You are on page 1of 44

Write Time

રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦


રાઇટ ટાઇમ
Mobile PDF ગુજરાતી
મેગઝે િન

It's 'YOUR TIME'


To write
Free E-Magazine
© nisargmodia@yahoo.com
9904709609
niviga88@gmail.com
9974529517

અંક-૪3, જાન્યુઆરી, ૨૦૨૦


1
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

ટીમ રાઇટ ટાઇમ તરફથી .....


વર્ષ બદલાયું. દદવાલ પર ટાંગેલા કેલેન્ડરો બદલાઇ
ગયા છે . વર્ષની શરૂઆતમાં કોઇ જગ્યા એ તારીખ
ટાંકવામાં હજુ ં જુ ની તારીખ જ લખાઇ જતી હોય છે .
માનવજાત આમ તો જલ્દીથી પદરવતષન સ્વીકારતી નથી.
સમય લાગતો હોય છે . પણ આ બધુ થવા છતાં પદરવતષન
તો ક્રમશ: આગળ વધતું જ રહે છે . થોડા વર્ો પહેલા રાતે
સૂઇજનાર વ્યઝતત વહેલા ઉઠવા અલામષ ઘડીયાળ સેટ
કરીને સૂતો. હવે આ ઘટનામાં પદરવતષન આવ્યું અને
આજે સ્માટષ ફોનમાં આ સુઝવધા સમાઇ ગઇ છે . એક
સમયે કામના લોકોના ફોન નંબર એક ડાયરીમાં લખાતા
જે ને હવે મોબાઇલ ગળીને બેઠો છે . થોડા વર્ો પહેલા
ભૂખ લાગે તો ભૂખ્યા પેટને લઇને હોટેલ તરફ જવાનું
રહેતું. પણ આજે એક મેસેજ કે ફોન કરો અને જમવાનું
તમારા બારણે. આમ હવે કુવો તરસ્યાની પાસે આવે છે ,
આ પદરવતષનને કારણે જ શતય બન્યુ છે . વદડલો- વૃધ્ધો એ
પણ પદરવતષન સ્વીકારી લીધુ છે .હવે તેઓ પણ સ્માટષ
ફોનના સહારે સમય વ્યઝતત કરતા જોવા મળે છે .એ જ
રીતે ઓનલાઇન પેમેન્ટ પણ આ પદરવતષનનો જ ભાગ છે .
આ સાથે જ ઇ-વાંચન પણ પ્રચઝલત થયું છે . તેના થકી
યુવા પેઢી લાઇબ્રેરી ન જતા

2
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

સ્માટષ ફોન દ્વારા જ વાંચતી થઇ છે . પીડીએફ


શબ્દ આજે વાંચન કરતા લોકો માટે નવો નથી રહ્યો.
દળદાર પુસ્તકો થોડી જ મેમરી રોકી તમારા મોબાઇલમાં
સમાઇ જાય છે . તો ચાલો આપણે પણ જે કોઇ સ્વરૂપે
વાંચન મળે તે કરીએ. ૨૦૨૦ને વાંચનમય બનાવીએ.
વાંચીએ અને સૌને વંચાવીએ. ૨૦૨૦નું કેલેન્ડર વર્ષ
આપને ફ્ળદાયી ઝનવડે તેવી શુભેચ્છાઓ. હેપ્પી
ઉત્તરાયણ, જય હહંદ, જય ભારત.

3
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

ટીમ રાઇટ ટાઇમ,

આપ પણ આપના પોતાના ઝવચારો, લેખો, કઝવતા,


ટૂર-દિપના અનુભવો, સાઝહત્ય, મૂવી રીવ્યુિ,
ફોટો સ્ટોરી વગેરે કે જે અગાઉ કોઇ જગ્યાએ
પ્રઝસધ્ધ ન થયા હોય તે શ્રુઝત ફોન્ટમાં ટાઇપ કરી આ
પી.ડી.એફ.ના કવર પેજ પર દશાષવલ ે
ઇ-મેઇલ પર મોકલી શકો છો.

ટીમ રાઇટ ટાઇમ,

તસ્વીર કુછ કહેના ચાહતી હૈ..


જો આપ પણ પ્રો, સેમી પ્રો, મેચ્યોર કે એમેચ્યોર
ફોટોગ્રાફર છો અને તસ્વીરના માધ્યમથી
પોતાના ફોટોની સ્ટોરી વાચકો સુધી પહોંચાડવા
માંગો છો તો આ પી.ડી.એફ.ના કવર પેજ પર દશાષવલ ે
ઇ-મેઇલ પર એચ.ડી ફોટો મોકલી શકો છો.

4
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

ttps://www.youtube.com/watch?v=lMwUPj4aUhA

આઓ દફર સે દદયા જલાયે !



ગોપાલ યાદવ
મંથન-એક સહકારી દફલ્મ !!
પોળોની સફરે ગામીત
- ઝનરજ (ભાગ-૧)
૧૩ 6
- દદશાંચુતબં ગગષ
કીય તોફાન- ભાગ-૯
હુ ં તારી “પતંગ” ને તું મારો દોર”..
- જીગર વી. સાગર ૨૩11
ભાવના પટેલ
ના, ના, નહીં ઝધતકારવા જે વો, માણસ અંતે ચાહવા જે વો
એક િલક -રાઠવા સમાજ
ગોપાલહસં ૩૧
- સુ-ઝમિા રાઠવાહ યાદવ
23
એક નાની વાત -જયેશ પ્રજાપઝત
કેરલમ્ મનોહરમ્ ૩૬
- યઝતનबीकता
अपनापन કંસારા है
28 ૩૮
દકન્નરી શાહ
તસ્વીરદાદરકા - ધમેં
કુછ કહેના દ્રચાહતી
ઝિવેદીહૈ.....
૩૯
35

" વ્હાલમ"- અદદઝત પંડ્યા 40

પપ્પાની બંડી- ગૌરવકુમાર જૈ ન

5
આઓ દફર સે દદયા જલાયે !
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

-ગોપાલ યાદવ
કોઈ ચહેરા મીટાકે, ઔર આંખ સે હટાકે, ચંદ છીંટે ઉડા કે જો ગયા;
છપાક સે પહેંચાન લે ગયા.
એક ચહેરા ગીરા, જૈ સે મહોરા ગીરા, જૈ સે ધુપ કો ગ્રહણ લગ ગયા;
છપાક સે પહેંચાન લે ગયા.
ના ચાહ ના ચાહત કોઈ, ના કોઈ એસા વાદા;
હાથમેં અંધરે ા ઔર આંખ મેં ઈરાદા.
બેમાની સા જુ નૂન થા, બીન આગ કે ધુઆ;
ના હોશ ના ખયાલ, સોચ અંધા કુવા.
આરિુ થી શોખ થે વો સારે હટ ગયે, કીતને
સારે જીનેકે તાગ કટ ગયે;
સબ િુલસ ગયા.......

ગુલિારનું આ ગીત 'છપાક' કરતું દદલમાં છપાઈ તો ગયું


પણ સટ્ટાક દઈને મારેલા તમાચાથી લાલ થયેલો ગાલ હજી ય બળે
છે . એના દદીલા સૂરોની જાણે સાઝબતી અપાતી હોય એમ આંખો
વરસી પડી અને ધારદાર શસ્િ જે વા શબ્દોથી પડેલા ઉજરડામાં
બળતરા ઉપડી.
દરરંદગી દદમાગમાં ભરી હોય છે , એ ચહેરા પર નથી
દેખાતી. એ મહોરં પહેરીને આવે અને સારપના ચહેરા પર વાર કરે .
સારપ ભલે ન ખરડાય પણ સુંદરતાને તો સળગાવી જ જાય.
ખરડાયેલી નમણાશ માણસાઈની સુંદરતાથી નથી ધોવાતી.
સમાજમાં અંદરની સુંદરતા કરતાં બહારી રૂપનું માત્યમ વધારે છે .
એટલે જ શયતાનોને સહન કરીએ પણ બદસૂરતોના ખોળામાં
ઉપેઝિતતાનો અઝભશાપ પરાણે પધરાવવાનું પાપ કરીએ. અને એટલે
જ કોઈની સુંદરતાને છીનવી લેવી એ અધમતાના અંઝતમ છે ડાનું
ઘૃણાસ્પદ કૃત્ય ગણાવું જોઈએ, કેમ કે આખુંય આયખું વ્યઝતતત્વ
6
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

ઝવના જીવવાનું છે . અફસોસનો આખો અખાત જીરવવાનો છે ,


બળેલા ચહેરા પાછળ સળગીને રાખ થયેલા સપનાઓની સાથે
જીવવાનું છે .
થોડાક એઝસડના છાટા જાણે આખી ઓળખાણ લઈ જાય!
ગુમનામી વ્હાલી લાગે! કોઈને મોં બતાવતાં શરમ આવે. પૂરાનો
ચહેરો આંખથી અળગો ન થાય પણ અરીસો કઈક બીજી જ ચાડી
ફુકે. ચહેરો બગડવાથી જાણે પ્રકાશને ય ગ્રહણ લાગે ને કાળું અંધારં
ચોતરફથી ઘેરી વળે. હવે કોઈ ઈચ્છા ય નથી ને કોઈ પ્રેમી ય નથી,
બાકી રહેલા વાયદાઓ હવે પુરા થવાની કોઈ સંભાવના ય દેખાતી
નથી. સપનાઓને પુરા કરવાનું જે જુ નૂન હતું એ આગ હવે બાકી
બચી નથી. ધુંધળા ભઝવષ્યની ગુગળામણ છે , આગળ જાણે
ભમ્મરીયો કૂવો! એમાં પડ્યા પછી તયારેય બહાર નીકળી ન શકાય
એવો ઊંડો! આરજૂ અને શોખને તો જાણે તેજાબ તાણી
ગયો! જીવવાની જીજીઝવર્ા હવે િેર બનીને ડંખે છે . વેરઝવખેર થઈ
ગયેલું ભઝવષ્ય અને ભડકે બળતા સપનાઓની રાખ હવે બચી છે . ને
જે ણે વગર વાંકે આવી ઘોર સજા આપી છે એ નજીવી ખરોચ સાથે
આબાદ બચી જવાના છે . આખા ભવની મજા બગાડીને,
અળખામણી હજં દગીનો બોજો વેંઢારવાની સજા આપીને એ હસી
ઉંડાવવાના છે . એ કેમ સહન થાય!
કેમ કે એના દદમાગમાં એઝસડ હતું. કોઈ પઢે, કોઈ બઢે કે
કોઈ વઢે તો એની સામે સરળતાથી ને સસ્તામાં મેળવી શકાય એવું
એઝસડ ફેંકીને આખું અઝસ્તત્વ ઝછનવી શકાય અને બદલામાં ગરમ
પાણી કે ગરમ ચા ફેતયાં જે ટલી સજા ! આજે ય સહેલાઈથી એઝસડ
મળે છે . કશું જ બદલાયું નથી કારણ કે આજે ય આવા એટેકો ચાલું
છે . આ એઝસડ વેંચાતા નઝહ રોકી શકાય. તયાંથી આવે છે આ
એઝસડ? પહેલા દદમાગમાં આવે ને પછી હાથમાં. દદમાગમાં ભરેલા
તેજાબની જલદતાને પહેંલા ડાઈલ્યુટ કરવી પડશે . આજે ય વેર
લેવાનો સૌથી આસાન તરીકો આ જ છે . બહારી સુંદરતાને બેડોળ
7
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

બનાવવા માટે કરાતું કોઈપણ કૃત્ય ઝનદષય જ કરી શકે . આવા ઝવકૃત
નરાધમો માટે સજા પણ એટલી જ ઝનદષયતાથી નતકી થવી જોઈએ કે
સાંભળીને ધ્રુજી જવાય.
સવાલ એ છે કે કાયદાના કાળા પાણીની સજા પછીય આવા
એટેકો અટકાવી કે ઓછા કરી શકાશે ખરા? વાત સસ્તામાં કે રસ્તામાં
મળતા એઝસડની નથી, પણ દદમાગમાં ભરેલા તેજાબની છે . એ
એઝસડની અસર ઓછી નઝહ કરી શકીએ ત્યાં સુધી આવા એટેક થતા
રહેશે. અને કેટલીય લક્ષ્મી એનો ભોગ બનતી રહેશે, બદસુરતીના
આજીવન શ્રાપ સાથે.
બસ આ જ કહાની છે “છપાક”ની. ફકષ માિ એટલો કે
“માલતી” બદસુરતી સામે મદાષના ફાઈટ આપીને અંતરની સુંદરતાને
જગતની સામે રાખે છે . શરૂઆતી તકલીફોને અવગણીને, ધીરજ
અને લડાયક ઝમજાજ ધારણ કરીને િંિાવાતો સામે િિૂમે છે અને
જાતને સાઝબત કરે છે . દુઝનયાને દેખાડે છે કે સફળતા સુંદરતા વગર
પણ મેળવી શકાય છે . બસ જીવવાના અને જીતવાના જજબા સાથે
જનૂનથી લડી લેવાની હહંમત કેળવવાની છે .
આમ તો ખુલ્લી દકતાબ જે વી કહાની છે . એવું કાંઈ
સસ્પેન્સ નથી કે જે ખબર ન હોય અને તોય
રડાવી જાય ને દિાડી જાય એવી કહાની.
દફલ્મમાં ટાઈટલ સોંગ ઝસવાય બીજા બધા
ગીતો કાઢી નાખ્યાં હોત તો દફલ્મને ફાયદો
જ થયો હોત. ડાયલોગ અને કહાની
દફલ્મના મુખ્ય દકરદાર છે . દદઝપકાનું
જાનદાર પરફોમષન્સ! ખાલી બેસુરા બકવાસ ગીતોની અપેિા નહોંતી
મેઘના ગુલિાર પાસેથી. બાકી મસ્ટ વોચ દફલ્મ. હારેલાને હોસલો
મળશે એની ગેરેન્ટી. વાત મૂળ વ્યઝતતની પણ થવી જોઈએ. ભલે
દદઝપકાએ માલતીનો રોલ ભજવ્યો હોય. પણ જીવતા દકરદારનું નામ
તો લક્ષ્મી અગ્રવાલ છે કે જે નાથી પ્રેદરત આ દફલ્મ છે . અને લક્ષ્મી
8
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

અગ્રવાલ એટલે હાલતી ચાતલી પ્રેરણાનો પ્રકાશપુંજ! તેજાબને


પચાવીને એ શબ્દોમાં તેજ પૂરે છે અને હજં દગીથી થાકેલાને હામ
બંધાવીને જીવનના લાંબા પથ પર ટકી જવાનું અને મુશ્કેલીઓને
ટપી જવા પ્રેરણાનું ઉંજણ (ઓઈહલંગ યુ નો!) કરે છે . એમના જ
શબ્દોને સાંભળીએ:
“જબ જાગો તભી સવેરા, ઉસને મેરા ચહેરા બદલા હૈ દદલ નઝહ,
ઉસને મેરે ફેસ પે એઝસડ ડાલા હૈ મેરે સપનો પે નઝહ. મેરી લાઈફ હૈ,
દુબારા મુિે મીલી હૈ, મેં તયુ વેસ્ટ હોને દુ.”
સોંસરવા ઉતરી જાય એવા શબ્દોની પાછળ વર્ોથી કરેલા
તપનું તેજ છે , સહન કરેલી પીડામાંથી પકવેલો પાવર છે , હારવાની
જગ્યાએ હહંમતના હલેસાથી પાર કરેલા તૂફાનનો અનુભવ શબ્દોમાં
જાન પુરે છે .
સુંદરતા એ કોઈપણ વ્યઝતત માટે મહત્વની જ હોય. એમાંય
સ્િીને મન સૌંદયષની સૌથી વધુ રકંમત હોય. એની મનોહરતાને હરવી
એટલે વ્યઝતતત્વને હરવુ,ં આત્મઝવશ્વાસ તયારેય બેઠો ન થઈ શકે
એવો આઘાત કરવો. કઈક બનવાના, તયાંક પહોંચવાના અરમાનોની
હત્યા કરવી, ટીપાથી ય નાની ભુલના બદલામાં સમુદ્ર જે વડી સજા
કરવી. એ ઓળખ ગુમાવ્યા પછીય કમાવું ફરઝજયાત હોય,
મજબુરીના માહોલમાં ઓલરેડી કોટષ કચેરીના ચતકર ચાલુ હોય એવા
સમયે ખુલ્લે આમ મળતા એઝસડ પર બેન આવે એ માટે સુઝપ્રમમાં
પીઆઈએલ દાખલ કરી. બહુ બધા વર્ો લડ્યા પછી ખુલ્લે આમ
મળતા એઝસડ પર રોક લાગી, કાયદો અમલમાં આવ્યો, એઝસડ
એટેકરને મળતી સજામાં વધારો થયો. પણ વાસ્તવમાં કાયદાનો
અમલ કેટલો થયો? અદાલત કેટલા સમયમાં ન્યાય આપી શકે ?
આ અણીયાળા સવાલોના જવાબો તો આજે ય નથી. પણ હા એઝસડ
એટેક ઝવતટીમની કેટેગરી ક્રીએટ થઈ. કાયદામાં અને નોકરીમાં પણ.
દદવ્યાંગના અનામતમાં ચાર ટકા પ્રવેશ મળવાનો શરૂ થયો. પણ આ

9
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

લડાઈએ કેટલો ભોગ માંગ્યો! સંઘર્ષનો સમુદ્ર તરવો કેટલો કપરો હતો
એ તો લક્ષ્મી જ કહી શકે.
“છપાક”માં બહુ સરસ સંવાદ આવે છે કે, “સભી મેં બુરાઈયા તો
હોતી હી હૈ. લેકીન કુછ લોગ એ દરરંદગી કો ઈતના હાવી તયું હોને
દેતે હૈ?” બુરાઈની સામે અચ્છાઈ કેમ ઘુટણા ટેકવી દે છે એ સવાલ
ઝવચારવા જે વો છે . કુટેવો માટે વધારે મહેનત નઝહ કરવી પડે. ઘાસ
તો એની મેળે ઉંગી નીકળે. પણ કોઈ અનાજ ઉગાડવું હોય તો એને
વાવવું પડે, પાણી પાવું પડે, ખાતરથી પોર્ણ પણ આપવું પડે,
હનંદામણ કાઢવું પડે અને જરૂર પડે તો દવા ય છાટવી પડે. સારી ટેવ
ઝવકસાવવી હોય તો આ બધી જ મહેનત કરવી પડે . અચ્છાઈને
ઉગવવી અઘરી પડે, બુરાઈ તો એની મેળે ઉંગી નીકળે.
આ ઝસવાય એઝસડ ઝવશેના ચુંકાદાઓમાં પ્રદાન અને
એઝસડ ઝવતટીમને મળવાપાિ સારવાર ને વળતર માટે જહેમત
ઉઠાવીને યોગદાન આપનાર આલોક દદઝિતનું નામ કેમ ભુલાય!
પહેંલા પિકાર અને પાછળથી “સ્ટોપ એઝસડ એટેક”નું કેમ્પેઈન
ચલાવનાર. તેઓ “સેવ યોર વોઈસ”ના ફાઉન્ડર પણ છે કે જે
વારંવાર બેન થતા ઈન્ટરનેટ સામે મુહીમ ચલાવે છે . દિડમ ઓફ
વોઈસ પણ મહત્વનો જ છે ને!
આ સરસ મુવી “છપાક” બે કારણોસર ઝવવાદમાં રહી. એક તો
દદઝપકા જે .એન.યુ.માં ઘાયલ થયેલા ઝવદ્યાથીઓના સમથષનમાં ગઈ
હતી અને બીજુ , દફલ્મમાં એઝસડ એટેકર હહંદુ છે એવી અફવાઓને
કારણે.
જે .એન.યુ.ના કેમ્પસમાં બુકાનીધારીઓએ ઘુસીને ત્યાંના
ઝવદ્યાથીઓ સાથે મારપીટ કરી, પ્રોફેસરોને ઘાયલ કયાાં. એના
ઝવરોધમાં લોકો ભેગા થયા હતા. એમાં દદઝપકાની હાજરીને
દેશઝવરોધી એટલે કે ડાબેરી કરાર દઈને “બાયકોટ છપાક”નો મારો
ચાલું થયો. આ બંને ઘટનાને હહંદુઓની સંસ્કૃઝત સાથે જોડીને એક

10
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

રીતે ઉશ્કેરણી પણ કરવામાં આવી. અમુક જગ્યાએ ઝથયેટરના


માઝલકોને રીલીિ ન થવા દેવાની પણ ધમકી આપવામાં આવી.
દદઝપકા યા તો એમની પીઆર એજન્સીના સૂચનથી ઝવવાદ
જાગે અને દફલ્મની ચચાષ થાય એ હેતુથી ગઈ હોય કે ઘાયલ
ઝવદ્યાથીઓના સપોટષમાં ગઈ હોય, બંને દકસ્સાઓમાં એમની
સ્વતંિતાનું સન્માન થવું જોઈએ. આ બંધારણીય રાઈટ કોઈનો પણ
છીનવી લેવો કે એવો પ્રયાસ કરવો એ દેશઝહતમાં તો બીલકુલ
નથી. બીજુ ં , એવી અફવા હતી કે, એઝસડ ફેકનાર ઝહન્દુ છે . આ
ખોટી અફવા છે . દફલ્મમાં એઝસડ એટેકર બશીર ખાન નામનો
મુસલમાન શખ્સ જ છે . સોઝશયલ ઝમડીયામાં એઝસડ માંગતા
શખ્સના હાથમાં બાંધેલી રિાને લઈને હહંદુઓનું અપમાન કરવામાં
આવ્યું એવુ બતાવવામાં આવે છે , એ વાસ્તવમાં એઝસડ ઝવતટીમને
મદદ કરતી સંસ્થાના કાયષકર છે કે જે ચેક કરે છે કે કેટલી સહેલાઈથી
એઝસડ મળે છે . આમ વગર જોયે સમજ્યે “બોયકોટ છપાક” જે વો
દુષ્પ્રચાર ખરેખર શરમજનક છે .
લોકશાહીમાં ઝવરોધ જો શાંઝતપૂણષ હોય તો એનું સન્માન
જ હોય. ઝવરોધને જ્યારે પણ દાબમાં રાખવાની કોશીશ થઈ છે ,
ક્રાંઝતના શોલા એમાંથી જ ઉગી નીકળ્યા છે એ ઈઝતહાસ પાસેથી
શીખવું જોઈએ. ઝવરોધ જો હહંસક હોય તો એને બળપૂવકષ ડામવો
જ જોઈએ. લોકશાહીના મૂલ્યોનું જતન એ વાસ્તવમાં સનાતન
મૂલ્યોનું જ જતન છે , અચ્છાઈનું ઉદ્ગમસ્થાન બની શકે એવી
સંભાવના પણ એમાં જ રહેલી છે .
વાત તો અચ્છાઈ અને બુરાઈની જ છે . દદમાગમાં ભરેલી
ગંદકીને સાફ કેવી રીતે કરવી એના ઉપાય ઝવચારવા પડશે . મઝહલા
સોફ્ટ ટાગેટ છે જ. એટલે એનેય સ્િોંગ બનાવવા પર ઝવચારવાનો
નઝહ પણ નતકર કામ કરવાનો સમય પાકી ગયો છે . ચહેરો બગડે કે
ચાદરત્ર્યહનન થાય, આત્મઝવશ્વાસની હત્યા તો નતકી જ છે .
હણાયેલા અઝસ્તત્વ આત્મહત્યાના દ્વારે પહોંચી શકવાની શતયતા
11
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

પણ સૌથી વધારે છે . આવા સમયમાં લક્ષ્મી અગ્રવાલ જે વા


પ્રેરણામૂર્તષઓનો પ્રકાશ જ પથ પ્રદર્શષત કરી શકે, હહંમત બંધાવી શકે,
ફરી હોસલા બુલંદ કરી શકે, અને ખુશ રહેવા માટે અંતરની સુદં રતા
જરૂરી છે , બહારની નઝહ એવો ઝવશ્વાસ અપાવી શકે. આવા
પ્રયાસોમાં સફળતાની શતયતા ઓછી હોય તોય પ્રયત્નમાં જ
સાથષકતા છે ! બસ આવી કોઝશશો વારંવાર થવી જોઇએ. અચ્છાઈ
પનપવા માટે આદશષ ઉદાહરણ ઉપલબ્ધ થતું રહેવું જોઈએ, જે થી
બુરાઈ સામે લડવાનું બળ મળે, હારતા લોકોને હોંસલો મળે. બસ
આ જ પ્રયાસ "છપાક"નો છે . આવા પ્રયાસોને સરાહવા જ રહ્યાં.

બનીંગ થોટ્સ:
ભરી દુપહરી મેં અંઝધયારા
સૂરજ પરછાઈ સે હારા
અન્તરતમ કા નેહ ઝનચોડેં, બુિી હુ ઈ બાતી સુલગાએ
આઓ દફર સે દદયા જલાયે.
હમ પડાવ કો સમજે મંિીલ
લક્ષ્ય હુ આ આંખો સે ઓિલ
વતષમાન કે મોહચાલ મે, આને વાલા કલ ન ભુલાએ
આઓ દફર સે દદયા જલાયે.
આહુ ઝત બાકી, યજ્ઞ અધૂરા
અપનોં કે ઝવઘ્નો ને ઘેરા
અંઝતમ જય કા વજ્ર બનાને, નવ દધીઝચ હઝડ્ડયાં ગલાએ
આઓ દફર સે દદયા જલાયે.
(અયોધ્યાહસંહ ઉપાધ્યાય)

- ગોપાલ યાદવ, ૯૪૨૯૬૩૮૫૬૯


- ગાંધીનગર

12
પોળોની સફરે (ભાગ-૧)
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

- દદશાંત ગગષ
"ભાઈ સવારે ૬:૦૦ વાગ્યે હો ને,"
હા ભાઈ ચોતકસ સવારે ૬:૦૦ વાગ્યે હુ ં તારા ઘરે આવી
જઈશ. પરંતુ મારા સવારના લાંબા રૂદટનને કારણે અને મમ્મીના
નાસ્તો કરીને જ જવાના આગ્રહને લીધે હુ ં ૬:૩૦ વાગ્યે મારા
ઝમિ પ્રશાંતના ઘરે પહોંચ્યો. આમ "દદશાંત (એટલે કે હુ ં) અને
પ્રશાંત બંને આજે પોળોના જં ગલમાં જવા નીકળ્યા. ઘણા
સમયથી અમે બંને જવા માટે પ્લાન કરી રહ્યા હતા. મેં તો બે
વખત િેરકંગ માટે બુક પણ કરાવ્યું હતું. પરંતુ કોઈ અકળ
કારણોસર છે લ્લા સમયે પ્લાન રદ થતો હતો.
અમે ગાંધીનગરથી પોળો જવા માટે નીકળ્યા ત્યારે
ઠંડીના સામ્રાજ્યને દૂર કરવા સૂરજ ઝિઝતજ પર પોતાની હાજરી
પુરાવી રહ્યો હતો. ઝચલોડાથી હહંમતનગર વચ્ચે ઠેક ઠેકાણે ઝબ્રજ
અને ઝસતસ લેન રોડનું કામ ચાલુ હોઈ થોડોક િાદફક નડ્યો. પરંતુ
હહંમતનગરથી ઇડરનો રસ્તો એકદમ સરસ છે . ઇડરથી આગળ
આશીવાષદ હોટેલથી જમણી બાજુ ઝવજયનગરનું બોડષ હતું ત્યાં થી
અમે વળ્યા.ત્યાર પછી આવતો રસ્તો ખૂબ જ સુંદર કે ઘરે
ઝવદડઓ કોહલંગ કરીને બતાવ્યું કે જુ ઓ તો ખરા રસ્તો તો કેટલો
મસ્ત છે ! સુંદરતા એટલે કે રસ્તાની આજુ બાજુ માં િાડે તેની
ડાળીઓ થી ગુફા ના બનાવી હોય ? સામેની તરફ જ્યાં આકાશ
દેખાય તે તરફ પહાડો અને તે પહાડો પર ગીચ વનરાજી. કુદરતની
આ સુંદરતા માણતા માણતા આખરે ૩૦ કી.મી. પછી પોળોનું
જં ગલ આવી ગયું.
મારા કોલેજનો એક ઝમિ વન ઝવભાગમાં છે . તેની
પાસેથી મેં પોળોના એક ગાઈડનો નંબર મેળવ્યો હતો. જે મનું
13
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

નામ દલસુખ. દલસુખભાઈની સાથે અગાઉ થયેલ વાત મુજબ


તેમણે કહ્યું તે જગ્યાએ અમે પહોંચી ગયા. દલસુખભાઈ અમારી
સામે સ્પોટષસ શૂિ અને આમીના જે કેટમાં ઊભા હતા.
ઔપચાદરક વાતચીત પછી દલસુખભાઈ એ અમને કહ્યું

કે પાણીની બોટલ હોય તો લઈ લો .અમે બે વચ્ચે એક એમ એક


બોટલ લઇ લીધી અને ચાલવાનું શરૂ કયુાં. અમારી સાથે મુંબઈનું
એક કુટુંબ પણ હતું. એક યુવાન દંપતી સાથે તેમની બે દદકરીઓ
હતી. જે માં એક દીકરી પાંચેક વર્ષની તો બીજી દીકરી માંડ બે
વર્ષની હતી. અમે દીકરીઓના ઝપતાને મળ્યા. ઉષ્માભેર હાથ
ઝમલાવતી વખતે તેમણે પોતાનું નામ -ઝગરીશ છે તેમ જણાવ્યું.
ઝગદરશભાઈ મૂળ કેરળના છે . જ્યારે તેમની પત્ની ગુજરાતી.
જે થી તેમની દીકરીઓ ગુજરાતી, કન્નડ, (મુબંઈમાં રહેતા
હોવાથી) મરાઠી અને (અંગ્રેજી માધ્યમ માં ભણતા હોવાથી)
અંગ્રેજી ભાર્ાઓ બોલી શકતી.
થોડુંક ચાલ્યા પછી હરણાવ નદી પર ચેક ડેમ આવ્યો.
હરણાવ નદી નાનકડી જ છે . જે ની એક બાજુ માં રસ્તો અને
પહાડ તો બીજી બાજુ માં અડીને જ પહાડો આવેલા છે . આ
14
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

રમઝતયાળ અને પથરાળ નદી ચારે તરફ વનરાજીથી ધેરાયેલી હોઇ


ખૂબ જ સુંદર લાગે છે . નદીને ઓળંગીને અમે એક ડુંગર પર
ચઢવાનું શરૂ કયુાં. હજી તો અમે એ નાનકડા ડુંગરાની તળેટીમાં જ
હતા અને દલસુખભાઈએ અમને એક મહુ ડાના િાડની નીચે
રોતયા. અમને હરણાવ નદી બતાવીને એમણે માઝહતી આપવાનું
શરૂ કયુાં કે, હરણાવ નદી ઝહરણાિી, ઝભમાિી અને કોસાંબી એમ
િણ નાની નદીઓના સંગમથી બની છે . આ નદી ખેડબ્રહ્માને બે
ભાગમાં વહેંચે છે . હરણાવ નદી પહેલાં ઝહરણ્યાિ અથવા હરણી
નદી તરીકે ઓળખાતી હતી. નદી તેના પ્રાકૃઝતક સૌંદયષ માટે
જાણીતી છે . જે અહીંથી વહી આગળ જઇને ધરોઇ ડેમમાં ભળી
જાય છે . આશરે ૬૦૦ વર્ષ પહેલાં અહીં માનવ વસાહત હતી. જે
બાહ્ય આક્રમણને કારણે આજુ બાજુ માં તેમજ હાલમાં જે
ઝવજયનગર શહેર આવેલું છે ત્યાં રહેવા જતી રહી.
અમે જે મહુ ડાનું વૃિ નીચે ઉભા હતા તે વૃિને બતાવતા
દલસુખભાઈ એ સમજાવ્યું કે મહુ ડાના વૃિ પર માચષ માસમાં ફૂલો
બેસે છે . જે માંથી ઘણી બધી વાનગીઓ બને છે . તેમ જ સાથે
સાથે તેમાંથી દારૂ પણ બને છે . જે દારૂનો ઉપયોગ અહીંના
સ્થાઝનક લોકો દવા તરીકે પણ કરે છે .આદદવાસીઓ માટે આ વૃિ
"કલ્પવૃિ " કહેવાય છે .
મહુ ડાના વૃિ પર મે અને જૂ ન મઝહનાના દરઝમયાન ફળ
બેસે છે . મહુ ડાના ૪૦ થી ૫૦ દકલોગ્રામ ફળમાંથી( એટલે કે
ડોળીમાંથી) આશરે ૧૫ થી ૨૦ લીટર જે ટલું મહુ ડાનું તેલ મળે
છે . જે તેલનો અહીંના સ્થાઝનક લોકો ખોરાકમાં ઉપયોગ કરે છે .
આ મહુ ડાના વૃિ પર ઓર્કષડ નામની પરોપજીવી વનસ્પઝત છે .
જે મહુ ડા ઝસવાય બીજા પણ ઘણાં વૃિો પર જોવા મળે છે . આ
વનસ્પઝતને વાટીને ગરમ પાણીમાં ઉકાળ્યા બાદ જો તે પાણીથી

15
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

ન્હાવા માં આવે તો સાંધાના દુખાવા અને વા માં ઘણો ફાયદો


થાય છે .
દલસુખભાઈ એ થોડીક સૂચનાઓ આપી જે મ કે બધાએ
હસંગલ લાઈનમાં ચાલવું , ઓવરટેક કરવી નહીં તેમજ િેરકંગ
દરઝમયાન કોઈ વનસ્પઝતને અડવું નહીં કારણ કે અહીં ઘણી
વનસ્પઝત એવી છે જે ને અડવાથી શરીર પર ખંજવાળ આવે છે .
અમે આ નાના એવા પહાડ પર દલસુખભાઈ અને પેલા

16
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

મુંબઈના ફેઝમલીને પાછળ છોડી ચઢી ગયા. દરેક પહાડ પર


ચઢ્યા પછી જે મ નીચેનો નજારો અદભૂત લાગે. અહીંયા ઘનઘોર
જં ગલ અને એમાં પણ વચ્ચે વહેતી હરણાવ નદી અને તે નદીની
બાજુ માં જ ચાલતો રસ્તો. અમને શઝન-રઝવની રજામાં ના
આવીને શુક્રવારે આવ્યા હોવાનો લાભ મળી રહ્યો હતો. ચારે
બાજુ નીરવ શાંઝત, પહાડની ટોચ, જં ગલ, નદી બીજુ ં શું
જોઈએ? ત્યાં થોડા ફોટા પાડ્યા. થોડીવારમાં જ અમારી સાથેના
બીજા લોકો આવી ગયા. દલસુખભાઈ એ ત્યાંથી આગળનો રસ્તો
બતાવ્યો અને અમે ઉપડ્યા. ત્યાં ઉપર માંચડા જે વું બનાવ્યુ છે
અને ઉપર ચઢવા માટે સીડી પણ છે .પવષતની આ ટોચ ઊંચી
હોવાથી વધારે પવન આવી રહ્યો હતો. પણ સાથે નીચેની સુંદરતા
પણ વધુ આનંદ આપી રહી હતી. ઉપર ગયા પછી ફરી ફોટા
પાડ્યા. અહીં અમે થોડો આરામ કયો આજુ બાજુ ની સુંદરતા
માણી ત્યારબાદ દલસુખભાઈએ ફરીથી અમને માઝહતી આપી
૬૦૦ વર્ષ પહેલા જ્યારે આ જં ગલમાં લોકો વસતા હતા ત્યારે
અહીં એક મોટું નગર હતું અને રાજા રાજ કરતા હતા. તે સમયે
લડાઈ થાય કે કોઈ બાહ્ય આક્રમણ થાય તો રાજાના સૈન્યને સૂચના
આપવા માટે અત્યારના જે વી આધુઝનક ટેલીફોન, વોકીટોકી કે
મોબાઇલ જે વી કોઈ સુઝવધાઓ ન હતી માટે રાજાએ આપણે
જ્યાં છીએ ત્યાં એક ચેકપોસ્ટ બનાવી હતી. આ પહાડની રચના
એવી છે કે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા સૈઝનકો દૂર સુધી બન્ને
તરફ જોઈ શકે છે . જો તેમને કોઈ મુશ્કેલી દેખાય તો નગરમાં
જાણ પણ કરી શકે છે . કંઇ નવાજુ ની અંગે જાણ કરવા માટે
સૈઝનકોએ ફતત મોટેથી બોલવાનું જ રહે છે કારણ કે અહીંથી જો
બૂમ પાડવામાં આવે તો તેનો પડઘો પાછળના પહાડ પર પડે છે .
અમે પણ મોટેથી બૂમો પાડીને તેનો આનંદ લીધો.
17
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

દલસુખભાઈ એ જણાવ્યું કે ખેતરમાં વાવણી થાય પછી


ખેતરને સમથળ કરવામાં આવે છે . જે જમીનને "માંગો" કહેવાય
છે . અમે જ્યાં ઉભા હતા તે પહાડ પણ ખેતર જે વો સમથળ છે .
તેથી આ પહાડનું નામ માંગો પહાડ છે . સામે જે બીજો પહાડ છે
તેનું નામ "ભીમ" પહાડ છે . બાજુ માં બીજો એક અહીંનો સૌથી
મોટો પહાડ છે . જે નું નામ "કલાડ" પહાડ છે . અહીંના સ્થાઝનક
લોકો ગીધને કલાડ કહે છે . વર્ો પહેલાં કલાડ પહાડ પર ગીધની
બહુ જ મોટી સંખ્યા જોવા મળતા હતા. એક સમયે ૩૨૬
જે ટલા ગીધ ધરાવતો આ પહાડ અત્યારે ફતત ૬૩ જે ટલા જ
ગીધ ધરાવે છે . ગુજરાત સરકારે પણ ગીધને લુપ્ત થઇ રહેલ
પ્રજાઝતમાં મૂતયા છે . મને અત્યારે હુ ં નાનો હતો ત્યારે વેકેશનમાં
મામાના ઘરે જતો અને મરી ગયેલા પશુની આજુ બાજુ માં કેટ લા
બધા ગીધ આવીને તેમની ઝમજબાની માણતા તે યાદ આવી ગયું .
એ બધા ગીધ અત્યારે ગામડે મરેલા પશુની આજુ બાજુ નથી
જોવા મળતા તે એક હકીકત છે . છે લ્લે અમને દલસુખભાઈએ
જો ભઝવષ્યમાં વૃિો નહીં હોય તો ઓઝતસજન માટે બધાએ
ઓઝતસજન બોટલની જરૂર પડશે અને જે સામાન્ય માણસને
તયારેય પરવડી નહીં શકે માટે આપણે દરેક વ્યઝતતએ એક વર્ષમાં
એક વૃિ વાવીને તેનો ઉછે ર કરવો જોઈએ એવું સમજાવ્યું. અમારા
ગાઈડ પયાષવરણ પ્રેમી પણ છે અને વૃિો માટે લોકોને અપીલ કરી
રહ્યા છે તે અમને ગમ્યું.
અમે દલસુખભાઈને આજુ બાજુ ના બીજા પહાડ પર પણ
ચઢાણ કરી શકાય છે ? તેમ પૂછયું ત્યારે એમણે કહ્યું કે હવે સરકારે
ફતત આ પહાડ પર જ ચઢાણની પરવાનગી આપી છે . આ
ઝસવાયના બીજા પહાડ પર ચઢાણ કરી શકતું નથી. કારણ ? કારણ
એ જ માનવીની ખરાબ વૃઝત્ત. ખબર નઝહ કેમ પણ માણસને
18
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

જ્યાં જાય ત્યાં જઈ આવ્યો છે તેવી હાજરી પુરાવવી જાણે બહુ


ગમે છે . તેથી જ જ્યાં પણ જાય ત્યાં એના પુરાવા રૂપે
પ્લાઝસ્ટકની બોટલો, નાસ્તાના ખાલી પડીકા અને અન્ય નકામી
ચીજવસ્તુઓ મૂકતા આવે છે . પરંતુ માનવી એ નથી જાણતો કે
આ ખાલી પડીકા અને બોટલો એમના જ બાળકોને ભઝવષ્યમાં
અહી આવવા નઝહ દે . દલસુખભાઈએ કહ્યું કે બે વર્ષ પહેલા અમે
આજુ બાજુ ના પહાડોમાં ફરીને આશરે ૯૦૦ થી ૧૦૦૦
માણસોએ કચરો વીણીને ૩૦૦ થી વધુ કોથળા ભરીને પ્લાઝસ્ટક
કાઢ્યું હતું! આટલી સુંદર જગ્યાને પણ માણસો બગાડતા અટકાતા
નથી. ત્યારે થાય કે કુદરત જે કરી રહી છે તે યોગ્ય જ છે . શું
આપણે કોઈ પણ કુદરતી જગ્યાને પ્લાઝસ્ટક મુકત રાખવા માટે
આપણા પ્લાઝસ્ટકને આપણી સાથે રાખીને તેનો યોગ્ય જગ્યાએ
ઝનકાલ ના કરી શકીએ?
આ પયાષવરણની ચચાષમાંથી ફરી જઇએ પોળો ના
જં ગલમાં. અમે દલસુખભાઈના જણાવ્યા મુજબ પહાડ પરથી
નીચે ઉતરવા લાગ્યા. નીચે નદી આકારમાં પથ્થરો જોઈને લાગ્યું કે
જરૂર અહીં ચોમાસામાં િરણં વહેતું હશે. તેની બાજુ માં જ
પોળોના જં ગલના પ્રખ્યાત દેરા જોયા.
જૈ નોના દેરા અત્યારે તો આવા ગીચ જં ગલમાં છે . વર્ો
પહેલાં જ્યારે અહીં માનવ વસાહત હશે ત્યારે આની ભવ્યતા
કેટલી બધી હશે? જ્યારે આ દેરામાં પૂજા થતી હશે ત્યારે આ
િરણં, જં ગલ તેમજ આ પહાડો મંગળ ગાનથી કેટલા દીપી
ઉઠતા હશે? દેરાસરની મોટા ભાગની મૂર્તષઓ ખંદડત છે . એ
બતાવે છે કે આ ભવ્ય દેરાસરો ઉપર મુઝસ્લમ આક્રમણ થયું હશે .
ઝહન્દુ તેમજ જૈ ન ધમષમાં ખંદડત મૂર્તષ અપૂજ્ય છે . જે થી આ

19
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

દેરાસરોની પૂજા બંધ થઈ અને કાળક્રમે આ દેરા ખંડેર થઈને


આપણી સામે ઊભા છે .
આવા ભવ્ય દેરાસરમાં પણ અહીં આવતા પ્રવાસીઓ
તેમની પ્રેમની ઝનશાની છોડવાનું ભૂલતા નથી .આવા છીછરા પ્રેમ
પર સાચે જ દયા આવે છે . બબષર મુઝસ્લમો એ તો ધમાાંધ થઇને
આવા ભવ્ય દેરાસરોનો નાશ કયો પણ અહીં તો બબષર હહંદુઓ
પણ જે માં સામેલ છે તેવા પ્રેમીઓ આ દેરાને પ્રેમાંધ થઇને
નુકશાન પહોંચાડી રહ્યા છે . તે વાતનું દુ:ખ થાય છે .
એક મોટું અને બાજુ માં જ એક નાનું દેરાસર જોઈ ને
અમે આગળ વધ્યા. થોડે
આગળ બીજા એક નાના
ખંડેર દેરાસરની
આજુ બાજુ માં ઘણી બધી
મૂર્તષઓ છે . જે મૂર્તષઓની
ખાઝસયત એ છે કે દરેક
મૂર્તષની કેશ કલા એટલે કે
હેર સ્ટાઇલ અલગ અલગ
છે . ઘણી તો એટલી બધી
બેઝમસાલ છે કે અત્યારના
સમયમાં પણ આધુઝનક
યુવતીઓના માથે જોવા
નથી મળતી! અહીં પાછળ
એક વાવ આવેલી છે . જે
વાવની બાજુ માં જ કૂવો
છે અને કૂવામાંથી વાવની
વચ્ચે પાણી આવે છે
વાવમાં િણ બાજુ
20
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

પગઝથયાં બનાવેલા છે . જે પગઝથયાંની રચના પણ એ રીતે કરી છે


કે એક સાથે ઘણા બધા માણસો વાવમાં ઉતરી શકે અને ચઢી પણ
શકે.
ત્યાંથી અમે એક મોટા એવા જૈ ન દેરાસરમાં ગયા. જે નું
બાંધકામ ૧૫મી સદીમાં કરવામાં આવ્યું હતું. આજકાલ ચાલી
રહેલ પ્રી વેરડંગ ફોટો શૂટ માટે ઘણા બધા લગ્નોત્સુક જોડાઓ
તેમનું ઝપ્ર-વેરડંગ શૂટ કરાવી રહ્યા હતા. જે ના લીધે પણ આવી
ઐઝતહાઝસક ઇમારતોમાં ગંદકી વધી રહી છે . આ ઇમારતની
બાંધણી અને કોતરણી કામ ખૂબ જ સુંદર છે . પરંતુ આ
સ્થાપત્યોની જાળવણી માટે યોગ્ય પગલાં લેવાય તે ખૂબ જરૂરી
છે . પુરાતત્વ ખાતું જે કેન્દ્ર સરકાર હસ્તક છે તે ફતત એક બોડષ
મારીને પોતાની જવાબદારીમાંથી મુતત થઇ રહ્યું હોય તેમ લાગે
છે .
દલસુખભાઈએ આ દેરાસરની માઝહતી આપતા જણાવ્યું
કે, આ દેરાસર પાંચ ભાગમાં વહેંચાયેલું છે . સૌથી પહેલાં પ્રવેશ
ખંડ છે . જે દેરાસરથી થોડો નીચે છે . તેની બાંધણી એવી રીતે
કરવામાં આવી છે કે સામાન્ય તાપમાન થી અહીં ૨ થી ૩ ડીગ્રી
જે ટલું તાપમાન નીચુ રહે છે . ત્યારબાદ સભામંડપ આવે છે . આ
દેરાસરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે સભામંડપમાં
રાજા જ્યાં ઉભા રહે તે ભાગ ચાર ઇંચ જે ટલો ઊંચો રાખવામાં
આવ્યો છે . જે થી સભામંડપમાં રાજા પ્રધાન અને પ્રજા સાથે જ
ઊભા રહેતા હોય ત્યારે રાજા બધાની વચ્ચે ઊભા રહે તો પણ
તેમનું માન જળવાય. ત્યાર બાદ "િીકા મંડપ" આવે છે . જે માં
દેરાસરમાં દશષનાથી કોરા વસ્િોમાં જતા હોઇ ત્યાં વસ્િો
બદલવાની સુઝવધા છે . પછી ગૂઢ મંડપ જ્યાં એક ભોંયરૂ આવેલું
છે . એવી લોકવાયકા છે કે આ ભોંયરં અહીં થી ૪૦ દકલોમીટર
દૂર ઇડર સુધી જાય છે . પરંતુ હાલમાં પુરાતત્વ ઝવભાગે આ ભોંયરં
21
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

બંધ કરેલું છે . છે લ્લે ગભષગૃહ છે . ભેજ વાળું વાતાવરણ અને


અંધારાના લીધે દેરાસરના ગભષ ગૃહ માં ઘણા બધા ચામાચીદડયાં
છે .(ક્ર્મશ:)
આ સફરનો આગલો ભાગ હવે પછીના અંકમાં...
-દદશાંત ગગષ, 8511619465
ગાંધીનગર.

Write Time
Give your feedback

9904709609
9974529517

22
હુ ં તારી “પતંગ” ને તું મારો દોર”..
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

- ભાવના પટેલ
ઉત્તરાયણ.....શબ્દની ઉત્પઝત્ત સમજવા જે વી છે . આ શબ્દનો
સંસ્કૃત અથષ એટલે ‘ઉત્તરાયન.’ ઉત્તર+અયન =ઉત્તરાયન. અથાષત
ઉત્તર તરફનું પ્રમાણ. આ દદવસે સૂયષ પૃથ્વીની આજુ બાજુ ની પોતાની
પદરભ્રમણની દદશામાં પણ પદરવતષન કરી ઉત્તર દદશા તરફ ખસે છે ,
ત્યારે ઉત્તરાયણ એટલે સૂયષનું ઉત્તર તરફનું પ્રયાણ.....૧૪ જાન્યુઆરી
એટલે ઉત્તરાયણ. અને ઉત્તરાયણ એટલે આકાશનું રંગબેરંગી
પતંગોથી રંગાઈ જવું. વાતાવરણનું ‘કપાયો છે .....’’કાપ્યો
છે .....’’લપેટ્ટ.....’ ની બૂમોથી ભરાઈ જવું. એમાય વળી ઊંઝધયુ,ં
જલેબી, ચીકકીની ઝમજબાની અને ઢીંચાક ઢીંચા વાળું મ્યુઝિકમય
સંગીત..... ખાવુ,ં પીવું ને મોજ-મસ્તી.....બસ! ઉત્તરાયણ આવી
ગઈ છે અને એ
બહાને હાલો ત્યારે
શબ્દોની દોરી વડે
ઉત્તરાયણનો પતંગ
ચગાવીએ અને
માંડીએ
‘ઉત્તરાયણપુરાણ’....
.”ઉત્સવ ઉત્તરાયણનો
અનેરો જે માનાં
મતભેદોનાં રંગો,
ભાર્ા સાથે નામ
બદલાતું પણ આનંદ
તો સૌનો રે સરખો.”

23
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

પતંગ સાથે
જોડાયેલાં થોડાં
સ્મરણો ખાણી-
પીણીની રીત-રસમ
અંગેનાં છે .
ઉત્તરાયણ આવતાં
પહેલાં શેરીઓમાં
એક સોડમ વહેતી
શરૂ થાય. અને તે છે
તલ-મમરા-શીંગનાં
લાડવાની (ચીકકી) બનાવતાં ગોળની સોડમ. નાકમાં એ સોડમ
આવતાં જ જઠરાઝગ્ન પ્રજ્વઝલત થાય. બધાં ઘરમાં બનતાં. અને
સ્િીઓ શેરીઓમાં રમતાં બાળકોને આપે. અને એકબીજાનાં ઘરે પણ
આપી જાય. કોઈક સ્િીઓ તે લાડવામાં પાંચ, દસ કે પચ્ચીસ
પૈસાનાં ઝસતકા નાંખે. જે નાં નસીબમાં હોય તેને મળે. આનું વૈજ્ઞાઝનક
કારણ તો વર્ો પછી સમજાયું કે, ઉત્તરાયણ પહેલાં જ શરૂ થતી
ઋતુસંઝધમાં છાતીમાં કફ થાય તેને આ ગોળ સાથેનાં કફશોર્ક
દાઝળયા અને મમરા તેમજ શઝતતવધષક તલ ઉપરાંત શેરડી વગેરે
તંદુરસ્ત રાખે છે . અને લાડવામાં નંખાતા ઝસતકા – જે ઘરમાં આર્થષક
અછત હોય, તેનાં ઘરે આ દરવાજે પડોશીઓ લાડવા આપવા જાય
અને આ રીતે તેનાં સ્વમાનને ઠેસ ન પંહોચે તેવી રીતે મદદરૂપ
થવાનુ.ં આ એક મોટું સામાઝજક કારણ છે .
મનેય નાનપણથી જ ઉત્તરાયણનું પવષ ખૂબ ગમતું . ત્યારે
પપ્પાની સામાન્ય નોકરીમાં મોટી-મોટી જવાબદારી અને એમાં
આવતાં તહેવારોમાં િણ સંતાનોની જુ દીજુ દી પસંદગી અને માંગણી
પોર્વી પપ્પાને અધરી લાગતી. આમ તો દરેક સામાન્ય પદરવારોની
આવી જ પદરઝસ્થઝત હોય છે . પણ અમેય િણેય ભાઈ-બહેન

24
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

મોજીલા હતાં. હુ ં સૌથી નાની અને બેઉ ભાઈ મોટા. જીદ ન કરીએ
પપ્પા સામે.
ઉત્તરાયણનાં એક મઝહના અગાઉથી જ પતંગ ચગાવવાનો દોર
ચાલુ થઈ જતો. અમે પણ સ્કૂલથી ઘરે આવતાં જ નીકળી પડતાં .
સંજય(સૌથી મોટા ભાઈ), રાજુ (મોટા ભાઈ) અને હુ ં. સાથે
પાડોશમાં રહેતાં ઝમિો તથા ભાઈનાં સહાધ્યાયી ઝમિો.
અઝશ્વન,ચેમી, ચેતન અને અન્ય તથા મારી ખાસ બહેનપણી રીટા.
એમ નાની એવી અમારી ઝમિોની ટોળકી નીકળી પડતી શેરીઓમાં
પતંગ લૂંટવા.
ભાઈઓની પાછળ પાછળ મારે અને રીટાએ દોડવાનું . અને
તેઓ એ જે પતંગ લૂંટીને પકડી હોય એ અમારે સાંચવીને પાછળ
પાછળ દોડવાનું. એટલેકે
અમે બેઉ ‘હેલ્પર’નું કામ
કરતાં. આખી બપોર
દોડા-દોડી કરી પતંગો
લૂંટીને ભેગી કરતાં. અને
સાંજ પડતાં પતંગની
વહેંચણી થતી. એમાં મારાં
અને રીટાને ભાગે નાની-
નાની પતંગ આવતી.
બાકીની પતંગો ઝમિો
વહેંચી લેતાં. અને થોડી ફાટેલી પતંગ અમારી પાસે સંધાવીને
પાડોશમાં રહેતાં બીજા છોકરાઓને વહેંચી દેતાં . આમ, આખો
મઝહનો પતંગ લૂંટવાની મહેનત કરી લેતાં. અને ઉત્તરાયણનાં દદવસે
પતંગ ચગાવતાં. તોયતો એ દદવસની બપોર પાછાં પતંગ લૂંટવા
નીકળી પડતાં. અને વાસી-ઉત્તરાયણનો આખો દદવસ પતંગ
ચગવતાં. મારે અને રીટાને ફીરકી પકડવાની, તથા ‘કાપ્યો
છે ...’’લપેટ્ટ...’ જે વી બૂમો પાડવાનું આવે. પણ વચ્ચે વચ્ચે ભાઈ
25
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

પતંગ ચગાવતાં પણ શીખવતાં. કોઈ પેચ લગાવવા આવે તો કેમ


બચવું કે કેમ ઢીલ-ખેંચ કરી તેમની પતંગ કાપવી તેનાં દાવ-પેચ પણ
શીખવતાં.દર વર્ે તહેવાર ખૂબ ધમાલ-મસ્તીથી ઉજવાતો. હાલ
પણ ઉજવાય છે . પણ.....જે મ જે મ આર્થષક પદરઝસ્થઝત સુધરતી ગઈ
એમ પતંગ લૂંટવાની દક્રયાઓ ઓછી થતાં થતાં બંધ થઈ ગઈ. આજે
પણ શેરીઓમાં નાના નાના ભૂલ ં કાઓની ટોળકીને પતંગ લૂંટવા
દોડા-દોડી કરતાં જોઈને બાળપણ યાદ આવી જાય છે .
મોટાં થયાં એટલે ટોળકીનાં અમુક ઝમિો ઝવખરાઈ ગયાં .
અઝશ્વન-રીટા (ભાઈ-બહેન) ન્યૂિીલેન્ડ જતાં રહ્યાં. રીટાનું બે વર્ષ
અગાઉ ટૂંકી માંદગીમાં દુખદ અવસાન થયું. અઝશ્વન દર વર્ે-બે વર્ે
એકાદ વાર ઈઝન્ડયા આવે ત્યારે એવી સહજ રીતે મળે છે જે મ
પહેલાં મળતો. ચેમી, ચેતન દર વર્ે ઉત્તરાયણનાં તહેવાર પર પદરવાર
સઝહત અમારે ઘરે આવે. ગયાં વર્ષનાં ઉત્તરાયણ પર ચેમીએ
બાળપણની યાદને તાજી કરવાં પોતાનાં બેઉ બાળકો અને
સંજય(ભાઈ)નાં બેઉ બાળકોને લઈ જઈ બે કલાક સુધી શેરીઓમાં
દોડાવ્યા હતાં. અને ઘણી પતંગો લૂંટી હતી.
કપાયેલી પતંગોને ‘પકડવી’ શબ્દને બદલે ‘લૂંટવી’ શબ્દ પર જ
ભાર આપવાનો આગ્રહ રાખીશ. કારણકે પતંગ ‘લૂંટીને’ પણ
કોઈકની જાન બચાવી હોય એવી ભાવના જાગતી. આજે પણ હુ ં એ
જ છુ ં સહજ, સરળ અને ઝનખાલસ ‘ભાવના’. સ્કૂલમાં ઝશિક તરીકે
ફરજ બજાવતી ત્યારે ઝવદ્યાથીઓને પતંગ બનાવવાની કળા
શીખવાડેલી. મોટી મોટી પતંગો જાતે બનાવીને ઝવદ્યાથીઓ સાથે
ખુલ્લા મેદાનમાં જઈ પતંગો ઉડાવેલી. જાતે કલાનું સજષ ન કરવાની
પણ મજા જ કૈંક જુ દી છે .
પવષની મજા સાથે થોડી સાવધાની રાખવી પણ જરૂરી બને છે .
જે મકે પતંગ ચગાવતાં ધાબા પરથી પડી જવું, પતંગ લૂંટતાં
અકસ્માત થવો, ચાઇનીિ દોરીનાં કારણે ગળું કપાઈ જવું, પતંગ
કાપ્યોને કપાયોમાં તકરાર થવી. આ હવે ઉત્તરાયણનાં પવષમાં
26
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

સામાન્ય થઈ ગયું છે . આ બધું ન થાય તે માટે આપણે જોશ,


જુ સ્સા, ઉત્સાહની સાથે સાવધાની માટે સંયમ રાખવો જોઈએ.
પાંચ વર્ષ અગાઉ ઉત્તરાયણનાં પવષ પર હુ ં નોકરી થી છૂ ટીને વહેલી
વહેલી ઘરે આવવા મેં
અઝતટવા( ટુ-વ્હીલર)
દોડાવ્યુ,ં ને રસ્તામાં
મારાં મોઢામાં
પતંગનો દોરો
ભેરવાયો. હુ ં ૧૦ફૂટ
દૂર સુધી ઢસડાઈને
રસ્તા વચ્ચેનાં
દડવાઇડર સાથે
અથડાઇને પડી. મોઢામાં દાંતમાં ફસાયેલો દોરો માંડ હટાવ્યો. મારાં
બન્ને ગાલ દારાની ધારથી ઝચરાઈ ગયેલાં.ખૂબ ઊંડો ઘા અને લોહી–
લુહાણ થયેલું. ત્યારબાદ પ્લાઝસ્ટક સજષ રી કરાવવી પડેલી. ત્યારથી
ઉત્તરાયણ અગાઉનાં દદવસોમાં બહાર નીકળવાંથી ડરં છુ ં .
ઉત્તરાયણનાં પવષ પર સૌથી વધુ નુકશાન થતું હોય તો તે ઊડતાં
પિીઓને. કાચવાળી કે ચાઇનીિ દોરી આકાશમાં ઊડતાં પિીઓની
પાંખ કાપી નાંખે છે . દોરાની ધાર થી કપાઈને મૃત્યુ પામનારા
પિીઓની સંખ્યા પણ ખૂબ મોટી હોય છે . સમડી,ગીધ જે વાં દુલષભ
ગણાતાં પિીઓ દોરા વડે કપાઈને મૃત્યુ પામતાં હોય છે . આ દદવસે
ઘવાયેલાં પિીઓની સારવાર કરવાં અનેક જીવદયા પ્રેમીઓ કામે
લાગી જતાં હોય છે . આપણે પણ આપણાં દોરાથી કોઈ પિી ન
કપાય તેની સાવધાની રાખવી જોઈએ. ચાઇનીિ માંજો, ઝસન્થેટીક,
નાઇલોન કે કાચ વધષક દોરીથી પતંગ ચગાવવા, તથા જાહેરનામામાં
પતંગ ચગાવવામાં સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ દરઝમયાન
પિીઓ વધુ પડતાં ઊડતાં હોય તેથી એવાં સંજોગોમાં પતંગો

27
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

ચગાવવા પર પ્રઝતબંધ મૂકાયો છે . જે નું સખત પાલન કરવું એ


આપણી નૈઝતક જવાબદારી છે .
આકાશમાં જ્યારે પતંગ ઊડેને એ જોવાનું મને ખૂબ ગમે .
અને એની સાથે જાણેકે હુ ં પણ પોતે ઊડતી હોઉં એવો અહેસાસ
થાય. ખુલ્લું ઝવશાળ ભૂરં ભૂરં આકાશ. એમાં રૂ નાં ઢગલા જે વાં
વાદળો. સૂયષનાં સોનેરી પીળા-કેસરી દકરણો અને સાથે સાથે રંગ-
બેરંગી પતંગો ઊંચી-નીચી થતી, ડોલતી-નાચતી, ઠુમકા લગાવતી,
તયારેક પૂર જોશમાં ચરચર કરતી ભાગતી તો તયારેક કન્ના ઢૂસ થતી
લબળતી, કોઈક વળી એકદમ શાંત અને ઝસ્થર મગજની પતંગો.
તયારેક દાવપેચ તો તયારેક ઢીલ, મસ્ત માંજીલી થઈ સફર કરતી એ
ઝનત. શ્વેત-નીલા-ભૂરા ગગનને લાગણીરૂપી રંગોથી ભરી દેતી.
સપનાઓરૂપી દોર વડે માઈલની એ સફર કરતી, નાની આ હજં દગીને
પણ કેવું મસ્ત એ જીવી લેતી ને અમુકને ધમાલ-મસ્તી સૂિતી હોય
એમ નખરાં કરતી પતંગો. આકાશમાં આવું નિારં ટગર-ટગર જોતાં
તો જાણે ડોકી દુખી જાય. તોય નજર હટાવવાનું મન ન થાય.
પતંગ જાણે આકાશ
બની જાય અને પવન
પરનો ઝવશ્વાસ બની
જાય. હીનતા લઘુતાનો
નાશ થઈ જાય અને
આજે પતંગ કહે કે દોરી
આવવા દો, હુ ં આકાશ
બની જાઉં. ઝસ્થરતા અને
સંતુલન ઊંચાઈઓનું
આહલંગન કરે, દોર અને
વાયરોનાં બીજાકોઈનું અવલંબન કરે. સુરજ સમીપે જઈને એનો
ખાસ બની જાય અને આજે પતંગ કહે કે હુ ં આકાશ બની જાઉં.
કેટલાંય રહસ્ય રાખ્યાં નામ પોતાની અંદર એક-મેક આકાશી ટુકડે,
28
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

ગૂઢ ધરો સમંદર. આજે હુ ં પણ એનું જ એક રાિ બની જઈશ.


અકળ અનંતની તપાસ બની જઈશ. અને આજે પતંગ કહે કે હુ ં
આકાશ બની જાઉં.
છે પતંગમાં અને મારામાં એક જ સામ્ય,
જ્યાં સુધી છે ઊંચાઈ ત્યાં સુધી જ છે
વાહ-વાહ.
ચગ્યાં પછી પણ લટકતી રહેશ ે એ કોઈ
િાડમાં,
કપાયા પછી પણ રહેશ ે એ મુજ જે મ બસ
તાનમાં “
વર્ોથી જાણે હુ ં છુ ં શોધમાં. ચાલ,
“આજે તો કહેવ ું છે ને કહી દઈશ. હુ ં પણ
છુ ં તારાં પ્રેમમાં.”
“આજે તો કહેવ ું છે ને કહી દઈશ. હુ ં પણ
છુ ં તારાં પ્રેમમાં.”

“પતંગ” છુ ં હુ ં તારી.....તું મારો


“દોર” બની જા. ફીરકીમાં
વીંટળાઇ.....તું ભરદોર વહી જા.
મારાં કન્નાથી.....મજબૂત જોડાઈ જા. વજન ઉપાડી મારં.....તું
મને દૂર લઈ જા.
દેખાડું તુજને વ્યોમ.....તું મારી સંગ થઈ જા. ખાઉં જો હુ ં
અચકાતી.....તું ઝસ્થર થઈ જા.
રાિે લઈ કંડીલ....તું ‘તારા’ ની જે મ ચમકી જા. હુ ં પતંગને તું મારો
માંજો....આપણાં બેઉનો જગ જૂ નો નાતો.
ચાલ, આજે પતંગ બની ઊંચે આકાશે ઝવહરીયે, માંજાનાં કાચાં-પાકાં
તારથી ચાલ આજે લાગણીનાં તાતણે બંધાયે.
લાગી જાય જો પેચ.....”પંકજ”.....સમ છે તને, તું લડી જા.
‘કપાયો છે ’....નાં સ્વરથી....મુજને ગવષ કરવી જા.
29
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

પડી જશે પવનતો તારો ઝવશ્વાસ.....મને ઉડાવશે. બાકી પ્રયત્નો


કરતાં તો હજં દગીએ.....શીખવ્યું જ છે .
ચગાવીશ તુ,ં તો મને.....કપાવાનો ડર નથી. કદાચ કપાઈશ તો
‘લૂંટાવુ’ં .....પણ તારાં હાથે જ છે .
સાથ જે છૂ ટે આપણો.....તું પણ ધરાને અડી જા.....ડચકા ભરીશ
હુ ં.....તું પણ ફીરકીમાં સમાઈ જા.
હહંમત ના હારીશ દોસ્ત....તું બીજા પતંગ સંગ જોડાઈ જા.
જોડાઈશ નવાં મંજા સંગ....યાદ, તુજને કરીશ જા.
દોસ્ત નવાં બાનવશું.....તું લઈ બીજા પતંગ, આવી જા.
પવનનાં પ્રવાહમાં ઊડી “પંકજ” તુજને ગોતી જ લઇશ જા. પેચનાં
બહાને “પંકજ” તુજને સ્પશી જ લઇશ જા.
બીજુ ં શું કહુ ં એ દોસ્ત..... તું આટલાંમાં સમજી જા. હુ ં પણ ઝનભાવું
દોસ્તી.....તું પણ યારી ઝનભાવી જા.
“છુ ં હુ ં તારી.....”પતંગ” ને તું મારો “દોર” બની જા”.......(અજ્ઞાત)
-ભાવના પટેલ, ૯૭૨૨૯૭૩૩૦૭
વડોદરા

30
એક ઝલક -રાઠવા સમાજરાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

- સુદમત્રા રાઠવા
ચાલો ઝવશ્વના આદદવાસી સમાજના એક ભાગરૂપી
છોટાઉદેપુર ઝજલ્લામાં વસવાટ કરતા અને આદદવાસી સમાજમાં
અલગ આગવી ઓળખ ધરાવતા આ રાઠવા સમાજની આપણે
ઝવસ્તારપૂવષક સમજ મેળવીએ.
"રાઠવા" શબ્દ રાઠ ઝવસ્તાર ધરાવતા આદદવાસી લોકોના
સમૂહના લીધે પ્રચઝલત થયો છે . છોટાઉદેપરુ જીલ્લાના સમગ્ર
ઝવસ્તારમાં આ જાઝતના લોકો વધારે જોવા મળે છે . જે ઓ મધ્યપ્રદેશ
રાજ્યના માળવા નજીક અલીરાજપુર પાસેના રાઠ ઝવસ્તારમાંથી
આવીને છોટાઉદેપરુ ખાતે વસેલા એવી લોકવાયકા છે . છોટાઉદેપુર
ઝજલ્લાનો સમગ્ર પહાડી ઝવસ્તાર 'પાલ" તરીકે ઓળખાતો હતો.
છોટાઉદેપુરના ઉત્તર -પૂવષના ઝવસ્તારમાં રાઠવાઓના વસવાટને
પદરણામે તે ઝવસ્તાર આજે રાઠ તરીકે ઓળખાય છે .
આ સમાજના લોકોની આદદવાસી સંસ્કૃઝતની વાત કરીએ
તો તેઓ પોતાના સમાજ
માટે એકતા ધરાવે છે અને
તેઓની "પીઠોરા " ભીતઝચિ
જગપ્રઝસધ્ધ છે .
રાઠવા સમાજના
લોકોમાં ઝશિણનું સ્તર ખૂબ
ઓછુ જોવા મળે છે . તેમજ
સમગ્ર ઝવસ્તાર પણ ખાસ
ઝવકઝસત નથી તેમ છતાં
આવી પરીઝસ્થઝતમાંથી
બહાર આવીને પોતાના
સમાજને આગળ લાવવા
31
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

માટે તેઓ દ્વારા સમય અને


પદરઝસ્થઝતના બદલાવ મુજબ
સમાજ પહેરવેશ..........
રાઠવા સમાજના આદદવાસી
લોકોના પહેરવેશની વાત કરીએ
તો તેઓ અન્ય કરતા અલગ તરી
આવે એમ છે . તેમનો પોશાક
એકદમ સાદો હોય છે જે મકે
પુરર્ લંગોટી(ધોતી) અને શટષ
તેમજ સ્િી ઘાઘરો અને ઓઢણી
જે વા વસ્િો પહેરે છે . તેઓના કાન, ગળા, હાથ પર છુ ં દણા જોવા
મળે છે . આદદવાસી સમાજની સ્િીઓ ચાંદીના ઘરેણાની ખૂબ જ
શોખીન હોય છે . જે માં હંસલી કડલા અને માળા તેમજ પગની
િાંિર , નાક અને કાનમાં પણ ચાંદીના ઘરેણા પહેરે છે . આદદવાસી
સમાજની ધાર્મષકવૃઝત જગતભરમાં ઝવખ્યાત છે . "પીઠોરા " શબ્દ એ
આદદવાસી રાઠવા સમાજનું અઝસ્તત્વ ગણાય છે .
રાઠવા સમાજના રીઝતદરવાજો, પહેરવેશ તેમજ
રહેણીકરણી અલગ તરી આવે છે . અન્ય સમાજના રીતીરીવાજ
કરતા અહીં ખૂબ જ અલગ ઝસ્થઝત જોવા મળે છે જે મકે ઘરમાં
લગ્ન પ્રસંગ, મરણનો પ્રસંગ, વાસ્તુ પૂજન કે અન્ય સામાઝજક પ્રસંગ

32
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

હોય તેઓની પ્રસંગની ઝવઝધ અને ઉજવણીની રીત ભાત અલગ


જોવા મળે છે .
રાઠવા સમાજ કલા સાથે પણ જોડાયેલ છે તેઓ દ્વારા
વાંસમાંથી ટોપલી, સાવરણો, સૂપડું તેમજ અન્ય વાસણો બનાવામાં
આવે છે અને તેઓ માટીમાંથી પણ વાસણ બનાવવામાં પણ ખૂબ
પ્રખ્યાત છે . તેઓના બનાવેલ માટીના વાસણ માં બનેલો ખોરાક
ખૂબ જ સ્વાદદષ્ટ હોય છે .
આદદવાસી રાઠવા સમાજ કોતરણીકામ-નતશીકામમાં પણ
સારી હથોટી ધરાવે છે . તેઓ લાકડામાંથી કોતર કામ કરી ને દેવોની

મૂર્તષઓ બનાવે છે જે ઝવદેશમાં પણ પ્રખ્યાત થયેલ છે . તેમજ તેઓ


લાકડાની અલગ અલગ અન્ય વસ્તુઓ પણ બનાવે છે .
આદદવાસી સમાજની પીઠોરા ઝચિકળા આજે
ઝવશ્વભરમાં પ્રખ્યાત છે .તેઓ દ્વારા હાથથી છાપવામાં આવતા
પીઠોરા ઝચિો અન્ય કોઈથી નકલ ન થઇ શકે તેવા હોય છે . જે ના
માટે પ્રખાય્ત એવા આ સમાજની આપણે વાત કરીએ તો તેમાં
કુદરતી રીતે તેઓના લોહીમાં આ પ્રકારની કળા ઘોળાયેલી હોય અમ
લાગે છે . આ સમાજના લોકો તીરંદાજીમાં પણ માઝહર હોય છે .
33
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

રાજ્ય કિાએ તેઓ તીરંદાજીમાં મેડલો મેળવેલ છે . તેઓનું


ઝનશાનીબાજીમાં ઘણં સારં જ્ઞાન રહેલું છે .
ખોરાક....... રાઠવા સમાજના લોકોનો મુખ્ય ખોરાક
રોટલા- શાક અને દાળ -ભાત છે . તેઓ મકાઈ અને ચોખાના
રોટલાનો વધુ ઉપયોગ કરે છે . ખાસ કરીને તેઓ પોતાના પ્રસંગ માં કે
તહેવારોમાં ખાસ પ્રકારના અડદના ઢેબરા બનાવે છે જે ઘણા જ
સ્વાદદષ્ટ લાગે છે .
તહેવાર...... આદદવાસી સમાજના આ ઝવસ્તારમાં તેઓ
ખાસ કરીને હોળીનો તહેવાર તેઓ ધામધૂમ થી ઉજવે છે . હોળીના
તહેવાર પર તેઓ મેળાઓ આયોઝજત કરે છે અને તેમાં આદદવાસી
પહેરવેશ સાથે નાચવા- ગાવાના મનોરંજનના સાધનો નો ઉપયોગ
કરે છે .
રાઠવા આદદવાસી સમાજનું "ટીમલી" નૃત્ય પણ અલગ
અંદાજમાં જોવા મળે છે . તેઓ લગ્ન પ્રસંગમાં સંગીત સાથે ટીમલી
નૃત્ય રમે છે . જે માં બધા એક સાથે એક જ સરખા પ્રકારે નૃત્ય કરતા
જોવા મળે છે . ટીમલી નૃત્ય માટે તેઓનું સંગીત પણ અલગ પ્રકારનું
જોવા મળે છે .
રાઠવા સમાજના લોકો અંધશ્રધ્ધામાં ઘણો જ ઝવશ્વાસ કરે
છે . તેઓ બીમાર પડે તો ડોતટર પાસે કે દવાખાને જવાને બદલે તેઓ
ભુવા પાસે જાય છે .ભુવા જે કહે તે પ્રમાણે કરે છે . આ ઝવસ્તારના
લોકો ભૂત અને પ્રેત તેમજ ખાસ કરીને ડાકણમાં ઝવશ્વાસ કરે છે .
ખૂબ જ ભોળી આ પ્રજા હજુ પણ આ મુજબના કાયોમાં પ્રવૃત
જોવા મળે છે .
રાઠવા સમાજના લોકો અગવડતા અને ઓછા સાધનો
હોવા છતાં તેઓમાં મહેનત કરીને આગળ આવવાની વૃઝત ધરાવતા
થયા છે . રાઠવા સમાજની આર્થષક - સામાઝજક ઝસ્થઝત, માનઝસકતા
અને દ્રઢતામાં બદલાવ આવવાથી તેઓ અન્ય સમાજની હરોળ માં
આવી ગયા છે .આ સમાજમાં ઘણી એકતા જોવા મળે છે અને
34
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

સમાજ માટે કઈ કરવાની ભાવના ધરાવે છે . રાઠવા સમાજના લોકો


દેશસેવામાં પણ ફાળો આપે છે . ભારતીય સેનામાં (ઇઝન્ડયન
આમી)માં રાઠવા સમાજના લોકો સારી એવી સંખ્યામાં સેવા બજાવી
રહ્યા છે અને દેશ માટે શહીદ પણ થયા છે ,જે સમાજ માટે ગવષની
બાબત ગણવામાં આવે છે .

-સુઝમિા રાઠવા, ૯૯૨૪૩૩૦૧૫૩


છોટા ઉદેપરુ

Write Time
Give your
feedback
9904709609
9974529517

35
એક નાની વાત...
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

-જયેશ પ્રજાપઝત
અત્યાર ના સમય માં દરેક માણસ કોઈ ને કોઈ વાત ને
લઈને હેરાન પરેશાન હોય જ છે ... એ પોતાની વાત બીજા ને કહેવા
માંગતો હોય છે ... પણ ડર હોય છે કે તયાંક એ મારી મજાક ઉડાવશે
તો..?? અને કેટલીક વાર કોઈ સાંભળનાર પણ નથી હોતું કોઈ કોઈ
નું દુુઃખ કે તકલીફ કે મન ની મનોઝસ્થઝત સાંભળવા નથી માંગતું..
બીજા નું દુુઃખ કે એમની તકલીફો સાંભળી ને કોઈ પોતાનું માથું
દુખાડવા નથી માંગતું..
આવા સમય એ માણસ ચાહે છે કે કોઈક એને સાંભળે એને
સાચવે એને ઝહમ્મત આપે..એને મુશીબત માં થી બહાર કાઢી ને મૂકી
દે..
પણ આવા લોકો બહુ ઓછા ને મળે છે ..
અને જે પણ વ્યઝતત કપરા સંજોગો માં સાથ આપે છે એ
બેશરકંમતી વ્યઝતતત્વ હોય છે .. આ બાબતે હુ ં લકી છુ ં મારી પાસે
એવો ભાઈ છે જે દરેક તકલીફ માં મારા પડખે ઉભો રહે અને
મુસીબત ને મ્હાત કરે છે ... એક એવી િેન્ડ છે જે દરેક વખતે આપણ
ને જીવવા નું જોમ પૂરં પાડે.. જે ની સાથે વાત કરી ને આપણ ને
શાંઝત મળે.. જે દરેક મુશીબત થી આપણ ને લડતા શીખવાડે ..
આવા સ્વજન હોય તો દુઝનયા નો કોઈ વ્યઝતત દુુઃખી ના હોય...
કેટલાક લોકો ને ઘરેલુ તકલીફ હોય છે ... કેટલાક લોકો ને
માનઝસક કે શારીદરક તકલીફ હોય છે .. કેટલાક લોકો ને પ્રેમની
તકલીફ હોય છે ..
કેટલાક ને કોઈ સમજતું નથી હોતું.. કેટલીક પરેશાનીઓ
અંદર ને અંદર દમ ઘૂંટતી હોય છે ..
એટલે દરેક જણે બીજા સાથે એવું વતષન કરવું કે કોઈ
પોતાની વાત તકલીફ તમારી સાથે બેઝજજક શેર કરી શકે .

36
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

અને બીજી વાત કે કોઈ તમને નથી સમજતું, કોઈ તમારી લાગણીઓ
ને નથી સમજતું તમને નજર અંદાજ કરે છે .. તો તમે પણ એજ કરો
થોડી તકલીફ થશે પણ પાછળ થી બધું સારં જ થશે.. જયારે એ
વ્યઝતત જોશે કે તમને એની કોઈ વાત થી ફરક નથી પડતો તો એ
વ્યઝતત પછી તમને તકલીફ આપવા નું છોડી દેશે..
તમે એવા લોકો પર તમારો સમય અને લાગણીઓ ને
બરબાદ ના કરો જે મને એની કોઈ રકંમત જ નથી જે તમને રડાવે
છે ..
સારં છે કે તમે એવા લોકો પર તમારી લાગણીઓ અને
સમય ન્યોછાવર કરો જે ને એની રકંમત છે જે સમજી શકે છે .. જે
તમને પ્રેમ કરે છે .. જે તમારી લાગણીઓ નું સમ્માન કરે છે એનું
સમ્માન તમે કરો...
કોઈ પણ સંબંધ માટે એક સારા શ્રોતા હોવું બહુ જરૂરી
છે ...
બસ આટલું જ.....
-જયેશ પ્રજાપઝત, ૯૮૯૮૧૦૨૨૩૨
પાટણ

37
अपनापन बीकता है
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

ज़मीर बीकता है , जज़्बात बीकतें है यहााँ


दिल सं भालो यारों,
रोज़ ये टू टता है यहााँ ।
वो ही दमलकर खै ररयत पू छतें है यहााँ ,

जो दिलों पर खं जर चलाते हैं ।


ज़रूरतें बीकती है , ख़्वाब बीकतें हैं यहााँ
ख़ु ि को संभालो यारों,
ज़हन ये रोज़ खोता है यहााँ ।

भीड़ में वो ही तन्हा छोड़ जाते है यहााँ ,


जो सदियों साथ रहे ने का ऐलान करते हैं ।

अपनापन बीकता है , अक्स बीकता है यहााँ


ििद संभालो यारों
गले लगकर वो भी बीखरता है यहााँ ।।
- દકન્નરી શાહ , ગાંધીનગર

38
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

તસ્વીર કુછ કહેના ચાહતી હૈ.....

ગોકુળીયું ગામ, સ્વછ ગામ, ઝનમષળ ગામ સરકારી


ફાઈલોમાંથી નીકળીને ખરેખર રસ્તા પર દીઠુ.ં ગીર સોમનાથ
ઝજલ્લાનું આ બાદલપરા ગામ કોઈ શહેરને શરમાવે એવું છે .
1200ની વસ્તી ધરાવતતા આ ગામમાં પાકા રોડ, રોડ સાઈડ
બ્લોતસ, પાકા ઘરો, અવનવા ઓરનામેન્ટલ છોડ (જે ઘણા મોંઘા

39
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

અને મેટન
ે ન્સ માંગીલે તેવા હોય છે ) , ફૂલો અને િાડોની
લીલોતરીથી ભરપૂર હરીયાળુ,ં શેરીઓના ઘર માઝલક સાથેના બોડષ
મારેલા, વાઈફાઈ , ઇન્ટરનેટ પાણીની 24 કલાક સુઝવધા, ચોખાઈ
માટેના ગામના પોતાના કડક ઝનયમો.. પણ ઝનયમો ચોપડે જ છે
પણ, અહી ઊંધું છે . જ્યાં સમજ હોય ત્યાં ખાસ ઝનયમો
બળજબરીથી પાલન કરાવવાની જરૂદરયાત હોતી નથી જે સમજ
આ ગામમાં જોવા મળી. પ્રાઈવેટ સ્કૂલ જે વી આધુઝનક સરકારી
સ્કૂલ, જે સરકારી ગ્રાન્ટ અને ધારાસભ્ય અને ગામ ફાળાથી ચાલે છે ,
કૉમ્યુઝનટી હૉલ, લાઈબ્રેરી અને મ્યુઝિયમ પણ ખરં, ગાયો ભેસો
રાખવાની અને ઉકરડાની જગ્યા અલગ એટલે ગામ વચ્ચે તયાય
મચ્છરો અને ગંદકી ન થાય , કહેવાય છે ને કે જે ને વ્યઝતત, સમાજ,
દેશને સારી દદશામાં કામ કરવુજ છે તેને કોઈ ન રોકી શકે.. હજાર
તકલીફો આવે, મુસીબતોનો સામનો કરવો પડે છતાં તે દદશા અને
મંઝિલથી ભટકતો નથી. તેને કોઈ ગ્રહો નથી નડતાં, કોઈ કુડં ળી કે
હાથની નબળી રેખાઓ રોકી શકતી નથી, બસ દાનત સાફ હોય છે ,
બાકી ફાકા ફોજદારી કરવા વાળા આપડે તયાં નથી જોયા ! સરકારી
ગ્રાન્ટ અને સહાય તો 50 વર્ોથી વધુ દરેક ગામમાં જાય છે . છતાં
આપણં ગામ આવું આદશષ ગામ બની શકયુ નથી. બસ બાદલપરા
ને પુસ
ં રી જે વા ગણ્યા ગાઠ્યા ગામો જ કેમ આ ઝલસ્ટમાં છે ? તો
પુછો તમારા સરપંચ કે ધારાસભ્યને આપણં ગામ કેમ આવું ન બની
શતયું ?
( ઝનસગષ મોડીયા)

40
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

41
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

42
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

43
રાઈટ ટાઇમ, જાન્યુઆરી-૨૦૨૦

ટીમ રાઇટ ટાઇમ,

તસ્વીર કુ છ કહે ના ચાહતી હૈ ..


જો આપ પણ પ્રો, સેમી પ્રો, મેચ્યોર કે એમેચ્યોર
ફોટોગ્રાફર છો અને તસ્વીરના માધ્યમથી
પોતાના ફોટોની સ્ટોરી વાચકો સુધી પહોંચાડવા
માંગો છો તો આ પી.ડી.એફ.ના કવર પેજ પર દશાષવલ ે
ઇ-મેઇલ પર પોતાનો એચ.ડી ફોટો મોકલી શકો છો.

44

You might also like