You are on page 1of 2

પ્રસ્તાવના

ભારત જેવા લોકશાહી રાષ્ટ્ર માં આઇપીએસ કે આઇઆરએસ બનવું હોઈ તો કમસેકમ ત્રણ થી પાંચ
વર્ષની તૈયારી કરવી પડે અને આઇએએસ ઓફિસર બનવા પાચ થી આઠ વર્ષની મેહનત લાગે . પણ
વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વડાપ્રધાન બનવું હોઈ તો ૪૮ વર્ષની જેહમત ખપે . આમ તો
વડાપ્રધાન બનવા માટે કોઈ સમયસીમાનું પ્રમાણ નથી પણ આ આંકલન મે હાલના વડાપ્રધાન શ્રી
નરે ન્દ્ર મોદી પરથી કાઢ્યું છે. તે ૧૬ મે ૨૦૧૪ના રોજ ભારતના વડાપ્રધાન નથી બન્યા, તે ૧૭ સપ્ટે મ્બર
૧૯૪૯થી જ વડાપ્રધાન હતા. વચ્ચેનાં વર્ષોનો પ્રવાસ એ વડાપ્રધાન બનવાની લાયકાત માટે ના સંઘર્ષો
રૂપી પ્રમાણપત્રો હતા. આ એક એવા વડાપ્રધાન છે જે બન્યા નથી, તે જનમ્યા છે. બાદમાં એમનો ઉછે ર
સમય અને સંજોગોએ કર્યો. માતા-પિતાના ઉછે રમાં દયા અને કરુણા હોઈ છે પણ સમય અને
સંજોગોના ઉછે રમાં દયા અને કરુણાનો કોઈ અવકાશ હોતો નથી. નરે ન્દ્રભાઈના જીવનના સંઘર્ષો અને
પડકારો આ વાતના સાક્ષી છે.

આ પુસ્તક લખવાનો વિચાર મને પહે લીવાર ૨૦૧૬મા નોટબંધી જાહે ર થયાને બે ત્રણ દિવસ બાદ
આવ્યો હતો. સ્થળ હતું ગોવા અને નરે ન્દ્રભાઇ પણજીમા એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

"ઘર, પરિવાર સબકુ છ


મૈને દે શ કે લિયે છોડા હૈ "

એ સમયે નમ આંખો અને ભાવુક અવાજમાં નીકળે લા નરે ન્દ્રભાઈના આ શબ્દો મારા જેવા કરોડો
યુવાનો માટે આશ્વાશન હતું કે દેશ યોગ્ય વ્યક્તિના હાથમાં છે. મને ક્યારે ય રાજનેતાઓના શબ્દોમાં
મર્મ મેહસૂસ નતો થયો, આ પેહલો અનુભવ હતો મારા માટે કે સામે ટીવીમાં આ શબ્દો બોલનાર
વ્યક્તિ આપણી વચ્ચેનો જ કોઈ છે. પણ ત્યારે નરે ન્દ્રભાઇને વડાપ્રધાન બન્યાં ને હજુ બે વર્ષ થયાં હતાં,
આ બુક હં ુ એમની ખુશામત માટે લખવા નતો માગતો અને એ પ્રતિભા કોઈ ખુશામતશાહીની મહોતાજ
પણ નતી એટલે મે સમય લીધો, આંકલન કર્યુ અને હવે દશ વર્ષ બાદ હં ુ કહી શકું કે તે ખરે ખર
વડાપ્રધાનના રૂપમાં એક રાષ્ટ્ર નાયક તરીકે ઉભરી આવ્યા છે.

આ બુક એ નરે ન્દ્રભાઇનું જીવનચરિત્ર નથી, આ બુક નરે ન્દ્રભાઈના રાજકીય જીવનની વાર્તા છે.
સામાન્ય પરિવાર માંથી આવીને સંઘર્ષોનો સામનો કરનાર, પડકારો ઝીલનાર અને રાજકીય
મહત્વાકાંક્ષાથી ખદબદતા રાજકારણ વચ્ચે રાષ્ટ્ર સવ
ે ાને પરિભાષિત કરનાર માણસની વાર્તા છે. વાર્તા
હોવા તદુપરાંત સમગ્ર સાહિત્યને વાસ્તવિકતાથી નજીક રાખ્યું છે, સમગ્ર લેખન શૈલીને કલ્પનાઓથી
કોસો દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. નરે ન્દ્રભાઈના રાજકીય જીવનનો ખાસો અભ્યાસ કર્યાબાદ
પુસ્તકરૂપી આ નાનકડો એવો એક પ્રયાસ આપ સૌની સમક્ષ મૂક્યો છે.

ઘણંુ વિચાર્યાબાદ પુસ્તકનું નામ "ત્રાડ" રાખ્યું છે, એક રાષ્ટ્ર નાયકની "ત્રાડ". સિંહ કરે એ ગર્જના અને
વાઘ કરે એ ત્રાડ. સિંહ અને વાઘ બંને બહાદુરીના પ્રતીક છે પણ એક ગુણધર્મ છે જે બંનન
ે ે અલગ કરે
છે. સિંહ બહાદુર તો છે પણ પ્રમાણમાં આળસુ પણ ખરો. સિંહને જ્યારે ભૂખ લાગે ત્યારે જ શિકાર પર
નીકળે જ્યારે વાઘ ચપળ, મેહનતી અને શિસ્તનું પ્રતીક છે, એટલે જ તો રાષ્ટ્ર ીય પ્રાણી પણ છે
ભારતનું. નેવંન
ુ ા દાયકામાં ભારતની રાજનૈતિક પૃષ્ઠભૂમિ પરીવારવાદ અને વંશવાદનું ઓશીકું રાખી
એક ગાઢ નિંદ્રામાં સૂતી હતી ત્યારે અચાનક એક નાયક આવીને ત્રાડ કરે છે અને બધાની ઊંઘ હરામ
કરી દે છે, ત્યાંથી આ બુકની શરૂઆત થાય છે. એક રાષ્ટ્ર નાયકની ત્રાડ જેને સાંભળવાની વિશ્વને આદત
ન હતી.

You might also like