You are on page 1of 4

એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત કરાય

ઘણા પીડિતત છાત્રો અમારી પાસે આવે છે અને પ ૂછે છે કે વાંચવામાં એકાગ્રતા કેવી રીતે આવે? How will

concentrate on study ? લાગે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓની એક જ મુશ્કેલી છે . કેટલાક લોકો અમારી પાસે

આવે છે અને એક જ પ્રશ્ન પ ૂછે છે . પણ સાધુ પાસે જઈ આવા પ્રશ્નો પ ૂછવા જોઈએ નહીં. તો કેવા પ્રશ્નો પ ૂછવા

જોઈએ ?- ભગવાન કોણ છે ? ભગવાન પાસે કેવી રીતે જવાય? ભક્તિ સાધના શુ ં છે ? તો પણ એટલા બધા

વિદ્યાર્થીઓ અમારી પાસે આવે છે . તો અમારે શુ ં જવાબ આપવો જોઈએ. તો પહેલાં એમની સ્થિતિનુ ં

વિશ્લેષણ કરવું જોઈએ. તો કેમ આટલા બધાં પીડીત થાય છે , કેમ આટલા બધા દુઃખી હોય છે . અને અમને

કહે છે કે કેમ અમારા પર આટલા દુઃખો છે , ઉપદ્રવો છે ? વાંચવાનો પ્રયત્ન કરવા છતાં એમાં રૂચી નથી થતી

એકાગ્રતા આવતી નથી.

તો શુ ં પરિસ્થિતિ છે ?

જીવનની શરૂઆતથી જ ભણવાનુ ં (એજ્યુકેશન) ચાલુ થઇ જાય છે અને માતા-પિતાની ઈચ્છા અને ઉદ્દે શ્ય છે

કે તેના બાળકોના મગજમાં બધી જ ભૌતિક જાણકારી આવે- સાયન્સ, ગણિત, ફીજીક્સ, કેમિસ્ટ્રી, બધુજ
ં શીખી

લો. અને બાળકો ઈચ્છે છે કે માં-બાપ સંત ુષ્ઠ થાય. માતા-પિતાની આકાંક્ષા છે કે અમારું બાળક મોટો

વૈજ્ઞાનિક બનશે અથવા મોટો ડોક્ટર બનશે અથવા મોટો ઇજનેર બનશે તો એટલી મોટી ઈચ્છા છે . અને

બાળકો ભણવાનો પ્રયાસ કરે છે પણ આથી તે કંટાળી જાય છે . બીજી વાત કે તેઓ ટી.વી. પણ જુએ છે . તેમાં

ખુબ જ ઉન્નતિ છે . મજા કરો (હેવ ફન), જીવનની મજા માણો. ઈચ્છા તો થાય છે મજા કરવાની, ડિસ્કો જવાની,

સિનેમા જવાની, ફેશન કરવાની પણ દિલગીર કે ઈચ્છા પ ૂરી થતી નથી કારણ કે ભણવાનુ ં છે . પણ બધા તો

આઈનસ્ટાઈન જેવા હોતા નથી. એ પણ એક વાત છે અને બીજી તરફ પ્રચાર થાય છે કે મજા કરો, એન્જોય

લાઈફ. તો આજના જમાનામાં યુવાનો બહુ જ મુઝવણમાં


ં હોય છે . તેઓ નથી જાણતા કે ભણવું કે આનંદ

માણવો તો શુ ં કરવું જોઈએ? ભણવામાં પ્રયાસ તો કરે છે . પણ મન એકાગ્ર થત ું નથી. તો એકાગ્રતા શબ્દનો

શુ ં અર્થ છે ? તો તેનો અર્થ છે કે એક વિષય પર ધ્યાન હોવું (કેન્દ્રિત થવુ)ં ચિંતન કરવું પણ મગજ તો અહીં-

તહીં ભાગે છે . ભગવદ્ ગીતા માં શ્રીકૃષ્ણ કહે છે જે વ્યવહારિક ઉપદે શ છે . તો ભગવદ્ ગીતા માં ભગવાન કહે

છે કે જો વ્યક્તિનો ઉદ્દે શ્ય એક છે તો તે કામ પ ૂરું કરી શકે છે પણ જો ઘણા ઉદ્દે શ્યો હોય તો કોઈ પણ કામ

સારી રીતે કરી શકે નહીં. તો શ્રીકૃષ્ણની વ્યવહારિક સલાહ છે . આજકાલના યુવાનોને ભણવાની ઈચ્છા હોતી

નથી. તો શુ ં સલાહ છે ? હુ ં પણ ભણવામાં હોશિયાર ન હતો. તો હુ ં કેવી રીતે સલાહ આપુ.ં હુ ં નિશાળમાં નાપાસ

ન થતો પણ બહુ સારા માર્ક્સ પણ નહોતા આવતા. હુ ં જોતો હતો કે આટલા બધા લોકો ભણવામાં સફળ
થાય છે , યુનીવર્સીટી જાય છે , ઈજનેર, ડોક્ટર બની જાય છે પણ સંત ુષ્ટ હોતા નથી. તો હુ ં શુ ં કામ એ માર્ગે

જઉં. તો શુ ં ફાયદો થશે, જો આટલું ભણવાથી પણ જો સંત ુષ્ટિ ન મળે . તો આવા કડવા ફળ પ્રાપ્ત કરવા માટે

આટલો બધા પ્રયાસ કરવાની શુ ં જરૂર છે . તો હુ ં આવું વિચારતો હતો અને ભણતરથી સંત ુષ્ટ ન હતો.

સક્સેસફૂલ એટલે દુઃખી. મેં વિચાર્યું કે ફક્ત સારા માર્ક્સ મેળવવા, યુનીવર્સીટી જવું અને મોટા ડોક્ટર બનવું

એ જીવનનો ઉદ્દે શ્ય નથી. મેં વિચાર્યું કે જીવનનો ઉદ્દે શ્ય આનાથી ઉત્તમ છે . એટલે ભણવામાં બહુ રૂચી ન

રાખી. હુ ં બધાને એવી સલાહ નથી આપતો, જો તમેં ભણતા હો તો ભણો પણ સાથે સાથે જીવનમાં

આધ્યાત્મિક ઉદ્દે શ્ય પણ હોવો જોઈએ. જો આપણા જીવનમાં ફક્ત ભૌતિક ઉદ્દે શ્ય જ હશે તો ચોક્કસ મન

અસંત ુષ્ટ રહેશે. પછી કોઈ પણ કામમાં મન એકાગ્ર નહીં થાય. જો માનસિક અસંત ુષ્ટિ હશે તો કેવી રીતે

આપણે કઈ પણ કામ એકાગ્રતા સાથે કરી શકીશુ ં ? તો તે સંભવ નથી. તો સંત ુષ્ટ હોવું જોઈએ.

ફક્ત ભૌતિક પ્રયાસો વડે સંતષ્ુ ટ થવું એ સંભવ નથી. કેમકે આપણે ફક્ત શરીર કે મન નથી. આપણે આત્મા

છીએ અને આત્માને સંત ુષ્ટ કરવા માટે આધ્યાત્મિક કાર્ય એટલે કે કૃષ્ણની ભક્તિ સેવા કરવી જોઈએ. આપણે

પરમ આશ્રય કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. વિદ્યાર્થીઓ માટે, માતા-પિતા માટે, બાળકો માટે, વ ૃદ્ધો માટે, શિક્ષિત

લોકો અને અશિક્ષિત લોકો માટે બધા માટે આ જ પરામર્શ (સલાહ) છે . કૃષ્ણ-ભક્તિ કરો, એથી તમારું જીવન

સફળ થશે, ધન્ય થશે. અને જો કૃષ્ણ ભક્તિ નહીં કરો તો કોઈપણ કામથી તમે સંતષ્ુ ટ થઇ શકશો નહીં. જો

ભણવામાં એકાગ્ર થઇ શકો તો સારું છે ભણવા માટે અને તેથી સારા માર્ક્સ મળશે પણ સારા માર્ક્સ મેળવવા

એ જીવનની પરમ સિદ્ધિ નથી. જીવનની પરમ સિદ્ધિ છે એવી પરીક્ષા પાસ કરવી એટલે કે જીવનના અંતે

એક મોટી પરીક્ષા થશે જેમાં આપણા આખા જીવનના કાર્ય-કલાપો, ચિંતન, બધી જાતના પ્રયાસો, જે કઈ પણ

કર્યું છે તે બધાનુ ં પરીક્ષણ થશે. તો બધા સમક્ષ આ પરીક્ષા છે . એવું નથી કે ફક્ત વિદ્યાર્થીઓની જ પરીક્ષા

થાય છે . હર સેકન્ડ બધાની પરીક્ષા થાય છે અને ખાસ કરીને જીવનના અંતકાળે પરીક્ષા થશે. પરીક્ષા પ્રમાણે

આપણો પુનર્જન્મ થાય છે . જો પુણ્ય કર્મ કરીશુ ં તો સ્વર્ગમાં જઈશુ ં અને પાપકર્મ કરીશુ ં તો અધોગતિ થશે.

જો કૃષ્ણની પાસે જવું હોય તો શુદ્ધ કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ. એ જ જીવનની પરમ સિદ્ધિ છે . તો આ જ

સલાહ બધા માટે યોગ્ય છે કે આપણે બધા ભગવાનની નિશાળના છાત્રો છીએ અને ભગવાન શ્રેષ્ઠ અધ્યાપક

છે . તો બધા છાત્રોએ ભગવાન શ્રીકૃષ્ણની ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. બધા છાત્રોને સલાહ છે કે

નિશાળની ચોપડીઓ ભણવા સાથે ભગવદ્ ગીતા તેના મ ૂળરૂપે પણ વાંચવી જોઈએ. જો આપણે ફક્ત ભૌતિક

વાંચનમાં વ્યસ્ત રહેશ ુ ં તો નિશ્ચિત છે કે આપણે ભૌતીક જ્ઞાનમાં કંટાળી જઈશુ ં પણ જોકે ભૌતિક જ્ઞાનથી

સંત ુષ્ટ થાશુ ં નહીં એટલે ભૌતિક જ્ઞાન સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ વાંચવું જોઈએ. તેમાં એકાગ્રતા પ્રાપ્ત

કરવી સરળ છે કારણકે આત્માની વાસ્તવિક રૂચી છે . અને આત્માનો મ ૂળ સ્વભાવ છે આનંદમય. ભૌતિક
સ્થિતિમાં આપણે બધા દુઃખમય હોઈએ છીએ. એટલે ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં એકાગ્રતા પ્રાપ્ત કરવી

કઠણ છે , કેમ કે તેમાં સ્વાભાવિક રૂચી હોતી નથી. સ્વાભાવિક રૂચી તો આધ્યાત્મિક જ્ઞાનમાં હોય છે ,

આધ્યાત્મિક જ્ઞાન શ ંુ છે ?

આધ્યાત્મિક જ્ઞાન પહેલાં સમજવું જોઈએ કે, હુ ં શરીર નથી. આ શરીર નાશવાન છે . પણ હુ ં આત્મા છું અને

આત્માનો કદી નાશ થતો નથી. તો આ જ જ્ઞાનથી આપણને પ્રેરણા મળે છે કે ફક્ત ડોક્ટર, ઇજનેર કે શિક્ષક

હોવાથી આપણે સંતષ્ુ ટ થઇ શકશુ ં નહીં. આઈનસ્ટાઇન આટલો મોટો સાયનટીસ્ટ હતો પણ તે પણ સંત ુષ્ટ ન

હતો, તો કેવી રીતે સંતષ્ુ ટ હોઈ શકે. તો ફક્ત મોટા સાયનટીસ્ટ હોવાથી કોઈ સંત ુષ્ટ થત ું નથી. આપણે

જોઈએ છીએ કે ભારતમાં મોટા મોટા ધનિકો છે જેમની પાસે હજાર હજાર કરોડો રૂપિયા છે . તો આટલી

સફળતા હોવા છતાં પણ સંત ુષ્ટ હોતા નથી અને તો પણ આ બધા ધનીકોનુ ં પણ ગરીબ લોકોની જેમ જ

મ ૃત્યુ થાય છે . પણ જે કૃષ્ણભક્તિ કરે છે તેમનુ ં મરણ થત ું નથી. ફક્ત આ શરીરને છોડીને ભગવદ્ધામમાં જાય

છે . તો બધીજ ભૌતિક સમસ્યાનુ ં આ જ સમાધાન છે કે કૃષ્ણભક્તિ કરવી. ભણવામાં એકાગ્રતા ન હોવી એ

જીવનની મોટી સમસ્યા નથી. જીવનની સૌથી મોટી સમસ્યા છે પુનરપિ જન્મ પુનરપિ મરણમ્ પુનરપિ

જનની જઠરે શયનમ્ આ જ જીવનની મોટી સમસ્યા છે - જન્મ, મ ૃત્યુ, જરા અને વ્યાધી- દુઃખ દોષાનુ ં દર્શનમ્

જન્મ થાય છે , મ ૃત્યુ થાય છે , તેની વચ્ચે સંઘર્ષ હોય છે અને બીમાર પડીએ છીએ અને વ ૃદ્ધાવસ્થામાં ઘણી-

ઘણી મુશ્કેલીઓ હોય છે . તો આ જ બધાની સ્થિતિ છે . એટલે તો ફક્ત ભૌતિક પ્રગતિ માટે જ પ ૂર્ણ પ્રયાસ ન

કરવો જોઈએ. તો કેવી રીતે ભૌતિક પ્રયાસમાં એકાગ્રતા આવશે કારણ કે ભૌતિક પ્રયાસો વડે આપણને

ુ મળશે નહીં.
આત્માની સંતષ્ટિ

ુ કેવી રીતે થશે?


આત્માની સંતષ્ટિ

એ ખબર હોવી જોઈએ કે ઓછામાં ઓછુ સંત ુલિત જીવન હોવું જોઈએ. તો શરીર માટે થોડોક પ્રયાસ કરવો

જોઈએ, પણ સમજવું જોઈએ કે શરીરનુ ં પાલન-પોષણ કરવાનુ ં છે , શા માટે ? કારણ કે આ માનવ શરીર એક

મોટી સુવિધા છે જેનાથી ભક્તિ પ્રાપ્ત કરવી સરળ હોય છે . તો પશુ-પક્ષી, ઝાડના જીવનમાં આ અવસર હોતો

નથી. ખાસ કરીને આ મનુષ્ય જીવનમાં જ કૃષ્ણભક્તિ કરવાનુ ં સરળ હોય છે . તો સદા મનમાં કૃષ્ણભક્તિ

કરવાની ઈચ્છા ઉજ્જવલિત રાખવી જોઈએ, જીવનનો ઉદ્દે શ્ય છે કૃષ્ણ-ભક્તિ પ્રાપ્ત કરવી. બીજુ ં બધું જે

આપણે કરીએ છીએ તે મુખ્ય નથી. મુખ્ય છે કૃષ્ણ-ભક્તિ પ્રાપ્ત કરવી. તો ઠીક છે સાથે-સાથે ભણવાનુ ં પણ

છે . ડોક્ટર, ઈજનેર, શિક્ષક બનવું છે પણ સમજવું જોઈએ કે જીવનની સૌથી મોટી સિદ્ધિ કૃષ્ણ-ભક્તિ પ્રાપ્ત

કરવી. તો હુ ં વારે -વારે કહુ ં છું કે ડોક્ટર બનવુ,ં ઈજનેર બનવુ,ં અમેરિકા જવુ,ં એ જીવનની સર્વોચ્ચ સિદ્ધિ
નથી. ભણવાની સાથે સાથે ભગવદ્ ગીતા નુ ં અધ્યયન પણ કરવું જોઈએ, કૃષ્ણ-ભક્તિ પણ કરવી જોઈએ. તો

વિદ્યાર્થીઓ માટે આ જ સલાહ છે કે જે પણ ભણો પણ સાથે-સાથે કૃષ્ણ-ભક્તિ પણ કરો. તો દરે ક ઇસ્કોન

કેન્દ્રમાં બહુ જ સરસ આયોજન છે . ઇસ્કોન યુથ ફોરમ કે ઇસ્કોન યુથ સર્વિસિસ જેમાં બધી ય ૂવા પેઢી આવી

શકે છે અને એક સાથે કૃષ્ણ-ભક્તિ કરી શકે છે . તો ભણવાની સાથે-સાથે ઇસ્કોન શ્રીલ પ્રભુપાદના માર્ગદર્શન

હેઠળ તમેં આધ્યાત્મિક જીવનનુ ં પણ પાલન કરો આમ તમારું જીવન ધન્ય થશે. તમારું મન સ્થિર થશે અને

તમે કૃષ્ણભક્તિ વડે પુરા સંત ુષ્ટ થશો. તો એટલે વિદ્યાર્થીઓના માતા-પિતાને એ જ સલાહ છે કે કૃષ્ણ-ભક્તિ

કરો. માતા-પિતાએ બાળકોને કૃષ્ણ-ભક્તિ પણ દે વાની છે અને ભણાવાનુ ં પણ છે . માતા-પિતાનુ ં કર્તવ્ય છે

બાળકોને કૃષ્ણ-ભક્તિ શીખવાડવી તો તમારું ફેમીલી- હેપ્પી ફેમીલી બની જશે. તો માતા-પિતા અને બાળકોએ

એક સાથે ભક્તિ કરવી જોઈએ તો એક સાથે તમેં બધા ગોલોક-ધામ જશો. તો કેવી રીતે?- કૃષ્ણ-ભક્તિ વડે.

તો કૃષ્ણ-ભક્તિ કેવી રીતે કરવાની છે ? તો બહુજ સરળ છે . બધા એક સાથે મધુર હરિનામનો જપ અને કીર્તન

કરો.

હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે

You might also like