૬ આરણ્યકંધ

You might also like

You are on page 1of 5

30 સપ્ટે મ્બર ૨૦૦૧ના દિવસે ગ્વાલિયર થી મૈનપુરી જતા ગુના લોકસભા બેઠકના સાંસદ શ્રી અને

કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયાના હવાઈ દુર્ઘટનામાં થયેલ આકસ્મિક નિધનના
સમાચારથી દેશ સ્તબ્ધ હતો. સિંધિયાના અંતિમસંસ્કાર રાજધાની દિલ્હીમાં જ કરવામાં આવ્યા,
એમની સાથે નિધન પામનાર આજતકનાં ફોટો જર્નલિસ્ટ ગોપાલની અંતિમયાત્રામા નરેં દ્ર મોદી જોડાય.
આ દરમિયાન વડાપ્રધાન નિવાસ્થાનેથી મોદી પર ફોન આવે છે :

"કહા હો નરેં દ્ર? સામકો મુજ ે પી.એમ હાઉસમે મિલો"

મોદી સામે કં ઈ જવાબ આપે એ પેહલા ફોન કટ થઇ ચૂક્યો હતો. ફોન પર સાંભળે લા વડાપ્રધાનના
શબ્દોમાં ગંભીરતા હતી. સાંજ પડતાં મોદી વડાપ્રધાન નિવાસ્થાને પોહચે છે. મોદી બોલવાનું શરૂ કરે
એ પેહલા સામે બેસલ
ે અટલ બિહારી વાજપેયી ટકોર કરે છે :

"પંજાબી ખાના ખાકે તુમ મોટે હો ગયે હો, અબ કુ છ વજન કમ કરો ઔર યહા સે જાઓ, દિલ્હી ખાલી
કરો."

વડાપ્રધાન વાજપેયીના કટાક્ષથી મોદી અસમંજસમાં મુકાઈ ગયા. હવે શિષ્યની ભૂમિકામાથી બહાર
આવતા મોદી સામો સવાલ કરે છે,

"મહાશય બતા શકતે હૈ કિ યે મહે રબાની કયું? ઔર દિલ્હી છોડકર કહા જાઊ?"

"અબ તુમ્હે ગુજરાત જાના હૈ ઔર વહી કામ કરના હૈ " વાજપેયીના અવાજમાં હજુ ગંભીરતા હતી જે
મોદીને પરે શાન કરી રહી હતી

મોદીએ અસહમતી બતાવવા પ્રયાસો શરૂ કર્યા , "પર મે છહ સાલ સે ગુજરાત ગયા નહિ હં ુ ઔર અબ
કિસી કો વહા જાનતા ભી નહિ હં ુ ."

"મે જબ દિલ્હી આયા તબ કિસિકો જાનતા થા? ફિર ભી બેઠા હં ુ યહા" વાજપેયી સામી દલીલ મૂકી.
અટલ બિહારી વાજપેયી ક્યાં કામ માટે ગુજરાત મોકલવાની વાત કરે છે એ મોદી હજુ સમજ્યા ન'તા,
એમના મનમાં સંગઠનની જ વાત ચાલી રહી હતી

"ઠીક હૈ , પર મુજ ે ગુજરાત કા હી પ્રભારી બનાયા ગયા હૈ કિ ઔર રાજ્યભી દેખને હૈ ?" મોદીએ
સહજતાથી પૂછ્યંુ

"તુમને ચુનાવ બહુત લડવા લિયે અબ ગુજરાત જાકે તુમ્હે ખુદ ચુનાવ લડના હૈ " વાજપેયી પતા
ખોલવાની શરૂઆત કરી

"યે મેરા વિષય નહિ હૈ ઔર મુજ ે ચુનાવ લડને મે દિલચસ્પી ભી નહિ હૈ " મોદીએ સ્પષ્ટ અસહમતી
દર્શાવી

"મે મુખ્યમંત્રી પદકી બાત કર રહા હં ુ , ફેં સલા બડા હૈ , કુ છ વક્ત લે કે સોચ લો ઔર રાતકો
અડવાણીજી સે ભી મિલ લેના"

મોદીના સમર્પણ, સ્વભાવ અને ધૈર્યથી પરિચિત વાજપેયી જાણતાં હતા કે કોઈ પણ પડકાર ઝીલવા
મોદી સક્ષમ છે અને તે એમના પ્રસ્તાવની અવહે લના નહિ કરે . વાજપેયી અને અડવાણી ગુજરાતને
સક્ષમ નેતત્ૃ વ આપવા મન બનાવી ચૂક્યા હતાં. તેઓના મનમાં મોદીથી લાયક કોઈ પણ નેતા ન હતો જે
ગુજરાતમાં ભાજપની ડૂ બતી નૈયા પાર લગાવી શકે . ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં ગુજરાતમાં આવેલા
ભૂંકપે ઘણંુ બધુ બદલી દીધુ હતું. જે પછી રાજનીતિ હોય કે , રાજ્યની સરકાર બધુ જ ડગમગી ગયું
હતું. તત્કાલિન મુખ્યમંત્રી કે શભ
ુ ાઈ પટે લ સામે અસંતોષ ઉભો થયો જેના કારણે એક બે પેટાચૂંટણી
અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન
કે શભ
ુ ાઈ પટે લને રાજીનામુ આપવા સુધી પક્ષની સ્થિતિ વણસી ગઇ હતી. કે શભ
ુ ાઈ પટે લ બાદ
સીએમ પદ માટે ચર્ચાઓ શરૂ થઈ જેનો નિર્ણય અટલ બિહારી વાજપેયી અને લાલકૃ ષ્ણ અડવાણીને
લેવાનો હતો.

***
રાતના સમયે નિત્યક્રમ મુજબ સૂતા પહે લાં નરે ન્દ્ર મોદી પોતાની ડાયરી ખોલે છે અને મનોમન રમતા
શબ્દોને કાગળ પર ઉતારે છે,

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?


હં ુ પડકાર ઝીલનારો માણસ છુ ં
હં ુ તેજ ઉછીનું લઉં નહીં
હં ુ જાતે બળતું ફાનસ છુ ં .

ઝળાહળાનો મોહતાજ નથી


મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી


હં ુ ખુલ્લો અને નિખાલસ છુ ં
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હં ુ પડકાર ઝીલનારો માણસ છુ ં

કું ડળીને વળગવું ગમે નહીં


ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરં જ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

લખતા લખતા કલમ અટકે છે. વાજપેયી કહે લા શબ્દો ફરી સ્મૃતિપટલ પર અથડાઈ છે. અશાંત
મનથી આજ અંતિમ પંક્તિ પૂરી નતી થતી. કાગળ પર હમણાં ઉતારે લા શબ્દો ફરી વાંચે છે અને મોદી
ખુદને સવાલ કરે છે, "ખરે ખર હં ુ પડકારો ઝીલનારો માણસ છુ ં ? અને જો છુ ં તો કે મ નિર્ણય નથી લઈ
શકતો?" મનોમન ચાલતા વિષાદ વચ્ચે ભીતરથી એક ધ્વનિ ઉઠે છે અને મોદી જાણે ગુજરાતના
પડકારને ઝીલવા માટે મન બનાવી ચુક્યા હતા. એ ક્ષણ હતી નિર્ણયની, એ ક્ષણ હતી એક નાયકના
ઉદયની. મોદી ઉઠે છે અને ગૃહમંત્રીના નિવાસ્થાન તરફ જવા રવાના થાય છે.
લાલકૃ ષ્ણ અડવાણીના નિવાસ્થાને રાષ્ટ્ર ીય લોકશાહી ઘટકોના સભ્યોની બેઠક ચાલી રહી હતી.
ગૃહમંત્રી બેઠકમાં વ્યસ્ત હતા એટલે મોદીએ બહાર બગીચામાં ટે બલ પર સ્થાન ગ્રહણ કરી રાહ
જોવાનું મુનાસીબ માન્યું. ટે બલ પરથી અખબાર ઉઠાવીને મોદી વાંચવાનું શરૂ કરે છે. રાજધાની
દિલ્હીના અખબારમાં ગુજરાતના રાજકારણ પર રમૂજ વાંચીને ખુદનું સ્વાભિમાન હણાયું હોઈ એવું
મોદીને પ્રતીત થયું. ગુજરાતની પીડા એમને દિલ્હીમાં બેઠા બેઠા મેહસૂસ થતી હતી. આ દરમિયાન
લાલકૃ ષ્ણ અડવાણી બેઠક પૂરી કરી બગીચામાં આવે છે, મોદીની પીઠ પર હાથ મૂકતા કહે છે,

"ઔર નરે ન્દ્ર સબ કુ છ ઠીક?"

*કુ શલ મંગલ અડવાણીજી, કાફી દિન હો ગયે આપ કેં સાથ ચાય પે ચર્ચા કિયે . સોચા કી કયું ના આજ
હો જાયે?"

"બેશક! પર મુજ ે લગતા હૈ તુમ્હે અબ સિર્ફ ચાય કી જરૂર હૈ , ચૂકી ચર્ચા તુમ અટલજી કે સાથ કર ચૂકે
હો ઔર મેરા ભી યહી મત હૈ જો અટલજી કા હૈ ."

ગૃહમંત્રીની વાત સાંભળી મોદી હસતા હસતા ભગવદ્ ગીતાની એક ઉક્તિ ઉચારે છે,
"કરિષ્યે વચનમ તવ: અર્થાત્ અર્જુન માધવ સે કહતે હૈ કિ મુજ ે આપકા હર આદેશ મંઝુર હૈ ઔર મેરા
ભી યહી ઉત્તર હૈ આપ દોનો કો."

"સાબાસ નરે ન્દ્ર, યહી ઉમ્મીદ થી હમે તુમસે . અબ ગુજરાત જાને કિ તુમ તૈયારી કરો,મેરા ઔર અટલજી
કા આશીર્વાદ સદૈવ તુમ્હારે સાથ હૈ "

મોદી નતમસ્તક આશીર્વાદ લઇને ત્યાંથી રજા લે છે. ઠળતી રાત ગુજરાત માટે નવો સૂર્યોદય લઇને
આવી રહી હતી. નિવાસ્થાને પરત ફરી મોદી ફરી ડાયરી ખોલે છે અને અધૂરી રહે લી પંક્તિને પૂર્ણ કરે
છે :

"હં ુ પોતે જ મારો વંશજ છુ ં


હં ુ પોતે મારો વારસ છુ ં
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હં ુ પડકાર ઝીલનારો માણસ છુ ં ."

***

You might also like