You are on page 1of 14

લોકોમાં પ્રચલિત આ પુસ્તકનુ ં નામ અર્થશાસ્ત્ર છે પણ મને લાગે છે કે એને રાજ્શાસ્ત્ર કહેવ ું વધારે ઉચિત

છે .હા, આમાં અર્થશાસ્ત્ર પણ છે જ. આ પુસ્તકની શરૂઆતમાં ચાણક્યે મંગળાસ્ત ુતિ કે પછી દે વ્સ્તત
ુ ી કરી નથી.
પુસ્તકના પ્રથમમાં જ એવું લખાયેલ ું છે એમના દ્વારા કે મેં આ પુસ્તકની રચના માટે આના પહેલા લખાયેલા
ઘણા બધા અર્થ્શાસ્ત્રોનો સહારો અને સાર લઈને રચના કરી છે . તે બધા આચાર્યોની કૃતઘ્ન થઈને નોંધ પણ
લીધી છે .વ્યકિતની ખાનદાની તેને ઉપકારકોનો ખરા સમયે આભાર માનવામાં તથા તેને યાદ કરવાથી
જણાતી હોય છે . હલકો માણસ ઉપકારકોણે ભ ૂલી જાય છે અને યથાસમયે પણ યાદ કરતો નથી.આ
અધિકરણમાં વીસ પ્રકરણ છે .તેન ુ ં પ્રથમ પ્રકરણ વિદ્યાસમુદેશ છે .

વિદ્યાસમુદેશ પ્રકરણનો વિચાર કરીશુ.ં વિદ્યાઓના ચાર ભેદ છે . આન્વીક્ષીકી, ત્રયી, વાર્તા અને દં ડ્નીતી.
કેટલાક આચાર્યો ત્રણ જ વિદ્યાને માને છે .આન્વીક્ષીકી વિદ્યાને ત્રણ વિદ્યાઓમાં જ આવી ગઈ માને છે .
આચાર્ય બ ૃહસ્પતિ બે જ વિદ્યા કહે છે . વાર્તા અને દં ડ્નીતી. બ ૃહસ્પતિ ચાર્વાકણે મહત્વ આપે છે . ચાર્વાક
ત્રયીવીધ્યાને માત્ર આડમ્બર જ માને છે .શુક્રાચાર્યના મતે દં ડ્નીતી એ એક જ વિદ્યા છે . બાકીની ત્રણે વિદ્યા
આ દંડ્નીતીમાં જ સમાય જાય છે .મ ૂળમાં મુખ્ય હેત ુ રાજ્ય્વય્વ્સ્થા સારી રીતે ચલાવવાનો છે .જો
રાજ્યવ્યવસ્થા સારી રીતે ચાલતી હશે તો બાકી બધું સારી રીતે ગોઠવાઈ જશે. રાજ્યવ્યવસ્થા દં ડથી ચાલતી
હોય છે .એટલે દં ડ્નીતી જ એક વિદ્યા છે .

ચાણક્યે ચારે ય વિદ્યાઓને માને છે . તેઓ માને છે કે માત્ર દં ડથી રાજ્યવ્યવસ્થા ચાલતી નથી. દંડની સાથે
બીજુ ં પણ ઘણુ ં મહત્વનુ ં જોઈત ું હોય છે . જે બાકીની ત્રણ વિદ્યાઓથી શીખી શકાય છે એટલે ચારે ય વિદ્યાઓ
મહત્વની છે .

આન્વીક્ષીકિવિદ્યા

આમાં દર્શનશાસ્ત્ર, ઉપાસનાશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અથવા વ્યવહારજ્ઞાન આવે છે .આ બધાના દ્વારા લોક્પરલોક
બનેની સિધ્ધિ થઇ શકે છે .આ લોકના હિત માટે ઉપકાર કરવો, વિપતિ અને સંપતિમાં બુદ્ધિને સ્થિર રાખવી ,
બુદ્ધિને વધારવી, વાણીની કુશળતા પ્રાપ્ત કરવી વગેરે ગુણોનો વિકાસ આન્વીક્ષીકીવિદ્યા વિદ્યા દ્વારા થતો
હોય છે . ચાણક્ય કહે છે કે આન્વીક્ષીકીવિદ્યા એ બધી વિદ્યાઓને જાણવા અને સમજવા માટેની ચાવી છે . બધા
કાર્યોનુ ં સાધન છે અને દીપક પણ છે . બધા ધર્મોના આશ્રયરૂપ છે . માટે આ વિદ્યા બહુ જ મહત્વની છે . આને
વિજ્ઞાનવિદ્યા પણ કહેવાય છે .
ત્રયીવિદ્યા

ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એમ ત્રણ વેદો છે . અથર્વવેદ અને મહાભારતને પણ વેદમાં જ ગણવામાં આવે છે .
આ બધાનુ ં જ્ઞાન ત્રયીવિદ્યામાં છે . આ ત્રણ વેદો ત્રયી વિદ્યાના સહાયક અંગો છે .શિક્ષા, કલ્પ, વ્યાકરણ,
નિરુકત, છંદ અને જ્યોતિષ આ છ શાસ્ત્રો છે .આના જ્ઞાન વિના વેદો સમજી શકાય એમ નથી.તેથી આ છ
શાસ્ત્રોનુ ં જ્ઞાન જરૂરી છે .

શિક્ષા:

વેદમંત્રોના શુદ્ધ ઉચારણનુ ં જ્ઞાન શિક્ષાથી પ્રાપ્ત થાય છે .યાજ્ઞવલ્ક્ય અને પાણીની જેવા ઋષિઓએ તેની
રચના કરી છે .

કલ્પ અને વ્યાકરણ:

યજ્ઞયાગાદી કર્મકાંડની વિધિઓ બતાવનારા શાસ્ત્રોને કલ્પ કહે છે . કાત્યાયન, જૈમીની વગેરે તેના રચયિતા
છે . વ્યાકરણના રચયિતા પાણીની વગેરે છે .

નિરુકત:

શબ્દ્ કે પદની વ્યુત્પ્તી કરીને તેને યથાતાથ્ય સમજાવે તેને નિરુકત કહે છે . ભાસ્કરાચાર્ય વગેરેએ આ શાસ્ત્રો
રચ્યા છે .

છંદ:

વેદ મંત્રો તથા અન્ય શ્લોકો વગેરે રાગ રાગીણીમાં ગાવા માટે જુદા જુદા છંદોનુ ં નિર્માણ કરાયું છે .જેની
રચના પિંગળ ઋષિ એ કરી છે .

જ્યોતિષ:

સ ૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ વગેરેની ગતિનુ ં માપ કાઢનાર શાસ્ત્ર એટલે જ્યોતિષ. તેના દ્વારા પંચાંગ બનાવાનુ ં
પણ જ્ઞાન આપવામાં આવ્યુ.ં ભાસ્કરાચાર્ય, આર્ય ભટ્ટ, વરાહમિહિર વગેરે તેના રચયિતા છે .

આ રીતે શાસ્ત્રો દ્વારા ત્રયી ધર્મની સ્થાપના કરી શકાય છે . જેમાં પ્રજાના જુદા જુદા કર્તવ્યો બતાવવમાં
આવ્યા છે .જેમાં ગહૃ સ્થોને તેના કર્તવ્યધર્મ નીચે મુજબ બતાવવામાં આવ્યા છે .

૧. પુરુષાર્થ દ્વારા જીવનનિર્વાહ કરવો, પરોપજીવી બનવું નહિ.


૨. સમાન આર્થિક સ્થિતિ અને ભિન્ન ગોત્રવાળા સંતાનોના વિવાહ કરવો. યથાસંભવ લગ્ન વિના ન રહેવ,ું
નિયમો લગ્ન જરૂર કરવુ.ં

૩. પત્ની ઋત ુકાલમાં હોય ત્યારે સંતાનપ્રાપ્તિ માટે સમાગમ કરવો.

૪. દે વપિત ૃ અતિથી અને સેવકોને જમાડ્યા પછી જ જમવુ.ં

આવા બધા કલ્યાણકારી ત્રયી વિદ્યાથી પ્રાપ્ત થાય છે . આવી જ રીતે અધ્યયન કરનાર બ્રહ્મચારી, વાનપ્રસ્થી,
સન્યાસીના પણ નિયમો ત્રયી વિદ્યાથી પ્રાપ્ત થાય છે . સૌએ પોતપોતાના નિયમોનુ ં પાલન કરવુ.ં રાજાએ
સૌને પોતપોતાના ધર્મ પડવાની છુટ આપવી. વ્યભિચાર ન વધે એવી વ્યવસ્થા કરવી, મર્યાદાની સ્થાપના
કરવી અને વૈદિક ધર્મનુ ં રક્ષણ કરવુ.ં આ ત્રયી વિદ્યાનો હેત ુ છે .

વાર્તા વિદ્યા

એક રીતે ધન કમાવું અને તેની વ ૃદ્ધિ કરવી એ એક વાર્તા છે .તે કૃષિ, પશુપાલન, વ્યાપાર, ઉદ્યોગ વગેરેથી
થતું હોય છે .એટલે રાજાએ ખેડૂતો, વ્યાપારીઓ, પશુપાલકો, ઉધ્યોગોપતિઓ વગેરેન ુ ં રક્ષણ કરવું તેથા તેમની
વ ૃદ્ધિ કરવી.

દં ડ્નીતી

ધનવ ૃદ્ધિથી રાજા તથા પ્રજા સમ ૃદ્ધ થાય છે . સમ ૃધીનુ ં રક્ષણ કરવા મતે દં ડ જરૂરી છે .દંડ્નીતી સમર્થ અને
પરાક્રમી રાજા જ કરી શકે. માટે રાજાએ પરાક્રમી બનીને દં ડ ધારણ કરવો. દં ડથી જ લોક્યાત્રા વધે છે . માટે
રાજાએ કદી દંડ્નીતીને ઢીલી થવા દે વી નહિ. તેવો અનેક આચાર્યોનો મત છે . પણ ચાણક્યનુ ં કથન છે કે
રાજાએ કદી કઠીન દંડ કરવો નહિ. તેનાથી પ્રજામાં ઉદ્વેગ થાય છે . બીજી તરફ હળવો દં ડ દે વાથી પણ રાજા
પ્રભાવહીન થઈને ઉપેક્ષિત થઇ જાય છે .માટે રાજાએ મધ્યમ દં ડ આપવો. મોટા ભાગે ચાણક્ય અર્થદં ડના
વધુ હિમાયતી છે .

જે રાજાઓ તીવ્ર રાગ્દ્વેશમાં કે કામ્ક્રોધમાં આવીને ક્રૂર દં ડ કરતા હોય છે તેને જોઇને ત્યાગી વૈરાગીઓ પણ
ે .ું ક્રૂર રાજા માટે જયારે પ્રજા વિફરતી હોય છે ત્યારે તેનો ઉચ્છે દ કરી
ઉદ્વેગ પામતા હોય છે .તો પ્રજાનુ ં શુ ં કેહવ
નાખતા હોય છે .માટે રાજાએ કદી ક્રૂર ન થવુ.ં જો દં ડ જ ન હોય તો મત્સ્યન્યાય થઇ જાય. અર્થાત બળવાન
દુર્બળને હડપ કરી જાય. માટે દં ડ તો હોવો જ જોઈએ પણ યથાયોગ્ય.
વ ૃદ્ધિ સંયોગ

આ ચાર વિદ્યાઓ પ્રાપ્ત કરવા માટે શિષ્યભાવથી વિદ્યાર્થીએ જ્ઞાનવ ૃદ્ધની પાસે જવુ.ં અને તેમની આજ્ઞામાં
રહીને અધ્યયન કરવુ.ં વિદ્યાર્થીમાં વિનય હોવો જરૂરી છે . વિનયના બે પ્રકાર છે . એક કુત્રિમ અને એક
સ્વાભાવિક. વિદ્યાર્થીએ ખોટો કુત્રિમ વિનય નહિ પણ સહજ અને સાચો રાખવો. જે વિદ્યાર્થીમાં આટલા ગુણો
હશે તેજ વિદ્યા પ્રાપ્ત કરી શકશે.

ુ ા, શ્રવણ, ગ્રહણ અને ધારણ, વિજ્ઞાનયુક્ત તર્કબુદ્ધિથી ચિંતન મનન કરવુ.ં આટલા ગુણો જેનામાં હશે તે
શુશશ્ર
જ વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી. આ ગુણોથી વિરુધ તોછડાઈ અને ઉદ્ધત વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરી શકતા
નથી.

વિધ્યાયનકાળમાં સોળ વર્ષ સુધી બ્રહ્મચર્યનુ ં પાલન કરવુ.ં આશ્રમવ્યવસ્થા પ્રમાણે પચ્ચીસ વર્ષની મર્યાદા
છે . પણ ચાણક્ય સોળ વર્ષ બતાવે છે . જેનો અર્થ એવો થાય કે યજ્ઞોપવીત આપ્યા પછી વર્ષ સુધી
ગુરુકુળમાં રહીને બ્રહ્મચર્યનુ ં પાલન કરવુ.ં તે પછી લગ્નસંસ્કાર કરવો. લગ્ન કર્યા પછી નિત્ય વ ૃદ્ધ વિદ્વાનોના
સંપર્કમાં રહેવ ું અને વિનય શીખવો.

આખો દિવસ આ રીતે વિતાવવુ,ં દિવસનો પ્રથમ પ્રહર, હાથી, ઘોડા, રથ અને અસ્ત્ર શસ્ત્ર શીખવાનો અભ્યાસ
કરવો. દિવસનો પાછલો પ્રહર ઈતિહાસ વગેરે પ્રેરણાદાયી શાસ્ત્રો સાંભળવા, દિવસનો બાકીનો ભાગ નવું
જ્ઞાન પ્રાપ્ત કરવુ.ં

ુ હોવુ.ં અહી ધ્યાન


રાજા વિદ્વાન હોવો જોઈએ, વિદ્વતા ભણવા સાંભળવાથી આવતી હોય છે .રાજાએ બહુશ્રત
રાખવું કે આ નિયમો રાજા-રાજકુમારો માટે છે , કન્યાઓ માટે કશો નિર્દેશ નથી. કદાચ ઈ સમયે કન્યા શિક્ષણ
નહિ હોય કે પછી ઓછુ હશે.

વિદ્યા વિનયનો હેત ુ છે ઇન્દ્રીજ્ય એટલે કે ઇન્દ્રિય પર વિજય. ઇન્દ્રિયોના આવેગમાં તણાઈ ન આવે એ.
લોલુપ ન થઇ જવુ.ં તે ભલભલા યોગી અને તપસ્વીઓને પણ તણી લેતી હોય છે . તો રાજા તો એવી વ્યકિત
છે જે ઢાળ પર ઉભી છે , તેને બધું જ પ્રાપ્ય છે . માત્ર દોટ મુકવાની જ જરૂર છે . આવી સ્થિતિમાં જો રાજા
ઈન્દ્રીયજય ન હોય તો તે ખીણમાં પડીને પતિત થઇ જશે. ઇન્દ્રિયોને તાણીને લઇ જનારા તત્વોમાં કામ-ક્રોધ,
લોભ, માન, મદ, હર્ષ, શોક, વગેરે મહત્વના તત્વો છે . તે સૌના પોતપોતાના શબ્દ સ્પર્શ વિષયો છે . આ બધા
વિષયોમાં ગળાડૂબ ડૂબી ન જવાય તેની સાવધાની ઈ ઇન્દ્રિયજય છે .

જે લોકો ઇન્દ્રિયના આવેગમાં કર્તવ્ય ભ્રસ્ટ થયા એના થોડા ઉદાહરણ ચાણક્યે આપ્યા છે .

ભોજ્વંશનો દંડ્ક્ય રાજા કામવશ થઈને બ્રાહ્મણ કન્યાનુ ં અપહરણ કરી બેઠો. તરત જ તેનો પ ૂરો વંશ નસ્ટ
થઇ બેઠો. વિદે હનો કરાલ રાજા પણ આ જ રીતે નસ્ટ થઇ ગયો. જનમેજય અને તાલજન્ઘે બ્રાહ્મણો પર ક્રોધ
કર્યો અને નષ્ઠ થઇ ગયા.રાવણ અને દુર્યોધનની પણ પરસ્ત્રીના મોહમાં એજ દશા થઇ.

હર્ષના આવેગથી વાતાપી, યાદવો વગેરે નષ્ઠ થઇ ગયા. આવા અનેક ઉદાહરણો છે જેમાં કામાદીના
આવેગથી નિરકુંશ થઈને રાજાઓએ અવિવેક્ભાર્યા કર્યો કર્યા હોય અને નષ્ઠ થઇ ગયા હોય. માટે રાજાઓએ
આવેગમાં તણાઈ ન જાવ અને વિવેક અને વિનયથી શાંત ચિતે રાજ કરવુ.ં

રાજાએ નીચેના કર્યો કરવા અને એ મુજબ રહેવ.ું

૧. કામ વગેરે છ દોષોથી મુક્ત રહેવ.ું

૨. વ ૃદ્ધ અનુભવી લોકોનો જ્ઞાન સંગ કરીને જ્ઞાન વ ૃદ્ધિ કરવી.

૩. ગુપ્તચરોની જાગૃતિથી પોતાના અને પાડોશના રાજ્યોની જાણકારી રાખવી.

૪. નવા નવા ઉદ્યોગ ધંધા ખીલવવા.

૫. પ્રજાને પોતપોતાના કર્ત્વ્યોમાં લગાડવી.

૬. વિદ્યાનો તથા સંસ્કાર સભ્યતાનો પ્રચાર કરવો.

૭. જે લોકો પ્રજા હિતના કર્યો કરતા હોય તેમને પુરસ્કૃત કરવા અને એવી સંસ્થા કે વ્યક્તિને ઈલ્કાબ
આપવા.

૮.પોતાના વ્યવહારમાં પણ પ્રજાના હિતને કેન્દ્રમાં રાખવુ.ં

આવી જ રીતે જિતેન્દ્રિય થયેલા રાજાએ પરસ્ત્રી, પરદ્ર્વ્ય અને હિંસાનો ત્યાગ કરવો. રાજાએ વધુ પડતી નિંદ્રા
લેવી નહિ , લાલચ કરવી નહિ કે ખોટું બોલવું નહિ. અશિસ્ત વેશ ધારણ કરવો નહિ અને ખોટા કર્યો તથા
ખોટા માણસોનો સંગ કરવો નહિ.
રાજાએ ધર્મથી વિરોધ ન થાય એ રીતે કાર્ય કરવુ.ં વગર જોઈત ું દુખ ભોગવવું અહીં અને ધર્મ, કામ અને
અર્થ ઈ ત્રણે એકબીજાના પુરક છે . કોઈપણનુ ં અતીસેવન ન કરવું કે કોઈપણનુ ં અતીત્યાગ ન કરવો. કોઇપણ
એકનો અવિવેક્પુર્વક અતીત્ય્યાગ કરવાથી પોતાના આત્માને તથા બીજાને દુખ પહોંચાડે છે . ફળ વિનાનો
ખોટો વાંઝિયો ત્યાગ કરવો નહિ. જીવનમાં ધનની જ પ્રધાનતા જ રહે છે . તેવો ચાણ્ક્યનો મત છે .ધનના દ્વારા
જ ધન અને કામની સિદ્ધિ થાય છે . માટે ન્યાય નીતિથી અર્થ સિદ્ધિ કરવી.

રાજા, આચાર્યો તથા મંત્રીઓની મર્યાદા નક્કી કરો. તેણે પોતાની મર્યાદા પણ સ્થાપવી. મર્યાદાહીન રાજા
મર્યાદા સ્થાપિત કરી શકે નહિ. રાજાએ રાણીઓ સાથે વધુ પડતો પ્રમાદી સમય વિતાવવો નહિ. કદાચ રાજા
આ રીતે પ્રમાદ કરે તો મંત્રીઓએ સાવધાન કરવો. જેમ એક પૈડાથી ગાડું ચાલે નહિ એમ માત્ર રાજાથી જ
રાજ્ય ચાલે નહિ, તેણે બીજા પૈડા રૂપી મંત્રીઓની સેવા પણ લેવી જરૂરી છે .

રાજાએ કુશળ મંત્રીઓની પસંદગી કરવી.

૧. મહર્ષિ ભારદ્વાજનો મત છે કે રાજાએ પોતાની સાથે ભણેલા મિત્રોને મંત્રી બનાવવા. કારણ કે લાંબો સમય
સાથે રહેવાથી તેમના સ્વભાવ અને શીલની જાણકારી હોય છે .જેમ ભાવનગરના દરબારે પ્રભાશંકર પટણીની
નિમણુક કરી હતી.

૨. પરાશર ઋષિનુ ં કેહવું છે કે અતિ પરિચિત વ્યક્તિને મંત્રી બનાવવમાં બને પક્ષે સરખો જ દોષ છે . કારણ
કે બને એકબીજાના રહસ્યો જાણતા હોય છે .તેથી રાજા સદા માટે તેનાથી દબાયેલા રહે છે .

૩. વિશાલાક્ષનો મત કહે છે કે ના, સહપાઠીઓને મંત્રી બનાવવા નહિ. કારણ કે સાથે જ રમ્યા કુદ્યા હોવાથી
રાજાનુ ં માન સન્માન જળવાશે નહિ. માટે રાજાએ કુળવાન અને શીલવાન વ્યક્તિને મંત્રી બનાવવા.

૪. રાજા પોતાની ગુપ્ત વાત જે જે મંત્રીઓને કહેતો હોય છે તેનાથી દબાઈને રહેવ ું પડત ું હોય છે . તેથી
રાજાએ વાતો પચાવવાની શકિત કેળવવી. જરૂરી હોય તો જ લોકોને ગુપ્ત વાત કરવી નહિ તો ન કરવી.

૫.પરાશર તો કહે છે કે વિપતીમાં જે ખરો ઉતર્યો હોય તેને જ મંત્રી બનાવવો.

૬.નારદમુનીનો મત છે કે આ વસ્ત ુ યોગ્ય નથી, વિપતીના સમયે પ્રાણ આપનાર કે વફાદાર રહેનાર તો
લાગણીશીલ સ્વામિભક્ત હોઈ શકે છે . પણ તેથી તે કઈ મુત્સદી થઇ નથી જતો. મંત્રી થવા માટે મુત્સદીપણુ ં
હોવું જરૂરી છે .ખરે ખર તો મહામુત્સદી હોય, વફાદાર અને વિવેકી હોય અને આજ્ઞાના પાલનનુ ં જેને જ્ઞાન
હોય, જરૂર પડે તો પોતાની બુદ્ધિથી પણ સાચો નિર્ણય કરી શકતો હોય તેને જ મંત્રી બનાવો.

૭. મહર્ષિ કૌણપ્દ્ન્ત કહે છે કે માત્ર આટલું જ યોગ્ય નથી. જે વંશ પ ૂરી પરં પરા, કુશળતા અને વફાદારીથી
રાજ્સેવા કરતો હોય તેને જ મંત્રી બનાવવા કારણ કે વંશપરં પરાનો અનુભવ અને ખાનદાની વફાદારી
મહત્વની છે . આવા લોકો ક્યારે ય રાજાનો ત્યાગ કરતા નથી. ભલેને રાજા તેમના પર ગુસ્સો કરે પણ તે
પોતાની વફાદારી ક્યરે ય નહિ છોડે.

૮. વાત્વ્યાધી નામના આચાર્યનો મત છે કે વંશપરં પરાથી મંત્રી થનારા માણસો સ્થાપિત હીટ થઇ જાય છે .તે
કોઈને ગાંઠતા નથી, રાજાને પણ નહિ.માટે નવા નવા કુશળ મુત્સદી માણસોને જ મંત્રી બનાવવા જોઈએ.

૯. બાહદ
ુ ન્તી પુત્ર નામના આચાર્યનુ ં કથન છે કે આવું કરવું યોગ્ય નથી. નિમણુકં માં યોગ્યતા જ મુખ્ય કારણ
હોવું જોઈએ. બાકી બધું ગૌણ સમજવુ.ં વફાદારી, વીરતા, મુત્સદી કુશળતા, કુલીનતા, વગરે સદગુણો હોય તેને
જ મંત્રી બનાવવો.

૧૦. ચાણક્ય પણ યોગ્યતાને જ સાચું મહત્વ આપે છે . યોગ્યતા કાર્ય આવે જણાય અને નીવડે એમ ખબર
પડે.આ રીતે વ્યક્તિને નીવડવા દે વો જોઈએ. ક્રમે ક્રમે તેની પદોન્તી કરવી જોઈએ જેથી તેની કુશળતાનુ ં
જ્ઞાન થાય.

બને ત્યાં સુધી રાજાએ પોતાના સગાવહાલા અને ખાસ કરીને રાણીના પક્ષના માણસોને મહત્વના પદો પર
નિયુક્ત કરવા નહિ.કારણ કે તેમના પર નિયંત્રણ કરી શકત ું નથી. અધિકારીઓ પણ તેમની ભ ૂલ બતાવી
શકતા નથી. તેથી અનર્થો થઇ શકે છે .

રાજાએ પોતાના દે શમાં કુળમાં ઉત્પન્ન થયેલા, પોતાને અનુકુળ રહેનારા, પક્વબુદ્ધિવાળા વિધવાન, તોલી
તોલીને બોલનારા, શીઘ્ર નિર્ણય કરનારા, ઉતમ વક્તા, ઉત્સાહી, પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા, કલેશને સહન
કરનારા ( જે લોકો કલેશ સહી નથી શકતા તેઓ ક્યાય સ્થિર નથી થઇ શકતા), પવિત્ર વ્યવહાર અને
આચરણવાળા (ધન અને સ્ત્રીમાં મન નહિ લગાડનારા) , પ્રેમપ ૂર્વક વ્યવહાર કરનારા, પ્રમાણિક અને શીલવાન
બળ, આરોગ્યવાન અને દ્રઢ મનોબળવાળા, સૌને વહાલા લાગનારા અને જડતા કે ચંચળતા વિનાના અને
આવા અનેક સદગુણો ધરાવતા વ્યક્તિને રાજાએ સલાહકાર તરીકે નિયુક્ત કરવો.

મંત્રીની નિયુક્તિ કરતા પહેલા અનેકવાર તેની કસોટી કરવી. અનેક કસોટીમાંથી પસાર થયા પછી જ
નિયુક્તિ કરવી. રાજાએ વિદ્વાન બ્રાહ્મણોની પુરોહિત તરીકે નિમણુક કરવી. શાસ્ત્ર જ્ઞાનમાં નિપુણ અને રાજા
તથા રાજ્પરીવારનુ ં હીટ ઇચ્છનાર શુદ્ધ આચરણવાળા વિદ્વાનને જ પુરોહિત બનાવવો. તેના પ્રત્યે આદરભાવ
રાખવો. આવા મંત્રીઓ અને પુરોહિતોની સલાહ મુજબ રાજ્ય ચલાવનાર રાજા સફળતાથી રાજ્ય ચલાવી
શકે છે .

રાજાએ અમાત્યો, પુરોહિતો અને મંત્રીઓની પવિત્રતાની અનેક રીતે કસોટી કરવી.જે લોકો રાજાની પીઠ
પાછળ નિંદા કરે , ખટપટ કરે તેને યોગ્ય સમજીને દુર કરવા.સૌથી મોટો દોષ ગદારી છે . જે લોકો પીઠ પાછળ
નિંદા ખટપટ કરે એ ગદાર છે . તેને ચલાવી લેવાય નહિ.અમાત્ય, મંત્રી પુરોહિતો એ અત્યંત વફાદાર હોવા
જોઈએ.

અમાત્ય, મંત્રી અને પુરોહિતોની કસોટી બે રીતે કરવી. પહેલી કે તે ધનથી પવિત્ર છે અને બીજુ ં કે તે તે
કામાચારથી પવિત્ર છે . જોકે ચાણક્યની એવી માન્યતા છે કે બને ત્યાં સુધી આવી કસોટી ન કરવી કારણ કે
મંત્રીઓને જો ખ્યાલ આવ્યો કે રાજા આમારી પાછળ પડ્યો છે અને તેમને અમારા પર વિશ્વાસ નથી તો તે
સાવધાન થઇ જશે, નારાજ થઇ જશે. તે વધુ કુશળતાથી ખટપટ કરશે. તેમ છતા ગુપ્તચરો દ્વારા ઝીણી નજર
તો રાખવી જ.

રાજ્યવ્યવસ્થા ચલવવા માટે ગુપ્તચરોની આવશ્યકતા રહે છે .ગુપ્તચરો વિના શાશન ચલાવી જ ન
શકાય.રાજા ગુપ્તચરોની આંખોથી શત્રુ અને મિત્રોને જોતો હોય છે . ગુપ્તચર વિનાનો શાશક આંધળો હોય છે .
માટે ગુપ્તચરોની વ્યાપક ઝાળ પાથરે લી હોવી જરૂરી છે .આ ગુપ્ત્ચારોના અનેક ભેદ હોય છે .જેમના મુખ્ય આ
પ્રમાણે છે .

કાપ્ટીક, ઉદાસ્થિત, ગૃહપતિ, વૈદેહ્ક, તાપસ, સત્રી, તીક્ષ્ણ, રસદ અને ભીક્શુકી.

જે અનેક પ્રકારના વેશ ધારણ કરીને શત્રુના ભેદ જાણી લાવે અને અનેક ભાષાઓ બોલે એને કાપ્ટીક
ગુપ્તચર કહેવાય છે .

સન્યાસવેશ ધારણ કરીને અનેક છાત્રોને સાથે રાખીને ગુપ્ત્ચારી કરાવે એને ઉદાસ્થિત કેહવાય છે .

ખેડૂતના વેશમાં રહીને ખેતી કરીને આજીવિકા ચલવનાર આ ગુપ્તચરે ખેડૂતની અંદરની વાતાવરણ
તપાસતા રહેવ.ું

ગરીબ વ્યાપારીના રૂપમાં ફરનારો બુદ્ધિમાન ગુપ્તચર વૈદહ્ક કહેવાય છે .

મુન્ડિત અથવા જટાધારી સાધુના વેશમાં ફરનારો ગુપ્તચર તાપસ કહેવાય છે .આવો તાપસ લોકો વચ્ચે
રહીને સાદું શાકાહારી ભોજન કરીને ઉપદે શ આપે છે .પણ ખાનગીમાં માલ મિસથાન જમી શકે છે .

આ બધા ગુપ્તચરો દ્વારા દ્વારા રાજાએ અમાત્ય, મંત્રી અધિકારી અને લોકોની ગતિવિધિ પર નજર
રાખવી.લોભ લાલચ આપીને પોતાના પક્ષમાં લેવા. જે લોકો કોઇપણ ભોગે સુધરે નહિ તેમને રાજાવીરોધી
વલણ ચાલું રાખે તો તેમને રાજાએ ગુપ્ત રીતે મરાવી નાખવા.

જે અનેક શાસ્ત્રના જ્ઞાનતા હોય કામશાસ્ત્ર, ન ૃત્ય ગીત શાસ્ત્રના પણ જાણકાર હોય તેમને સત્રી ગુપ્તચર
કેહવાય છે . જે લોકો ક્રૂર હોય અને મારામારી પણ કરી શકે એને તીક્ષ્ણ ગુપ્તચર કહેવાય છે .
તીક્ષ્ણ કરતા પણ વધારે ક્રૂર હોય અને પોતાના સગાવહાલા પર પણ પ્રેમ ન હોય અને ઝેર આપીને મારી
નાખવામાં કુશળ હોય તેને રસદ ગુપ્તચર કહેવાય.

આવી જ રીતે ભગવાધારી સાધ્વી, વિધવા બ્રાહ્મણી, ધોબણ, અંત્યજ સ્ત્રીઓ વગેરે સ્ત્રીઓને પણ માહિતી
મેળવવામાં કામમાં લગાડવી તેમને સંચાર કહેવાય છે . આ લોકો મોટા મોટા અધિકારીઓ સુધી પહોંચીને
રાજાને માહિતી પહોંચાડી શકે છે .

તીક્ષ્ણ ગુપ્તચરો પોતાની માહિતી કાપ્ટીકને પહોંચાડે. તેમને બહ્યચાર પણ કહેવાય છે . રસોઈયો,
નવડાવનારા, પગચંપી કરનારા, વાણંદ, જળ ભરનારા વગેરે અભાય્ન્તર ગુપ્તચર કહેવાય છે .

રાજાએ ક્યારે ય એક ગુપ્તચરની માહિતી સાચી માની ન લેવી.જુદા જુદા ત્રણ ગુપ્તચર જયારે સરખી
માહિતી આપે ત્યારે વાતને માનવી. એવું પણ બની શકે કે કોઈ ગુપ્તચર દ્રેશ્ભાવ રાખીને કોઈ માટે ખોટી
માહિતી પણ આપી શકે. માટે રાજાએ સાવધાન રહેવ.ું ખોટી માહિતી આપે એને દં ડ આપીને દુર કરવો.

કેટલાક ગુપ્તચરો ઉભયવેત્ન્ભોગી હોય છે અને એ શત્રુ પાસેથી પણ વેતન મેળવે છે અને માહિતી આપે છે .
આવું કોઈ દે શમાં ન હોય તેન ુ ં ધ્યાન રાખવું હોય અને મળે તો તેને મારી નાખવો.

આમ કુલ ૧૮ પ્રકારના ગુપ્તચરો હોય છે . રાજાએ શત્રુના ગુપ્ત્ચરને ઓળખી લેવા અને એમને પોતાના
પક્ષે કરી લેવા નહિતર એમને પણ મરાવી નાખવા.

રાજાનો દ્રેષ કરનાર અમાત્યો, મંત્રીઓ અધિકારીઓ જાણવા તથા પોતાના પ્રત્યેક અનુરાગ વફાદારી
રાખનારા લોકોને જાણવા માટે ગુપ્તચરો રાખવા. કુશળ ગુપ્તચરોએ નિમિત બનાવીને આ લોકોના હ્રદયની
વાત બહાર કઢાવવી. જેથી પક્ષ-વિપક્ષની જરૂર પડે. જેથી તેમના ઉપર વિશ્વાસ-અવિસ્શ્વાસ કરવાનુ ં નક્કી
કરી શકાય.

એવું કેહવાય છે કે પહેલા રાજા ન હતો.તેથી માત્સ્યન્યાય ચાલતો હતો. તેનાથી બચવા લોકોએ પરમેશ્વર
પાસે રાજાની માંગણી કરી. પરમેશ્વરે રાજા આપ્યો અને રાજાને રક્ષણ માટે કર આપવાનુ ં નક્કી થયુ.ં જે
રાજાઓ પ્રજા પાસેથી વધુ કર વસુલે છે એ પ્રજાને પીડ્નારા છે જે યોગ્ય નથી.ખરે ખર તો પ્રજનુ ં રક્ષણ
કરનાર અને આજીવિકા આપે એજ સાચો રાજા.તે જ માપસરનો કર લેવાનો અધિકારી બની શકે.

જે લોકો રાજાના પક્ષધર છે તેમને ગુપ્તચરો દ્વારા જાણી લેવા જોઈએ અને તેમને સંતષ્ુ ટ રાખવા. તેમને
માન સન્માન આપતા રહેવ.ું તેઓ તેમ છતા અનુકુળ ન થાય તો તેમને દં ડ આપવો અને આવા લોકો
શત્રુના હાથનો હાથો ન બની જાય એ ખાસ ધ્યાન રાખવુ.ં જેમની વફાદારી શંકાસ્પદ હોય એમને વધારે
નજીક ન રાખવા. રાજાએ વફાદાર અને ગદારનો ભેદ કરવો. અને તેમની સાથે યથાયોગ્ય વ્યવહાર કરવો.
એવું ન થાય કે ગદારને ઇનામ અને વફદારને દં ડ મળે .

શત્રુના દે શમાં રહેનારા તથા મોકલેલા લોકોમાં કોણ ખરે ખર ગદાર અને વફાદાર છે એ ખાસ ધ્યાન રાખવુ.ં
રાજાના વ્યવહારથી નારાજ થઈને અમુક લોકો શત્રુપક્ષમાં ભળી જતા હોય છે . કુશળ રાજાએ હમશા સ્ત્રીઓનુ ં
માન સન્માન જાળવવુ.ં અસંતોષનુ ં કારણ જાણીને કોઈ શત્રુપક્ષમાં ભલે તેને ગુપ્તચરો દ્વારા તાત્કાલિક
પકડાવી દે વા. સખત દં ડના ભયથી કે પછી વ્યાપારમાં ખોટ જવાથી કે બીજા કારણોસર જે દે શ છોડીને બીજા
દે શમાં ચાલ્યા જવા તત્પર હોય એમના પર ખાસ નજર રાખવી. જે લોકો બહુ માનલોલુપ
ં હોય પણ માન
મળત ું ન હોય એ લોકો પણ શત્રુપક્ષમાં ભળી જતા હોય છે . અહી મારી કોઈ કદર નથી એવો અસંતોષ તેમને
પીડતો હોય છે . અનેક કારણોથી નારાજ સમર્થ લોકો શત્રુપક્ષમાં કે વિરોધ પક્ષમાં ચાલ્યા જતા હોય છે .
તેમને સામદામથી સમજાવીને રાજાએ પાછા લઇ આવવા. પણ જે લોકો હલકા હોય અને પાછા આવવા
માંગતા હોય એમને સ્વીકારવા નહિ.

કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ડાહ્યા લોકો સાથે ચર્ચા કરવી અને પછી જ એનો અમલ કરવો.

કોઇપણ મંત્રણાનુ ં સ્થાન સુરક્ષિત હોવું જોઈએ. કોઈ ચોરીછુપીથી વાતો સાંભળી ન લે એ ખાસ જરૂરી છે . કોઈ
પક્ષી પણ ત્યાં પ્રવેશ ન પામે એવી જગ્યા હોવી જોઈએ. મંત્રણાનો ભેદ ખોલી નાખનાર દે શનિકાલ કે દે હ્દં ડ
આપવો જોઈએ. અભિમાની, ઊંઘમાં બબડનારા, વૈશયાગામી, છુપાઈને સાંભળનારા, બડાઈખોરો, દારૂડિયા
વગેરે માણસો મંત્રણાને પ્રગટ કરી દે તા હોય છે .તેમને દુર રાખવા.

ભારદ્વાજ ઋષિનો મત છે કે રાજાએ મંત્રણા એકલા જ કરવી. ઘણા મંત્રીઓ હોય તો વાત ફૂટી શકે છે . મંત્રણા
એટલી ગુપ્ત હોવી જોઈએ કે જયારે એનુ ં પરિણામ આવે ત્યારે જ લોકોને ખબર પડે. કાર્ય થયા પહેલા જ
બબડતા લોકો પરિણામ લાવી શકતા નથી.

જેમકે કોઈ વાર વાર એમ કહે કે આરપાર કી લડાઈ હોગી અને પછી ન થાય તો હાસ્યાસ્પદ કેહવાય. શત્રુ
પણ સાવધાન થઇ જાય અને લડાઈ થઇ પછી જ લોકોને ખબર પડવી જોઈએ કે લડાઈ થઇ.

આચાર્ય વિશાલાક્ષનો મત છે કે એકલા મંત્રણા થઇ શકે નહિ.અમાત્ય-પુરોહિત-મંત્રીઓ વગેરે જોઈએ તો જ


મંત્રણા થાય. પણ આ બધા અતિવિશ્વાસુ અને પેટનુ ં પાણી ન હલે એવા એવા ગહેર રહસ્યો પચાવી શકે
એવા હોવા જોઈએ.છીછરા લોકોને મંત્રણામાં ન રાખવા.
મંત્રણા વખતે રાજાએ દરે કને શાંતિથી સાંભળવો અને કોઈને ઉતારી પડવો નહિ.બધાની વાત સાંભળ્યા
પછી પોતાનો પક્ષ રાખવો અને ગુણ દોષ જોઇને પછી એનો અમલ કરવો. યુદ્ધ કરવાની મંત્રણા ખુબ જ
ગંભીરતાથી કરવી કારણ કે એના પરિણામ બને પક્ષોએ આવતા હોય છે .

અહી પરાશર-નારદ બને જુદા જુદા મતો ધરાવે છે . ચાણ્ક્યનો મત છે કે ત્રણ-ચાર પ્રખર મંત્રીઓ સાથે જ
રાજાએ મંત્રણા કરવી. માત્ર એકની સાથે જ મંત્રણા કરવાથી એકાધિકાર થઇ શકે છે .કદાચ બે મંત્રીઓ હોય
તો એમાં પરસ્પર મતભેદ થઇ શકે છે . માટે ત્રણ કે ચાર મંત્રીઓ સાથે મંત્રણા કરવી પણ હુકમનુ ં પતં
રાજાએ પોતાની પાસે જ રાખવુ.ં મંત્રીઓના ટોળાને મંત્રણામાં બોલાવવું નહિ કારણ કે ટોળું નિર્ણય કરી શકત ું
નથી.

મંત્રણાના પાંચ પ્રકાર છે .કાર્યનો આરં ભ. યોગ્ય સેનાપતિ વગેરેની નિયુક્તિ, દે શ્કાલનો વિચાર, આવનારી
આપતીનો વિચાર, અભીષ્ટ કાર્યની સિદ્ધિનો વિચાર.

સૌ પ્રથમ કાર્યનો આરં ભ કરવો કે નહિ એનો વિચાર કરવો. માનો કે યુદ્ધ કરવું કે નહિ એનો વિચાર કરવો
અને યુદ્ધ કરવું જ હોય તો પાક્કો નિર્ણય કરીને કામે લાગી જવુ.ં ધનની વ્યવસ્થા કરવી, કિલ્લાનુ ં સમારકામ
કરાવી લેવ.ું અનાજ અને શસ્ત્રોનો સંગ્રહ કરી લેવો.બધી તૈયારી પ ૂર્ણ રીતે કરી લેવી. ખાસ કરીને દૂ તોને
મોકલીને સમર્થન મેળવવું અને લોકોમાં જનમત કેળવવો. આટલું કર્યા પછી જવાબદાર વ્યકિતની નિમણુક
કરવી. માનો કે તમારે યુદ્ધ કરવું છે તો સેનાપતિ નીમવો પડે કારણ કે ખરે ખર તો યુદ્ધ સેનાપતિ જ કરતો
હોય છે . સેનાપતિને લક્ષ્ય સમજાવી દે વ ું અને વારે વારે એને પ ૂછ્યા ન કરવુ.ં કુશળ સેનાપતિ પોતાની રીતે
વ્ય ૂહ ગોઠવવામાં લાગી જશે .

ુ ી
મહાન કાર્ય કરવા માટે દે શ અને કાળનો પ ૂરો વિચાર કરવો. દરે ક દિશાની જાણકારી મેળવી લેવી, ઋતન
જાણકારી રાખવી, જે દે શમાં યુદ્ધ કરવાનુ ં છે ત્યાની ભૌગોલિકતા સમજી લેવી. બને ત્યાં સુધી રાજાએ પોતાની
ભ ૂમિમાં યુદ્ધ કરવાને બદલે શત્રુની ભ ૂમિમાં જઈને યુદ્ધ કરવુ.ં આમ કરવાથી પોતાની ભ ૂમિ અનેક અનર્થોથી
બચી જશે અને ભ ૂમિ ખોવી નહિ પડે.કુશળ રાજા પોતાની ઈચ્છા પ્રમાણે શત્રુને દે શ અને કાળ માટે મજબુર
કરતો હોય છે , અકુશળ રાજા હાથ ઉપટ હાથ રાખીને બેસી રહે છે અને શત્રુ કિલ્લા સુધી પહોંચી જાય છે .
જયારે તમે કોઈ મહાન કાર્યો કરવાના હોય છો ત્યારે વિધ્નો તો આવે જ. મોટા કાર્યો કદી સરળ નથી હોતા.
માનો કે યુદ્ધ કરવું છે તો ક્યાં ક્યાં વિધ્નો આવશે એ પહેલાથી જાણી લેવ ું અને એ વિધ્નોના નિવારણ
પહેલેથી ગોતી લેવા.યુધના સમયે હમેશા બધો જ વિચાર કરવો ક્યારે ય વગર તૈયારીએ યુદ્ધ કરવું નહિ.

માનો કે તમે યુદ્ધ જીતી ગયા તો હવે કોને કોને ક્યાં પદ પર ગોઠવવા અને એવી રીતે સંચાલન કરવું કે
જેથી જનમત તમારી દિશામાં આવે અને પ્રજામાં ઉહાપોહ ન થાય. હમેશા દીર્ઘદ્રષ્ટિ રાખવી જેથી ક્યારે ય
કઈ કાચું ન કપાય જાય. એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે વિચાર કરતા કરતા ક્યારે ય લાંબો સમય
સુધી ખેંચાવું નહિ, ગુપ્ત વાત અને ઉત્સાહ લાંબો સમય સુધી ટકતા નથી.

મંત્રીઓ, દૂ તો અને ગુપ્તચરો વિના રાજ ચલાવી શકાય નહિ. જયારે તમારે યુદ્ધ કરવું હોય ત્યારે મહત્વનુ ં
કાર્ય દૂ તો કરતા હોય છે .બને ત્યાં સુધી દૂ તો દ્વારા જ મંત્રણા કરીને સમાધાન કરીને કામ ચલાવવું જોઈએ
અને જો બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે જ યુધનો માર્ગ લેવો.જયારે દુતકાર્ય ચાલત ું હોય ત્યારે યુદ્ધની
તૈયારી પણ સાથે સાથે થતી રહેવી જોઈએ. દુતોની મંત્રણા નિષ્ફળ જતા જ તરત જ સજજડ પ્રહાર કરવાની
તૈયારી કરી રાખવી.

શત્રુરાજાની પરવાનગી લઈને દૂ તે તેના રાજ્યમાં પ્રવેશ કરવો. સંદેશા માટેની બધી માનસિક અને બૌધિક
તૈયારી કરી રાખવી. દૂ તે તમામ ભૌગોલિક પરિસ્થિતિ અને બાકીની બધી રચનાઓનુ ં અવલોકન કરત ુ રહેવ.ું
ક્યાં રસ્તેથી સેના લઇ જવી, ક્યાં યુદ્ધ કરવું એ બધી બાજી પહેલા મનમાં નક્કી થયેલી હોવી જોઈએ. યુદ્ધ
રણભ ૂમિમાં ખેલાય એ પહેલા માણસના મનમાં ખેલાય છે . શત્રુ રાજાને આપવા માટે ભેટ સોગાદો લઇ જવી
કદી ખાલી હાથે જવું નહિ.મીઠી ભાષામાં વાતની શરૂઆત કરવી. દૂ તે કદી પણ તોછડાઈ કે ઉધ્તાઈ કરવી
નહિ.રાજાનુ ં મોઢુ ં તેમના દૂ તો હોય છે , દૂ તો દ્વારા રાજા પોતાની વાત કહે છે .

કદાચ કોઈ દૂ તની વાત ન ગમે તો પણ તેનો વધ ન કરી શકાય.આવી નીતિ છે .કદાચ ચાંડાલ પણ દૂ ત
બનીને આવ્યો હોય તો પણ તેને મારી શકાય નહિ.કોઈ કારણસર રાજા દુતને લાંબો સમય રોકી રાખે કે
કારાગારમાં નાખે તો ત્યાંથી યુકિત કરીને નાસી જવુ.ં

રક્ષિત રાજા રાજ્યની રક્ષા કરે છે માટે કોઈપણ ભોગે રાજાની રક્ષા પણ થવી જ જોઈએ. રાજાએ પણ
પોતાની સુરક્ષાની ઉપેક્ષા ન કરવી. ખોટી બહાદુરી બતાવીને રાજાએ ક્યારે ય જોખમ ન ખેડવુ.ં રાજાને આટલા
માણસોથી ભય રહેતો હોય છે . પુત્રો, રાણીઓ, સગા સંબન્ધિઓ અને શત્રુઓ.

સૌપ્રથમ તો રાજાએ પોતાના જ પુત્રોથી હંમશ


ે ા પોતાનુ રક્ષણ
ં કરત ુ રહેવ ું કારણ કે ખરાબ સંગતમાં આવીને
રાજકુમાર પણ ગાદી હડપી લેવા મટે રાજા પર હમ
ુ લો કરી શકે છે .એટલે રાજકુમારોને કુસગ
ં થી બચાવવા
અને તેમને સત્સંગમાં જોડાવા એ રાજાનો ધર્મ છે .રાજાએ પુત્રના ચહેરાનુ ં અધ્યનયન કરીને તેની મનોદશા
જાણતી રહેવ,ું ગુપ્તચરો દ્વારા તપાસ કરાવતી રહેવ.ું કોઈ રાજકુમાર કોઈ ખોટું પગલું ભરે  એ પહેલા જો
ખરે ખર એ ખોટી સંગતમાં હોય અને સુધરી શકે એમ ન હોય તો એને ગુપ્ત રીતે મરાવી નાખવો.  કાંટો
કાઢીને જ રાજ કરાય પછી ભલે એ કાંટો ઘરનો જ કેમ ન હોય.

આચાર્ય વિશાલાક્ષ આ મુદ્દે સમંતી સાધતા નથી, એમનુ ં કહેવ ું કે છે કે રાજકુમારને મરાવી નાખવા કરતા
એમને ક્યાંય દૂ ર કેદ કરી દે વા વધારે યોગ્ય છે .

પરાશર ઋષિ આ વાત સાથે સમંત થતા નથી. કેદ કરાયેલા રાજકુમારના મનમાં કાયમ દ્રષ
ે જ રહે છે અને
એ શત્રુ જ બની ગયેલ ગણાય છે . તે કેદ માંથી છૂટીને રાજા પર હુમલો કરી શકે કે છે કે પછી બીજા કોઈ
રાજ્ય સાથે મળીને પોતાના રાજ્યના ભેદ આપી શકે છે . એવું કરવાને બદલે તેને પોતાના જ રાજ્યમાં નજર
કેદ કરવો અને તેન ુ ં મન બદલાવવા પ્રયત્ન કરવો.

આચાર્ય નારદ એમ કહે છે કે આવું કરવાને બદલે રાજકુમારને દૂ ર ક્યાંક તેન ુ ં રાજ્ય આપીને પોતાના
સામંત સાથે મોકલી દે વો। જેવું અકબરે  સલીમને રાજા માનસિંહ પાસે મોકલીને કર્યું હત.ું

આચાર્ય ભીષ્મનુ ં કહેવ ું છે કે એવું કરવાને બદલે રાજકુમારનો ઉપયોગ સામંત કરે અને કદાચ તેને ચડાવે
પણ ખરા, એની બદલે રાજકુમારને એના મામાને ત્યાં મોકલી દે વા જોઈએ.

આચાર્ય ઉદ્ધવનુ ં કેહવું છે કે એમ તો મામા પણ રાજકુમારનો ઉપયોગ કરશે એની બદલે રાજકુમારને
પોતાના જ રાજ્યમાં રાખીને ભોગવિલાસમાં નાખી દે વો। આ સુખમાં પડેલો માણસ ક્યારે ય રાજખટપટમાં
રસ લેતો નથી.તેને રૂપાળી સ્ત્રીઓની મોહજાળમાં ફસાવી દે વો.

ં વ ું છે કે આવું કરવાને બદલે , પોતાના જ સંતાનોમાંથી બીજા રાજકુમારને મોટો


પણ આચાર્ય ચાણક્ય નુ કહે
કરવો જેથી આ બગડેલો રાજકુમાર આપોઆપ નાનો થઇ જશે અને બને ત્યાં સુધી તેન ુ ં મન
બદલવાનો પ્રત્યન કરવો. પોતાના જ દીકરાને ભોગના રસ્તે ન મોકલવો, એ નીચ કાર્ય ગણાય, તેને
સત્સંગમાં લગાવી દે વો અને એમ પણ ન થાય તો તેને શકિતહીન બનાવી દે વો.
 
ખરે ખર તો રાજાને સૌથી મોટું દુઃખ કુસત
ં ાન ને લીધે ભોગવવું પડત ું હોય છે . પાછલી ઝીંદગીમાં જો સંતાન
સારું હોય તો રાજા હેરાન થતો નથી પણ જો સંતાન કહ્યામાં ન હોય તો પાછલી ઝીંદગી બહુ ખરાબ વીતે
છે .કુસત ં ાન એ આપણી હાથની વાત નથી એટલે રાજાએ પોતાના સંતાનોથી પણ ચેતતા રહેવ ું
ં ાન કે સુસત
જોઈએ.

ચાણક્ય કહે છે કે પુત્રો ત્રણ પ્રકારના હોય છે .બુદ્ધિમાન, આહાર્ય બુદ્ધિ અને દુર્બુદ્ધિ  
જે બુદ્ધિમાન હોય છે એ સ્વંય પોતાની રીતે જ્ઞાન-વિજ્ઞાન-સંસ્કાર બધું મેળવીને સદ્ગુણી માંણસ બને છે . તે
સહજ રીતે સજ્જન હોય છે .

બીજો આહાર્ય બુદ્ધિ સમજી તો બધું શકતો હોય છે પણ આચરણ કરી શકતો નથી. તે આચારહીન હોય છે , તે
માત્ર વાક્પટુતાથી મોટી મોટી વાતો કરે છે .

ત્રીજો મ ૂળથી દુ ર્બુદ્ધિ હોય છે , તેને સુધારી શકતો નથી.આવા પુત્ર માથાનુ ં દર્દ બની જાય છે .

ચાણક્યનુ ં કેહવું છે કે જો દુર્બુદ્ધિ પુત્ર હોય તો તેને ત્યાં પુત્રનો જન્મ કરાવીને વહેલા માં વહેલી તકે પૌત્રને
તૈયાર કરવો. બની શકે તો દુર્બુદ્ધિ પુત્રને સદ્ગુણી સ્ત્રી સાથે લગ્ન કરાવવા. આવી કન્યાનોપુત્ર જ માત્રુલક્ષી
થશે તો ગુણવાન અને સંસ્કારી બનશે.  જિન બહુ મહત્વની વસ્ત ુ છે . આમ કરવાથી કદાચ સુપાત્ર પૌત્ર પેદા
થાય. જો આમ પણ ન થાય તો દોહિત્રને કે બીજા કોઈ સુપાત્રને વારસદાર બનાવવો. પણ કોઈપણ
સંજોગોમાં કુપત્ર
ુ ને ગાદી સોંપવી નહિ.

You might also like