You are on page 1of 16

ગોહિલ વં શ

ગોહિલ વંશે ૧૨મી સદીથી ૧૯૪૮ સુધી સૌરાષ્ટ્ર


વિસ્તારના ભાગો પર તાબેદારી અને સ્વતંત્ર શાસન કર્યું
હતું. તેમનું મૂળ ગુજરાતના ગુહિલ વંશનું જાણવા મળે
છે અને તેઓ લગભગ ૧૨મી સદીમાં સૌરાષ્ટ્રમાં
સ્થળાંતર કરી ગયા હતા. ગોહિલોનો સૌથી પહેલો
જાણીતો શિલાલેખ માંગરોળમાંથી મળી આવ્યો છે.
તેઓએ પાછળથી સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે પોતાના
રાજ્યની સ્થાપના કરી અને આ પ્રદેશ ગોહિલવાડ
તરીકે ઓળખાયો અને 1947માં ભારતની આઝાદી
સુધી શાસન કર્યું. ભાવનગર, પાલિતાણા, લાઠી, વળા
અને રાજપીપળાના રજવાડાઓ ગોહિલ શાસકોના
હતા.

મૂળ
ગોહિલોનું મૂળ શાલિવાહન નામના રાજવંશથી મળે છે.
ડી.આર. ભંડારકર, સી.વી. વૈદ્ય અને ગૌરીશંકર ઓઝા
વગેરે મેડાપતા(મેવાડના)ના ગુહિલા વંશ સાથે
ગોહિલોના મૂળનેે જોડે છે. ગુહિલાઓ પોતાને સૂર્યવંશી
માનતા હતા. [૧]
ગોહિલોનાં શિલાલેખ

Wikimedia | © O penStreetMap

ગોહિલ વંશનો ઉલ્લેેખ કરતાં અભિલેખોનાં સ્થાન

માંગરોળ અભિલેખ

ગુહિલા ઠક્કુરા મુલુકાનો માંગરોળ પથ્થર-શિલાલેખ


જૂ નાગઢ નજીક માંગરોળ શહેરમાં એક પગથિયાંની
દિવાલ સાથે જોડાયેલા કાળા પથ્થરના સ્લેબ પર
છેદાયેલો મળી આવ્યો હતો. તે ગોહિલ વંશનો સૌથી
જૂ નો આલેખ છે. તે વિ.સં. 1202/સિંહ સંવત 32
(15 ઓક્ટોબર 1145 સોમવાર)ની અશ્વિન વદી 13
તારીખનો છે. તેની 25 પંક્તિઓ ઓમ નમઃ શિવાય
સાથે ખુલે છે અને શિવનું આહ્વાન કરે છે. તેમાં તે પછી
જયસિંહ સિદ્ધરાજાના અનુગામી ચૌલુક્ય રાજા
કુમારપાલની પ્રશંસા કરાયેલી છે. પછી તે ગુહિલા,
સહારાના પરિવારનો ઉલ્લેખ છે, જે ચૌલુક્યોના
સેનાપતિ હતા; તેનો સૌથી મોટો પુત્ર મુલુકા, સૌરાષ્ટ્રનો
રક્ષક; તેમના નાના ભાઈ સોમરાજા જેમણે સોમનાથ
ખાતે મહેશ્વર (શિવ) મંદિર બંધાવ્યું અને તેના પિતાના
નામ પરથી તેનું નામ સહજીગેશ્વર રાખ્યું. આ શિલાલેખ
પાશુપત શિક્ષક પ્રસર્વજ્ઞા દ્વારા રચાયેલ છે. [૨] [૩] [૪]

ઘેલાણા શિલાલેખ

આ શિલાલેખ માંગરોળ નજીકના ઘેલાણા ગામમાં


કામનાથ મહાદેવના મંદિરમાંથી મળી આવ્યો હતો.
વલ્લભી વર્ષ 911નો છે. તે ઠાકુર મુલૂના પુત્ર રાણક
રાણા નો ઉલ્લેખ કરે છે, જેમણે ભૃગુ મઠમાં ભગવાનની
પૂજા માટે આસનપટ્ટા આપ્યા હતા. તેની નકલ હવે
વોટસન મ્યુઝિયમમાં સંગ્રહિત છે. [૫]

પરનાળા શિલાલેખ

આ શિલાલેખ પરનાળા ગામના જૈન મંદિરમાં ચતુર્ભુજ


જૈન મૂર્તિના પગથિયાં પર મળી આવ્યો હતો. તે વિક્રમ
સંવંત 1453નો છે. તેમાં ગોહિલ રાજા પ્રતાપમલ્લની
પત્ની ભવલાદેવી દ્વારા મૂર્તિના અભિષેક વિશેનું વર્ણન
છે. [૬]

મહુવા શિલાલેખ

ભાવનગર નજીક મહુ વાના દરબારગઢ પાસે લક્ષ્મી


નારાયણ મંદિરની મૂર્તિના પગથિયાંના કાળા પથ્થરના
સ્લેબમાં જોડાયેલ શિલાલેખ મળ્યો છે. આ સંસ્કૃત
શિલાલેખમાં કૂ વો ખોદવાની જાણકારી છે અને તેમાં આ
મંદિરનો ઉલ્લેખ ન હોવાથી આ લેખ અન્ય જગ્યાએથી
અહીં લાવવામાં આવ્યો હશે તેવું લાગે છે. તે વિ.સં.
1500નો છે. આ શિલાલેખમાં ગોહિલ રાજા
સારંગજીનો ઉલ્લેખ છે. [૩]

વરતેજ શિલાલેખ

આ શિલાલેખ ભાવનગર નજીક વરતેજમાં વિ.સં.


1674ના પાળિયા પર જોવા મળે છે. તે ગોહિલ રાજા
રાવલ ધુનાજી દ્વારા થયેલસ દાનની નોંધ કરે છે.
ધુનાજી સિહોરના ગોહિલ સરદાર અને ભાવનગરના
શાસકોના પૂર્વજ વિસોજીના પુત્ર હતા. તેઓ 1619માં
કાઠીીઓ સામે લડતા મૃત્યુ પામ્યા હતા. [૭]
હળવદ શિલાલેખ

હળવદમાં 36 થાંભલાવાળા મંદિર પાસે ઊભેલા


પાળિયા પરનો શિલાલેખ વિ.સં. 1722માં રાજા
ગજસિંહજી માટે લડતા ગોહિલ લાખાજીના મૃત્યુની
નોંધ કરે છે. તેની નજીકના પાળિયા પરના અન્ય એક
શિલાલેખમાં ગોહિલ વસાજીનો ઉલ્લેખ છે, જેઓ
વિ.સં. 1749 માં મહારાજા જસવંતસિંહજી માટે
લડાઈમાં મૃત્યુ પામ્યા હતા.

ગુંદી શિલાલેખ

ઘોઘા નજીકના ગુંદી ગામમાં એક પાળિયામાં વિ.સં.


1755 નો શિલાલેખ છે જેમાં ગોહિલ કનોજીના
મૃત્યુનો ઉલ્લેખ છે. કનોજી વિજોજીના અનુગામી હતા,
જે ઉમરાળાના જાગીરદાર હતા, અને ભાવનગરના
શાસકોના પૂર્વજ હતા. [૮]
લાઠી શિલાલેખ

લાઠીના ભીડભંજન મહાદેવ મંદિરમાં વિ.સં. 1808 ના


શિલાલેખમાં ગોહિલ શ્રીસિંહજીના શાસનકાળ
દરમિયાન થયેલ મંદિરના બાંધકામનો ઉલ્લેખ છે.
ગણેશની મૂર્તિની શિલા પર અન્ય એક શિલાલેખમાં
ગોહિલ લાખાજીના શાસન દરમિયાન થયેલાં તેના
અભિષેકનો ઉલ્લેખ કરે છે. [૯]

ઇતિહાસ
પ્રારંભિક ગોહિલ

મોહડસા

એવું કહેવાય છે કે શાલીવાહનોનાં વંશજો જોધપુર


રાજ્યમાં લુણી નદીના કિનારે ખેરાગઢમાં સ્થાયી થયાં
હતાં. ખેરાના છેલ્લા રાજકુમાર મોહડાસાની કનૌજના
રાઠોડ શાસક જયચંદ્રના પૌત્ર સિયાજી દ્વારા હત્યા
કરવામાં આવી હતી.

સેજકજી

કહેવાય છે કે મોહડાસાના પૌત્ર, સેજકજી વિ.સં.


1250 ની આસપાસ સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરીને
જૂ નાગઢથી શાસન કરતા ચુડાસમા રાજા મહિપાલની
સેવામાં દાખલ થયા હતાં. તેમણે સાપુરની આસપાસના
12 ગામો મેળવ્યા હતાં અને તેમના વંશમાંથી જ
સૌરાષ્ટ્ર અને અન્ય પ્રદેશોના ગોહિલ વંશો થયાં. [૩] એક
મત અનુસાર, તે ચુડાસમા રાજા કેવતની સેવામાં દાખલ
થયાં હતાં અને તેમની પુત્રી વાલમકું વરબાના લગ્ન
કેવતના પુત્ર ખેંગાર સાથે કરાવ્યા હતાં. કેવતે તેમને
શાહપુર અને આસપાસના બાર ગામોની જાગીર આપી.
સેજકજીના પુત્રો શાહજી અને સરનજીએ તેમની બહેન
વલમકું વરબાના હિતમાં માંડવી ચોવીસી અને અર્થીલા
ચોવીસી મેળવી હતી. પાલિતાણા રાજ્ય અને લાઠી
રાજ્યના શાસકો આ બે ભાઈઓનાં વંશજો હોવાનું
જણાય છે. [૧] સેજકજીએ સેજકપુર નામના નવા
ગામની સ્થાપના કરી અને તેની આસપાસના ઘણા ગામો
જીત્યા હોવાનું કહેવાય છે. [૧]

વંશજ રાજ્યો

પાલિતાણા અને લાઠી રાજ્યોના શાસકો સેજકજીના


બે પુત્રો શાહજી અને સરનજીને તેમના પૂર્વજો માને છે.
[૧]

મોખડાજીનો મોટો પુત્ર ડુંગરજી ઉંડ-સરવૈયાવાડ ભાગી


ગયો હતો પરંતુ તેને દિલ્હીની સેનાએ પકડી લીધો હતો.
પાછળથી તેને ઘોઘાના વડા તરીકે પુનઃસ્થાપિત કરવામાં
આવ્યો હતો. તેમના અનુગામી વિસોજી સિહોરના
ઔદિચ્ય બ્રાહ્મણ જમીનદારોના જાની અને રાણા
કુળના વિવાદમાં સામેલ હતા. જાની કુળએ વિસોજીને
બોલાવ્યા હતાં જ્યારે રાણા કુળએ ગારિયાધારના
કાંધોજી ગોહિલને બોલાવ્યા. વિસોજીએ કં ધોજીને
હરાવી સિહોર કબજે કર્યું હતું, તેની કિલ્લેબંધી કરી
અને તેનેે પોતાની રાજધાની બનાવી હતી. તેમના પુત્ર
ભાવસિંહજીએ 1722-23 માં ભાવનગરની સ્થાપના
કરી હતી અને સિહોરથી ખસેડીને તેને તેમના રાજ્યની
રાજધાની બનાવી. [૧] [૧૦] વળા રાજ્યની સ્થાપના
1740 માં ભાવસિંહજીના પુત્ર અખેરાજજીએ કરી
હતી.

મોખડાજીના નાના પુત્ર સમરસિંહજીને ઉજ્જૈનના


પરમાર વંશના જુ નારાજ (જૂ ના રાજપીપળા)ના રાજા
ચોકરાણા પાસે લઈ જવામાં આવ્યા હતા. ચોકરાણાને
કોઈ વારસદાર ન હોવાથી, સમરસિંહજીએ એક નવું
નામ અર્જુનસિંહજી લઈને તેમના પછી ગાદી સંભાળી.
રાજપીપળા રાજ્યના શાસકો તેમના વંશજો છે. [૧]

સૌરાષ્ટ્રના ગોહિલવાડ પ્રદેશમાં ઘણી નાની જાગીરો


ઉછરેલી હતી. આ જાગીર-રાજ્યોએ સદીઓ સુધી
શાસન ચલાવ્યું હતું. 1947માં ભારત આઝાદ થયું
ત્યારે તેઓ ભારત સંધમાં ભળી ગયા હતા.

સં દર્ભ
1. Singhji, Virbhadra (1994). "A Historical
Outline of Saurashtra". The Rajputs of
Saurashtra (https://books.google.com/bo
oks?id=NYK7ZSpPzkUC&pg=PA38) .
Popular Prakashan. પૃષ્ઠ 38–. ISBN 978-
81-7154-546-9.

2. Bhandarkar, D. R. (1929). "Appenix -


Inscriptions of North India No. 268".
Appendix to Epigraphia Indica And Record
of the Archeological Survey of India (http
s://archive.org/details/in.ernet.dli.2015.3
1980) . 19–23. Calcutta: University of
Calcutta. પૃષ્ઠ 41 (https://archive.org/detail
s/in.ernet.dli.2015.31980/page/n49) .

3. Diskalkar, D. B. (December 1938).


"Inscriptions Of Kathiawad". New Indian
Antiquary (https://archive.org/details/in.er
net.dli.2015.54106) . 1. પૃષ્ઠ 581 (https://a
rchive.org/details/in.ernet.dli.2015.5410
6/page/n13) -582.

4. Sankalia, H. D. (1941). The Archaeology


of Gujarat: Including Kathiawar (https://ar
chive.org/stream/in.ernet.dli.2015.28297
5/2015.282975.The-Archaeology) .
Natwarlal & Company. પૃષ્ઠ 34.
5. Diskalkar, D. B. (February 1939).
"Inscriptions Of Kathiawad No. 5". New
Indian Antiquary (https://archive.org/detai
ls/in.ernet.dli.2015.54106) . 1. પૃષ્ઠ 688 (ht
tps://archive.org/details/in.ernet.dli.2015.
54106/page/n26) .

6. Diskalkar, D. B. (December 1939).


"Inscriptions Of Kathiawad No. 56". New
Indian Antiquary (https://archive.org/detai
ls/in.ernet.dli.2015.54106) . 1. પૃષ્ઠ 593 (ht
tps://archive.org/details/in.ernet.dli.2015.
54106/page/n75) -594.

7. Diskalkar, D. B. (November 1940).


"Inscriptions Of Kathiawad No. 116". New
Indian Antiquary (https://archive.org/detai
ls/in.ernet.dli.2015.54106) . 2. પૃષ્ઠ 281 (ht
tps://archive.org/details/in.ernet.dli.2015.
54106/page/n135) .
8. Diskalkar, D. B. (January 1941).
"Inscriptions Of Kathiawad No. 156". New
Indian Antiquary (https://archive.org/detai
ls/in.ernet.dli.2015.54106) . 2. પૃષ્ઠ 373 (ht
tps://archive.org/details/in.ernet.dli.2015.
54106/page/n165) .

9. Diskalkar, D. B. (February 1941).


"Inscriptions Of Kathiawad No. 175, 177".
New Indian Antiquary (https://archive.org/
details/in.ernet.dli.2015.54106) . 2.
પૃષ્ઠ 398–399.
10. Soszynski, Henry. "BHAVNAGAR" (https://
web.archive.org/web/20171225070318/
http://members.iinet.net.au/~royalty/ips/
b/bhavnagar.html) .
members.iinet.net.au. મૂળ (http://member
s.iinet.net.au/~royalty/ips/b/bhavnagar.ht
ml) માંથી 2017-12-25 પર સંગ્રહિત. મેળવેલ
2017-12-25.

"https://gu.wikipedia.org/w/index.php?
title=ગોહિલ_વંશ&oldid=828276" થી મેળવેલ

આ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ૨૧:૦૮


વાગ્યે થયો. •
અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA
4.0 હેઠળ ઉપલબ્ધ છે.

You might also like