Professional Documents
Culture Documents
Swarnim Gujarat Vikas 2010-11
Swarnim Gujarat Vikas 2010-11
સ્ટેચ્યુ ઓફ યુનિટી
૬ઠ્ઠી ઓકટોબર, ૨૦૧૦ના રોજ કેવડિયા કોલોની નર્મદા ડેમ સાઇટ ખાતે વિશ્વમાં ઊંચામાં ઊંચી એવી સરદાર વલ્લભભાઇ પટેલની
પ્રતિમાની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી. ૧૮૨ મીટરની ઊંચાઇ ધરાવતી આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે વિશ્વભરમાં પ્રસ્થાપિત
થાય તેવા સંકલ્પ સાથે આ પ્રતિમા મૂકવામાં આવશે.
ક્રાંતિતીર્થનું નિર્માણ
સ્વર્ણિમ ગુજરાત નિર્માણ 2010-11
ગુજરાતના સ્વર્ણિમ જયંતિ અવસરે ભારતની આઝાદીના સશસ્ત્ર સંગ્રામની ક્રાંતિકારી તવારિખોના વિસરાતા ઇતિહાસને સજીવન
કરતા ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્માના ભવ્ય સ્મારક ક્રાંતિતીર્થનું કચ્છના માંડવી ખાતે મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. આ ક્રાંતિતીર્થ ભારતમાતા
માટે સમર્પિત જીવન જીવવાની વૈશ્વિક પ્રેરણાનું મહાતીર્થ બની રહેશે. આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના ૧૮૫૭થી ૧૯૪૭ સુધીના ૯૦
વર્ષની ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓની તવારિખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે.
ખેલ મહાકુંભ
ગુજરાતના યુવાનો રમત ગમત ક્ષેત્રે જાગૃત થાય અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના કૌશલ્યવાન યુવાનો પોતાનું
કૌશલ્ય ઝબકાવે તે ઉદ્દેશથી રાજ્યની સ્વર્ણિમ જયંતિ પ્રસંગે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભ યોજાયો હતો. તા. ૨૦મી નવેમ્બર-૨૦૧૦ના
રોજ અમદાવાદ ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો અને ૨૧મી નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધીના ૨૪ દિવસના આ મહાકુંભમાં ચાર વયજૂથમાં
જુદી જુદી ૧૬ રમતોની સ્પર્ધાઓ રાજ્યના ૧૧૦૦ સ્થળે યોજાઇ હતી. જેમાં ૧૩ લાખ જેટલાં ખેલાડીઓ, સ્પર્ધા આયોજકો અને રમત પ્રશિક્ષકો
મળી કુલ ૧૪ લાખનો ખેલ સમુદાય રમતના મેદાનમાં ખેલદીલીથી ભાવના સાથે રમ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ
ભારતનું નામ રોશન કરનારા ૧૯ રાષ્ટ્રીય વિજેતા ખેલાડીઓનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું અને મુખ્યમંત્રીએ ગુજરાતમાં સ્પોર્ટસ યુનિવર્સિટી
સ્થાપવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.
સલામતી અને સુરક્ષા ક્ષેત્રની વિકાસ યાત્રા, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ તેમજ કૃષિ મહોત્સવ દ્વારા જ્ઞાન શક્તિથી વિકાસ અને શ્રેષ્ઠ
ઊર્જા વ્યવસ્થાપન તેમજ શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન દ્વારા વિકાસના નૂતન પરિણામો આ પંચશક્તિ દ્વારા મેળવાયા છે તેની ગાથા આ ઉત્સવોમાં
કરવામાં આવી હતી.