You are on page 1of 21

ભાણ સાહેબ



ભાણ સાહેબ એ મધ્યયુગના રામકબીર સંપ્રદાયના ગુજરાતી કવિ હતા. [૧]

જીવન[ફેરફાર કરો]
તેમનો જન્મ મહા સુદ ૧૧/૧૫ સંવત ૧૭૫૪ (ઈ.સ. ૧૬૯૮) ના દિવસે ચરોતરના (કે
ભાલકાંઠાના) કનખીલોડ ગામમાં લોહાના કુળમાં થયો હતો. તેમના પિતાનુ ં નામ કલ્યાણજી અને
માતાનુ ં નામ અંબાબાઈ હત.ું તેમની અટક ઠક્કર હતી. તેમના ગુરુન ુ ં નામ આંબા છઠ્ઠા અથવા
ષષ્ટમદાસ હત.ું તેમના સંપ્રદાયમાં તેઓ કબીરનો અવતાર ગણાતા. [૧]

તેમના પુત્ર ખીમદાસ સહિત અન્ય ૪૦ શિષ્યોએ 'ભાણફોજ' બનાવી અને ગુજરાતમાં
લોકબોલીમાં ઉપદે શ કર્યો. [૧]

ચૈત્ર સુદ/વદ ત્રીજ, સંવત ૧૮૧૧ (ઈ.સ. ૧૭૫૫)માં તેમણે કમીજડામાં જીવતે સમાધિ લીધી. [૧]

અન્ય માહિતી[ફેરફાર કરો]


જન્મની સાથે જ તેમને આગળના બે દાંત ઉગેલા હતા. આથી ગામનાં લોકોને અપશુકનિયાળ
લાગ્યા. તેથી ગામલોકોએ ભાણ સાહેબના કુટુંબને હેરાન કરવાનુ ં ચાલું કર્યું. છે વટે ભાણ
સાહેબના કુટુંબે પોતાના માદરે વતન બનાસકાંઠાના વારાહી (હાલમાં પાટણ જિલ્લો) ખાતે
સ્થળાંતર કર્યું. ભાણ સાહેબને ચાલીસ શિષ્યો હતા. તેમની આ શિષ્યમંડળી ભાણફોજ નામે
ઓળખાતી. જેમાંના રવિ સાહેબ નામના તેમના પ્રતાપી શિષ્યે રવિ-ભાણ સંપ્રદાયની સ્થાપના
કરી. ખીમ સાહેબ ભાણસાહેબના બુદ
ં શિષ્ય એટલે કે પુત્ર અને શિષ્ય હતા.

રવિભાણ સંપ્રદાય : રવિસાહેબ અને તેમના ગુરુ ભાણસાહેબે


પ્રવર્તાવેલો સંપ્રદાય. રવિભાણ સંપ્રદાય નામાભિધાનમાં બે
વ્યક્તિનામો અથવા બે વિભ ૂતિનામોનો સમાસ છે . એક રવિ અને
બીજા ભાણ. રવિ એટલે ભાણસાહેબના શિષ્ય રવિસાહેબ અને
ભાણસાહેબ એટલે ગુજરાતમાં રામકબીરિયા શાખાના પ્રવર્તક અને
રવિભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. ભાણકબીર તરીકે પણ તેઓ
ઓળખાય છે . આમ રવિભાણ સંપ્રદાયનુ ં અભિધાન ગુરુ અને શિષ્યના
નામ ઉપરથી પડેલ ું છે . સામાન્ય રીતે મુખ્ય પ્રવર્તક, મ ૂળ સ્થાપક કે
ગુરુના નામ ઉપરથી સંપ્રદાયનુ ં નામ પડત ું હોય છે . અહીં ગુરુ અને
શિષ્ય બેઉના નામે સંપ્રદાયનુ ં નામ પડ્યું છે અને તેમાં પણ શિષ્યનુ ં
નામ ગુરુના નામની પહેલાં સ્થાન પામે છે એ ઘટના વિરલ પણ છે
અને સ ૂચક પણ છે . રવિસાહેબ ભાણસાહેબના સમર્થ અને પ્રતાપી
શિષ્ય હતા. એ ભાણસાહેબના ‘નાદપુત્ર’ પણ હતા. ભાણસાહેબની
હયાતીમાં જ એમની ખ્યાતિ થઈ ચ ૂકી હતી. રવિ ‘ભાણફોજ’ના પણ
પ્રથમ હરોળના સેનાની હતા. ઉત્કટ સાધના, ભરપ ૂર ભક્તિ, અખિલ
દર્શન અને તેજોમય વાણી થકી એમની પ્રતિભા સ ૂર્યની જેમ ઝળહળી
ઊઠી હતી. ગુરુકૃપાએ એમને ગુરુથી સવાયા સિદ્ધ કર્યા. કદાચ
‘ભાણ’ની સાથે જ ‘રવિ’નો આદર પ્રસ્થાપિત થયો હશે અને બે મહાન
સંતોની બેલડીરૂપ ‘રવિભાણ સંપ્રદાય’ અભિધાન થયુ ં હશે. ‘રવિ’ અને
‘ભાણ’ બેઉ પર્યાયવાચી અને એક જ અર્થના દ્યોતક છે એ પણ
અનન્ય સંયોગ.

કબીરની સાહેબ પરં પરા સાથે અનુસધ


ં ાન ધરાવતો ‘રવિભાણ
સંપ્રદાય’ આજે તેની આગવી ઓળખ સાથે સમગ્ર ગુજરાતમાં
વટવ ૃક્ષની જેમ ફેલાયેલો છે . સત્તરમી સદીમાં ભાણસાહેબના પ્રાગટ્ય
અને તેમના ભક્તિ-આંદોલન સાથે આ સંપ્રદાયનો પ્રાદુર્ભાવ થયો
હતો. મધ્યકાળનો ભક્તિજુવાળ એ સમગ્ર ભારતવર્ષની શકવર્તી
ઘટના સમાન હતો. કુંઠિત, દં ભી, સંકુચિત અને રૂઢ બની ગયેલા વૈદિક
ધર્મની સામેનો એ બળવો હતો. આ બળવો આધ્યાત્મિક, સામાજિક
અને સાંસ્કૃતિક ક્રાંતિનાં અનેક ન ૂતન બળો અને ન ૂતન આવિષ્કારનો
શુભ નિમિત્ત બની રહ્યો. એણે સમગ્ર ભારતવર્ષને ઢંઢોળ્યુ,ં જગાડ્યુ.ં
સામાન્ય જન, આમ સમાજ પહેલવહેલો એમાં પ્રવેશ અને આદર
પામ્યો. નીચલો થર એનાં તેજ, પ્રાણ, ઊર્મિઓ અને ચેતના સાથે
પ્રગટી આવ્યો. ભારતવર્ષના બધા જ ખંડોમાં સમાજના નીચલા થરમાં
આ ક્રાંતિ પ્રગટી. ભારતવર્ષના આધ્યાત્મિક ઇતિહાસની આ કદાચ
સર્વપ્રથમ અપ ૂર્વ અને અસામાન્ય ઘટના હતી.

ગુજરાતમાં આ આધ્યાત્મિક ક્રાંતિનો સીધો પડઘો સવિશેષ રીતે


ભાણસાહેબ અને તેમની સંતપરં પરાએ ઝીલ્યો. એટલું જ નહીં ભાણની
સરદારી હેઠળ ભેખધારી અને સેવાવ્રતી સંતોની એમાંથી ફોજ તૈયાર
થઈ. આ ફોજ, વસ્તી ચેતાવવાની અદમ્ય ભાવના સાથે મિશનરી
ધગશથી આખું ગુજરાત ઘ ૂમી વળી. ઊંચનીચના, કુલજાતિ,
ધર્મસંપ્રદાયના ભેદભાવથી પર એવી અભેદદૃષ્ટિ, અંત્યજ ગણાતા
નીચલા થરના લોકોનો સ્વીકાર અને સમાદર, ત્યાગમય
સેવાપરાયણતા, ગામડે ગામડે અને ઘરે ઘરે ફરી જનહૃદયમાં
ભજનસત્સંગ, ઉપદે શ દ્વારા સદાચાર અને ભક્તિભાવના સિંચનની
ન ૂતન વિચારધારા અને ઉચ્ચ આચારપ્રણાલી દ્વારા આ સંપ્રદાય
વીજળીક લોકાદર પામ્યો. સાહેબ પરં પરા, ગુરુશિષ્ય પરં પરા, ગૃહસ્થ
સંતોની બુદપરં
ં પરા, સંન્યસ્ત સંતોની નાદપરં પરા, વાડીના સાધુઓની
પાટપરં પરા, સમાધિ પરં પરા, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર
ઉભય ઉપાસનાધારા, તેજસ્વી સંતોનો શ્રેણી, સમ ૃદ્ધ અને વિપુલ
ભજનવારસો વગેરે આ સંપ્રદાયના આગવા ઓળખ-વિશેષો છે . આ
સંપ્રદાયે ઊંચી કોટીના તેજસ્વી સંતોની અમ ૂલ્ય ભેટ આપી છે . એમાં
પણ આ સંપ્રદાય થકી સમાજના અંત્યજ ગણાતા નીચલા થરમાંથી જે
સંતરત્નો મળ્યાં, એકસામટાં મોટી સંખ્યામાં મળ્યાં, એથીય આગળ
વધીને કહીએ તો એક આખી પરં પરાના રૂપમાં મળ્યાં એ ગુજરાતના
આધ્યાત્મિક ઇતિહાસનુ ં અપ ૂર્વ સુવર્ણપ ૃષ્ઠ છે . ત્રિકમસાહેબ અંત્યજ
ગરોડા હતા. ભીમસાહેબ આમરણના અંત્યજ હતા. દાસી જીવણ ચમાર
હતા, દાસ હોથી સુમરા સીંધી મુસ્લિમ હતા. આવુ ં કીર્તિવંત સામાજિક
સાંસ્કૃતિક ઉત્થાન ભારતમાં આ પ ૂર્વે ખાસ જોવા મળ્યુ ં નથી. ત્રણ
સદીનો ભવ્ય ઇતિહાસ અને તેજસ્વી સંતોની ઉજ્જ્વળ પરં પરા આ
સંપ્રદાય સાથે જોડાયેલી છે .

ગુજરાતમાં રવિભાણ સંપ્રદાયની પરં પરા ભાણસાહેબના બે મુખ્ય


શિષ્યો એક રવિસાહેબ અને બીજા ખીમસાહેબ દ્વારા ચાલી છે .
ખીમસાહેબ ભાણસાહેબના બુદપુ
ં ત્ર હતા. એમના દ્વારા ગૃહસ્થધર્મી
સંતોની બુદપરં
ં પરા ચાલી. રવિસાહેબ ભાણસાહેબના નાદપુત્ર હતા.
એમના થકી સંસારધર્મથી વિરક્ત એવી સંન્યસ્ત પરં પરા ચાલી.
ગુજરાતમાં રવિભાણ સંપ્રદાયના મુખ્ય ચાર સ્થાનકો સુપ્રસિદ્ધ છે : (1)
શેરખી : આ જગ્યા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના શેરખી ગામે
છે . સંપ્રદાયની આ પ્રથમ બંધાયેલી જગ્યા ભાણસાહેબે તે ઈ.સ.
1724(સંવત 1780)માં બાંધેલી. (2) કમિજળા : આ જગ્યા અમદાવાદ
જિલ્લાના વિરમગામ તાલુકાના કમિજળા ગામે આવેલી છે .
ભાણસાહેબનુ ં આ સમાધિસ્થાન છે . આ સ્થળે ભાણસાહેબે સમાધિ
લીધેલી. (3) રાપર : આ જગ્યા કચ્છ જિલ્લામાં રાપર તાલુકા મથકે
આવેલી છે . ભાણસાહેબના બુદપુ
ં ત્ર ખીમસાહેબે ઈ. સ. 1781(સંવત
1837)માં બાંધેલી. ‘દરિયાસ્થાન’ તરીકે પણ ઓળખાય છે . (4)
ખંભાળિયા : જામનગર જિલ્લામાં ખંભાળિયા ગામે આ જગ્યા છે . તે
મોરાર ખંભાલિડા તરીકે પણ જાણીતી છે . ઈ. સ. 1776(સંવત 1832)માં
મોરારસાહેબે આ જગ્યા બાંધેલી.

રવિભાણ સંપ્રદાયનાં આ મુખ્ય ચાર સ્થાનકોમાંથી કાળક્રમે અનેક


શાખા-પ્રશાખાઓ પ્રગટી છે . અઢીસો વર્ષના સુદીર્ઘ ઇતિહાસ અને તેની
પરં પરા જોતાં આ સંપ્રદાયનાં નાનામોટાં 58 મંદિરો સાથે 312 જેટલા
દુવારા સ્થાપિત થયેલા છે . આ સ્થાનકો, જગ્યાઓની સાંપ્રત સ્થિતિ
અને સ્વરૂપ પણ સળંગ અભ્યાસનો વિષય માગી લે એમ છે .
ઘણીબધી જગ્યાઓ અત્યારે શાન્ત અથવા બંધ સ્થિતિમાં જોવા મળે
છે . ક્યાંક પારં પરિક ઉપચારવિધિ જોવા મળે છે . મ ૂળનાં ચાર સ્થાનકો
પૈકી કમિજળા સિવાય બાકીનાં ત્રણેય સ્થાનકોમાં પરં પરાની રીતે
હાલ કોઈ ઉત્તરાધિકારી નથી. ટ્રસ્ટના સંચાલન-આયોજન હેઠળ છે .
શેરખીની મ ૂળ જગ્યા જે એક કાળે ગુજરાત અને ગુજરાત બહાર
ધમધમતી હતી તે છે લ્લે વીસમી સદીના છઠ્ઠા કે સાતમા દાયકામાં,
ત્યાંના છે લ્લા ઉત્તરાધિકારી માધવપ્રસાદજીના અવસાન પછી, બંધ
જેવી જ રહી છે .

સ્થાનકોમાં ગુરુગાદી અને તેના ઉપર પાદુકાસ્થાપનની મ ૂળ પ્રણાલી


નીકળી ગઈ નથી, પરં ત ુ રામમ ૂર્તિની પ્રતિષ્ઠા અને રામઉપાસના
વધારે પ્રચલિત બની ગયેલી જણાય છે . મ ૂળ રામાનંદની
રામોપાસનાધારાની રીતે આમ બનવુ ં અસ્વાભાવિક કે આકસ્મિક પણ
નથી. સ્વરૂપરિવર્તન કે નવસંસ્કરણની રીતે આ બાબત ધ્યાનમાં લેવી
ઘટે . રવિભાણ સંપ્રદાયમાં જે વાડીના સંતોનો પ્રવાહ ઓતપ્રોત થયેલો
છે તે રવિભાણ સંપ્રદાયનાં તત્વો, સિદ્ધાંતો સાથે તેની મ ૂળગત નિજારી
પાટપરં પરા ધારા સાથે પણ ધબકતો રહ્યો છે . બધા જ સમયમાં બધે
જ બન્યુ ં છે એમ કોઈ સંપ્રદાયની પરં પરા કે ધારા અખંડ, એકધારી
અને એકરૂપમાં ચિરકાળ ચાલી નથી. દે શકાળ પ્રમાણે એમાં
પરિવર્તનો, રૂપાંતરણો, સંસ્કરણો થતાં રહે છે . આ એક નૈસર્ગિક પ્રક્રિયા
છે .

રવિભાણ સંપ્રદાયના કેટલાક તેજસ્વી સંતોનો પરિચય મેળવીએ :

ભાણસાહેબ (જ. ઈ.સ. 1698, મહીકાંઠાનું ગામ, કિંખલોડ, જિ. ખેડા; અ.


ઈ.સ. 1755, કમિજળા, જિ. અમદાવાદ) : ગુજરાતના મધ્યકાલીન
લોકસંત. ભાણ એમનુ ં નામ અને ‘સાહેબ’ એમની પદવી. ‘સાહેબ’ પદ
કબીર પરં પરાની ખાસ ઓળખરૂપ છે . ગુજરાતમાં કબીર સંપ્રદાયના
બે પંથ ચાલ્યા : સતકબીરિયા અને રામકબીરિયા. ભાણ રામકબીરિયા
પંથના હતા. ભાણ ગુજરાતમાં કબીર સંપ્રદાયના આદ્યસ્થાપક અને
પ્રવર્તક ગણાય છે . ભાણકબીર તરીકે પણ તેઓ ઓળખાય છે .

ભાણસાહેબનુ ં મ ૂળ વતન વારાહી. પિતા કલ્યાણ ભગત અને માતા


અંબાબાઈ. જ્ઞાતિએ લોહાણા ઠક્કર. વેપારધંધાર્થે વારાહી છોડી
કિંખલોડ આવી વસેલા. ભાણને જન્મની સાથે બે દાંત ઊગેલા. તેઓ
દત્તનો અવતાર પણ ગણાય છે . સ ૂર્ય જેવી કાંતિ જોઈ કોઈ સિદ્ધે ભાણ
નામ પાડેલ.ું સંતસેવા અને ભક્તિપરાયણ કલ્યાણ ભગતને દુરમતિ
લોકોએ અને કાંઠાગાળાના ચોરધારાળાઓએ કનડેલા. આથી મ ૂળ
વતન વારાહી પાછા આવેલા. 26 વર્ષની ઉંમરે ભાણબાઈ સાથે ભાણનુ ં
લગ્ન. ગૃહસ્થજીવનની સાથે ઈશ્વરભક્તિ અને જનસેવાના ભેખધારી.

ભાણસાહેબના ગુરુ કોણ તે નિશ્ચિત થત ું નથી. પરં ત ુ આંબો છઠ્ઠો


સંભવત: ખષ્ટમદાસ એમના ગુરુ હોવાનુ ં મનાય છે . ખષ્ટમદાસ એ
કબીરના શિષ્ય અને રામકબીરિયા શાખાના પ્રવર્તક પદ્મનાભના
પાંચમી પેઢીએ આવતા શિષ્ય. પદ્મનાભ કાઠિયાવાડ આવ્યાનુ ં મનાય
છે . ગુરુ-શિષ્ય પરં પરામાં ગુરુમહિમા એ પ્રભુમહિમા જેટલો જ મોટો
હોય છે . પદોનાં નામચરણમાં ગુરુના નામનો ઉલ્લેખ અવશ્ય હોય.
પરં ત ુ ભાણસાહેબના જે સત્તર જેટલાં પદ મળે છે તેમાં ગુરુના નામનો
ઉલ્લેખ નથી.

ભાણસાહેબ પરિભ્રમણ કરતા કરતા કમિજળા ખાતે પોતાના એક


શિષ્ય મેપા ભરવાડને ખોરડે ગયેલા. મેપો ઢોર ચરાવવા ગયેલો.
ભાણ રોકાયા નહિ. મેપો ખોરડે આવ્યો ને ખબર પડી એટલે ભાણની
પાછળ દોડ્યો. હરખથી ઘેલા થયેલા ભોળા ભરવાડે દૂરથી ભાણને
જોયા, સાદ કર્યો અને કહ્યું કે ‘ડગલું ભરો તો રામદુવાઈ’. રામદુવાઈ
પડતાં ભાણ એ જ ક્ષણે ઘોડી ઉપરથી ઊતરી જમીન પર સ્થિર થઈ
ગયા. આ તો રામદુવાઈ. ન એક ડગલું આગળ ભરાય, ન એક ડગલું
પાછળ ભરાય. ભાણસાહેબે કમિજળા ગામની પાદરે આ સ્થળે સમાધિ
લીધી. ભાણસાહેબ ઘોડી ઉપર સવાર થઈ દે શાટન કરતા. ઘોડી
ઉપરાંત સાથે એક કૂતરી પણ રહેતી. કહેવાય છે કે ભાણસાહેબની
સમાધિ ગોડવામાં આવી ત્યારે તેમાં પ્રથમ તેમની ઘોડી પડી અને
શાંત થઈ ગઈ. બીજી સમાધિ ગોડવામાં આવી તો તેમાં કૂતરી પડી
અને શાંત થઈ ગઈ. ત્રીજી સમાધિ ભાણસાહેબે લીધી. કમિજળા ગામને
પાદરે આજે ત્રણેય સમાધિ છે . શેરખીની જગ્યાના ઉત્તરાધિકારી
રાધિકાદાસજીએ ‘ભાણચરિત્ર’ નામનો પચ્ચીસ વિશ્રામની રચનાવાળો
હિન્દી-ગુજરાતી મિશ્ર પદ્યમય ગ્રંથ પ્રગટ કર્યો છે , જે ભાણસાહેબના
ચરિત્રને તેમજ રવિભાણ સંપ્રદાયની સમગ્ર પરં પરાનો વિશિષ્ટ
પરિચય આપે છે .

ભાણસાહેબ રામરટણ અને એક નિરં જન નામની ધ ૂનને વરે લા


ભજનાનંદી સંત હતા. એકાંતે બેસીને સાધના કરનારા સાધુ ન હતા,
લોકોની વચ્ચે જઈને વસતિ ચેતાવનારા પરિવ્રાજક આચાર્ય હતા.
ુ ા
ગામડે ગામડે અને ઘેર ઘેર ફરીને ભજન અને સંતસંગની સધ
રે લાવી. તેઓ એમની નિર્મળ પ્રભુભક્તિ, ઉચ્ચ આચાર, કુળ, જાતિ, ધર્મ
આદિની સંકુચિતતાથી મુક્ત એવી દૃષ્ટિની વિશાળતા, શીલમય
ગૃહસ્થ જીવન, ત્યાગમય સેવાપરાયણતાને લઈને લોકહૃદયમાં છવાઈ
ગયા. એમનાં તેજ અને પ્રભાવથી આકર્ષાઈને એમની પાસે ભક્તોનાં
ટોળે ટોળાં ઉભરાતાં. એમાંથી ઊભી થયેલી એક ટોળી ‘ભાણફોજ’ તરીકે
ઓળખાઈ. રવિ, ખીમ આદિ ચાળીસ શિષ્યોની આ ફોજ હતી. ભાણ
એના સરદાર હતા. ‘સુણ અનહદ કી ઠૌર, ભાણફોજ નિરભે ચડી’, ભાણ
અને એમની ફોજ મિશનરી ધગશથી સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં
ઘ ૂમી વળી. એમના પગલે અને એમના શબ્દે આધ્યાત્મિક અને
સામાજિક ક્રાંતિની અ-પ ૂર્વ લહેર ઊઠી. ભાણ, ગુજરાતના આ ભક્તિ
આંદોલનના પ્રણેતા અને આચાર્ય બની રહ્યા.

રવિસાહેબ (જ. ઈ.સ. 1727; અ. ઈ.સ. 1804) : ભાણસાહેબના સમર્થ


અને તેજસ્વી શિષ્ય સંત. ભાણની સાથે રવિ એકરૂપ થતાં રવિભાણ
સંપ્રદાય સ્થપાયો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામે
જન્મ. રવિસાહેબની રચના ‘ભાણ પચ્ચીસી’માં તેમનો જન્મ મોસાળ
ગામ બંધારપાડા ખાતે થયાનુ ં ઉલ્લેખાયુ ં છે . પિતા મંછારામ, માતા
ઇચ્છાબાઈ. જ્ઞાતિએ વીસા વણિક. કુટુંબ પુષ્ટિમાર્ગી. પ ૂર્વાશ્રામનુ ં નામ
રવજી. ઈ. સ. 1753 માં ભાણસાહેબ પાસે દીક્ષા લીધી. શેરખીની
જગ્યાના મહંતપદે પણ રહ્યા. સમર્થ શિષ્યો આપ્યા. સ્ત્રી-શિષ્યો પણ
કરે લા. ઈ.સ. 1804 માં વાંકાનેર ખાતે રતનદાસની જગ્યામાં અવસાન
પામ્યા. મોરારસાહેબના ખંભાળિયા ખાતે સમાધિ લીધી.

વિપુલ ભજનરાશિ આપ્યો છે . ભાણગીતા, મનસંયમતત્વસાર નિરૂપણ,


છપ્પય-1, છપ્પય-2, સાખી ગ્રંથ, ભાણ-પરચરી, સિદ્ધાંતપ્રકાશ,
બારમાસી, ગુરુમહિમા, રામગુજા
ં ર ચિંતામણિ, આત્મલક્ષી ચિંતામણિ,
બોધચિંતામણિ, કક્કો, રવિ-ખીમની જકડી એમ વિવિધ સ્વરૂપે એમનુ ં
સાહિત્ય ગ્રંથસ્થ થયેલ ું છે . એમની રૂપક પ્રકારની પદરચનાઓ ખ ૂબ જ
જાણીતી છે . યોગસાધના, જ્ઞાન, બોધ, ગુરુમહિમા તથા પ્રેમલક્ષણાનાં
પદ આપણા સંતસાહિત્યનો સમ ૃદ્ધ અને અમર વારસો છે . આરતી,
સંદેશા, આગમ, છપ્પા, સાખી, રે ખતા જેવા પ્રકારો પણ તેમના હાથે
ખેડાયા છે . ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં પણ મોટી સંખ્યામાં પદ
આપ્યાં છે . અખિલ દર્શનની અનુભ ૂતિ અને તેની સમર્થ અભિવ્યક્તિ
તેમને એક ઊંચી કોટિના સંતકવિ તરીકે સ્થાપે છે .

ખીમસાહેબ (જ. ઈ.સ. 1734; અ. ઈ.સ. 1801) : ભાણસાહેબના પુત્ર.


રવિસાહેબના શિષ્ય, ગૃહસ્થી, જ્ઞાની, સંત. માતા ભાણબાઈ. જન્મ
બનાસકાંઠાના સાંતલપુર તાલુકાના વારાહી ગામે. કચ્છના રાપર ખાતે
તેમણે સંપ્રદાયની જગ્યા સ્થાપી. રવિભાણ સંપ્રદાયની મુખ્ય ચાર
જગ્યાઓ પૈકીની એક. ખીમસાહેબે અહીં સમાધિ લીધેલી. આ સ્થાન
દરિયાસ્થાન તરીકે ઓળખાય છે . ખીમસાહેબ ‘ખલક દરિયા ખીમ’
તથા ‘દરિયાપીર’ તરીકે પણ ઓળખાતા. કચ્છના ખારવાઓમાં તેમણે
રામકબીરનો પ્રચાર કરે લો. ખીમસાહેબે તે કાળે હરિજન જ્ઞાતિના
ત્રિકમ ભગતનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો તે સામાજિક ક્રાન્તિનુ ં મોટું
કદમ ગણવુ ં પડે. હરિજન ભક્તના આ સ્વીકારને પગલે રવિભાણ
સંપ્રદાયમાં વાડીના સાધુઓનો શકવર્તી પ્રવેશ થયો. તે સાથે વાડીના
સાધુઓની સમર્થ સંતપરં પરાનાં બીજ રોપાયાં. ગુજરાતી, હિન્દી
ઉપરાંત કચ્છી ભાષામાં ખીમસાહેબે પદો રચેલાં છે . તેમની ચિંતામણ
જેવી દીર્ઘરચના પણ ઉલ્લેખનીય છે .

મોરારસાહેબ (જ. ઈ.સ. 1758; અ. ઈ.સ. 1848) : ભાણસાહેબના શિષ્ય.


બનાસકાંઠાના થરાદ ખાતે રાજવી કુટુંબમાં જન્મ. જ્ઞાતિએ વાઘેલા
રાજપ ૂત. પ ૂર્વાશ્રમનુ ં નામ માનસિંહજી. નાનપણથી જ માનસિંહજીનુ ં
મન સંસારમાં કે રાજકાજમાં હત ું નહિ. રાજકાજના કૌટુંબિક ઝઘડાઓ
તેમજ કપટ વગેરેથી તેઓ ખિન્ન હતા. તેમનુ ં મન નિરં તર ભક્તિ અને
નિજાનંદ તરફ ખેંચાયેલ ું રહેત.ું દીકરાના આ વૈરાગ્યભાવને વિધવા
માતા પારખી ગયાં. તેઓ સામે ચાલીને દીકરા માનસિંહને લઈ,
વડોદરા ખાતે શેરખીની જગ્યા ઉપર ગયાં અને ત્યાં રવિસાહેબ પાસે
દીક્ષા અપાવી. તેઓ માનસિંહજી મટી મોરાર થયા. રવિસાહેબના
આદે શથી જામનગર જિલ્લાના ધ્રોલ પાસે ખંભાળિયા ગામે ઈ.સ.
1786 માં ગાદી સ્થાપી. રવિભાણ સંપ્રદાયની મુખ્ય ચાર જગ્યાઓ
પૈકીની આ એક જગ્યા છે . મોરારસાહેબનાં જ્ઞાન, વૈરાગ્યનાં પદો ખ ૂબ
જ જાણીતાં છે . પરં ત ુ તેઓ વિશેષ જાણીતા છે તેમના અનન્ય
પ્રેમલક્ષણાનાં પદોથી. કબીરસાહેબના દર્શન અને સિદ્ધાંતનો સંસ્કાર
ઝીલતી તેમની અવળવાણી પણ ખ ૂબ પ્રચલિત છે . ખંભાળિયા ખાતે
તેમણે સમાધિ લીધી.

ત્રિકમસાહેબ (જ. ઈ.સ. 1692; અ. ઈ.સ. 1782) : રવિભાણ સંપ્રદાયના


ગૃહસ્થી, જ્ઞાની, સંત. ખીમસાહેબના શિષ્ય. કચ્છના રાપર તાલુકાના
કાગનોરા ડુગ
ં રની તળે ટીમાં આવેલ રામવાવ ગામે જન્મ. જ્ઞાતિએ
હરિજન ગરોડા. મેઘવાળોના ગોર. ત્રિકમ લક્ષ્મણનો અંશાવતાર
ગણાતા. વારસામાં ધંધો ખેતી, વણાટકામ અને યજમાનવ ૃત્તિ.
કાગનોરા ડુગ
ં રમાં રહેતા રામગિર નામના સિદ્ધ યોગીની પ્રેરણાથી
ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના તે શિષ્ય બન્યા. ખીમસાહેબ લોહાણા
વણિક અને ત્રિકમ હરિજન ગરોડા. એક સવર્ણ અને એક હરિજન. તે
કાળના સંજોગોમાં આ પ્રકારનો સવર્ણ અને અવર્ણનો ગુરુ-શિષ્યસંબધ

એક મોટી સામાજિક ક્રાન્તિને સ ૂચવે છે . એટલું જ નહિ આ ઘટના બે
મોટી પ્રતિભાઓના આંતરિક સામર્થ્યને અને આધ્યાત્મિક ઊંચાઈને
પણ પ્રતિષ્ઠિત કરે છે . ખીમસાહેબના આદે શથી ત્રિકમસાહેબે કચ્છના
વાગડ વિસ્તારમાં ચિત્રોડ ખાતે ગાદીની સ્થાપના કરી. અન્નક્ષેત્ર
ચલાવ્યુ.ં દુષ્કાળનાં વર્ષોમાં પણ આ અન્નક્ષેત્ર ચાલેલ.ું

ત્રિકમસાહેબે દે હ ચિત્રોડમાં મ ૂકેલો. તેમની ઇચ્છા રાપર ખાતે ગુરુની


પાસે સમાધિ લેવાની હતી. તેમના દે હને ચિત્રોડથી રાપર લાવવામાં
આવેલો. સવર્ણો તેમના મહોલ્લામાંથી હરિજનના શબને લઈ જવા દે
? કહેવાય છે કે ત્રિકમનો દે હ સજીવન થઈ ગુરુ ખીમસાહેબની સમાધિ
પાસે જાય છે અને ગુરુની બાજુમાં સમાધિ લે છે . બીજો એક પ્રસંગ
એવો છે કે ગુરુની સાથે દ્વારકા દર્શને જવાની ઇચ્છા હતી ત્યારે પણ
સાથેના સવર્ણોએ મછવામાં પોતાની સાથે બેસાડવાની ના પાડેલી.
કહેવાય છે કે ત્રિકમસાહેબ યોગબળથી દરિયો પાર કરી, મછવો સામે
કાંઠે પહોંચે તે પહેલાં પહોંચી, ગુરુ અને મંડળીને આવકારવા ઊભેલા.

ત્રિકમસાહેબની જ્ઞાન અને ભક્તિની વાણી વિશિષ્ટ લહેરવાળી અને


તેજસ્વી છે . ગુજરાતી અને હિન્દી ભાષામાં તેમની વિપુલ પદરચનાઓ
આપી છે . કબીર સિદ્ધાંત અને કબીરદર્શનનો સંસ્કાર એમાં સહજ
પ્રબલ રીતે ઝિલાયેલો છે .

ભીમસાહેબ (જ. ઈ.સ. 1718) : ત્રિકમસાહેબના શિષ્ય. જામનગર


જિલ્લાના આમરણ ગામે જન્મ. પિતા દે વજીભાઈ અને માતા વિરૂબાઈ.
જન્મ્યા ત્યારે માથા ઉપર નાની શિંગડીની નિશાની હતી. આથી લોકો
તેમને એકલશૃગ
ં ી અથવા શૃગ
ં ીઋષિના અવતાર તરીકે ઓળખતા.
જ્ઞાતિએ મેઘવાળોના ગોર. ભજનાનંદી. મોંઘીબાઈ સાથે લગ્ન.
મોંઘીબાઈને તપ કરવુ ં હત.ું કુંવારા મહેણ ુ ં ટાળવા લગ્ન કરે લ.ું ભીમ
તેમના તપસંકલ્પ સાથે સંમત થઈને રહેલા. બંનેએ નૈષ્ઠિક બ્રહ્મચર્ય
પાળે લુ.ં નિજાર ધરમ અને બીજમાર્ગી પાટપરં પરાના અનોખા
ઉપાસક. રવિભાણ સંપ્રદાયમાં પ્રેમલક્ષણા ભક્તિના મહાન સંતકવિ
તરીકે જેમની પ્રતિષ્ઠા છે તે દાસીજીવણ એ ભીમસાહેબની ભેટ છે .
લોકવાયકા એવી છે કે ભીમસાહેબે એક વખત એક જ રાત્રિનાં અનેક
જગ્યાનાં પાટનાં વાયક ઝીલેલાં. પાટનો નિયમ એવો છે કે જેટલી
જગ્યાનાં વાયક ઝીલ્યાં હોય તેટલી જગ્યાએ જવુ ં પડે. જીવણને આ
બાબતની ખાતરી કરવાનુ ં સ ૂઝ્યુ.ં ઘોડા ઉપર સવાર થઈને બધાં
ગામોમાં જાય છે અને બધાં જ ગામોના પાટમાં બધી જ જગ્યાએ
ભીમસાહેબની હાજરી જુએ છે . ભીમની આ સર્વવ્યાપક ભક્તિભ ૂમિકાથી
પ્રભાવિત થઈ જીવણ તેમના શિષ્ય બને છે . સગુણ-નિર્ગુણ ભક્તિ,
ગુરુમહિમા, યોગ, દર્શન એમની ઊજળી વાણી પ્રકાશે છે . આમરણમાં
ગાદી સ્થાપી. ત્યાં જ સમાધિ લીધેલી.

દાસી જીવણ/જીવણસાહેબ (જ. ઈ.સ. 1750; અ. 1825) : ગૃહસ્થ સંતકવિ.


જીવણનો જન્મ ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે. પિતા જગા ભગત.
માતા સામબાઈ. જાતિએ ચમાર અને સાખે દાફડા. રાજ્યની ‘‘ભામ’’નો
એટલે કે ચામડાં ધોવાનો, રં ગવાનો ઇજારો જગા દાફડાનો હતો.

જીવણ તીવ્રબુદ્ધિ, મેધાવી અને અતિ સંવેદનશીલ હતા. જાલુમા સાથે


તેમનુ ં લગ્ન થયુ ં હત.ું અન્ય કેટલાક ઉલ્લેખો મુજબ સોનામા નામે
તેમને બીજાં એક પત્ની હતાં. દે શળ નામે પુત્ર હતો. એમના સમાજમાં
જગા દાફડાનુ ં ઘર મોટું, સાધનસંપન્ન અને આબરૂદાર હત.ું લોકોની
આવન-જાવન પણ મોટી. ચામડાં ધોવા-રં ગવાના પરં પરાગત ધંધાની
સાથે ભક્તિનો સંસ્કારવારસો પણ જીવણને મળ્યો. જીવણ રવિભાણ
સંપ્રદાયના રાજવી સંત શ્રી મોરારસાહેબના સંપર્કમાં પણ આવ્યાના
ઉલ્લેખ મળે છે . જીવણમાં પ્રગટે લ પ્રેમલક્ષણા ભક્તિનાં બીજ
મોરારસાહેબનાં સંપર્ક થકી વવાયાં હોય તેમ જણાય છે .

કહેવાય છે કે જીવણે સોળ ગુરુ કર્યા હતા. છતાં એમના ભીતરને


સમાધાન મળે લું નહિ. છે લ્લે સત્તરમા ગુરુ તરીકે ભીમ ભેટ્યા. તેમણે
જીવણના ભીતરને ભેદ્ય ુ ં અને ભરપ ૂર કર્યું. પ્રેમલક્ષણા ભક્તિનો રં ગ
એવો ચડ્યો કે પરમાત્માને સ્વામી તરીકે સ્થાપી તેની દાસી તરીકે
પોતે સમર્પિત થઈ ગયા. દાસ જીવણ નહિ, જીવણસાહેબ તરીકે પણ
નહિ, પરં ત ુ દાસીજીવણ તરીકેની ઓળખ સ્થાપિત કરી. સગુણ
ભક્તિધારામાં તો એકમાત્ર પરમાત્મા સિવાય બીજો કોઈ પુરુષ છે જ
નહિ અને જગતમાં પરમાત્મા સિવાય બીજો કોઈ પુરુષ ન હોય તો
જીવણ પોતાને પુરુષ રાખવાનો ધોખો શુ ં કામ કરે ? મિલનની સાચી
રીતને જાણી ગયેલો માણસ છે . એ રાધાનો અવતાર ગણાતા. કહેવાય
છે કે તેઓ ભજન કરતા ત્યારે તેમનુ ં એવુ ં રૂપ પણ ખડું થત.ું

જીવણે વિપુલ ભજનરાશિ આપ્યો છે . પ્રેમલક્ષણાનુ ં ગાન કરતી


એમની વાણી ગુજરાતી સાહિત્યની મોટી અને મોંઘી સંપદા છે .
પ્રેમલક્ષણા ભક્તિનાં આ પદોનો રં ગ, એનો છંદ અને છાપ નિરાળાં છે .
જ્ઞાન, યોગ, ગુરુમહિમા, વૈરાગ્યબોધની વાણી તથા પિયાલો, કટારી,
બંસરી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી જેવાં રૂપકાત્મક ભજનો એની
તાજગી અને ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાને લઈને અમર છે .
હોથી : મોરારસાહેબના શિષ્ય. મુસ્લિમ સંત. નેકનામ ગામે જન્મ. પિતા
સિકંદર જીવા સુમરા. ધ્રોળ રાજના સૈનિક. પછીથી જામનગર પાસેના
ખંભાળિયામાં ખેતી અને ગામનુ ં રખોપુ ં લીધેલ.ું ખંભાળિયાના સંત
મોરારસાહેબનાં જ્ઞાન, ભક્તિ અને ખાસ તો પ્રેમલક્ષણા વાણીથી હોથી
ઘાયલ થયેલા અને તેમનુ ં શિષ્યત્વ ગ્રહણ કરે લ.ું હોથી પ્રભુભક્તિ,
ભજનગાન અને ગુરુભાવમાં નિરં તર લીન રહેતા હતા. મેઘવાળોની
વસતિમાં ભજન ગાવા જતા. મુસ્લિમ સમાજ આ ક્યાંથી સાંખી લે ?
એમના કુટુંબને નાત બહાર મ ૂક્યુ.ં પિતા ખિન્ન થયા. કહેવાય છે કે એક
દિવસ એમણે ઝેર ઘોળ્યુ.ં હોથીને બોલાવ્યા. કહ્યું કે આપણા બેમાંથી
કોઈ એકે આ પીવુ ં પડશે. હોથી તો ગુરુગમ પિયાલાને આકંઠ પી
ગયેલો મસ્ત ફકીર હતો. હોથી ઝેર ગટગટાવી ગયા. પછી ખંભાળિયા
ખાતે ગુરુદ્વારે ગયા. જીવનલીલા ત્યાં સંકેલાઈ ગઈ. ગુરુના સ્થાનકે જ
સમાધિ લીધી. તેમણે પ્રેમલક્ષણા કૃષ્ણભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનાં
ઉત્તમ પદ આપ્યાં છે . બારમાસી, ચિંતામણિ, કુંડળિયા, પરજ પ્રકારનાં
પદો ઉલ્લેખનીય છે . હિન્દી અને ગુજરાતીના મિશ્ર ભાષાસંસ્કારવાળાં
પદો ભાવાભિવ્યક્તિની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે .

રવિસાહેબ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણસા ગામના વતની હતા. તેઓના ગુરુ ભાણસાહેબ હતા.
તેઓએ વિક્રમ સવંત ૧૮૦૮ માં શેરખી ગામે ભાણ સાહેબ પાસેથી દીક્ષા ગ્રહણ કરે લ.
રવિ સાહેબ પોલીસખાતામાં ફોજદાર તરીકે નોકરી કરતા હતા અને ખુબજ ઉગ્ર સ્વભાવના હતા.
ભાણ સાહેબને ભજન ગાતા અથવા ધાર્મિક પ્રવચનો આપતા અટકાવવા જતાં તેઓ ભાણસાહેબ
ના પ્રેમમાં પડી ગયા અને તેઓ સરકારના સિપાઈ
મટી સદગુરુના સિપાઈ બની ગયા.
રવિ સાહેબ ના મુખ્ય શિષ્ય તરીકે થરાદના રાજા માનસિંહ વાઘેલા એટલે મોરાર સાહેબ હતા.
રવિ સાહેબે ૮૭ વર્ષનુ ં આયુષ્ય ભોગવ્યા બાદ વાંકાનેરમાં રતન દાસ ના ઘરે દે હ ત્યાગ કર્યો ત્યાંથી તેમના
દે હને ખંભાલીડા લાવી સમાધિ આપવામાં આવી.
રવિ સાહેબ એક રવેણીમા ખીમ સાહેબ ને જવાબ આપતા કહેછે શ્વાસ-ઉશ્વાસે સમરીયે અહો નિશ
લિજીયેનામ. નુ ં રત -સુરત સે નીરખીયે તો ઘટોઘટ
આતમ રામા.
એક ચરખા રૂપે ભજન છે તેમાં કહેછે 'નુરતે-સુરતે
નીરખો એના ઘડનારાને પરખો. આ ભજનમાં ધ્યાન ની ભલામણ કરતાં કહે છે :-
ધ્યાન કી ધ ૂનમે જ્યોત જલત હૈ મીટયો અંધારો અંદર કો.
અને ઉધાર જ્ઞાનને પોકળ જાહેર કરતાં કહે છે :-
ુ ા કછુ કામ ન આવે,
"સંતો કરડા જ્ઞાન હમારા કહા સન
ગૃહે સો ઉતરે ભવપારા"
ગુરુ મહિમાનુ ં વર્ણન કરતા રવિ સાહેબ કહેછે:-
હીરલા રૂપી મને સદગુરુ મળ્યા ગુરુવે ગુરુવે ઘણો ફેર છે . હીરલા જેવા ભાણસાહેબ ગુરુ તો લાખોમાં ક્યાંક એક
હોયછે .
રવિ સાહેબ નુ ં સુદર
ં પદ રજુ કરે લ છે જે નિગાહે લેવા વિનંતી છે .
હમ પરદે શી પંખી સાધુ, આરે દે શ કે નાહી,
આરે દે શ કે જીવ અભાગી, પલ પલ મે પરલાહી-ટેક
પાવ વિના ચલના, ચાચ બિના સુગના, પંખ બીના ઉડ જાઈ,
બીના સુરત કી નુરત હમારી,અનલનપહુચે ત્યાં-ટેક
આઠે પહોર અધરરહે આસન,કબહુન ઉતરે આની,
જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે,ઐસીઅકથકહાની-ટેક
છાયેબેસ ુ તો અગ્નિ વ્યાપે, ધુપે બહુ ત શીતલાઈ
છાયા ધ ૂપસે સદગુરુ ન્યારા, હમ સબ સદગુરુ માઈ-ટેક
નિર્ગુણ રૂપ હમારા સંતો સીરગુણનામ ધરાઈ,
કહત રવિરામ નિરં તર વાસા, સબઘટ જલ કે સાઈ-ટેક

રવિ-ભાણ સંપ્રદાયના સંતો

ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિકતાના ઘણા સંપ્રદાય અને મઠ ચાલતા હોય છે અને આવા જ
સંપ્રદાયોના કારણે ભારતીય સંસ્કૃતિ અત ૂટ છે . બ્રહ્મજ્ઞાન અને ભક્તિ યોગનો આવો જ એક સંપ્રદાય
એટલે રવિ-ભાણ સંપ્રદાય. રવિ-ભાણ સંપ્રદાયમાં રવિ એટલે સંત શ્રી રવિ સાહેબ અને ભાણ એટલે
સંત શ્રી ભાણ સાહેબ.
ભાણ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરૂષ મનાય છે . તેઓ કબીરના અવતાર પણ ગણાય
છે . ભાણસાહેબનો જન્મ. મહા સુદ તા. ર૧/ ૦૧ /૧૬૯૮ અને વિ.સં ૧૭૫૪ ને મંગળવારે લોહાણા
જ્ઞાતિમાં પિતા કલ્યાણજી ઠક્કર અને માતા અંબાબાઈને ત્યાં કનખિલોડ ગામે થયો હતો. જન્મની
સાથે જ તેમને આગળના બે દાંત ઉગેલા હતા. આથી ગામનાં લોકોને અપશુકનિયાળ લાગ્યા. તેથી
ગામલોકોએ ભાણ સાહેબના કુટુંબને હેરાન કરવાનુ ં ચાલું કર્યું. છે વટે ભાણ સાહેબના કુટુંબે પોતાના
માદરે વતન વારાહી( હાલ જિ.પાટણ) ખાતે સ્થળાંતર કર્યું. ભાણ સાહેબને ચાલીસ શિષ્યો હતા.
તેમની આ શિષ્યમંડળી ભાણફોજ નામે ઓળખાતી. જેમાંના રવિ સાહેબ નામના તેમના પ્રતાપી
શિષ્યે રવિ-ભાણ સંપ્રદાયની સ્થાપના કરી હતી.
રવિ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સ્થાપક સંત છે . રવિસાહબનો જન્મ મહા સુદ ૧પ ગુરુવારે
તા.૦૬/૧ર /૧૭ર૭ વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં મંછારામ ઈચ્છાબાઈ ને ત્યાં ભરૂચ જિલ્લાના
અમોદ તાલુકાના તણછા ગામે થયો હતો. કહેવાય છે કે પ ૂર્વજીવનમાં (દીક્ષા પહેલાં) તેઓ રવજી
નામે ધ ૂર્ત અને વ્યાજખાઉં વાણિયા હતા. કોઇ કહે છે તેઓ રવજી નામના દુષ્ટ અને જુલ્મી જમાદાર
હતા, પણ ભાણસાહેબના સત્સંગનો એવો રં ગ લાગ્યો કે તેઓ પોતાની બધી જ સારી-નરસી
પ્રવ ૃત્તિઓ છોડીને ભક્તિના માર્ગે વળી ગયા. તેમના ઘણા શિષ્યો હતા જેમાં મોરાર સાહેબને સમર્થ
સંત ગણાયા છે .
ખીમ સાહેબ ભાણસાહેબના પુત્ર અને શિષ્ય હતા. ખીમસાહેબ રવિભાણ સંપ્રદાયના તેજસ્વી
સંતકવિ છે . તેમની માતાનુ ં નામ ભાણબાઈ અને તેઓ જ્ઞાતિએ લોહાણા (ઠક્કર) હતા. જન્મ અને
વતન : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા), ભક્તિસ્થળ અને ગુરુગાદી : દરિયાસ્થાન-રાપર
(તા.રાપર, જિ.કચ્છ). આ પ્રદે શના ખારવાઓ (માછીમાર સમાજ)માં એમણે ‘રવિ-ભાણ સંપ્રદાય’નો
પ્રચાર-પ્રસાર કર્યો હતો.આથી તેઓ ખલક દરિયા ખીમ અને દરિયાપીર નામોથી પણ લોકસમુહમાં
પ્રખ્યાત છે .તેમનુ ં સૌથી મોટુ અને મહત્વનુ ં પ્રદાન તો મેઘવાળ ગરવા બ્રાહ્મણ જ્ઞાતિના ત્રિકમ
સાહેબને દીક્ષા આપીને રવિ-ભાણ સંપ્રદાયમાં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી
પરં પરાના બીજ રોપવાનુ ં કરે લ ું કાર્ય છે .જેમાંથી ત્રિકમ સાહેબ‚ ભીમ સાહેબ‚ દાસી જીવણ, નથુરામ,
બાલક સાહેબ, પીઠો ભગત, અક્કલ સાહેબ, દાસ વાઘો, લક્ષ્મી સાહેબ જેવાં એકએક્થી ચડિયાતાં
અનેક સંત રત્નો આપણને મળ્યાં છે . તેમણે ઇ.સ. ૧૭૭૧ માં બાંધેલી દરિયાસ્થાન-રાપર (તા.રાપર,
જિ.કચ્છ) નામની જગ્યામાં ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી.
ત્રિકમ સાહેબ ખીમ સાહેબના શિષ્ય હતા. તેમનો જન્મ કચ્છ જિલ્લાનાં ચિત્રોડ ગામે થયો હતો.
ત્રિકમ સાહેબ કબીર પરં પરાનાં એક મહાન, તેજસ્વી અને ચમત્કારીક સંત હતા. તેઓ એ પોતાનાં
જીવનકાળ દરમિયાન ઘણા બધા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી. તેમની ભજનવાણીમાં
નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, રહસ્યાત્મક ભજન અને કબીરવાણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે . પોતાનાં
જીવન દરમિયાન તે સમયે છુતાછુતનાં રિવાજથી તેઓએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓ એક
સિધ્ધ સંતમાં સ્થાન પામ્યા હતાં અને તેઓને ભાણસંપ્રદાયમાં ત્રિકમનુ ં બિરૂદ પામ્યા હતાં.
કૃષ્ણ ભકત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી
જીવણ તરીકે જાણીતા બન્યા હતા. દાસી જીવણ એ રવિભાણ સંપ્રદાયનાં ઓજસ્વી સંતકવિઓની
વેલનુ ં અમરફળ છે . રવિસાહેબ અને દાસી જીવણના પદોએ આટલાં વર્ષે પણ જનમાનસનાં હૈયામાં
પોતાનુ ં સ્થાન અણડોલ પણે જાળવી રાખ્યું છે . આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી
વાણીનો જ એક પરિપાક ગણવામાં આવે છે . તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો રચ્યાં, જે
આજેય લોકજીભે પ્રચલિત છે . વસ્ત્ર પરિધાનમાં પણ તેઓ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને
ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા. દાસી જીવણને
સૌરાષ્ટ્રની મીરાં બાઈ પણ કહેવાય છે . દાસી જીવણનો જન્મ રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાના
ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલેકે દિવાળીના
દિવસે મેધવાળ જ્ઞાતિનાં એક ગરીબ કુંટુંબમાં થયો હતો. તેમનુ ં મુળનામ જીવણદાસ હત.ું તેમનાં
પિતાનુ ં નામ જગા દાફડા અને માતાનુ ં નામ સામબાઈ હત.ું દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે
સમયનાં ગોંડલ સ્ટેટનાં મરે લા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો.
ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનુ ં બહુ મોટું નામ ગણાત ુ હત.ું વ્યવસાય પ્રમાણે કોઈ
કોઈ માણસો તેને ચમાર જ્ઞાતિનાં પણ ગણે છે . ધાર્મિક લાગણી અને ઈશ્વરી આસ્થા દાસી જીવણના
કુંટુંબનુ ં અંગ બની ગયા હતા. રાત પડે અને જગા દાફડાની ડેલીએ ભજનો શરૂ થાય. સાધુ-સંતો માટે
તેમનુ ં ઘર આશરો બની રહેત.ું આવા વાતાવરણ વચ્ચે દાસી જીવણનો ઉછે ર થતો હતો. દાસી
જીવણ પોતાના પિતાનાં વ્યવસાય કરતાં કરતાં મન તો ભક્તિના રં ગમાં ડુબેલ ું જ રાખતા. દાસી
જીવણ યુવાન થતા તેમના પિતા અને માતાએ તેમના માટે સારી કન્યા શોધવા માંડયા. લગ્ન માટે
આમ તો દાસી જીવણની ઈચ્છા ન હતી છતા પણ પોતાના માતાપિતાની આજ્ઞાને શિરે ધરી. સમય
થતા જાલુમા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. પોતાનો સંસાર સમયનાં વહેણની સાથે
ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેમનુ નામ દે શળ રાખવામાં આવ્યુ.
સંસારની જવાબદારી વધવા છતા પણ તેમનો ભક્તિમાં લીન રહેવા લાગ્યા. તેઓ આજુબાજુના
ગામમાં થતા ભજનમાં પણ જવા લાગ્યા. હવે તો પોતાનાં ઘરમાં પણ સાધુઓની અવર જવર
વધવા લાગી. તેમના પિતાએ શરૂ કરે લ આતિથ્ય સતકારની ભાવનાથી રં ગાયેલ દાસી જીવણને આ
કાર્યમા આનંદ આવતો હતો. આમ એક દિવસ રવિભાણ સંપ્રદાયનાં સિધ્ધસંત ત્રિકમ સાહેબનાં
શિષ્ય એવા આમરણ(તા.મોરબી) નિવાસી સંતશ્રી બહુ ં સાહેબના સમ્પર્કમાં આવ્યા પછી પ્રેમલક્ષણા
ભકિતનો ઉદય થયો. તેમની સાથે ભક્તિની વાતો કરે અને સતસંગમા આનંદ મેળવતા હતા. આમ
પણ દાસી જીવણને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરૂ વિના સાચુ જ્ઞાન મળત ુ નથી, અને જો
ઈશ્વરનાં દર્શન કરવા હોય તો ગુરૂજ્ઞાન થવુ જરૂરી હત ુ. દાસી જીવણને જયારે કોઈ સંત તેજસ્વી
લાગતા ત્યારે તે પોતાના ગુરૂ માનીને કંઠી બંધવતા હતા. આમ પ્રભુ ઉપાસનાનાં પંથે પડેલા દાસી
જીવણે ૧૭ વખત ગુરૂ બદલાવ્યા, પણ ક્યાંય મેળ ન જામ્યો. પોતાનુ હૈય ુ ઠરે તેવા ગુરૂની શોધમાં
હતા. તેવામાં તેમને ભીમસાહેબનો ભેટો થયો. મનમાં જેવા ગુરૂની કલ્પના કરી હતી તે સાકાર થઈ.
પરમતત્વની લે લાગી ગઈ. હદયનાં કમાડ ઉઘડી ગયા અને દાસી જીવણની વાણી વહેતી થઈ.
પ્રેમ સાહેબ (ઇ.સ. ૧૭૯ર-૧૮૬૩) રવિભાણ સંપ્રદાયના સંત કવિ હતા. દાસી જીવણ પ્રેમ
સાહેબના ગુરુ હતા. રાજકોટ જિલ્લાનુ ં કોટડા-સાંગાણી ગામ તેમનુ ં વતન હત ું અને ત્યાં રહીને જ
તેમણે ભક્તિ કરી. તેમનો જન્મ વિ.સં. ૧૮૪૮ની પોષ વદ બીજના દિવસે પિતા પદમાજી અને માતા
સુદરબાઈને
ં ઘેર કડિયા જ્ઞાતિમાં થયો હતો. મલુબાઈ નામની કન્યા સાથે તેમના લગ્ન થયા હતા
જેનાથી વિશ્રામ નામે દીકરો જન્મ્યો હતો જે આગળ જતા 'વિશ્રામ સાહેબ' તરીકે ઓળખાયો. પ્રેમ
સાહેબની બુદશિષ્ય
ં પરં પરા વિશ્રામ સાહેબ - માધવ સાહેબ - પુરુષોત્તમદાસજી - પ્રેમવંશ
ગુરુચરણદાસજી - જગદીશદાસજી એ રીતે ચાલી આવે છે . તેમના શિષ્યોમાં દાસ વાઘો (વાઘા
ભગત) મુખ્ય છે . રવિભાણ સંપ્રદાયમાં અને ખાસ કરીને પ્રેમવંશમાં વિશ્રામ સાહેબને દાસી જીવણનો
અવતાર માનવામાં આવે છે . આ બાબતે પુરુષોત્તમદાસજી પોતાની એક વાણીમાં કહે છે કે:

પ્રેમવંશ વિશરામ, જાગીયા જીવણ જોગી,


ગરવા ગુણ ગંભીર, સુન
ં પર સુરતા પોગી.
તાકા માધવરામ, નામ કી નિષ્ટા સાચી,
કહૈ પુરુષોત્તમ દાસ, આશ માધવ રં ગ રાચી.

—પુરુષોત્તમદાસ

કચ્છ જિલ્લામાં રબારી કુળમાં અને ખટાણા અટકમાં કુંભારામનો જન્મ થયો. તેઓના પિતાનુ ં
નામ અખૈઈદાસ અને માતાનુ ં નામ વીરાંબાઈ હત.ું કુંભારામ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે તેમના
પિતાજી અખૈઈદાસનુ ં મ ૃત્યુ થયુ.ં ત્યારબાદ ઘરનો બધો જ કાર્યભાર કુંભારામ સંભાળતા અને તેઓ
ઘેટાં બકરાં ચરાવવાનુ ં કામ કરતા હતા. એક દિવસ કુંભારામને ભક્તિ કરવાની ઈચ્છા જાગી અને
તેઓ ભજન સત્સંગમાં જવા લાગ્યા અને ત્યાં તેમની મુલાકાત રવિભાણ સંપ્રદાયના સંત પ્રેમદાસ
ગોદડીયાથી થઈ. પ્રેમદાસ એ ગોદડી ઓઢતા તેથી તેમને સૌ પ્રેમદાસ ગોદડીયા કહેતા ! પ્રેમદાસ
ગોદડીયા એ કચ્છ જિલ્લાના પલાસ્વા ગામમાં રહેતા અને બધે ફરતા અને બ્રહ્મનો ઉપદે શ આપતાં
હતા. કુંભારામ બાપુ વીસ વર્ષની ઉંમરે પ્રેમદાસ ગોદડીયાના શિષ્ય થયા અને ત્યારબાદ તેઓ ખ ૂબ
ભક્તિ કરવા લાગ્યા ! તેઓ તેમના ગુરુના વચનો પાડતા અને ભજન અને ભક્તિ કરવામાં માનતા !
કુંભારામની ઉંમર જ્યારે ત્રીસ વર્ષની હતી ત્યારે એમની માતા વીરાંબાઈનુ ં અવસાન થયું અને
ત્યારબાદ તેઓ ઘણા વર્ષો સિંધ પ્રદે શ પાકિસ્તાનમાં રહ્યા અને પાકિસ્તાન છૂટું પડતાં કચ્છમાં
પોતાના વતન ભુટકીયા ગામમાં તેઓ પરત ફર્યા. કુંભારામબાપુએ ભક્તોને ઉપદે શ આપવાનુ ં શરૂ
કર્યું અને તેઓ ગામે ગામ ફરતાં અને ઉપદે શ આપતાં ! ભક્ત કુંભારામના મુખ્ય બે શિષ્ય હતા એક
કાબારામ અને બીજા રાજારામ. કાબારામ વીસ વર્ષની ઉંમરે ઉપદે શ લીધો અને શિષ્ય થયા અને
તેમણે પચીસ વર્ષની ઉંમરે ઘરનો ધંધો છોડી દીધો અને વિવિધ ગામમાં ફરીને ભજન સત્સંગ કરતાં
અને કાબારામ ૩૫ વર્ષની ઉંમરે દે વલોક પામ્યા. કુંભારામબાપ ૂ ૦૫/૧૨/૧૯૬૭ ના રોજ આણંદ ગયા
અને ત્યાં એક ભક્ત મંડળની રચના કરી અને આણંદમાં પોતાનો સત્સંગ અને ભક્તિરસ આપ્યો !
ઈ.સ. ૨૧/૦૧/૧૯૭૩ના રોજ સંત શ્રી કુંભારામ બાપુ તેમના વતન ભુટકીયામાં બ્રહ્મલીન થયા. આજે
તેમના સમાધિ સ્થળે ભવ્ય મંદિરનુ ં નિર્માણ પણ કરવામાં આવેલ છે . સંત શ્રી રાણારામ બાપ ૂ એ
સંત શ્રી કુંભારામ બાપુમાં શિષ્ય હતા.
સંત શ્રી રાણારામ બાપ ૂનો જન્મ વિક્રમ સંવત ૧૯૯૧, અષાઢ સુદ ૧૧ ને શનિવારના રોજ
કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના દે શલપર ગામમાં રબારી કુળમાં અને આલ અટકમાં થયો હતો.
તેમનો ધંધો મુખ્યત્વે ગાયો ચરાવવાનો હતો. તેમની માતાનુ ં નામ ગંગાબાઈ અને પિતાનુ ં નામ
ભીખારામ હત.ું સંત શ્રી રાણારામના ઘરે ક્યારે ય કોઈ સત્સંગ અને ભજન થતા નહોતા. તેમના ઘરે
ભુવા ધુણાવવાની પરં પરા હતી. શ્રી રાણારામને ૧૧ વર્ષની ઉંમરે ભક્તિ કરવાની કુદરતી ઈચ્છા
થઈ અને તેઓની મુલાકાત ભુટકીયામાં સંત શ્રી કુંભરામથી થઈ અને તેમણે સંત શ્રી કુંભરામ બાપ ૂ
પાસેથી વિક્રમ સંવત ૨૦૦૬ની સાલમાં કારતક વદ ૬ ને શનિવારના રોજ ઉપદે શ લીધો !
ત્યારબાદ સંત શ્રી રાણારામ બાપ ૂ વિવિધ જગ્યાએ ભજન, સત્સંગમાં જવા લાગ્યા અને તેઓના
ુ ેન (જે હાલ સાસરે છે ) અને દીકરાઓમાં
વંશમાં ત્રણ દીકરા અને એક દીકરી છે . દીકરીનુ ં નામ મેઘબ
દે વરાજભાઈ, જગદીશભાઈ અને નાના અણદાભાઈ છે . સંત શ્રી રાણારામ બાપ ૂ કચ્છથી ડીસા સ્થાયી
થયા અને તેઓ ગામે ગામ ફરીને સત્સંગ કરવા લાગ્યા અને ઘણા બધા લોકોને ઉપદે શ આપ્યા
અને સમાજમાં કંઈક પરિવર્તન આવે તેવા પ્રયાસ કર્યા. બ્રહ્મવેતા શ્રી રાણારામ બાપુએ
૩/૦૧/૨૦૦૬ ના રોજ સવારે ૪:૦૦ કલાકે બ્રહ્મલીન થયા અને તેમની સમાધિ કચ્છ જિલ્લામાં
રાપર તાલુકામાં ભીમાસર હમીપર રોડ પર રામદે વપીર ભગવાનના મંદિરની બાજુમાં છે .
રવિ-ભાણ સંપ્રદાયમાં વિવિધ વચનો અને નિમટેક છે જેને અનુસરવાથી સત્સંગનો માર્ગ
મોકળો બને છે . એ નિમટેકમાં જોઈએ તો (૧)મનમાં કોઈના પ્રત્યે ખરાબ વ ૃત્તિ રાખવી નહિ,
(૨)જુગાર ના રમવો, (૩)દારૂ ના પીવો, (૪)આખલાને કે પાડાને એક વર્ષ પછી જ પાંજરાપોળમાં
મોકલવો (૫) માંસાહાર ના કરવો (૬) પર સ્ત્રી સાથે સંબધ
ં ના રાખવા (૭) કમાણી માંથી કેટલોક
ભાગ સારા કામમાં વાપરવો વગેરે. આ બધા નિમટેક સંત શ્રી કુંભારામ બાપ ૂ અને સંત શ્રી રાણારામ
બાપ ૂએ પોતાના ઉપદે શમાં આપ્યા હતાં.

You might also like