You are on page 1of 30

પ્રતિક્રમણ એટલે શુ?


(૧)પ્રતિ એટલે વિરુદ્ધ, ક્રમણ એટલે ચાલવુ.ં એટલે કે પાપથી વિરુદ્ધ
ચાલવું તેને પ્રતિક્રમણ કહે છે
(૨) પાપથી પાછા ફરવું એટલે પ્રતિક્રમણ.
(૩) વ્રત નિયમ માં જે કાંઈ મર્યાદા કરી હોય તેનાથી અતિક્રમણ થઈ
ગયું હોય( મર્યાદા વિરુદ્ધ કાર્ય થયું હોય) તેન ુ ં શુદ્ધિકરણ કરવું તેને
પ્રતિક્રમણ કહેવાય.
(૪) વ્રતમાં લાગેલા દોષોને દૂર કરવા તેને પ્રતિક્રમણ કહે છે .
(૫) પ્રતિક્રમણ એટલે આત્માને શુદ્ધ કરવાની એક પ્રક્રિયા.
(૬) પ્રતિક્રમણ એટલે અનેક પાપ કર્મોના બંધ શરૂ થયો હોય તેને
અટકાવવાની પ્રક્રિયા.
(૭) પ્રતિક્રમણ એટલે આરાધક બનવા માટે ની આવશ્યક ક્રિયા.
(૮) પ્રતિક્રમણ એટલે વિષમ ભાવોને દૂર કરી આત્માના શુદ્ધ સ્વરૂપમાં,
સમતા ભાવમાં રમણતા કરવા રૂપ ક્રિયા.
(૯) પ્રતિક્રમણ એટલે વિભાવ પર્યાય ને વોસિરાવીને શુદ્ધ સ્વભાવ
પર્યાય ને પ્રગટાવવી.
(૧૦) પ્રતિક્રમણ એટલે પાપી આત્માને પવિત્ર બનાવનારી ભાવ
સ્નાનની પ્રક્રિયા.
(૧૧) પ્રતિક્રમણ એટલે વ્રત રૂપી પડેલા છીદ્રો ને દૂર કરવાની ક્રિયા.
(૧૨) પ્રતિક્રમણ એટલે ભ ૂલ સુધારવાનુ ં પ્રથમ પગથિયુ.ં
(૧૩) પ્રતિક્રમણ એ “ટચ એન્ડ ગો”જેવું છે , પ્રતિક્રમણ નો સ્પર્શ થતાંજ
અશુદ્ધિ, દોષ દૂર થઈ જાય છે .
(૧૪) પ્રતિક્રમણ એટલે ભ ૂતકાળની અશુદ્ધ પર્યાયો થી નિવ ૃત્ત થઈ શુદ્ધ
પર્યાય પ્રગટાવવાની એક અવશ્ય કરણીય આવશ્યક ક્રિયા છે .
(૧૫) પ્રતિક્રમણ એટલે ભ ૂલોનો ભાગાકાર કરી ગુણોનો ગુણાકાર
કરવાની ક્રિયા છે .
(૧૬) પ્રતિક્રમણ એટલે સાધના રૂપી વસ્ત્રની મલિનતા ને દુર કરવા ની
ક્રિયા છે . (૧૭) પ્રતિક્રમણ એટલે સાધના મહેલની છતમાં પડેલી તિરાડને
દૂર કરવાની એક ક્રિયા છે .
(૧૮) મોક્ષમાર્ગ થી ચલિત થયેલા સાધકને મોક્ષમાર્ગમાં સ્થિર કરવાની
ક્રિયા (મોક્ષમાર્ગ થી અપ ૃથક બનાવવાની ક્રિયા).
(૧૯) પ્રતિક્રમણ એટલે સાધના રૂપી દે હમાં પ્રગટે લા ભાવ રોગોને દૂર
કરી આત્માને સ્વસ્થ બનાવવાની ક્રિયા છે .
(૨૦) પ્રતિક્રમણ એટલે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ રૂપ
વિભાવ તરફ વળે લા આત્માને સમકિત વ્રત, અપ્રમત, અકષાય,
અયોગીપણા તરફ એટલે કે શુદ્ધ ભાવ તરફ વાળવાની ક્રિયા છે .

પ્રતિક્રમણ ના પ્રકાર

પ્રતિક્રમણ ના પ્રકાર અનેક અપેક્ષાથી થઈ શકે છે


(૧) મિથ્યાત્વ આદિ કર્મબંધનના કારણની અપેક્ષાથી ૫ ભેદ છે .
(૨) દિવસીય આદિ કાળ અપેક્ષાથી ૫ પ્રતિક્રમણ છે .
(૩) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ની અપેક્ષાથી ૪ પ્રકારના પ્રતિક્રમણ છે .

મિથ્યાત્વ આદિ પાંચ પ્રતિક્રમણ

મિથ્યાત્વ નુ ં પ્રતિક્રમણ:- તેના અનેક પેટા પ્રકાર છે . જેમકે,


(૧)બાપદાદાનો ધર્મ જો ખરે ખર સાચો ન હોય તો ખોટો જાણીને છોડી
દે વો. જિનમત નો સ્વીકાર કરવો. ૩૨ આગમોનો સ્વીકાર કરવો.
(૨) બધા ધર્મ સરખા માનવાને બદલે જૈન ધર્મ શ્રેષ્ઠ માનવો.
(૩) ખોટી માન્યતાને આગમ દ્વારા ખોટા જાણીને તેનો ત્યાગ કરવો.
(૪) જૈન ધર્મમાં સંશય આદિ ન કરવા.
(૫) ધર્મ કે અધર્મનુ ં જાણપણું ન હોવું તે મિથ્યાત્વ છે . જાણપણું
મેળવવાથી તે મિથ્યાત્વનુ પ્રતિક્રમણ થાય છે .
અવ્રતનુ ં પ્રતિક્રમણ:-
(૧) એક પણ પ્રત્યાખ્યાન ન કર્યા હોય તેને અવ્રત કહે છે . તેન ુ ં
પ્રતિક્રમણ કરવા એકાદ પ્રત્યાખ્યાન પણ કરવા.
(૨) અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ નો ત્યાગ કરવો એ પણ
અવ્રતનુ ં પ્રતિક્રમણ છે .
(૩) અમુક વસ્ત ુ નો ઉપયોગ ન કરવાના પચખાણ કરવાથી અજીવ,
અવ્રતનુ ં પ્રતિક્રમણ થાય છે .
(૪) અમુક જીવનીહિંસા ન કરવી એવા પ્રત્યાખ્યાન દ્વારા જીવને અવ્રતનુ ં
પ્રતિક્રમણ થાય છે .
(૫) શ્રાવકના વ્રત કે સાધુના ૫ મહાવ્રત ધારવાથી પણ અવ્રતનુ ં
પ્રતિક્રમણ થાય છે .

પ્રમાદ નુ ં પ્રતિક્રમણ:- અનેક પ્રકારનુ ં છે . જેમકે,

(૧) મદિરા એટલે દારૂ આદિ નશાકારક વસ્ત ુ નો ત્યાગ કરવાથી


પ્રમાણનો પ્રતિક્રમણ થાય છે .
(૨) પાંચ ઇન્દ્રિયો ના વિષયો નો ત્યાગ કરવાથી અનાસક્ત ભાવ
લાવવાથી પ્રમાદ નુ ં પ્રતિક્રમણ થાય છે .
(૩) ક્રોધ, માન, માયા, લોભથી વિશેષ પ્રકારે મત એટલે રં ગાયેલો હોય
તેવા તીવ્ર કક્ષાના (પ્રમાદ કરવાના) કષાયોથી નિવ ૃત્ત થવું તેથી
પ્રમાદનુ ં પ્રતિક્રમણ થાય છે .
(૪) નિદ્રા આદિ નો ત્યાગ કરી ધર્મકાર્યમાં ઉત્સાહિત જોડાવું તે પ્રમાદનુ ં
પ્રતિક્રમણ છે .
(૫) વિકથા ત્યાગી ધર્મકથા માં જોડાવું તે પ્રમાદનુ ં પ્રતિક્રમણ છે .

કષાયોનુ ં પ્રતિક્રમણ:- તેના અનેક પ્રકાર છે , જેમકે,


(૧) અનંતાની બંધ ુ ક્રોધ, માન, માયા, લોભ, નો ત્યાગ કરવો શ્રદ્ધામાં
બાધક કષાયો છોડવા ” તેનજ ે મારી જિંદગી બગાડી છે ” એમ નહિ પરં ત ુ
” મારા કર્મ હતા તે તો નિમિત્ત છે ” એમ માની અનંતાનુ ં બંધી કષાય
છોડવા.
(૨) જે કષાય ભાવથી વ્રત ધારવા ના ભાવ ન થાય તેવા
અપ્રત્યાખ્યાની કષાય ને છોડીને દે શવ્રત કે સર્વવ્રત ને ધારણ કરવાથી
અપ્રત્યાખ્યાન કષાયો નુ ં પ્રતિક્રમણ થાય છે .
(૩) જે કષાય ભાવોથી દીક્ષા ના ભાવ ન થાય, સર્વ પાપ છોડવાના ભાવ
ન થાય એવા પ્રત્યાખ્યાની વર્ણીય છોડી સંયમ ધારણ કરવો તેને
પ્રત્યાખ્યાના વર્ણીય કષાયોનુ ં પ્રતિક્રમણ કહે છે .
(૪) જે કષાયો ના ભાવો વીતરાગતા ને રોકે છે એવા સંજ્વલન કષાયો
નો ત્યાગ કરવો તે સંજ્વલન કષાયનુ ં પ્રતિક્રમણ કહે છે .
(૫) હાસ્ય, રતિ ( સંસારી કાર્યોમાં ઉત્સાહ), અરતિ ( ધર્મ કાર્યમાં કંટાળો),
ભય, શોક,દુગઁછા,વિકાર ભાવ આદિનો ત્યાગ કરવો તેને કષાય નુ ં
પ્રતિક્રમણ કહે છે .

યોગ નુ ં પ્રતિક્રમણ:-

(૧) હિંસા જુઠ આદિ અશુભ યોગની પ્રવ ૃત્તિનો ત્યાગ કરવો, અજતના
વાળી પ્રવ ૃત્તિનુ ં ત્યાગ કરવો તે અશુભયોગનુ ં પ્રતિક્રમણ છે .
(૨) બે ઘડી કે અહોરાત્રી માટે સાવદ્યયોગ તથા પાપ પ્રવ ૃત્તિનો ત્યાગ
કરવો( સામાયિક-પૌષધ કરવા) તે અશુભયોગનુ ં પ્રતિક્રમણ છે .
(૩) મૌન રાખવુ,ં કાઉસગ કરી કાયા ની પ્રવ ૃત્તિ છોડવી, ધ્યાન કરી અન્ય
વિચારને છોડવા તે પણ યોગનુ ં પ્રતિક્રમણ છે .
(૪) મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી નુ ં પાલન કરવું અમુક મિશ્ર
કાર્યો (પુણ્ય+ પાપ વાળા) નો ત્યાગ કરવો તે યોગનુ ં પ્રતિક્રમણ છે .
(૫) સર્વે શુભ પ્રવ ૃત્તિનો પણ ત્યાગ કરવો તે શુભ યોગનુ ં પ્રતિક્રમણ છે .
પરં ત ુ તે અવસ્થા કેવળજ્ઞાન થયા પછી પણ જ્યારે મોક્ષમાં જવાને થોડી
વાર હોય ત્યારે જ પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી શુભયોગ થી મુક્ત થઈ શકાત ું
નથી.

દે વસિય આદિ પાંચ પ્રતિક્રમણ

(૧)દિવસ સબંધી લાગેલા દોષોનુ ં પ્રતિક્રમણ કરવું તે દે વસીય


પ્રતિક્રમણ કહેવાય છે .
(૨) રાત્રી સબંધી લાગેલા દોષોનુ ં પ્રતિક્રમણ કરવું તે રાઈય પ્રતિક્રમણ
કહેવાય છે .
(૩) પક્ષ એટલે એકમથી પ ૂનમ કે અમાસ સુધીના પંદર દિવસ સબંધી
લાગેલા દોષોનુ પ્રતિક્રમણ કરવું તે પાખી પ્રતિક્રમણ કહેવાય છે .
(૪) ૪ માસ સબંધીનુ ં પ્રતિક્રમણ એટલે અષાઢ સુદ પ ૂનમ, કારતક સુદ
પ ૂનમ, ફાગણ સુદ પ ૂનમ ના રોજ ચાર માસ સબંધી લાગેલા દોષોનુન ુ ં
પ્રતિક્રમણ કરવામાં આવે તે ચૌમાસી પ્રતિક્રમણ છે .
(૫) એક વર્ષ દરમ્યાનલાગેલા દોષોનુ ં શુદ્ધિકરણ ભાદરવા સુદ
પાંચમના રોજ કરવામાં આવે છે , તેને સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય છે .

દ્રવ્યા આદિ ચાર પ્રતિક્રમણ

(૧) દ્રવ્ય પ્રતિક્રમણ એટલે ઉપયોગ વગર નુ ં પ્રતિક્રમણ અથવા ભાવ


વગરનુ ં પ્રતિક્રમણ અથવા દ્રવ્ય સબંધીનુ ં પ્રતિક્રમણ એટલે કોઈ વસ્ત ુ
અંગે ની મર્યાદાનુ ં ઉલ્લંઘન થયું હોય તેન ુ ં પ્રતિક્રમણ તેને દ્રવ્ય
પ્રતિક્રમણ કહે છે .
(૨)ક્ષેત્ર પ્રતિક્રમણ એટલે ક્ષેત્રની મર્યાદાનુ ં ઉલ્લંઘન થયું હોય તેન ુ ં
પ્રતિક્રમણ તેને ક્ષેત્ર પ્રતિક્રમણ કહેવાય છે .
(૩) કાણ પ્રતિક્રમણ એટલે કાળ સંબધ ં ી મર્યાદાનુ ં ઉલ્લંઘન થયું હોય
જેમકે અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કર્યું હોય તેન ુ ં પ્રતિક્રમણ તેને કાળ
પ્રતિક્રમણ કહે છે .
(૪) ભાવ પ્રતિક્રમણ એટલે પોતાના શુદ્ધિકરણના ભાવથી પ્રતિક્રમણ
કરવા બેઠા હોય ( પરાણે નહીં, પ્રભાવના ની લાલચે નહીં) તેને ભાવ
પ્રતિક્રમણ કહે છે અથવા ઉપયોગ પ ૂર્વકનુ ં પ્રતિક્રમણ અથવા હાવ વિશુદ્ધ
સહિતના પ્રતિક્રમણ ને ભાવ પ્રતિક્રમણ કહે છે .

પ્રતિક્રમણ શા માટે ?

(૧) મર્યાદા કે વ્રતના ઉલ્લંઘન ને અતિક્રમણ કહે છે . જો તેન ુ ં શુદ્ધિકરણ


ન કરે એટલે કે પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત ન કરે તો આરાધક બની શકતા
નથી માટે પ્રતિક્રમણ કરવાનુ ં છે .
(૨) ખોટા કાર્યથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે અને જ્યાં સુધી પાછા ન
ફરે ત્યાં સુધી પ્રાયશ્ચિત પણ દઈ શકાય નહીં. માટે નિર્મળ વ્રતવાન
બનવું હોય તો પ્રતિક્રમણ કરવું જોઈએ.
(૩) જો ઘરને સાફજ કરવામાં ન આવે તો શું થાય? એમ પ્રતિક્રમણ જો
ન કરીએ તો આત્મામાં આવેલા કચરાનો નિકાલ થતો નથી. માટે
પ્રતિક્રમણ કરવું જોઈએ.
(૪) જેમ રોગ થાય ત્યારે દવાથી દૂર કરવામાં આવે છે તેમ આત્માના ના
ભાવ રોગ કષાય આદિને દૂર કરવા પ્રતિક્રમણ કરવામાં આવે છે .
(૫) જેમ કપડાં ડાઘ હોય તેને શુદ્ધ કરવા ધોવું પડે છે , તેમ વ્રતોમાં દોષ
રૂપી ડાઘ હોય તેન ુ ં શુદ્ધિકરણ કરવા માટે પ્રતિક્રમણ કરવું જોઈએ.
(૬) ભ ૂલ છે ત્યાં સુધી ભગવાન ન બનાય અને ભુલથી મુક્ત થવું હોય તો
ભ ૂલનો સ્વીકાર અને ભ ૂલ નો ઇતિહાસ કરવોજ જોઈએ.
(૭)જે નાવમાં છિદ્ર પડે અને તેને બંધ ન કરે તો ડબ ૂ ી જાય એમ વ્રતમાં
દોષ રૂપી છિદ્ર પડ્યા હોય તે પ્રતિક્રમણ આદિથી બંધ કરવા જ જોઈએ
નહીતો વીરાધક બને છે .
(૮) જેમ સામાન્ય રીતે ઘરમાં રોજ સફાઈ થતી હોય છે . વિશેષ સફાઈ
૮-૧૫ દિવસે થતી હોય છે . પ્રસંગ હોય ત્યારે અને વર્ષે એકાદવાર પ ૂર્ણ
સફાઈ થતી હોય છે . એમ રોજનુ ં પ્રતિક્રમણ, પાખી, ચૌમાસી અને
સંવત્સરીનુ ં પ્રતિક્રમણ જરૂરી છે .
(૯) જેમ ખોટા માર્ગે જવાયું હોય પછી ખબર પડે કે આ માર્ગ ખોટો છે ,
તો પહેલા તો પાછા વળવું પડે છે તેમ પ્રતિક્રમણ કરવું જરૂરી છે .
(૧૦) પ્રતિક્રમણ એ એક પ્રકારનુ ં પ્રાયશ્ચિત્ત તપ છે . તેનાથી રોજના
અજાણતા લાગેલા સામાન્ય દોષોની શુદ્ધિ થઈ જાય છે . માટે જરૂરી છે .
(૧૧) પ્રતિક્રમણ એ સમય પસાર કરવા માટે નથી. તે પ્રભાવના લેવા
માટે નથી. તે દે ખાવ માટે નથી. તે માત્ર બોલવાની કે સાંભળવાનીજ
ક્રિયા નથી, આત્મશુદ્ધિની ક્રિયા છે . માટે કરવું જોઈએ.
(૧૨) પ્રતિક્રમણ એ પ્રશંસા મેળવવા માટે નથી, પ્રસિદ્ધિ માટે નથી, એ
અહંકાર વધારવા માટે નથી. જેમકે, હુ ં રોજ પ્રતિક્રમણ કરંુ છું. સરસ
કરાવું છું.
(૧૩) પ્રતિક્રમણ ના આસનો પણ લઘુતા, સમર્પણતા, શ ૂરવીરતા આદિ
દર્શાવવા માટે છે . એવા ભાવ લાવવા માટે છે . પ્રતિક્રમણ એતો આત્માને
પવિત્ર-પાવન બનાવવા માટે છે .
(૧૪) પ્રતિક્રમણ એ એવી હવા છે , જો ભાવ રોગ હોય હા તો દૂર કરે રોગ
ન હોય તો નુકસાન ના કરે . આત્માને પુષ્ટ કરે . આવી દવા છે તે તો લેવી
જ જોઇએ.
(૧૫) સામાન્ય સાધકોને તો વારં વાર પ્રમાદ આદિ વશ નાના-મોટા દોષ
લાગી જતા હોય છે . માટે તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું જોઈએ.

પ્રતિક્રમણ ના લાભ:

(૧) જે જે વિશ્વમ ભાવનુ ં પ્રતિક્રમણ કરીએ એટલા અંશે પાપ કર્મોનો


આશ્રવ અટકી જાય છે .
(૨) જે જે હિંસા કષાયની આસક્તિ આદિ ભાવનુ ં પ્રતિક્રમણ કરીએ એટલે
એટલા અંશે ભાવ વિશુદ્ધિ થાય છે તેના અનુસાર નિર્જરા છે .
(૩) પ્રતિક્રમણ વખતે જેટલા ભાવ વિશુદ્ધ થાય કેટલા યોગ પણ નિર્મળ
થાય છે . અશુભયોગ છૂટે છે . શુભયોગ પ્રવર્તે છે . તેનાથી પુણ્ય ઉપાર્જન
થાય છે .
(૪) પ્રતિક્રમણ કરવાથી કર્મબંધન અટકે છે તેથી સંસાર વ ૃદ્ધિ પણ અટકે
છે .
(૫) પ્રતિક્રમણથી લીધેલા વ્રતના છિદ્રો પુરાય જાય છે . વ્રતની મલિનતા
દૂર થાય છે .
(૬) જો લાગેલા દોષોનુ ં પ્રતિક્રમણ મ ૃત્યુ સુધી પણ કરે નહીં તો તે
વિરાધક બને છે . પણ જો પ્રતિક્રમણ કરે તો આરાધક બને છે .
(૭) પ્રતિક્રમણથી આત્માના ભાવરોગ, મોહરોગ ઘટે છે . આત્મા સ્વસ્થ
બને છે .
(૮) પ્રતિક્રમણથી આત્માની શુદ્ધિ થાય છે . માટે પરિણામ નિર્મળ થાય
તેથી સમાધિ મળે છે .
(૯) પ્રતિક્રમણ એ પાપ કરતાં પણ રોકે છે . તેથી તે સ્પીડ બ્રેકર જેવું છે .
(૧૦) પ્રતિક્રમણ એ આત્માને ભાવશલ્યથી રહિત કરે છે .
(૧૧) જે દોષ પહેલા હોય, જે પાપ જીવે કર્યું હોય તેન ુ ં પ્રતિક્રમણ
કરવાથી તે પાપ કાર્યથી જે કર્મ બંધાણા હોય તેની સ્થિતિ ઘટે છે ,
તીવ્રતા ઘટે છે .
(૧૨) પ્રતિક્રમણ કરવાથી વ્રત ન ધાર્યા હોય તો પણ વ્રત ધારવાના ના
ભાવ થાય છે . કેવા કેવા વ્રત ધારવા જોઈએ તેની જાણકારી થાય છે .
(૧૩) પ્રતિક્રમણ કરવાથી જે જે વ્રત લીધા હોય તેની સ્મ ૃતિ થાય છે .
(૧૪) પ્રતિક્રમણ કરવાથી જે જે પાપ થતા હોય તેનો ખ્યાલ આવે છે .
(૧૫) પ્રતિક્રમણ કરવાથી નહીં લીધેલા વ્રતનો ખેલ થાય છે .
(૧૬) પ્રતિક્રમણ કરવાથી અજાણતા થયેલા પાપ દોષોની પણ શુદ્ધિ થાય
છે .
(૧૭) પ્રતિક્રમણ કરવાથી છોડવા યોગ્ય શું છે અને કરવા યોગ્ય શું છે
તેન ુ ં જ્ઞાન થાય છે .
(૧૮) પ્રતિક્રમણ કરવાથી હૃદયમાં રહેલ ઘણા કચરા સાફ થાય છે જેથી
હળવાશ અનુભવાય છે .
(૧૯) પ્રતિક્રમણથી પરસ્પર વ્યક્તિઓમાં સદભાવના ટકી રહે છે .
(૨૦) પ્રતિક્રમણથી મોક્ષનો માર્ગ નિર્વિઘ્ન બને છે અને સામાયિક થી જે
લાભ થાય છે તે લાભ પણ પ્રતિક્રમણથી થાય છે . મિથ્યાત્વ ના
પ્રતિક્રમણથી પણ લાભ થાય તો અન્ય પ્રતિક્રમણથી તો કેવો મહાલાભ
થાય તે આપણે સમજી શકીએ છીએ.

પ્રતિક્રમણ ન કરવાથી શું નુકસાન થાય:

(૧) જો મ ૃત્યુ સુધીમાં દોસ્તો નુ ં શુદ્ધિકરણ ન કરીએ તેન ુ ં પ્રતિક્રમણ ન


કરીએ તો વિરાધક બનીએ છીએ.
(૨) જ્યાં સુધી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત ના કરે ત્યાં સુધી દોષ ચાલુ રહે છે
માટે નિર્જરા ઘટી જાય છે આમ નિર્જરાના લાભ માં ઘટાડો થાય છે .
(૩) જ્યાં સુધી દોષ ની શુદ્ધિ પ્રતિક્રમણ આદિ ન થાય ત્યાં સુધી જે પુણ્ય
ઉપાર્જન થાય તો પણ ઓછું થાય છે માટે જ વિરાધક શ્રાવક વીરાધક
સાધુ ઊંચા દે વલોકમાં જતા નથી.
(૪) પ્રતિક્રમણ ન કરવાથી આગળ પ્રકરણ ૪ માં બતાવેલ લાભો મળતા
નથી.
(૫) પ્રતિક્રમણ નહીં કરવાથી જેમ મહિનાઓ અને વર્ષો નુ ં સફાઈ વગરનુ ં
ઘર હોય તેવી સ્થિતિ સાધના ઘરની બની રહે છે .
(૬) પ્રતિક્રમણ ન કરવાથી જેમ ઉપચાર ન કરવાથી રોગ વધે છે તેમ
સાધના બગડે છે .
(૭) પ્રતિક્રમણ ન કરવાથી દોષ સેવ્યા હોય તેના આશ્રવ ચાલુ રહે છે .
(૮) પેટી કરવા ન કરવાથી છ આવશ્યક ની આરાધના થી વંચિત રહે છે .
(૯)પ્રતિક્રમણ ન કરવાથી દોષ નો ખેદ ઘટે છે .
(૧૦) પ્રતિક્રમણ કરવાથી આવશ્યક ક્રિયા ની ઉપેક્ષા થાય છે . એટલા
અંશે જિનાજ્ઞાની રૂચિ ઓછી છે તે પ્રગટ થાય છે . ભગવાને જેને આવશ્યક
કહ્યું છે તેને હુ ં જો” આવશ્યક કરવા જેવું છે ” એમ ન માનુ ં તોપણ
મિથ્યાત્વ ગણાય છે .

પ્રતિક્રમણ ના વિવિધ પાઠની પ ૂર્વભ ૂમિકા:

(૧) પ્રતિક્રમણ એ આવશ્યક કરવા યોગ્ય ક્રિયા છે . છતાં ઊંચામાં ઊંચી


સાધનાની ક્રિયા પણ ગુરુ આજ્ઞા વગર ની ન હોવી જોઈએ. વિનય અને
સમર્પણ ભાવના ને કુવા માટે નો પાઠ પહેલો પ્રતિક્રમણની આજ્ઞા
માગવા માટે નો છે .
જિનેશ્વરની આજ્ઞા અને ગુરુ આજ્ઞા બહારની કે તેમની આજ્ઞા લીધા
વગર કેટલી સારી ક્રિયાઓથી પણ થવી જોઈએ કેટલી નિર્જરા થતી નથી
અને ક્યારે ક તે પાપ કર્મનુ ં કારણ પણ બને છે . માટે દરે ક સુકૃત્ય ગુરુ
આજ્ઞા લઈને જ કરવું જોઈએ.
(૨) પ્રતિક્રમણ નો બીજો પાઠ સંક્ષપ ે પ્રતિક્રમણ નો છે . આખા પ્રતિક્રમણ
ના ભાવો સંક્ષપ ે રૂપે આ પાઠમાં સંક્ષિપ્ત કર્યા છે . થોડા શબ્દોમાં પણ
અનેકવિધ દોષોનો સમાવેશ કરી આ પાઠ દ્વારા દરે ક દોષોનુ ં શુદ્ધિકરણ
કરવામાં આવેલ ું છે .
(૩) પ્રતિક્રમણ નો ત્રીજો પાઠ ગુરુ વંદનાનો છે . નિગ્રંથ ગુરુદેવો
સંત-સતીજીઓની આપણાથી ક્યારે ય ૩૩ માંથી કોઈપણ પ્રકારની
અશાતના ન થઈ જાય તેના માટે આપણે જાગૃત રહેવ ું જોઈએ.
અજાણતા પણ કોઈ અસર ના થઈ ગઈ હોય તેની ક્ષમા પણ રોજ
માનવી જ જોઈએ એ ભાવો આ પાઠ આપણને સમજાવે છે .
ગુરુ અશાતના એ મહાપાપ છે . મહાન ઉપકારી એવા
ગુરુ-ગુરુણીની ભક્તિ કરવી જોઈએ. બહમ ુ ાન રાખવું જોઈએ. તેના બદલે
તેના અવર્ણવાદ કરવા, તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવો, તેની
નિંદા કરવી, તેમની અશાતના કરવી એતો મહાપાપ છે . એવું પાપ
ક્યારે ય ન થઈ જાય તેન ુ ં ધ્યાન રાખવું જોઈએ. અને કદાચ ક્યારે ક એવું
થઈ જાય તો ક્ષમા યાચના કરવી જોઈએ એ ભાવો આ પાઠ દ્વારા
સમજાવેલ છે .
(૪)પ્રતિક્રમણ નો ચોથો પાઠ જ્ઞાનના દોષોથી નિવ ૃત થવા માટે નો છે .
તીર્થંકરની વાણી ગણધરોએ ગુથ ં લ
ે ી છે . તેવા ૩૨ આગમોને એક
બાજુ રાખીને અન્ય સાહિત્ય, ગ્રંથો અલ્પજ્ઞાનના રચેલા પુસ્તકોનુ ં જ
વાંચન આદિ કરવાથી તીર્થંકરની, ગણધરોની અશાતનાનુ ં પાપ પણ
લાગે છે , માટે આગમ વાંચનને પ્રધાનતા આપવી જોઈએ.
તીર્થંકરની વાણીનુ,ં શાસ્ત્રનુ ં અધ્યયન ન કરવાથી પણ જ્ઞાન
સંબધ ં ી દોષ લાગે છે .
જિનાજ્ઞા વિરુદ્ધ કે ભેળસેળવાળા પ્રવચનો ભલે ઘરે બેઠા ટી.વી.
ઉપર સાંભળવા મળતા હોય પરં ત ુ તેન ુ ં શ્રવણ કરવું તે પણ જ્ઞાન
વિરાધના છે . અને તેનાથી બીપી મિથ્યાત્વ નો મહા દોષ પણ આવી શકે
છે . માટે તે છોડી શુદ્ધ જિનવાણીનુ ં વાંચન શ્રવણ કરવું જોઈએ.
ધાર્મિક જ્ઞાન કંઠસ્થ કરવાની રુચિ પણ રાખવી જોઈએ અને તે
ફેરવવાની (રિપીટે શનની) રુચિ પણ રાખવી જોઈએ. એવા ભાવો આ
પાઠ દ્વારા સમજીને અતિચાર રહિત સમ્યક જ્ઞાન આરાધના કરવી
જોઈએ એ મોક્ષમાર્ગ છે .
(૫) પ્રતિક્રમણ નો પાંચમો પાઠ દર્શન શુદ્ધિનો છે . એટલે કે અંધશ્રદ્ધા છોડી
જિનવાણીમાં શુદ્ધ સાચી માન્યતા રાખવા માટે નો પાઠ છે .
આ પાઠમાં ચાર સદ્હણા કહી છે .
(૧) પરમત્થ સંથવો (૨) સુદિઠુ પરમત્થ સેવણા (૩) વા.વી.વાવન્ન (૪)
કુદંસણ વજ્જણા કહી છે . દરે ક સાધકે સમકિતી જીવે તેન ુ ં પાલન કરવું
જોઈએ જેનાથી પરમાર્થ નુ ં જ્ઞાન મળે એવા આગમ આદિનુ ં જ વાંચન
આદિ કરવું જોઈએ. અને જેને અનેકાંતમય જિનવાણી ની યથાર્થ શ્રદ્ધા”
ભેળસેળવાળી હોય અનેક ધર્મની શ્રદ્ધા હોય તેવા પરમાર્થને પામેલા
નિર્ગ્રંથ ગુરુદેવ આદિ નોજ પરિચય કરવો જોઈએ.
જેને જિનવાણી ની શ્રદ્ધાનુ ં વમન કરે લ ું હોય, જેની શ્રદ્ધા ડામાડોળ
તેનો પરિચય ન કરવો જોઈએ. જૈન ધર્મના નામે જિનવાણી થી વિરુદ્ધ
પ્રરૂપણા કરતા હોય તેના પ્રવચનો આદિ સાંભળવા ના જોઈએ.
જેની અન્ય ધર્મની જ શ્રદ્ધા હોય તેનો પરિચય પણ ના કરાય
(કરવો ના જોઈએ).તેના પુસ્તકોનુ ં વાંચન ન કરવું જોઈએ. આમ ચાર
પ્રકારની સદ્હણાઆ પાઠમાં કહી છે . અને શ્રદ્ધામાં કોઈ અતિચાર લાગ્યા
હોય તેન ુ ં તેમાં મિચ્છામી દુક્કડમ કરવામાં આવેલ છે .

(૬) પ્રતિક્રમણ નો છઠ્ઠો પાઠ પ્રથમ અણુવ્રત નો છે .


છકાય જીવની હિંસા કરવી ક્રૂરતા છે . ક્રૂરતા એ ક્રોધ નો એક પ્રકાર
છે ક્રોધથી આત્માના ક્ષમા ગુણોનો નાશ થાય છે . અહંકારથી નમ્રતા ગુણો
નાશ થાય છે , માયા કપટથી સરળતા ગુણોનો નાશ થાય છે . લોભ કે
ત ૃષ્ણા કે ઇચ્છાથી સંતોષ ગુણનો નાશ થાય છે . આત્મ ગુણોનો નાશ
કરવો તે પણ અપેક્ષાથી હિંસા જ છે . સર્વથા હિંસાનો ત્યાગ કરવો
જોઈએ.
છતાં પ ૃથ્વીના, માટીના જીવોની હિંસા કરી હોય, પાણીની હિંસા
કરી હોય, દીવા, અગરબત્તી કે ઇલેક્ટ્રોનિક સાધનો નો ઉપયોગ કર્યો હોય
ઉઘાડા મુખે બોલ્યા હોય, પંખા કે વાહનનો ઉપયોગ કર્યો હોય, ધજા
પતાકા લગાવ્યા હોય, નાચવુ-દાં ં ડિયા રાસ, વાજિંત્રો વગાડવા આદિ કર્યું
હોય, ત્રસ જીવો કે સમ ૂર્છિમ મનુષ્ય આદિની હિંસા થઈ હોય તેન ુ ં
મિચ્છામી દુક્કડમ.
પ્રથમ અણુવ્રતમાં મોટી હિંસાની વિવિધ પ્રવ ૃત્તિનો ત્યાગ કરવાનો
હોય છે . તેના કર્યો હોય કે લીધેલા વ્રતમાં કોઈ દોષ લાગ્યો હોય તેની
શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .
(૭) પ્રતિક્રમણ નો સાતમો પાઠ બીજા અણુવ્રત નો છે .
અસત્યનો ત્યાગ તે મારા આત્માનુ ં શુદ્ધ સ્વરૂપ છે . સત્ય એ જ
ખરે ખર ભગવાન છે . એટલે કે સત્યમાં રમણતા કરનાર ભગવાન છે .
સર્વથા અસત્યનો ત્યાગ કરવો જોઈએ.
છતાં અસત્ય કે મિશ્ર બોલાયુ હોય, જુઠ-કપટ કર્યા હોય,
છાના-છપલા કર્યા હોય, હોય કાંઈક અને દે ખાવ કંઈક જુદો કર્યો હોય,
કોઈને છે તર્યા હોય તેન ુ ં મિચ્છામી દુક્કડમ.
વિષમ ભાવો કરવા તે ભાવ અસત્ય છે . પાપ કાર્ય કરવુ,ં કરાવવુ,ં
કરતાંને સારંુ માનવુતે ં કરણ અસત્ય છે , મન વચન કે કાયાથી પાપ
પ્રવ ૃત્તિ કરવી તે યોગ અસત્ય છે . આમ ભાવ કારણ કે યોગ અસત્યનુ ં
સેવન થયું હોય તેન ુ ં મિચ્છામી દુક્કડમ.
બીજા અણુવ્રતમાં મોટા જૂઠાની વિવિધ પ્રવ ૃત્તિઓનો ત્યાગ
કરવાનો હોય છે . તે ન કર્યો હોય કે લીધેલા વ્રતમાં કોઈ દોષ લાગ્યો હોય
તો તેની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .

(૮) પ્રતિક્રમણ નો આઠ મો પાઠ ત્રીજા અણુવ્રત નો છે .


પર દ્રવ્યના સંયોગથી અતીત એટલે સંયોગાતિત પણુએ ં મારા
આત્માનુ ં શુદ્ધ સ્વરૂપ છે . અચૌર્યપણુએ ં મારા આત્માનુ ં શુદ્ધ સ્વરૂપ છે .
માટે કોઈ પણ સંયોગ મેળવવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ તો પછી
ચોરી તો ન જ કરાય( ન જ કરવી જોઈએ).
છતાં પારકી વસ્ત ુને પોતાને કરી લેવાની વ ૃત્તિ કરી હોય રાજ્યના
કાયદા વિરુદ્ધ કર્યું હોય, ટે ક્સ વગેરેની ચોરી કરી હોય, ખોટા તોલા- માપ
કે ભેળસેળ કરી હોય, તપની ચોરી, વચન ની ચોરી, વેશની ચોરી,
આચાર ની ચોરી કરી હોય, દે વ ગુરુની આજ્ઞાની ચોરી કરી હોય તેન ુ ં
મિચ્છામી દુક્કડમ.
હક વગરનો અનીતિનો એક રૂપિયો પણ મારે લેવો નહીં એવી
ભાવના ન રાખી હોય, ધર્મ ક્રિયા કરીને ધન ન લેવાની ભાવના ન રાખી
હોય, તેન ુ ં મિચ્છામિ દુક્કડમ.
ત્રીજા અણુવ્રતમા મોટી ચોરીની વિવિધ પ્રવ ૃત્તિનો ત્યાગ કરવાનો
હોય છે . તે ન કર્યો હોય કેવી લીધેલા વ્રતમાં કોઈ દોષ લાગ્યો હોય
તોતેની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .
(૯) પ્રતિક્રમણ નો નવમો પાઠ ચોથા અણુવ્રતનો છે .
બ્રહ્મ એટલે આત્માના શુદ્ધ સ્વરૂપમાં ચર્ય એટલે રમણતા કરવી
તેને બ્રહ્મચર્ય કહે છે .
આત્માના સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, અનંતી ક્ષમા, નમ્રતા,
સરળતા, સંતોષ, સહનશીલતા, વિનય, વિવેક આદિ ગુણોમાં રમણતા
કરવી તે બ્રહ્મચર્ય છે .
મનગમતા શબ્દ, રૂપ, ગંધ, રસ-ભોજન, સ્પર્શમાં આસક્ત ન
બનવુ,ં પુદ્દગલની પર્યાયમાં સમતા ભાવે રહેવ ું તે બ્રહ્મચર્ય છે . સર્વથા
અબ્રહ્મનો ત્યાગ કરવો જોઈએ.
છતાં વિકાર ના ભાવો થતા હોય, કુચષ્ે ટાઓ થઈ હોય, વિભુષા કરી
હોય, નવવાડ નુ ં પાલન ન થયું હોય, વિજાતીય સહવાસની રુચિ, પોષી
હોય, દ્રષ્ટિ વિકાર થયો હોય. મનનુ,ં શબ્દનુ,ં રૂપનુ,ં સ્પર્શનુ ં કે કાયાથી
સ્થ ૂલ અબ્રહ્મનુ ં સેવન થયું હોય, પરસ્ત્રી ગમન કર્યું હોય, સ્વસ્ત્રીની
મર્યાદા ન કરી હોય, વિકાર જનક દ્રશ્ય જોયા હોય, વાંચન કર્યું હોય,
અશોભનીય વેશ ધારણ કર્યા હોય, વિજાતીય સાથે મૈત્રી સંબધ ં કર્યા
હોય, મૈથન ુ સંબધં ી કુચષ્ે ઠાઓ કરી હોય, અન્ય ની સગાઈ આદિ કરાવી
હોય તેન ુ ં મિચ્છામી દુક્કડમ.
ચોથા અણુવ્રતમાં સ્થ ૂલ અબ્રહ્મની વિવિધ પ્રવ ૃત્તિઓનો ત્યાગ
કરવાનો હોય છે . તે ન કર્યો હોય કે લીધેલા વ્રતમાં કોઈ દોષ લગાવ્યો
હોય, તેની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .

(૧૦) પ્રતિક્રમણ નો દસમો પાઠ પાંચમું અણુવ્રત નો છે :


ચૈતન્યમય એવા આત્મા જ હુ ં છું. તેમાં રહેલા સમ્યક જ્ઞાન,
સમ્યક દર્શન, અનંતી ક્ષમા,નમ્રતા, સરળતા સંતોષ આદિ ગુણો જ મારા
છે . બાકી જગતના સર્વ અન્ય જીવ અને પુદ્દગલ આદિ દ્રવ્યોમાં મારંુ
કાંઈ છે જ નહીં. માટે કોઈ વસ્ત ુમાં મારાપણુ,ં મમત્વ, મ ૂર્છા, પરિગ્રહ ભાવ
ન કરવો જોઈએ. એ સાચું ભેદજ્ઞાન છે . માટે શ્રાવક જીવનમા પરિગ્રહ
મર્યાદા તો કરવી જ જોઈએ.
છતાં ઘર, દુકાન, મિલકત ને મારી માની હોય, પુત્ર, પરિવાર,
સગાને મારામાં યા હોય, વિરોધીને પરાયા માન્યા હોય, સંગ્રહવ ૃત્તિ કરી
હોય, મળે તેમાં સંતોષ ન રાખ્યો હોય વધુ મેળવવાના ભાવ કર્યા હોય,
જે મળ્યું છે તેમાં પણ મમત્વભાવ કર્યો હોય, ધન માટે અન્ય સાથે અનેક
પ્રકારના ઝગડા આદિ કર્યા હોય, મિથ્યાત્વ, કષાય, નોકષાયએ
આભ્યંતર પરિગ્રહ કે ધન-સંપત્તિ પરિવાર રૂપ બાહ્ય પરિગ્રહ ના ભાવ
કર્યા હોય તેન ુ ં મિચ્છામી દુક્કડમ.
પાંચમા અણુવ્રત માં પરિગ્રહ ની મર્યાદા કરવાની હોય છે . તે ન
કરી હોય કે લીધેલા વ્રતમાં તો કોઈ દોષ લાગ્યો હોય તો તેની શુદ્ધિ માટે
નો પાઠ હવે કરવામાં આવે છે .

(૧૧) પ્રતિક્રમણ નો ૧૧ મો પાઠ દિશા ની મર્યાદાનો છે .


પાંચ અનુત્તર વિમાનના દે વ સિવાયના સર્વ ભાવોમાં અનેકવાર કે
અનંતી વાર મારા જીવે જન્મ ધારણ કર્યા છે . મનુષ્ય લોકની કોઈ જગ્યા
નથી જોઈ એવું નથી. અને જડની પર્યાયો જોવાથી સુખ મળવાનુ ં પણ
નથી. માટે ભટકવાનુ ં છોડી આત્મ ગુણોમાં રમણતા કરવી જોઈએ. શ્રાવક
જીવન માં દિશા મર્યાદા તો કરવી જ જોઈએ.
છતાં દે શ-વિદે શમાં ફરવા નિવ ૃત્તિ કરી હોય, જોવાલાયક સ્થળો
બગીચા વગેરે જોયા હોય, ધંધા માટે ફર્યા હોય તો તેન ુ ં મિચ્છામી
દુક્કડમ.
છઠ્ઠા વર્ષમાં દિશા ની મર્યાદા કરવાની હોય છે . તે ન કરી હોય
અથવા લીધેલ વ્રતમાં કોઈ દોષ લાગ્યો હોય તો તેની શુદ્ધિ માટે નો પાઠ
હવે કરવામાં આવે છે .

(૧૨) પ્રતિક્રમણ નો બારમો પાઠ ભોગ-ઉપભોગની વસ્ત ુની મર્યાદાનુ ં છે .


બાહ્ય પદાર્થ નો ભોગ-ઉપભોગ કરવો તે વિભાવ દશા છે . તેનાથી
મુક્ત થવા માટે તેની મર્યાદા કરવી જોઈએ. વેપાર ની વ ૃત્તિજ પાપવ ૃત્તિ
છે . તેનાથી મુક્ત થવા મહા પાપના કર્મદાનના વ્યાપાર નો ત્યાગ કરવો
જોઈએ.
છતાં વસ્ત્ર આહાર આદિ ઘણી જાતના અને ઘણા પ્રમાણમાં
ઉપયોગ કર્યો હોય કર્મદાનના શેર આદિના કે અન્ય વ્યાપાર કર્યા હોય,
હોટલનુ ં ખાવાનો શોખ રાખ્યો હોય, અનેક સ્થળની વખણાતી વસ્ત ુ
ખાધી હોય, મીઠાઈ, ફરસાણ આદિ સ્વાદિષ્ટ વસ્ત ુઓ જ ખાધી હોય,
અશોભનીય વસ્ત્ર પહેર્યા હોય ઘણા જોડ વસ્ત્ર રાખ્યા હોય ઘણી જોડ
બુટ-ચપ્પલ, વાહન આદિ નો ઉપયોગ કર્યો હોય, વેપાર વધાર્યો હોય,
વધુ સમય વ્યાપારમાં આપ્યો હોય, વેપારમાં અનીતિ કાયદા વિરુદ્ધ કર્યું
હોય, અનેક વ્યાપાર કર્યા હોય.
સાતમા વ્રતમાં ૨૬ બોલની મર્યાદા કરવાની હોય છે . મહા બાપના
વેપારનો ત્યાગ કરવાનો હોય છે . તેનો કર્યો હોય અથવા લીધેલ વ્રતમાં
કોઈ દોષ લાગ્યો હોય તો તેની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .

(૧૩) પ્રતિક્રમણ નો તેરમો પાઠ અનર્થદં ડ નો ત્યાગ કરવા માટે નો છે .


પ્રયોજન હોય ત ું પણ પાપ કાર્ય કરવા યોગ્ય નથી. માટે સર્વ
પાપથી મુક્ત થવા અનર્થદં ડ નો ત્યાગ તો કરવો જ જોઈએ.
છતાં આર્તધ્યાન રૌદ્રધ્યાન કર્યા હોય, અશુભ સંકલ્પ-વિકલ્પ કર્યા
હોય. અજતનાથી પ્રવ ૃત્તિ થઈ હોય હિંસાના સાધન અન્યને આપ્યા
હોય, પાપ કાર્ય નો ઉપદે શ દીધો હોય, અનેક પ્રકારના રાગ-દ્વેષ, ઝઘડા,
નિંદા પારકી પંચાયત કરી હોય. આરં ભ પરિગ્રહના કાર્યની પ્રશંસા કે
અનુમોદના કે પ્રેરણા કરી હોય, વિવિધ શોખ, વ્યસન, ફેશન, આડંબર
કર્યા હોય, વીકથા કરી હોય, છાપા વાંચ્યા હોય, ટી.વી. જોયા હોય,
ધજા-પતાકા, લાઈટ, ડેકોરે શન, નાચવુ,ં વાજિંત્ર વગાડ્યા હોય, શોભા
શણગાર કર્યા હોય તો તેન ુ ં મિચ્છામી દુક્કડમ.
આઠમાં વ્રતમાં અનર્થદં ડ નો ત્યાગ કરવાનો હોય છે . તેનો ત્યાગ
ન કર્યો હોય અથવા લીધેલા વ્રતમાં કોઈ દોષ લાગ્યો હોયતો તો તેની
શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .
(૧૪) પ્રતિક્રમણ નો ૧૪ મો પાઠ સામાયિક વ્રત વિષેનો છે .
નિર્વધ્ય પરિણામ રૂપ આત્મા પોતે જ સામાયિક છે . હંમશ ે ા માટે
સર્વથા સાવધ્ય યોગ નો ત્યાગ કરવો જોઈએ. પાપના પ્રત્યાખ્યાન વગર
સામાયિક થતી નથી એટલે કે મન-વચન અને કાયાથી પાપની પ્રવ ૃત્તિનો
ત્યાગ કરવો જોઈએ, લાઈટ, માઈક, પંખા સગવડતા નો અને સંસારની
સર્વ ક્રિયા નો ત્યાગ કરીને રોજ ૨- ૪- ૧૦ મુહર્ત ૂ ની સામાયિક કરવી
જોઈએ.
છતાં સામાયિક ન કરી હોય અથવા સામાયિકમાં ૧૦ મનના, ૧૦
વચનના, ૧૨ કાયાના દોષ સેવ્યા હોય જેમકે સામાયિકમાં રૂપિયા,
સાકર આદિ વસ્ત ુ લીધી હોય, સંસારના કાર્યોમાં કંઈ કહેવાયું હોય, સેલ
વાળી ઘડીયાળ, મોબાઈલનો સંઘટ્ટો થયો હોય, સામાયિકમાં કોઈપણ
અયોગ્ય પ્રવ ૃત્તિ થઈ હોય, ધર્મ પ્રવ ૃત્તિમાં પ્રમાદ કર્યો હોય, સામાયિક
પાળ્યા વગર ચાલ્યા હોય, સામાયિકમાં ફંડ, ફાળા લખ્યા હોય, લખાવ્યા
હોય, પ્રેરણા કરી હોય, ટે પ,માઈક આદિ સાંભળ્યા હોય, પંખા નો
ઉપયોગ કર્યો હોય,સ્કલ ૂ હોમવર્ક આદિ કર્યું હોય. આમ જે કાંઈ દોષ
લાગ્યા હોય તો તેન ુ ં મિચ્છામી દુક્કડમ.
નવમા વ્રતમાં સામાયિક કરવાની હોય છે , તે ન કરી હોય અથવા
લીધેલી સામાયિક વ્રત માં દોષ લાગ્યો હોય તો તેની શુદ્ધિ માટે નો પાઠ
હવે કરવામાં આવે છે .

(૧૫) પ્રતિક્રમણ નો ૧૫ મો પાઠ ૧૦ મા વ્રત વિષેનો છે .


ત ૃષ્ણા એ સંતોષ ગુણનુ ં વિકૃત સ્વરૂપ છે . ઈચ્છા, ત ૃષ્ણા, અસંતોષ
મુક્ત થવા માટે ૧૪ નિયમ ધારણ કરવા જોઇએ.
દિશાની મર્યાદા, દ્રવ્યની, વસ્ત્ર વગેરેના ૧૪ નિયમ દ્વારા મર્યાદા
કરી ન હોય અથવા લીધેલા વ્રતમાં દોષ લાગ્યો હોય તો તેની શુદ્ધિ માટે
નો પાઠ હવે કરવામાં આવે છે .
(૧૬) પ્રતિક્રમણ નો ૧૬મો પાઠ ૧૧મા વ્રત વિષેનો છે .
આત્માના પાપરહિત, સમતારૂપ, શુદ્ધ ભાવનુ ં પોષણ કરવાનો
અભ્યાસ હંમશ ે ા હોવો જોઈએ તે અવસ્થા મેળવવા મહિને ૨- ૪- ૬
પૌષધતો કરવા જ જોઈએ. એ ન કર્યા હોય અથવા લીધેલા પૌષધ
વ્રતમાં દોષ લાગ્યા હોય તો તેની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે
છે .
પરિપ ૂર્ણ પૌષધ ના થાય તો દિવસ પૌષધ, રાત્રી પૌષધ કે ગોચરી
દયા પૌષધ તો કરવા જ જોઈએ એ ન કર્યા હોય અથવા લીધેલા પૌષધ
વ્રતમાં દોષ લાગ્યો હોય તો તેની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે
છે .

(૧૭) પ્રતિક્રમણ નો ૧૭મો પાઠ બારમા વ્રત વિષનો છે .


શ્રાવકનુ ં બારમું વ્રત અતિથિ એટલે કે જેને વહોરવા આવવાની
તિથિ નક્કી ન હોય એવા શ્રમણ નિર્ગ્રંથ સાધુ-સાધ્વીને પોતાના માટે
બનાવેલા આહાર કે પાણીમાંથી સમ્યક્ પ્રકારે વિભાગ કરીને કોઈ પણ
દોષ વગરની અચેત, ગ્રહણ કરવા યોગ્ય વસ્ત ુ વહોરાવવાનુ ં વ્રત છે .
૧૮ પાપના ત્યાગમય મુની જીવનજ શ્રેષ્ઠ છે . માટે હુ ં ક્યારે મુની
બાનુ એ મનોરથ ભાવવો અને સંયમ સ્વીકારી ના શકું તોપણ
ભક્તિભાવથી નિર્દોષ આહાર કે પાણી વહોરાવીને જેની સાધનામાં
સહયોગી બનવા નો લાભ લેવો જ જોઈએ.
છતાં સાધુ-સાધ્વીજીને વહોરાવવા વધુ બનાવ્યું હોય, તેના માટે જ
બનાવ્યું હોય, તેના માટે ખરીદે લ ું હોય, તેની સામે લઇ જઈને ટિફિન રૂપે
વહોરાવ્યું હોય, વહોરાવવા યોગ્ય વસ્ત ુઓ પહેલથ ે ી જ સુઝતી રાખવાનો
વિવેક રાજ્યો ના હોય, વહોરાવવાની ભાવના ભાવી ન હોય, સંયમનો
રક્ષક બન્યો ન હોય, દોષીલા આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, ઉપકરણ,
મકાન, પાટ, પાટલા આદિ વહોરાવ્યા હોય તો તેનો મિચ્છામી દુક્કડમ.
વસ્ત ુ વહોરાવવાથી ધન વધે, શાતા મળે , સમાજમાં પ્રતિષ્ઠા વધે
એવા ભાવથી વહોરાવ્યું હોય, નિર્જરા માટે કે મોક્ષપ્રાપ્તિ માટે
ં ન હોય તો તેન ુ ં મિચ્છામી દુક્કડમ.
વહોરાવ્યુજ
બારમા વ્રતની આરાધના ન કરી હોય હાથમાં તેમાં દોષ લાગ્યો
હોય તો તેની શુદ્ધિ નો પાઠ હવે કરવામાં આવે છે .

(૧૮) પ્રતિક્રમણ નો ૧૮મો પાઠ સંથારા વિશેનો છે .


જેનુ ં મ ૃત્યુ આરાધક ભાવોમાં થાય તેના ભવો ભવ સુધરી જાય છે .
એકવાર ભવોભવ થી મુક્ત બની જાય છે . માટે સંથારા સહિતનુ ં પંડિત
મરણ જ શ્રેષ્ઠ છે . એવી શ્રદ્ધા પ્રરૂપણા કરંુ છું.
૧૮ પાપનો સર્વથા ત્યાગ કરી અને આહારનો જાવજીવ માટે ત્યાગ
કરી શરીરનો મોહ છોડી આત્માના ક્ષમા, સહનશીલતા, દે હાધ્યાસ ત્યાગ,
આહાર આદિ ૪ સંજ્ઞાનો ત્યાગરૂપ શુદ્ધ સ્વભાવમાં રમણતા એ સંથારાની
વિશિષ્ટ સાધના છે . દે હ અને આત્માનુ ં ભેદજ્ઞાન દ્રઢ કરવા સંથારાનો
અવસર આવે ત્યારે સંથારો કરંુ ત્યારે શુદ્ધ સ્પર્શના થજો.
દરે ક તપ આત્માના ગુણોને કેળવવા, આત્માને કર્મોથી મુક્ત કરવા,
કર્મનિર્જરા માટે જ કરવાનુ ં હોય છે . છતાં ધન, પ્રભાવનાની લાલચ થઈ
હોય, માન-સન્માન મેળવવાની ભાવના થઈ હોય, સમાજમાં પ્રસિદ્ધિ
મેળવવાની ઈચ્છા થઈ હોય, શક્તિ હોવા છતાં તપ ન કર્યું હોય,
શક્તિથી ઓછું તપ કર્યું હોય, સપના નિયમોનુ ં પાલન ન કર્યું હોય તો
તેન ુ ં મિચ્છામી દુક્કડમ.
તપ ન કર્યું હોય અથવા કર્યું હોય તો તેમાં કોઈ દોષ લાગ્યો હોય
તો તેની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .

(૧૯) પ્રતિક્રમણનો ૧૯મો પાઠ અઢાર પાપસ્થાનક વિશેનો છે .


પુણ્ય-પાપ બન્ને કર્મ છે . પરં ત ુ ભગવાને “ ૧૮ પાપથી સંસાર વધે
છે ”, એમ કહ્યું છે . જો પાપ કર્મ અને એમાં પણ મોહનીય કર્મ સંપ ૂર્ણ ખપી
જાય તો તે જીવને ભલે ગમે તેટલા પુણ્ય સ્ટોકમાં હોય તો પણ તે જ
ઘરમાં ખપી જાય છે . માટે પાપજ જીવને રખડાવે છે . તેથી ૧૮ પાપના
સ્વરૂપને સમજી ને તેનો ત્યાગ કરવો જોઈએ.
નોંધ:- એક એક પાપસ્થાનક બોલતી વખતે તેવા પાપોની સ્મ ૃતિ કરી
મિચ્છામી દુક્કડમ કરવુ.ં

(૧) હિંસા:
(૧) પ ૃથ્વી: માટીના જીવોની હિંસા ના કાર્યો થયા હોય, મકાન
બનાવ્યું હોય, ખેતી કરી હોય, ભોજનમાં ઉપરથી મીઠું લીધું હોય કોઈ
પ ૃથ્વી જીવની હિંસા થઈ હોય.
(૨) પાણી: સ્નાનમાં, રસોઈમાં, કપડા-વાસણ આદિ ધોવામાં,
પીવામાં, છાંટવામાં વગેરે કાર્યોમાં પાણી હિંસા કરી હોય.
(૩) અગ્નિ: ઇલેક્ટ્રોનિક સીટી ના સાધનો જેવા કે લાઈટ, પંખા,
ફ્રીજ, એસી, મિક્સર, ઘંટી, ફોન, મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર અનેક યંત્રો
આદિ નો ઉપયોગ કર્યો હોય. દીવા, અગરબત્તી, ગેસ, ધુમ્રપાન, સેલ થી
ચાલતા સાધનોમા પગની હિંસા થઈ હોય.
(૪) વાયુ: પંખા, વાહન, અજતનાથી ગમના ગમન, કપડા દોરી
પર સ ૂકવવા, ધજા-પતાકા, વાજિંત્ર, ક્રિકેટ, ડિસ્કો વગેરેમાં વાયુકાયની
હિંસા થઈ હોય..
(૫) વનસ્પતિ: લીલોતરી, શાક, ફ્રુટ, ભાજી, કંદમ ૂળ, લીલા લોન,
બગીચા, કુંડા રાખ્યા હોય. ઝાડ, પાન, ફુલ તોડીયા હોય, જે કાંઈ
વનસ્પતિના જીવોની હિંસા થઈ હોય.
(૬) વિકલેન્દ્રિય: બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ
વિકલેન્દ્રિયના જીવો જેવા કે પોરા, ઈયળ, જુ, કીડી, મકોડા, ધનેડા,
માખી, મચ્છર, વંદા, આદિ ની હિંસા થઈ હોય.
(૭) પંચન્દ્રિ
ે ય: ડેમના પાણી પીવાથી, માછલા આદિની હિંસાની
અનુમોદના લાગી હોય, વાહન ચલાવતા, બેસતા, પંચન્દ્રિ ે ય મર્યા ગયા
હોય. સંમ ૂર્છિમ મનુષ્યની ગટર આદિ ઉપયોગથી હિંસા થઈ હોય.
ગરોળી, ઉંદર, દે ડકા માર્યા હોય, ઈંડા ફૂટી ગયા હોય, ગર્ભપાતમાં
ભાગીદાર થયા હોય, એ સર્વ હિંસાનુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૨) જુઠ:- ઘરમાં, વ્યાપારમાં, મિત્રમાં, સગામાં, ધર્મકાર્યમાં કોઈની પણ


સાથે અસત્ય કે મિશ્ર ભાષા બોલણી હોય. એમ સર્વ જૂઠનુ મિચ્છામી
દુક્કડમ દઉં છું.

(૩) ચોરી:- ઘરમાંથી, દુકાનમાંથી, ટે ક્સની ચોરી કરી હોય, અનીતિની


વસ્ત ુ લીધી હોય, લાંચ લીધી હોય, ભેળસેળ કરી હોય.તે સર્વ ચોરીનુ ં
મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૪) અબ્રહ્મ:- મનથી સ્વસ્ત્રી કે પરસ્ત્રી પ્રત્યે અબ્રહ્મ ના વિચારો થયા હોય,
વિકાર ભાવો થયા હોય, વિજાતીય સાથે વાતચીતની દ્રષ્ટિ થઈ હોય,
વિજાતીયના રૂપ, અંગોપાંગ જોવાની વ ૃતિ થઈ હોય, વિજાતીયનો
સ્પર્શ કે કાયાથી અબ્રાહમનુ ં સેવન થયું હોય, વિભ ૂષા ના ભાવ થયા
હોય.ટીવી જોયા હોય આમ સર્વ મૈથન ુ નુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૫) પરિગ્રહ:- ધન મેળવવાના, વધારવાના, ટકાવી રાખવાના ભાવ


કર્યા હોય. ધન, પરિવાર, મિલકત, શરીર આદિમાં મમત્વ ભાવ કર્યા
હોય. વેપાર કર્યા હોય, તે સર્વ પરિગ્રહ નુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૬) ક્રોધ:- ઘરમાં, વ્યાપારમાં, મિત્રોમાં, સગામાં, ધર્મકાર્યમાં કોઈની


ઉપર ગુસ્સો થયો હોય, અણગમો, અભાવ, તિરસ્કાર થયો હોય, ભોજન
આદિ નાગમતી વસ્ત ુ પ્રત્યે અણગમો થયો હોય, આમ વસ્ત ુ કે વ્યક્તિ
પ્રત્યે થયેલા સર્વ ક્રોધનુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.
(૭) માન:- કુટુંબનુ,ં બળનુ,ં રૂપનુ,ં તપનુ,ં પદ આદિ લાભનુ,ં જ્ઞાનનુ,ં
આવડતનુ,ં ધન-સંપત્તિ આદિનુ ં અભિમાન કર્યું હોય તે સર્વે માનનુ ં
મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૮) માયા:- ઘરના ને, પાડોશીને, ધંધામાં કોઈને કપટ કરીને છે તર્યા હોય
છાના-છાપલા કર્યા હોય કે સર્વ પાપનુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૯) લોભ:- લોભ, ત ૃષ્ણા, ઈચ્છા કરી હોય, પ્રશંસા આદિ સારા શબ્દ
સાંભળવાની ઈચ્છા કરી હોય, ટીવી આદિ સારંુ જોવાની ઈચ્છા કરી હોય,
સુગધં ી દ્રવ્યો સ્વાદિષ્ટ ભોજનના દ્રવ્ય, પંખા, ડનલોપ આદિ સ્પર્શેન્દ્રિય
ના વિષયોની ઈચ્છા કરી હોય, વસ્ત ુ ભેગી કરવી, કોઈને કાંઈ દે વ ું નહીં
એવા ભાવ કર્યા હોય તો તે સર્વ લોભનુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૧૦) રાગ:- પરિવાર, પાડોશી, પરિચિત વ્યક્તિ પ્રત્યે રાગ કર્યો હોય,
શરીર, મકાન, કપડા આદિ વસ્ત ુ પ્રત્યે રાગ કર્યો હોય તો તે સર્વે રાગનુ ં
મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૧૧) દ્વેષ:- પરિવાર, પાડોશી, પરિચિત વ્યક્તિ પ્રત્યે દ્વેષ કર્યો હોય,
શરીર, મકાન, કપડા આદિ વસ્ત ુ પ્રત્યે દ્વેષ કર્યો હોય તો તે સર્વે દ્વેષનુ ં
મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૧૨) કલેશ:- પરિવાર, પાડોશી, પરિચિત વ્યક્તિ પ્રત્યે કલેશ કર્યો હોય,
શરીર, મકાન, કપડા આદિ વસ્ત ુ પ્રત્યે કલેશ કર્યો હોય તો તે સર્વે
કલેશનુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૧૩) અભ્યાખ્યાન:- જાણતા-અજાણતા કોઈ પણ વ્યક્તિ ઉપર


નાનુ-મોટ
ં ુ ં આળ ચડાવ્યું હોય તો તે સર્વેને મિચ્છામી દુક્કડમ દઉં છું.
(૧૪)

(૧૫) પરપરીવાદ: પરિવાર, પાડોશી, પરિચિત વ્યક્તિ કે અન્ય નુ ં વાંકુ


બોલ્યા હોય, નિંદા થઈ હોય તે સર્વે નુ ં મિચ્છામી દુક્કડમ દઉં છું.

(૧૬) રઈઅરઈ:- ભોગ, વિલાસ, વૈભવમાં, સંસારના કાર્યમાં ઉત્સાહ,


ઘરના વેપારના કાર્યમાં ઉત્સાહ, ઉમંગ, રુચિ કરી હોય,ધર્મના કાર્યમાં,
સામાયિક, પાકુ કરવા, પ્રતિ લેખન, વૈયાવચ, આદિ કાર્યમાં અરતી
કંટાળો કર્યો હોય તો તે સર્વે નુ ં મિચ્છામી દુક્કડમ છું.

(૧૭) માયા મ ૃષાવાદ:- સામેવાળાને ખબર પણ ન પડે તે રીતે માયા


સહિત જૂઠું બોલાયું હોય તો તે સર્વેનુ ં મિચ્છામી દુકડમ દઉં છું.

(૧૮) મિથ્યાત્વ:- ૨૫માંથી કોઈપણ મિથ્યાત્વ ના ભાવ થયા હોય, કુગર ુ ુ,


ુ ુ , સુધર્મને માન્યા ન હોય. નવ
કુદેવ, કુધર્મને માન્યા હોય. સુદેવ, સુગર
તત્વમાં ઓછી, અધિક કે વિપરીત શ્રદ્ધા કરી હોય તો તે સર્વેનુ ં મિચ્છામી
દુક્કડમ દઉં છું.

(૨૦) પ્રતિક્રમણ નો ૨૦મો પાઠ ૨૫ મિથ્યાત્વ વિશેનો છે .


સમકીત એટલે સાચી શ્રદ્ધા. મિથ્યાત્વી એટલે ખોટી શ્રદ્ધા, ખોટી
માન્યતા. જ્યાં સુધી બધી મિથ્યા માન્યતા છોડીએ નહીં ત્યાં સુધી
મિથ્યાત્વનુ ં જાણપણું પણ અજ્ઞાન ગણાય. અને વ્રત ધાર્યા હોય કે
સંથારો કર્યો હોય તોપણ અવ્રતજ ગણાય, માટે મિથ્યાત્વ ત્યાગ
મહત્વનો છે . માન્યતા તો શુદ્ધ હોવી જ જોઈએ. માટે મિથ્યાત્વ ના સ્વરૂપ
ને સમજીને તેનો ત્યાગ કરવો.
(૧) અભિગ્રહીક મિથ્યાત્વ:- એટલે સાચું શું છે અને ખોટું શું છે તેનો
નિર્ણય કર્યા વગર ખોટાને જ સાચું માનવું તે મિથ્યાત્વ છે .
(૨) અનાઅભિગ્રહીક મિથ્યાત્વ:- માત્ર સાચા શુદ્ધ ધર્મને જ માનવો
એવું નહીં પણ બધા ધર્મને સાચા માને અથવા બધા ધર્મને સરખા માને
તે મિથ્યાત્વ છે .
(૩) અભિનિવેશિક મિથ્યાત્વ:- એટલે પોતે જે ધર્મ માને છે તે ખોટો
છે , અધ ૂરો છે , ભેળસેળવાળો છે , તેમ જાણવા છતાં છોડે નહીં તે મિથ્યાત્વ
છે .
(૪) સાંસાયિક મિથ્યાત્વ:- એટલે કે શરીરથી આત્મા જુદો છે . વિગેરે
જિન વચન જાણેપણ હશે કે નહીં તેઓ સંશય હોય, ભગવાને કહ્યું છે
તેમજ છે તેવા ભાવ ન હોય તો તે મિથ્યાત્વ છે .
(૫) અણાભોગ મિથ્યાત્વ:- એટલે ધર્મ અધર્મના વિષયમાં અજાણ
પણું હોય એ પણ મિથ્યાત્વ છે . જેમકે: (૧) પરદ્રવ્ય (સત્વ જીવ કે અજીવ
વસ્ત ુ) ને પોતાનુ ં માન્યું હોય તેમાં સુખ કે દુઃખ માન્યુ હોય. (૨) સારા
અનુકળ ૂ સંયોગોમાં સુખ અને પ્રતિકળ ૂ સંયોગોમાં દુઃખ માન્યુ હોય. (૩)
પાંચ ઇન્દ્રિયના સારા વિષયોમાં સુખ અને ખરાબ સમયના વિષયોમાં
દુઃખ માન્યુ હોય.
(૬) લૌકિક મિથ્યાત્વ:- એટલે કે લૌકિક દે વ-દે વી ને માને, માનતા
રાખે તે. લૌકિક ગુરુ એટલે જ નિર્ગ્રંથ નથી, ગૃહસ્થી તેને ગુરુ માને તે
લૌકિક ધર્મ એટલે કેવળી પ્રરૂપિત સિવાયના ધર્મને માને તે અથવા,
સુદેવ તે અરિહંત અને સિદ્ધ ભગવાન, સુગર ુ ુ એટલે નિર્ગ્રંથ સાધુ-સાધ્વી,
સુધર્મ એટલે કેવળી પ્રરૂપિત ધર્મને ન માને બે-ત્રણ ધર્મની
ભેળસેળવાળા ધર્મને માને તે મિથ્યાત્વ છે .
(૭) લોકોત્તર મિથ્યાત્વ:- એટલે કે સુદેવ-સુગર ુ ુ ધર્મની માનતા
રાખે, અમુક દુઃખ દૂર થશે તો અમુક કરીશ, જાપ કરાવીશ એવી માન્યતા
રાખે, મહાવ્રત નુ ં પાલન નહીં કરનારને ધર્મગુરુ માને, દે વગુરુ ના ફોટા,
મ ૂર્તિ, આદિને વંદનીય પ ૂજનીય માને તે મિથ્યાત્વ છે .
(૮) કુપ્રાવચન મિથ્યાત્વ:- એટલે અન્ય ધર્મને માને જેમકે ઈશ્વરને
જગતના કર્તા અને સંચાલક માને તે મિથ્યાત્વ છે .
(૯) જીવને અજીવ માને તે:-એટલે કે પ ૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ
અને વનસ્પતિ જીવ ને જીવ રૂપે હૃદયથી ન માને તે મિથ્યાત્વ છે .
(૧૦) અજીવને જીવ માને:- એટલે દે હ એજ હુ ં છું એમ માને તે
મિથ્યાત્વ છે . ( દા.ત. મ ૂર્તિને જીવ માની તેની પ ૂજા કરે ).
(૧૧) સાધુને અસાધુ માને:- તે મિથ્યાત્વ એટલે કે નિગ્રંથ પંચ
મહાવ્રતોનુ ં પાલન કરનારા સાધુને આ સાધુ માને તે, વસ્ત્ર રહિત
સાધુનજ ે સાધુ માને તે મિથ્યાત્વ છે .
(૧૨) અસાધુને સાધુ માને:- તે મિથ્યાત્વ એટલે કે જે ગ્રહસ્થિતિ
હોય, સંસારમાં રહેતા હોય, આશ્રમમાં રહેતા હોય, રૂપિયાનો વહીવટ
કરતા હોય, તેને સાધુ માને તે મિથ્યાત્વ છે .
(૧૩) આઠ કર્મોથી મુક્ત હોય તેને અમુક્ત માને:- જેમકે મોક્ષમાં
ગયેલા આત્મા ફરી જન્મ ધારણ કરે છે એમ અવતારવાદ માને તે
મિથ્યાત્વ છે .
(૧૪) આઠ કર્મોથી અમુક્તને મુક્ત માને:- એટલે કે મ ૂર્તિ આદિને
પરમાત્માને તે મિથ્યાત્વ છે .
(૧૫) ધર્મને અધર્મમાં માને તે:-એટલે કે વ્રત તે સંવર છે , તપ તે
નિર્જરા નુ ં કારણ છે , તે ધર્મ છે છતાં તેને પુણ્ય નુ ં કારણ માને તે
મિથ્યાત્વ છે .
(૧૬) અધર્મને ધર્મ માને તે:- એટલે કે પાણી, અગ્નિ, વાયુ,
વનસ્પતિ આદિ જીવની હિંસા વાળી પ ૂજાને ધર્મ માને તે મિથ્યાત્વ છે .
(૧૭) જિન માર્ગને અન્ય માર્ગ માને તે:- એટલે કેવળી પ્રરૂપિત
ધર્મને સાચા ધર્મ ન માને તે મિથ્યાત્વ છે .
(૧૮) અન્ય માર્ગને જિન માર્ગ માને તે:- એટલે કે નવા નવા મત
પંથ ચલાવનારા છદ્મસ્થના કહેલા ધર્મને માન્યા હોય, નિગ્રંથ પ્રવચન
૩૨ આગમની શ્રદ્ધા ન કરી હોય, અન્ય સાહિત્યો, પત્રો, પ્રવચનો અને
કહેવાતી આવી વાણી વગેરેની શ્રદ્ધા કરી હોય.
(૧૯) જિન માર્ગથી ઓછું પ્રરૃપે તે:- એટલે કે નવેય તત્વની શ્રદ્ધા,
પ્રતીતિ (અનુભ ૂતિ) અને રૂચિ હોય તેને અંકિત કહ્યું છે . તેના બદલે માત્ર
આત્માનુભ ૂતિ (સ્વાનુભવ) ને સમકિત માને તે મિથ્યાત્વ છે .
(૨૦) જિન માર્ગથી અધિક પ્રરૂપે તે:- એટલે ૭ પ્રકારનો મોહ ન
હોય તેને સમકિત હોય છે તેના બદલે ૨૮ પ્રકારનો મોહ ન હોય,
વીતરાગી હોય તેને સમકિત હોય એમ માને તે મિથ્યાત્વ છે .
(૨૧) જિન માર્ગથી વિપરીત માને તે:- જેમકે આત્માને સંપ ૂર્ણ
સ્વતંત્ર માને એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી જ ન શકે એમ માને,
એકાંતમાને, એકાંત નિયતિને માને આમ અનેકાંતમય જિન માર્ગથી
વિરુદ્ધ માને તે મિથ્યાત્વ છે .
(૨૨) અવિનય મિથ્યાત્વ:- એટલે સુદેવ, સુગર ુ ુ નો અવિનય
કરવાથી સમકિત પર્યાયની હાનિ થાય છે . અને મિથ્યાત્વ પામે છે .
(૨૩) અક્રિય મિથ્યાત્વ:- એટલે સંયમ-શ્રાવક વ્રત સામાયિક આદિ
ક્રિયાની કોઈ જરૂર નથી એમ માને. ક્રિયાજડ કહી સમ્યક ક્રિયાનો નિષેધ
કરે અથવા આત્મા કંઈ કરતો જ નથી અક્રિય છે . કુટસ્થ નિત્ય છે એવું
માનવું મિથ્યાત્વ છે .
(૨૪) અજ્ઞાન મિથ્યાત્વ:- એટલે અજ્ઞાન એ જ મોક્ષનુ ં કારણ છે
એમ માને, જાણીને પાપ કરીએ તો પાપ લાગે માટે જાણવું નહીં એમ
માનવું તે મિથ્યાત્વ છે .
(૨૫) આશાતના મિથ્યાત્વ:- સુદેવ, સુગર ુ ુ , સુધર્મ ની આશાતના,
અવર્ણવાદ, હીલના, નિંદા કરવાથી મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે તે પણ
મિથ્યાત્વ છે .

આમ ૨૫ મિથ્યાત્વના સ્વરૂપ ને સમજી તેનો ત્યાગ કરવો જોઈએ છતાં


તેવા કોઈ મિથ્યાત્વ ના ભાવ થઈ ગયા હોય તો તેની શુદ્ધિ માટે નો પાઠ
હવે કરવામાં આવે છે .

(૨૧) પ્રતિક્રમણ નો ૨૧ મો પાઠ ૧૪ સ્થાનના સમ ૂર્છિમ વિષેનો છે .


લઘુનીત, વડિનીત, લોહી, પરુ આદિમાં સમ ૂર્છિમ મનુષ્ય ઉત્પન્ન
થાય છે . તેની વિરાધના થઈ હોય. ગટરમાં સમ ૂર્છિમ જીવની સાબુ,
પાવડર, લિક્વિડ, ફિનાઈલ આદિનો ઉપયોગ કરીને અનેક ગણી હિંસા
કરી હોય તો તેની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .

(૨૨) પ્રતિક્રમણ નો ૨૨ મો પાઠ માંગલિક નો છે .


પરિવાર, પૈસો, પદ, પ્રસિદ્ધિ, રિદ્ધિ, લબ્ધિ, ડોક્ટર, દવા આદિ કોઈ
વ્યક્તિ કે વસ્ત ુ આપણને દુઃખથી બચાવી શકતા નથી. ધનાદી લોકમાં
નથી, દહીં, ગોળ વગેરે મંગલકારી-ઉત્તમ અને શરણ દાયક છે . માટે તો
માંગલિક નો પાઠ હવે કરવામાં આવે છે .

(૨૩) પ્રતિક્રમણ નો ૨૩ મો પાઠ શ્રમણ સુત્ર નો છે .


પૌષધ આદિ વ્રત વાળા કે વ્રત રહિત સાધકો કે સાધુ-સાધ્વીજીને
રાત્રે સ ૂતી વખતે જે દોસ્ત આ ગયા હોય તેનાથી નિવ ૃત્ત થવા માટે નો
પાઠ હવે કરવામાં આવે છે .
જરૂરથી વધુ સુવાયું હોય, વધુ પાથરણ રાખ્યું હોય,ઊંઘમાં પુજયા

વગર પડખું ફેરવ્યું હોય, હાથ પગ સંકોચ-પ્રસારણ કર્યું હોય, જુ કચરાણી
હોય, અયત્નાથી ખાંસી, છીંક, બગાસું ખાધું હોય, સ્વપ્નમાં મૈથનુ સંબધ ં ી
મનથી, દ્રષ્ટિથી, કાયાથી કોઈ દોષ લાગ્યો હોયસ્વપ્નમાં આહાર કરવા
અંગેનો દોષ લાગ્યો હોય તો તે સર્વે દોષોનુ મિચ્છામી દુકડમ દઉં છું.

(૨૪) પ્રતિક્રમણ નો ૨૪ મો પાઠ બીજા શ્રમણ સુત્ર નો છે .


ગોચરી માટે જાય ત્યારે અયત્નાથી દરવાજો ખોલીને જવાયું હોય,
કુતરા, વાંદરડા અને બાળકને અડીને, ઓળંગીને જવાયું હોય, બાળ
માટે નો કે અન્ય ભિક્ષુ આદિ માટે રાખેલો આહાર લેવાયો હોય, દોષ
હોવાની શંકા વાળો આહાર લેવાયો હોય, ગ્રહણ ન કરવાં યોગ્ય આદિ
આહાર ગ્રહણ કર્યા હોય, બીજ વાળુ, લીલોતરી વાળું, પ ૂર્વ કર્મ દોષ
વાળું, પશ્ચાત કર્મ દોષ વાળું, સચેત પાણી, અગ્નિ આદિ ને સ્પર્શેલા
આહાર આદિ લેવાયા હોય, ઊંચેથી ઢોળાત ું હોય તે લીધું હોય, ૪૨ દોષ
સહિત આહાર-પાણી લેવાયા હોય. દોષિત આહારને પરઠાવ્યો ન હોય,
વિગેરે દોષ સેવ્યા હોય, સેવરાવ્યા હોય તો તેનો મિચ્છામી દુક્કડમ દઉં
છું.
તે દોષોની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .

(૨૫) પ્રતિક્રમણનો ૨૫મો પાઠ ત્રીજા શ્રમણ સુત્ર નો છે .


ચારે યકાળ સ્વાધ્યાય ન કરી હોય, બંને વખતે વસ્ત્ર, પાત્રની પ્રતિ
લેખના ન કરી હોય, અવિધિથી પ્રતિલેખના કરી હોય, એમ પ્રમાર્જનના
દોષ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યા હોય તો તેન ુ ં
મિચ્છામી દુક્કડમ દઉં છું.
તે દોષોની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .

(૨૬) પ્રતિક્રમણ નો ૨૬ મો પાઠ ચોથા શ્રમણ સુત્ર નો છે .


આપણા જીવનમાં થતા ઘણા દોષોનુ ં વર્ણન આ પાઠમાં કરે લ છે .
વિવિધ પ્રકારના આદરવા યોગ્ય બોલ આદર્યા ન હોય, છોડવા
યોગ્ય બોલ છોડ્યા ન હોય તો તેની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં
આવે છે .

(૨૭) પ્રતિક્રમણ નો ૨૭ મો પાઠ પાંચમા શ્રવણ સ ૂત્રોનો છે .


શ્રદ્ધા આપણી કેવી હોવી જોઈએ તેન ુ ં વર્ણન ના પાઠમાં છે . શુદ્ધ
શ્રદ્ધા પ્રાપ્ત કરી મિથ્યાત્વથી નિવ ૃત્ત થવુ,ં અસંયમ નો ત્યાગ કરી સંયમ
ભાવ અંગીકાર કરવા માટે , સંક્ષિપ્તમાં અનેક દોષો નો ત્યાગ કરવાનુ ં
વર્ણન આ પાઠમાં છે .
દોષોની શુદ્ધિ માટે નો પાઠ હવે કરવામાં આવે છે .

(૨૮) પ્રતિક્રમણ નો ૨૮ થી ૩૩મો પાઠ છ ખામણાનો છે .


પ્રતિક્રમણ પ ૂર્ણ કરતાં પ ૂર્વે બધા જીવોને ખમાવવા જરૂરી છે . માટે
ક્રમશઃ અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, અન્ય સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને
ખમાવવા માટે ખામણા ના પાઠ છે .
ત્યારબાદ ચોર્યાસી લાખ જીવાયોની ના જીવોને ખમાવવાની ગાથા
છે . હુ ં સર્વે જીવોને ખમાઉં છું. બધા મને ક્ષમા આપે. મારે બધા જીવ સાથે
મૈત્રી છે .કોઈ સાથે મારે વેર નથી. એમ આલોચના, નિંદા, ગર્હા, દુગંછા
કરી મન, વચન કાયાથી ખમાવું છું.
એમ ભાવથી ખમાવવામાં આવે છે .
ત્યારબાદ પાંચમા આવશ્યક માં દિવસ સંબધ ં ી( પાખી આદિ
સંબધ ં ી) વિશુદ્ધિ નો કાઉસગ કરવામાં આવે છે .
ત્યારબાદ છઠ્ઠા આવશ્યક માં પચ્ચક્ખાણ કરવામાં આવે છે .
(૨૯) આમ ગણધરોએ, ભગવાનતોએ, આચાર્ય ભગવંતોએ આપણા
ઉપર મહાન ઉપકાર કર્યો છે કે આવી શ્રેષ્ઠ આત્મ શુદ્ધિની ક્રિયા એટલે
પ્રતિક્રમણ વિધિ કહી છે , જેમાં છ એ આવશ્યક નુ ં ગુથ ં ણ કરે લ ું છે . અને
નિત્ય છ આવશ્યક કરવાથી તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન થાય છે . એમ
ભગવાને કહ્યું છે . આવી શ્રેષ્ઠ આરાધના આ છે .

(૩૦) સંક્ષપ
ે પ્રતિક્રમણ કે ભાવ પ્રતિક્રમણ ઘણા કરતા હોય છે પણ આ
વિધિસરનુ ં પ ૂર્ણ બધા દોષોની શુદ્ધિ થઈ શકે એવું પ્રતિક્રમણ નુ ં સ્થાન
બધાથી શ્રેષ્ઠ છે . માટે અવશ્ય અર્થ, ભાવ સહિત શીખવું જોઈએ અને
હંમશ
ે ા (ઉભયકાળ) બંને સમયે કરવું જોઈએ.

You might also like