You are on page 1of 3

શ્રી ગણેશાય નમઃ

"શિક્ષક દિન" ના પ્રણેતા અને પ્રખર માનવતાવાદી પુરુષ : ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

સર્વાંગ પંડ્યા

વર્ષ ૧૯૬૨ અને મે માસની ૧૨મી તારીખ એ ઐતહાસિક તારીખ છે કે જ્યારે ડો .સર્વપલ્લી
રાધાક્રિષ્નજી એ ડો. રાજેન્દ્રપ્રસાદજી પાસેથી રાષ્ટ્રપ્રમુખનું પદ ગ્રહણ કર્યું અને ઘણા સમય પહેલા ગ્રીક તત્વવેત્તા પ્લુટોએ જે
વિચાર કરેલો કે "રાજ્યનો વડો જો એક ફિલોસૂફ બને તો તે ઘણું ઉત્તમ" તેને ભારત માટે સાકાર કરી અને દેશના વિકાસમાં
પોતે કરેલા અધ્યયનના તપના ફળ સ્વરૂપ ભારતની શિક્ષણ પદ્ધતિ તેમજ સંસ્કૃતિ ને મજબૂત કરવામાં પોતાનું બહુ મૂલ્ય
યોગદાન કર્યું.
ભારતમાં "શિક્ષક દિવસ" ના પ્રણેતા અને પ્રખર માનવતાવાદી વ્યક્તિત્વ ડો.સર્વપલ્લી
રાધાકૃષ્ણન કે જેમના નામ અને વ્યક્તિત્વ માં જ તેમનો ભારતીય વિચારધારા પ્રત્યેય ના પ્રેમ ના દર્શન થાય છે તેમજ જો
જીવન દર્શનનું કરીએ તો આજના આધુનિક શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ઘણી જ પ્રેરણા મળે તેમ છે તેમજ જો તેમના જીવનનું
ઊંડું ચિંતન કરીએતો ઘણાબધા પ્રેરણારૂપ પ્રસંગો યાદ કરી શકાય.ભારતીય પરંપરા પ્રમાણે ફોઈ જે નામ રાખે તે જ નામ
"રાધાકૃષ્ણન" અને દક્ષિણ ભારતનો રિવાજ પ્રમાણે પોતાના નામ પહેલા ગામનું નામ લખાય તે "સર્વપલ્લી". આ રીતે તેમનું
પૂરું નામ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન.સર્વપલ્લી ગામ માં બાપદાદાને રોજગારની તકલીફ ઉભી થઇ એટલે ચેન્નાઇ થી પાંસઠ
કિલોમીટર દૂર આવેલું તિહુત્તણી ગામ જ્યાં તેમના પિતાજી વીરસ્વામી ગોરપદું કરતા તેમજ શિક્ષક તરીકેની કામગીરીય
સાંભળતા આ રીતે તેમને કર્મપ્રેમ અને પ્રભુભક્તિ તેમના જીવનના મૂળ વારસામાં મળે લી.એક સામાન્ય કુટુંબમાં જન્મીને કેવળ
સ્વપુરુષાર્થથી તેઓ મહાન બન્યા.
બાર વર્ષની ઉમર સુધી પોતે તિહુત્તણી રહ્યા તેમજ પિતાજી પાસેથી અક્ષરજ્ઞાન મેળવ્યું તેમજ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો.બાળપણથી
જ પોતે જે કઈ જુએ ,વાંચે તેના ઉપર એકાંતમાં મનન કરે જેનથી તેમની સાયંમ અને ચિતંન વૃત્તિનો જન્મ થયો જે કોઈપણ
આદર્શ દાર્શનિક થવા માટેનો મૂળભૂત પાયો છે.ગામમાં પિતાજીના જમીનદાર સાથેના સારા સંબંધને લીધે તેમને રાધાકૃષ્ણન માટે
ખ્રિસ્તી શાળા તેમજ કોલેજના દ્વાર ખુલ્લા કર્યા.શાળામાં બાઇબલ તેમજ અંગ્રેજી ભાષા ઉપર તેમને પ્રભુત્વ મેળવ્યું પરંતુ સાથે જ
પોતાના ધર્મની શ્રદ્ધા તેમણે જરાય ઓછી ના થવા દીધી. તિહુત્તણીના મહાન સંત મુથુસ્વામી ના ગીતો તેમજ ભજનોની તેમના
મન ઉપર કાયમી અસર રહી અને આ રીતે પોતે પૂર્વ-પશ્ચિમના ધર્મ-તત્વજ્ઞાનના એ સંગમસ્થાન બન્યા.વેલારની વુરહીજ
કોલેજમાં પ્રથમ વર્ષ પસાર કરીને ચેન્નાઈને ખ્રિસ્તી કોલેજમાં દાખલ થયા.
બી.એ માં કયો વિષય લેવો તે દિશામાં ચિંતન કરતા હતા તે જ વેળા તેમના પિતરાઈ
ભાઈ તેમને તત્વજ્ઞાનના પુસ્તકો આપી ગયા જે પુસ્તકોના વાંચનથી તેમનું દિલ દર્શનશાસ્ત્ર તરફ આકર્ષાયું અને તત્વજ્ઞાન અને
દર્શનશાસ્ત્ર લઈને તેઓ બી.એ. થયા કોલેજકાળના તેમના દિવસો ખરેખર ખુબ જ ગરીબાઈમાંથી પસાર થયેલા તેથી જ તેઓ
વિધાર્થીઓને કેહતા કે પૈસાદાર હોવું કે ગરીબ હોવું એ અભ્યાસ માટે મહત્વનું નથી.અભ્યાસ માટે મહત્વનું છે કે સમજણ પૂર્વકનો
સારો અને ઊંડો અભ્યાસ કરવો.ગરીબાઈ સામે ઝઝૂમવા માટે પોતે ટ્યુશન કરીને પોતાનો ખર્ચ કાઢતા તે સમય દરમ્યાન
સ્વામી વિવેકાનંદજી ના ભાષણોની તેમના મન ઉપર જે અસર થયેલી તેણે તેમને વેદાંત ના ઊંડા અભ્યાસ તરફ દોર્યા.અને
તેમને તેમણે એમ.એ પદવીમાં "ધ એથિક્સ ઓફ વેદાંત" વિષય ઉપર મહાનિબંધ લખ્યો આ રીતે તેમણે વીસ વર્ષની ઉંમરે
એમ.એ ની પદવી મેળવી અને તેમની પ્રેસિડેન્ટ કોલેજમાં તર્કશાસ્ત્રના શિક્ષક તરીકેની નિમણુંક થઇ.મદ્રાસ રાજ્યના નિયમ અનુસાર
શિક્ષક તરીકે ફરજ બજાવવા માટે એલ.ટી ની પરીક્ષા પાસ કરવી પાસે તે તેમણે પ્રથમ વર્ગમાં પાસ કરી પરંતુ ગરીબીને કારણે તે
સમયે પોતે પરદેશ ભણવા ન ગયા અને ન તો ડૉક્ટરીનો અભ્યાસ કરી શક્યા પરંતુ તેમણે પોતાની અધ્યયન સાધના ચાલુ રાખી જેના
પ્રતાપે કુદરતે તેઓને ભવિષ્યમાં પરદેશમાં ભણવા માટે નઈ પરંતુ ભણાવવા માટે કેમ્બ્રિજ,ઓક્સફર્ડ જેવી વિદ્યાપીઠો માંથી આમંત્રણ
આવેલા જે ભારત માટે ગૌરવની વાત હતી.સમયની સાથે જ તેમનો વિવાહ થયો પરંતુ વિવાહિત જીવનમાં પણ તેમની અભ્યાસની ટેવ
ચાલુ જ રહી જે તેમણે મેળવેલી

પ્રતિષ્ઠા પાછળનું એક મૂળભૂત કારણ પણ હતું.


એક અધ્યાપક માટેના આદર્શ ગુણો કે ભાષા ઉપર પક્કડ,વિષયનું ઊંડાણ,શબ્દો ની પસંદગી એ તેમના વર્ગમાં વિદ્યાર્થીઓને સહજતાથી
સ્પર્શતા અને સૌ વિદ્યાર્થીઓ એકરસ બનીને વિષયમાં કોવઇ જતા.વાંચનમાં ધ્યાન કેન્દ્રિત કરવની શક્તિ તેમનામાં અદભુત હતી કે
તેમની આસપાસ બાળકો ખેલકૂદ કરે અથવા કોઈ અવરજવર કરે તો પણ તેમનું તેમના વાંચનમાં ક્યાંય ખલેલ ના પહોંચતી. આ રીતે
ચેન્નાઇ કોલેજમાં તેમના નવ વર્ષના શિક્ષણના પ્રવાસ દરમિયાન તેમના લેખો દેશ વિદેશના સામાયિકોમાં પ્રસિદ્ધ થયા જેથી મૈસુરના
દીવાન સર વિશ્વેસરૈ યાજી કે જેમની યાદ માં ભારતમાં ૧૫ સપ્ટેમ્બર "ઈજનેર દિવસ" તરીકે ઉજવવામાં આવે છે તેમનું ધ્યાન
ડો.રાધાકૃષ્ણન તરફ આકર્ષાયું અને તેમને આમંત્રણ આપીને મૈસુર બોલાવ્યા.
વર્ષ ૧૯૧૮ રાધાકૃષ્ણન ની ઉંમર ૩૦ વર્ષની થાય છે સમયની સાથે સાથે પ્રાધ્યાપક તરીકે તેમને
પોતાનું અધ્યયનમાં વધારો કર્યો અને અધ્યાપન વધુ ગંભીર અને વિદ્ધતાભર્યું બનાવ્યું અને તેમની આ યાત્રામાં તેમના સાથીઓ હતા
ડૉ.રાધાકુમુદજી .પ્રો.કે.ટી.શાહ અને પ્રો.વાડિયા આ તમામ સાથીઓ પાછળથી રાજ્યસભાના સભ્યો બન્યા અને તેમાં પણ ડૉ.
રાધાકૃષ્ણન અધ્યક્ષ બન્યા.એક વખતની વાત છે વર્ગ દરમિયાન એક વિદ્યાર્થીએ રાધાકૃષ્ણનને પ્રશ્ન કર્યો કે આપણી પાસે કોઈ વિદેશી
પદવી છે? તુરંત જ રાધાકૃષ્ણનજી એ સુમધુર સ્વાભિમાનભેર જવાબ આપ્યો કે " પરદેશની યુનિવર્સિટીમાં હું ભણાવવા જઈશું,ભણવા
નઈ".રાધાકૃષ્ણન વિધાર્થીઓને નિખાલસ અને કોઈ જ પ્રકાર ના નાતજાતના ભેદ વગર શીખવતા અને જરૂર પડે તો આર્થિક અને
સામાજિક સહાય પણ કરતા જેથી વિધાર્થી પ્રોત્સાહિત થઈને ઊંડા અભ્યાસમાં લાગી જતા.વર્ષ ૧૯૨૦માં રાધાકૃષ્ણનના બે પુસ્તકો "ધ
રેઇન ઓફ રિલિજિયન ઈન કોન્ટેમ્પોરરી ફિલોસોફી" અને "ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ" પ્રકાશિત થયા વર્ષ ૧૯૬૨ અને મે માસની
૧૨મી તારીખ એ ઐતહાસિક તારીખ છે કે જ્યારે ડો .સર્વપલ્લી રાધાક્રિષ્નજી એ ડો. રાજેન્દ્રપ્રસાદજી પાસેથી રાષ્ટ્રપ્રમુખનું પદ ગ્રહણ કર્યું
અને ઘણા સમય પહેલા ગ્રીક તત્વવેત્તા પ્લુટોએ જે વિચાર કરેલો કે "રાજ્યનો વડો જો એક ફિલોસૂફ બને તો તે ઘણું ઉત્તમ" તેને ભારત
માટે સાકાર કરી અને દેશના વિકાસમાં પોતે કરેલા અધ્યયનના તપના ફળ સ્વરૂપ ભારતની શિક્ષણ પદ્ધતિ તેમજ સંસ્કૃતિ ને મજબૂત
કરવામાં પોતાનું બહુ મૂલ્ય યોગદાન કર્યું.
ભારતમાં "શિક્ષક દિવસ" ના પ્રણેતા અને પ્રખર માનવતાવાદી વ્યક્તિત્વ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન કે
જેમના નામ અને વ્યક્તિત્વ માં જ તેમનો ભારતીય વિચારધારા પ્રત્યેય ના પ્રેમ ના દર્શન થાય છે તેમજ જો જીવન દર્શનનું કરીએ તો
આજના આધુનિક શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ઘણી જ પ્રેરણા મળે તેમ છે તેમજ જો તેમના જીવનનું ઊંડું ચિંતન કરીએતો ઘણાબધા
પ્રેરણારૂપ પ્રસંગો યાદ કરી શકાય. ભારતીય પરંપરા પ્રમાણે ફોઈ જે નામ રાખે તે જ નામ "રાધાકૃષ્ણન" અને દક્ષિણ ભારતનો રિવાજ
પ્રમાણે પોતાના નામ પહેલા ગામનું નામ લખાય તે "સર્વપલ્લી". આ રીતે તેમનું પૂરું નામ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન.સર્વપલ્લી ગામ માં
બાપદાદાને રોજગારની તકલીફ ઉભી થઇ એટલે ચેન્નાઇ થી પાંસઠ કિલોમીટર દૂર આવેલું તિહુત્તણી ગામ જ્યાં તેમના પિતાજી
વીરસ્વામી ગોરપદું કરતા તેમજ શિક્ષક તરીકેની કામગીરીય સાંભળતા આ રીતે તેમને કર્મપ્રેમ અને પ્રભુભક્તિ તેમના જીવનના મૂળ
વારસામાં મળે લી.એક સામાન્ય કુટુંબમાં જન્મીને કેવળ સ્વપુરુષાર્થથી તેઓ મહાન બન્યા.

You might also like