You are on page 1of 1

આ જગતમાં અનેક મેલડી માંનાં અનેક પવિત્ર મંદિરો આવેલા છે , જેમાં ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે , જ્યાં મેલડી

ાં મેલડી માં અનેક


ભાવિ ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરે છે . ખરેખર ધન્ય છે , આ ધરતી જ્યા સ્વયં મા મેલડી મા અવતર્યા. આ સ્થાન આજે અનેક
ભક્તો માટે આસ્થાનું કે ન્દ્ર સમાન છે , તેમજ અહીંયા એક અતિ પ્રાચીન વાવ આવેલી છે જેંમાંથી મેલડી મા પ્રગટ થયા હતા અને એજ
સ્વયંભુ પ્રતિમા મંદિરમાં બિરાજમાન છે . ચાલો ત્યારે આ મંદિર વિશે જાણતાં પહે લા એ જણાવીએ કે , મા મેલડી મા કં ઈ રીતે પ્રગટ્ યા.

દં તકથા મુજબ નવદૂર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા. આ શક્તિ એટલે મા
મેલડી. મા મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દે વોએ રાહતનો શ્વાસ લીધો.મેલડી માઁ બાર વર્ષની પૂતળી ના રૂપ માં
અવતર્યા હતા, પરંતુ માઁ મેલડીએ વિકરાળ રાક્ષસોનો સંહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપે પૂજ્યા છે . દે વતાઓમાં ત્રણે દે વો
શંકર, બ્રહ્યાજી, વિષ્ણુ ભગવાન તેમના પિતા ગણાય છે . સરસ્વતી માતા, લક્ષ્મીમાતા અને પાર્વતીમાતા તેની માતાઓ છે . આમ, તેઓ
પોતાના માતા-પિતાના આર્શીવાદ દ્વારા આ કળીયુગમાં મહાશક્તિ આધશક્તિ મેલડી માઁ ના નામે ઠે ર-ઠે ર પૂજાય છે .

એવું જ એક ધામ મેડલીમાં ની જ્યા કહે વાય છે કે , નટકી વાવના મેલડી માં સત્ય છે .વઢવાણથી આશરે સાત કિલોમીટર દૂર
ગુજરાતમાં પ્રખ્યાત મા મેલડીનું મંદિર આવેલું છે .આ મંદિરને નકટી વાવના મા મેલડી તરીકે પ્રખ્યાત છે . અહીં ભક્તો પગપાળા આવીને
પોતાની માનતા પૂરી કરે છે . રવિવાર, મંગળવારે અને ગુરૂવારે અહીં ખાસ ભીડ જોવા મળે છે . માતાજી પર આસ્થા રાખરનાર
ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માડીના દર્શને આવે છે . સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલ આ મંદિર
આખા ગુજરાતમાં પ્રખ્યાત છે . ભવ્ય મંદિરના પ્રાગંણમાં આવતા જ ભક્તોના મનને શાતા મળે છે .

આ મેલડીમાતાનું મંદિર સ્વયંભૂ છે . કારણ કે મેલડીમાનું મુખ્ય સ્થાન વાવમાં આવેલું છે અને હાલમાં વાવની પાસે જ મેલડીમાનું મંદિર
બનાવવામાં આવ્યું છે . આ મંદિરની ખાસ માન્યતા એ છે કે આ મેલડીમાંના મંદિરમાં લાખો લોકોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય
છે અને જે માનતા રાખી હોય તે પુરી થાય એટલે ભક્તો મેલડીમાંના દર્શને આવતા હોય છે .અહીંયા માતા ની તાવડાની માનતા પુરી
થાય છે .

અહીં એવું માનવામાં આવે છે કે મંદિરની પાછળ સિક્કા લગાવવામાં આવે છે અને જે લોકોના સિક્કા ચોંટી જાય તેમની મેલડીમાં
મનોકામનાઓ પુરી કરતા હોય છે . આ મંદિરમાં મેલડીમાં ની મૂર્તિ સ્વયંભૂ નકટી વાવમાંથી દે ખાઈ હતી અને ત્યારથી જ આ મંદિરનું
નામ નકટી વાવની મેલડી મા રખાયું હતું. આ મંદિરનું સ્થાનક વરસો જૂનું છે , પણ છતાંય આ મંદિર સાથે જોડાયેલ પૌરાણિક
ઇતિહાસ તો લોકો પણ નથી જાણતા પરંતુ તમામ ભક્તો માતા મેલડીના દર્શન કરીને દિવ્યતા અનુભવે છે . જ્યારે સુરેન્દ્રનગર પધારો
ત્યારે આ દિવ્ય સાનિધ્યની મુલાકાત અચૂક લેજો.

નક્ટી વાવની મેલડી માતાજીનુ મંદિર

જી.સુરેન્દ્રનગર તા.વઢવાણ

You might also like