You are on page 1of 3

લીંબડી રજવાડું

લીંબડી રજવાડું એ બ્રિટિશ રાજની કાઠિયાવાડ એજન્સી હે ઠળ ૯


તોપની સલામી ધરાવતું રજવાડું હતું . તે સમયે લીંબડી પર ઝાલા લીંબડી રજવાડું
લીંબડી રિયાસત
વં શના શાસકોનો અધિકાર હતો.[૧] ૧૯૪૭માં ભારતને સ્વતં ત્રતા
મળતા અન્ય રજવાડાં ની જેમ લીંબડી ભારત સં ઘરાજ્યમાં ભળી ગયું રજવાડું of બ્રિટિશ ભારત
હતું . આશરે ૧૫૦૦–૧૯૪૭

લીંબડીનો રજવાડી ઇતિહાસ


કાઠિયાવાડમાં રજવાડાઓના અસ્તિત્વના કાળખં ડમાં લગભગ ૨૨૨
નાના અને મધ્યમ કદના રજવાડાં ઓ હતાં . લીંબડી તે માં નું એક
Coat of arms
રજવાડું હતું . ઈ.સ. ૧૭૬૮થી ૧૯૪૮ના કાળ દરમ્યાન હરીસિંહજી,
ભોજરાજજી, હરભમજી, ફતે હસિંહજી, જશવં તસિંહજી, જટાશં કર
એમ ઘણાં શાસકોએ લીંબડી પર રાજ કર્યું .

જશવં તજીના સમય દરમ્યાન સ્વામી વિવે કાનં દ તે મની સૌરાષ્ટ્રની


મુ લાકાત દરમ્યાન લીંબડી શહે રમાં આવ્યા હતાં . રાજ જશવં તજી
તે મના મિત્ર બન્યા હતાં . ૪ મે ૧૮૯૨ થી ૨૮ મે ૧૮૯૨ દરમ્યાન તે ઓ
મહાબળે શ્વરમાં સાથે રહ્યાં હતાં . તે મની વચ્ચે ની આધ્યાત્મીક ચર્ચા ઓ
રાજા જશવં તસિંહની રોજનીશીમાં વર્ણ વાયે લા છે . એવું માનવામાં
આવે છે કે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લે વા માટે રાજા
જશવં તસિંહજીએ સ્વામી વિવે કાનં દને પ્રેરણા આપી હતી.

સર જશવં તસિંહ બાદ સર જટાશં કર લીંબડીની ગાદીએ આવ્યા. લીંબડીનું સૌરાષ્ટ્રમાં સ્થાન
તે મણે પોતાના શાસન દરમ્યાન નવા મૂ લ્યો અમલમાં લાવ્યાં . લોકોને વિસ્તાર
શાસનના નીતિ નિયમોની જાણ થાય તે માટે તે મણે ઈ.સ. ૧૯૦૯માં • ૧૯૩૧ 632 km2 (244 sq mi)
લીંબડી દરબારી ગે ઝે ટ પ્રસિદ્ધ કરાવવાની શરૂઆત કરી. લીંબડી
રાજના સુ વ્યવસ્થાપન માટે તે મણે "સુ ધારી" નામની સમિતિની વસ્તી
પરં પરા ચાલુ કરી, આ સમિતિમાં કુ લ ૩૦ સભ્યો હતાં , તે માં ૧૮ • ૧૯૩૧ 40688
સભ્યો જન સમુ દાયના અને ૧૨ સભ્યો વ્યવસ્થાપન સમિતિના હતા. ઇતિહાસ
આ વ્યવસ્થા હે ઠળ સ્વચ્છતા, સ્વાસ્થ્ય, અજ્ઞિ શમન, દીવા બત્તી • સ્થાપના આશરે ૧૫૦૦
આદિ જેવા સામાજિક ફાયદા જ્યારે જરૂરિયાત પડતી તે વખતે • ભારતની સ્વતં ત્રતા ૧૯૪૭
ઉપલબ્ધ કરાવવામાં આવતાં .
પછી
સૌરાષ્ટ્રમાં આમ તો ઘણાં રજવાડાં હતાં , પણ રસ્તા પર સૌપ્રથમ ભારત
વિદ્યુત દીવા રાજા જટાશં કરના સમયમાં લીંબડી શહે રમાં મુ કવામાં
આવ્યાં હતાં . જટાશં કરના સમયમાં ખે તી અને ખે ડૂ તોની સ્થિતિ આ લે ખ હવે પબ્લિક ડોમેનમાં રહે લા આ પ્રકાશનમાં થી
સુ ધારવા ઉપર સૌથી વધુ મહત્ત્વ આપાવામાં આવતું હતું . ભૂ મિ લખાણ ધરાવે છે : ચિશ્લોમ, હ્યુજ, સં પાદક (૧૯૧૧).
સં પદાના વિકાસ માટે જરૂરિયાતમં દ લોકોને રાજા તરફથી ત્રણ વર્ષ એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કે મ્બ્રિજ
માટે કોઈ પણ કર લીધા વિના જમીન ખે ડવા દે વામાં આવતી હતી. યુ નિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)
ઈ. સ. ૧૯૦૮માં 11,600,000 acres (47,000 km2) ખે તી હે ઠળ હતી. જે ઈ.સ. ૧૯૩૫માં 18,100,000 acres (73,000 km2)
સુ ધી પહોંચી હતી. ખે ડૂ તોના ઉત્થાન માટે લીંબડી સહકારી બેંક (લીંબડી કોઑપરે ટીવ બેંક) ની સ્થાપના કરવામાં આવી હતી. ખે ડૂ તો
માટે નવા નવા કાયદાઓ કાઢીને તે મને ધીરાણના બોજામાં થી મુ ક્તિ આપવામાં આવી હતી. તે ના સમય દરમ્યાન વારં વાર દુ કાળ પડતા
હતાં આથી કપરી પરિસ્થિને પહોંચી વળવા રાજા હં મે શા ખે ડૂ તોને અન્ન અને ઘાસચારાનો સં ગ્રહ કરીને મૂ કવાની સલાહ આપતાં . આને
કારણે ઈ.સ. ૧૯૧૨ પછી દુ કાળને કારણે લીંબડી રાજને કોઈ મોટી અસર થઈ નહીં.

રાજા જટાશં કરના સમય દરમ્યાન અહીં કપાસનો વ્યાપાર અને જીનીંગ મિલોનો ખૂ બ વિકાસ થયો. આ સિવાય સાબુ , કાં સુ , નીકલ
પ્લે ટીંગ, ચાકુ છુ રી આદિના ઘણાં કારખાના અહીં ખોલવામાં આવ્યાં . લોકહિત માટે રાજાએ એ સમયે ૧૫થી ૨૦ હજારની આવકને
ભોગે નશાબં દી દાખલ કરી હતી. દારૂના ઉત્પાદન અને વે ચાણ પણ સખત પ્રતિબં ધ હતો. આવા કામ કરનાર અપરાધીને ખૂ બ ભોગવવું
પડતું . ઈ.સ. ૧૯૧૨માં બાળ વિવાહ વિરૂદ્ધ કાયદો લાવવામાં આવ્યો. તે સિવાય ભિખ માગવા પર પણ પ્રતિબં ધ હતો. લીંબડી રાજમાં
કોઈ પણ ભૂ ખું ન સુ વે તે ની તકે દારી રખાતી. જન્મ પહે લાં અને મૃત્યુ પછીના કુ રિવાજો પણ બં ધ કરવામાં આવ્યા હતાં . શ્રાવણ માસમાં
અને હોળીના તહે વાર પર પશુ બલિ પર પ્રતિબં ધ મુ કવામાં આવ્યો હતો. ઈસ. ૧૯૦૯માં રાજ્યમાં થી ગાયની નિકાસ પર પ્રતિબં ધ
મુ કવામાં આવ્યો હતો.

પ્રાથમિક કક્ષાથી મે ટ્રીક્યુલે શન સુ ધીનો અભ્યાસ મફતમાં અપાતો, તે છોકરાઓ માટે ફરજીયાત અને છોકરીઓ માટે મરજીયાત હતો.
જો કોઈ છોકરી શાળામાં જાય તો તે ને પુ સ્તકો, દફતર, કપડા આદિ મફત આપવામાં આવતાં મું બઈ સરકારના કે ળવણી ખાતાના
ઉપરી શ્રી. ડી. પરજયે સર જસવં ત હાઈસ્કુલ ને દે શની ૧૦ સર્વો તકૃ ષ્ટ શાળામાં ગણી હતી. ઉચ્ચ અભાસ માટે વિદે શ જનારને સર્વ
ખર્ચ મળે તે વી સર જટાશં કરે વ્યવસ્થા કરાવી હતી. આ કાર્ય માટે તે સમયના રૂ. ૨૦,૦૦૦ અલાયદા રખાયા હતા. આ રાજાએ માત્ર
લીંબડીના જ નહીં પણ બહારની શાળા કોલે જના વિકાસ માટે પણ દાન આપ્યું હતું . રાજાએ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને રૂ. ૧ લાખનું
દાન આપ્યું હતું .[૨] તે સિવાય રવિન્દ્રનાથ ટાગોરના શાં તિનીકે તનને પણ દાન આપ્યું હતું . તે મણે અમુ ક જ્ઞાતિ આધારિત છાત્રાવાસોને
પણ દાન આપ્યું હતું . રાજાએ પાં ચ હરતા-ફરતા પુ સ્તકાલયો શરૂ કરાવ્યા હતાં .

આ રાજ્યમાં ક્રિકે ટને ખૂ બ મહત્ત્વ આપવામાં આવતું હતું . ઈ.સ. ૧૯૨૮માં ઈં ગ્લે ન્ડ અને ભારત વચ્ચે ની એક મે ચમાં ઘનશ્યામસિંહજી
ભારતીય ક્રિકે ટ ટીમના ઉપ કપ્તાન હતાં . સ્વાસ્થ્ય માટે લીંબડીમાં આઠ હોસ્પીટલો સ્થપાઈ હતી. વધુ અભ્યાસ અર્થે ડૉ. એ. ડી.
પોપટને લીંબડી રાજે ઇં ગ્લે ન્ડ મોકલ્યા હતાં . ઈ.સ ૧૯૧૪માં લોકોની સહુ લીયત માટે સ્ટેશન અને મહે લ વચ્ચે ટ્રામ સે વા ચાલુ કરવામાં
આવી હતી. ઈ. સ. ૧૯૦૯માં વુ ડ હાઉસ વે જીટે બલ માર્કે ટ અને સર્કીટા હાઉસ બાં ધવામાં આવ્યું હતું . રે લ્વે સ્ટેશનની બાજુ માં બાળુ બા
ધર્મ શાળા રૂ. ૮૦,૦૦૦ને ખર્ચે બાં ધવામાં આવી હતી. ઈ. સ. ૧૯૩૬માં ભોગાવો નદી પર દોલતસિંહ પુ લ બાં ધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન
વાઈસરૉય લોર્ડ વે લિંગ્ડને કર્યું હતું . તે મની પાસે એ બે સીટ વાળું વિમાન અને એક વિમાન પટ્ટી હતી. તે મને બ્રિટિશ સરકારનો KCIE
એવોર્ડ (૧૯૨૧) અને KCS (૧૯૩૧) એવોર્ડ મળ્યો હતો.

ઈ.સ. ૧૯૩૮માં ૯૦ વર્ષ ની ઉં મરે પહોંચ્યા પછી દોલતસિંહજી રાજનીતિ છોડવાની શરૂઆત કરી. તે સમય દરમ્યાન ૨૪ ડિસે મ્બર
૧૯૩૮ના દિવસે લીંબડીના લોકોએ "પ્રજા મં ડળ"ની સ્થાપના કરી જેથી આ મં ડળ અને રાજા વચ્ચે સં ઘર્ષ નિર્મા ણ થયો. ૧૯૩૯માં પ્રજા
મં ડળે એક અધિવે શન ભર્યું , આ વાત રાજાને ન ગમતાં તે માં હુ લ્લડ થયું હતું . તે માં ઘણાં લોકોને ઈજા પહોંચી હતી. આથી લોકો હતાશ
થઈને લીંબડીથી અન્ય શહે રોમાં સ્થળાં તર કરવા લાગ્યા. ઈ.સ. ૧૯૪૦માં દોલતસિંહજીના અવસાન પછી, દિગ્વીજયસિંહજી લીંબડીની
ગાદીએ આવ્યાં પરં તુ માત્ર ૪ મહિને સત્તા પર રહ્યા બાદ તે મનું અવસાન થયું . ત્યાર બાદ છત્રપાલસિંહજી સત્તા પર આવ્યા. ભારતને
સ્વતં ત્રતા મળતા તે નું ભારતીય સં ઘરાજ્યમાં વિલિની કરણ થયું . આજે પણ લીંબડીનો રાજ પરિવાર તે ની પરં પરા નિભાવે છે અને
લોકો તે મને માન આપે છે .

શાસકો
લીંબડીના શાસકને ઠાકોર સાહે બ કહે વાતા.[૩]

૧૬.. - ૧૭.. : વે રીસળજી-૧ અદે રાજ


૧૭.. - ૧૭.. : આસકરણજી-૩ વે રીસળજી
૧૭.. - ૧૭.. : આદે રાજજી ૨ આસકરણજી
૧૭.. - ૧૭.. : વે રીસળજી ૨ આદે રાજજી
૧૭.. - ૧૭૮૬ : હરભાણજી ૧ વે રીસળજી (અ. ૧૭૮૬)
૧૭૮૬ - ૧૮૨૫ : હરિસિંહજી હરભાણજી (અ. ૧૮૨૫)
૧૮૨૫ - ૧૮૩૭ : ભોજરાજજી હરિસિંહજી (અ. ૧૮૩૭)
૧૮૩૭ - ૮ જાન્યુ ૧૮૫૬ : હરભમજી ૨ હરિસિંહજી (અ. ૧૮૫૬)
૮ જાન્યુ ૧૮૫૬ - ૩૦ જાન્યુ ૧૮૬૨ : ફતે હસિંહજી ભોજરાજજી (અ. ૧૮૬૨)
૩૦ જાન્યુ ૧૮૬૨ - ૨૬ એપ્રિ ૧૯૦૭ : જસવં તસિંહજી ફત્તેહસિંહજી (જ. ૧૮૫૯ - અ. ૧૯૦૭) (૩૦ જૂ ન ૧૮૮૭ થી, સર
જસવં તસિંહજી ફત્તેહસિંહજી)
૩૦ જાન્યુ ૧૮૬૨ - ૧ ઑગ ૧૮૭૭ : રાણી શ્રી હરિબા કું વરબા - સાહે બ (સ્ત્રી) - સગીર
૨૬ એપ્રિલ ૧૯૦૭ - ૩૦ સપ્ટૅ ૧૯૪૦ : દોલતસિંહજી જસવં તસિંહજી (જ. ૧૮૬૮ - અ. ૧૯૪૦) (૧ જાન્યુ ૧૯૨૧ થી, સર દોલત
જસવં તસિંહજી)
૩૦ સપ્ટૅ ૧૯૪૦ - ૬ જાન્યુ ૧૯૪૧ : દિગ્વીજયસિંહજી દોલતસિંહજી (જ. ૧૮૯૬ - અ. ૧૯૪૧)
૬ જાન્યુ ૧૯૪૧ - ૧૫ ઑગ ૧૯૪૭ : છત્રસાલસિંહજી દિગ્વીજયસિંહજી (જ. ૧૯૪૦)
૬ ઑગ ૧૯૪૧ - ૧૫ ઑગ ૧૯૪૭ : .... - સગીર

સં દર્ભ
1. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India,
1916-1947 (https://books.google.com/books?id=jXpzWlPpE1cC&pg=PA9). BRILL. પૃષ્ઠ ૮-૯.
ISBN 9789004113435.
2. Banaras Hindu University (http://www.bhu.ac.in/)
3. Princely States of India K-Z (http://www.worldstatesmen.org/India_princes_K-W.html)

બાહ્ય કડીઓ
Royal Ark - Limbdi (http://www.royalark.net/India/limbdi.htm+રોઅલ+આર્ક )

"https://gu.wikipedia.org/w/index.php?title=લીંબડી_રજવાડું &oldid=727441" થી મે ળવેલ

You might also like