Professional Documents
Culture Documents
King of Stock Market Books and Stories Free Download Online PDF in Gujarati
King of Stock Market Books and Stories Free Download Online PDF in Gujarati
Univest
ઇન્સ્ટૉલ
તમે જ્યારે તમારી બચત નું મૂડીરોકાણ કરવા માગો છો તો તેવા સમયે તમે વધુ નફો મેળવા ના હિમાયતી બનો છો. આવા સમયે લોકો
પોતાના નાણાં ની સુરક્ષા ઊપર ધ્યાન દેવા નું ટાળતા હોય છે . જે આગળ જતાં લોકો ને ભય જનક પરિસ્થિતી માં મૂકે છે . તમે અલગ
અલગ જગ્યા રોકાણ કરી નફો અને જોખમ ને પોતાની કાબૂ માં રાખી શકો છો. ધ્યાન,ધીરજ અને નફો એ શેરબજાર ના મૂળભૂત પાસાં છે .
આ પુસ્તકમાં શેરબજાર ની દુનિયા માં કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન મળશે.
ધ્યાન+ધીરજ+નફો=શેરબજાર
શેરબજાર નો બાદશાહ
E-mail : www.kingindustries101.com
શેરબજાર નો બાદશાહ
₹200-00
Author
E-mail : www.kingindustries101.com
website : www.investdada.com
INDEX
v શેરબજાર(stock market)
તમે શેરબજાર માં થનારી તગડી કમાણી ના કિસ્સા તો સાંભળીયા જ હશે. તમને પણ શેરબજાર માં કમાણી કરવાની ઇચ્છા જાગી હશે.
પરંતુ એવી વાતો પણ સાંભળી હશે કે પેલા ભાઈ એ શેરબજાર માં નાણાં રોકીને મોટું નુક્સાન ઉઠાવિયું હતું. આથી તમે નાણાં ન રોકી ને
સારું કરીયું પણ તમે શેરબજાર અંગે ના તમામ મત-મતાંતરણ છોડીને જાણો કે, શું છે શેરબજાર ?
તમે અવાર-નવાર સમાચાર-પત્રો માં શેરબજાર નું નામ તો સાંભળિયું જ હશે. તેમાંથી મળતા મહતમ નફા ની વાતો તો તમારા સગા-વ્હાલા
પાસેથી સાંભળી જ હશે. લાંબાગાળે તમામ રોકાણો સોના-ચાંદી, રિયલ-એસ્ટેટ, જમીન, બોન્ડ તમામ કરતાં શેર માં વધારે વળતર મળે છે
તે સાબિત થયું છે .
ધંધામાં અનેક પ્રકાર ની સંપતિઓ હોય છે . જેમકે જમીન, મકાન, યંત્રો, હોલ્ડિંગ, પેટર્ન તેમજ ધંધામાં અનેક પ્રકાર ના
દેવાં પણ હોય છે . “ધંધા માં રોકાયેલા કુલ નાણાં ને ધંધા ના દેવાં માંથી બાદ કરતાં વધતાં નાણાં ને ‘મૂડી’ કહે છે ”
“ધંધાની કુલ મિલકત માંથી દેવાં બાદ કરીયા પછી વધતી મૂડી ને નાના નાના ભાગ માં રૂપાંતરિત કરવામાં આવે છે . આ પ્રત્યેક ભાગ ને ‘શેર’
તરીકે ઓળખવા માં આવે છે .”
ધારો કે કોઇ કં પની ની મૂડી 1 કરોડ રૂપિયા છે . તો તેને 100 રૂપિયા નો એક શેર ના રૂપમાં માની લો ભાગ પાડવા માં આવે છે . તો કુલ શેર
ની સંખ્યા 1 લાખ થાય છે . જે લોકો કં પની માં અમુક ભાગ પોતાની પાસે રાખે છે અને બાકી નો ભાગ નાના-મોટા રોકાણકારો ને વહેચી દે
છે .
હવે શેર ખરીદવા નો અર્થ તમે બરાબર સમજી ગયા હશો. શેર ખરીદવાથી તમે તે ધંધા ના ભાગીદાર બનો છો. પછી ભલે તે કં પની ના
કરોડો શેર હોય અને તમારી પાસે માત્ર 1 શેર હોય છતા તમે તેમાં હિસ્સેદાર ગણાશો. હવે જો માંની લો કે xyz કં પની નફો કરશે તો શેર ના
ભાવ પણ વધશે અને જો કં પની ખોટ કરશે તો શેર ના ભાવ ગગડશે.
માની લો કે કોઈ કં પની ની બુક વેલ્યૂ 10 રૂપિયા છે . જો તેનો શેર 150 રૂપિયા માં એટલે કે બુક વેલ્યૂ કરતાં વધુ ભાવે પણ હોય અથવા બુક
વેલ્યૂ કરતાં ઓછા એટલે કે 8 રૂપિયા પણ હોય શકે.
શેરબજાર માં શેર નું ખરીદ –વેચાણ થાય ત્યારે કં પની ની શાખ અને માંગ ના આધારે તેના શેર ના ભાવ માં વધ –ધટ
થતી રહે છે .
“જ્યારે કોઈ પણ કં પની ના કુલ શેર ની સંખ્યા ને શેર ના પ્રવર્તમાન ભાવ સાથે ગુણતા મળતી રકમ ને તે કં પની નું ‘માર્કેટ કેપિટલાઈજેશન’
કહેવાય છે .”
દાખલા તરીકે
15 માર્ચ 2017 ના રોજ કોઈ કં પની ના શેર ની કિમત 150 રૂપિયા હોય અને શેર ની સંખ્યા 1 લાખ હોય તો તે
કં પની નું માર્કેટ કેપિટલાઇજેશન તે દિવસ નું 1 કરોડ 50 લાખ ગણાશે.માર્કેટ કેપિટલાઈજેશન માં શેર ના ભાવ માં વધ-ધટ થતાં દરરોજ
બદલાયા કરે છે .
શેરબજાર માં રોકાણ કરતાં પહેલા શેરબજાર ની દુનિયા માં ધણા રસ્તા ઓથી તમે અજાણ્યાં હશો. શેબજાર માં નાણાં રોકવા પહેલા
સંપૂર્ણ માહિતી મેળવી લો. કોઈ પણ કં પની માં તમે રોકાણ કરવા જતાં પહેલા નીચેની બાબતો નું ધ્યાન રાખવું જોઇએ જેથી મોટા આર્થિક
નુક્સાન થી બચી શકાય છે .
1. કોઈ પણ કં પની માં રોકાણ કરતાં પહેલા તે કં પની ના પાછલા તમામ વર્ષો નો પ્રોફિટ-રેશિયો, બેલેન્સશીટ, ગ્રોથ, દેવાં, ભાવિ યોજના
,કેશ-ફ્લો, સેલ્સ વગેરે ની જાણકારી મેળવી જોઇએ.
2. કં પની ના શેર માં રોકાણ કરતાં પહેલા તે શેર ના ભાવ ખૂબ ઉંચા માં તો તમે નથી ખરીદતાં ને તે ચકાસવું.
3. રોકાણકારે શેર માં રોકાણ કરતાં પહેલા તેમાં રહેલી જોખમ ખેડવા ની ક્ષમતા ને જાણી લેવી જોઇએ.
શેરબજાર માં તમે કરેલું રોકાણ ઉપર બીજી ઘણી બાબતો ની અસર થતી હોય છે . જેમકે RBI-પોલિસી, રૂપિયા ની મજબૂતી કે નરમાઇ,
રાજકોષીય નીતિ, વિદેશ નીતિ, વિદેશ વેપાર, ચૂંટણી ના પરિણામ, ક્રૂડ-ઓઇલ ની ખપત આ તમામ બાબતો થી તમારું રોકાણ પ્રભાવિત
થાય છે . આથી તમે તે કં પની માં રોકાણ કરતાં પહેલા આ બાબત ની અસર કં પની પર કેવી પડશે તેની જાણકારી કેળવો.
દાખલા તરીકે
ધારો કે તમે એક ઓઇલ-ગૅસ ની કં પની માં રોકાણ કરવા માંગો છો. તો તેવા સમયે તમારે વૈશ્વિક બજાર માં ઓઇલ
ના ભાવ તથા ઇન્ટરનેશનલ બજાર ગૅસ ના ભાવ ની જાણકારી મેળવી પડશે. opec(organization of the petroleum exporting
countries) ની નીતિ ની જાણકારી મેળવી તેમજ કં પની ભવિષ્ય માં ક્યાં નવા ધંધા માં રોકાણ કરવા ની છે તેની જાણકારી વગેરે તમને
રોકાણ માં થતાં ભય માં ઘટાડો કરશ
શેરબજાર માં શેર ના ભાવ માં દરરોજ ઉતાર-ચડાવ જોવા મળે છે .તમે જ્યારે શેર ખરીદશો પછી એવું પણ બને કે તે શેર
નો ભાવ ઘટવા મડે ત્યારે ગભરાયા વગર પોતાના રોકાણ માં વિશ્વાસ રાખવો. ઘણા લોકો માં થોડોક ઘટાડો થતાં શેર વેચી દેતાં હોય છે .
પછી એકાદ વર્ષ બાદ તે શેર ભાવ ક્યારેક બમણા પણ થઈ ગયા છે . ત્યારે તે લોકો અફસોસ કરતાં હોય છે .
શેરબજાર માં ઘણી વખત મોટો કડાકો વેચવાલી ના કારણે જોવા મળતો હોય છે . તે સમયે મોટા ભાગ ના રોકાણકારો માર્કેટ માંથી રોકાણ
પાછું ખેંચી લેતા હોય છે . આવા સમયે સાણા રોકાણકારો ઘણા સસ્તા ભાવે શેર ખરીદી લેતા હોય છે . આમ તમે પણ બીજા ની મૂર્ખતા નો
ફાયદો ઉઠાવતા શીખવું પડશે.
ઘણા રોકાણકારો રોકાણ માટે ઉચિત સમય ની રાહ જોયા કરતાં હોય છે . પણ શેરબજાર માં પ્રવેશ માટે નો એટલે કે રોકાણ માટે કોઈ પણ
સમય ઉચિંત ગણાવી શકાય નહી. ઘણા રોકાણકારો તેજી નો લાભ મેળવા ઊચી કિંમતે શેર ખરીદી લેતા હોય છે અને મંદી શરૂ થતાં
પોતાના શેર વેચી ને આર્થિક નુક્શાન સહન કરતાં હોય છે . શેર ને નીચી કિંમત માં ખરીદી ઊચી કિંમત માં વહેચવા માં ઘણા ઓછા
રોકાણકારો સફળ થયા છે .
પુસ્તકો મફત પ્રકાશિત કરો સુવિચાર વિડિઓ પ્રોફાઈલ
હકીકત માં શેરબજાર માં નાણાં કમાવા ખૂબ જ સહેલાં છે . “સસ્તાં માં ખરીદો અને મોંઘા માં વેચો” આ જ નિયમ ઉપર તમારે ધ્યાન
રાખવા નું છે . નિયમ ખૂબ સરળ છે . જ્યારે તેનો અમલ મોટા ભાગ ના રોકાણકારો કરતાં નથી. તેથી આર્થિક નુક્શાન નો સામનો કરવો પડે
છે .
હં મેશા શેરબજાર માં થોડા નાણાં થી જ શરૂઆત કરવી જોઈએ. જેથી તમે પણ પોતાને સલામતી ની લાગણી અનુભવી શકો. નાણાની
સલામતી રોકાણકારો માટે ખૂબ મહત્વ ની છે . જે તમે પણ સમજો છો. તો પછી માહિતી અને અભ્યાસ કરવા માં જીજક ન રાખો. ઘણા
રોકાણકારો શેર માં રોકાણ કરતાં સમયે કં પની નો અભ્યાસ તથા માહિતી મેળવા માં આળસ કરતાં હોય છે . તમારે કં પની ની તમામ
માહિતી, સમાચાર-પત્રો ,નેટ પર ઉપલબ્ધ ડેટા, સામયિકો વગેરે માથી માહિતી મેળવી તેની એનાલિસિસ કરી રોકાણ નો નિર્ણય કરવો
જોઈએ. જેથી તમે સલામતી ની લાગણી અનુભવી શકો.
free of cost
if you have any query please comment and mesage me i try to reply as soon as possible
its free
NEW REALESED
HORROR STORIES
રહસ્ય.... - 2
ZALA NIPALI
WOMEN FOCUSED
છપ્પર પગી - 63
RAJESH KARIYA
પુસ્તકો મફત પ્રકાશિત કરો સુવિચાર વિડિઓ પ્રોફાઈલ
LOVE STORIES
SHORT STORIES
Electronic Divorce
JIGHNASA SOLANKI
CLASSIC STORIES
સાટા - પેટા - 8
કરસનજી રાઠોડ તંત્રી
SHORT STORIES
અગન શિખા
RAMESH DESAI
TRAVEL STORIES
LOVE STORIES
MOTIVATIONAL STORIES
અનોખી અનામિકા
ZALA NIPALI
FICTION STORIES
ફરેબ - ભાગ 11
H N GOLIBAR
શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ | ગુજરાતી નવલકથાઓ | બિઝનેસ પુસ્તકો | Raj King Bhalala પુસ્તકો PDF
ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ
ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા
ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર
ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કં ઈપણ
ઉપયોગી લિંક્સ
સંપર્ક કરો
info@matrubharti.com
મોબાઈલ એપ