You are on page 1of 9

સુભાષચંદ્ર બોઝ

સુભાષચન્દ્ર બોઝ (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય
સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની
રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન્દ"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.

૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.

નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક
સંઘ રાષ્ટ્ર બન્યુ હોત અને ભારતનું વિભાજન થયું ન હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.

રવિન્દ્રનાથ ટાગોર
રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મી મે 1861 ના રોજ થયો હતો. તેઓ ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે.તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ,
નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત 19 મી અને
તાજેતરની 20 મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.તેમણે જ્યારે 1913 માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક
મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.

બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ[૨][૩][૪] પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી.16 વર્ષની ઉંમરે તેમણે
પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો ("સુર્ય સિંહ")ના નામે લખી. તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ અને નાટકો 1877 માં લખ્યા. પોતાની
જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. ટાગોરનું કામ
જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.

ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.તેમની ટૂંકી
વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક
ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે
પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે
અમાર સોનાર બાંગલા અને જન ગણ મન ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.

ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદનો જન્મ જુલાઇ ૨૩, ૧૯૦૬નાં રોજ મધ્ય પ્રદે શનાં ઝાબુઆ જિલ્લાનાં ભારવા ગામે થયેલો. તેઓ ભારતનાં એક અતી મહત્વનાં ક્રાંતિકારી હતા, તેઓને
ભગતસિંહનાં માર્ગદર્શક માનવામાં આવતા હતા. તેમનું આખું નામ 'ચંદ્રશેખર સિતારામ તિવારી' હતું પરંતુ માતૃભૂમિની આઝાદી માટે નાં ૧૯૨૧માં થયેલા અસહકાર આંદોલન
દરમ્યાન મુકદ્દમો ચલાવતા ન્યાયાધિશે તેમનું નામ પુછતાં તેમણે જવાબમાં આઝાદ અને પિતાનું નામ સ્વાધીનતા જણાવ્યું હતું. ત્યારથી આઝાદીની ચળવળ માં તેમની ધગશને
કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરિકે ઓળખાવા લાગ્યા.
તેઓનું અવસાન ફે બ્રુઆરી ૨૭, ૧૯૩૧ નાં રોજ ઉત્તર પ્રદે શનાં અલ્હાબાદ ખાતે થયેલું.

ગોપીનાથ બોરદોલોઈ
ગોપીનાથ બોરદોલોઈ (૧૮૯૦-૧૯૫૦) સ્વાતંત્ર્ય સેનાની અને આસામ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા.

1
ભારત દેશને સ્વતંત્રતા મળ્યા પછી એમણે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે નજીક રહીને કાર્ય કર્યાં હતાં. એમનાં યોગદાનોના કારણે
આસામ, ચીન તથા પૂર્વ પાકિસ્તાન સાથે જોડાવાથી બચી જઇને ભારત દેશનો હિસ્સો બની શક્યું હતું. તેઓ બ્રિટિશ શાસનના સમયમાં
ઓગણીસમી સપ્ટેમ્બર, ૧૯૩૮ થી સત્તરમી નવેમ્બર, ૧૯૩૯ સુધી આસામ પ્રાંતના મુખ્યમંત્રી રહ્યા હતા.

એમને ઇ. સ. ૧૯૯૯માં ભારત રત્ન પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જયપ્રકાશ નારાયણ
( ૧૧મી ઓક્ટોબર, ૧૯૦૨ - ૮મી ઓક્ટોબર, ૧૯૭૯) ભારતીય સ્વતંત્રતા સેનાની અને ઉચ્ચ કક્ષાના રાજનેતા હતા. તેઓ જેપી તરીકે પણ ઓળખાય છે.
એમને ઇ. સ. ૧૯૭૦ના વર્ષમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીની સામે વિપક્ષનું નેતૃત્વ કરવા બદલ ઓળખવામાં આવે છે. તેઓ સમાજ-
સેવક હતા તથા તેઓ લોકનાયક જેવા નામથી પણ જાણીતા બન્યા હતા.

જુગતરામ દવે
જુગતરામ ચીમનલાલ દવેનો જન્મ: ૧લી સપ્ટેમ્બર, ૧૯૮૮ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર
વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે થયો હતો. તેઓ મહાત્મા ગાંધીના અંત્યજન, સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત
ગુજરાતી ભાષાના કવિ અને લોકનાટ્યકાર પણ હતા. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ તથા ધ્રાંગધ્રા ખાતે લીધું
હતું. તેઓ મેટ્રિકની પરીક્ષામાં અનુત્તીર્ણ રહ્યા હતા. ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં મુંબઈ ખાતે હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત ‘વીસમી
સદી’માં તેમણે નોકરી સ્વીકારી હતી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી અને પછી સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકરના
સંસર્ગથી તેઓ સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્ય અર્થે જોડાયા હતા. આ સમયગાળા વચ્ચે એમણે ઇ. સ. ૧૯૧૯ના વર્ષમાં ‘નવજીવન’
સાપ્તાહિકની જવાબદારી સ્વીકારી, જે એમણે ઇ. સ. ૧૯૨૩ના વર્ષ સુધી સફળતાપૂર્વક સંભાળી હતી. ૧૯૨૩થી ૧૯૨૭માં એમણે
દેશભરમાં જાણીતા બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ઇ. સ. ૧૯૨૮ના વર્ષ પછીનું આખું જીવન એમણે દક્ષિણ ગુજરાતના રાનીપરજ
તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા વેડછી (જિ.સુરત) આશ્રમમાં આદિવાસી ગ્રામસેવા અને આશ્રમી કેળવણીમાં ગાળ્યું. અંગ્રેજ સરકાર
સામે બાથ ભીડતાં અલગ અલગ સત્યાગ્રહોમાં એમણે કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. ભારત દેશને આઝાદી મળ્યા પછી એમણે ઇ.
સ. ૧૯૭૧થી ૧૯૭૮ સુધી ‘વટવૃક્ષ’ માસિકનું સંપાદન કર્યું. વેડછીનો વડલો તરીકે સંબોધવામાં આવેલા જુગતરામ દવેનું અવસાન
૧૪મી માર્ચ, ૧૯૮૫ના રોજ વેડછી ખાતે આવેલા ગાંધી આશ્રમમાં થયું હતું.

એમનું કાવ્યસર્જન પ્રાસંગિક તેમ જ ઊંચી ગુણવત્તાવાળું છે. એમનાં કાવ્યો તથા લેખો ગુજરાતમાં જાણીતાં છે. એમનાં મૌલિક કે પ્રેરિત
તેમ જ અનુવાદ કરેલાં ગીતોમાં માધુર્ય, ગેયતા અને લોકવાણીની સરળતાનું સૌંદર્ય માણવા મળે છે. બાળસાહિત્ય અને બાળશિક્ષણમાં
પણ એમની અધિક રૂચિ રહી છે. એમના સાહિત્યસર્જનમાં ભગવદ્ ગીતાનો પણ ઊંડો પ્રભાવ રહ્યો છે.

ત્રિભુવનભાઇ કીશીભાઇ પટેલ


ત્રિભુવનદાસ કીશીભાઇ પટેલ (જન્મઓક્ટોબર ૨૨, ૧૯૦૩ આણંદ ખાતે), ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સ્થાપક હતા. ઇ. સ.
૧૯૪૬ના વર્ષમાં તેઓએ આ દુ ધ ઉત્પાદન તેમ જ વેચાણના હેતુ માટે આ યુનિયનની સ્થાપના કરી હતી, જે સંસ્થા ભારત દેશના ગુજરાત રાજ્યના આણંદ
જિલ્લાના તેમ જ આણંદ તાલુકા મુખ્ય મથક આણંદ શહેર ખાતે આજે અમૂલ ડેરીના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

 ૧૯૬૩:રમન મેગ્સેસે એવોર્ડ for 'Community Leadership',


 ૧૯૬૪:પદ્મ ભુષણ

મોતીલાલ નહેરૂ

2
મોતીલાલ નહેરૂ આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા હતા. તેઓ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ
નહેરૂના પિતા હતા. તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળે લા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલા પીઢ નેતા પૈકીના એક હતા. ઇ. સ. ૧૯૩૧ના
વર્ષમાં તેમનું અવસાન થયું હતું.

લોકમાન્ય ટિળક
લોકમાન્ય ટિળક (મરાઠી: बाळ गंगाधर टिळक) (જન્મ:જુલાઇ ૨૩ ૧૮૫૬ - અવસાન:ઓગસ્ટ ૧ ૧૯૨૦, ૬૪ વર્ષની ઉમરે) નું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ
ભારતીય દે શભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા.
અંગ્રેજ વસાહતી હોદ્દે દારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક " એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકો તેમને સન્માન થી
"લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું જેનો અર્થ થતો લોકોને માન્ય એવા (નેતા).
ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીશ જ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી
રીતે યાદ છે.

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ માં આગળ
પડતો ભાગ લીધેલ. તેઓશ્રીએ બંધારણ સભાનાં પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ.તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ
સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલ.

ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ

પોતાનાં હોદ્દા પરથી નિવૃતિનીં ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન થી વિભુષિત કરવામાં આવેલ.

ડૉ.રાજેન્દ્રપ્રસાદની યાદમાં દર વર્ષે ૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજ્જવવામાં આવે છે.

લાલા લાજપત રાય


(૧૮૬૫-૧૯૨૮) ભારત દેશના પ્રમુખ સ્વતંત્રા સેનાનીઓ પૈકીના એક હતા. એમને પંજાબ કેસરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમના
દ્વારા પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના પણ કરવામાં આવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગરમ દળના
પ્રમુખ નેતા હતા. ઈ. સ. ૧૯૨૮ના સમયમાં એમણે સાયમન કમીશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમ્યાન
કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું. દેશમાં હિન્દી ભાષા લાગૂ કરવા
માટે એમણે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવ્યું હતું.

રાઇટ ટુ રિજેક્ટ : મતપત્રકમાં જ ઉમેદવારોના નામની યાદી સાથે ‘આમાંથી કોઈ પસંદ નથી’ અથવા તો ‘આમાંથી કોઈ જ નહિ’ જેવો
વિકલ્પ હોવો જોઈએ. આ બટન દબાવીને મતદાતા ઉમેદવારને નકારી શકે છે અને એક ચોક્કસ સંખ્યાથી વધુ મત રાઇટ ટુ રિજેક્ટને મળે
તો ફરીથી ચૂંટણી કરવી પડે છે.

3
રાઇટ ટુ રિકોલ : મતદાતાઓને એ અધિકાર મળવો જોઈએ કે તે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટાયા બાદ યોગ્ય કામગીરી ન કરે તો
તેમને પાછા બોલાવી શકે છે.

રાઈટ ટુ રીકોલ
ટીમ અણ્ણાનું બીજુંતાર્કિક પગલું 'રાઈટ ટુ રીકોલ' (કામ ન કરતા લોકપ્રતિનિધિઓને પરત બોલાવવાની જોગવાઈ માટેનો કાયદો) હશે.
આ કાયદા હેઠળ સાંસદોના ઘરની બહાર દેખાવો કરવાના બદલે (જેવું આ અઠવાડિયા દરમિયાન આપણે જોયું હતું. ) વિશ્વાસ ગુમાવતા
લોકપ્રતિનિધિઓને પરત બોલાવવાની અને તેમને સસ્પેન્ડ કરવાનો વિકલ્પ જનતા પસંદ કરી શકે છે. દેશના કેટલાજ રાજ્યોમાં સ્થાનિક
સ્વરાજ્ય અને પંચાયતમાં તે લાગૂ કરવામાં આવ્યો છે.

વિશ્વના અન્ય દેશોમાં 'રાઈટ ટુ રીકોલ'


છેલ્લા કેટલાક સમયથી ગ્રીકની લોકશાહીમાં લોકપ્રતિનિધિને પાછા બોલાવી શકાય છે. કેટલાક આધુનિક સંવિધાનોમાં પણ તે જોવા મળે
છે. આ વિભાવનમા સ્વિત્ઝરલેન્ડમાં ઉદ્દભવી હતી. આમ છતાં, તે અમેરિકાના અનેક રાજ્યોમાં કાર્યરત છે. લોસ એન્જલ્સ, મિશિગન અને
ઓરેગનમાં રાજ્યના અધિકારીઓને પાછા બોલાવી લેવાયા હતા. અલગ-અલગ સ્વરૂપે યુકે, કેનેડા, વેનેઝ્યુએલા અને યુગાન્ડામાં પણ
'રાઈટ ટુ રીકોલ' પ્રવર્તે છે.

ભારતની સ્થિતિ
ભારતમાં સૌપ્રથમ સ્વ. જયપ્રકાશ નારાયણે 'રાઈટ ટુ રીકોલ'નું આહ્વાન કર્યું હતું. વર્ષ 1974 માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સામે
'સંપૂર્ણ ક્રાંતિ'ની ચળવળ ચલાવતી વેળાએ તેમણે આ વાત કરી હતી. ત્યારબાદ વર્ષ 1977 માં જનતા પાર્ટીની સરકાર વખતે અને 1989 માં
નેશનલ ફ્રન્ટની સરકાર વખતે તેનું ફરી આહ્વાન થયું હતું.

જો કે, ભારતીય રાજકારણે 'રાઈટ ટુ રીકોલ' સંદર્ભે કોઈપણ કાયદો ઘડવાથી પરહેજ કરી છે. સ્વકેન્દ્રિત અને દિવસે-દિવસે પ્રદૂષિત થતા
રાજકીય વાતાવરણમાં 'રાઈટ ટુ રીકોલ' જરૂરી બની ગયું છે. પ્રયોગાત્મ ધોરણે, કેટલાક રાજ્યોએ 'રાઈટ ટુ રીકોલ' આપવાનું નક્કી કર્યું છે.

બિહારમાં, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદારો જો તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામથી ખુશ ન હોય તો તેઓ તેમને
પાછા બોલાવી શકે છે આ અધિકાર નીતિશ કુમાર દ્વારા અપાવવામાં આવ્યો છે.

નગર પરિષદ અને નગર પંચાયતના બે-તૃત્તિયાંશ મતદારોની સહીવાળી અરજી શહેરી વિકાસ મંત્રાલયને આપવાથી મતદારો
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને હટાવી શકે છે. વિભાગ દ્વારા ફરિયાદ પર ધ્યાન આપવામાં આવશે. તેની
ખરાઈ કરવામાં આવશે અને કાઉન્સિલરને દૂર કરવા માટે પગલા લેવામાં આવશે. અગાઉ માત્ર થોડા કાઉન્સિલર જ ભ્રષ્ટ કાઉન્સિલરને દૂર
કરી શકતા હતા.

વર્ષ 2007 માં છત્તિસગઢમાં ફરિયાદ દાખલ થાયતેના છ મહિનામાં રાજપુર, ગુંદરઢેલી અને નવાગઢ નગરપાલિકાના અધ્યક્ષોને તેમના
પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. કારણ કે, તેઓ સામાન્ય જનતાની અપેક્ષાને પૂરી કરતા ન હતા. 'ધ મધ્યપ્રદેશ પંચાયતી રાજ
એક્ટ 1933'માં કામ નહી કરતા લોકપ્રતિનિધિઓને દૂર કરવાની જોગવાઈ ધરાવે છે. ચૂંટાયાના અઢી વર્ષ બાદતેમને દૂર કરી શકાય છે.
સ્થાનિક કક્ષાની સ્વરાજ્ય સંસ્થાઓમાં મહારાષ્ટ્રમાં પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. આ રાજ્યોમાં લોકો દ્વારા અનેક વખત આ
અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

'રાઈટ ટુ રીકોલ'ના તરફેણ અને વિરોધની દલીલો

તરફેણની દલીલો :

 'રિકોલ'ના કારણે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતા અને મતદાતાઓ પ્રત્યે વધુ જવાબદાર બને છે.

4
 સંબંધિત જાહેર હિતના મુદ્દાઓમાં સક્રિય રીતે રસ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે.

 ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના હિતનું કામ કરતા રહે તે માટે આ એક અસરકારક હથિયાર છે. નહીં કે એક વખત ચૂંટાઈ જાય અને
આગામી ચૂંટણીઓ સુધી લોકોને ભૂલી જાય.

વિરોધની દલીલો :

 સરકાર માટે એ અસંભવ જેવું કામ છે કે, 'રીકોલ પીટિશન'માં તકવામાં આવેલી સહીઓ પ્રમાણિક મતદાતાઓની છે અને તેમાં
છેતરપિંડી કરવામાં નથી આવી.

 ચૂંટાયેલા પદાધિકારીઓની સ્વતંત્રતા સામે 'રીકોલ' એ ખતરા સમાન છે. જેના કારણે, લોકશાહીનો અતિરેક થઈ શકે છે.

 વિશેષ હિતો ધરાવતા પૂરતી નાણાંકીય તાકાત ધરાવનારાઓ તેનો દુ રૂપયોગ કરી શકે છે. તેનાથી એક સારા ઉદ્દેશ્યવાળા હેતુમાં પણ
અનેક અડચણો આવી શકે છે.

રાઈટ ટુ રીકોલ: જનલોકપાલ બીલ પછીનું બીજું પગલું ?

ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસિનતા તેમના સ્વમતાભિમાની વ્યક્તિત્વનો ટીમ અણ્ણાને અનુભવ થઈ ચૂક્યો છે. જમીનની
વાસ્તવિકતાનો સંપર્ક ગુમાવી ચૂકેલા લોકપ્રતિનિધિ પોતાની જાતને માલિક સમજવા લાગે છે. અને ખામીઓ હોવા છતા, 'રાઈટ ટુ રીકોલ'
એ ભ્રષ્ટાચારને નાબુદ કરવાની દિશામાં અને નેતાઓને જવાબદાર બનાવવાની દિશામાં એક પગલું હોય શકે છે. અણ્ણાની આગામી મોટી
લડાઈ કદાચ આ અંગે જ હશે?

प्लासी का युद्ध 23 जून 1757 को मुर्शिदाबाद के दक्षिण में २२ मील दूर नदिया जिले में गंगा नदी के किनारे 'प्लासी'
नामक स्थान में हुआ था। इस युद्ध में एक ओर ब्रिटिश ईस्ट इंडिया कं पनी की सेना थी तो दूसरी ओर थी बंगाल के नवाब की
सेना। कं पनी की सेना ने रॉबर्ट क्लाइव के नेतृत्व में नबाव सिराज़ुद्दौला को हरा दिया था। किं तु इस युद्ध को कम्पनी की जीत
नही मान सकते कयोंकि युद्ध से पूर्व ही नवाब के तीन सेनानायक, उसके दरबारी, तथा राज्य के अमीर सेठ जगत सेठ आदि से

5
कलाइव ने षडंयत्र कर लिया था। नवाब की तो पूरी सेना ने युद्ध मे भाग भी नही लिया था युद्ध के फ़ौरन बाद मीर जाफर के पुत्र
मीरन ने नवाब की हत्या कर दी थी। युद्ध को भारत के लिए बहुत दुर्भाग्यपूर्ण माना जाता है इस युद्ध से ही भारत की दासता की
कहानी शुरू होती है।

ब्रिटिश उदय
इस युद्ध से कम्पनी को बहुत लाभ हुआ वो आई तो व्यापार हेतु थी किं तु बन गई राजा ।इस युद्ध से प्राप्त संसाधनो का प्रयोग कर
कम्पनी ने फ्रांस की कम्पनी को कर्नाटक के तीसरे और अन्तिम युद्ध मे निर्णायक रूप से हरा दिया था। इस युद्ध के बाद बेदरा के युद्ध
मे कम्पनी ने ड्च कम्पनी को हराया था| कम्पनी ने इसके बाद कठपुतली नवाब मीर जाफर को सत्ता दे दी किं तु ये बात किसी को
पता न थी के सत्ता कम्पनी के पास है. नवाब के दरबारी तक उसे क्लाइव का गधा कहते थे कम्पनी के अफ़सरों ने जम कर रिश्वत
बटोरी बंगाल का व्यापार बिल्कु ल तबाह हो गया था इसके अलावा बंगाल मे बिल्कु ल अराजकता फ़ै ल गई थी।

युद्ध के कारण
 कम्पने हर हाल अपने व्यापारिक हितों की रक्षा और उनका विस्तार चाहती थी।

 कम्पनी १७१७ मे मिले दस्तक पारपत्र का प्रयोग कर के अवैध व्यपार कर रही थी जिस से बंगाल के हितों को नुकसान होता
था ।

 नवाब जान गया था की कम्पनी सिर्फ़ व्यपारी नही थी उसका नाना अलिवार्दी खान मरने से पहले उसको होशियार कर गया
थ।

 १७५६ की संधि नवाब ने मजबूर हो कर की थी जिस से वो अब मुक्त होना चाहता था कम्पनी ख़ुद एसा शासक चाहती थे
जो उसके हितों की रक्षा करे ।

 मीर जाफर , अमिचंद, जगतसेठ आदि अपने हितों की पूर्ति हेतु कम्पनी से मिल कर जाल बिछाने मे लग गए ।

कम्पनी को हुए लाभ


 भारत के सबसे सम्रध तथा घने बसे भाग से व्यापार करने का एकाधिकार ।

 बंगाल के शशक पर भरी प्रभाव क्योंकि उसे सत्ता कम्पनी ने दी थी इस स्थिथि का लाभ उठा कर कम्पनी ने अप्रत्यक्ष
सम्प्रभु सा व्यवहार शुरू कर दिया ।

 बंगाल के नवाब से नजराना, भेंट, क्षतिपूर्ति के रूप मे भारी धन वसूली ।

 एक सुनिश्चित क्षेत्र २४ परगना का राजस्व मिलने लगा,

 बंगाल पे अधिकार व एकाधिकारी व्यापार से इतना धन मिला कि इंग्लैंड से धन मँगाने कि जरूरत नही रही ,इस धन को
भारत के अलावा चीन से हुए व्यापार मे भी लगाया गया,

 इस धन से सैनिक शक्ति गठित की गई जिसका प्रयोग फ्रांस तथा भारतीय राज्यों के विरूद्ध किया गया,

 देश से धन निष्काष्न शुरू हुआ जिसका लाभ इंग्लैंड को मिला वहां इस धन के निवेश से ही औधोगिक् क्रांति शुरू हुई थी.

6
અહિંસક સવિનય કાનુન ભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ
દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની
સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને
સ્કોટલેન્ડ) સુધી સીમીત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં
કદી સુરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખૂદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો
આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી
વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી
માન્યતામાંથી તારવેલા હતા.

ભારત છોડો આંદોલન


ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વખતમાં ૮મી ઓગસ્ટ, ઇ. સ. ૧૯૪૨ના દિને ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર ભારત છોડો આંદોલનનો
આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil
disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન ખિલાફ઼
પોતાનું ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેંસલો કર્યો હતો. ઓગસ્ટ ૧૯૪૨માં શરૂ થયેલા આ આંદોલનને 'અંગ્રેજો ભારત છોડો' એવું નામ
આપવામાં આવ્યું હતું. જો કે ગાંધીજીને તત્કાળ ગિરફ઼્તાર કરી લેવામાં આવ્યા હતા. આમ છતાં દેશ ભરના યુવા કાર્યકર્તાઓ હડતાળો અને
તોડફ઼ોડ જેવી કારવાઇઓ કરીને આંદોલન ચલાવતા રહ્યા હતા. કોંગ્રેસ પક્ષમાં જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદી સદસ્ય ભૂમિગત
પ્રતિરોધિ ગતિવિધિઓમાં સૌથી વધારે સક્રિય રહ્યા હતા. પશ્ચિમ ભાગમાં સાતારા અને પૂર્વ ભાગમાં મેદિનીપુર જેવા કેટલાય જિલ્લાઓમાં
સ્વતંત્ર સરકાર, પ્રતિસરકારની સ્થાપના કરી દેવામાં આવી હતી. અંગ્રેજોએ આ આંદોલનના પ્રતિરોધમાં અત્યંત સખ્ત રવૈયો અપનાવ્યો
હતો. આમ છતાં આ વિદ્રોહને ડામવા માટે સરકારને સાલ ભરથી પણ વધારે સમય લાગ્યો હતો.

૧૪૪મી કલમ :

કોઈ પણ લોકશાહી દેશમાં સરકારની ખોટી નીતિઓનો અને રાજકારણીઓની ખોટી પ્રવૃત્તિઓનો અહિંસક ઢબે વિરોધ કરવાનો પ્રજાનો
મૂળભૂત અધિકાર છે. આ અધિકારની રૃએ પ્રજાને સભાઓ ભરવાની અને સરઘસો કાઢવાની પરવાનગી મળવી જ જોઈએ. ઇન્ડિયન પિનલ
કોડની ૧૪૪મી કલમ પણ એમ કહે છે કે દંગલ કરવાના ઇરાદાથી ઘાતક હથિયારો લઈને ચાર અથવા વધુ લોકો ભેગાં થતા હોય તો તેમને
કાયદા દ્વારા અટકાવી શકાય છે.

કૃષિના પ્રકારો

7
 આત્મનિર્વાહ ખેતી :
ભારતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને ખેતરોના કદ નાનાં અને છૂટાછવાયાં હોવાથી ખેડૂતને સુધારેલી ખેતી અને મોંઘા બિયારણો તથા ખાતરોનો
ઉપયોગ કરવો પોષાય તેમ નથી
આ ખેતીમાં ખેડૂતને ખેતીની આવક પોતાના કુ ટું બના ભરણપોણમાં વપરાઇ જતી હોય છે તેથી તેને આત્મનિર્વાહ ખેતી કહે છે
જોકે હવે આ ખેતીમાં સિંચાઇની સગવડ, રાસાયણીક ખાતરો, જંતુ નાશક દવાઓ વગેરેનો ઉપયોગ થતાં કૃ ષિ ઉત્પાદન વધરે થાય છે તેથી આ કૃ ષિનું વ્યાપારિક
કૃ ષિ તરફ પ્રયાણ થઇ રહ્યું છે

 શુષ્ક અને આર્દ્રત ખેતી (સુકી ખેતી):


શુષ્ક ખેતી :
જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઇને સગવડ નથી ત્યાં સૂકી ખેતી થાય છે
શુષ્ક ખેતીમાં ભેજનુ મહત્વ વધુ હોય છે
શુષ્ક ખેતીમાં વર્ષમાં એકજ પાક લઇ શકાય છે
શુષ્ક ખેતીમાં જુવાર, બાજરી જેવા પાકો લેવામાં આવે છે
આર્દ્ર ખેતી:
આર્દ્ર ખેતી વરસાદ વધુ અને સિંચાઇની સગવડ છે ત્યાં થાય છે
આર્દ્ર ખેતીમાં એક કરતા વધુ પાક લઇ શકાય છે
આર્દ્ર ખેતીમાં ડાંગર, શેરડી, શાક- ભાજી વગેરે પાકો લેવામાં આવે છે

 સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી)


સ્થળાંતરિત ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપી જમીન સાફ કરીને તેમાં ખેતી કારવામં આવે છે
અહીં બે કે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતાં ઘટતાં તે વિસ્તાર છોડી લોકો બીજા વિસ્તારમાં સ્થળાંતરિત થઇ ત્યાં એ જ પદ્ધતિથી ખેતી કરે છે .
અહીં સૂકા ધાન્ય પાકો જેવા કે મકાઇ ,જુવાર,વગેરે પાકો લેવામાં આવે છે

 બાગાયતી ખેતી
બાગાયતી ખેતીમાં પાકની સારસભાંળ અને માવજત ચીવટપૂર્વક કરવામાં આવે છે
જેમાં લાંબા સમય સુધી ઉત્પાદન મળતું રહે છે
દા.ત. ચા, ફળોના બગીચાઓ
બાગાયતી ખેતીમાં મૂડીની વધુ આવશ્યકતા રહે છે .તથા સુર્દઢ આયોજન, ટે કનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઇ, પરિવહનની સુવિધાઓ વગેરે આવશ્યકતા રહે
છે
બાગાયતીના પકો – ચા, કોફી, સિંકોના, કોકો, રબર વગેરે વિવિધ ફળો થાય છે .
બાગાયતી ખેતી મોટા ભાગે ઉત્તર -પૂર્વના રાજયો, પ.બંગાળા, હિમાલયની તળેટીમાં,દ.ભારતમાં નિલગીરી અને અનાઇમલાઇની ટે કરીયોમાં થાય છે

 સઘન ખેતી
જ્યાં સિંચાઇની વધુ સગવડ છે ત્યાંનો ખેડૂત ખાતરો, જંતુનાશક દવાઓ, અને યંત્રોનો વ્યાપક ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવે છે .આ પ્રકારની ખેતીને
સધન ખેતી કહે વામાં આવે છે

8
 ખેતી પદ્ધતીઓ
સજીવ ખેતી, પોષણક્ષમ( ટકાઉ) ખેતી, મિશ્ર ખેતી વગેરે પધ્ધતિઓ છે
આ ખેતી પદ્ધતિઓનો અમલ કરવાં પાછળનો મુખ્ય આઅશય એ છે કે ખેત ઉતોઆદનમાં વધારો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે .
મિશ્ર ખેતીમાં ધાન્ય ઉપરાંત પશુપાલન, મરઘા-બતકા ઉછેર,મત્સ્ય અને મધમાખી ઉછેર કરવામાં આવે છે .

You might also like