You are on page 1of 12

ધનવાન કોને કેહવાય?

ધનવાન એટલે શુ?ં ધનવાન બનવા માટે શુ ં ખાલી પૈસા જ જરૂરી છે કે પછી તમારું સ્વસ્થ્ય

અને તમારા કૌટુંબિક શાંતિ જેવા પરિબળો પણ અસર કરે છે . આ ત્રણ વસ્ત ુ તમારી પાસે આવી જશે

એટલે તમે ધનવાન જ ગણાશો એમાંન ુ ં એક એ છે કે તન્દુરસ્તી, બીજુ ં છે કૌટુંબિક શાંતિ, અને છે લ્લે

આવે છે પૈસા. હવે વિચારો કે તમારી પાસે આમની એક વસ્ત ુ નથી અને બાકી ની બંને વસ્ત ુ ભરપ ૂર છે

તો શુ ં તમે શાંતિ થી આ સમાજ માં જીવી શકશો! નહીં, માટે આ ત્રણેય વસ્ત ુ તમારા જીવન માં આવે તે

માટે અમુક વાક્યો નીચે મે દર્શાવ્યા છે જેને લાંબા ગાળા ના ફાયદા માટે અનુસરવાનુ ં ચાલુ કરી દો

જેથી ભવિષ્ય માં આવવાની તકલીફો નો સામનો તમે આરામ થી કરી શકો.

આ સમય માં લોકો ધનવાન બનવા કે પછી ધનવાન છું એવું બતાવવા માટે પોતાના ઉપર

બોજા અથવા ખર્ચા એટલી હદે કરે છે કે પછી છે લ્લે આવક નામનુ ં ચક્કર ફરત ું બંધ થય જાય અને

બચત નામનુ ં સ્પેર વ્હીલ હોય જ નઇ ત્યારે તેની પાસે બીજા કોઈ રસ્તા રહેતા નથી માટે નીચે ના સુદર

વાક્યો જીવન માં ઉતારો અને એ પ્રમાણે વર્તો પસી જુવો તેના ફાયદાઓ.

અત્યારે સમય આટલી હદે બગડેલ ું છે કે બહોળા પ્રમાણ માં હરીફાઈ અને ધુતારાઓ તો ભરપ ૂર

છે એવું કહુ ં તો પણ ખોટું ના કહેવાય માટે આપણે બધાએ ચતરુ અને શાણા બનવુજ રહ્યુ.ં અને એ બંને

બનવા માટે જીવન માં અમુક નિયમો બનાવો અને તેને રોજિંદા જીવન માં અનુસરો અને ઊંડા વિચારો

કરો અને તે પ્રમાણે જ અનુસરવાથી તમે આ સમય માં ટકી શકો.

અમુક વાતો મારા થી પણ ખોટી થય શકે છે માટે નીચે ના વાક્યો ને અનુસરવા માટે કોઈ

અનુભવી કે પછી વડીલો કે જેમને બધાજ અનુભવો જાતે કર્યા છે તેમની સલાહ ચ ૂચન જરૂર થી મેળવી

લેવા.

આ વાક્યો મે “રીચ ડેડ અંને પ ૂઅર ડેડ” નામના પુસ્તક માંથી લીધેલા છે . નીચેના વાક્યો મા

ક્યાંક સ્વાર્થ ના દર્શન પણ થશે પરં ત ુ આ યુગ માં સ્વાર્થ વગર બહુ ઓછા લોકો સફળ થયા છે આટલા
માટે ધ્યાન થી નીચેના વાક્યો પર થોડું વિચારી ને પગલાં લેવાથી તમારા જીવન માં થતાં ફેરફાર ને

તમે જોઈ અને જાણી શકશો. મે જાતે નીચેના વાક્યો પ્રમાણે વર્તી અને ચાલી ને પ્રત્યક્ષ અનુભવ કરે લો

છે અને મે જે શ ૂન્ય માંથી સર્જન કર્યું છે તે લગભગ આના લીધે જ છે . મે એકદમ શાંતિ થી વિચારી

સમજી અને કોઈ પણ જાતનો વધારા નો દે ખાવ કર્યા વગર ધંધા ની શરુઆત કરે લી અને તે અત્યારે

સારી પ્રગતિ માં છે .છતાં હુ ં નથી કેટો હુ ં પ ૂરે પ ૂરો સફળ છું પરં ત ુ મારી મહેનત અને લગન પ્રમાણે મને

વિધાતાએ જે પ્રગતિ આપી છે જે મારા માટે ઘણી છે .

લોકો ધંધો ચાલુ કરે છે સાથે એક મોટી ઓફિસ લે છે પસી તે ભાડે હોય કે ઘરની તે મહત્વ નુ ં

નથી પરં ત ુ તમે ધંધા ની શરુઆત માં જ ખર્ચા વધારવા માંડો તો તમારી આવક દે ખાશેજ નહીં ઊલટાનુ ં

તમે ખર્ચો કરી કરી ને ધંધા ની થયેલી આવક સામે ખર્ચો વધી જશે અને છે લ્લે પરિણામ સ્વરૂપ ધંધો

બંધ. આ તો એક માત્ર નાનુ ં ઉદાહરણ છે આવા કેટલાય ખર્ચા છે જે શરૂઆત માં કોઈ જરૂરી હોતા નથી

અને લોકો ભ ૂલ કરી ને કર્યા કરે છે .

મારે ખાસ કરી ને એક બીજી વાત નીચે ના વાક્યો ના સંદર્ભ માં કેવી છે કે નીચે અમુક વાક્યો

માં જવાબદારી અને મિલકતો ને સરખાવવા માં આવેલ છે પરં ત ુ અહી જવાબદારી એટ્લે એવી વસ્ત ુ

જેને આપણે મિલકત સમજીએ છીએ પણ હકીકત માં તે મિલકત નથી હોતી એ જવાબદારીજ હોય છે

અને ખર્ચાળ જ હોય છે .ઉદાહરણ તરીકે અહી એક વાત કહવા માંગીશ કે જ્યારે મિડલ ક્લાસ નો વ્યક્તિ

મિલકત વસાવવા ની શરૂઆત કરે છે તો સૌથી પેલલા ઘર નુ ં ઘર લેવાનુ ં વિચારે છે પણ તેની પાચલ

આવતા ખર્ચાઓ વિષે અજાણ હોય છે જેવાકે એનુ ં લાઇટ બિલ અને સાફ સફાઈ માટે લગતા ખર્ચા અને

સરકારી વેરાઓ જેવા ખર્ચા વિશે વિચારતોજ નથી અને છે લ્લે એને એનિજ મિલકત જવબાબદારી જેવી

ભારણ વધારી દે છે . અને બીજી વસ્ત ુ જેવી કે કાર ને પણ લોકો મિલકત માં ગણી ને અવિજ ભ ૂલ કરી

બેસે છે .

નીચે દર્શાવેલા વાક્યો અથવાતો સોનેરી સ ૂત્રો તમે જે કહો તે પણ જીવન માં ઘણા ઉપિયોગી

સાબિત થશે જેમાં જણાવવા માં આવેલ ું છે કે કઈ રીતે ધંધો વિકસાવવો જોઈએ અને કઈ રીતે પૈસા નુ ં
મેનેજમેંટ કરવું જોઈએ, અને આવા વાક્યો આટલા માટે વાંચી ને સમજી ને જીવન માં ઉતારવા જોઈએ

કે જે તમોને અથવા તમારા બાળકો ને સ્કૂલ માં ભણવામાં આવેલા હોતા નથી.

અહિયાં હુ ં તમને થોડા વાક્યો જાણાવીશ કે જે જીવન માં ધંધો કરતાં તથા નોકરી કરતાં તમામ

વર્ગ ના લોકો ને મદદરૂપ થશે.

આ વાક્યો માંથી ઘણા વાક્યો એવા હશે જે તમોએ રોજીંદા જીવન માં વણી લીધા પણ હશે

પરં ત ુ બીજા ઘણા વાક્યો એવી શીખ અપે છે કે બાકીના તમારા જીવન માં વાણી લીધેલા વાક્યો પણ

સુસગ
ં ત થય પડશે.

1. શારીરિક કસરત તમારા સ્વાસ્થય ને સારું રાખે છે , જ્યારે યોગ્ય માનસિક કસરત તમારી મ ૂડી

વધારવાની તકો ઊજળી બનાવે છે . અને આળસ બંને વસ્ત ુ આરોગ્ય અને મ ૂડી બંને નો નાશ

કરે છે .

2. આર્થિક રીતે ત ૂટી જવું અને ગરીબ હોવું તે બે વાત માં તફાવત છે આર્થિક ફટકો તો કામચલાવ

હોય છે , જ્યારે ગરીબી તો કાયમી હોય છે .

3. ધનવાન પૈસા માટે કામ કરતાં હોતા નથી પરં ત ુ પૈસો ધનવાન માટે કામ કરે છે .

4. ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો પૈસા માટે કામ કરતાં હોય છે , ધનવાન લોકો ના પૈસા

ધનવાનો માટે કામ કરે છે .

5. નવું શીખવા માટે કામ કરો; નાણાં કમાઇ લેવા માટે નહીં.

6. ધનવાન લોકો પોતાના દ્રષ્ટિબિંદુ ના કારણે ધનવાન હોય છે અને દ્રષ્ટિબિંદુ કેળવવા મગજ

વાપરવું જરૂરી છે .

7. શીખવાનુ ં સાચી ભ ૂખ પેહલા ગુસ્સો, તડપ અને અદમ્ય ઈચ્છા જન્માંવે છે .

8. તમારી લાગણીઑ ને સમજો, તેને વફાદાર રહો અને તમારી લાગણીઓ અને મન ને તમારા

પક્ષ માં લો, વિરુદ્ધમાં નહીં કારણ કે લાગણીઓજ આપણ ને માણસ બનાવે છે .
9. તમારી લાગણીઓજ વિચારવાનુ ં કામ કરે છે , તમારી લાગણીઓ ફક્ત તમારી લાગણીઓ છે ,

પરં ત ુ વિચારવાનુ ં કામ તો તમારે પોતેજ કરવાનુ ં છે .

10. ગરીબી અથવા આર્થિક મુશ્કેલીઓ નુ ં મ ૂળ ભય અને અજ્ઞાન છે .

11. તમારી લાગણીઓને તમારા વિચારો ઉપર સવાર થવા દે શો નહીં, પરં ત ુ તમારી લાગણીઓ ને

તમારા લાભ માટે ઉપિયોગ માં લો અને તે પણ લાંબા સમય સુધી, મોટા ભાગના લોકો ભય

અને લાલચ ને પોતાની વિરુદ્ધ કામ માટે ઉપયોગ માં લે છે , અજ્ઞાન ત્યાંથી જ શરૂ થાય છે .

12. વ્યક્તિ પોતાની જાતવિશેની અને જ્ઞાન ની ખોજ જેવી અટકાવી દે છે કે તરત અજ્ઞાન દાખલ

થાય છે પછી દરે ક પળે એ નિર્ણય નો સંઘર્ષ શરૂ થાય છે કે મન ને શીખવા માટે ખુલ્લુ રાખવું

કે બંધ!

13. કોઈ પણ વ્યક્તિએ જીવન માં આ પ્રકાર ની મિલકતો વસાવવી જોઈએ

1. એવો ધંધો જેમાં વ્યક્તિ ની હાજરી ની જરૂર ના હોય તેની માલિકી વ્યક્તિ ની હોય પણ

તેને ચલાવનાર બીજા વ્યક્તિઓ હોય જો વ્યક્તિ ને ત્યાં કામ કરવાનુ ં આવે તે તે ધંધો

ના કહેવાય તેને નોકરી કેહવાય.

2. સારી કંપની ના શેર.

3. બોન્ડ્સ.

ુ લ ફંડ.
4. મ્યુચઅ

5. આવક રળી આપે એવી મિલકતો.

6. રોકડ.

7. બૌધિક સંપતિઓ જેવી કે સંગીત, લખાણ કે પેટન્ટ મારફત મળતી રોયલ્ટી.

8. બીજી એવી કોઇ વસ્ત ુ – જેની બજાર કિમત હોય અથવા જેનાથી આવક થાય અથવા

બજાર માટેના ભાવ વધે અને તાત્કાલિક નાણાં મળે .

14. બુદ્ધિ પ ૂર્વક નુ ં વર્તન જ સમસ્યાઓ ઉકેલી શકે છે અને ધન પેદા કરી શકે છે આર્થિક બાબતો ની

સમજણ વગર ના નાણાં ગયા જ સમજો.


15. તમે કેટલા નાણાં કમાઓ છો તે મહત્વ નુ ં નથી પરં ત ુ તમે કેટલા નાણાં સાચવી શકો છો તે

અગત્ય નુ ં છે .

16. ધનવાન લોકો મિલકતો ખરીદે છે ગરીબ લોકો અને મધ્યમ વર્ગ ના લોકો જવાબદારીઓ માથે

લે છે , પરં ત ુ તેઓ એવા વહેમ માં રાચે છે કે આ બધી જવાબદારી ઑ એ મિલકતો છે !

17. શબ્દો જ્યારે અલગ અલગ હોય ત્યારે કશોજ અર્થ ધરાવતા હોતા નથી, પણ સાથે મળી ને તે

એક વાર્તા બની જાય છે .

18. જો તમારે ધનવાન બનવું હોય તો તમારે આંકડાઓ વાંચતાં અને સમજતા શીખવું પડશે.

19. શાક્ષરતા – શબ્દો અને આંકડા માં આર્થિક સંઘર્ષ નો પાયો છે .

20. બુદ્ધિશાળી વ્યક્તિ એવા લોકો ને નોકરી પર રાખે છે , જે લોકો તે વ્યક્તિ કરતાં વધુ બુદ્ધિશાળી

હોય છે .

21. ધનવાન લોકો મિલકતો ખરીદે છે .\ગરીબો ખર્ચાઓ માં ડૂબેલા હોય છે .\ મધ્યમ વર્ગ ના

જવાબદારીઓ ખરીદે છે જે તેઓ માંને છે કે મિલકતો છે .

22. આર્થિક રીતે સલામત થવાનો સાચો માર્ગ એ છે કે વ્યક્તિએ પોતાનો વહીવટ પોતે જાતે

સાંભળવો જોઈએ.

23. તમારો વહીવટ તમે જાતે શરૂ કરો તમારી દિવસ દરમિયાન ની નોકરી ચાલુ રાખો, પરં ત ુ

રિયલ એસ્ટેટ (ખરી મિલકતો) ખરીદવાની શરૂ કરો.

24. આર્થિક બાબતોની સમજણ ના ચાર પ્રકાર છે .

1. એકાઉન્ટિંગ ની સમજણ(હિસાબ કિતાબ રાખવાનો)

2. યોગ્ય જગ્યાએ રોકાણ

3. બજારો ની સમજણ

4. કાયદાન ંુ નોલેજ થી થતાં 1. કરવેરા માં લાભ 2. કાયદે સર ના કેસ સામે રક્ષણ.

25. આર્થિક સાક્ષરતા એટ્લે આર્થિક જમા-ઉધાર ના સ્ટેટમેંટ ને સમજવાની આવડત આ આવડત

થીજ તમે કોઈપણ ધંધા ની મજબ ૂતાઈ અને નબળાઈ તરત સમજી જઇ શકો છો.
26. રોકાણ આટલે નાણાં થી નાણાં ઊભા કરવાનુ ં વિજ્ઞાન અને મગજનુ ં સર્જનાત્મક પાસું (આર્થિક

દ્રષ્ટિએ).

27. બજારો ની સમજણ એટલે માંગ અને પુરવઠા નુ ં વિજ્ઞાન જે બજાર ની ટેકનિકલ નસ જાણવાની

આ કળા છે જે લાગણીઓ દ્વારા પ્રેરિત છે .

28. જો કોઈ કંપની પાસે કાયદાનુ ં જ્ઞાન અને એકાઉન્ટિંગ, રોકાણ અને બજારો ની માંગ – પુરવઠા

ની યોગ્ય માહિતી હોય તો તે કંપની જબરદસ્ત વિકાસ સાધી શકે છે .

29. નોકરિયાતો નુ ં એવું હોય છે કે તેઓ કમાય છે (પગાર દ્વારા), કરવેરા ભરે છે અને જે બચે તેમાં

જીવન ગુજારો કરે છે .જ્યારે કોર્પોરે શન કમાય છે , જે કઈ ખર્ચા કરવા હોય તે કરે છે . અને પછી

જે વધ્યું હોય છે તેના પર કરવેરા ભરે છે .

30. હિમ્મત, ચતુરાઇ, શક્તિ, વાચાળતા, બળ, ખાંધિ લુચ્ચાઈ, મુકાબલો કરવાની આવડ, ટકી

રે હવાની તાકાત અને દે ખાવ વગેરે ની કાબિલિયત આમાં થી કોઈ એક વસ્ત ુ વ્યક્તિ નુ ં ભવિષ્ય

ઘડવા માં મહત્વ નો ભાગ ભજવે છે .

31. ભય અને જાત પ્રત્યે નો શંકાભાવ એ અંગત હોશિયારી દર્શાવવામાં બાધરૂપ તત્વો છે .

32. જોખમો ઉઠાવવાનુ ં શીખો, હિમમતવાળા બનો, તમારી ચત ુરાઇ ને એવીરીતે કેળવો કે તે તમારા

ભય ને શક્તિ અને આવડત માં ફેરવી આપે.

33. તમારી આર્થિક ચતરુ ાઇ માટે તમારું ટેકનિકલ જ્ઞાન અને હિમ્મત બંને ની જરૂર પડે છે , જો ભય

વધુ પ્રમાણ માં હશે તો ચતરુ ાઇ દબાઈ જશે.

34. જીવન માં કરિયર પસંદગી ના 2 વિકલ્પો (1) સખત મહેનત કરો, 50% કરવેરા ભરો, જે વધે

તે બચાવો, તમારી બચત ઉપર તમને 5% ની આવક થાય જેના પર પણ કરવેરા ભરો. (2)

તમારી આર્થિક બાબતો ની સમજણ વધારવા થોડો સમય કાઢી અને તમારી કુશાગ્ર બુદ્ધિ થી

તમારા મિલકત નો વધારો કરી દો.

35. કામદારો તેઓ ને કાઢી મ ૂકવામાં ના આવે તે માટે સખત કામ કરે છે અને માલિકો કામદારો ને

એટલો પગાર આપે છે જેથી તેઓ તેમણે છોડી ને જતાં ના રહે.


36. સફળતા માટે મુખ્ય વહીવટી આવડતો ની જરૂર પડે તે નીચે મુજબ છે .

---રોકડ નાણાં નો વહીવટ

---પ્રણાલી અને સમય નો વહીવટ (જેમાં તમારા અને તમારા કુટુંબ સાથે ના સમય નો

સમાવેશ થય જાય છે .)

---લોકો નો વહીવટ(જેમાં તમારી સાથે કામ કરતાં તથા તમારા ધંધા ને સંલગ્ન દરે ક વ્યક્તિ)

37. ધનવાન ના થય શકવાના 5 કારણો આ પ્રમાણે છે .

1. ભય.

2. ગભરાહટ.

3. આળસ.

4. ખોટી ટેવો.

5. ઘમંડ.

38. જીતવાનો અર્થ અટલે હારથી ના ગભરાવું તે.

39. બધાને સ્વર્ગમાં જવું છે પરં ત ુ કોઈ ને મરવાનુ ં પસંદ નથી.

40. નિષ્ફળતા ને દાટી ના દે તા તેમાથી પ્રેરણા લેવી જોઈએ નિષ્ફળતા હમેશા લોકો ને સફળતા

બક્ષવા પ્રેરણરૂપ બને છે આજ ફોર્મુલા બધા સફળ લોકો ની હોય છે .

41. જે લોકો જીતવા માટે પ્રયત્ન શીલ હોય છે તેઓ ને હાર માંથી પ્રેરણા મળે છે અને જેઓ હાર થી

ડરી જતાં હોય છે તેઓ હાર થી હારી જાય છે .

42. ગભરાટિયાઓ ટીકા કર્યા કરે છે જ્યારે વિજેતાઓ વિશ્લેષણ કરતાં હોય છે માટે ગભરાટિયાઓ

ક્યારે ય જિતતા નથી.

43. ટીકાઓ તમને આંધળા બનાવે છે જ્યારે વિશ્લેષણ તમારી આંખ ના પાડળ ખોલી દે છે ,

વિશ્લેષણ વિજેતાઓ ને બતાવે છે કે ટીકાકારી આંધળા હતા અને વિજેતાઓ એવી તકો ને જોઈ

શકે છે જે બીજાઓ એટ્લે કે ટીકાકારો ચ ૂકી ગયા હોય છે . લોકો જે ચ ૂકી ગયા છે તે શોધી કાઢવું

એજ સફળતા ની ચાવી છે .
44. રીયલ એસ્ટેટ એ આર્થિક રીતે પગભર થવા માંગતા કે આર્થિક રીતે આજાદ થવા માંગતા

કોઈપણ માટે શક્તિશાળી મધ્યમ છે .

45. “ આ મને નઇ પોસાય“ એ શબ્દો ઉદાસીનતા લાવે છે નકામાં થય ગયા હોઈએ તેવો ભાવ,

હતાશા અને નિરાશા લાવી દે છે . “તે મને કઈ રીતે પોસાઈ શકે? ” એ શક્યતાઓ ના, રોમાન્સ

ના અને સપના ના દ્વાર ખોલી નાખે છે .

46. અપરાધભાવ લાલચ કરતાં પણ ખરાબ વસ્ત ુ છે કારણ કે અપરાધભાવ શરીર માંથી આત્મા ને

હણી નાખે છે .

47. તમારા હૃદય ને જે સાચું અને યોગ્ય લાગે તે કરજો કારણ કે કોઈપણ રીતે તમારી ટીકા તો

થવાની જ તમે કરો કે ના કરો તમને તિરસ્કાર મળવાનોજ છે .

48. આપના સૌ ના જીવન એ આપની ટેવો નુ ં પ્રતિબિંબ છે , નહીં કે આપના શિક્ષણ નુ.ં

49. લોકો તેમના ઘમંડ નો ઉપિયોગ તેમના અજ્ઞાન ને છુપાવવા માટે કરતાં હોય છે .

50. “ઘમંડ આટલે અહમ અને અજ્ઞાન નુ ં મિશ્રણ.”

51. જે વિષય માં તમે અજ્ઞાન છો તે વિષય ના એક નિષ્ણાંત ને શોધી કાઢો અને તમારી જાત ને તે

વિષય માં હોશિયાર બનાવો અથવા તે વિષય નુ ં પુસ્તક શોધી કાઢી વાંચી જાઓ ના કે ઘમંડ

દ્વારા છુપાઓ.

52. સાચો બૌધિક માણસ નવા વિચારો ને આવકારે છે કારણ કે નવા વિચારો મન માં ભેગા થયેલા

જૂના વિચારો માં પ્રાણ પ ૂરે છે .

53. “જે લોકો માં સ્વમાન ની ભાવના નીચી હોય અને અર્થીક દબાણ આવે ત્યારે સહન કરવા ની

શક્તિ ઓછી હોય તેઓ ક્યારે ય ધનવાન ના બની શકે.”

54. નવો ધંધો શરૂ કરવા માટે 3 મેનેજમેંટ આવડતો.

1. રોકડ નાણાં નુ ં મેનજ


ે મેંટ.

2. લોકો સાથે નુ ં મેનેજમેંટ.

3. અંગત સમય નુ ં મેનજ


ે મેંટ.
55. જ્યારે તમને કોઈ વસ્ત ુ ની તંગી કે જરૂરિયાત ઊભી થાય તો તમારે જે જોઈત ું હોય તે પહેલા

મ ૂઠી ભરી ને આપજો સામે થી ખોબો ભરી ને તમને પાછું મળશે.

56. આ જગત માં એવી શક્તિઓ પડેલી છે જે આપના કરતાં ચબરાક છે . તમે ધારો ત્યાં જાય શકો

તેટલા ચબરાક હશો, પણ તે શક્તિ ઑ ની મદદ થી જવાનુ ં સરળ બની જશે ફક્ત જરૂરત છે કે

તમારી પાસે જે છે તે માટે દાતા બનો એ શક્તિઓ તમારા પર દયા વરસાવશે.

57. તમે જે કામ કરી રહ્યા છો તે થોડા સમય માટે નકરી ખાતરી કરો કે આમાંથી શુ ં જરૂરી છે ?,

ત્યારબાદ એક નુ ં એક કામ કર્યા કરવા કરતાં કશુ ં નવું કરવાની તલાશ માં જોડાઈ જાઓ.

58. નવા કામ તથા નવા વિચારો થી તમારું મન કામ કરવા માટે પ્રફુલ્લિત રહેશે આ માટે નવા

વિષય ના પુસ્તકો શોધી કાઢો અને વાંચો.

59. કોઈ એવી વ્યક્તિ ને શોધી કાઢો જે વ્યક્તિ તમે જે કરવા માંગો છો તે કરી ચ ૂક્યા હોય અથવા

એ બાબતે સફળ હોય તેમને મળો અને તેમની પાસે થી ટીપ અંને ટ્રિક મેળવો અને આગળ

વધો.

60. એવા વર્ગો માં હાજરી આપો જે કઈક નવું શીખવાડતા હોય તેઓ પાસે થી નવું જાણો તે માટે

ભલે થોડી ફી પણ ચ ૂકવવી પડે.

61. તમારો ધંધો વિકસાવવા માટે ખુબજ પ્રમાણ માં અલગ અલગ ઓફરો માર્કેટ માં રજૂ કરો તેના

માટે તમારા જેવા ધંધા ની માર્કેટિંગ ને ધ્યાન માં લો.

62. જે વિસ્તાર માં તમારો ધંધો અથવા તમારી પ્રોડક્ટ નુ ં વેચાણ તથા લેવાલી હોય ત્યાં મહિના માં

એક વાર 10 મિનિટ માટે દોડવા અથવા ફરવા જાઓ તે લોકો સાથે વાતો કરતો જેથી ખબર

પડે કે અત્યારે કેવો માહોલ છે અને તે આગળ જતાં શુ ં થશે?

63. જે વિસ્તાર કે માર્કેટ માં તમારું વેચાણ કે પ્રોડક્ટ ના ચાલતી હોય તે માર્કેટ ની પણ મુલાકાત

રે ગ્યુલર લેવી જોઈએ જેથી ખબર પડે કઈ સુધારા થયા છે કે નહી.

64. જેમની વિચારવાની શક્તિ નાની હોય છે તેઓ ને મોટો નફો મળતો નથી જો તમારે જડપ થી

ધનવાન બનવું હોય તો મોટી વાત વિચારજો.


65. તમને આર્થીક લાભો મળતા થાય તે માટે તમારા મન, શરીર અને દ્રષ્ટિ ને સક્રિય બનાવીજ પડે

એટલે હમણાંજ સક્રિય બનો.

66. એક મહાન પુસ્તક છે જેનુ ં શીર્ષક છે , “ વિચારો અને ધનવાન બનો” એવું નથી કે “ મહેનત કરો

અને ધનવાન બનો “ નાણાં તમારા માટે સખત મહેનત કરે તે કળા શીખી જાઓ, ઍટલે તમારું

જીવન વધુ સુખી ને સરળ બની જશે આજે સમય છે ચતરુ ાઇ પ ૂર્વક વર્તવાનો નહીં કે સલામતી

પ ૂર્વક વર્તવાનો.

ઉપર દર્શાવેલા વાક્યો ને સમજી વિચારી ને અનુસરવા થી જરૂર થી તમારા ધ્યેય ને પામી

શકશો. પરં ત ુ તેના માટે સતત મહેનત અને લગન થી અનુસરણ કરવું જ રહ્યુ.ં કોઈ વ્યક્તિ

જન્મ થી ધનવાન નથી હોતો તે પોતાની ચત ુરાઇ અને આવડત થી આગળ વધે છે અને પસી

નાણાં તે વ્યક્તિ માટે કામ કરવા લાગે છે અને વ્યક્તિ ધનવાન બની જાય છે . જીવન માં

ઉપરદર્શાવેલા વકયો સાથે હુ ં થોડું જણાવીશ તે પણ થોડું મગજ અને જીવન માં જરૂર થી

ઉતરજો પસી જોજો જીવન જીવવા ની મજા.

1. કોઈ એક સારા માણસ ને પકડી ને તેની પાછળ પાછળ ચાલો મતલબ તેના સિદ્ધહંતો

ને અનુસરો અને તમારા સિદ્ધહંતો ને બદલો.

2. જયારે પણ જીવન માં રિસ્ક લો છો ત્યારે જે સમય અને બજાર ની હાલત અને

નાજુકતા ને જરૂર થી ધ્યાન માં લો.

3. કોઇ પણ ફળ ની આશા રાખ્યા વગર શરૂઆત ના 2 થી 3 વર્ષો માત્ર ને માત્ર શીખવા

માં ગાળો, ત્યાર બાદ સફળતા જ સફળતા હાથ લાગશે.

4. કોઈ પણ વ્યક્તિ કે ધંધા ને નાનો ના ગણો પોતાના ઉપર પણ સર્વોપરી કોઈક છે એવું

રાખી બધા ને મન અને સન્માન થી બોલાવો.

5. કયારે ય પોતાના વખાણ તમારા થી વડીલો સામે ના કરો તેનાથી તમારી લાયકાત

ઓછીજ ગણાશે.
6. કોઈ પણ કામ ના શરૂઆતી દિવસો માં તમારા અંગત વ્યક્તિ ક સબંધી સિવાય કોઈ ને

જણાવશો નહીં જ્યાં સુધી કામ પ ૂરું થય ના જાય.

7. હમેશા ઈમાનદારી અને લગન થી કામ કરો તેનો ફાયદો લાંબા સમયે થશે અને તમારી

લોકો કદર પણ કરશે.

8. હમેશા લાંબા સમય નુ ં આયોજન અને દીર્ઘદ્રષ્ટિ રાખો જેથી આ સમય પ્રમાણે લાંબા

ટકી શકો.

9. તમારી આવક ના ખાલી 15 થી 20 % નોજ ખર્ચ રાખો જેથી ગમે તેટલી મુશ્કેલ

પરિસ્થિતી માં પણ તમે ટકી શકશો.

10. હમેશા કુટુંબ ના સભ્યો માટે દિવસ દરમિયાન બને તો સાથે જમવા બેસવા નો આગ્રહ

રાખો જેથી એ તમારા બની ને રહશે છે લ્લે તો બધીજ શક્તિ તમને કુટુંબ ના સભ્યો

પાસેથી જ મળશે.

11. હમેશા સારા માણસો નુ ં ગ્રુપ બનાવો અને તેની સાથેજ કામ કરો અને એક કરતાં વધારે

ધંધાઓ વિકસાવો જેથી કપરા સમય માં કોઈ એક તમારી સાથે ઊભો રે શે.

12. જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી કોઈ એક ધંધા ને કે કામ ને વળગી રહો સફળતા

આપો આપ મળશે.અને હા કોઈ ભ ૂલ રહી જતી હોય તો તેને સુધારવા અને શોધવા

માટે હમેશા સારા વ્યક્તિ ને મળો અને સારા પુસ્તકો વાંચવાનુ ં રાખો.હમેશા તમારી

સંસ્કૃતિ ને વળગીને રહો પરં ત ુ અંધશ્રધા અને કુરિવાજો ને નહીં.

13. ગમે તેટલા પણ કપરા સમય માં તમારા ચેહરા ઉપરથી સ્માઇલ ને જવા ના દે શો

તમારી સ્માઇલ જ તમારો સારો સમય લાવવા માં મદદરૂપ થશે.

14. કઈ જગ્યાએ કઈ વાતો કરવી તે કળા ને શીખી લેજો કારણ કે તમારી વાત કરવાની

કળા જ તમને સફળ અથવા નિષ્ફળ બનાવવા કારણ ભ ૂત બનશે.

15. તમારા ધંધા ના સ્થળે કોઈ એક સારી પુસ્તક રખાવનુ ં ચાલુ કરો ભલે પછી રોજ ખાલી

એક જ પાનુ ં વંચાય પરં ત ુ પુસ્તક જે તમારી ઇમેજ પાડશે તે અલગ જ તરી આવશે.
16. શોખ એવી ચીજ નો રાખો જે તમોને કઈક ઉપિયોગી થઇ પડે નહીં કે તમારી

જવાબદારીઓ વધારે .

17. વ્યસન થી જેટલા બને તેટલા દૂ ર જ રહો વ્યસન માણસ ની વિચાર શક્તિ નાબ ૂદ કરી

દે છે . અને માણસ વિચારશક્તિ વગર પાંગળો બની જાય છે .

18. અંધેરી નગરી ની રાજ સભા માં ખાલી બેસવા પણ ના જવાય તેવી રીતે કોઈ પણ કામ

વગર ની સભા કે મીટિંગ માં બેસવું નહીં નહિતર નુકશાની થવાની સંભાવના વધી જશે.

હા પછી કોઈ ધંધા કે પછી કામ ને લગતી સભા માં હાજરી આપવા માં નુકશાની નથી.

19. એક મહત્વ નુ ં વાક્ય એ છે કે ધનવાન બનવાની ઘેલછા માં સ્વાસ્થય સાથે છે ડા ના

કરવા જોઈએ કારણ કે સારા સ્વાસ્થય વગર નુ ં જીવન નકામુ ં છે .

20. ધન મેળવવા ની લ્હાય માં લોભ અને લાલચ ના સકંજા માં ફસતા નહીં નહિતર

ધનવાન તો ઠીક પરં ત ુ ગરીબી પણ ઘર કરી જશે કારણ કે આ બંન્ને ગિરિબી ને નોતરે

છે .

21. જીવન માં કઈક શીખવા માટે કોઈક સારા માણસ ના ગુલામ થવું પડે તો ચંકોચાતા

નહીં કારણ કે એક સમય ની ગુલામી ધનવાન થવાના બધા રસ્તા ખોલી નાખશે.

22. ભર સભા માં પોતાનાજ વખાણ કરતાં માણસ થી ચેતવું જરૂરી છે . કારણ કે એ માણસ

મ ૂર્ખ છે અથવા એ માણસ પોતાના સ્વાર્થ માટે કરે છે .

23. કોઈપણ ની સલાહ લેતા પેહલા સલાહ સાંભળો અને તેના વિષે થોડો વિચાર કરી ને

પછી જ પાલન કરો કારણ કે સલાહ દે વા વાળા વિષે પણ જાણવુ જરૂરી છે જેથી સચોટ

પરિણામ મળે .

24.

You might also like