You are on page 1of 4

Unit – V

Environmental audit and ISO 14001

પર્યાવરણીય ઓડિટ માટેની પ્રક્રિયા (PROCEDURE FOR ENVIRONMENTAL AUDIT)

ુ ારવા
સંસ્થાના જોખમ સંચાલન, નિયંત્રણ, અને પ્રક્રિયાઓની અસરકારકતાનુ ં મ ૂલ્યાંકન વધારવા તેમજ સંસ્થાની કામગીરી સધ
માટે વ્યવસ્થિત, શિસ્તબદ્ધ અભિગમ લાવીને તેના હેત ુઓ પરિપ ૂર્ણ કરવા માટે પર્યાવરણ ઓડિટીંગની જરૂરિયાત પડે છે . આ
એક પ્રકારની કન્સલ્ટિંગ પ્રવ ૃત્તિ છે

ઓડિટ પ્રક્રિયામાં સામાન્ય રીતે નીચે દર્શાવેલ દસ પગલાનો સમાવેશ થાય છે .


 સ ૂચના (Notification)
 આયોજન (Planning)
 મીટીંગ બોલાવવી (Opening Meeting)
 કાર્યક્ષેત્ર (Fieldwork)
 કોમ્યુનિકેશન (Communication)
 રિપોર્ટ (અહેવાલ)ની તૈયારી (Report Drafting)
 મેનેજમેન્ટનો પ્રતિભાવ (Management Response)
 મીટીંગની સમાપ્ટી (Closing Meeting)
 રિપોર્ટ વિતરણ (Report Distribution)
 ફોલો અપ (Follow-up)

 સ ૂચના (Notification)
સૌપ્રથમ પર્યાવરણ ઓડિટરો ઔદ્યોગિક સંસ્થાને હવે પછી નવા વર્ષના આવતા ઓડિટ માટે એક લેટર મોકલશે . આ
લેટરમાં સંસ્થાના ચાર્ટ, નાણાકીય નિવેદનો, પ્રક્રિયા પધ્ધતિ, સુરક્ષા વ્યવસ્થા અંગેની યાદી વગેરેની માંગણી તેમજ
પ્રારં ભિક ચેકલીસ્ટ મોકલશે. જે ઓડિટનું પ્લાનીંગ કરતા પહેલા મદદરૂપ હોય છે .
 આયોજન (યોજના, Planning)
માહિતીની સમીક્ષા કર્યા પછી પર્યાવરણીય ઓડિટર રીવ્યુ ની યોજના બનાવશે જેમાં જોખમની ચકાસણી, ઓડિટની
યોજના તેમજ મુલાકાતની યોજના બનાવશે.
 મીટીંગ બોલાવવી (Opening Meeting)
ઓડિટ મિટિંગમા સંસ્થાના સીનીયર સ્ટાફ, એડમિનિસ્ટ્રે ટીવ સ્ટાફ વગેરે સામેલ હોય છે . આ બેઠક દરમિયાન ઓડિટના
તકની ચર્ચા કરવામાં આવે છે . સંસ્થાના આ કર્મચારીઓ પર્યાવરણીય ઓડિટરને પર્યાવરણના આ અભિગમ વિશેનાં
સવાલ પ ૂછે છે તેમજ આ મિટિંગમાં પર્યાવરણને ફાયદારૂપ અને સંસ્થાને ફાયદારૂપ બધી વિગતોની ચર્ચા કરવામાં આવે
છે .
 કાર્યક્ષેત્ર (Fieldwork)
મુલાકાત થયા પછી પર્યાવરણીય ઓડિટર ઓડિટ યોજના ફાઇનલાઇઝ કરી કાર્યક્ષેત્રની શરૂઆત કરશે . પર્યાવરણ ઓડિટ
ટીમના દરે ક સભ્યો પ્રક્રિયાના રીવ્યુ, ધંધાકીય પધ્ધતિ અને તેના નિયમો, પોલ્યુશન કંત્રોલ બોર્ડનાં નિયમ સંમત દરે ક
નમ ૂનાનુ ં પરીક્ષણ, પર્યાવરણના રક્ષણ માટે ના પ ૂરતા કન્ટ્રોલ તેમજ પ ૂરતાપણાની ચકાસણી કરશે.

 કોમ્યુનિકેશન (Communication)
પર્યાવરણ ઓડિટીંગ દરમ્યાન ઓડિટર ઔદ્યોગિક સંસ્થાને નોંધેલા મુદ્દાઓ અને તેના શક્ય ઉકેલો પર ચર્ચા કરવા માટે
વાતચીત કરે છે .
 રિપોર્ટ (અહેવાલ) ની તૈયારી (Report Drafting)
ક્ષેત્રીયકામ પ ૂર્ણ થયા પછી, પર્યાવરણીય ઓડિટર ઓડિટ રીપોર્ટ તૈયારકરશે આ અહેવાલમાં કેટલાક મુદ્દાઓનો સમાવેશ
થાય છે જે નીચે પ્રમાણે છે .

 ETP ના મહિના મુજબનો વીજ વપરાશ (Month wise electricity consumption of ETP)
 બોર્ડના ડિરે ક્ટરોની યાદી (List of board of directors)
 મહિના મુજબના ઉત્પાદન દિવસની સંખ્યા (Month wise no. of days of production)
 મહિનો મુજબનો પાણી વપરાશ (Month wise water consumption)
 મહિનો મુજબ અશુધ્ધ જળ ઉત્પાદન (Month wise waste water generation)
 પાણી બેલેન્સ ડાયાગ્રામ (Water balance diagram)
 પ્રક્રિયા વર્ણન અને ETP નો ફ્લો ડાયાગ્રામ (Process description & Flow diagram of ETP)
 ETP માં કેમિકલ વપરાશ (Chemical consumption in ETP)
 ETP ના કેમીસ્ટ / ઓપરે ટરની વિગતવાર યાદી (Detail of chemists/operator of ETP)
 સંયક્ુ ત સંમતિની વિગતો (Details of consolidated consent)
 જોખમી ઘન કચરાની પેદાશ અને નિકાલ (Hazardous (solid) waste generation & Disposal)
 જોખમી રસાયણોનો સંગ્રહ અને નિયંત્રણ (Storage & control of Hazardous chemicals)
 નમ ૂના સેમ્પ્લીંગ અને તેના પરીક્ષણનુ ં પ્રમાણપત્ર (Certificate of sampling and analysis repot)
 GPCB એનાલિસિસ રિપોર્ટ (GPCB Analysis report)
 સામુહિક (કુ લ) પ્રદૂ ષણ ભાર (Overall Pollution Load)
 ઘોંઘાટ માપ (Noise measurement)
 સાઇટ યોજના (Site plan)
 સાઇટ પર અને સાઇટની બહાર કટોકટી યોજના (On site & off site emergency plan)
 કેસો / ફરિયાદ (Cases/complains)
 પાલન અહેવાલ (Compliance report)
 PLI એક્ટ હેઠળ વીમા નીતિ (Insurance policy under PLI act)
 પાણી સેસ બિલ (Water cess bill)
 ઘોષણા (Declaration)
 ઇએમએસ પ્રમાણપત્ર (EMS certificate)

 મેનેજમેન્ટનો પ્રતિભાવ (Management Response)

જ્યારે રિપોર્ટ ફાઇનલાઇઝ થઇ જાય પછી મેનેજમેન્ટનો નીચે પ્રમાણેનો પ્રતિભાવ માંગવામાં આવે છે .
 સમસ્યા સાથે સંમતી કે અસહમતી
 સમસ્યા સુધારવા માટે ના એક્શન પ્લાન
 અપેક્ષીત પ ૂર્ણ સમય.
 મીટીંગની સમાપ્ટી (Closing Meeting)
ઓડિટ અહેવાલ (રીપોર્ટ ) ની ચર્ચા, કોઈ પણ બાકી રહેલ મુદ્દાઓ અને મેનેજમેન્ટના પ્રતિભાવનો રીવ્યુ લઇ મીટીંગની
સમાપ્તી કરવામાં આવે છે

 રિપોર્ટ વિતરણ (Report Distribution)

ઓડિટ અહેવાલ (રીપોર્ટ ) બનાવ્યા પછી તેન ુ ં વિતરણ સંસ્થાના વ્યવસ્થાપક, સંચાલકો, પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, આંતરિક
ઓડિટ વિભાગને કરવામાં આવે છે .
 ફોલો અપ (Follow-up)
ફોલોઅપનો હેત ુ સંસ્થાએ સંમત સુધારાત્મક ક્રિયાઓનો અમલ કર્યો છે કે નહી તે ચકાસવા માટે છે . આ ઓડિટર સ્ટાફ

ઇન્ટરવ્ય ૂ, સ્ટાફ ટે સ્ટ અને ચકાસણી કરવા માટે નવી કાર્યવાહી નો અમલ કરશે. બધીજ સમસ્યાનુ ં સંતોષકારક નિરાકરણ

કર્યા પછી વધુ કાર્યવાહીની જરૂર છે કે નહિ તેનો લેટર સંસ્થાને મોકલશે.

ISO 14001

ઔદ્યોગિક સંસ્થા પોતાના ઇમ્પ્ર ૂવમેંટ માટે તેમજ પયાવરણના શુધ્ધિકરણ માટે ISO 14001 રજીસ્ટ્રે શન કરાવવું જરૂરી છે .
યોગ્ય રીતે ડિઝાઇન કરે લી પયાવરણીય મેનેજમેન્ટ સીસ્ટમ એક એવું ટૂલ છે કે જે ઔદ્યોગિક સંસ્થાને પર્યાવરણનાં શુધ્ધિકરણ
માટે કારીગરોની સુરક્ષા, કાચા માલ પર કન્ટ્રોલ, એનર્જીના વપરાશ તેમજ પ્રદુ ષણ પર નિયંત્રણ રાખી ઉચી ગુણવત્તા
ધરાવતી નીપજ પર તેમજ તેની ઉપર લાગતા ખર્ચા પર ભાર મ ૂકવા પ્રેરે છે .

ISO 14001 ના લાભ:

1. માલસામાન પર લાગતો ખર્ચો ઘટાડી શકાય છે .


2. બાયપ્રોડક્ટ અને વેસ્ટ મટીરીયલનુ ં રીસાયકલ કરી શકાય છે .
3. પ્રોસેસીંગ ખર્ચો ઘટાડી શકાય છે .
4. ઓછી ગુણવત્તા ધરાવતા મટીરીયલની જગ્યાએ સારી ગુણવત્તા ધરાવતા મટીરીયલ વાપરી શકાય છે .
5. ઉર્જાનો વપરાશ ઘટાડી શકાય છે .
6. મટીરીયલને સ્ટોર કરવાનો ખર્ચો ઘટાડી શકાય છે .
7. પ્રક્રિયાની ગુણવત્તા વધારી શકાય છે .
8. ઇંસ્યોરન્સનો ખર્ચો ઘટાડી શકાય છે
9. પર્યાવરણની જરૂરિયાતને સંતોષી શકાય છે

ISO 14001 ASSESSMENTS


ઓદ્યોગિક સંસ્થા ISO 14001 વિશે જાણકાર વ્યક્તિને કન્સલ્ટ કરીને, પર્યાવરણ મેનેજમેન્ટ સીસ્ટમને અમલમાં મ ૂકીને ISO

14001 સર્ટીફીકેશનનો લાભ લઇ શકે છે .સૌથી પહેલા ઓદ્યોગિક સંસ્થામાં પર્યાવરણને અસર કરતાં દરે ક સ્થળની ચકાસણી

કરવામાં આવે છે . નિમેલા ઓડિટર પાસે અમલમાં મ ૂકેલી પધ્ધતિઓ, પધ્ધતિઓનુ ં ડોક્યુમેન્ટે શન, ઇમ્પ્ર ૂવ્મેન્ટ તેમજ વધારાની

જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે .

ઓદ્યોગિક સંસ્થામાં સ્થળ પર થતી ચકાસણીઓ માટે નીચેની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે .

1. સ્થળ પર થતી ક્રિયાઓ તેમજ ગતિવિધિઓ


2. ફાઇલ કરે લા ડોક્યુમેન્ટમાં આવરી લેતી દરે ક સંમતીઓ
3. ડોક્યુમેન્ટનું મેનજે મેન્ટ
4. ઓદ્યોગિક સંસ્થામાં ચાલતી પધ્ધતિઓ
5. ISO 14001 માટે આવરી લેતી જરૂરિયાતો
6. રક્ષણાત્મક અને સુધારાજનક પરિણામો
7. માહિતીઓનો રે કોર્ડ
8. સંસ્થાના મેનજે મેન્ટના સ ૂચનો
9. ઇન્ટરનલ ઓડિટ
10. ઔદ્યોગિક સંસ્થાના સ્ટાફ તેમજ વર્કરોની જાગ ૃકતા તેમજ ટ્રેનીંગ.
Write down full form of given terms
આપેલ શબ્દોનાં પ ૂરા નામ લખો.

 ETP: Effluent Treatment Plant – એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ


 CETP: Common Effluent Treatment Plant – કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
 EMS: Environmental Management System: એન્વાયરનમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ
 EAR: Environmental Audit Report: એન્વાયરનમેન્ટલ ઓડિટ રિપોર્ટ
 OPL: Overall Pollution Load: ઓવરોલ પોલ્યુસન લોડ
 PLI: Public Liabilities Insurance: પબ્લિક લાયાબિલિટીઝ ઇન્સ્યોરન્સ
 ISO: International Organization for Standardization: ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર
સ્ટાન્ડરડાઇઝેશન
 TSDF: Treatment, Storage and Disposal Facility: ટ્રીટમેન્ટ, સ્ટોરે જ એન્ડ ડીસ્પોઝલ ફેસીલિટી
 KWH: Kilowatt Hour: કિલોવોટ અવર
 MLSS: Mixed Liquor Suspended Solid: મિક્સ્ડ લિકર સસ્પેન્ડેડ સોલિડ
 OLR: Organic Loading Rate: ઓર્ગેનિક લોડીંગ રે ટ
 STP: Sewage Treatment Plant : સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

You might also like