You are on page 1of 8

SAMIR RAVAL

ધો.-10 Chap-11 માનવ આંખ અને શ્રી રામ વવદ્યાલયા


વવજ્ઞાન અને ટેક્નોલોજી આપણી આસપાસની રંગબેરંગી દુવનયા પાલનપુર
આગળના પ્રકરણમાાં આપણે લેન્સ દ્વારા થતા પ્રકાશના વક્રીભવન વવષે અભ્યાસ કયો. કે ટલાક પ્રકાશીય ઉપકરણો
જેમકે કે મેરા, માઈક્રોસ્કોપ, ટે લીસ્કોપ, પ્રોજેક્ટર, ચશમાાં વગેરે પ્રકાશના વક્રીભવનના વસદ્ાાંત પર કાયય કરે છે . મનુષ્ય
આાંખ પણ લેન્સ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનના વસદ્ાાંત પર જ કાયય કરે છે . પરાંત,ુ આાંખમાાં કાચના લેન્સના સ્થાને
જૈવવક પદાથયનો બનેલો લેન્સ હોય છે . અને તેની મદદથી જ આપણે આપણી આસપાસ રહે લ દુવનયાને જોઈ શકીએ
છીએ. આાંખ એ ભગવાન દ્વારા આપણને મળેલ અદ્ભુત ભેટ છે . આાંખ વવના બીજા બધા જ ઉપકરણો નકામા થઇ જાય
છે . પ્રસ્તુત પ્રકરણમાાં આપણે આાંખની રચના તથા તેના દ્વારા થતા કાયય વવષે અભ્યાસ કરીશુાં. આાંખ સાથે સાંકળાયેલ
કે ટલીક ખામીઓ વવષે અભ્યાસ કરીશુાં અને તેના વનવારણ માટે યોગ્ય પ્રકારના લેન્સ વાપરવાની સમજ મેળવીશુાં.
ત્યારબાદ પ્રીઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવન અને સફે દ રાંગના પ્રકાશનુાં તેના ઘટક રાંગોના પ્રકાશમાાં વવભાજન વવષે
અભ્યાસ કરીશુાં. ત્યારબાદ વાતાવરણ દ્વારા થતા પ્રકાશના વક્રીભવન તથા તેને લગતી કે ટલીક ઘટનાઓનો અભ્યાસ
કરીશુાં. તો આપણે હવે આાંખ ના અભ્યાસની સાથે પ્રકરણની શરૂઆત કરીએ.
 મનુષ્ય આંખ:-
મનુષ્ય આાંખના મુખ્ય ભાગો આ મુજબ છે . કોવનયયા, આયરીસ સ્નાયુઓ, કીકી, સીલીયરી સ્નાયુઓ, જૈવવક લેન્સ,
રે ટીના(નેત્રપટલ), પ્રકાશીય સાંવેદન ચેતાઓ. મનુષ્યની આાંખ લગભગ એક ગોળા જેવી છે . કે જેનો વ્યાસ 2.5 cm
જેટલો હોય છે . હવે આપણે આાંખના આાંતરરક બાંધારણ તથા તેના અલગ અલગ ભાગો દ્વારા થતા કાયય વવષે જોઈએ.
આંખનું બંધારણ :-
માનવ આાંખ એક કે મેરા જેવી રચના છે .
આકૃ વતમાાં દશાયવ્યા અનુસાર આાંખનુાં સૌથી
આગળના ભાગમાાં પારદશયક પટલ આવેલ
હોય છે જેને કોવનયયા કહે છે . વસ્તુમાાંથી
આવતા પ્રકાશના વકરણો કોવનયયા દ્વારા
આાંખમાાં પ્રવેશે છે . આાંખમાાં પ્રવેશતા પ્રકાશના
વકરણોનુાં પારદશયક પટલ ની બહારની સપાટી
દ્વારા મોટા ભાગનુાં વક્રીભવન થાય છે .
પારદશયક પટલના પાછળના ભાગમાાં આઈરીસ(કનીવનકા) સ્નાયુઓ આવેલ હોય છે . આઈરીસ એ રાંગીન, સમતલ
અને રીંગ જેવી રચના છે . આઈરીસના મધ્ય ભાગમાાં એક વતુયળાકાર વછદ્ર હોય છે જેને કીકી(Pupil) કહે છે . કીકી
પરથી કોઈ પણ જાતના પ્રકાશનુાં પરાવતયન થતુાં નથી આથી તેનો રાંગ કાળો દેખાય છે . કનીવનકા દ્વારા કીકીને નાની-
મોટી કરવામાાં આવે છે . કીકી આાંખમાાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનુાં વનયાંત્રણ કરે છે . જયારે પ્રકાશ ખુબ જ તેજસ્વી હોય
ત્યારે કનીવનકા કીકીને સાંકોચે છે અને કીકી આાંખમાાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે . પરાંતુ જો પ્રકાશ ઝાાંખો હોય તો કીકી
વવસ્તરણ પામે છે અને આાંખમાાં વધારે પ્રકાશ પ્રવેશે છે . આાંખનો નેત્રમણીએ પારદશયક, લચીલ(વસ્થવતસ્થાપક) અને
પ્રોટીનનો બનેલો બરહગોળ લેન્સ છે . નેત્રમણી જરૂરરયાત પ્રમાણે જાડો કે પાતળો થઇ શકે છે જેથી તેની કે ન્દ્રલાંબાઈ
જરૂરરયાત પ્રમાણે બદલી શકાય છે . વસલીયરી સ્નાયુઓ દ્વારા નેત્રમણીને જાડો કે પાતળો કરી શકાય છે અને પ્રકાશના
વકરણોને રે ટીના પર કે વન્દ્રત કરીને વસ્તુનુાં પ્રવતવબાંબ મેળવવામાાં આવે છે . આાંખમાાં જે જગ્યાએ નેત્રમણી દ્વારા વસ્તુનુાં
પ્રવતવબાંબ રચાય છે તે પડદાને રે ટીના (નેત્રપટલ) કહે છે . રે ટીના નેત્રમણીના પાછળના ભાગે હોય છે . રે ટીના પર
અસાંખ્ય પ્રકાશસાંવેદી કોષો હોય છે . જયારે પ્રકાશ આ નેત્રપટલ પર આપત થાય છે ત્યારે આ પ્રકાશસાંવેદી કોષો સરક્રય
બને છે અને તેનુાં વવદ્યુતસાંકેતોમાાં રૂપાાંતરણ કરે છે . આ વવદ્યુતસાંકેતો પ્રકાશીય ચેતાઓ દ્વારા મગજ સુધી પહોંચાડાય

Page 1 of 8
SAMIR RAVAL
છે અને મગજ દ્વારા તેનુાં અથયઘટન થઈને આપણને તે વસ્તુ જેવી છે તેવી જોવા મળે છે . પારદશયક પટલ અને નેત્રમણી
વચ્ચેના વવસ્તારમાાં પ્રવાહી તરલરસ હોય છે . અને નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેના વવસ્તારમાાં કાચરસ હોય છે .
સમાવેશ ક્ષમતા:-
વસલીયરી સ્નાયુઓ દ્વારા નેત્રમણીની જાડાઈ માાં ફે રફાર કરી શકાય છે . લેન્સની જાડાઈમાાં ફે રફાર થવાથી લેન્સની
કે ન્દ્રલાંબાઈમાાં પણ ફે રફાર થાય છે . જયારે સ્નાયુઓ શીથીલ થાય છે ત્યારે લેન્સ પાતળો થાય છે અને તેની વક્રતા ઘટે
છે આથી કે ન્દ્રલાંબાઈ વધે છે . આનાથી આપને દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જયારે આપણે નજીકની
વસ્તુઓ જોઈએ છીએ ત્યારે વસલીયરી સ્નાયુઓ સાંકોચાય છે અને લેન્સ જાડો બને છે અને તેની વક્રતા વધે છે . આથી
તેની કે ન્દ્રલાંબાઈ ઘટે છે . આથી આપણે નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આંખના લેન્સની તેની
કે ન્રલંબાઈમાં ફે રફાર કરવાની ક્ષમતાને તેની સમાવેશ ક્ષમતા કહે છે . તેમ છતાાં આ લેન્સની કે ન્દ્રલાંબાઈ અમુક લઘુત્તમ
સીમાથી ઘટતી નથી. જયારે તમે કોઈ છાપેલ કાગળને તમારી આાંખોની ખુબ જ નજીક રાખીને વાાંચવાનો પ્રયત્ન કરો
છો ત્યારે તમને તાણ અનુભવાય છે અને પ્રવતવબાંબ ઝાાંખુાં દેખાય છે . આ માટે સ્પષ્ટ રીતે તેનુાં વાાંચન કરવા માટે તે
વસ્તુને તમારે તમારી આાંખથી 25 cm અાંતરે રાખીને વાાંચવુાં જોઈએ. જે લઘુત્તમ અાંતરે આાંખના લેન્સ વડે તણાવ વગર
વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તે અાંતરને દ્રવષ્ટનુાં લઘુત્તમ અાંતર કહે છે . તેને આાંખનુાં નજીકવબાંદુ વબાંદુ પણ કહે છે .
સામાન્ય દ્રવષ્ટ ધરાવતા પુખ્ત મનુષ્ય માટે નજીકવબાંદુ અાંતર 25 cm હોય છે . દુરના જે અાંતર સુધી વસ્તુને જોઈ શકાય
તેને આાંખનુાં દુરવબાંદુ કહે છે . સામાન્ય દ્રષ્ટી ધરાવતી વ્યવક્ત માટે આ અાંતર અનાંત અાંતરે હોય છે . આમ, સામાન્ય
દ્રવષ્ટ ધરાવતી વ્યવક્ત 25 cm થી અનાંત અાંતર સધી સ્પષ્ટપણે જોઈ શકે છે .
મોટી ઉમરના વ્યવક્તઓમાાં ઘણીવાર આાંખનો સ્ફરટકમય લેન્સ દુવધયો અને વાદળછાયો બની જાય છે . જેમાાં આાંખના
નેત્રમણી ઉપર દુવધયા કે વાદળછાયા રાંગનુાં આવરણ આવી જાય છે . આ પ્રકારની પરરવસ્થવતને મોવતયો કહે છે . આવુાં
થવાથી તેઓ અાંશતઃ કે સાંપૂણયપણે દ્રવષ્ટ ગુમાવે છે . મોવતયાનુાં સજયરી કરાવીને દુવધયા કે વાદળછાયા રાંગનુાં આવરણ
દુર કરીને ફરીથી તે વ્યવક્તની જોવાની ક્ષમતા પુનઃસ્થાવપત કરી શકાય છે .
રષ્ટિની ખામીઓ અને તેના ષ્ટનવારણ માટે ના ઉપાયો:-
આાંખની જોવાની ક્ષમતાને દ્રવષ્ટ કહે છે . ઘણીવાર આાંખ દ્વારા વસ્તુનુાં સ્પષ્ટ પ્રવતવબાંબ રે ટીના પર રચાતુાં નથી. તેને તે
વસ્તુ ઝાાંખી દેખાય છે . આવુાં ઘણીવાર ઘણા બધા વ્યવક્તઓમાાં નજીકની વસ્તુ જોવામાાં, ઘણા વકસ્સામાાં દૂરની વસ્તુ
જોવામાાં અને ઘણીવાર નજીક અને દુર બાંને અાંતરે જોવામાાં થાય છે . આવી ખામી ધરાવતા વ્યવક્તને દ્રવષ્ટની ખામી છે
તેમ કહે વાય. મનુષ્યમાાં સામાન્ય રીતે ત્રણ પ્રકારની નીચે મુજબની દ્રવષ્ટની ખામીઓ જોવા મળે છે .
1. લઘુરષ્ટિની ખામી(Myopia)
2. ગુરુરષ્ટિની ખામી(Hypermetropia)
3. પ્રેસબાયોષ્ટપયા(Presbyopia)
આાંખમાાં આવી ખામીઓ નેત્રમણી દ્વારા પ્રકાશના ખામીયુક્ત વક્રીભવન થવાને કારણે થાય છે . આવી
ખામીઓને યોગ્ય કે ન્દ્રલાંબાઈ ધરાવતા અાંતગોળ કે બરહગોળ લેન્સ પહે રવાથી વનવારી શકાય છે .
લઘુરષ્ટિની ખામી(Myopia):-
લઘુદ્રવષ્ટની ખામીમાાં નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે . પરાંતુ, લાાંબા અાંતરે રહે લ વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી.
ઉદાહરણ તરીકે જો કોઈ એક બાળકને લઘુદ્રવષ્ટની ખામી હોય તો તે જો છે લ્લી બેંચ પર બેઠો હોય તો તેને તેનાથી દુર
રહે લા બ્લેકબોડય પર લખેલુાં સ્પષ્ટ જોઈ
શકતો નથી. એટલે કે લઘુદ્રવષ્ટની ખામી
ધરાવતી વ્યવક્ત માટે દુરવબાંદુ અનાંત અાંતર
કરતા ઓછુાં હોય છે . આવી વ્યવક્ત તેનાથી
કે ટલાક અાંતર દુર રહે લી વસ્તુને જ
સ્પષ્ટપણે જોઈ શકે છે .
Page 2 of 8
SAMIR RAVAL
લઘુદ્રવષ્ટની ખામીમાાં નેત્રમણીની વક્રતા વધારે હોય છે અને કે ન્દ્રલાંબાઈ નાની થઇ થાય છે અને તેનો પાવર વધી જાય
છે . આાંખનો ડોળો લાાંબો થઇ જાય છે .
આથી નેત્રમણી દ્વારા દૂરની વસ્તુનુાં
પ્રવતવબાંબ નેત્રપટલ થી થોડુાં આગળ રચાય
છે .
આ ખામીનુાં વનવારણ યોગ્ય કે ન્દ્રલાંબાઈ ધરાવતા અાંતગોળ લેન્સ પહે રવાથી કરી શકાય છે . યોગ્ય પાવરવાળો અાંતગોળ
લેન્સ પ્રવતવબાંબને નેત્રપટલ પર લાવી દે
છે . આથી તેનુાં સ્પષ્ટ પ્રવતવબાંબ જોઈ
રે ટીના પર રચાય છે .

ગુરુરષ્ટિની ખામી(Hypermetropia):-
ગુરુદ્રવષ્ટની ખામી વાળી વ્યવક્તને દુરની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે પરાંતુ તેની નજીકની વસ્તુ જોવાની શવક્ત ઘટી જાય
છે . ગુરુદ્રવષ્ટની ખામીમાાં નજીકની વસ્તુ જાાંખી દેખાય છે . ઉદાહરણ તરીકે , ગુરુદ્રવષ્ટની ખામીવાળી વ્યવક્ત નજીક
રહે લી બુકના અક્ષરો સ્પષ્ટ રીતે વાાંચી શકતા નથી. પરાંતુ, દુર રહે લ
કોઈ નોટીસ બોડય ને સ્પષ્ટ રીતે વાાંચી શકે છે . ગુરુદ્રવષ્ટની ખામી
ધરાવતી વ્યવક્તનુાં નજીકવબાંદુ 25 cm કરતા વધારે અાંતરે હોય છે .
આટલી વાત પરથી સ્પષ્ટ છે કે આ ખામી લઘુદ્રવષ્ટની ખામી કરતા
વવરુદ્ છે .
આવી ખામીમાાં વસલીયરી સ્નાયુઓ નબળા બનતા હોય છે અને
તેના દ્વારા આાંખના લેન્સને તે જાડો બનાવી શકાતુાં નથી. અને
લેન્સ દ્વારા પ્રવતવબાંબ રે ટીનાની પાછળના ભાગમાાં રચાય છે .

દ્રવષ્ટની આવી ખામીમાાં આાંખના લેન્સની કે ન્દ્રલાંબાઈ વધારે હોય


છે . આાંખનો ડોળો નાનો થઇ જાય છે . આ ખામીનુાં વનવારણ યોગ્ય
કે ન્દ્રલાંબાઈ ધરાવતા બરહગોળ લેન્સથી થઇ શકે છે .

પ્રેસબાયોષ્ટપઆ:-
ઉંમર વધવાની સાથે વ્યવક્તની આાંખની સમાવેશ ક્ષમતામાાં ઘટાડો થાય છે . મોટા ભાગની વ્યવક્તઓમાાં ઉમર વધવાની
સાથે આાંખનુાં નજીકવબાંદુ દુર ધકે લાય છે . ચશમાાં વવના તેમને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ જોવામાાં તકલીફ
પડે છે . આ ખામીને પ્રેસબાયોપીઆ કહે છે . આવી ખામી વસલીયરી સ્નાયુઓ નબળા પડવાથી તથા આાંખના લેન્સની
વસ્થવતસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે . ઘણીવાર વ્યવક્ત લઘુદ્રવષ્ટ
અને ગુરુદ્રવષ્ટ બાંને પ્રકારની ખામીઓથી પીડાય છે . આવી વ્યવક્તને
રદ્વકે ન્દ્રી(બાયફોકલ લેન્સ) લેન્સથી જરૂર પડે છે . સામાન્ય પ્રકારના
રદ્વકે ન્દ્રી લેન્સમાાં અાંતગોળ અને બરહગોળ બાંને પ્રકારના લેન્સ હોય છે .
જેમાાં ઉપરનો ભાગ અાંતગોળ લેન્સ ધરાવે છે . તે દૂરની વસ્તુ જોવામાાં
મદદ કરે છે . નીચેનો ભાગ બરહગોળ લેન્સ હોય છે . તે નજીકની વસ્તુ જોવામાાં મદદરૂપ થાય છે .
હાલના સમયમાાં આવી દ્રવષ્ટની ખામીઓ કોન્ટે ક્ટ લેન્સ વડે વનવારી શકાય છે .
Page 3 of 8
SAMIR RAVAL
મોષ્ટતયો (Cataract):-
આ ખામી મનુષ્યમાાં મોટી ઉમરે જોવા મળે છે . જેમાાં આાંખના લેન્સ પર દુવધયા કે વાદળી રાંગનુાં આવરણ છવાઈ જાય
છે . અને ધીમે ધીમે દ્રવષ્ટ જાાંખી બનતી જાય છે . ઘણીવાર મોવતયાના કારણે દ્રવષ્ટ સાંપૂણયપણે જતી રહે વાની પણ
સાંભાવના રહે તી હોય છે . યોગ્ય સમયે મોવતયાની સારવાર કરાવવાથી આાંખની દ્રવષ્ટને બચાવી શકાય છે . જેમાાં
ઓપરે શન દ્વારા આાંખના મૂળ નેત્રમણીને દુર કરીને તેના સ્થાને નવો કુ વત્રમ લેન્સ મુકવામાાં આવે છે . મોવતયાની ખામીને
ચશમાાં દ્વારા ઠીક કરી શકાતી નથી.
 ષ્ટપ્રઝમ વડે પ્રકાશનું વક્રીભવન:-
અગાઉના પ્રકરણમાાં આપણે કાચના સ્લેબ વડે પ્રકાશના વક્રીભવનની અભ્યાસ કયો. ત્યાાં
આપણે જોયુાં હતુાં કે કાચના સ્લેબમાાંથી વનગયમીત થતા વકરણો આપાત વકરણોને સમાાંતર હોય
છે . કારણકે કાચના લાંબઘનની બે સામ-સામેની બાજુ ઓ એકબીજાને સમાાંતરે હોય છે . હવે
આપણે વપ્રઝમ વડે થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરીશુાં કે જેમાાં સામ-સામેની બે
બાજુ ઓ એકબીજાને સમાાંતરે હોતી નથી. વત્રકોણાકાર કાચનો વપ્રઝમ તેનુાં એક ઉદાહરણ છે . જે
બાજુ ની આકૃ વત્તમાાં દશાયવેલ છે . આકૃ વતમાાં દશાયવ્યા પ્રમાણે બાજુ ઓ F1 અને F2 સામ-સામેની
બે બાજુ ઓ છે . અહી, ખૂણો QPR બાજુ ઓ F1 અને F2 વચ્ચેનો વપ્રઝમ કોણ છે . વપ્રઝમમાાં થતુાં વક્રીભવન એ
લાંબઘન કરતા અલગ પ્રકારનુાં હોય છે . વપ્રઝમ દ્વારા વનગયવમત થતા પ્રકાશના વકરણો એકબીજાને સમાાંતર હોતા નથી.
આકૃ વતમાાં દશાયવ્યા પ્રમાણે એક કાચના વપ્રઝમને બે
વક્રીભવનકારક સપાટીઓ PQ અને PR એકબીજાને
સમાાંતર નથી. આથી પ્રકાશના વકરણનુાં બે સપાટીઓ
પર વક્રીભવન થાય છે . અહી, આકૃ વતમાાં દશાયવ્યા
પ્રમાણે આપાતવકરણ AB હવામાાંથી કાચમાાં સપાટી
PQ પર આપાત થાય છે . આથી, તેનુાં સપાટી સાથે
આપાતવબાંદુએ દોરે લ લાંબ BN’ તરફ વાાંકુાં વળીને
કાચમાાં વક્રીભુતવકરણ BC સ્વરૂપે આગળ વધે છે .
હવે, વક્રીભુતવકરણ BC સપાટી PR પર આપાત થાય છે અને તે કાચમાાંથી હવામાાં જાય છે . આથી, આપાતવબાંદુએ
દોરે લ લાંબ CM થી દુર જતી રદશામાાં વાાંકુાં વળે છે . અને CD વકરણ સ્વરૂપે વનગયવમત થાય છે .
અહી, આપાતવકરણ AB અને વનગયવમત વકરણ CD વચ્ચેના કોણને વવચલન કોણ(angle of deviation) કહે
છે . કોણ EOD એ વવચલન કોણ છે .
કાચના ષ્ટપ્રઝમ વડે સફે દ પ્રકાશનું ષ્ટવભાજન:-
જયારે સફે દ પ્રકાશના વકરણને વપ્રઝમની કોઈ એક સપાટી પર આપાત કરતા તેનુાં તેના સાત ઘટકરાંગોમાાં વવભાજન
થાય છે . આ સાત રાંગોના
પ્રકાશના સમૂહને વણયપટ કહે
છે . આ સાત ઘટક રાંગો લાલ,
નારાંગી, પીળો, લીલો,
વાદળી, નીલો અને જાાંબલી
હોય છે . જેને આ રીતે યાદ
રાખીશુાં.
જા-ની-વા-લી-પી-ના-રા.

Page 4 of 8
SAMIR RAVAL
આકૃ વતમાાં દશાયવ્યા અનુસાર જયારે વપ્રઝમ PQR પર સફે દ પ્રકાશનુાં વકરણ આપાત થાય છે . સફે દ પ્રકાશ એ સાત
અલગ અલગ રાંગોના વમશ્રણથી બનેલો છે . આ દરે ક રાંગના પ્રકાશની તરાંગલાંબાઈ, આવૃવત્ત તેમજ માધ્યમમાાં ઝડપ
અલગ અલગ હોય છે . હવામાાં અથવા શૂન્યાવકાશમાાં આ દરે ક રાંગના પ્રકાશના વેગ સમાન હોય છે . પરાંતુ, હવા
વસવાયના બીજા માધ્યમોમાાં અલગ અલગ રાંગના પ્રકાશની ઝડપ અલગ અલગ હોય છે . એટલે કે હવામાાં બધા જ રાંગો
ભેગા મળીને સફે દ પ્રકાશ બનાવે છે . પરાંતુ જયારે સફે દ પ્રકાશ હવામાાંથી વપ્રઝમમાાં દાખલ થાય છે ત્યારે માધ્યમ
બદલાતા બધા જ ઘટક રાંગોની કાચમાાં ઝડપ અલગ અલગ હોવાથી તેમનુાં અલગ અલગ ખૂણે વક્રીભવન થાય છે .
આથી, બધા જ રાંગોનુાં અલગ અલગ ખૂણે વક્રીભવન થતા તેઓ એકબીજાથી અલગ પડે છે . અને જયારે આ ઘટક રાંગો
વપ્રઝમમાાંથી બહાર નીકળે છે ત્યારે સાત રાંગોનો વણયપટ રચાય છે .
આ ઘટક રાંગોમાાં લાલ રાંગના પ્રકાશની વપ્રઝમમાાં ઝડપ સૌથી વધારે હોય છે . આથી તેનુાં વવચલન સૌથી ઓછુાં થાય છે .
અને તેનુાં સ્થાન વણયપટમાાં સૌથી ઉપર હોય છે . જયારે જાાંબલી રાંગના પ્રકાશની વપ્રઝમમાાં ઝડપ સૌથી ઓછી હોય છે .
આથી, તેનુાં વવચલન સૌથી વધારે થાય છે . અને તેનુાં સ્થાન વણયપટમાાં સૌથી નીચે હોય છે . આ બાંને રાંગો વચ્ચેના
વવસ્તારમાાં બીજા કે ટલાક રાંગો તેમની ઝડપ અનુસાર સ્થાન પામે છે . આમ, વપ્રઝમ દ્વારા સફે દ પ્રકાશનુાં તેના સાત
ઘટકરાંગોમાાં વવભાજન થાય છે .
સાત રંગોનું પુનઃસંયોજન:-
જે રીતે સફે દ પ્રકાશનુાં વપ્રઝમ દ્વારા સાત રાંગોમાાં
વવભાજન થાય છે તેવી જ રીતે જયારે આ સાત ઘટક
રાંગોને વપ્રઝમ પર આપત કરતા વનગયવમત થતા પ્રકાશનો
રાંગ સફે દ હોય છે . એટલે કે આ સાત રાંગોનુાં પુનઃ
સાંયોજન થાય છે . આકૃ વતમાાં દશાયવ્યા અનુસાર જયારે
એક વપ્રઝમની સાથે બીજો એક વપ્રઝમ ઊંધો ગોઠવીને
આવુાં પુન: સાંયોજન મેળવી શકાય છે .
મેઘધનુષની રચના:- સૂયપ્ર ય કાશ સફે દ રાંગનો પ્રકાશ છે
તેના દ્વારા આ પ્રયોગ તમે કરી શકો છો. ઘણીવાર તમે
અવકાશમાાં મેઘધનુષની રચના થયેલી જોઈ હશે.
મેઘધનુષ પણ આવો એક વણયપટ જ છે . તે
વાતાવરણમાાં રહે લ ભેજના નાના બુાંદ દ્વારા સૂયયપ્રકાશના
વવભાજનથી રચાય છે . મેઘધનુષહમેશા સૂયયની વવરુદ્
બાજુ એ જ રચાય છે . આ વકસ્સામાાં પાણીના નાના બુાંદો
વપ્રઝમ તરીકે વતે છે . આ પાણીના બુાંદોમાાં જયારે સફે દ
પ્રકાશ દાખલ થાય છે ત્યારે સૌથી પહે લા તેમનુાં
વક્રીભવન અને વવભાજન, ત્યારબાદ તેમનુાં આાંતરરક પરાવતયન થાય છે . અને અાંતે બુાંદમાાંથી બહાર નીકળતા તેમનુાં
વક્રીભવન થાય છે . આપણે જો આવુાં મેઘધનુષ જોવુાં હોય તો ચોમાસાની ઋતુમાાં તમારી પીઠ સૂયય તરફ રહે તેમ ઉભા
રહો અને તમારી સામે તમને આવુાં મેઘધનુષ જોવા મળશે.
વાતાવરણીય વક્રીભવન:-
આપણે જાણીએ છીએ કે જયારે પ્રકાશનુાં વકરણ અલગ અલગ ઘનતાઓ ધરાવતા માધ્યમોમાાંથી પસાર થાય છે તેમ
તેમ તેમનુાં વક્રીભવન થતુાં રહે છે . હવે વાતાવરણમાાં આપણી આસપાસ ચારે ય બાજુ હવા છે . પરાંતુ, આ વાતાવરણમાાં
બધી જ જગ્યાએ હવાનુાં તાપમાન સમાન હોતુાં નથી. અહી, વાતાવરણમાાં અલગ અલગ ઉંચાઈએ રહે લા હવાના સ્તરોનુાં
તાપમાન અલગ અલગ હોય છે . કે ટલાક સ્તરોમાાં હવા ઠાંડી તો કે ટલાક સ્તરોમાાં હવા ગરમ હોય છે . હવાના ઠાંડા સ્તરની
ઘનતા વધારે હોય છે તથા હવાના ગરમ સ્તરની ઘનતા ઓછી હોય છે . આથી ઠાંડુ સ્તર પ્રકાશીય ઘટ્ટ હોય છે જયારે
Page 5 of 8
SAMIR RAVAL
ગરમ સ્તર પ્રકાશીય પાતળુાં માધ્યમ હોય છે . આમ, આપણા વાતાવરણમાાં અલગ અલગ પ્રકાશીય ઘનતાઓ ધરાવતા
સ્તરો આવેલા હોય છે . અને આવા વાતાવરણમાાંથી જયારે પ્રકાશ પસાર થાય છે ત્યારે તેનુાં ઘણી બધી વાર વક્રીભવન
થાય છે . આવા વક્રીભવનને વાતાવરણીય વક્રીભવન કહે છે .
આ વાત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે આપણે કોઈ એક વસ્તુને કોઈ અવિની આસપાસ રહે લી ગરમ
હવામાાંથી જોઈએ ત્યારે તે વસ્તુ સહે જ હલતી હોય તેવુાં લાગે છે . અહી, અવિની આસપાસ રહે લ હવા ગરમ હોય છે
આથી તેમની ઘનતા ઓછી હોય છે . જયારે ઠાંડી હવા પ્રકાશીય ઘટ્ટ હોય છે . આથી વક્રીભવન થવાના કારણે આપણને
તે વસ્તુ હલતી હોય તેવુાં લાગે છે .
સામાન્ય પરરવસ્થવતમાાં વાતાવરણમાાં ઉપરના હવાના સ્તરો પ્રકાશીય પાતળા હોય છે . જયારે નીચે તરફના હવાના
સ્તરો પ્રકાશીય ઘટ્ટ હોય છે . આવા વાતાવરણીય વક્રીભવનના કારણે નીચે મુજબની પ્રકાશીય ઘટનાઓ આપણે જોઈ
શકીએ છીએ.
તારાઓ કે મ ટમટમે છે ?
આપણે જાણીએ છીએ કે તારાઓ સ્વયાં પ્રકાશમાન છે . અને તેઓ આપણાથી ખુબ જ દુર આવેલા હોય છે . આપણે
પૃથ્વી પરથી આવા તારાઓને જોઈએ તો તે ટમટમતા હોય તેવા દેખાય છે . એટલે કે ઘણીવાર તેઓ ખુબ જ પ્રકાવશત
દેખાય છે તો ઘણીવાર તેમના પ્રકાશની તીવ્રતા ઓછી થાય છે . આવુાં સતત થયા કરે છે . આવુાં થવાનુાં કારણ વાતાવરણ
દ્વારા તેમાાંથી આવતા પ્રકાશનુાં વાતાવરણીય વક્રીભવન છે .
જયારે આવા તારાઓમાાંથી આવતા પ્રકાશના વકરણો પૃથ્વીના
વાતાવરણમાાં પ્રવેશે છે ત્યારે અલગ અલગ ઘનતાઓ ધરાવતા માધ્યમ
દ્વારા તેમનુાં સતત વક્રીભવન થતુાં રહે છે . આવા માધ્યમોની ઘનતા સતત
બદલાતી રહે છે અને તેમના વક્રીભવનાાંકો સતત બદલાતા રહે છે . અને
આથી આવુાં વક્રીભવન વનયવમત હોતુાં નથી. અહી વાતાવરણ પ્રકાશના
વકરણોને લાંબ તરફ વાળે છે . આથી તારાનુાં આભાસી સ્થાન તેના મૂળ
સ્થાનથી થોડુાં અલગ દેખાય છે . વક્ષવતજ પાસે તારાનુાં સ્થાન તેના મૂળ
સ્થાનથી થોડુાં ઉપર દેખાય છે . તારાઓ પૃથ્વીથી ખુબ જ દુર હોવાથી તેમને
પ્રકાશના એક વબાંદુવત ઉદગમ તરીકે લઇ શકાય. તારાઓમાાંથી આવતા
પ્રકાશના વકરણોનો માગય સતત બદલાયા કરે છે . આથી તારાઓનુાં દેખીતુાં
સ્થાન બદલાયા કરે છે .
હવે પ્રશ્ન એ થાય કે ગ્રહો કે મ ટમટમતા નથી?
ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે આથી વવસ્તૃત સ્ત્રોત તરીકે દેખાય છે . અહી, ગ્રહને આપણે વબાંદુવત ઉદગમ તરીકે ના
લેતા તેને ઘણા બધા વબાંદુવત પ્રકાશના ઉદગમોના સમૂહ તરીકે લેવો પડે છે . આથી આપણી આાંખોમાાં પ્રવેશતા
પ્રકાશના જથ્થામાાં કઈ વધારે પરરવતયન થતુાં નથી. આથી ગ્રહો ટમટમતા નથી.
વહે લો સૂયોદય અને મોડો સુયાાસ્ત કે મ થાય છે ?
ઘણીવાર વાતાવરણીય વક્રીભવનના કારણે કોઈ વક્ષવતજથી
નીચે રહે લ વસ્તુ પણ જોઈ શકાય છે . આવુાં સુયાયસ્ત અને
સૂયોદય વખતે થોડા સમય પહે લા જોવા મળે છે . આથી,
આપણે સૂયયને તેના સૂયોદયના મૂળ સમય કરતા 2 વમનીટ
વહે લા દેખી શકાય છે અને તેના સૂયાયસ્તના મૂળ સમય કરતા
2 વમનીટ સુધી વધારે જોઈ શકાય છે .
જયારે સૂયય બરાબર વક્ષવતજ આગળ આવે ત્યારે વાસ્તવવક
સૂયોદય થયો કહે વાય. પરાંતુ, વાતાવરણીય વક્રીભવનના
Page 6 of 8
SAMIR RAVAL
કારણે આપણને સૂયોદય તેના વાસ્તવવક સમય કરતા 2 વમનીટ વહે લા થતો દેખાય છે . આ વાત બાજુ ની આકૃ વત
પરથી સમજો. અહી, દશાયવ્યા પ્રમાણે સૂયય વક્ષવતજથી નીચે A સ્થાને છે . પરાંતુ, સુયયમાાંથી આવતા પ્રકાશના વકરણો
વાતાવરણીય વક્રીભવનના કારણે વક્રીભુત થઈને આપણી આાંખ સુધી પહોંચે છે . અને આપણને સૂયન ય ુાં પ્રવતવબાંબ B
સ્થાને દેખાય છે . એટલે કે વાસ્તવવક સૂયોદય કરતા આપણે સૂયયને 2 વમનીટ વહે લા જોવા મળે છે . તે જ રીતે સુયાયસ્તની
ઘટના આપણે સમજી શકીએ છીએ. આમ, રદવસ આપણને 4 વમનીટ ટૂાં કો લાગે છે .
 પ્રકાશનું પ્રકીણાન:-
પ્રકાશના વકરણોનુાં વાતાવરણના કણો દ્વારા અલગ અલગ રદશામાાં વવખેરણ પામવાની ઘટનાને પ્રકાશનુાં પ્રકીણયન કહે
છે . પ્રકાશનુાં વકરણ જયારે માધ્યમમાાંથી પસાર થાય ત્યારે તેના રસ્તામાાં આવતા કણો સાથે ટકરાય છે . અહી, પ્રકીણયન
પામતા પ્રકાશનો રાંગ માધ્યમના કણોની સાઈઝ પર આધાર રાખે છે .
 ટટંડલ અસર:-
જયારે પ્રકાશના વકરણો કોઈ ધૂળના કણો ધરાવતા બાંધ ઓરડામાાં પ્રવેશે ત્યારે આ ધૂળના કણો પર આ પ્રકાશના
વકરણો ટકરાય છે અને તેનુાં બધી રદશામાાં પ્રકીણયન થાય છે અને આપણને તે વકરણનો માગય પ્રકાવશત શલાકા સ્વરૂપે
દેખાય છે . આનુાં કારણ નાના સુક્ષ્મ કણો દ્વારા પ્રકાશનુાં પ્રકીણયન છે . પૃથ્વીનુાં વાતાવરણ આવા સુક્ષ્મ કણો જેવા કે
ધુમાડો, સુક્ષ્મ પાણીના બુાંદો, ધૂળના વનલાંવબત કણો અને હવાના કણોના વવષમાાંગ વમશ્રણનુાં બનેલુાં હોય છે . આવા
કણોને કલીલ કણો કહે છે . આ કણો દ્વારા પ્રકાશ પરાવતયન પામીને આપણી આાંખ સુધી પહોંચે છે . આવા કલીલ કણો
દ્વારા પ્રકાશના પ્રકીણયનથી રટાંડલ અસર જોવા મળે છે . સૂયયપ્રકાશ ગાઢ જગ ાં લના ઉપરના આવરણમાાંથી પસાર થાય
છે ત્યારે પણ રટાંડલ અસર જોવા મળે છે . અહી, જાકળના સુક્ષ્મ બુાંદો વડે પ્રકાશનુાં પ્રકીણયન થાય છે .
પ્રક્રીણયન પામતા પ્રકાશનો રાંગ પ્રકીણયન કરતા કણોના પરરમાણ પર આધાર રાખે છે . આપણે જાણીએ છીએ કે સફે દ
પ્રકાશ સાત ઘટક રાંગોનો બનેલો છે . અને તેમના વણયપટમાાં લાલ અને વાદળી રાંગ મુખ્ય જોવા મળે છે . લાલ રાંગના
પ્રકાશની તરાંગલાંબાઈ વધારે હોય છે જયારે વાદળી રાંગના પ્રકાશની તરાંગલાંબાઈ ઓછી હોય છે .
વાદળી રાંગના પ્રકાશની તરાંગલાંબાઈ ઓછી હોવાથી તેનુાં સરળતાથી અવતસુક્ષ્મ કણો દ્વારા પ્રક્રીણયન થાય છે . જયારે
લાલ રાંગના પ્રકાશની તરાંગલાંબાઈ વધારે હોવાથી તેનુાં પ્રકીણયન વધારે થતુાં નથી. આથી વાદળી રાંગના પ્રકાશનુાં પ્રકીણયન
લાલ રાંગના પ્રકાશ કરતા 10 ગણાં વધારે થાય છે . લાલ રાંગના પ્રકાશનુાં પ્રકીણયન મોટા કણો દ્વારા થાય છે . જો પ્રકીણયન
કરતા કણો ખુબ જ મોટા હોય તો પ્રકીણયન પામતો પ્રકાશ સફે દ હોય છે .
હવે ટટંડલ અસર વડે આપણે સમજીએ કે ટદવસદરષ્ટમયાન આકાશ વાદળી કે મ દેખાય છે ?
સૂયયમાાંથી આવતો સફે દ પ્રકાશ સાત રાંગોના વમશ્રણથી બનેલો છે . જયારે આ સૂયયપ્રકાશ વાતાવરણમાાંથી પસાર થાય
ત્યારે તેમના ઘટકરાંગોમાાં લાાંબી તરાંગલાંબાઈ ધરાવતા રાંગો જેમ કે લાલ, નારાંગી, પીળો, વગેરે પ્રકાશનુાં પ્રકીણયન ઓછુાં
થાય છે . કારણકે વાતાવરણના વાયુઓના અણઓ તથા બીજા બારીક કણો દ્રશયપ્રકાશની તરાંગલાંબાઈ કરતા નાના
પરરમાણ ધરાવે છે . આ કણો વાદળી રાંગ તરફની ટૂાં કી તરાંગલાંબાઈ ધરાવતા દ્રશયપ્રકાશનુાં વધારે પ્રકીણયન કરે છે . લાલ
રાંગની તરાંગલાંબાઈ વાદળી રાંગની તરાંગલાંબાઈ કરતા 1.8 ગણી વધારે છે . આથી, વાતાવરણના બારીક કણો દ્વારા
વાદળી રાંગના પ્રકાશનુાં પ્રકીણયન વધારે થાય છે . પ્રકીણયન પામતો પ્રકાશ આપણી આાંખમાાં પ્રવેશે છે . આથી, આપણને
આકાશનો રાંગ વાદળી જોવા મળે છે . અહી, નોધો કે સફે દ પ્રકાશમાાં રહે લ વાદળી રાંગના બધા જ પ્રકાશનુાં પ્રકીણયન થતુાં
નથી. તેમાાંથી માત્ર થોડા જ વાદળી રાંગના પ્રકાશનુાં પ્રકીણયન થાય છે . બાકીનો સાંપૂણય પ્રકાશ જમીન સુધી પહોંચે છે .
જો પૃથ્વીને વાતાવરણ ના હોત તો?
જો પૃથ્વીને વાતાવરણ ના હોત તો કોઈ પણ પ્રકાશનુાં પ્રકીણયન થતુાં ના હોત અને આપણને રદવસે પણ આકાશનો રાંગ
કાળો દેખાતો હોત. અને આપણે રદવસે પણ તારાઓ અને ચાંદ્ર જોઈ શકતા હોત.
જો આપણે પૃથ્વીના વાતાવરણની બહાર જઈએ તો પણ આપણને સમગ્ર આકાશ કાળુાં દેખાય છે .
ભયદશાક ષ્ટસગ્નલમાં લાલ રંગ કે મ રાખવામાં આવે છે ?

Page 7 of 8
SAMIR RAVAL
લાલ રાંગના પ્રકાશની તરાંગલાંબાઈ વધારે હોય છે આથી તેમનુાં પ્રકીણયન ઓછુાં થાય છે . અને આથી દુરના અાંતર સુધી
લાલ રાંગને સ્પષ્ટ જોઈ શકાય છે .
સૂયોદય અને સુયાાસ્ત વખતે સૂયાનો રંગ લાલ કે મ દેખાય છે ?
આ સમજવા માટે નીચેની એક પ્રવૃવત્ત ધ્યાનમાાં લો. આકૃ વતમાાં દશાયવ્યા પ્રમાણે એક સફે દ પ્રકાશનો એક સ્ત્રોત S
બરહગોળ લેન્સ L1 ના મુખ્ય કે ન્દ્ર પર મુકો. આથી તેના દ્વારા સમાાંતર વકરણ પુાંજ મેળવી શકાય. આપણે પ્રકાશના
સ્ત્રોતને સૂયય માની શકીએ છીએ. આ વકરણપુાંજને 2 વલટર સ્વચ્છ પાણી ભરે લા કાચના પારદશયક ટે ન્ક T માાંથી પસાર
થવા દો. આ પ્રકાશના વકરણપુાંજને કાડય બોડય ના બનાવેલ વતુયળાકાર વછદ્ર (C)માાંથી પસાર થવા દો. બીજા અવભસારી
લેન્સ L2 વડે વતુયળાકાર છીદ્રનુાં પડદા R પર પ્રવતવબાંબ મેળવો.
હવે બલ્બની સ્વીચ ON કરો. આથી, તમે જોશો કે સફે દ પ્રકાશ પાણીમાાંથી પસાર થઈને પડદા R પર તેનુાં વતુયળાકાર
પ્રવતવબાંબ રચે છે .

હવે, આ પાણી ભરે લા પાત્રમાાં 200 gm સોડીયમ થાયોસલ્ફે ટ ઓગાળો. તે પાણીમાાં 1 થી 2 ml જેટલુાં સાંતૃપ્ત
સલ્્યુરરક એસીડ નાખો. અહી, તમે જોશો કે દ્રાવણમાાં સલ્ફરના સુક્ષ્મ કણો બનવાની શરૂઆત થઇ ગઈ હશે. અને
કલીલ દ્રાવણ તૈયાર થઇ જાય છે . અહી, જેમ જેમ સલ્ફરના અણઓ બનવાની શરૂઆત થાય છે તેમ તેમ બીકરની
સપાટી પરથી વાદળી રાંગનો પ્રકાશ આવે છે . અને બીકર વાદળી રાંગનો બને છે . આવુાં થવાનુાં કારણ અવત સુક્ષ્મ અણઓ
દ્વારા ટૂાં કી તરાંગલાંબાઈ ધરાવતા વાદળી રાંગના પ્રકાશનુાં વધારે પ્રમાણમાાં પ્રકીણયન થાય છે . આમ, સુયયમાાંથી આવતા
સફે દ પ્રકાશમાાંથી વાદળી રાંગના પ્રકાશનુાં અવતસુક્ષ્મ અણઓ દ્વારા પ્રકીણયન થાય છે .
હવે, પડદા પર આપણને એક લાલ રાંગના પ્રકાશનુાં વતુયળાકાર પ્રવતવબાંબ જોવા મળે છે . કારણકે કલીલ દ્રાવણ દ્વારા
લાલ રાંગના પ્રકાશનુાં પ્રકીણયન થતુાં નથી અને તે દ્રાવણમાથી સીધે સીધો પડદા સુધી પહોંચે છે . આ જ રીતે સૂયોદય
અને સુયાયસ્ત વખતે માત્ર લાલ રાંગનો પ્રકાશ તમારા સુધી પહોંચે છે અને તમને સૂયય લાલ-નારાંગી રાંગનો દેખાય છે .
જયારે વાદળી રાંગના પ્રકાશનુાં પ્રકીણયન થઈને આકાશમાાં ફે લાઈ જાય છે . અને આકાશ વાદળી રાંગનુાં દેખાય છે .
આમ, વક્ષવતજ પાસે જયારે સૂયય હોય ત્યારે સુયયમાાંથી આવતા સફે દ પ્રકાશને આપણા સુધી પહોચવા માટે વધારે અાંતર
કાપવુાં પડે છે અને આથી મોટા ભાગના વાદળી અને જાાંબલી રાંગના પ્રકાશનુાં પ્રકીણયન થઇ જાય છે અને આપણા સુધી
માત્ર લાલ અને નારાંગી રાંગનો પ્રકાશ જ પહોંચે છે . આથી, સૂયોદય કે સુયાયસ્ત વખતે આપણને સૂયય લાલ અને નારાંગી
રાંગનો દેખાય છે . પરાંતુ, બપોરના સમયે અને રદવસ દરવમયાન સૂયયપ્રકાશને આપણા સુધી પહોંચવા માટે ઓછુાં અાંતર
કાપવુાં પડતુાં હોય છે . આથી, થોડાક જ પ્રમાણમાાં વાદળી અને જાાંબલી રાંગના પ્રકાશનુાં પ્રકીણયન થાય છે અને આપણને
આકાશનો રાંગ વાદળી દેખાય છે .
Page 8 of 8

You might also like