્રુવ પર જાય છે . પરિણામે શુધ્ધ પાણી મળે છે .

 આ પધ્ધતિ અકાર્બનિક પદાર્થોને દૂ ર કરવા માટે અપનાવવામાં આવે છે જ્યારે કાર્બનીક પદાર્થોને દૂ ર કરવા માટે

અપનાવવામાં આવતી નથી કારણકે આવા પદાર્થો મેમ્બ્રેનમાં રહેલા છિદ્રોને પ ૂરી દે છે .

 પાણીની જે શુધ્ધિકરણ પધ્ધતિમાં ઉર્જાની ઓછી જરૂરિયાત હોય અને રસાયણની જરૂરિયાત હોતી નથી તે

શુધ્ધિકરણની પધ્ધતિને ઇલેક્ટ્રોડાયાલીસીસની પધ્ધતિ કહેવામાં આવે છે .


રીવર્સ ઓસ્મોસીસ (REVERSE OSMOSIS):

 રીવર્સ ઓસ્મોસીસ પધ્ધતિમાં પાણી પર ઊચુ દબાણ લગાડવાથી સેમી પરમીયેબલ મેમ્બ્રાનમાંથી ક્ષાર વિહિન પાણી

મળે છે . આ દાબ બળને રીવર્સ ઓસ્મોટીક દબાણ તરીકે ઓળખવામાં આવે છે .

 જો સાદી ઓસ્મોટીક પધ્ધતિ જોઇએ તો એક પાત્રમાં આક્રુતિમાં બતાવ્યા પ્રમાણે સેમી પરમીએબલ મેમ્બ્રાન મુકવા

માંઆવે છે . હવે પાત્રના એક ભાગમાં શુધ્ધ પાણી ભરવામાં આવે છે . જ્યારે પાત્રનાં બીજા ભાગમાં ક્ષારયુક્ત પાણી

ભરવામાં આવે છે .

 હવે શુધ્ધા પાણી સેમી પરમીએબલ મેમ્બ્રાનમાંથી પસાર થઇ ક્ષારયુક્ત પાણીમાં જશે. જ્યાં સુધી બંને વચ્ચે સાંદ્રતા

સરખી થાય નહી ત્યાં સુધી પાણીનુ ં ગમન સેમી પરમીએબલ મેમ્બ્રાનમાંથી થશે.

 આ વખતે શુધ્ધ પાણીનુ ં દબાણ અને ક્ષારયુક્ત પાણીનુ ં દબાણ માંપવામાં આવે છે . ક્ષારયુક્ત પાણી પરનુ ં દબાણ

ઓછુ હોય છે . આ દબાણને ઓસ્મોટીક પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે .

 રીવર્સ ઓસ્મોસીસ આના કરતાં તદ્દન વિરૂધ્ધ પ્રકારની છે . જેમાં અશુધ્ધા પાણી પર જે ઉચુ દબાણ લગાડવામાં આવે

છે . જેના કારણે માત્ર શુધ્ધ પાણીને જ પસાર થવા દે છે જ્યારે ક્ષારોને પસાર થવા દે તા નથી. આક્રુતિમાં રીવર્સ

ઓસ્મોસીસની વિગતવાર પ્રક્રિયા દર્શાવી છે . આથી એક ભાગમાં શુધ્ધ પાણી મળે છે જ્યારે બીજા ભાગમાં ક્ષારયુક્ત

પાણી મળે છે .

 હાલમાં આ પધ્ધતિ ઘરઘથ્થુ વપરાશમાં પણ જોવા મળે છે .


રિવર્સ ઓસ્મોસીસ પધ્ધતિનાં ફાયદા:
1. આ પધ્ધતિ દ્વારા આયોનિક, નોન-આયોનિક, કલિલીય, સિલિકા અને ઉંચા અણુભાર ધરાવતા સંયોજનો દૂ ર કરી

શકાય છે .

2. આ પધ્ધતિમાં છીદ્રાળુ પડદો સહેલાઇથી બદલી શકાય છે .

3. આ પધ્ધતિમાં નિર્ભાવ ખર્ચ પણ ઓછો આવે છે .

4. નિસ્યંદન પધ્ધતિ કરતાં આ પધ્ધતિમાં ઓછી કાર્યશક્તિ વપરાય છે .

5. આ પધ્ધતિમાં છીદ્રાળુ પડદો ફેરબદલ કરવા અથવા જાળવણીનો ખર્ચ ઓછો થાય છે એટલેકે એક-બે વર્ષ સુધી

જોવું પડત ું નથી.

અવમલ માટે ની પધ્ધતિઓ (SLUDGE TREATMENT):


1. થીકનીંગ અથવા કોન્સંટ્રેશન (THICKNING OR CONCENTRATION):
 આ પ્રકારની પધ્ધતિનો ઉપયોગ અવમલમાંથી પાણી કાઢીને તેને જાડુ અથવા વધારે સાંદ્રતાવાળું બનાવવામાં આવે

છે .

 અવમલને સાંદ્રીત અથવા જાંડુ કરવા માટે સામાન્ય પધ્ધતિઓ જેવી કે


1. સેટલીંગ

2. ફ્લોટે શન

 પ્રાઇમરી અને સેકંન્ડરી સેટલરમાંથી નીકળતા અવમલને ગ્રેવીટી થીકનરમાં લાવવામાં આવે છે . આ થીકનરમાં

એજિટે ટરની મદદથી અવમલને બરાબર મીક્સ કરવામાં આવે છે . આ અવમલ ગતી અવસ્થામાં હોવાથી પાણી અને

અવમલ વચ્ચેન ુ ં આકર્ષળ બળ ત ૂટે છે . જેને પરિણામે તળિયેના ભાગમાં વધુ સાંદ્રતાવાળો અને ઓછા કદવાળો

અવમલ ભેગો થાય છે .

 સેકન્ડરી સેટલરમાંથી નીકળતો સક્રિય અવમલ એનએરોબિક અને ગરમ પરિસ્થિતમાં રાખવામાં આવેતો સક્રિય

અવમલમાં રહેલા બેક્ટે રિયા તેમાં રહેલા કાર્બનીક પદાર્થનુ ં વિઘટન કરે છે . પરિણામે તળિયેથી વધુ સાંદ્રતાવાળો

અને ઓછા કદવાળો અવમલ ઉત્પન્ન થાય છે .


 ફ્લોટે શનમાં પણ અવમલને પાણીથી અલગ કરીને તળિયેના ભાગમાં ભેગો કરવામાં આવે છે . આ પધ્ધતિમાં હવાનો

ઉપયોગ થાય છે . જેમાં અવમલની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોવાથી ઓછી ઘનતાવાળું પાણી હવામાંના

પરપોટા વાટે ઉપરના ભાગમાં આવે છે અને પાણીના આ ભાગને સુપરનેટન્ટ તરીકે ઓળખવામાં આવે છે .

2. ડાઇજેશન (પાચન,DIGESTION):

 કોન્સનટ્રે શન અથવા થીકનીંગના તબક્કા પછી અવમલને એરોબિક અથવા એનેરોબિક પરિસ્થિતિમાં પાચનની

(ડાઇજેશન) મદદથી સ્થાયી કરવામાં આવે છે .

 એનએરોબિક ડાઇજેશન એ ખ ૂબ સામાન્ય પધ્ધતિ છે . જેમા એનેરોબિક બેક્ટે રિયા દ્વારા અવમલમાં રહેલા કાર્બનીક

પદાર્થનુ ં પાચન કરી તેન ુ ં વિઘટન થાય છે અને મિથેન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે . આ અવમલ સાથે

જકડાયેલ ું પાણી પણ છુટુ ં પડે છે .

 આ પધ્ધતિમાં વેટ અવમલને ડાઇજેસ્ટરમાં મધ્ય ભાગેથી દાખલ કરવામાં આવે છે . આ ડાઇજેસ્ટરમાં પ્રક્રિયા

ઓક્સિજનની ગેરહાજરીમાં એનેરોબિક બેક્ટે રિયા દ્વારા થાય છે .

 ડાયજેશન માટે નો ડિટે ન્સન પીરીયડ ૩૦ થી ૭૦ દિવસનો હોય છે .

 આ ડાયજેસ્ટરમાં ઉપરના ભાગેથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડને ભેગો કરવામાં આવે છે અને તળિયેના ભાગ

પરથી ઓછા કદવાળો વધુ સક્રિય અવમલ ભેગો કરવામાં આવે છે .

 તદુ પરાંત અવમલ સાથે જકડાયેલ ું પાણી પણ છુટુ ં પડે છે . આ પાણી ઉપરનાં ભાગમાં આવી જાય છે . આ ભાગને

સુપરનેટન્ટ તરીકે ઓળખવામાં આવે છે . જેને ડાયજેસ્ટરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે

 ઘણી વખત ડાયજેસ્ટરમાં તાપમાન જાળવવા માટે સ્લજ હીટર નો ઉપયોગ પણ કરવામાં આવે છે .

 ડાયજેશનની પ્રક્રિયા એરોબિક બેક્ટે રિયા દ્વારા પણ કરવામાં આવે છે . તેથીજ આ પ્રક્રિયાને એરોબિક ડાયજેશન તરીકે

ઓળખવામાં આવે છે . આ પ્રક્રિયામાં બ્લોવરની મદદથી કાર્બનિક પદાર્થ મુક્ત હવાને ડાયજેસ્ટરમાં દાખલ કરવામાં

આવે છે અને વધુ સાંદ્રિત, ઓછા કદવાળા અવમલ તળિયેના ભાગે ભેગો થાય છે અને મિથેન તેમજ કાર્બન

ડાયોક્સાઇડ ડાયજેસ્ટરનાં ઉપરનાં ભાગથી સ્ટોરે જ ટે ન્કમાં સ્ટોર થાય છે . આ પધ્ધતિ માટે નો ડિટે ન્શન પીરીયડ ૨૦

દિવસનો હોય છે .

3. કન્ડીશનીંગ (CONDITIONING):

 અવમલનુ ં સ્થાયીકરણ થયા પછી તેને હજુ ં ઓછા કદવાળો બનાવવા માટે તેન ુ ં કન્ડીશનીંગ કરવામાં આવે છે .

 આ પ્રક્રિયા સ્લજ ડીવોટરીંગ પ્રક્રિયા પહેલાની છે .


 આ પ્રક્રિયા કન્ડીશનીંગ એજન્ટ જેવા કે આયર્નના ક્ષારો, એલમ, લાઇમ અને પોલીઇલેક્ટ્રોલાઇટ વગેરેની મદદથી

કરવામાં આવે છે .

 આ પ્રકારના કન્ડીશનીંગ એજન્ટ અવમલમાં રહેલા કણોને ભેગાકરે છે અને પાણી ને મુક્ત કરવા પ્રેરે છે .

 ભૌતિક કન્ડીશનીંગ પ્રક્રિયામાં તાપમાન અને દબાણનો ઉપયોગ થાય છે . જેને કારણે જેલી જેવું બંધારણ ધરાવતો

અવમલ પાણીને છોડે છે . પરીણામે અવમલનુ ં કદ ઘટે છે .

 આ પરથી એવું કહેવાય કે સ્થાયી થયેલા અવમલને ઓછા કદનુ ં બનાવવા માટે બહારથી એજન્ટ (કેમિકલ)

ઉમેરવામાં આવે તો પ્રક્રિયક ને કન્ડીશનીંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે .

4. ડીવોટરીંગ (DEWATERING)

 આ પધ્ધતિમાં અવમલમાંથી હજુ ં પણ થોડા રહી ગયેલા પાણીને છુટુ પાડવામાં આવે છે . જેમાં યાત્રિક પધ્ધતિઓ

જેવીકે સેન્ટ્રીફ્યુગેશન અને ફિલ્ટરે શનનો ઉપયોગ થાય છે .

 સેન્ટ્રીફ્યુગેશન પધ્ધતિમાં અવમલને ગોળ ફરતા બાઉલમાં દાખલ કરવામાં આવે છે . ઓછી ઘનતા ધરાવતા પ્રવાહી

(પાણી) બાઉલના છિદ્રમાંથી કેન્દ્રત્યાગી બળ દ્વારા બહાર ફેંકાઇ જશે. જ્યારે વધું ઘનતા ધરાવતો અવમલ બાઉલના

અંદરના ભાગમાં જમા થશે.

 આ પધ્ધતિ એકદમ કોમ્પ્લેક્ષ છે જેમાં પ્રોસેસ વેરીએબલ અને તેના કંટ્રોલની જરૂર પડે છે .

 ુ ડ્રમ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે .


ફિલ્ટરે શન પધ્ધતિમાં પ્લેટ અને ફ્રેમ ફિલ્ટર અથવા રોટરી વેક્યમ

 ુ ડ્રમ ફિલ્ટરમાં વેક્યમ


પ્લેટ અને ફ્રેમ ફિલ્ટરમાં ઉચા દબાણનો ઉપયોગ કરવામાં આવે છે . જ્યારે રોટરી વેક્યમ ુ નો

ઉપયોગ કરવામાં આવે છે .

 પ્લેટ અને ફ્રેમ ફિલ્ટરમાં અવમલને પમ્પ દ્વારા ઉચુ દબાણ આપીને ફિલ્ટર પ્લેટ પર દાખલ કરવામાં આવે છે . આ

ફિલ્ટર પ્લેટ પર ઝીણા છિદ્રવાળું કપડુ ં લગાવેલ ું હોય છે કે જેની ઉપર ઘન પદાર્થો અટકી જાય છે . આ પ્રોસેસ એક

પ્રકારની બેચ પ્રોસેસ છે . અવમલમાંથી પાણી છુટુ ં પાડ્યા પછી કપડા પર જમાં થયેલી કેકને છુટી પાડવામાં આવે છે .

જેમાં ૨૫ % થી ૫૦ % ઘન પદાર્થની ટકાવારી છે .

 ુ ફિલ્ટરે શન એ કન્ટીન્યુઅસ પ્રોસેસ છે . વેક્યમ


વેક્યમ ુ ફિલ્ટરમાં રોટે ટીંગ (પરિભ્રમણ કરત)ુ બાઉલ હોય છે . આ

પરિભ્રમણ કરતાં બાઉલ પર ઝીણા છિદ્ર ધરાવત ં ૂ કપડુ ં લગાડેલ ું હોયા છે . આ બાઉલનો થોડો ભાગ અવમલમાં ડુ બેલો

ુ ઉત્પન્ન કરવામાં આવે છે જેના કારણે પ્રવાહી


હોય છે . બાઉલમાં અંદરનાં ભાગમાંથી ૮૦ - ૯૦ Kpa જેટલું વેક્યમ

કપડામાંથી બાઉલનાં અંદરનાં ભાગમાં આવે છે . જ્યારે ઘન અવમલ ફિલ્ટર કપડા પર અટકી જાય છે અને કેક સ્વરૂપે

જમાં થાય છે . જેને સ્ક્રેપરની મદદથી કાઢી નાખવામાં આવે છે . આ પ્રકારના અવમલમાં ૪૫ % જેટલો ઘન પદાર્થ

રહેલો હોય છે
5. ઓક્સિડેશન (OXIDATION):

અવમલનો અંતિમ નીકાલ કરતાં પહેલા તેમાનાં કાર્બનીક પદાર્થનુ ં ઓક્સીડેશન કરવામાં આવે છે . ભસ્મીકરણ અને

વેટ ઓક્સીડેશન પધ્ધતિઓમાંની મુળભુત પધ્ધતિઓ છે .

ભસ્મીકરણ (INCINERATION):

 ભસ્મીકરણની પધ્ધતિમાં અવમલને સીંગલ ભઠ્ઠી અથવા મલ્ટીપલ ભઠ્ઠીમાં દાખલ કરવામાં આવે છે . આ ભઠ્ઠીને

ઇન્સીનરે ટર તરીકે ઓળખવામાં આવે છે .

 ભઠ્ઠીમાં ઉચું તાપમાન અને સાથે ઓક્સિજન દાખલ થવાથી અવમલમાંના પાણી ની વરાળ બને છે અને સાથે

કાર્બનીક પદાર્થનુ ં ઓક્સિડેશન થાય છે . આમાં કાર્બનીક પદાર્થમાં આવેલા બેક્ટે રિયા મહત્વનો ભાગ ભજવે છે .

 ભસ્મીકરણ પ્રક્રિયા માટે તરતો બેડ (Fluidized Bed) પધ્ધતિ પણ ઉપયોગમાં આવે છે જેમાં અવમલને ગરમ હવા

દ્વારા સાધનમાં તરતો રાખવામાં આવે છે અને ઉચા તાપમાને કાર્બનીક પદાર્થનુ ં ઓકિસડેશન થાય છે અને

અવમલમાંના પદાર્થો ડ્રાય થઇ જાય છે .


વેટ ઓક્સિડેશન (WET OXIDATION):

 વેટ ઓક્સિડેશન પ્રક્રિયામાં અવમલને દળવમાં આવે છે , સાથે તત્વયોગ પ્રમાણમાં હવા પણ ઉમેરવામાં આવે છે .

ત્યારબાદ તેને ઊંચા તાપમાને અને દબાણે રીએક્ટરમાં પ્રક્રિયા કરવામાં આવે છે .

 આ ઊંચા તાપમાને (૨૬૦ 0 સે) અને દબાણે (૮૦૦-૧૨૦૦ Kpa) રીએક્ટરમાં અવમલનુ ં ઓક્સિડેશન થવાથી અવમલનુ ં

વાયુ, પ્રવાહી અને રાખનુ ં સ્વરૂપ મળે છે . જો અવમલનુ ં બાષ્પીભવન ન થાયતો બહારથી વધારે પ્રમાણમાં ગરમી

આપી તેન ુ ં તાપમાન વધારી શકાય છે .

 આ પધ્ધતિમાં અવમલનાં વહન માટે ડાયાફરામ પંપ અથવા અવમલ પંપ અને સ્ક્રુ કન્વેયરનો ઉપયોગ થાય છે

તેમજ તાપમાન વધારવા માટે હીટ એક્સેંજરનો ઉપયોગ થાય છે .

6. અલ્ટીમેટ સ્લજ ડિસ્પોઝલ (ULTIMATE SLUDGE DISPOSAL)

આધુનિક જૈવિક પધ્ધતિઓ (ADVANCE BIOLOGICAL SYSTEM):

 પ્રદુ ષિત પાણીની શુધ્ધિકરણની એક નવી પધ્ધતિની શોધ થઇ જેને આધુનિક જૈવિક પધ્ધતિઓ તરીકે ઓળખવામાં

આવે છે .

 પ્રદુ ષિત પાણીનાં શુધ્ધિકરણ માટે વિશાળ ઓક્સિડેશન તળાવ અથવા લગ ૂન બનાવવામાં આવે છે . ઓક્સિડેશન

તળાવને નીચે પ્રમાણે વર્ગીક્રુત કરવામાં આવે છે .

1. એરોબિક તળાવ (AEROBIC POND):


 એરોબિક બેક્ટે રિયા અને લીલ દ્વારા અશુધ્ધ પાણીમાં રહેલા કાર્બનીક પદાર્થોને દૂ ર કરવા માટે આ પ્રકારની રચના

કરવામાંઆવે છે . ઓક્સિજનનો પ ૂરવઠો પ્રાક્રુતિક પ્રસરણ દ્વારા થાય છે એટલેકે બેક્ટે રિયા કાર્બનીક પદાર્થના વિઘટન
માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે જ્યારે લીલ કાર્બનીક પદાર્થના વિઘટન માટે પ્રકાશનો ઉપયોગ કરે છે . આ

પ્રક્રિયાને આલ્ગલ ફોટોસિન્થેસીસ (ALGAL PHOTOSYNTHESIS) તરીકે ઓળખવામાં આવે છે .

 આ એરોબિક તળાવની ઊંડાઇ ૦.૩ m અથવા તેનાથી ઓછી હોય છે અને લીલનો વિકાસ મહત્તમ થાય એ પ્રમાણે

બનાવવામાં આવે છે .

2. ુ ેટીવ તળાવ (FACULATIVE POND):


ફેક્યલ
 પાણીના શુધ્ધિકરણ માટે આ તળાવનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે .

 આ તળાવમાં ત્રણ પ્રકારનાં ઝોનની રચના કરવામાં આવે છે . જેમાં સૌથી નીચેનો ઝોન એનેરોબિક ઝોન, સૌથી

ુ ેટીવ ઝોન કહે છે .


ઉપરનો ઝોન એરોબિક ઝોન અને મધ્યમાં રહેલાં ઝોનને ફેક્યલ

 કાર્બનીક પદાર્થો તળાવના એક ભાગમાં આવે છે અને તરતી અશુધ્ધિઓ તળાવના તળિયે બેસી જાય છે . તળિયેના

ભાગમાં એટલેકે એનેરોબિક ઝોનમાં રહેલા આ અવમલમાંના કાર્બનીક પદાર્થનુ ં એનેરોબિક બેક્ટે રિયા દ્વારા વિઘટન

થઇ કાર્બન ડાયોક્સાઇડ, એમોનીયા અને મિથેન વાયુ ઉત્પન્ન થાય છે .

 ઉપરનો ઝોન એટલેકે એરોબિક ઝોનમાં રહેલા અશુધ્ધ પાણીમાં રહેલા કાર્બનીક પદાર્થનુ ં એરોબિક બેક્ટે રિયા દ્વારા

વિઘટન થાય છે .

 ુ ેટીવ ઝોનમાં એરોબિક અને એનેરોબિક એમ બન્ને પ્રકારની પધ્ધતિઓનો ઉપયોગ થતો હોવાને કારણે પાણીનો
ફેક્યલ

શુધ્ધિકરણ દર વધારે હોય છે .

3. એરે ટેડ તળાવ (AERATED POND):


 આ તળાવમાં પાણીના શુધ્ધિકરણ માટે જે પધ્ધતિ અપનાવવામાં આવે છે તે સક્રિય અવમલ પ્રકિયા જેવીજ પધ્ધતિ

છે જેમાં હવાને પરિભ્રમણ કરતાં યાંત્રિક ટરબાઇન અથવા એજિટે ટર દ્વારા તળાવમાં દાખલ કરવામાં આવે છે અને

પાણીમાનાં કાર્બનીક પદાર્થો સાથે મિશ્રિત કરવામાં આવે છે .

 એરે ટેડ તળાવમાં થતી પ્રક્રિયા અને સક્રિય અવમલ પધ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે એરોબિક તળાવમાં

ઉત્પન્ન થતા અવમલના ને તળાવમાં પાછો રીસાઇકલ કરવામાં આવતો નથી જ્યારે સક્રિય અવમલ પધ્ધતિમાં

ઉત્પન્ન થતા અવમલના થોડા ભાગને સેક્ન્ડરી ક્લેરિફાયરમાં દાખલ થતા અશુધ્ધ પાણી સાથે રીસાઇકલ કરવામાં

આવે છે .
 આ એરે ટેડ તળાવમાં અપનાવવામાં આવતી પધ્ધતિમાં ઉત્પન્ન થતા અવમલનુ ં કદ સક્રિય અવમલ પધ્ધતિમાં

ઉત્પન્ન થતા અવમલના કદની સરખામણીમાં ખ ૂબજ ઓછું હોય છે .

4. એનેરોબિક તળાવ (ANAEROBIC POND):


 આ પ્રકારનાં તળાવમાં એનેરોબિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે . ખાસ કરીને અશુધ્ધ પાણી જેમાં બી ઓ ડી નુ ં પ્રમાણ

વધારે હોય ત્યારે તેમજ અશુધ્ધ પાણીનો લોડિંગ રે ટ વધારે હોય ત્યારે પ્રાથમિક શુધ્ધિકરણ કરવામાં આવે છે .

એટલેકે પ્રાયમરી ક્લેરિફિકેશન પહેલા અથવા પ્રાયમરી ક્લેરિફિકેશન પછી આ તળાવનો ઉપયોગ થાય છે જેમાં

એનેરોબિક પ્રોસેસ થાય છે . બેક્ટે રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્ર્લેષણની ક્રિયા દ્વારા વધારે પ્રમાણમાં

કાર્બનીક પદાર્થોનુ ં ઓક્સિડેશન કરે છે , જેથી કરીને બી ઓ ડી લોડ ઘટાડી શકાય છે .

રજકણોને કન્ટ્ર્રોલ કરવાની પધ્ધતિઓ અથવા યંત્રો (PARTICULATE EMMISION CONTROL OR COLLECTION
METHOD FOR PARTICULATE MATTER):

રજકણોને કન્ટ્ર્રોલ કરવાની પધ્ધતિઓ નીચેના યંત્રો દ્વારા કરી શકાય છે .

 ગ્રેવીટે શન સેટલીંગ ચેમ્બર (GRAVITATIONAL SETTLING CHAMBER)

 સાયક્લોન સેપરે ટર (CYCLONE SEPARATOR)

 ફેબ્રિક ફિલ્ટર (FABRIC FILTER)


 ઇલેક્ટ્રોસ્ટે ટીક પ્રેસિપીટે ટર (ELECTROSTATIC PRECIPITATOR)

 વેટ સ્ક્રબર (WET SCRUBBER)

 સ્પ્રે ટાવર

 વેટ સ્ક્રબર

 સેન્ટ્રીફ્યુગલ સ્ક્રબર

 પેક બેડ અને ટ્રે ટાવર

 વેંચ્યુરી સ્ક્રબર

ગ્રેવીટે શન સેટલીંગ ચેમ્બર (GRAVITATIONAL SETTLING CHAMBER):

 ગેસ પ્રવાહમાં રહેલા મોટી સાઇઝના ખાસ કરીને ૫૦ µm થી વધું સાઇઝના રજકણોને દૂ ર કરવા માટે ગ્રેવીટેશનલ
સેટ્લીંગ ચેમ્બરનો ઉપયોગ થાય છે .

 ઊચા વેગથી આવતા રજકણો ધરાવતા ગેસ પ્રવાહને ઓછા વેગ તેમજ પ ૂરતા સમય માટે સેટલીંગ ચેમ્બરમાંથી

પસાર થવા દે વામાં આવે છે જેને કારણે રજકણો ચેમ્બરમાં તળિયે બેસી જાય છે .

 સમાંતર પ્રકારના સેટલીંગ ચેમ્બરને આક્રુતિમાં દર્શાવવામાં આવ્યું છે .


 આ પ્રકારનાં સેટલીંગ ચેમ્બરમાં ઇનલેટ ગેસ અને આઉટલેટ ગેસ વચ્ચેનો દબાણનો તફાવત ખ ૂબજ ઓછો હોય છે .

 આ પ્રકારનાં ચેમ્બરનુ ં મેઇન્ટે નન્સ કરવું ખ ૂબજ સહેલ ું છે પરં ત ું ૫૦ µm થી ઓછી સાઇઝના રજકણોને દૂ ર કરવાની
કાર્યક્ષમતા ખ ૂબજ ઓછી હોય છે . તેથી આ પ્રકારનાં ઉપકરણને ખાસ કરીને ઊંચી કાર્યક્ષમતા ધરાવતા કલેક્શન

ડીવાઇસ પહેલા મ ૂકવામાં આવે છે .

 હાવર્ડ ટાઇપનુ ં સેટલીંગ ચેમ્બર આક્રુતિમાં બતાવવામાં આવ્યું છે જેમાં ગેસ પ્રવાહ પસાર થવા માટેનો ઇનલેટ અને

ગેસ પ્રવાહ બહાર નીકળવાં માટે આઉટલેટ હોય છે અને વચ્ચેના ભાગમાં સમાંતર ટ્રે ગોઠવેલી હોય છે .

ગ્રેવીટેશનલ સેટ્લીંગ ચેમ્બરના લાભ


1. પ્રારં ભિક કિંમત ઓછી હોય છે .
2. ક્ન્સ્ટ્રકશન (બનાવટ) એકદમ સરળ છે .
3. મેન્ટે નન્સ ખર્ચ ઓછો લાગે છે .
4. દબાણનો તફાવત ખ ૂબજ ઓછો છે .
5. આ સાધન બનાવવા માટે કોઇપણ મટીરીયલ લઇ શકાય

ગ્રેવીટેશનલ સેટ્લીંગ ચેમ્બરના ગે રલાભ


1. જગ્યાની જરૂરિયાત વધારે હોય છે .
2. મોટી સાઇઝના (10 µm વધારે સાઇઝના) રજકણોને જ કલેક્ટ કરી શકાય છે .

સાયક્લોન સેપરે ટર (CYCLONE SEPARATOR):

 રજકણો લઇને આવતા કેરીયર ગેસનુ ં ચક્રિય પરિભ્રમણ (Vetex Motion,વમળયુક્ત ગતિ) થવાથી રજકણો પર
કેન્દ્રત્યાગી બળ ઉત્પન્ન થાય છે જેને કારણે રજકણો સાયક્લોન સેપરે ટરની દિવાલ સાથે અથડાય છે અને તળિયેના
ભાગમાં ગુરુત્વાકર્ષળ બળને કારણે સેટલ થાય છે .
 સ્પીનીંગ ગેસમાં રહેલા રજકણો પર લાગતું કેન્દ્રત્યાગી બળ એ રજકણો પર લાગતા ગુરુત્વાકર્ષળ બળ કરતાં વધારે
હોય છે પરં ત ુ જ્યારે રજકણો સાયક્લોન સેપરે ટરની દિવાલ સાથે અથડાય છે ત્યારે તે કેન્દ્રત્યાગી બળ ગુમાવે છે
અને ગુરુત્વાકર્ષળ બળ અસરકારક બને છે .
 સેટલીંગ ચેમ્બર કરતાં સાયક્લોન સેપરે ટરમાં ૫૦ µm થી ઓછી સાઇઝના રજકણોને કલેક્ટ કરવાની ક્ષમતા વધારે
હોય છે
 ભિન્ન પ્રકારનાં સાયક્લોન સેપરે ટરની પરિભ્રમણ ગતિ ભિન્ન હોય છે .
 આક્રુતિમાં વર્ટીકલ સાયક્લોન સેપરે ટર વિગતવાર સમજી શકાય છે .
 આ પ્રકારના સેપરે ટરમાં ગેસ પ્રવાહને ઉપરનાં ભાગથી કલેક્ટ કરવામાં આવે છે જ્યારે રજકણોને તળિયેથી કલેક્ટ
કરવામાં આવે છે જેને સ્ક્ર્રુ કન્વેયરની મદદથી એક સ્થાનથી બીજા સ્થાન પર લઇ જવામાં આવે છે .
 આ ઉપકરણ માટે ખ ૂબ જ ઓછી જગ્યા અને ઓછા હેન્ડલીંગ ટાઇમ ની જરૂર પડે છે .
 સાયક્લોન સેપરે ટરની કાર્યક્ષમતા ગ્રેવીટી સેટલર કરતા વધુ હોય છે . તેથી નાના કણો દૂ ર કરવા માટે મોટા ભાગે
સાયક્લોન સેપરે ટરનો ઉપયોગ થાય છે .
સાયક્લોન સેપરે ટર
સાયક્લોન સેપરે ટરનાં લાભ :
1. પ્રારં ભિક કિંમત ઓછી હોય છે .
2. ઉપકરણની બનાવટ અને તેન ુ ં કાર્ય સરળ છે .
3. દબાણનો તફાવત ખ ૂબજ ઓછો છે
4. મેન્ટે નન્સ ખર્ચ ઓછો લાગે છે
5. રજકણોનો નિકાલ સતત થતો રહે છે
6. તાપમાન અને દબાણની જરૂરિયાત પ્રમાણે મશીન બનાવવા માટે કોઇપણ મટીરીયલનો ઉપયોગ થઇ શકે છે .

સાયક્લોન સેપરે ટરનાં ગેરલાભ :


1. 5 – 10 µm થી ઓછી સાઇઝના રજકણોને કલેક્ટ કરવાની ક્ષમતા ઓછી હોય છે .
2. રજકણો મશીનની દિવાલ સાથે અથડાવાથી દિવાલ પર ઘસારો વધારે લાગે છે
3. નાના રજકણોને કલેક્ટ કરવાની ક્ષમતા ઓછી હોય છે .

ફેબ્રિક ફિલ્ટર (FABRIC FILTER)


 આક્રુતિમા ફેબ્રિક ફિલ્ટર બતાવવામાં આવ્યું છે . જેમાં તળિયેના ભાગમાં હોપર હોય છે . મધ્યનાં ભાગમાં ઉંધી
ગોઠવેલી બેગની હારમાળા હોય છે જેને કંપન ધરાવતા યાંત્રિક ગતિ કરતા સાધન સાથે બાંધવામા આવેલી હોય છે .
ફેબ્રિક ફિલ્ટરના ઉપરના ભાગેથી શુધ્ધ ગેસને નીકળવા માટે નો દ્વાર આવેલો હોય છે .

 મધ્યના ભાગનુ ં સ્ટ્રક્ચર જેમાં બેગોની હારમાળા આવેલી હોવાથી આ સ્ટ્રક્ચરને બેગ હાઉસ તરીકે ઓળખવામાં આવે
છે .

 મલિન ગેસને ફેબ્રિક ફિલ્ટરના નીચેના ભાગથી દાખલ કરવામાં આવે છે . આ ગેસ ઉંધી લટકાવેલી બેગમાંથી પસાર
થાય છે . જ્યાં રજકણો ફેબ્રિકના છિદ્રમાંથી પસાર થતા ન હોવાને કારણે કપડા પર જમા થાય છે અને શુધ્ધ ગેસ
ઉપરના ભાગેથી મેળવવામાં આવે છે અમુક સેકન્ડના અંતરાલે આ બેગોને આપવામાં આવત ુ કંપન (વાઇબ્રેશન)
બેગો સાથે જોડેલ યાંત્રિક સાધન દ્વારા કરવામાં આવે છે . જેને કારણે બેગની અંદરની સપાટી પર જમાં થયેલા
રજક્ણો ફ્રેબ્રિક ફિલ્ટરના નીચેના ભાગમાં રહેલા હોપરમાં જમાં થાય છે જ્યાંથી તેને સ્ક્રુ કન્વેયર દ્વારા એક જગ્યાએથી
બીજી જગ્યાએ મોકલવામાં આવે છે .

 બેગ ધરાવતા સાધનના મધ્યભાગનાં બે ભાગ પાડવામાં આવે છે જેમાનો એક ભાગ સ્ટે ન્ડ બાય ઓપ્શન તરીકે
રાખવામાં આવે છે એના પાછળનુ ં મુખ્ય કારણ એ છે કે જ્યારે અમુક સમયના અંતરાલે જો એક ભાગમાં આવેલી
બધી બેગના છિદ્રો પર રજકણો જમાં થાયતો આ સાધનની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે . આ માટે બેગોનુ ં ક્લીનીંગ
થવું ખ ૂબજ જરૂરી હોય છે તો આ વખતે સ્ટે ન્ડ બાય ઓપ્શન તરીકે આવેલા બીજા ભાગને ગેસ પ્રવાહ સાથે જોડાણ
કરી દે વામાં આવે છે જેના કારણે ગેસ પ્રવાહમાં રહેલા રજકણો પર નિયંત્રણ લાવી શકાય છે અને પર્યાવરણને થત ું
નુકસાન
ં અટકાવી શકાય છે અને એ દરમ્યાન પહેલા ભાગમાં આવેલી બેગનુ ં મેઇન્ટે નન્સ પણ કરી દે વામાં આવે છે

મહત્તમ પદાર્થ સામે અવરોધ


ફાઇબર મજબ ૂતાઇ ઓપરે ટીંગ કાર્બનીક ગુણધર્મો
o
એસિડ બેઇઝ
તાપમાન ( C) દ્રાવક
કોટન સ્ટ્રોન્ગ 80 ઓછો મધ્યમ સારો ઓછી કિંમત

વુલ મધ્યમ 95 મધ્યમ ઓછો સારો ઘસારા માટે અવરોધક

સરળ સાફ સફાઇ તેમજ


પોલીએમાઇડ
સ્ટ્રોન્ગ 100 મધ્યમ સારો સારો ઘસારા માટે ઉત્તમ
(નાયલોન)
અવરોધક

પોલીએસ્ટર સ્ટ્રોન્ગ 135 સારો મધ્યમ સારો સરળ સાફ સફાઇ

ટેફ્લોન મધ્યમ 260 સારો સારો સારો ખર્ચાળ

ઘસારા માટે ઓછો


ગ્લાસ સ્ટ્રોન્ગ 280 મધ્યમ મધ્યમ સારો
અવરોધક

“નોમેક્સ” ભેજ માટે ઓછો


સ્ટ્રોન્ગ 230 સારો મધ્યમ સારો
નાયલોન અવરોધક

ફેબ્રિક ફિલ્ટરના લાભ:

1. બધીજ સાઇઝનાં રજકણો ખાસ કરીને ૧૦ µm થી ઓછી સાઇઝના રજક્ણો માટે ની કલેકશન ક્ષમતા સારી છે .
2. આ મશીનની રચના એક્દમ સરળ છે તેમજ તેને કાર્યરત કરવું એકદમ સરળ છે .
3. પાવરની જરૂરિયાત ઓછી હોય છે .
4. કલેક્ટ કરે લા રજકણો સ ૂકા હોય છે .

ફેબ્રિક ફિલ્ટરના ગે રલાભ:

1. ખ ૂબ ઊંચા તાપમાન અને ભેજ લઇને આવતા ગેસ માટે યોગ્ય નથી.

2. દર વર્ષે બેગનુ ં રીપ્લેસમેંટ જરૂરી હોય છે .

3. આ ઉપકરણનુ ં કદ મોટુ છે . જેથી વધારે પ્રમાણમાં જગ્યા રોકે છે .

4. ફેબ્રિકનાં કપડાને ઘસારો લાગે છે અને કપડાના છિદ્રોને ચોક અપ કરી શકે છે .

વેટ સ્ક્રબર (WET SCRUBBER)

 ડ્રાય કલેક્ટરની સરખામણીમાં વેટ સ્ક્રબરથી થતા લાભો અનેક છે જેમાં મલિન ગેસ અને રજકણોને એકસાથે દૂ ર કરી

શકાય છે .

 વેટ સ્ક્રબરનુ ં મુખ્ય કાર્ય મલિન વાયુઓ તેમજ રજકણોને સ્ક્રબીંગ પ્રવાહી ખાસ કરીને પાણી દ્વારા કલેક્ટ કરવામાં

આવે છે .

 વેટ સ્ક્રબરમાં આવેલા પ્રદુ ષકો આઘાત, સંપર્ક અને પ્રસરણના સિધ્ધાંત પર કામ કરે છે .
 વેટ સ્ક્રબરમાં ઉત્પન્ન થતા પ્રવાહીના ડ્રોપલેટની સાઇઝ સ્ક્રબરમાં વપરાતી નોઝલ પર આધારિત છે . જેમ નોઝલનો

વ્યાસ વધારે તેમ ડ્રોપલેટનો વ્યાસ અને તેન ુ ં કદ વધારે હોય છે . ઉપરાંત પ્રદુ ષિત ગેસ અને સ્ક્રબીંગ પ્રવાહીના

ડ્રોપલેટ વચ્ચેની કોન્ટે ક સપાટી પણ ખ ૂબ જ મહત્વની હોય છે .

 અત્યારે સુવ્યવસ્થિત ડિઝાઇનવાળા વિવિધ સ્ક્રબરો બજારમાં જોવા મળે છે જે નીચે પ્રમાણે છે .

1. સ્પ્રે ટાવર (SPRAY TOWER)

2. સેન્ટ્રીફ્યુગલ સ્ક્રબર (CENTRIFUGAL SCRUBBER)

3. પેક બેડ ટાવર (PACK BED TOWER)

4. પ્લેટ કોલમ સ્ક્રબર (PLATE COLUMN SCRUBBER)

5. વેંચ્યુરી સ્ક્રબર (VENTURI SCRUBBER)

 5 -10 µm થી વધારે સાઇઝના રજકણોને કલેક્ટ કરવા માટે સ્પ્રે ટાવરનો ઉપયોગ થાય છે જ્યારે 3 µm થી ઓછી

સાઇઝના રજકણોને કલેક્ટ કરવા માટે વેંચ્યુરી સ્ક્રબરનો ઉપયોગ થાય છે .

વેટ સ્ક્રબરનાં લાભ:

1. પ્રદુ ષિત વાયુઓ તેમજ રજકણોને સરળતાથી દૂ ર કરી શકાય છે .

2. પ્રદુ ષકોનો વધારે લોડીંગ રે ટ વખતે કામ કરવાની ક્ષમતા વધારે હોય છે .

3. ડ્રાય સ્ક્રાબર કરતાં વેટ સ્ક્રાબરને ઓછી જગ્યાની જરૂર પડે છે .

4. જોખમી વાયુઓ તેમજ ફ્લાય એશને દૂ ર કરે છે .

5. પ્રદુ ષિત ગેસ કોઇપણ પ્રકારનો ભેજ તેમજ તાપમાન લઇને આવે તોપણ આ સાધન કાર્યક્ષમ છે .

વેટ સ્ક્રબરનાં ગે રલાભ:

1. આપવામાં આવતી ઉર્જાની જરૂરિયાત વધારે હોય છે .

2. ઉત્પન્ન થતાં અવમલ (સ્લજ) ના નિકાલનો ખર્ચો વધે છે .

3. ખ ૂબ નાના (સબ માઇક્રોન) રજકણોને સ્ક્રબ કરી શકતાં નથી.

4. ક્ષારણની સ્મસ્યારહે છે .

આક્રુતીઓ ૧૮૯, ૧૯૧,૧૯૨, ૧૯૩,૧૯૪

ઇલેક્ટ્રોસ્ટેટીક પ્રેસિપીટેટર (ELECTROSTATIC PRECIPITATOR):

 રાસાયણિક પ્રક્રિયાઓના દહનને કારણે બાયપ્રોડક્ટ તરીકે ઉત્પન્ન થતા રજકણોનુ ં નિયંત્રણ ઇલેક્ટ્રોસ્ટે ટીક પ્રેસિપીટે ટર

દ્વારા કરી શકાય છે . પાવર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પેપર મિલથી માંડીને ઓઇલ રીફાઇનરી સુધી તેનો બહોળા

પ્રમાણમાં ઉપયોગ થાય છે .

 ઇલેક્ટ્રોસ્ટે ટીક પ્રેસિપીટે ટર દ્વારા ખ ૂબ નાના રજકણો, ફાઇબરનાં રજકણો, તેમજ એસિડનાં ભેજને વાતાવરણમાં ઠલવાત ું

અટકાવી શકાય છે .

 આક્રુતિમાં ઇલેક્ટ્રોપ્રેસિપીટે ર બતાવવામાં આવ્યુ છે જેમા ઉભી પ્લેટને ડસ્ટ અથવા પ્રેસિપીટે શન દિવાલ કહે છે જ્યારે

વચ્ચેના ભાગમાં આવેલા સળિયાને ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ કહે છે .

 હાઇ વોલ્ટે જ ૫૦ ના પાવર સપ્લાય જ્યારે બંધ અવસ્થામાં હોય ત્યારે તેના ધન છે ડાને ઉભી પ્લેટો સાથે જોડવામાં

આવે છે અને ઋણ છે ડાને ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે .


 આક્રુતિમાં બતાવ્યા પ્રમાણે પ્રેસિપીટે ટરમાં અશુધ્ધ ગેસને દાખલ થવાની અને શુધ્ધ ગેસને બહાર નીકળવાના માર્ગ

બતાવ્યા છે .

 હવે જ્યારે અશુધ્ધ હવા અથવા ગેસ પ્રેસિપીટે ટરમાં દાખલ થાય છે ત્યારે પાવર સપ્લાય ઓન કરવામાં આવે છે .

પરિણામે ઇલેક્ટ્રોન ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ પરથી વહન પામી ઇનલેટ સ્ટ્રીમમાંથી આવતી હવા અથવા ગેસમાનાં રજકણો

સાથે જોડાઇ તેને ઋણ ભારિત બનાવે છે . આ આખી પ્રક્રિયાને કોરોના ડિસ્ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે .

 આ ઋણ ભારિત રજકણો ધનભારિત પ્રેસિપિટે ટર દિવાલ સાથે આકર્ષાય છે અને ત્યાં જમાં થાય છે . ત્યારબાદ

પ્રેસિપીટે ટર દિવાલ અથવા કલેક્ટરને યાંત્રિક કંપન આપી રજકણોને દિવાલોથી છુટા પાડવામાં આવે છે જે

પ્રેસિપીટે ટરનાં તળિયેના ભાગમાં પડી જઇ ત્યાંથી તેને સ્ક્રુ કન્વેયર દ્વારા બીજી જગ્યાએ લઇ જવામાં આવે છે .

ઇલેક્ટ્રોસ્ટેટીક પ્રેસિપીટેટર

ઇલેક્ટ્રોસ્ટે ટીક પ્રેસિપીટે ટરના લાભ:

1. રજકણોને કલેક્ટ કરવાની ક્ષમતા વધારે હોય છે .


2. 0.1 µm જેટલી સાઇઝના રજકણોને દૂ ર કરી શકાય છે .
3. મેન્ટે નન્સ ખર્ચ તેમજ ઓપરે ટીંગ ખર્ચ ઓછો લાગે છે .
4. ઊંચા તાપમાને રજકણો ધરાવતા વાયુનો સારો એવો જથ્થો હેન્ડલ કરી શકે છે .
5. પ્રેસિપિટે ટરની પ્લેટોને ઉચકીને સરળતાથી સાફ કરી શકાય છે .
6. આ ઉપકરણ ઘન, પ્રવાહી અને ક્ષારણ ઉત્પન્ન કરનાર રસાયણ લઇને આવતા ગેસ સામે ટકે છે .

ઇલેક્ટ્રોસ્ટેટીક પ્રેસિપીટેટરના ગે રલાભ:

 પ્રારં ભિક ખર્ચો વધારે છે .


 ઉપકરણની સાઇઝ વધારે હોવાથી વધારે પ્રમાણમાં જગ્યાની જરૂર પડે છે .
 રજકણોને ઋણ ભાર બનાવતા ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ્સ ઓઝોન વાયુ ઉત્પન્ન કરે છે .

ISO 14001

ઔદ્યોગિક સંસ્થા પોતાના ઇમ્પ્ર ૂવમેંટ માટે તેમજ પયાવરણના શુધ્ધિકરણ માટે ISO 14001 રજીસ્ટ્રે શન કરાવવું જરૂરી છે .
યોગ્ય રીતે ડિઝાઇન કરે લી પયાવરણીય મેનેજમેન્ટ સીસ્ટમ એક એવું ટૂલ છે કે જે ઔદ્યોગિક સંસ્થાને પર્યાવરણનાં
શુધ્ધિકરણ માટે કારીગરોની સુરક્ષા, તેમજ કાચા માલ પર કન્ટ્રોલ, એનર્જીના વપરાશ તેમજ પ્રદુ ષણ પર નિયંત્રણ રાખી
ઉચી ગુણવત્તા ધરાવતી નીપજ પર તેમજ તેની ઉપર લાગતા ખર્ચા પર ભાર મ ૂકવા પ્રેરે છે .

ISO 14001 ના લાભ:

1. માલસામાન પર લાગતો ખર્ચો ઘટાડી શકાય છે .


2. બાયપ્રોડક્ટ અને વેસ્ટ મટીરીયલનુ ં રીસાયકલ કરી શકાય છે .
3. પ્રોસેસીંગ ખર્ચો ઘટાડી શકાય છે .
4. ઓછી ગુણવત્તા ધરાવતા ધરાવતા મટીરીયલની જગ્યાએ સારી ગુણવત્તા ધરાવતા મટીરીયલ વાપરી શકાય છે .
5. ઉર્જાનો વપરાશ ઘટાડી શકાય છે .
6. મટીરીયલને સ્ટોર કરવાનો ખર્ચો ઘટાડી શકાય છે .
7. પ્રક્રિયાની ગુણવત્તા વધારી શકાય છે .
8. ઇંસ્યોરન્સનો ખર્ચો ઘટાડી શકાય છે
9. પર્યાવરણની જરૂરિયાતને સંતોષી શકાય છે

ISO 14001 ASSESSMENTS

ે મેન્ટ સીસ્ટમને અમલમાં મ ૂકીને


ઓદ્યોગિક સંસ્થા ISO 14001 વિશે જાણકાર વ્યક્તિને કન્સલ્ટ કરીને પર્યાવરણ મેનજ

ISO 14001 સર્ટીફીકેશનનો લાભ લઇ શકે છે .સૌથી પહેલા ઓદ્યોગિક સંસ્થામાં પર્યાવરણને અસર કરતાં દરે ક સ્થળની

ચકાસણી કરવામાં આવે છે . નિમેલા ઓડિટર પાસે અમલમાં મ ૂકેલી પધ્ધતિઓ, તેન ુ ં ડોક્યુમેન્ટે શન, ઇમ્પ્ર ૂવ્મેન્ટ તેમજ

વધારાની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે .

 ઓદ્યોગિક સંસ્થામાં સ્થળ પર થતી ચકાસણીઓ માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે .

 સ્થળ પર થતી ક્રિયાઓ તેમજ ગતિવિધિઓ

 ફાઇલ કરે લા ડોક્યુમેન્ટમાં આવરી લેતી દરે ક સંમતીઓ

 ડોક્યુમેન્ટનુ ં મેનજ
ે મેન્ટ

 ઓદ્યોગિક સંસ્થામાં ચાલતી પધ્ધતિઓ


 ISO 14001 માટે આવરી લેતી જરૂરિયાતો
 રક્ષણાત્મક અને સુધારાજનક પરિણામો
 માહિતીઓનો રે કોર્ડ
 ે મેન્ટના સ ૂચનો
સંસ્થાના મેનજ
 ઇન્ટરનલ ઓડિટ
 ઔદ્યોગિક સંસ્થાના સ્ટાફ તેમજ વર્કરોની જાગ ૃકતા તેમજ ટ્રેનીંગ.

પર્યાવરણીય ઓડિટ માટેની પ્રક્રિયા (PROCEDURE FOR ENVIRONMENTAL AUDIT)

સંસ્થાના જોખમ સંચાલન, નિયંત્રણ, અને પ્રક્રિયાઓની અસરકારકતાનુ ં મ ૂલ્યાંકન વધારવા તેમજ સંસ્થાની કામગીરી
સુધારવા માટે માટે વ્યવસ્થિત, શિસ્તબદ્ધ અભિગમ લાવીને તેના હેત ુઓ પરિપ ૂર્ણ કરવા માટે પર્યાવરણ ઓડિટીંગની
જરૂરિયાત પડે છે . આ એક પ્રકારની કન્સલ્ટિંગ પ્રવ ૃત્તિ છે

ઓડિટ પ્રક્રિયામાં સામાન્ય રીતે નીચે દર્શાવેલ દસ પગલાનો સમાવેશ થાય છે .


 સ ૂચના (Notification)
 આયોજન (Planning)
 મીટીંગ બોલાવવી (Opening Meeting)
 કાર્યક્ષેત્ર (Fieldwork)
 કોમ્યુનિકેશન (Communication)
 રિપોર્ટ (અહેવાલ)ની તૈયારી (Report Drafting)
 મેનેજમેન્ટનો પ્રતિભાવ (Management Response)
 મીટીંગની સમાપ્ટી (Closing Meeting)
 રિપોર્ટ વિતરણ (Report Distribution)
 ફોલો અપ (Follow-up)

 સ ૂચના (Notification)
સૌપ્રથમ પર્યાવરણ ઓડિટરો ઔદ્યોગિક સંસ્થાને હવે પછી નવા વર્ષના આવતા ઓડિટ માટે એક લેટર મોકલશે . આ
લેટરમાં સંસ્થાના ચાર્ટ, નાણાકીય નિવેદનો, પ્રક્રિયા પધ્ધતિ, સુરક્ષા વ્યવસ્થા વગેની યાદી તેમજ પ્રારં ભિક ચેકલીસ્ટ
મોકલશે. જે ઓડિટનું પ્લાનીંગ કરતા પહેલા મદદરૂપ હોય છે .
 આયોજન (યોજના, Planning)
માહિતીની સમીક્ષા કર્યા પછી, ઓડિટર, રીવ્યુ કરવાની યોજના બનાવશે જેમાં જોખમની ચકાસણી, ઓડિટની યોજના
તેમજ મુલાકાતની યોજના બનાવશે.
 મીટીંગ બોલાવવી (Opening Meeting)
ઓડિટ મિટિંગમા સંસ્થાના સીનીયર સ્ટાફ, એડમિનિસ્ટ્રે ટીવ સ્ટાફ વગેરે સામેલ હોય છે . આ બેઠક દરમિયાન
ઓડિટના તકની ચર્ચા કરવામાં આવે છે . સંસ્થાના આ કર્મચારીઓ ઓડિટરને પર્યાવરણના આ અભિગમ વિશેનાં
સવાલ પ ૂછે છે તેમજ આ મિટિંગમાં પર્યાવરણને ફાયદારૂપ અને સંસ્થાને ફાયદારૂપ બધી વિગતોની ચર્ચા કરવામાં
આવે છે .
 કાર્યક્ષેત્ર (Fieldwork)
મુલાકાત થયા પછી ઓડિટર ઓડિટ યોજના ફાઇનલાઇઝ કરી કાર્યક્ષેત્રની શરૂઆત કરશે . પર્યાવરણ ઓડિટ ટીમના
દરે ક સભ્યો પ્રક્રિયાના રીવ્યુ, ધંધાકીય પધ્ધતિ અને તેના નિયમો, પોલ્યુશન કંત્રોલ બોર્ડનાં નિયમ સંમત દરે ક
નમ ૂનાનુ ં પરીક્ષણ. પર્યાવરણના રક્ષણ માટે ના પ ૂરતા કન્ટ્રોલ તેમજ પ ૂરતાપણાની ચકાસણી કરશે.

 કોમ્યુનિકેશન (Communication)
પર્યાવરણ ઓડિટીંગ દરમ્યાન ઓડિટર ઔદ્યોગિક સંસ્થાને નોંધેલા મુદ્દાઓ અને તેના શક્ય ઉકેલો પર ચર્ચા કરવા
માટે વાતચીત કરે છે .

 રિપોર્ટ (અહેવાલ) ની તૈયારી (Report Drafting)


ક્ષેત્રીયકામ પ ૂર્ણ થાય પછી, ઓડિટર ઓડિટ રીપોર્ટ તૈયારકરશે આ અહેવાલમાં કેટલાક મુદ્દાઓનો સમાવેશ થાય છે જે
નીચે પ્રમાણે છે .

 ETP ના મહિના મુજબનો વીજ વપરાશ (Month wise electrical consumption of ETP)
 બોર્ડના ડિરે ક્ટરોની યાદી (List of board of directors)
 મહિના મુજબના ઉત્પાદન દિવસની સંખ્યા (Month wise no. of days of production)
 મહિનો મુજબનો પાણી વપરાશ (Month wise water consumption)
 મહિનો મુજબ અશુધ્ધ જળ ઉત્પાદન (Month wise waste water generation)
 પાણી બેલેન્સ ડાયાગ્રામ (Water balance diagram)
 પ્રક્રિયા વર્ણન અને ETP નો ફ્લો ડાયાગ્રામ (Process description & Flow diagram of ETP)
 ETP માં કેમિકલ વપરાશ (Chemical consumption in ETP)
 ETP ના કેમીસ્ટ / ઓપરે ટરની વિગતવાર યાદી (Detail of chemists/operator of ETP)
 સંયક્ુ ત સંમતિની વિગતો (Details of consolidated consent)
 જોખમી ઘન કચરાની પેદાશ અને નિકાલ (Hazardous (solid) waste generation & Disposal)
 જોખમી રસાયણોનો સંગ્રહ અને નિયંત્રણ (Storage & control of Hazardous chemicals)
 નમ ૂના સેમ્પ્લીંગ અને તેના પરીક્ષણનુ ં પ્રમાણપત્ર (Certificate of sampling and analysis repot)
 GPCB એનાલિસિસ રિપોર્ટ (GPCB Analysis report)
 સામુહિક (કુ લ) પ્રદૂ ષણ ભાર (Overall Pollution Load)
 ઘોંઘાટ માપ (Noise measurement)
 સાઇટ યોજના (Site plan)
 સાઇટ પર અને સાઇટની બહાર કટોકટી યોજના (On site & off site emergency plan)
 કેસો / ફરિયાદ (Cases/complains)
 પાલન અહેવાલ (Compliance report)
 PLI એક્ટ હેઠળ વીમા નીતિ (Insurance policy under PLI act)
 પાણી સેસ બિલ (Water cess bill)
 ઘોષણા (Declaration)
 ઇએમએસ પ્રમાણપત્ર (EMS certificate)

 મેનેજમેન્ટનો પ્રતિભાવ (Management Response)

જ્યારે રિપોર્ટ ફાઇનલાઇઝ થઇ જાય પછી મેનેજમેન્ટનો નીચે પ્રમાણેનો પ્રતિભાવ માંગવામાં આવે છે .
 સમસ્યા સાથે સંમતી કે અસહમતી
 સમસ્યા સુધારવા માટે ના એક્શન પ્લાન
 અપેક્ષીત પ ૂર્ણ સમય.
 મીટીંગની સમાપ્ટી (Closing Meeting)
ઓડિટ અહેવાલ (રીપોર્ટ ) ની ચર્ચા, કોઈ પણ બાકી રહેલ મુદ્દાઓ અને મેનેજમેન્ટના પ્રતિભાવનો રીવ્યુ લઇ મીટીંગની
સમાપ્તી કરવામાં આવે છે

 રિપોર્ટ વિતરણ (Report Distribution)

ઓડિટ અહેવાલ (રીપોર્ટ ) બનાવ્યા પછી તેન ુ ં વિતરણ સંસ્થાના વ્યવસ્થાપક, સંચાલકો, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ,
આંતરિક ઓડિટ વિભાગને કરવામાં આવે છે .

 ફોલો અપ (Follow-up)
ફોલોઅપનો હેત ુ સંસ્થાએ સંમત સુધારાત્મક ક્રિયાઓનો અમલ કર્યો છે તે ચકાસવા માટે છે . આ ઓડિટર સ્ટાફ

ઇન્ટરવ્ય ૂ, સ્ટાફ ટે સ્ટ અને ચકાસણી કરવા માટે નવી કાર્યવાહી નો અમલ કરશે. બધીજ સમસ્યાનુ ં સંતોષકારક

નિરાકરણ કર્યા પછી વધુ કાર્યવાહીની જરૂર છે કે નહિ તેનો લેટર સંસ્થાને મોકલશે.

ઉત્પાદિત સલ્ફર ડાયોક્સાઇડનું નિયંત્રણ (CONTROL OF SULFUR DIOXIDE EMMISION):

બળતળમાંથી સલ્ફરનું ખેચાણ (એક્સ્ટ્રેક્શન) (EXTRACTION OF SULFUR FROM FUEL):

 ઔદ્યોગિક સંસ્થાઓમાં બળતણમનાં દહનથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર

ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ત્રાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરે પ્રદુ ષકો ઉત્પન્ન થાય છે .

 સલ્ફર ડાયોક્સાઇડ તેમજ સલ્ફર ટ્રાયોક્સાઇડ જેવા પ્રદુ ષકોના નિયંત્રણ માટે બળતણમાં રહેલા સલ્ફરને દૂ ર કરવો

પડે. આ માટે બળતણમાં રહેલા સલ્ફરનુ ં એક્સ્ટ્રે ક્શન કરવામાં આવે છે ..

 ઔદ્યોગિક સંસ્થાઓમાં બળતણ તરીકે કોલસો, લિગ્નાઇટ, ઓઇલ તેમજ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે .

 કોલસામાં રહેલો સલ્ફર કાર્બનીક અને અકાર્બનીક સ્વરૂપમાં રહેલો હોય છે . અકાર્બનીક સલ્ફર આર્યન ડાઇસલ્ફાઇડ

(FeS2) સ્વરૂપમાં હોય છે . આ આર્યન ડાઇસલ્ફાઇડ પાઇરાઇટ્સ અને મર્કેસાઇટ સ્વરૂપમાં હોય છે .

 પાઇરીટીક સલ્ફરને દૂ ર કરવા માટે વોશીંગ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે . જેનાથી ૩૦ % જેટલો સલ્ફર દૂ ર

થાય છે પરં ત ુ આ પધ્ધતિમાં દહનયુક્ત મટીરીયલ નુ ં પણ ધોવાણ થાય છે અને કોલસાની કિંમતમાં ૨૦ % નો

વધારો કરે છે .

 કાર્બનીક સલ્ફર ખાસ કરીને સીસ્ટીન, થાયોલ, સલ્ફાઇડ અને કેટલાક સાઇક્લીક કમ્પાઉંડમાં હોય છે . જે કાર્બોનેસીયસ

મટીરીયલ સાથે જોડાયેલા હોય છે . આવી અશુધ્ધિઓને દૂ ર કરવા માટે રાસાયણિક પધ્ધતિઓ અપનાવવાંમાં આવે

છે .

કોલસાનું હાઇડ્રોડીસલ્ફ્યુરાઇઝેશન (HYDRODESULFURIZATION OF COAL):

 કોલસાનુ ં હાઇડ્રોડીસલ્ફ્યુરાઇઝેશન એટલે કોલસામાં રહેલા કાર્બનીક સલ્ફર અને અકાર્બનીક સલ્ફરને સોલ્વંટ

એક્સ્ટ્રે ક્શન પધ્ધતિ દ્વારા દૂ ર કરવામાં આવે છે .

 આ પધ્ધતિમાં દળે લા કોલસાને એંથ્રેસિન ઓઇલમાં નાખીને રબડી (સ્લરી) બનાવવામાં આવેછે.

 રીપોલીમરાઇઝેશન અટકાવવા માટે થોડી માત્રામાં (૧.૫%) હાઇડ્રોજન ઉમેરવામાં આવે છે . આ રબડીને ૪૫ 0oC

તાપમાને ગરમ કરીને કોલસાને દ્રાવ્ય કરવામાં આવે છે .

 પ્રેશર ફિલ્ટરે શન દ્વારા રે સિડ્યું તરીકે રાખ મળે છે . આ રાખમાં પાઇરીટીક સલ્ફર અને બીજા ખનીજક્ષારો હોય છે .
 ફિલ્ટરે ટ તરીકે કોલસાના દ્રાવણને ફ્લેશ ઇવેપોરે ટરમાં મોકલવામાં આવે છે . ઇવેપોરે ટરના તળિયે જમા થતા ભાગમાં

ખ ૂબ ઓછો ( <1%) સલ્ફર ધરાવતો કોલસો મળે છે . જ્યારે ઇવેપોરે ટરનાં ઉપરનાં ભાગનાં પદાર્થને ડીસ્ટીલેશન

કોલમમાં લઇ જવામાં આવે છે જ્યાં લાઇટ ઓઇલને રીકવર કરવામાંઆવે છે .

 તળિયેનાં ભાગમાં જમાં થતા કોલસાને સ્ક્રુ ડ્રાયર દ્વારા વહન અને ગરમ કરીને પલ્વરાઇઝરમાં દાખલ કરવામાં આવે

છે જ્યાં કોલસાનો બારીક ભ ૂકો કરવામાં આવે છે .

ડીસલ્ફ્યુરાઇઝેશન ઓફ ફ્યુલ ઓઇલ (DESULFURIZATION OF FUEL OIL)


 બળતણ તેલમાં રહેલા સલ્ફરનુ ં વાતાવરણીય નિસ્યંદન કરવામાં આવેતો નિસ્યંદન સ્તંભનાં ઉપરનાં ભાગેથી ઓછો

સલ્ફર કલેક્ટ થાય છે જ્યારે સ્તંભના નીચેના ભાગેથી વધારે માત્રામાં સલ્ફર મળે છે .

 બળતણ તેલનો ઉપયોગ ઔદ્યોગિક સંસ્થાઓમાં ઉર્જા મેળવવા માટે થતો હોય છે . જો આ તેલમાં સલ્ફર હોય તો તેન ુ ં

ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે .

 આથી આવા તેલને બળતણ તરીકે ઉપયોગમાં લેતા પહેલા તેને સલ્ફર વિહિન બનાવવું પડે છે . આથી આવા બળતણ

તેલ માટે હાઇડ્રોડીસલ્ફ્યુરાઇઝેશન કરવામાં આવે છે .

 આ પધ્ધતિમાં સૌપ્રથમ રીએક્ટરમાં બળતણ તેલને હાઈડ્રોજન સાથે મીક્સ કરીને ૩૦૦ o C – ૫૦૦ o C તાપમાને અને

૪૦ – ૧૫૦ વાતાવરણનાં દબાણે રાસાયણિક પ્રક્રિયા કરવા દે વામાં આવે છે .

 હાઇડ્રોજનની બળતણ તેલમાં રહેલા કાર્બનીક સલ્ફર સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થાય છે . આ

હાઇડ્રોજન સલ્ફાઇડનુ ં સલ્ફર ટ્રીટમેંટ પધ્ધતિ દ્વારા સલ્ફરને છુટો પાડવામાં આવે છે .

 આ પધ્ધતિમાં હાઇડ્રોજન વાયુન ુ ં કદ વિશેષ પ્રમાણમાં હોવાથી રીએક્ટરની કિંમતમાં વધારો થાય છે . વળી બજારમાં

મળતા હાઇડ્રોજન વાયુની કિંમત વધારે હોય છે .

 આ પધ્ધતિમાં બળતણમાં રહેલા સલ્ફરનાં ૫૦ % સલ્ફરનો ઘટાડો થાય છે પરં ત ુ ઉત્પાદિત બળતણ તેલની કિંમતમાં

૨૫% નો વધારો થાય છે .

 આથી બળતણ તેલની ડીસલ્ફ્યુરાઇઝેશન પધ્ધતિ આર્થિક રીતે ભાગ્યેજ જોવા મળે છે .
ફ્લુ ગેસનું ડીસલ્ફ્યુરાઇઝેશન (DESULFURIZATION OF FLUE GASES)

આ પ્રોસેસને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે .

1. વેટ પધ્ધતિ

2. ડ્રાય પધ્ધતિ

 વેટ પધ્ધતિ ખ ૂબજ અસરકારક પધ્ધતિ છે પરં ત ું આ પધ્ધતિની કિંમત ખ ૂબજ વધારે (ખર્ચાળ) છે અને ઔદ્યોગિક

સંસ્થાઓમાં પહેલા ભાગ્યેજ જોવા મળતી હતી પરં ત ું આજના યુગમાં તેનો બહોળો ઉપયોગ થાય છે . જ્યારે ડ્રાય

પધ્ધતિનો ઉપયોગ ઓછો થાય છે .

ડ્રાય પધ્ધતિ:

ફ્લુ ગેસનાં ડીસલ્ફ્યુરાઇઝેશન માટે વપરાતી ડ્રાય પધ્ધતિ નીચે પ્રમાણે છે .

1. ધાત ુનાં ઓક્સાઇડ પર SO2 નુ ં અધિશોષણ કરી સ્થાયી સલ્ફાઇટમાં રૂપાંતરણ

2. સક્રિય કાર્બન પર SO2 નું અધિશોષણ

1. ધાત ુનાં ઓક્સાઇડ પર SO2 નું અધિશોષણ કરી સ્થાયી સલ્ફાઇટમાં રૂપાંતરણ:

 ચીમની અથવા બોઇલર સ્ટે કમાંથી નિકળે લા વાયુઓને સૌપ્રથમ ઇલેક્ટ્રોસ્ટે ટિક પ્રેસિપિટે ટરમાં દાખલ કરીને તેમાંથી

રજકણોને દૂ ર કરવામાં આવે છે .

 ત્યારબાદ આ ગેસમાં રહેલા SO2 ને CuO (ક્યુપ્રિક ઓક્સાઇડ) સાથે ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવા

દે વામાં આવે છે . આથી સલ્ફર ડાયોક્સાઇડ CuO સાથે CuSO4 (કોપર સલ્ફેટ) બનાવે છે એટલેકે અધિશોષણ સાથે

રાસાયણિક પ્રક્રિયા થાય છે .

 હવે આ CuSO4 ને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને તાબુ ં છુટુ ં પાડવામાં આવે છે . જ્યારે ને માં લઈ જવામાં આવે

છે .

1
SO 2+ O 2 +CuO Cu SO 4
2 →
Cu SO 4 +2 H 2 Cu+ SO 2 +2 H 2 O

 ફ્લુ ગેસમાં રહેલા સલ્ફર ડાયોકસાઇડને શોષવા માટે વિવિધ પ્રકારનાં ધાત ુના ઓક્સાઇડ અને ધાત ુના ઓક્સાઇડના

મિશ્રણ સારા અધિશોષક તરીકે વર્તે છે . આમાંથી એલ્યુમિનિયમ સોડિયમ ઓક્સાઇડ (આલ્કલાઇઝ્ડ એલ્યુમિના) અને

મેંગેનીઝ ઓક્સાઇડ સારા અધિશોષક તરીકે પ ૂરવાર થયા છે . તે ઉપરાંત કોપરના ઓક્સાઇડ(CuO) સારો એવો

અધિશોષક છે .

આલ્કલાઇઝ્ડ એલ્યુમિના પધ્ધતિ:

 આલ્કલાઇઝ્ડ એલ્યુમિના પધ્ધતિને ચક્રિય અધિશોષણની પધ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે .

 આ પધ્ધતિમાં ધ ૂળવિહિન ફ્લુ ગેસને રીએક્ટરમાં દાખલ કરવામાં આવે છે . આ રીએક્ટરમાં છિદ્રાળુ સોડિયમ

એલ્યુમિનેટ (Na2O.Al2O3) નો બેડ (સ્તર) આવેલો હોય છે જે સલ્ફર ડાયોક્સાઇડનુ ં 315o C તાપમાને ગેસમાં રહેલા

ઓક્સિજન સાથે અધિશોષણની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે .

1
Na 2 O . Al 2 O 3 + SO 2+ O 2 Na2 SO4 + Al2 O 3
2 →

 પ્રક્રિયા દરમ્યાન મળતી નીપજને એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ

એલ્યુમિનેટને રીકવર કરવામાં આવે છે . આ સોડિયમ એલ્યુમિનેટને પાછો રાસાયણિક પ્રક્રિયા માટે રીસાઇકલ

કરવામાં આવે છે .

 પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતો (હાઇડ્રોજન સલ્ફાઇડ) વાયુને ક્લોસ યુનિટ () માં લઇ જઇ સલ્ફરનુ ં ઉત્પાદન કરવામાં

આવે છે .

મેંગેનીઝ ઓક્સાઇડ પધ્ધતિ:

 આ પધ્ધતિને એક્ટિવેટેડ મેંગેનીઝ ઓક્સાઇડ પધ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે .


 એક એન્ટ્રે ઇનમેંટ રીએક્ટરની અંદર અધિશોષક પદાર્થ તરીકે મેંગેનીઝ ઓક્સાઇડ લેવામાં આવે છે જે વાયુમાં રહેલા

ઓક્સિજન (O2) અને સલ્ફર ડાયોક્સાઇડ (SO2) સાથે પ્રક્રિયા કરીને મેંગેનીઝ સલ્ફેટ (MnSO4) બનાવે છે .

1
Mn O x . y H 2 O+ SO2 + ( 2−x ) O 2 Mn SO 4 + y H 2 O
2 →

 હવે આ મેંગેનીઝ સલ્ફેટને એમોનિયા વાયુ સાથે પ્રક્રિયા કરીને જે મિશ્રણ મળે છે તેમાં એમોનિયમ સલ્ફેટ અને

મેંગેનીઝ ઓક્સાઇડ મળે છે .

 આવા મિશ્રણને ફિલ્ટરમાંથી પસાર કરીને મેંગેનીઝ ઓક્સાઇડને રીકવર કરવામાં આવે છે જ્યારે ફિલ્ટરે ટમાં રહેલા

એમોનિયમ સલ્ફેટનુ ં સ્ફટીકીકરણ (CRYSTALLIZATION) કરવામાં આવે છે જે ખાતર તરીકે ખેતીના ઉપયોગમાં આવે

છે .

1
Mn SO 4 +2 NH 3 +2 H 2 O+( y−1) H 2 O+ ( x−1)O 2 ( NH ¿¿ 4)2 SO 4+ Mn O x . y H 2 O ¿
2 →

2. સક્રિય કાર્બન પર સલ્ફર ડાયોક્સાઇડ (SO2) નું અધિશોષણ:

 ફ્લુ ગેસમાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડના અધિશોષણ માટે સુસગ


ં ત અધિશોષક તરીકે સક્રિય કાર્બનનો ઉપયોગ

કરવામાં આવે છે .

 આ સક્રિય કાર્બનની પ ૃષ્ઠસપાટી વધારે હોય છે તેમજ તેની કિંમત પણ ઓછી હોય છે .

 સક્રિય કાર્બનના સ્ત્રોતો નીચે પ્રમાણે છે .


1. લાકડુ ં

2. નારિયેળ

3. પેટ્રોલિયમ ફિડ સ્ટોક

 સક્રિય કાર્બન પર સલ્ફર ડાયોક્સાઇડના અધિશોષણ માટે વેસ્ટવેકો (WESTVACO)પધ્ધતિ જાણીતી છે .

વેસ્ટવેકો પધ્ધતિ:

 વેસ્ટવેકો પધ્ધતિ એ સામાન્ય પધ્ધતિ છે જેમાં ઊંચી ગુણવત્તા ધરાવતા સક્રિય કાર્બનના થર (સ્તર, બેડ) ને વાયુના

દબાણ હેઠળ તરતો રાખવામાં આવે છે .

 ફ્લુ ગેસમાં રહેલા ઓક્સિજન અને પાણીના ભેજની સલ્ફર ડાયોક્સાઈડ તેમજ સક્રિય કાર્બન સાથે રસાયણિક પ્રક્રિયા

થતાં સલ્ફયુરિક એસિડ ઉત્પન્ન થાય છે .


 આ પધ્ધતિમાં એબ્સોર્બરમાં સક્રિય કાર્બન ઉદ્દીપક તરીકે વર્તે છે જેમાં સલ્ફર ડાયોક્સાઇડનુ ં ઓક્સિડેશન થઇ સલ્ફર

ટ્રાયોક્સાઇડ વાયુ બને છે . આ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયું સક્રિય કાર્બનમાં રહેલા પાણીના ભેજ સાથે પ્રક્રિયા કરીને

સલ્ફ્યુરિક એસિડ બનાવે છે . આ સલ્ફ્યુરિક એસિડ કાર્બનનાં થરમાં જમાં થાય છે .

 જમાં થયેલા એસિડવાળા કાર્બનનાં કણોને સલ્ફર જનરે ટરમાં મોકલવામાં આવે છે . જેનો સંપર્ક હાઇડ્રોજન સલ્ફાઇડ

સાથે થવાથી સલ્ફર ધાત ું ગેસમાંથી છુંટી પડે છે જેને સ્ટ્રીપરનાં ઉપરના ભાગેથી કલેક્ટ કરી દે વામાં આવે છે . જ્યારે

બાકીનાં ભાગને જનરે ટરમાં H2S જનરે ટરમાં જવા દે વામાં આવે છે . જેમાં થોડી માત્રામાં રહી ગયેલા સલ્ફરનુ ં

હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી H2S બને છે . આ H2S ને સલ્ફર જનરે ટરમાં રીસાઇકલ કરવામાં આવે છે

જ્યારે બાકી રહી ગયેલા સક્રિય કાર્બનના કણોને સલ્ફર ડાયોક્સાઇડ અબ્સોર્બરમાં ફરીથી દાખલ કરવામાં આવે છે .

SO 2+O 2 + H 2 O ACTIVATED CARBON H 2 SO 4


H 2 SO4 +3 H 2 S 4 S+ 4 H 2 O

3. વેટ સ્ક્રબીંગ મેથડ:

 ફ્લુ ગેસનુ ં ડીસલ્ફ્યુરાઇઝેશન કરવા માટે ઘણી બધી પધ્ધતિઓ છે . આ પધ્ધતિઓમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ કે પછી

સોડિયમની રબડી (સ્લરી) નો ઉપયોગ કરવામાં આવે છે .

 વેટ સ્ક્રબીંગ મેથડમાં સૌપ્રથમ ગેસમાં રહેલી ફ્લાયએશ (FLY ASH) ને પ્રિસ્ક્રબરમાં સ્ક્રબ કરવામાં આવે છે .

પ્રિસ્ક્રબરમાંથી નિકળતા ગેસને સેકંડરી સ્ક્રબરમાં તળિયેના ભાગ પરથી દાખલ કરવામાં આવે છે . જેમાંથી સલ્ફર

ડાયોક્સાઇડને રબડી દ્વારા સ્ક્રબ કરવામાં આવે છે .

 આ પ્રકિયાનો ગેરલાભ એ છે કે તેમાં ઊંચા તાપમાન ધરાવતા ગેસને સ્ક્રબરમાં દાખલ કરતાં પહેલા ઠંડુ પાડી 30O –

50O C જેટલું કરવામાં આવે છે .

લાઇમ સ્ટોન સ્ક્રબીંગ પધ્ધતિ:

 આ પધ્ધતિમાં લાઇમ (Ca(OH)2) અથવા લાઇમ સ્ટોન (CaCO3) ને પાણીમાં ઓગાળી રબડી બનાવવામાં આવે છે .

 સૌપ્રથમ ફ્લુ ગેસમાંથી એશ કલેક્ટર દ્વારા રાખ દૂ ર કરવામાં આવે છે , ત્યારબાદ આ વાયુને વેટ સ્ક્રબરમાં તળિયેનાં

ભાગથી દાખલ કરવામાં આવે છે .


 વેટ સ્ક્રબરમાં ઉપરનાં ભાગથી દળે લો હાઇડ્રેટેડ લાઇમ અથવા લાઇમસ્ટોનની રબડી સ્પ્રેનાં રૂપમાં દાખલ કરવામાં

આવે છે . વાયુના રૂપમાં રહેલો સલ્ફર ડાયોક્સાઇડ (SO2) લાઇમ અથવા લાઇમ સ્ટોન સાથે તેમજ વાયુમાં રહેલા

ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ સલ્ફાઇટ (CaSO3) અને કેલ્શિયમ સલ્ફેટ (CaSO4) બનાવે છે .

1
2 CaCO3 +2 SO 2 + O 2 CaSO 3+CaSO 4 +2 CO 2
2 →

2 Ca¿

 વિવિધ પ્રકારના સ્ક્રબરો નીચે પ્રમાણે છે .

1. સ્પ્રે ટાવર (SPRAY TOWER )

2. વેંચ્યુરી સ્ક્રબર (VENTURI SCRUBBER)

3. પેક બેડ સ્ક્રબર (PACK BED SCRUBBER)

4. ટરબ્યુલન્ટ કોન્ટે ક્ટ સ્ક્રબર (TURBULENT CONTACT ABSORBER)

 સક્રબીંગ પધ્ધતિથી જરૂરિયાત પ્રમાણેના લેવલે સલ્ફર ડાયોક્સાઇડને દૂ ર કરી શકાય છે .

 પાવર ઉત્પન્ન કરતી ઔદ્યોગિક સંસ્થાઓમાં વપરાતા બોઇલરમાંથી નીકળતા ફ્લુ ગેસમાંથી 80% થી 85% સલ્ફર

ડાયોક્સાઇડ દૂ ર થઇ જાય તેવી પધ્ધતિઓ વિક્સાવવામાં આવેલી છે . જોકે આજના યુગમાં કેટલીક ઔદ્યોગિક

સંસ્થાઓએ 99% સલ્ફર ડાયોક્સાઇડ દૂ ર થઇ જાય તેવી સ્ક્રબીંગ પધ્ધતિ વિક્સાવી છે .

 લાઇમ – લાઇમસ્ટોન સ્ક્રબીંગ પધ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે લાઇમ અને લાઇમસ્ટોનની કિંમત ઘણી ઓછી છે અને

બજારમાં સરળતાથી મળી રહે છે . જોકે પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતા સ્લજ (CaSO3, CaSO4) નુ ં ક્દ વધારે હોય છે .

NOX ને કન્ટ્રોલ કરવાની પધ્ધતિઓ (CONTROL OF NITROGEN OXIDE):

1. પ્રવાહીમાં અભિશોષણ (ABSORPTION BY LIQUID):

 પાવર પ્લાન્ટમાંથી 200 ppm થી 1500 ppm ના પ્રમાણમાં ઉત્પન્ન થતાં NOX ને કન્ટ્રોલ કરવા માટે અપનાવવામાં

આવતી પ્રવાહીમાં અભિશોષણની પ્રક્રિયાઓમાં નીચે પ્રમાણેની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે .


1. NOX ગેસોનુ ં લાઇમની રબડી (સ્લરી) સાથે પ્રક્રિયા કરી નાઇટ્રીક એસિડ અને જીપ્સમ બાયપ્રોડક્ટ મળે છે .

2. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ (Mg(OH)2) લીકર સાથે સ્ક્રબીંગ કરી સાંદ્ર નાઇટ્રીક ઓક્સાઇડ (NO) બાયપ્રોડક્ટ તરીકે

મળે છે .

3. સલ્ફ્યુરિક એસિડમાં અધિશોષણ કરી નાઇટ્રીક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ઉત્પન્ન કરવામાં આવે છે .

 આ પધ્ધતિમાં એક એબ્સોર્પશન ટાવરમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ (Mg(OH)2) લીકર ની મદદથી નાઇટ્રોજનનાં

ઓક્સાઇડનુ ં અભિશોષણ કરવામાં આવે છે આથી આ ટાવરમાં અભિશોષણની સાથે સાથે રાસાયણિક પ્રક્રિયા પણ

થાય છે .

 ઉત્પન્ન થયેલા મેગ્નેશિયમ નાઇટ્રે ટ અથવા મેગ્નેશિયમ નાઇટ્રાઇટનુ ં દ્રાવણ એબ્સોર્પશન ટાવરમાંથી નીકળી પ્રેશર

રીએક્ટરમાં જાય છે જ્યાં નાઇટ્રાઇટને નાઇટ્રે ટમાં રૂપાંતર કરવામાં આવે છે . બાયપ્રોડક્ટ તરીકે ઉત્પન્ન થતાં નાઇટ્રીક

ઓક્સાઇડ (NO) ને ઓક્સિડાઇઝરમાં લઇ જઇ હવા સાથે પ્રક્રિયા કરાવીને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં (NO2) રૂપાંતર

કરવામાં આવે છે . પ્રેશર રીએક્ટરમાં તળિયેથી નીકળતા (Mg(NO3)2 / Mg(OH)2) ને સેટલીંગ ચેમ્બર (સેટલર) માં

દાખલ કરવામાં આવે છે . મિશ્રણનુ ં વિભાગીકરણ થાય છે અને તળિયેથી Mg(NO3)2 કાઢવામાં આવે છે . સેટલીંગ

ચેમ્બર (સેટલર) ના ઉપરનાં ભાગેથી Mg(OH)2 કાઢવામાં આવે છે જેને NOX એબ્સોર્પશન ટાવરમાં રીસાઇકલ કરવામાં

આવે છે .

 ઓક્સિડાઇઝરમાં ઉત્પન્ન થતા NOX નો ઉપયોગ નાઇટ્રીક એસિડના ઉત્પાદનમાં થાય છે .

2. ઘન પદાર્થ પર અધિશોષણ (ADSORPTION BY SOLID):

 કેટલાક અધિશોષક NO ને NO2 માં રૂપાંતર કરવાની વ ૃત્તિ ધરાવતાં હોય છે અને કેટલાક અધિશોષક જેવાકે સક્રિય

ુ ર સીવ , આયર્ન એક્સચેંજ રે ઝીન તે ઉપરાંત કેટલાક મેટલ


કાર્બન (એક્ટિવેટેડ કાર્બન), સિલિકા જેલ , મોલેક્યલ

ઓક્સાઇડ જેવાકે મેંગેનીઝ અને આલ્કલાઇઝડ ફેરિક ઓક્સાઇડ વગેરે નાઇટ્રોજન ડાયોક્સાઈડ (NO2) નુ ં અધિશોષણ

કરતાં હોય છે .

 આથી ઘન પદાર્થ પર અધિશોષણની સાથે સાથે રાસાયણિક પ્રક્રિયાઓ પણ થાય છે .આ ઘન પદાર્થ પર ના

અધિશોષણ માં અધિશોષિત એ અધિશોષક પર વાન્ડરવાલ્સ આકર્ષળ બળ દ્વારા જકડાયેલો હોય છે અને ત્યારબાદ

તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે .


 સક્રિય કાર્બન અધિશોષક તરીકે વાપરવામાં આવેતો સમય જતા તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે . NOX ના

અધિશોષણ માટે સક્રિય કાર્બન સારો અધિશોષક નથી. તે ઉપરાંત બીજા બધા અધિશોષક પણ NO અથવા NOX ના

અધિશોષણ માટે ઓછી કાર્યક્ષમતા ધરાવે છે .

3. કેટાલિટીક રીડક્શન (CATALYTIC REDUCTION):

 ગેસમાં રહેલા NOX ના કન્ટ્રોલ માટે કેટાલિટીક રીડક્શન મેથડ ખ ૂબજ અસરકારક છે . આ પધ્ધતિમાં રીડ્યુશીંગ

એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે . ખાસ કરીને હાઇડ્રોજન વાયુ, કુ દરતી વાયુ (નેચરલ ગેસ), કોક ઓવન ગેસ અને

કાર્બન મોનોક્સાઇડ વાયુ સારા રીડ્યુશીંગ એજન્ટ છે .

રીડ્યુશીંગ એજન્ટ તાપમાન (0 C)


CO , H2 120-450
C2H6 300
H2 375-425
CH4 370-425
C1 TO C8
225-525
HYDROCARBONS

રીડક્શન પધ્ધતિ બે પ્રકારની છે .

1. સીલેક્ટીવ રીડક્શન

2. નોન સીલેક્ટીવ રીડક્શન

1. સીલેક્ટીવ રીડક્શન પધ્ધતિ:

 સીલેક્ટીવ રીડક્શન પધ્ધતિના પ્રારં ભિક તબક્કે રીડ્યુશીંગ એજન્ટની જરૂરિયાત ઓછી રહે છે . વળી રીડ્યુશીંગ એજન્ટ

તરીકે H2, CO અને NH3 તરીકે વાપરવામાં આવે છે . ગેસમાં રહેલા NOX નુ ં સીધું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરવામાં

આવે છે .

2 NO+2 H 2 N 2 +2 H 2 O

2 NO+2 CO N 2 +2 C O 2

6 NO+ 4 NH 3 5 N 2 +6 H 2 O

2. નોન સીલેક્ટીવ રીડક્શન પધ્ધતિ:

 આ પધ્ધતિમાં સૌપ્રથમ ગેસ પ્રવાહમાં રહેલા નાઇટ્રોજન ડાયોક્સાઇડને રીડ્યુશીંગ એજન્ટ (CH4) ની મદદથી નાઇટ્રીક

ઓક્સાઇડ (NO) માં રૂપાંતર કરવામાં આવે છે . ત્યારબાદ આ નાઇટ્રીક ઓક્સાઇડ (NO) નુ ં ફરીથી રીડ્યુશીંગ એજન્ટ

(CH4) સાથે પ્રક્રિયા કરતાં નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય છે .

CH 4 + 4 NO2 CO2 +2 H 2 O+ 4 NO

CH 4 + 4 NO CO 2+2 H 2 O+2 N 2

કાર્બન મોનોક્સાઇડનું કન્ટ્રોલ (CONTROL OF CARBON MONOXIDE):


 અશ્મિગત બળતણ અને ઓક્સિજન વચ્ચેનાં દહનને કારણે ઈન્ટરમિડિયેટ પ્રોડક્ટ તરીકે કાર્બન મોનોક્સાઇડ વાયુ

ઉત્પન્ન થાય છે .

 કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થવાના કારણો નીચે પ્રમાણે છે .

1. કાર્બનનુ ં ઓક્સિજન સાથે અપ ૂર્ણ દહન (બળતણ અને હવાનો ગુણોત્તર)

2. બળતણ અને હવાનુ ં બરાબર મિક્સીંગ ન થવાથી (DEGREE OF TURBULANCE)

3. ઊંચા તાપમાનને કારણે કાર્બન ડાયોક્સાઇડનુ ં કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર (ઊચું તાપમાન)

 કાર્બન મોનોક્સાઇડના કન્ટ્રોલ માટે નીચેની બાબતો પર ધ્યાન આપવામાં આવે છે .

1. સાધનોની યોગ્ય ડિઝાઇન

2. સાધનોનુ ં વ્યવસ્થિત ઇન્સ્ટોલેશન

3. દહન કરતાં સાધનોનુ ં મેઇન્ટે નન્સ

 કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ખાસ કરીને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં મિથેનોલ, એમોનિયા, વિવિધ પ્રકારના કાર્બનીક

એસિડ અને આલ્ડીહાઇડ વગેરેમાં વપરાય છે . આથી જે જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થતો હોયતો તેનો

ઉપયોગ આવા પ્રકારનાં ઉત્પાદનમાં થાય છે .

હાઇડ્ર્રોકાર્બનનું કન્ટ્રોલ (CONTROL OF HYDROCARBON):

 સ્ટે શનરી સોર્સમાંથી ઉત્પન્ન થતા હાઇડ્રોકાર્બનને કન્ટ્રોલ કરવા માટે ચાર પધ્ધતિઓ છે .

1. ભસ્મીકરણ (INCINERATION)

2. અધિશોષણ (ADSORPTION)

3. અભિશોષણ (ABSORPTION)

4. કન્ડેન્શેસન (CONDENSATION)

1. ભસ્મીકરણ (INCINERATION)

ઇન્સીનરે ટર એક ભઠ્ઠી (furnace) છે જેમાં ચીમની, ફીડ ડોર, ગ્રેટીંગ વગેરે આવેલા હોય છે . ફીડ ડોરમાંથી આવતા ગેસોમાં

રહેલા હાઇડ્રોકાર્બનનુ ં ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી રજકણો , SOX, NOX, CO2 વગેરે જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે .

જેનુ ં કન્ટ્રોલીંગ સ્ક્રબર વડે થાય છે . ઉપરાંત ઉત્પન્ન થતા ગેસનુ ં તાપમાન પણ વધારે હોય છે જેમાંથી એનર્જી રીકવર

કરવામાં આવે છે . આ સાધન દ્વારા હાઇડ્રોકાર્બનને દૂ ર કરવાની ક્ષમતા વધારે હોય છે . આ પધ્ધતિનો ગેરફાયદો એ છે કે

ઇન્સીનરે ટરની કિંમત વધારે હોય છે ઉપરાંત એનર્જી રીકવર કરવા માટે ના સાધનો પણ મોંઘા હોય છે .

2. અધિશોષણ (ADSOPTION):

 એક અથવા એકથી વધારે સમાંતરમાં ગોઠવેલા એડ્શોર્પશન કોલમમાંથી પ્રદુ ષિત વાયુના પ્રવાહને પસાર કરવામાં

આવે છે . આ એડ્શોર્બર 30 O થી 60 O C ઓપરે ટ કરવામાં આવે છે .

 દાણાદાર સક્રિય કાર્બન કે જેનો વ્યાસ 2 થી 4 mm જેટલો હોય છે . તે સારો અધિશોષક છે .

 જ્યારે હાઇડ્રોકાર્બનને આ અધિશોષક પરથી પસાર કરવામાં આવે છે ત્યારે તેની વરાળ સક્રિય કાર્બનની સપાટી પર

અધિશોષિત થઇ જાય છે . શોષિત થયેલી હાઇડ્રોકાર્બનની વરાળને પાણીની વરાળ દાખલ કરી દૂ ર કરવામાં આવે છે .

ત્યારબાદ પાણીની વરાળ અને હાઇડ્રોકાર્બનને કન્ડેન્સરમાં લઇ જઇ પ્રવાહી સ્વરૂપમાં લાવવામાં આવે છે અને
વાતાવરણના તાપમાને ઠંડી કરવામાં આવે છે . ત્યારબાદ હાઇડ્રોકાર્બનને પાણીની વરાળથી અલગ કરવામાં આવે છે

આ હાઇડ્રોકાર્બનનો ઉપયોગ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ પ્રકારના રસાયણો બનાવવામાં આવે છે .

 એડ્શોર્પશન કોલમની કિંમત વધારે હોય છે પરં ત ુ તેની જાળવણી સરળતાથી થઇ શકે છે તેમજ મેન પાવર પણ

ઓછો લાગે છે .

3. અભિશોષણ (ABSORPTION):

 પ્રદુ ષિત ગેસમાં રહેલા હાઇડ્રોકાર્બનને દૂ ર કરવા માટેની આ પધ્ધતિ ખ ૂબ અસરકારક છે . આ પધ્ધતિમાં પ્રદુ ષિત

ગેસને એક અથવા એકથી વધારે સમાંતરમાં ગોઠવેલા અભિશોષણ ટાવરમાંથી પસાર કરવામાં આવે છે

 આ અભિશોષણ ટાવરમાં યોગ્ય પ્રવાહી માધ્યમ વડે હાઇડ્રોકાર્બનને શોષવામાં આવે છે . આ પ્રક્રિયા ભૌતિક

અભિશોષણ પણ હોય શકે અથવા કે મિકલ અભિશોષણ પણ હોય શકે.

 જો હાઇડ્રોકાર્બનની પાણીમાં દ્રાવ્યતા વધારે હોયતો પાણી એ સતોષકારક પ્રવાહી કહેવાય.

 હાઇડ્રોકાર્બનનુ ં અભિશોષક સાથે તાપીય સંત ુલન હોયતો અબ્સોર્પશન એફિસીયન્સી સારી મળે .

4. કન્ડેન્શેસન (CONDENSATION):

 આ પધ્ધતિમાં હાઇડ્રોકાર્બનને તેના ઉત્કલન બિંદુથી ઓછું તાપમાન રાખી પ્રવાહીમય બનાવવામાં આવે છે .

 મલિન વાયુને ઓછા તાપમાન વાળી સપાટી પરથી પસાર કરવામાં આવે છે આથી હાઇડ્રોકાર્બન પ્રવાહી સ્વરૂપમાં

ફેરવાઇ છે .

 કન્ડેન્શેસન પ્રક્રિયા માટે હોરીઝોંટલ કન્ડેન્શર અથવા વર્ટીકલ કન્ડેન્શરનો ઉપયોગ થાય છે .

 પ્રવાહી હાઇડ્રોકાર્બનનો ઉપયોગ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પદાર્થો બનાવવા માટે થાય છે .

આક્રુતી

ફ્લોટેશન (FLOTATION) :
 અવસાદન પધ્ધતિની જગ્યાએ અથવા તો અવસાદન પધ્ધતિ પહેલા ફ્લોટેશન પધ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે .

 આ પધ્ધતિનો ઉપયોગ ખાસ કરીને તરતા ઘન પદાર્થો અને તૈલી પદાર્થોને દૂ ર કરવા માટે અપનાવવામાં આવે છે .

 ફ્લોટેશન પધ્ધતિ પેપર ઇન્ડસ્ટ્રીઝમાં સ્ક્રીનીંગ થઇ ગયેલા એફ્લુએન્ટમાંથી નાની સાઇઝનાં ફાઇબરને દૂ ર કરવા તેમજ તેલ

ઇન્ડસ્ટ્રીઝમાં તેલ ધરાવતા વેસ્ટમાંથી તેલને દૂ ર કરવા માટે થાય છે .

 આ પધ્ધતિ ટેનરી, મેટલ ફીનીશીંગ, કોલ્ડ રોલીંગ અને ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા વેસ્ટ વોટર માટે કરવામાં આવે છે .

 એવા પદાર્થો કે જેની ઘનતા પાણીની ઘનતાની નજીકમાં હોયતો તેવા પદાર્થો સાદી અવસાદન પધ્ધતિ દ્વારા તળિયે સેટલ થતા

નથી અથવા તો સેટલ થવા માટે લાંબો સમય લગાવતા હોય છે . આવા વેસ્ટ વોટરને એક ટાંકીમાં બ્લોઅર દ્વારા હવા દાખલ

કરવામાં આવે છે . આથી હવાનાં પરપોટા દ્વારા તરતી અશુધ્ધિઓ ઉત્પ્લાવક બળ દ્વારા ટાંકીમાં ઉપરની સપાટી પર આવી જાય છે

જ્યાંથી પરપોટા સાથે આવા પદાર્થોને સરળતાથી દૂ ર કરી શકાય છે .

 આ પધ્ધતિમાં અલગીકરણનો દર વધારવા માટે ટાંકીમાં યોગ્ય સ્કંદક જેવાકે એલ્યુમિનિયમ અને ફેરિકનાં ક્ષારો વગેરે ઉપયોગમાં

લેવામાં આવે છે . આવા રસાયણો પાણીમાં તરતા પદાર્થોના ફ્લોક પેદા કરે છે જે હવાનાં પરપોટા સાથે સરળતાથી ઉચકાઇ આવે

છે .
પાણીનાં નમ ૂના લેવાની પધ્ધતિઓ (METHOD FOR COLLECTION OF WATER SAMPLE):

ગ્રેબ સેમ્પલીંગ (GRAB SAMPLING):

આ પધ્ધતિમાં નમ ૂના તરત લેવામાં આવે છે અને તેની ગુણવત્તા ચકાસવા માટે અલગ અલગ પ્ર ૃથ્થકરણ કરવામાં આવે છે . આ નમ ૂના ચોક્કસ

સમયનાં અંતરે એકજ સ્થળે થી લેવામાં આવે છે . ગ્રેબ સેમ્પલ મેળવવા માટે જે સ્થળે વમળો (TURBULANCE) ને કારણે ગંદુ પાણી (EFFLUENT)

વલોવાત ું હોય અને તેના દરે ક ક્ણો સરખી રીતે ભળી જતા હોય ત્યાંના પ્રવાહની સપાટીના નીચેના ભાગેથી નમ ૂનો એકત્રિત કરવામાં આવે છે .

આ પ્રકારનો નમ ૂનો જે જગ્યાએથી લેવામાં આવે ત્યાંના નિકાલ કરવામાં આવતી પાણીની ગુણવત્તા ટૂંક સમય (SHORT TIME) માં બદલાતી

ન હોય અને તેનો પ્રવાહ નિયમિત હોય તો જ તે નમ ૂનાને પરીક્ષણ માટે માન્ય ગણવામાં આવે છે . ગંદા પાણીનાં , રે સીડ્યુઅલ ક્લોરિન અને

ડિઝોલ્વ્ડ ઓક્સિજનનાં પરીક્ષણ માટે ગ્રેબ સેમ્પલ ખ ૂબ જ યોગ્ય ગણવામાં આવે છે .

ગ્રેબ સેમ્પલીંગની જરૂરિયાત નીચેના કિસ્સાઓ માટે છે .

1. વેસ્ટ વોટરની ગુણવત્તામાં અચાનક બદલાવ આવે ત્યારે ગ્રેબ સેમ્પ્લીંગની જરૂરિયાત હોય છે . ખાસ કરીને ગ્રેબ સેમ્પલનુ ં pH અને

ક્લોરિન ડિમાન્ડનુ ં પ્ર ૃથ્થકરણ કરવામાં આવે છે .

2. અચાનક અશુધ્ધિઓમાં બદલાવ થતો જોવા મળતો હોય ત્યારે

3. એક દિવસથી વધારે દિવસ દરમ્યાન પાણીની ગુણવત્તામાં વધારો કે ઘટાડો થતો જોવા મળતો હોય ત્યારે

4. નમ ૂનાને કલેક્ટ કર્યા પછી તાત્કાલીક પ્ર ૃથ્થકરણ કરવાનુ ં હોય ત્યારે ગ્રેબ સેમ્પ્લીંગની જરૂરિયાત પડે છે દા.ત. D.O., કાર્બન

ડાયોક્સાઇડ, રે સીડ્યુઅલ ક્લોરિન, તાપમાન, pH, સલ્ફાઇડ વગેરેન ુ ં પ્ર ૃથ્થકરણ કરવામાં આવે છે

તફાવટ આપો:

સક્રિય અવમલ પધ્ધતિ ટ્રીક્લીંગ ફિલ્ટર પધ્ધતિ

આ પધ્ધતિમાં વેસ્ટ વોટરમાં ઠરે લા અવમલનાં સ ૂક્ષ્મ કણો આ પધ્ધતિમાં ફિલ્ટર માધ્યમપર રહેલા બેક્ટેરિયા
૧ પર બેક્ટેરિયાની ફિલ્મ આવેલી હોય છે જેને સતત ૧ સ્ટેશનરી હોય છે તેમજ અમુક પછી ફિલ્ટર માધ્યમ
હલાવવામાં આવતી હોય છે ચોક-અપ થઇ જાય છે .

૨ વધુ કાર્યક્ષમ છે . ૨ ઓછુ કાર્યક્ષમ છે .

૩ એફ્લુએન્ટની ગુણવત્તા ઘણી સારી હોય છે . ૩ એફ્લુએન્ટની ગુણવત્તા ઘણી સારી હોતી નથી.

૪ ઇન્સટોલ કરવા માટે ઓછી જગ્યાની જરૂર પડે છે ૪ ઇન્સટોલ કરવા માટે ઓછી જગ્યાની જરૂર પડે છે

૫ હેડ લોસ ઓછો હોય છે . ૫ હેડ લોસ વધારે હોય છે .

PSYCHODA મચ્છરોનો ઉપદ્રવ થાય છે તેમજ ગંધ


૬ મચ્છરોનો ઉપદ્રવ થતો નથી તેમજ ગંધ પણ આવતી નથી ૬
પણ આવે છે .

૭ કેપીટલ કિંમત ઓછી હોય છે ૭ કેપીટલ કિંમત વધારે હોય છે .

૮ વધારે વિદ્યુત વપરાશને કારણે ઓપરે ટિંગ ખર્ચો વધારે આવે ૮ ઓછી વિદ્યુત વપરાશને કારણે ઓપરે ટિંગ ખર્ચો
છે . ઓછો આવે છે .

એરોબિક પધ્ધતિ એનેરોબિક પધ્ધતિ

આ પધ્ધતિ માટે ઓક્સિજનની જરૂરિયાત હોતી


૧ આ પધ્ધતિ માટે ઓક્સિજનનો પ ૂરવઠો આપવો પડે છે . ૧
નથી.

કાર્બનીક પદાર્થોનાં વિઘટન માટે લગભગ ૬૦


કાર્બનીક પદાર્થોના વિઘટન કરવા માટે ૪ થી ૬ કલાક્ની જ
૨ ૨ દિવસની જરૂર પડે છે . એટ્લેકે ડીટેંશન પીરીયડ
જરૂરિયાત હોય છે . એટ્લેકે ડીટેંશન પીરીયડ ઓછો હોય છે
ઓછો હોય છે

૩ ઉત્પન્ન થતા અવમલનુ ં કદ વધારે હોય છે . ૩ ઉત્પન્ન થતા અવમલનુ ં કદ ઓછું હોય છે .

મુખ્ય નીપજ તરીકે મિથેન (CH4), હાઇડ્રોજન


મુખ્ય નીપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયું અને પાણી હોય
૪ ૪ સલ્ફાઇડ(H2S), એમોનિયા(NH3) અને કાર્બન
છે .
ડાયોક્સાઇડ(CO2) હોય છે

૫ ખરાબ ગંધ આવતી નથી. ૫ ખરાબ ગંધ આવે છે .

૬ લાંબા સમયગાળા માટે પરવડે એવી છે . ૬ ટૂંકા સમયગાળા માટે પરવડે એવી છે .

એરોબિક પધ્ધતિઓ જેવીકે


કોન્ટેક બેડ
એનેરોબિક પધ્ધતિઓ જેવીકે
સેન્ડ ફિલ્ટર
સેપ્ટીક ટેન્ક
૭ ટ્રીક્લીંગ ફિલ્ટર ૭
ડાઇજેશન ટેન્ક (પાચન ટાંકી)
સક્રિય અવમલ પધ્ધતિ
એનેરોબિક લગ ૂન
એરોબિક (હવામય) લગ ૂન
ઓક્સિડેશન ડિચ

ફેબ્રિક ફિલ્ટર:

વણાટ કરે લા કાપડમાં રહેલા ખુલ્લા છિદ્રોની સાઇઝ રજકણો કરતા ખ ૂબ જ વધુ હોય છે . તેથી ઓપરે શનની શરૂઆતમાં સંગ્રહ્શક્તિ ઓછી

હોય છે .

પરં ત ુ થોડા સમય પછી કાપડ પર રજકણોની સપાટી વધુ બનતા કલેક્શન કાર્યક્ષમતા વધે છે .

ફેબ્રિક ફિલ્ટરની કાર્યક્ષમતા ૯૯% અથવા તેનાથી વધુ હોય છે .

જ્યારે પાર્ટીકલ્સ ફિલ્ટર ઉપર જમા થઇ જાય છે ત્યારે તેને દુર કરવા પડે છે . નહિતર ફિલ્ટરની કાર્યક્ષમતા ઘટે છે .

તેના લીધે અમુક સમયાંતરે મિકેનીકલ ક્લિનિંગ અને મેઇનટેન્સ કરવું જરૂરી છે .

ફિલ્ટર ફેબ્રીકના બે પ્રકારો છે .

વણાટ કરે લ ં ુ ફેબ્રિક અને ફેબ્રિક

વણાટ કરે લા કાપડમાં લાંબી રે ન્જમાં સુવ્યવસ્થિત ઓપનીંગ હોય છે અને ગે સ પ્રવાહની દિશામાં ઉચીત છિદ્રતા ધરાવે છે .

વણાટવાળા કાપડને કોમ્પ્રેસ કરીને બનાવવામાં આવે છે .

વણાટ કરે લા કાપડ કરતા આ પ્રકારના ફિલ્ટરમા ઓછી જગ્યાની જરૂર પડે છે .
પરં ત ુ આ ફિલ્ટર વણાટ ફિલ્ટર કરતા વધુ ખર્ચાળ છે .

ELECTROSTATIC PRECIPITATOR:

ઇલેક્ટ્રોસ્ટેટીક પ્રેસીપીટેશનના સિધ્ધંત પર ત્રણ સેમ્પલીંગ થઇ શકે છે .

જુદી-જુદી જાતના પ્રેસીપીટેટરી માર્કેટમાં ઉપલબ્ધ છે .

તેમાં ઓપરે શન દરમ્યાન એક સિલિન્ડરમાં ધરીની ઉપર એક નેગેટીવ ચાર્જ કરે લો વાયર મુકવામાં આવે છે . તથા સિલિન્ડરને પોઝીટીવ

ચાર્જ આપવામાં આવે છે .

જ્યારે હવાને સિલિન્ડર માંથી પસાર કરવામાં આવે છે , ત્યારે પાર્ટીકલો નેગેટીવ ચાર્જના બની જાય છે . તેના લીધે આ કણો સિલિન્ડરની

અંદરની સપાટી પર ચોટી જાય છે .

ત્યારબાદ તેમને રસાયણો વડે દુર કરવામાં આવે છે અને ત્યારબાદ માઇક્રોસ્કોપની મદદથી પરીક્ષણ કરવામાં આવે છે .

નાના સેમ્પલરો ૦.૦૧ – ૨૦ માઇક્રોનની રે ન્જ ધરાવતા પાર્ટીકલોના સેપરે શન માટે સારી કાર્યક્ષમતા ધરાવે છે પરં ત ુ તેઓ હવાના

સેમ્પલિંગ માટે ભાગ્યે જ વપરાય છે .

પરં ત ુ જ્યા પાર્ટીકલનું લોંન્ચિગ વધારે હોય તેવા સોર્સના સેમ્પલીંગ માટે આવા સેમ્પલરો વપરાય છે .

INCINERATION :

આ પ્રક્રિયા વેસ્ટનો નિકાલ કરવાની પધ્ધતિ છે . જેમાં દહનશીલ વેસ્ટ મટીરીયલ દહન વડે બિન હાનીકારક મટીરીયલમાં ફેરવાઇ

વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે .

આ પ્રક્રિયા દરમ્યાન ખ ૂબ જ ઊંચા પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે . જેનો ઉપયોગ ઔદ્યોગિક બોઇલર અને થર્મલ પાવર પ્લાન્ટમાં કરી

શકાય છે .

આ પ્રક્રિયામાં જમીનમાં કોઇ ભાગમાં ખાડો ખોદી સોલિડ વેસ્ટ મટીરીયલમાં દાટી દે વામાં આવે છે .

ફાયદો:

આ પ્રક્રિયાની મદદથી ૮૦ થી ૯૦ % જેટલી કાર્યક્ષમતાથી સોલિડ વેસ્ટ મટીરીયલ દુર કરી શકાય છે .

આ પ્રક્રિયાનો ગે રફાયદો એ છે કે આ પ્રક્રિયા માટે ખ ૂબ જ ખર્ચો કરવો પડે છે .

Incineration ની design વેસ્ટ મટીરીયલની લાક્ષણિકતા, સંયોજન અને તેના જથ્થા ઉપર આધાર રાખે છે .

CONTROL OF GASEOUS POLLUTANT

CONTROL OF SO2 EMISSION :

પાવર પ્લાન્ટમાંથી બળતણોનું દહન થતા SO2 ગે સ ઉત્પન્ન થાય છે . આ SO2 દુર કરવા માટે સ્ક્રબર નો ઉપયોગ સારામાં સારો ગણાય છે .

પણ SO2 ગે સ વધારે પડતો વાતાવરણમાં ઓગળતા પ્રદુષણ ઉત્પન્ન થાય છે .

SO2 ને દુર કરવાની પધ્ધતિઓ :

બળતળમાંથી સલ્ફરનું નિષ્કર્ષણ :


આ પ્રક્રિયા દરમ્યાન ઇંધણમાંથી સલ્ફરને હાઇડ્રો ડી સલ્ફરાઇઝેશન અથવા ગેસીફિકેશનની મદદ વડે S ને દુ ર કરી શકાય છે .

દહન દરમ્યાન સલ્ફર ગે સનું રિડક્શન:

આ પ્રક્રિયામાં CaCO3 દહન ચેમ્બરની અંદર ઉમેરવામાં આવે છે . જેના કારણે સલ્ફર CaO સાથે CaCO3 સંયોજાઇ બનાવે છે .

નિષ્કાસ ગે સનું ડિસલ્ફરાઇઝેશન :

આ પ્રક્રિયા દરમ્યાન બહાર નીકળતી નિષ્કાસ ગેસ ડ્રાય મેથડ અથવા ભીની મેથડ વડે એબ્સોર્બશન પ્રક્રિયાની મદદ વડે સલ્ફરને દુ ર

કરવામાં આવે છે .

મેટલ ઓક્સાઇડ વડે દુર કરવાની પધ્ધતિ :

આ પ્રક્રિયામાં એબ્સોર્બીંગ એજન્ટ અથવા ઉદ્દીપકોની મદદથી નિષ્કાસિત ગેસો માંથી સલ્ફરને દુ ર કરવામાં આવે છે . આવા ઉદ્દીપકો તરીકે

મેંગેનીઝ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે .

એક્ટિવેટેડ કાર્બનની મદદથી નિષ્કાસિત વાયુઓમાંથી SO2 ને દુ ર કરી શકાય છે . આ પ્રક્રિયા સૌથી સારામાં સારી અને તેની કિંમત પણ

ઓછી હોય છે .

ગે સ સ્ક્રબીંગ મેથડ : આ પ્રક્રિયામાં નિષ્કાસીત વાયુઓને ગેસ સ્ક્રબર (ગેસ એબ્સોર્પશન કોલમ) માં તળિયેથી દાખલ કરવામાં આવે છે અને

ઉપરથી શોષી શકાય એવું પ્રવાહી પદાર્થ દાખલ કરવામાં આવે છે .

CONTROL OF NITROGEN OXIDES:

વાતાવરણમાં રહેલા N2 અને ઈધંણમાં રહેલા બંધાયેલા N2 ના કારણે NO2 દહન દરમ્યાન ઉત્પન્ન થાય છે . નાઇટ્રોજનનાં ઓક્સાઇડ તરીકે

NO અને NO2 રહેલા છે . આ દુર કરવાની પધ્ધતિઓ નીચે મુજબ છે .

પ્રક્રિયા અવસ્થામાં ફેરફાર કરીને: આ પ્રક્રિયા દરમ્યાન વધારાની હવાને ઓછામાં ઓછી કરીને નાઇટ્રોજન ઓક્સાઇડનું દહન ઉત્પાદન

ઘટાડી શકાય છે .

ઘન પદાર્થ પર અધિશોષણ:

 કેટલાક અધિશોષક ને માં રૂપાંતર કરવાની વ ૃત્તિ ધરાવતાં હોય છે અને કેટલાક અધિશોષક જેવાકે સક્રિય કાર્બન (એક્ટિવેટેડ

ુ ર સીવ , આયર્ન એક્સચેંજ રે ઝીન તે ઉપરાંત કેટલાક મેટલ ઓક્સાઇડ જેવાકે મેંગેનીઝ અને
કાર્બન), સિલિકા જેલ , મોલેક્યલ

આલ્કલાઇઝડ ફેરિક ઓક્સાઇડ વગેરે નાઇટ્રોજન ડાયોક્સાઈડ અધિશોષણ કરતાં હોય છે .

 આથી ઘન પદાર્થ પર અધિશોષણની સાથે સાથે રાસાયણિક પ્રક્રિયાઓ પણ થાય છે .આ ઘન પદાર્થ પર ના અધિશોષણ માં

અધિશોષિત એ અધિશોષક પર વાન્ડરવાલ્સ આકર્ષળ બળ દ્વારા જકડાયેલો હોય છે અને ત્યારબાદ તેમની વચ્ચે રાસાયણિક

પ્રક્રિયા થાય છે . સક્રિય કાર્બન

You might also like