You are on page 1of 4

ગ્લોબલ વોર્મિંગ

આ મુદ્દાના જવાબમાં વ્યાખ્યા અથવા પરિભાષા:ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા સૂર્યના કિરણોના ગ્રહણ/ અવશોષણથી પૃથ્વીના
સરેરાશ તાપમાનમાં થતી વૃદ્ધિને ‘ગ્લોબલ વોર્મિંગ’ કહે છે.

ગ્રીનહાઉસ અસર એટલે વાતાવરણમાં ઉપસ્થિત એવા વાયુઓ અને તેની અસર કે જેની હાજરીથી સૂર્યમાંથી પૃથ્વી પર આવતા
નાની તરંગલંબાઇવાળા વિકિરણોને પરાવર્તિત થવા દે છે પરંતુ એમાંના લાંબી તરંગલંબાઇવાળા વિકિરણોને ગ્રહણ/ અવશોષણ
(Absorbtion) કહે છે, જેથી પૃથ્વીનું તાપમાન યથાવત્ સ્થિતિમાં ન આવતા ઉષ્ણ બને છે.

ઉદાહરણ તરીકે તમે કોઇ બારી બારણા બંધ કરેલી મોટરકારને તડકામાં રાખી હોય પછી તેની અંદરનું તાપમાન અંદર
પ્રવેશેલી ઉષ્મા બહાર ન જવાથી સવિશેષ વધી જાય છે તે પ્રમાણે ગ્રીનહાઉસ ગેસીઝને કારણે પૃથ્વીની હાલત આવી (કાર
જેવી) થાય છે. ગ્રીનહાઉસ વાયુઓ નીચે મુજબ
હોય છે.

‘CO2 ‘CH4 - મિથેન ‘N2O - નાઇટ્રોજન ઓકસાઇડ‘CFC - કલોરોફ્લોરો કાર્બન


‘SF6 - સલ્ફર હેકઝાફ્લોરાઇડ ‘PFC

આ તમામમાં CO2 ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી અધિક જવાબદાર છે. ઔદ્યોગિક ક્રાંતિ પછીનાં વિશ્વમાં એની સતત વૃદ્ધિ થઇ
રહી છે. ખાસ કરીને ૧૯૯૦ પછી તેમાં તીવ્ર ગતિથી વૃદ્ધિ થઇ છે.

SF6CF3:: ટ્રાઇફ્લોરોમિથાઇલ સલ્ફર પેન્ટાફ્લોરાઇડ અમેરિકા તથા યુરોપના વૈજ્ઞાનિકોએ આ નવા વાયુની શોધ કરેલી છે. આ
વાયુ અન્ય ગ્રીનહાઉસ વાયુઓની તુલનામાં વિશેષ ખતરનાક છે કારણ કે CO2 ની સરખામણીમાં આ વાયુ ૧૮૦૦૦ ગણી વધુ
ઉષ્માનું અવશોષણ કરે છે. આની ઉત્પત્તિ સંરક્ષણ ઉદ્યોગથી થઇ છે.

અસરો: ગ્રીનહાઉસ વાયુઓની મુખ્ય અસરો:

‘ એવું માનવામાં આવે છે કે વિશ્વનું સરેરાશ તાપમાન ૨૧મી સદીના અંત સુધીમાં ૧.૫૦ સે.થી ૫.૮૦ સે. સુધી વૃદ્ધિ પામશે.
‘ તાપમાનના દ્વારાથી ગ્લેશિયરોનો બરફ પીગળવાનો દર વધવાથી સમુદ્રની જળસપાટીમાં વૃદ્ધિ થવાથી સ્થળ ત્યાં જળ
(પ્રલય)ની શક્યતા વધશે.
‘ વૈશ્વિક તાપમાનના વધારાથી ‘રેઇન-મિકેનિઝમ’ વર્ષા-પ્રણાલી Rain-System ને વિપરીત અસર થશે. અનાવૃષ્ટિ/અતિવૃષ્ટિની
સંભાવનાઓ વધશે.
‘ જૈવ-વૈવિધ્ય (Bio-Diversity) પર ખતરો ઉત્પન્ન થશે. જેમ કે મત્સ્ય સૃષ્ટિમાં વિપરિત અસર અને તેની સમગ્ર વિશ્વમાં
આનુષંગિક આર્થિક અસરો.
‘ નવાં સંક્રમિત રોગોનું આક્રમણ વધશે.

ગ્લોબલ વોર્મિંગની અસરો નિયંત્રિત કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો:

‘ સ્ટોકહોમ સંમેલન: ૧૯૭૨ સ્વીડન.

પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્યથી ગ્લોબલ વોર્મિંગ વિષય પર ચર્ચા કરવા પ્રથમ વિશ્વ શિખર પરિષદ સ્ટોકહોમ સ્વીડનમાં

1
આયોજિત થઇ અને ત્યારે જ પાંચ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર કરાયો.

‘ પ્રથમ પૃથ્વી શિખર પરિષદ - ૧૯૯૨ રિયો ડી જાનેરો- બ્રાઝિલ. આ સંમેલનમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે વર્ષ ૨૦૦૦
સુધીમાં ઔદ્યોગિક વિકાસ પામેલા દેશો ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનની માત્રાને ૧૯૯૦ના વર્ષના સ્તર સુધી ઘટાડશે, પરંતુ આ
શિખર પરિષદના ઠરાવો સભ્ય દેશોને માટે બંધનકારી ન હોવાથી અપેક્ષિત પરિણામ મળી શકેલું નહીં.

‘ કયોટો પ્રોટોકોલ: ૧૯૯૭ જાપાન

UNO દ્વારા સંસ્થાપિત UNFCCC- (UNITED Nations Framework Convention on Climate Change)ના નેતૃત્વમાં વિશ્વના મહત્વપૂર્ણ
દેશોનું સંમેલન જાપાનના કયોટો શહેરમાં યોજાયું. વિશ્વવ્યાપી ગ્લોબલ વોર્મિંગની અસરો ઓછી કરવાનું આ સૌપ્રથમ આયોજિત
પગલું હતું. આ પ્રોટોકોલ અનુસાર ઔદ્યોગિક રીતે વિકસિત દેશો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનની માત્રા ઓછી કરવા સહમત
થયા.

સુનામી
સમુદ્રની અંદર ભૂકંપ આવવાથી ઉઠે છે સુનામીની લહેરો
આ સિદ્ધાંતને પહેલીવાર ગ્રીક ઈતિહાસકાર થુસીડાઈડસે ઈ.પૂર્વે 426 માં શોધ્યો હતો

કુદરતી આફતોમાં સુનામી હવે મોટા પાયા પર જાન-માલની તબાહીનો સમાનાર્થી બનવા લાગ્યું છે. આ નાના એવા શબ્દ પાછળ
મોટા તેમજ ઉંડા તથ્યો છુપાયેલા છે. એવા તથ્યો જે રોજબરોજના જીવનમાં શામેલ ન થતા આમઆદમીને પ્રભાવિત કરી શકે છે.

જાપાનમાં આવેલા ભૂકંપને કારણે આવેલા સુનામીએ એકવાર ફરી બતાવી દીધું છે કે પ્રકૃત્તિનું રૌદ્રરૂપ સામે માણસ સાવ લાચાર
છે. આ પ્રાકૃતિક આપદા પછી ફરીવાર સુનામી જ્યારે ચર્ચામાં છે તો ચાલો જાણીએ સુનામી સાથે જોડાયેલા કેટલાક તથ્યો.

2
શું છે સુનામી?
સુનામી એક જાપાની શબ્દ છે જેનો અર્થ થાય છે હાર્બર વેવ. સામાન્ય રીતે સુનામીને ભરતીની લહેરો તરકે પણ ઓળખવામાં
આવ છે પરંતુ ભરતીને તેની સાથે કોઈ સંબંધ ન હોવાથી વૈજ્ઞાનિકોએ તેને તે નામથી ઓળખવાનું બંધ કરી દીધું છે. સુનામી
ખરેખર તો શ્રૃંખલાબંધ લહેરો હોય છે. સુનામી ક્યારેય માત્ર એક જ લહેરોના સ્વરૂપે નથી ત્રાટકતું માટે જ સુનામીને વેવ ટ્રેનના
નામે પણ ઓળખવામાં આવે છે. સુનામીના મોટા સ્વરૂપમાં કેટલાક કલાકોનું અંતર પણ હોય છે. એવું જરાય જરૂરી નથી કે
સુનામીની પહેલી લહેર જ સૌથી મોટી હોય.

ઉત્પત્તિ
મોટાભાગે સુનામી સમુદ્રની નીચે આવતા ભૂકંપને કારણે ઉત્પન્ન થાય છે. જાપાનમાં તબાહી ફેલાવનારૂં સુનામી ઉઠવા પાછળનું
કારણ પણ ત્યાં આવેલો 8.9 ની તીવ્રતાનો ભૂકંપ જ હતો. જો શક્તિશાળી ભૂકંપ સમુદ્રના ઠીક-ઠીક ઉંડાણમાં આવે તો સુનામીની
આશંકા વધી જાય છે.

સમુદ્રની અંદર ભૂકંપ આવવાથી ઉઠે છે સુનામીની લહેરો


આ સિદ્ધાંતને પહેલીવાર ગ્રીક ઈતિહાસકાર થુસીડાઈડસે ઈ.પૂર્વે 426 માં શોધ્યો હતો. તેમણે આ તથ્યને પોતાના પુસ્તક હિસ્ટ્રી
ઓફ ધ પેલપોનેશિયન વોરમાં દર્શાવ્યો હતો. જ્વાળામુખીમાં વિસ્ફોટ, મોટા સ્તર પર થતું ભૂસ્ખલનને કારણે પણ સુનામી ત્રાટકે
છે. આ રીતે કેટલાક કિસ્સાઓમાં ચક્રવાત અથવા મેટિયોસુનામી તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે જ ત્રાટકેલા સુનામીએ
2008 માં ઈન્ડોનેશિયા, ભારત, શ્રીલંકામાં તબાહી ફેલાવી હતી.

કાંઠા વિસ્તારોમાં જબરજસ્ત તબાહી મચાવનારા મહાકાય સુનામીની રાક્ષસી લહેરો ખુલલા સમુદ્રમાં માત્ર 3 ફૂટની ઉંચાઈ પર
હોય છે એટલુ જ નહીં સુનામીની લહેરો વચ્ચે 120 માઈલ સુધીનું અંતર પણ હોઈ શકે છે. એ વાત અલગ છે કે આમછતા
સુનામીની લહેરોની ગતિ 500 માઈલ પ્રતિ કલાક એટલે કે એક એરોપ્લેનની ગતિથી પણ વધુ હોય છે. આ લહેરો જ્યારે તટ સુધી
પહોંચે છે ત્યારે તેમની વચ્ચેનું અંતર ઘટી જાય છે અને તેની ઉંચાઈ વધી જાય છે.

 કયોટો પ્રોટોકોલ: ૧૯૯૭ જાપાન :

UNO દ્વારા સંસ્થાપિત UNFCCC- (UNITED Nations Framework Convention on Climate Change)ના નેતૃત્વમાં વિશ્વના મહત્વપૂર્ણ દેશોનું
સંમેલન જાપાનના કયોટો શહેરમાં યોજાયું. વિશ્વવ્યાપી ગ્લોબલ વોર્મિંગની અસરો ઓછી કરવાનું આ સૌપ્રથમ આયોજિત પગલું હતું. આ
પ્રોટોકોલ અનુસાર ઔદ્યોગિક રીતે વિકસિત દેશો ગ્રીનહાઉસ ગેસોનાં ઉત્સર્જનની માત્રા ઓછી કરવા સહમત થયા.
મુખ્ય બાબતો આ પ્રમાણે હતી:
- ગ્લોબલ વોર્મિંગની અસરોને ઓછી કરવા વિકસિત દેશ ૨૦૦૮થી ૨૦૧૨ સુધીમાં ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનની માત્રામાં (મુખ્યત:
CO2) ૧૯૯૦ના સ્તરથી ૫.૨૦% સુધીનો ઘટાડો થશે.
- વિકાસશીલ (Developing) દેશો દ્વારા ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનની માત્રાને ઓછી કરવાનું બંધનકર્તા નથી. પણ તેમની પાસે એવી
અપેક્ષા રાખવામાં આવી કે તેઓ વિકસિત દેશો (Developed Countries) દ્વારા બનાવવામાં આવી રહેલા CDM (Clean Development
Mechanism) ને તૈયાર કરવામાં મદદ કરશે.

રશિયા: ઓક્ટોબર, ૨૦૦૪માં રશિયાએ જાપાનમાં થયેલા કયોટો પ્રોટોકોલને સંમતિ આપી. આ એક ઐતિહાસિક દિવસ હતો. જ્યારે કયોટો

3
પ્રોટોકોલ અમલમાં આવ્યો તેમજ તેના પર વિશ્વના કુલ ૧૪૪ દેશોએ હસ્તાક્ષર કર્યા. ઓસ્ટ્રેલિયાની કેવિન રુડ સરકારે પણ કયોટો
પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા. આ જ ક્રમમાં નૂસા દુ આ (બાલી) શિખર પરિષદમાં ગ્લોબલ વોર્મિંગ સંબંધમાં કયોટો પ્રોટોકોલને વાસ્તવિક
રૂપમાં લાગુ કરવા ઉપરાંત ૨૦૧૨ બાદ કયોટો પ્રોટોકોલના વિકલ્પે નવી સમજુતી માટે સંમતિ સધાઇ. હવે માત્ર અમેરિકા જ એકમાત્ર
એવો વિકસિત ઔદ્યોગિક દેશ રહેશે કે જેણે આ પ્રોટોકોલ પર હસ્તાક્ષર નથી કર્યા.

CDM: સ્વચ્છ વિકાસ તંત્ર (Clean Development Mechanism)


- કયોટો પ્રોટોકોલના અંતર્ગત વિકસિત દેશો વિકાસશીલ દેશોમાં આ પ્રકારની વિભિન્ન યોજનાઓ - પ્રોજેક્ટ્સને સંચાલન પૂરું પાડશે જે
કાર્બન ઉત્સર્જન મુક્ત હોય કે નિયંત્રિત હોય જેમાં ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડો તથા પર્યાવરણને અનુકૂળ હોય અને તેને જ
સ્વચ્છ વિકાસતંત્ર CDM તરીકે ઓળખાવાયું.

કાર્બન ટ્રેડિંગ/ કાર્બન ક્રેડિટ: કાર્બન ટ્રેડિંગ કયોટો પ્રોટોકોલની એક મહત્વની સંકલ્પના છે. એવા વિકસિત દેશો જે નિધૉરિત કાર્બન
ઉત્સર્જનથી ઓછા ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે તેવા દેશો તેમના આ ‘સરપ્લસ’ (Surpuls) ગ્રીનહાઉસ ગેસ (Carbon Credit)ને
અથવા CDM ના માધ્યમથી પ્રાપ્ત લાભોને એવા દેશોને આપી શકે- વેચી શકે જે દેશો પૂર્વનિધારિત કાર્બન ઉત્સર્જનના ઘટાડાના લક્ષ્યને
પૂરો કરવામાં અસમર્થ હોય. જેને કાર્બન ક્રેડીટ વેચવી તેમ પણ કહે છે. આનો મુખ્ય ઉદ્દેશ કાર્બન ઉત્સર્જનના ઘટાડાનું લક્ષ્ય પ્રાપ્ત કરી
ચૂકેલા દેશોને પુરસ્કૃત કરવાનું (કાર્બન ક્રેડીટના માધ્યમથી) તેમજ વિકાસશીલ દેશોને એ ક્ષેત્રમાં મદદ કરવાનું છે.

કાર્બન ફૂટપ્રિન્ટ: ગ્રીનહાઉસ ગેસોના પરિપ્રેક્ષ્યમાં વ્યક્તિગત કે ઔદ્યોગિક એકમની ઉત્સર્જનની માત્રાને તે વ્યક્તિગત કે ઔદ્યોગિક
એકમની કાર્બન ફૂટપ્રિન્ટ કહેવામાં આવે છે. આ માત્રાને ગણવા માટે વિશ્વભરમાં LCA (Life Cycle Assesment) વિધિનો ઉપયોગ થાય છે.

You might also like