You are on page 1of 8

યોજનાઓ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, હસ્તક મુખ્યત્વે નીચે જણાવેલ યોજનાઓનો અમલ થાય છે.

 સ્વર્ણજ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના : (એસ.જી.એસ.વાય.)

હેતુ :
સ્વનિર્ભર જુથ (એસએચજી) જુથની રચના કરવી. ઓછામાં ઓછા 11, અને વધુમાં વધુ 20 સભ્યોનું જુથ રચી
ગરીબી રેખાહેઠળના કુટુંબોને આર્થિક સ્વરોજગારી પુરી પાડવી તેના દ્રારા ક્રમશઃ ગરીબી રેખાથી ઉપર લાવવા.

જરૂરીયાત અને સહાયના ધોરણો:


આર્થિક પ્રવૃત્તિ સ્વરોજગારી, ધંધો કરવા માટે ખેતીવાડી તથા ડેરી ઉધોગ , પશુપાલન ઉધોગ , સિંચાઇ તેમજ વિવિધ આર્થિક
સ્વરોજગારી માટે અતિગરીબ કુટુંબોના વ્યક્તિ/જૂથો (એસએચજી)ને રાજ્ય સરકાર/કેન્દ્ર સરકાર દ્રારા સહાય-લોન પુરી પાડવી.

1. જનરલ કેટેગરીના બીપીએલ પ્રોજેક્ટ કોસ્ટના 30 ટકા પરંતુ રૂ।.7,500/- મર્યાદા સબસીડી માટે.
2. મહત્તમ સબસીડી અનુ.જાતિ/અનુ.જનજાતિ માટે પ્રોજેક્ટ કોસ્ટના 50 ટકા સુધી પરંતુ સબસીડી મહત્તમ રૂ।. 10,000/-ની
મર્યાદા.
3. સ્વસહાય જુથના કિસ્સામાં પ્રોજેક્ટ કોસ્ટના 50 ટકા સભ્ય દીઠ રૂ।.10,000/-અથવા રૂ।. 1.25 લાખ ત્રણમાંથી ઓછી હોય તે
મુજબ સબસીડી.
4. સિંચાઈના પ્રોજેક્ટમાં સબસીડીની મર્યાદા કાંઈ જ નહીં.

લાયકાત :
અનુ.જાતિ, અનુ.જનજાતિ, બક્ષીપંચ કે જનરલ કેટેગરીના ગરીબી રેખા હેઠળના કુટુંબોની વ્યક્તિ અને સ્વસહાય જૂથના સભ્યો.

સમય મર્યાદા :
યોજના વાર્ષિક ધોરણે જે તે નાણાંકીય વર્ષમાં અમલમાં રહે છે. ફક્ત બેંકો દ્રારા વ્યક્તિ/જુથોની લોન કેશની અરજી પડતર રહેતો
પછીના નાણાંકીય વર્ષમાં મંજૂરી માટે પ્રક્રિયા કરી શકાય.

 ઈન્દીરા આવાસ યોજના(આઇએવાય)

1
ઉદ્દેશ :
અતિગરીબ ઘરવિહોણા કુટુંબોને વિનામૂલ્યે ગ્રામિણ વિસ્તારમાં રહેઠાણનું ઘર બનાવવા નાણાંકીય સહાય પૂરી પાડવી.

નાણાંકીય સહાય :
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા 75:25 ના પ્રમાણમાં ગરીબીરેખા હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓને યુનિટ દીઠ.
1. રૂ।. 36000/- સુધી મકાનદીઠ કેન્દ્ર/ રાજ્ય સરકારની સહાય
2. રૂ।. 7000/- લાભાર્થી ફળો
3. કુલ રૂ।. 43000/- પ્રતિ મકાન

સમય મર્યાદા : યોજનાનો સમય જે તે નાંણાકીય વર્ષ માટે અમલમાં છે.

 સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન (ટી એસ સી)

હેતુ :
ગ્રામ્ય કક્ષાએ સંપૂર્ણ સ્વચ્છતા, ગ્રામ સફાઈ, ઉકરડા તેમજ ગ્રામ્ય સુખકારી માટે વ્યક્તિગત-સામુહિક,પ્રા.શાળા આંગણવાડીમાં
શૌચાલય સુવિધા પુરી પાડવી.

નાણાંકીય સહાય (તા.1/4/06 થી તમામ પ્રકારના બાંધકામ સામે દર્શાવ્યા મુજબના સુધારા અમલમાં છે.)વ્યક્તિગત શૌચાલય :
(મહતમ રૂ।. 2200/- માત્ર બીપીએલ માટે)

કેન્દ્ર રાજય કુલ રૂ।.


પ્રાથમિક શાળા 70 ટકા 30 ટકા 20000
આંગણવાડી 70 ટકા 30 ટકા 5000
સામુહિક શૌચાલય(1 ગામ 1 યુનિટ) 60 ટકા 20 ટકા 20000

લાયકાત/ધોરણ:
વ્યક્તિગત કિસ્સામાં
1.અનુ.જાતિ,અનુ.જનજાતિ અન્ય બીપીએલ લાભાર્થી
2.પ્રાથમિક શાળાઓ જ્યાં શૌચાલય સુવિધા નથી તેવી પ્રા.શા.
3.સામુહિક શૌચાલય ગ્રામ પંચાયત વિસ્તાર નિશ્ર્ચિત કરે તે મુજબ.

સમય મર્યાદા:
વર્ષ-2003 થી 2008 પાંચ વર્ષ
ગામ માટે ‘ગ્રામ સુખાકારી સમિતિ‘ અને ગ્રામપંચાયત તથા તાલુકા માટે ’તાલુકા સુખાકારી સમિતિ’ અને તાલુકા પંચાયત તથા
જિલ્લા માટે’ જિલ્લા સુખાકારી સમિતિ ‘ જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો પણ સંપર્ક કરી શકાય.

 મહાત્મા ગાંઘી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (MGNREGA) - અઘિનિયમ 2005

2
યોજનાનો હેતુ :
યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા તમામ પરિવાર માટે નાણાંકીય વર્ષમાં બાહેંધરી આપેલ ઓછામાં ઓછા 100 દિવસના
સવેતન રોજગારનો હક્ક પરિવાર દીઠ પ્રમાણે છે. પરિવારના રજીસ્ટર થયેલા પુખ્ત સભ્યો એકંદરે 100 દિવસના રોજગાર માટે
અરજી કરી શકશે.

યોગ્યતા :

 જાહેર કરેલ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં જે પુખ્ત સભ્યો બિન કુશળ મજુરી કામ કરવા ઈચ્છતા હોય અને જેમને
વેતનિક રોજગારીની જરૂરીયાત હોય તેવા તમામ BPL/APL કુટુંબો આ યોજનાનો લાભ લઈ શકશે

 આ યોજના કુટુંબ દીઠ 100 દિવસ રોજગાર આપવા માટે છે.

રજીસ્ટ્રેશન માટેની લાયકાત :


 કામની માંગણી કરનાર અરજદાર સ્થાનિક રહેવાસી હોવો જોઈએ સ્થાનિક એટલે ગ્રામ પંચાયત વિસ્તારના અંદર રહેતી
હોય તે વ્યક્તિ રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.
 રોજગારીની જરૂરીયાતવાળા અરજદારે ગ્રામ પંચાયતમાં નામ નોંધાવવાનું રહેશે આ નામ નોંધણી કરાવ્યા બાદ ગ્રામ
સભામાં રજીસ્ટર થયેલ પરિવારોની જરૂરી ખરાઈ કર્યા પછીથી એક અઠવાડીયામાં ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ
મંત્રીની સહીથી અરજદારના ફોટાવાળા જોબકાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. જોબકાર્ડ મેળવ્યા બાદ રોજગારીની જરૂરીયાત
હોય ત્યારે રોજગારી આપવા માટે ગ્રામ પંચાયતને અરજી કરવાની રહેશે.
 જોબકાર્ડમાં પરિવારનો રજીસ્ટ્રેશન કોડનંબર, અરજદારનું નામ અને જાતિ તથા કામ કરવા માંગતા કુટુંબના સભ્યોના
નામ તથા તેમની ઉમર, લિંગ અને કુટુંબના વડા સાથેનો સંબંધ જેવી કાયમી માહિતી આપવાની રહેશે.
 જોબકાર્ડ ખોવાઈ જાયતો પંચાયત પાસે ડુપ્લીકેટ કાર્ડ માટે અરજી કરી શકાશે.
 જોબકાર્ડ ન મળવા અર્થે કોઈ વ્યક્તિને ફરીયાદ હોયતો તે બાબતે પ્રોગ્રામ ઓફિસર સહ તાલુકા વિકાસ અધિકારીશ્રીને
જણાવવાનું રહેશે.
 કામની માંગણી માટેની અરજી કરવામાં આવે ત્યારે સળંગ 15 દિવસના કામની માંગણી કરવાની રહેશે
 કામની માંગણી કર્યેથી ગામ પંચાયત દ્વારા 15 દિવસ સુધીમાં કામ આપવાની ખાત્રી કરવામાં આવે છે. ગામે કે ગામથી
પાંચ કિ.મી.ની ત્રિજીયામાં રોજગારી આપવામાં આવશે. જો ગ્રામ પંચાયત દ્વારા અરજી કર્યાની તારીખથી દિન-15 માં
કામગીરી ન આપી શકે તો ગ્રામ પંચાયતે રોજગાર વાંચ્છુઓને બેરોજગારી ભથ્થુ આપવાનું રહેશે.

બેરોજગારી ભથ્થુ કયા સંજોગોમાં નથી ચુકવવાનું :

 રોજગારી માંગનાર પોતે પંદર દિવસમાં દર્શાવેલ કામ ઉપર હાજર ન થાય તો

 100 દિવસની રોજગારી મળી ચુકી હોય તો

 મંજુરી લીધા સિવાય સતત એક અઠવાડીયાથી વધુ સમય ગેરહાજર રહે અથવા મહિનામાં કુલ 7 દિવસથી વધુ સમય
ગેરહાજર રહે તો.

વેતનનું ચુકવણું

3
 કામ ઉપરના દરેક શ્રમિકને લઘુતમ વેતન અધિનિયમ 1948 હેઠળ " કૃષિ શ્રમિક " માટે નિયત કરેલ વેતન દર મુજબ
વેતન ચુકવણા કરવામાં આવશે

 શ્રમિકોને વેતન ચુકવણું અઠવાડીક ધોરણે સ્થાનિક લોકોની હાજરીમાં જે તે શ્રમિકની સહી/અંગુઠો લઈ પોસ્ટ અથવા બેંક
દ્વારા ચુકવણું કરવામાં આવશે.

 સંબંધિત જિલ્લાના એસ.ઓ.આર. મુજબ કામના પ્રમાણમાં ચુકવણું કરવામાં આવશે

વેતનનું ચુકવણું

 અરજદાર રેશનકાર્ડ ધરાવતો હોવો જોઈએ

 ભારત સરકારે કાઢી આપેલ ચુંટણી અંગેનું ઓળખપત્ર તથા ગ્રામ પંચાયતના સંબંધિત વિસ્તારમાંથી મત આપવાની
ખાત્રી પાત્રતા દર્શાવતો પુરાવો

 બેંક ખાતાની પાસબુકની ફોટો કોપી.

 ખેતીની જમીન ધરાવતો હોવાની સાબિતી

 ગ્રામ પંચાયતે આકારેલી બીન ખેતીની જમીન ધરાવતા અંગેની સાબિતી

 એક પરિવારમાંથી એકથી વધુ વ્યક્તિને રજીસ્ટર કરવામાં આવશે નહી અને કોઈ પણ પરિવારને એકથી વધુ વખત
રજીસ્ટર કરવામાં આવશે નહી.

 ખોટા રજીસ્ટ્રેશન કિસ્સામાં કાર્યક્રમ અધિકારી બે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં અરજદારની સુનવણીની તક આપ્યા
પછી રજીસ્ટ્રેશન રદ કરશે. એવા રદ કરેલાઓની યાદી ગ્રામસભા સમક્ષ મુકવાની રહેશે.

 રોજગારી માટેનું રજીસ્ટ્રેશન સમગ્ર વર્ષ દરમ્યાન ગ્રામ પંચાયત કચેરીએ કામકાજની કલાકો દરમ્યાન કરાવી શકાશે.

 સખીમંડળ યોજના
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ના સહયોગમાં સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી.) ની રચના દ્વારા
સશક્તિકરણ કરવાની યોજના

4
યોજનાનું નામ :
આ યોજના "સખીમંડળ" સ્વસહાય જુથો/એસ.એચ.જી તરીકે પણ ઓળખાશે અને સમગ્ર રાજયના ગ્રામીણ વિસ્તારમાં અમલમાં
મુકવામાં આવશે. આ યોજનાની મુદત પ્રથમ તબક્કે આ ઠરાવની તારીખથી તા.31/1/2010 સુધીની રહેશે. આ યોજના સંકલીત
બાળ વિકાસ કાર્યક્રમ (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવેશ.
યોજનાનો ઉદેશ :
 આ યોજના હેઠળ રચાયેલા સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી) તરીકે ઓળખાશે.
 આ યોજના ગ્રામીણ વિસ્તારમાં તા.2/2/2007 થી અમલમાં મુકવામાં આવેલ છે. અને તે તા.31/1/2010 સુધી અમલમાં
મુકેલ. જેની અવધિ તા. 03/11/2011 સુઘી અને ત્યારબાદ નિર્ણય થાય ત્યાં સુઘી અમલમાં રહેશે.
 આ યોજના સંકલીત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવશે.
 ગ્રામીણ ગરીબ કુટુંબો જુથમાં સંગઠીત થઈ બચત અને આંતરિક ધિરાણનો અભિગમ અપનાવે તો તેમની નાની મોટી
આર્થિક જરૂરિયાતો સંતોષી શકાય.
 સ્વસહાય જુથો રચી સંગઠીત કરી તેમને સક્ષમ કરવા કૌશલ્ય વર્ધન તાલીમ પુરી પાડવી, આંતરિક માળખાકીય
સુવિધાઓ પુરી પાડી આર્થિક પ્રવૃતિ સાથે સાંકળવા તેમજ રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે જોડવા.
 રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના સહયોગમાં સ્વસહાય જુથોને સક્રીય કરવાની અને બેંક લીંકેજ સાથે જોડવાની
સખીમંડળો નામાભિધાન દ્વારા અભિયાન સ્વરૂપે સશક્તિકરણ કરવાનો નવો અભિગમ અપનાવવો.
યોજનાની વ્યુહરચના :
પ્રવર્તમાન સ્વસહાય જુથોને ઓળખવા બેંક સેવા સાથે સાંકળવા વગેરે અંગે જરૂરી ડેટા અને પત્રકો તૈયાર કરવાની કામગીરી
ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં નાબાર્ડ તૈયાર કરશે.
 આ યોજના અંતર્ગત સખીમંડળના સભ્યોને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવશે.
1. ગૃપ ડાયનેમીક
2. સંઘર્ષ નિવારણ
3. નેતૃત્વ વિકાસ
4. બુક કીપીંગની તાલીમ
5. આર્થિક પ્રવૃતિ માટે તાલીમ
 આ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર્તા, એ.સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર અને સી.ડી.પી.ઓ.ને ઈન્સેટીવ (પ્રોત્સાહક
રકમ) મળવાપાત્ર છે.
રીવોલ્વીંગ ફંડ :
આ યોજના હેઠળ રચવામાં આવનાર સખીમંડળને રૂ.5000/- રીવોલ્વીંગ ફંડ ગ્રાન્ટ (ઓછામાં ઓછું રૂ.10000/- બેંક ધિરાણ)
મેળવવાને પાત્ર થશે સખીમંડળને રીવોલ્વીંગ ફંડ ચુકવવામાં આવશે.
 આ યોજના હેઠળ આંગણવાડી કાર્યકરો, સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર, બેંકો, લીડ જિલ્લા મેનેજર, સ્વૈચ્છિક સંસ્થા, અને
નાબાર્ડની ભુમિકા નક્કી કરેલી છે.

5
 ગોકુળ ગ્રામ યોજના

ઉદે્શ :

રાજ્યનાં તમામ ગામોને ચોક્કસ સમયમર્યાદામાં સમાન ધોરણોએ પાયાની ન્યૂનતમ સુવિધાઓ મળી રહે. રાજ્યનું પ્રત્યેક ગામ
સુવિધા સંપન્ન, સ્વચ્છ અને સુંદર બને.

લાભ કોને મળે છે :

રાજ્યનાં તમામ ગામોને ક્રમશ : અને તબક્કાવારના આયોજન દ્રારા યોજના અંતર્ગત આવરી લેવાનું યોજનામાં નક્કી કરેલ છે.
ન્યૂનતમ પ્રાથમિક સુવિધાઓના અભાવના એકમાત્ર માપદંડને ધ્યાને રાખીને યોજના હેઠળ આવરી લેવાનાં થતાં ગામોની
પસંદગી કરવામાં આવશે.

કઈ કઈ સુવિધાઓ પૂરી કરવામાં આવે:

યોજના અંતર્ગત સુનિશ્ર્ચિત કરાયેલી પ્રાથમિક સુવિધાઓ પૈકીની ખૂટતી સુવિધાઓનાં કામો જે તે પસંદ થયેલા ગામે હાથ
ધરવાની જોગવાઇ છે.

કેટલો નાણાંકીય ખર્ચ કરવાની જોગવાઇ :

યોજના હેઠળ આવરી લેવાનારા પ્રત્યેક ગામ માટે તેની ખૂટતી પાયાની સુવિધાઓના સંદર્ભમાં અંદાજે રૂ. 15.00 લાખ સુધીની
રકમો ખર્ચવાનુ આયોજન છે. જે પૈકી ગામ દીઠ રૂ. 5.00 લાખ સુધીની રકમો યોજના અંતર્ગત કરાનારી અંદાજપત્રિય
જોગવાઇઓમાંથી આપવાનું અને બાકીની ખૂટતી રકમો જુદાં-જુદાં માધ્યમો દ્રારા મેળવવાનું આયોજન છે.

અમલીકરણ કોણ કરે :

યોજનાનું અમલીકરણ રાજ્ય કક્ષાએ ગ્રામ વિકાસ વિભાગ, કમિશ્નરગ્રામ વિકાસ,જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,
ગ્રામ કક્ષાએ યોજના અંતર્ગત ગામના સરપંચશ્રીની અધ્યક્ષતામાં ગામના લોકોના પ્રતિનિધિત્વમાં રચાયેલી કાર્યક્રમ
અધ્યક્ષતામાં ગામના લોકોના પ્રતિનિધિત્વમાં રચાયેલી કાર્યક્રમ અમલીકરણ સમિતિ દ્રારા કરવામાં આવે છે. રાજ્ય કક્ષા આ
કાર્યક્રમનું અમલીકરણ ,નિરીક્ષણ અને મોનીટરીંગ ગ્રામ વિકાસ વિભાગ, કમિશ્નર ગ્રામ વિકાસ હસ્તક છે. જિલ્લા કક્ષાએ જે તે
જિલ્લા માટે સરકારશ્રી દ્રારા નિમવામાં આવેલ પ્રભારી મંત્રીશ્રી/ પ્રભારી સચિવશ્રી દ્રારા પણ નિયમિત ધોરણે મોનીટરીંગ
કરવાની જોગવાઇ છે. તેમજ સંબંધિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેનશ્રી અને નિયામકશ્રીને અમલીકરણની સઘળી
જવાબદારીઓ સોંપવામાં આવી છે

ગોકુળ ગ્રામ જાહેર કરવું એટલે શું ?

ગોકુળ ગામ યોજના હેઠળ રાજ્ય કક્ષાએથી સુનિશ્ર્ચિત કરાયેલ સુવિધાઓ પૈકીની ખૂટતી સુવિધાઓવાળા તમામ કામો જે
ગામમાં પુરાં થઇ ગયા હોય તે ગામની ગ્રામસભા આ અંગેનો જાહેર ઠરાવ કરે અને તેની કાર્યક્રમ અમલીકરણ સમિતિ દ્રારા આ
ઠરાવ જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓને મોકલી આપે. જિલ્લા કક્ષાએથી ગવર્નીગ બોડી આ ઠરાવની યથાર્થતા
અને વ્યાજબીપણાની ચકાસણી કરે અને ત્યાર બાદ આવા ગામોને ગોકુળ ગ્રામ તરીકે જાહેર કરે. આ રીતે જાહેર કરાયેલ ગામોને
જે તે જિલ્લાના પ્રભાવી મંત્રીશ્રી જાહેર સમારંભમાં ગોકુળ ગ્રામ તરીકેનું પ્રમામપત્ર એનાયત કરે અને કાર્યક્રમ અમલીકરણ
સમિતિના સભ્યોનું જાહેર સન્માન કરે.

6
 આમ આદમી વિમા યોજના

આમ આદમી વિમા યોજના કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજના છે. જે લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ
ઈન્ડીયા, ગાંધીનગર દ્વારા સંચાલીત છે.

યોજનાનો ઉદેશ, વ્યાપ અને પાત્રતા:

સદર યોજનાનો ઉદેશ રાજયના ગ્રામ્ય વિસ્તારના ગરીબીરેખા હેઠળ જીવતા 0 થી 16 ગુણાંક ધરાવતા જમીન વિહોણા અને 18
થી 59 વર્ષની ઉમર ધરાવતા ગ્રામીણ જમીન વિહોણા કુટુંબના વડાનું અથવા કુટુંબના કમાનાર સભ્યનું કુદરતી મૃત્યુ અથવા
અકસ્માતના કિસ્સામાં મૃત્યુ કે કાયમી અશકતતા અને અંશતઃ કાયમી અશકતતાના કિસ્સામાં ઉકત કુટુંબના
વારસદાર/નોમીનીને વિમા સુરક્ષા દ્વારા આર્થિક સહાય આપવાનો છે.

આ યોજના હેઠળ સભ્ય તરીકે નોંધણી માટે ગરીબીરેખા હેઠળ 0 થી 16 ના ગુણાંક ધરાવતા જમીન વિહોણા કુટુંબના વડા અથવા
કુટુંબના કમાનાર વ્યક્તિ કે જે 18 થી 59 વર્ષની ઉમર ધરાવતી હોય તેની પાત્રતા રહેશે. આ યોજના હેઠળ કોઈપણ પ્રકારની
લોન મળી શકશે નહી.

આમ આદમી વિમા યોજના હેઠળ વિમા સુરક્ષાઃ

સદર યોજના હેઠળ આવરી લેવાયેલ સભ્ય કે જેઓ કુટુંબના વડા અથવા કમાતા સભ્ય હોય અને તેમનું અકસ્માતથી મૃત્યુ કે
કુદરતી મૃત્યુ થવાના કારણે અથવા અકસ્માતથી થતી કાયમી અસમર્થતતા કે આંશિક કાયમી અસમર્થતતાના કિસ્સામાં નીચે
દર્શાવ્યા મુજબની વિમા સુરક્ષા પુરી પાડવામાં આવશે.

 માસ્ટર પોલીસીની નિશ્ચિત નકકી થયેલ મુદત સુધીમાં સભ્તયનું કુદરતી રીતે મૃત્યુ થાય તો વારસદાર/નોમીનીને
રૂ.30,000/- ની વિમાની રકમ ચુકવવાની રહેશે.

 અકસ્માતથી મૃત્યુના કિસ્સામા તથા સંપૂર્ણ કાયમી અશકતતાના કિસ્સામાઃ રૂ. 75,000/-

 અકસ્માતથી બે આંખ ગુમાવવી કે બે હાથ કે બે પગ ગુમાવવાના સંપૂર્ણ કાયમી અશકતતાની કિસ્સામાં અથવા એક આંખ
અને એક હાથ કે બે પગ ગુમાવવાના સંપૂર્ણ કાયમી અશકતતાની કિસ્સામાઃ- રૂ. 75,000/-

 અકસ્માતના કારણે એક આંખ અથવા એક હાથ કે એક પગ ગુમાવનાર આંશિક કાયમી અશકતતાના કિસ્સામાઃ રૂ.
37,500/-

વય મર્યાદા અને પાત્રતાઃ

1. સભ્યની ઉમર 18 થી 59 વર્ષ વચ્ચેની હોવી જોઈએ

2. ગરીબીરેખા નીચે જીવતા જમીન વિહોણો કુટુંબના મુખ્ય વડા અથવા આવા કુટુંબની કમાતી એક વ્યક્તિ

7
દાવા પતાવટ પ્રક્રિયા બાબતઃ

દાવાની પતાવટ પ્રક્રિયા નીચે મુજબની રહેશે.

1. મૃત્યુના કિસ્સામાં મૃતક સભ્યના વારસદાર/નોમીનીએ તેમજ કાયમી સંપૂર્ણ/આંશિક અસમર્થતતાના કિસ્સામાં
લાભાર્થીએ પોતે ગ્રામકક્ષાએ તલાટી કમ મંત્રીને નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. અરજી પત્રક ભરવામાં તલાટી
કમ મંત્રી, ગ્રામસેવક કે ગ્રામમિત્રની મદદ કરશે.

2. નિયત અરજી ફોર્મમાં જણાવ્યા મુજબ જરૂરી આધાર જેવાકે મૃત્યુ પ્રમાણપત્ર, રેશનકાર્ડ, જન્મના દાખલાનું પ્રમાણપત્ર,
શાળા પ્રમાણપત્ર, મતદાન ઓળખકાર્ડ (ચુંટણીપંચે આપેલ) અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં એક એફ.આઈ.આરની નકલ,
પોસ્ટમોર્ટમ રીપોર્ટ રજુ કરવાનો રહેશે.

3. ડેઝીગનેટેડ અધિકારીશ્રી મારફત લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગરને વિમા કલેઈમ મોકલવાનો
રહેશે.

4. દાવાની પતાવટ અંગેની ચકાસણી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગરની પેન્શન અને ગૃપ સ્કીમ
યુનિટ, ગાંધીનગર મારફતે કરવામાં આવશે.

5. કાયમી અસમર્થતા/નુકશાનના કિસ્સામાં સરકારી/સાર્વજનિક હોસ્પીટલના અધિકારીનું પ્રમાણપત્ર (અથવા કોઈ પણ


રજીસ્ટર્ડ તબીબી અધિકારીનું પ્રમાણપત્ર)

6. રાજય સરકાર દ્વારા નિયુકત કરાયેલ અધિકારીશ્રી (ડેઝીગનેશન અધિકારી) દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જે તે વ્યક્તિ
ગરીબીરેખા હેઠળ હોવાનો અંતિમ પુરાવો રહેશે.

7. દાવાની મળવાપાત્ર રકમ સભ્યા વારસદાર/નોમીનીના બેન્ક ખાતામાં અથવા પોસ્ટ ઓફીસના ખાતામાં લાઈફ
ઈન્સ્યારન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગરે જમા કરાવવાની રહેશે.

8. કાયમી અસમર્થતા/નુકશાનીના કિસ્સામાં દાવાની મળવાપાત્ર રકમ તેમના પોતાના બેંક ખાતામાં અથવા પોસ્ટ
ઓફીસના ખાતામાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગર દ્વારા અરજદાર દ્વારા દાવો કર્યેથી મોડામાં
મોડું 15 દિવસની અંદર જમા કરાવવાની રહેશે.

9. રાજય સરકારની કે કેન્દ્ર સરકારની અન્ય કોઈ યોજના હેઠળ જો કોઈ લાભ મળતો હશે તો તે ઉપરાંત આ યોજનાનો લાભ
આપવાનો રહેશે.

You might also like