You are on page 1of 4

રજી. પો. એડી.

દ્વારા

પિડીત / અરજદારઃ અર્વાચિ પ્રકાશકુમાર ઠક્કર


સરનામુઃ સી-૪૪, શ્યામ ધરતી સીટી,
સુજાતપુરા રોડ, કડી,
મહેસાણા, ગુજરાત, ૩૮૨૭૧૫.
મોઃ ૮૨૦૦૨૪૧૪૪૮

પ્રતિ શ્રી,
શ્રીમાન અમીતભાઇ ગણાત્રા સાહેબ શ્રી
(માનનીય વાઇસ ચાન્સેલર સાહેબ (પ્રોવોસ્ટ) – પારૂલ યુનીવર્સીટી)

સરનામું ૧ – પારૂલ યુનીવર્સીટી, પો.ઓ. લીમડા, તા-વાઘોડીયા, જી-વડોદરા, પીન-૩૯૧૭૬૦.


ટેલીફોન નં ૦૨૬૬૮-૨૬૦૩૦૦.

સરનામું ૨ - પારૂલ યુનીવર્સીટી વડોદરા એક્ષટેન્શન ઓફીસ, બીજા માળે , રોશની ટેકનોલોજી પાર્ક,
કારેલીબાગ પાણીની ટાંકી સામે, કારેલીબાગ, વડોદરા-૩૯૦૦૧૮.
ટેલીફોન નં ૦૨૬૫-૩૫૮૬૧૪૫.

વિષયઃ અમોએ ચુકવણી કરેલ હોસ્ટેલ ફી નાં નાણાં અમોને નિયત સમય-મર્યાદામાં પરત ન કરાતાં,
તાકીદે ચુકવેલ ફી ના નાણાં પાછા મેળવવા બાબતે.

નમસ્કાર માનનીય સાહેબશ્રી,

ઉપરોક્ત વિષયે પરત્વે આપ સાહેબશ્રીને જય ભારત સહ અમારી ફરીયાદ રૂપી નમ્ર અરજ કે,
અમો પિડીતા નામે અર્વાચી પ્રકાશકુમાર ઠક્કર, ઉપરોક્ત જણાવેલ સરનામે અમારા પરીવાર સાથે
રહીએ છીએ, અમો મધ્યમ-વર્ગીય પરીવારમાંથી આવીએ છીએ, અમો અરજદાર એસ.વી. કેમ્પસમાં
આવેલ શ્રીમતિ એમ.પી. પટેલ કોમર્સ કોલેજ કડી ખાતેની કોલેજમાંથી બી.કોમ અંગેનો અભ્યાસ પુર્ણ કરી
શૈક્ષણીક વર્ષ ૨૦૨૩ના જુન મહીનામાં ઉત્તીર્ણ થયેલ હતાં, ત્યારબાદ વધુ આગળ અભ્યાસ અર્થે અમો
અલગ અલગ કોલેજોમાં એમ.બી.એ. અંગેના અભ્યાસક્રમમાં એડમીશન મેળવવા અંગે તપાસ કરી રહ્યા
હતા તે દરમ્યાનમાં આપના પારૂલ યુનીવર્સીટી ના ટેલી-કોલીંગ એજન્ટ દ્વારા વારંવાર અમોને અનધિક્રુત
રીતે અમારા નંબર પર કોલ કરી એમ.બી.એ. માં એડમિશન મેળવવા અંગે “અત્યારે એડમીશન લેશો તો
ફી ઓછી કરાવી આપશું” અને “સરકારમાંથી એમ.વાય.એસ.વાય.માં ઇકોનોમીક વિકર સેક્શનમાં
રજીસ્ટ્રેશન કરાવી હોસ્ટેલ અને કોલેજની ફી-માફી અંગેની સહાય કરાવી આપીશું” જેવી ખોટી લાલચ-
પ્રલોભન આપી, અને અત્યારે તરત એડમીશન નહી લો તો સીટ ભરાઇ જશે પછી એડમીશન નહી મળે
જેવી ખોટી બીક બતાવીને અમને તમારી વડોદરા ખાતેની પારૂલ યુનીવર્સિટીમાં તાત્કાલીક એડમિશન
લેવા માટે મજબુર કરેલ. (અમોએ કરેલ તપાસ મુજબ આપની યુનીવર્સિટીના જેટલા પણ ટેલી-
માર્કેટીંગના નંબરો છે એમાંથી એકપણ ટેલી કોલરના નંબર ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ની
ગાઇડલાઇન મુજબ ટેલી-માર્કેટર તરીકે નોંધાયેલ નથી અને ટેલી-માર્કેટીંગ અંગેના દિશા-નિર્દેશોનું
રજી. પો. એડી. દ્વારા

આપની યુનીવર્સિટી દ્વારા પાલન કરવામા આવેલ નથી તથા અમારા વિધ્યાર્થી તરીકે ના ડેટા, અમારા
અભ્યાસ, તથા ફોન નંબર સહીતની અત્યંત સંવેદનશીલ પર્સનલ વિગતો, તથા અમો એડમીશન
મેળવવા અંગે પ્રયત્નો કરી રહ્યા છીએ તેવી વિગતો તમારા યુનીવર્સિટીના ટેલી-કોલીંગ કરી રહેલા
માર્કેટર ને કોણે શેર કરી, તેની પાસે કેવી રીતે આવી આ જાણકારી નો વિષય છે.) ત્યારબાદ આપના
ટેલી-માર્કેટીંગ કેમ્પેનરના દ્વારા કરાતા વારંવાર દબાણને વશ થઇ અમો અમારા પિતાશ્રી સાથે
એડમીશન મેળવવા તાત્કાલીક ધોરણે આપના એજન્ટ દ્વારા જણાવેલ આપના પારૂલ યુનીવર્સિટી,
વડોદરા ખાતેના કેમ્પસના સરનામે તા. ૧૪/૦૬/૨૦૨૩ના રોજ આવી ગયેલા ત્યાં આપના એડમીશન
ડેસ્ક પર રહેલા કર્મચારીઓ દ્વારા અમને ફટાફટ સીટ બરાઇ જશે તેવું કહી અમને કે અમારા ઘરનાઓને
વિચારવાનો પણ ટાઇમ ના આપી અમારી પાસે રજીસ્ટ્રેશન ફી, કોલેજ ફી તથા ગર્લ્સ હોસ્ટેલ ની ફી
ભરાવડાવી દીધેલ, જેમાં અમારા પિતાશ્રી પાસે પુરતા પૈસા ન હોઇ તેઓએ બીજાને ફોન કરી બીજા જોડે
એમના ખાતામાં પૈસા મંગાવીને આપના પારૂલ યુનિવર્સીટીના તમારા કર્મચારીએ જણાવેલ ખાતામાં
ફોનપે ના માધ્યમથી યુ.ટી.આર નં ૩૧૬૫૪૪૬૨૪૮૪૫ તથા ટ્રાન્ઝેક્શન રેફરન્સ નં
ટી૨૩૦૬૧૪૧૪૫૫૪૬૧૯૨૫૬૭૧૮૬૨ દ્વારા ઓનલાઇન રૂ. ૫૦,૦૦૦/- (અંકે રૂ. પચાસ હજાર પુરા) ની
ચુકવણી તા. ૧૪/૦૬/૨૦૨૩ ના રોજ બપોરના ૨ વાગ્યેને ૫૫ મીનીટે કરેલ તથા અન્ય રૂ. ૧૧,૦૦૦/-
(અંકે રૂ. અગિયાર હજાર પુરા) રોકડા આમ કુલ ૬૧,૦૦૦/- રૂ. (અંકે રૂ. એકસઠ હજાર પુરા) આપના
કર્મચારીઓ દ્વારા જમા લઇ લીધેલા. ત્યારબાદ અમો અમારા ઘરે પાછા ફરેલા અને ઘરે બધાને આપની
આ પારૂલ યુનીવર્સિટીમાં અમારા એડમિશન અંગેની વાત કરેલી, પરંતુ અમારા ઘરમાં અમારા વડીલો
આપની યુનીવર્સિટી/કોલેજ વિશેની તમામ હકીકતોથી વાકેફ હોઇ કે જેમાં આપની યુનીવર્સિટીનું અગાઉ
નામ ખરાબ થયેલ હોઇ, અગાઉના આપના યુનીવર્સિટીના ફાઉન્ડર જયેશ પટેલ દ્વારા વિધ્યાર્થિનીઓ પર
આચરાયેલ બળાત્કાર તથા તા. ૦૪/૦૭/૨૦૨૨ના રોજ અંદાજે ૧૭૮ થી ૨૦૦ વિધ્યાર્થિઓના
ડોક્યુમેન્ટ્સના ગેરકાયદે દુ રૂપયોગ કરી ઇન્કમ-ટેક્ષ ચોરી કરવાના ઇરાદાથી વિધ્યાર્થિઓને ડીરેક્ટર તથા
ટ્રસ્ટી તરીકે બતાવવા જેવા અન્ય કેટલાય ગંભીર ગુનાઓની અમારા વડીલોને જાણ હોઇ તેઓએ તુરંત
જ એડમીશન કેન્સલ કરવા અંગે અમોને જણાવેલ, અને અમો આ બધુ સાંભળીને ખુબજ ડરી ગયેલ, અને
ભાંગી પડેલ. આથી બીજા જ દીવસે અમોએ આપના એડમિશન ડેસ્કનો સંપર્ક કરી એડમીશન કેન્સલ
કરાવવા અંગે વાત કરતાં તમારા કર્મચારી દ્વારા અમને ૪૦ દીવસ પછી તમારૂં એડમીશન કેન્સલ થઇ
જશે અને તમારી ભરેલી ફી તમને પાછી મળી જશે તેવી બાંહેધરી આપતાં અમોએ તા. ૨૧/૦૭/૨૦૨૩
ના રોજ ફરીથી અમોએ અમારા ભરેલા રૂપિયા પાછા મેળવવા અંગે આપના ઓફીસીયલ ઇ-મેઇલ
આઇ.ડી. support.ap@paruluniversity.ac.in ઉપર રીમાઇન્ડર ઇ-મેઇલ અમારા ઇ-મેઇલ આઇ.ડી.
thakkararvachi2002@gmail.com પરથી કરેલો ત્યારબાદ આપના ઓફીસીયલ આઇ.ડી. પરથી તા.
૨૨/૦૭/૨૦૨૩ ના રોજ અમને જવાબ માં અમારી રીફન્ડ રીક્વેસ્ટને અપ્રુવ કરવા અંગેનો ઇ-મેઇલ
મળે લો કે જેમાં અમને અમારા ભરેલા રૂપિયા પાછા અમારા ખાતામાં મેળવવા માટે અમારા ખાતાની
વિગતો આપ દ્વારા માંગવામાં આવેલી કે જેમાં આપના માંગ્યા મુજબની ખાતાની વિગતો અમોએ ઇ-
મેઇલ દ્વારા આપના ઓફીસીયલ ઇ-મેઇલ આઇ.ડી. પર એજ દીવસે અમારા પિતાશ્રીના ખાતાનો કેન્સલ
ચેક એટેચ કરીને મોકલી આપેલ ત્યારબાદ ફરીથી તા. ૦૭/૦૯/૨૦૨૩ ના રોજ રીફન્ડ મેળવવા અંગેનો
આપના તરફથી અમોને ઇ-મેઇલ મળતાં અમો દ્વારા તા. ૦૮/૦૯/૨૦૨૩ ના રોજ ફરીથી અમારા ખાતા
અંગેની વિગતો ટાઇપ કરી માંગ્યા મુજબ અટેચમેન્ટ સાથે ઇ-મેઇલ કરી આપેલ છતાં અમોને કોઇપણ
જાતનું અમારૂ ભરેલી ફીનું રીફન્ડ પ્રાપ્ત થયેલ ન હતું ત્યારબાદ અમો એ આપના કર્મચારીઓ સાથે
રજી. પો. એડી. દ્વારા

ફોનેટીક સંપર્ક કરતાં વારંવાર આપના રૂપિયા આપના ખાતામાં પાછા આવી જશે જેવી બાહેંધરી આપતા
રહ્યા હતાં અંતે તા- ૨૦/૦૯/૨૦૨૩ના રોજ અમને આપના તરફ થી મળે લ ઇ-મેઇલ મુજબ અમારે ત્યાં
રૂબરૂ કેમ્પસ વિઝિટ કરવી પડશે તેવું જણાવતાં અમોએ પાછો આપના એડમીશન ડેસ્કના કર્મચારીઓને
ફોન કરતાં તમારી ફી રીફન્ડ આવી જશે એવું કહી વારંવાર ટાઇમ આપતા રહ્યા હતાં, ત્યારબાદ તમારા
કર્મચારીઓ અમારો ફોન પણ રીસીવ કરી રહ્યા ન હતાં, અને ક્યારેક રીસીવ કરીને સાઇડમાં મુકી દેતા
હતાં અને અમારો અવાજ સાંભળીને ફોન કટ કરી દેતા હતાં આમ અમો છેતરાયા હોવાનો અહેસાસ થતાં
અમારે આ લેખિતમાં ફરીયાદ કરવાની ફરજ પડી રહી છે તથા અલગ નંબરથી ફોન કરતાં ફોન ઉપર
આપના કર્મચારીઓ દ્વારા દબાણપુર્વક વારંવાર છેક કડી થી વડોદરા રૂબરૂ બોલાવી બેસાડી રાખી “તમને
૪૦ (ચાલીસ) દીવસમાં નાણાં પરત કરી દઇશું” “રૂબરૂ આવી જાઓ તમને તમારા નાણાં પાછા આપી
દઇશું” જેવા વારંવાર ખોટા વાયદાઓ આપના કર્મચારીઓ દ્વારા કરાતાં અમોને થતી આર્થિક સંકડામણ
ના લીધે અમો અત્યારે અત્યંત માનસીક તાણ, અમારા મન પર દબાણ અનુભવી રહેલ છીએ, તથા છેલ્લે
રૂબરૂમાં આપના કર્મચારીઓ દ્વારા જે થાય એ કરીલો પૈસા પાછા નહી મળે આવા વાણી વ્યવહારોથી
અમો એકદમ જ ડઘાઇ ગયેલા છીએ. અત્યારે જ્યારે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા “બેટી બચાઓ
બેટી પઢાઓ” જેવા અમૂલ્ય કાર્યક્રમો છતાંય આપની યુનીવર્સિટી તથા આપના કર્મચારીઓ દ્વારા
આચરવામાં આવેલા આવા અભદ્ર વ્યવહાર અંગે અને આ પ્રકારના આપના કર્મચારીઓ દ્વારા આચરાતા
ત્રાસના લીધે અમો અમારા આગળનાં ભણતરથી વંચીત રહેવાથી અમારૂ ભવિષ્ય / વિધ્યાર્થી જીવન
અંધકારમય બની રહેલ છે આથી અમોને અમારી ભરેલી ફી પાછી આપી અમોને થતી આર્થિક/માનસીક
તાણમાંથી છુટકારો અપાવવા આપ સાહેશ્રીને અમારી નમ્ર અરજ સહ વિનંતી છે.

આપની વિશ્વાસુ,

અર્વાચિ ઠક્કર.

બિડાણઃ

૧) ઓનલાઇન ભરેલ ફી ની ફોનપે અંગેની રસીદ.

૨) ફી જમા થયા અંગે ની આપની યુનીવર્સીટી દ્વારા આપવામાં આવેલ રસીદ.

૩) ઇલેક્ટ્રોનીક માધ્યમથી થયેલ લેખિતમાં સંવાદ ની નકલ (અલગ-અલગ ઇ-મેઇલની નકલો)

નકલ યોગ્ય થવા અને જાણ સારૂ સવિનય રવાના પ્રતિઃ


રજી. પો. એડી. દ્વારા

૧) માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી, શ્રીમાન ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબશ્રી,

સી.એમ. કાર્યાલય, સ્વર્ણીમ સંકુલ-૧, ૩જો માળ, સચીવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર, ૩૮૨૦૧૦.

૨) માનનીય કેબીનેટ કક્ષાના શિક્ષણમંત્રી સાહેબશ્રી, શ્રીમાન રૂષિકેશ પટેલ સાહેબશ્રી,

સ્વર્ણીમ સંકુલ-૧, બીજો માળ, સચીવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર, ૩૮૨૦૧૦.

૩) માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી સાહેબશ્રી, શ્રીમાન પ્રફુલ પાનશેરીયા સાહેબશ્રી,

સ્વર્ણીમ સંકુલ-૨, પહેલો માળ, સચીવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર, ૩૮૨૦૧૦.

૪) UNIVERSITY GRANT COMMISSION (UGC)

BAHADUR SHAH ZAFAR MARG, NEW DELHI- 110002.

૫) ડો. દેવાંશુ પટેલ (પ્રેસીડેન્ટ-પારૂલ યુનીવર્સિટી)

પારૂલ યુનીવર્સીટી, પો.ઓ. લીમડા, તા-વાઘોડીયા, જી-વડોદરા, પીન-૩૯૧૭૬૦.

૬) ડો. પારૂલ પટેલ (વાઇસ પ્રેસીડેન્ટ-ચેર પર્સન ઓફ એડમિશન્સ કમીટી- પારૂલ યુનીવર્સિટી)

પારૂલ યુનીવર્સીટી, પો.ઓ. લીમડા, તા-વાઘોડીયા, જી-વડોદરા, પીન-૩૯૧૭૬૦.

૭) પ્રો. મનીષ પંડ્યા (રજીસ્ટ્રાર- પારૂલ યુનીવર્સિટી)

પારૂલ યુનીવર્સીટી, પો.ઓ. લીમડા, તા-વાઘોડીયા, જી-વડોદરા, પીન-૩૯૧૭૬૦.

You might also like