You are on page 1of 48

૧૯૯૪ કે ૯૫. દિવાળીના તહેવારો પછીનો કોઈ એક દિવસ.

ના, દિવસ તો આથમી ચ ૂક્યો હતો. વેકેશનની અલગારી રખડપટ્ટી કરીને હુ ં શેરીના ઓટલે
ભાઈબંધો જોડે બેઠો હતો અને શ્રીનાથ દર્શનની ડેલી ખોલીને રાજિયો સજીધજીને નીકળ્યો.
સજીધજીને એટલે ઈનશર્ટ કરીને. અમારે ત્યાં કોઈ ઈનશર્ટ કરે એટલે એ કાં તો બહારગામનો
હોય અને ગામનો હોય તો એ જરૂર બહારગામ જતો હોય એવું વગર કહ્યે-પ ૂછ્યે માની જ
લેવાનુ.ં પણ સમી સાંજે તો એકેય બસ ન મળે .

મેં પ ૂછ્યુ,ં અટાણે કાં જાય છે ?

રાજિયાએ કહ્યુ,ં અમારી નાતનુ ં સ્નેહ મિલન છે . ભોળાભાઈ લાતીવાળાનુ ં સન્માન છે ને એમાં
મુબઈ,
ં મહવ
ુ ા અને અમરે લીથી મોટા મે'માન પણ આવવાના છે . શેરીના ઓટલે પગ ટે કવીને
તેણે ખિસ્સામાંથી સુરેશ છાપ તમાકુની ડબ્બી કાઢી અને મસળવાની સુગમતા રહે એટલે
હાથમાંન ુ ં કાર્ડ મને થમાવ્યુ.ં

અમારા ગામમાં કપોળ વાણિયાની વસ્તી ઝાઝી. આર્થિક રીતે સંપન્ન અને વેપારી એવા કપોળના
પગ જમીનથી ચાર આંગળ અધ્ધર ચાલે એવી એ ઉંમરની નાદાન સમજ. રાજિયો ય એવો જ.
એ અમને ત ુચ્છ ગણે, અને એટલે અમે એને. મેં પણ તચ્ુ છકારથી કાર્ડ જોયુ,ં ન જોયું કર્યું અને
અચાનક ચમકીને ફરી ઊલટાવ્યુ.ં

કાર્ડમાં લખ્યું હત,ું "અમરે લી નિવાસી જાણીતા કવિ શેઠશ્રી રમેશ પારે ખ ઉપસ્થિત રહેશે.."
ઓત્તારી... આખેઆખો પીરીયો ડુગ
ં રો અંદર પેસી જાય એવડી સાઈઝમાં મારૂં મોં ખુલ્લું થઈ ગયુ.ં

કાનમાં મોરપિંછ ફેરવી ગયેલી કવિતાઓનો સર્જક અહીં મારા ગામમાં છે ? બે ડગલા દૂ ર
દે લવાડિયા મહાજનના વંડે બેઠો છે એ સોનલ અને મીરા અને આલા ખાચરનો કવિ? કવિતા
સાથેના પ્રચ ૂર પ્રેમના એ દિવસો. નવી-નવી ઊગતી જવાનીના એ તોફાની દિવસો.
રાણિંગબાપુની ડેલીના ઓટલે બેસીને જ "ખમ્મા આલાબાપુને" કાવ્યસંગ્રહની કવિતાઓ
વાંચવામાં રોમાંચ અનુભવવાના એ દિવસો. કાઠી દરબારો વચ્ચે જ મારો ઉછે ર. એટલે રમેશ
પારે ખના આલાબાપુ પર હુ ં આફરિન. પછી રોજ લાઈબ્રેરીમાં રમેશ પારે ખના બીજા
કાવ્યસંગ્રહોના ખાંખાખોળા કરવાના. અમારા ગામની બેન કમળાવતિ ગાંધી ફ્રી લાઈબ્રેરી ય
મારા જીવનનુ ં એક પાત્ર છે . અહીં ચંબલની ડાકુકથા અને રસિક મહેતા, પ્રિયકાન્ત પરિખ, વિઠ્ઠલ
પંડ્યા, મહંમદ માંકડ, ભુપત વડોદરિયાની નવલકથાઓ અઢળક પણ કવિતાઓ નહિવત્ત.
લાઈબ્રેરિયન વિષ્ણુભાઈ રાજકોટથી પુસ્તકો લાવે એમાં "ખમ્મા આલાબાપુને" તો એમ સમજીને
લઈ આવેલા કે આમાં બાપુના પરાક્રમોની મેઘાણી ટાઈપની વાર્તા હશે અને નગર પંચાયતના
પ્રમુખ રાણિંગબાપુ રાજી થશે. એ કાવ્યસંગ્રહ વાંચ્યો. રમેશ સાથેની એ પહેલી ઓળખ. આલાબાપુ
સાંગોપાંગ હાડમાં ઉતરી ગયા.

"હુ ં આલો ખાચર,

નવકૂળનો શિરમોર

રાતડાંચોળ લોહીનો ધણી

ઝડાકું દે તો સાવજ,

- તરણું ચાવુ?"

બહુ કવિતાઓ વાંચી હતી. ઉમાશંકર, સુદરમ,


ં કલાપિ, કાન્ત, બ.ક.ઠાકોર, ઉશનસ, ઘાયલ, શ ૂન્ય,
મરિઝ, શયદા. પણ રમેશ બધાથી સદં તર અલગ. સાવ અલગારી. અમને તો એમ જ કે
કવિતાની ભાષા શુધ્ધ હોય તો જ કવિતા બને. કવિતામાં આદર્શપ્રચ ૂર વાતો હોય અથવા તો
પ્રેમિકાની વાત હોય તો જ કવિતા બને. રમેશ તો મારા જ ગામની, અમે બોલતાં હતાં એ જ
ભાષામાં કવિતા લખતો હતો.

"ભાયાત ું નુ ં ધાડું ભલકારા દ્યે છે ...

.. ગઢની માલિપા ડાયરો લહલહે છે .."

***

ગધનો રામલો લુહાર

સમજે છે શું એના મનની માલિપા?

***

રાંડનીનો કાગડો ય કરે ભડવું કા..કા

***

ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે


(મજા જુઓ, ગાળ જેવી લાગતી, અરે ગાળ જ છે એ પંક્તિ આખી શિખરિણી છંદમાં છે અને મ ૂળ
લાંબી કવિતામાં એટલી અદભ ૂત રીતે મ ૂકાઈ છે કે આનાંથી શ્રેષ્ઠ પંક્તિ બીજી હોઈ જ ન શકે .)

રમેશ તો સાવ એવી વાત કરતો હતો જે અમે રોજ અમારી આસપાસ જોતાં હતાં અને
અનુભવતાં હતાં. રમેશ તો ગાળો ય ઉઘાડેછોગ લખતો હતો.

આલાબાપુએ રીતસર કાળો કેર વર્તાવ્યો. એક-એક કવિતા ઓછામાં ઓછી સો-સો વખત વાંચી
હશે. આજે ય આખો કાવ્યસંગ્રહ કડકડાટ બોલી શકું. ભ ૂરા રં ગના પઠં ૂ ા પર ઝોળ ખાઈ ગયેલા
વાણવાળા ખાટલામાં બીડી ફૂંકતા આલાબાપુને સેંકડો વાર સપનામાં જોયા છે . (પછી તો એવા
અનેક આલાબાપુને જીવતા પણ જોયા!!)

રમેશ નામનો એરૂ અમને એવો આભડ્યો કે વિષ્ણુભાઈ પાસે જીદ કરીને, ત્રાગા કરીને, એમની
ગેરહાજરીમાં લાઈબ્રેરીના કામ કરીને, ઈન શોર્ટ સામ-દામ-દં ડ-ભેદ બધું યથાશક્તિ વાપરીને
બીજા કાવ્યસંગ્રહો મંગાવ્યા.

"મીરાં સામે પાર", "સનનન.." અને "ત્વ"...

મીરાં તો બરાબર પણ સનનન અને ત્વ? આવા તે કંઈ કાવ્યસંગ્રહના નામ હોય? ગંગોત્રી,
નિશિથ, પ ૂર્વાલાપ એવા નામ વાંચ્યા હતા. આપણે છે તરાઈ ગયા કે શુ?ં

પહેલાં મીરાં વાંચી.. વાંચી.. અને બે-હોશ.

મીરાંના ભજનો, મીરાં સાથે જોડાયેલી કથાઓ, મીરાં વિશે અન્ય કવિઓ અને બીજી તરફ
રમેશની મીરાં. સાવ અનોખી અને છતાં બિલકુલ માનવીય. એટલી બધી પોતિકી કે મને ગમતી
છોકરીમાં ય હુ ં મીરાંને જોઈ શકું. અને એમાં કવિ રમેશનો ચાસ...

"ગઢને હોંકારો તો કાંગરા ય દે શે

પણ ગઢમાં હોંકારો કોણ દે શે?...

...આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાના ફૂલ જેમ ખ ૂલશે કમાડ..

ડમરી જેવુ ં રે સહેજ ચડત ું દે ખાશે પછી મીરાં વિખરાયાની ધ ૂળ.."

***
ડેલીએથી પાછા મ વળજો હો શ્યામ

મેં તો ઠાલા દીધા છે મારા બારણાં

(૧૬-૮-૬૭, બુધવારે રાત્રે અઢી વાગ્યે કવિ અનિલ જોશીએ આ પંક્તિ લખી અને પછી રમેશે
બાકીની કવિતા લખી હતી.)

***

મોરપિંછનો જેના ઉપર પડછાયો ના પડિયો

શું વાંચ ું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો?

મીરાં એટલે નરી ભક્તિ, મીરાં એટલે અપાર્થિવ સમર્પણ, મીરાં એટલે ચિત્રમાં દોરે લી સુદરતા

એવી બધી જ માન્યતાનો ભ ૂક્કો કરી નાંખ્યો રમેશે.

રમેશની મીરાં તો અનંગરાગ પણ ગાય.

શૈયામાં સાવરણી ફેરવો જરા'ક કહાન,

વાગે છે ઝીણા કંકર

મીરાં તો ઠીક, તેને અમલ પીવાની ફરજ પાડતો રાણો ય અહી સાવ આપણા જેવો. અદે ખો,
પઝેસિવ, તોરિલો અને એટલો જ પ્રેમાળ. મીરાં તો જતી રહી. એ પછી રાણાને કંઈ થયું હશે? કો'ક
દિ મીરાં યાદ આવી હશે? એ શું વિચારતો હશે?

"ખ ૂલી હોય કે બંધ આંખમાં ખટ્ક્યા કરતી ખોજ

આંસુના એક ટિપામાં મેવાડ સમો કાં બોજ?"

***

પાછા રે મારગ વળો ગામમાં

લઈ હાથમાં ત ૂટે લી લેણ-દે ણ

***
તાજુબી જુઓ,

રાણાના પશ્ચાતાપની આ કવિતાનુ ં મુખડું છે ,

ગઢમાં હોંકારો દે શે કાંગરા,

કાંગરે હોંકારો દે શે કોણ? (લખ્યા તા. ૧૭-૦૯-૬૮)

એ પંક્તિ અત્યંત જાણીતી મીરાંના મેવાડ છોડતી વખતના મનોભાવની કવિતા "ગઢને હોંકારો
તો કાંગરા ય દે શે પણ ગઢમાં હોંકારો કોણ દે શે?" (લખ્યા તા. ૧૧-૦૧-૭૦)થી ચાર મહિના
પહેલાં લખાયેલી છે .

મતલબ કે રમેશને મીરાં કરતાં ય પહેલા તો રાણાની ફિકર થઈ હશે!

- અને સોનલ...

આહાહાહા...

સોનલમાં એક સોનલ વરસે કંચનવરણું ઝલક-ઝલક

***

સોનલ તમારી ટગર ફૂલ શી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ

***

સોનલ તમારી પરબ લીલાં ઝાડવાની હેઠ

અને રાનમાં અમારા કેડાં આથડે હો જી

***************

આ રમેશ મારા ગામમાં, હુ ં બેઠો હતો એ ઓટલાથી ચાર ઘર છે ટે હતો...

સાવ ચિતભ્રમની દશામાં વિચારોની વેગીલી સાંઢણી પર સવાર હુ ં દે લવાડિયા મહાજનના વંડે
પહોંચ્યો.
- અને ત્યારે ય આખેઆખો પીરીયો ડુગ
ં રો અંદર પેસી જાય એવડી સાઈઝમાં મારૂં મોં ખુલ્લું જ
હતુ.ં

(ઈતિ રમેશાયણ પરિચયકાંડ પ્રથમ અધ્યાય સમાપ્તમ. વધુ આવતીકાલે. સૌને ગમે છે
ને??????? હોંકારો ભણજો બાપલિયા...)

જુનો પ્રાયમસ બ્રાન્ડનો સ્ટવ જોયો છે ?

એ સ્ટવ વિતેલા જમાનાની એક અજાયબ જણસ. સ્ટવની વચ્ચેના ફ્યુઅલ સોલિન્ડરમાં દરિયા
વચ્ચેથી ડોકાતી ડોલ્ફિન જેવું એક કાસ્કેટ હોય. શીશામાંથી થોડું કેરોસિન એમાં રે ડવાનુ ં પછી
એનાં પર કાંડી ચાંપો એટલે એ ઝગે. યાદ રહે, હજુ એ ઝગ્યું છે . ભડક્યું નથી. ઝગવું એટલે સાવ
ુ રૂના ઘ ૂમટા જેવુ.ં એને ભડકાવવા માટે હવે બીજુ ં સ્ટે પ.
નમાલુ,ં મ ૂગુ,ં ધીમુ,ં નવી પરણેલી વહઆ
જેવું એ કાસ્કેટ આગ પકડે કે તરત પ્રાયમસના તળિયે કેરોસિનની પિતળની ટાંકીની બહાર એક
નોબ હોય. એને અમે ડાંડિયો કહેતા. એ ડાંડિયો ખેંચીને ધમાધમ પંપ મારવાના. એટલે ટાંકીનુ ં
કેરોસિન ઉપર ચડે અને પ્રાયમસ એવો દે કારો કરી મ ૂકે કે અડખે-પડખેના પાંચ ઘરે એનો
અવાજ સંભળાય અને કાસ્કેટની આગ એવા લવકારા મારે કે પડખે બેસવાનુ ં ય કલેજુ ં જોઈએ.

બસ, સાવ એમ જ, બિલકુલ પ્રાયમસની જેમ રમેશની કવિતા મારામાં ભભ ૂકી હતી.

એક વાર વાંચી એટલે ધીમો, મ ૂગો ઝગારો પ્રગટ્યો. બીજી વાર વાંચી તો ભડકો અને ત્રીજી-
ચોથી-પાંચમી વારે જે દવ લાગ્યો છે ....

- એ કદી ઓલવાય એમ નથી.

આ માણસ આલાબાપુમાં તીક્ષ્ણ કટાક્ષ બનીને વાગતો હતો અને મીરાંમાં કબીર, અલહિલાલ
અને રૂમી બનીને અગોચર નિજાનંદમાં તાણી જતો હતો. આ જ માણસ સોનલમાં હૈય ુ હાથમાં
લઈને હડી કાઢતો પાણીપોચો પ્રેમી બની જતો હતો અને એ જ વળી અમરે લીની વાત કરે ત્યારે
શેરીની ધ ૂળમાં શૈશવની પગલી શોધતો સુતરફેણી જેવી રં ગીન ઋજુતાથી છલછલ રઘવાયો
લાગતો હતો. ગઝલનો રમેશ જુદો અને ગીતનો તો સાવ જુદો. અછાંદસમાં એ ઘડીક ચોંટિયો
ભરે , ઘડીક ગલગલિયા કરી જાય. એની "ઈટ્ટાકિટ્ટા છોડ" અછાંદસ મેં પહેલી વાર વાંચી ત્યારે
જાણે મારી મા મરી ગઈ હોય એમ ધ્રુસ્કે -ધ્રુસ્કે રડ્યો હતો. અને સાવ સાચુ કહુ ં છું - આ લખતી
વખતે પણ એ કવિતા મને એટલી જ તીવ્રતાથી રડાવે છે . તમે જો પ્રેમ કર્યો છે , પ્રેમ કરીને
કોઈકને ખોયા છે તો આ કવિતા તમારી છે . એ તમારી જ વાત છે .

શું છે એ કવિતા? - થોડીક પ ૂર્વભ ૂમિકા..

તમે કોઇકને અઢળક ચાહો છો. તમારી સવાર એનાં થકી ઊઘડે છે અને રાત એનાંથી જ ઘેરાય
છે . અને હવે તમે છુટા પડી ગયા છો. એકમેક જોડે અબોલા છે . એ હવે તમને મળતી નથી.
બોલાવતી નથી. જવાબ આપતી નથી. બહુ રિસે ભરાઈ ગઈ છે . બહુ હઠીલી છે તમારી એ
ગમત ુડી. તમારી એ સોનલ. હવે મઝ
ં ૂ ાયેલા કબુતર જેવા તમે શું કરશો?

- હવે વાંચો રમેશ...

"અરે , આમ નજર ફેરવી લેવાથી

પાસેન ંુ હોય તેને થોડું પરાય ંુ બનાવી શકાય છે ?

***

હું ઘડીક હોઉં, ઘડીક ન યે હોઉં

ઘડીકમાં ચોરપગલે તારી શૈય્યામાં સળ થઈ બેસી જાઉં

કે તારા કં ઠમાં ધીમ ંુ ગીત બનીને આવી ચડું

કે નીંદરની જેમ ઊડી ય જાઉં..

હું કં ઈ નક્કી નહીં હોઉં.

તારા પસ્ુ તકન ંુ સત્યાવીશમ ંુ પાન ંુ હોઇશ

ત ંુ ચાલે તે રસ્તો હોઈશ.

તારા ખલ્ુ લા કેશમાં ફરતી હવા હોઈશ

***

- અંતે તો સોનલ,
ત ંુ છે કેલિડોસ્કોપ અને હું છું તારૂં બદલાત ંુ દ્રષ્ય

***

તારા સ્તનનો ગૌર વળાંક હું છું

તારા અરીસામાં દે ખાત ંુ પ્રતિબિંબ હું છું

ંુ રતા બનીને ભેટી પડ્યો છું તને


તારી સકળ સદ

તારૂં સકળ સોનલપણ ંુ જ હું છું લે...

- અને તારે મારો ઈન્કાર કરવો છે ?

***

હું તને બહુ કનડું છું?

પણ ત ંુ જ કહે, હું તને ન ચાહું તો બીજુ ં શ ંુ કરી શકું ?

***

આંખો મીંચીને રમીએ એને સંતાકુ કડી કહેવાય

કં ઈ જુદાઈ ન કહેવાય.

ચાલ, ઈટ્ટાકિટ્ટા છોડ..

(કાવ્યસંગ્રહ ત્વ, લખ્યા તા. ૦૩-૧૧-૭૨, શુક્રવાર, ધનતેરસ)

"ત્વ"ની એક ગઝલ મને એ સમયે બહુ જ ગમતી.

જળને કરૂં જો સ્પર્શ તો જળમાંથી વાય લ ૂ

સોનલ, આ તારા શ્હેરને એવ ંુ થય ંુ છે શ?ંુ

ખાબોચિયાની જેમ પડ્યા છે આ ટે રવાં

તળિયામાં ભીન-ંુ ભીન ંુ તબક્યા કરે તે ત?ંુ


પીડા ટપાલ જેમ મને વહેંચતી રહે

સરનામ ંુ ખાલી શ્હેરન,ંુ ખાલી મકાનન ંુ

પ્રત્યેક શેરી લાગે રૂંધાયેલો કં ઠ છે

લાગે છે હર મકાન દબાયેલ ં ુ ડૂસ્કું

આખ ંુ શહેર જાણે મીંચાયેલી આંખ છે

એમાં રમેશ, આવ્યો છું સપનાની જેમ હું

એક મુકત, નિર્બંધ ઝરણા જેવું અછાંદસ છે અને બીજી ગઝલ છે .

ં ૂ ારાનો મીઠો કલશોર છે અને બીજામાં અંદર


એકમાં સાવ અંગત લાગણીનો, એકાકી મઝ
વલોવાતી પીડાની ભીનાશ છે . ગઝલમાં આવા વિશિષ્ટ રદ્દિફ-કાફિયા આ પહેલાં બીજે ક્યાંય મેં
ભાળ્યા ન હતા. આખો શબ્દ રદ્દિફ બને, કાફિયા બને પણ અહીં માત્ર ઉકારાંત હતો અને એ પણ
પરાણે ઘ ૂસાડેલો નહિ. સાંગોપાંગ, અક્ષત, સોંસરવો ઉતરે તેવો અર્થસભર.

- અને એ રમેશ પારે ખ મારી સામે બેઠો હતો.

દે લવાડિયા મહાજનના વંડામાં ડોકિયું કર્યું. સામે ખુરશી પર કેટલાક મહાનુભાવો બેઠા હતા. સામે
ઉજળા બાસ્તા જેવા લેંઘા-ઝભ્ભામાં અમારા ગામના વાણિયા-વેપારી. આમાં જાણીતા કવિ શેઠશ્રી
રમેશ પારે ખ ક્યાં હશે? હુ ં ન તો કપોળ વાણિયો હતો કે ન તો મને આમંત્રણ હત ું અને કપોળના
કંઈક છોકરા જોડે બાધણા ય કરે લા એટલે મનમાં થોડી ફડક પણ હતી. "કવિતા" સામયિકમાં
એકવાર ર.પા.ની તસવીર જોયેલી એ આછે રી યાદ. આંખોને એ ઝાંખીપાંખી એંધાણી પહેરાવીને
છુટ્ટી મેલી ખુરશીઓની દિશામાં. ત્યાં તો બધા ટોપી-બંડી પહેરેલા ફાંદાળા શેઠિયા જ હતા. આમાં
રમેશ પારે ખ હશે? કાર્ડમાં તો "શેઠશ્રી" લખ્યું હત.ું અમારો કવિ અમરે લીનો કોઈ મોટો વેપારી
મહાજન હશે અને સાઈડમાં કવિતાનુ ં પણ ઝીણુ-ં મોટું કામકાજ કરી લેતો હશે?

ત્યાં મારી નજર પડી દીપકા ભેરાઈવાળા પર. દીપકો અમારે પારકી છઠ્ઠીનો જાગતલ.
પુ.લ.દે શપાંડેન ુ ં અમર સર્જન "વ્યક્તિ આણિ વલ્લી" માં "નારાયણ" વાંચીને મને સૌથી પહેલો
દિપકો જ યાદ આવ્યો હતો. એ વિશ્વ હિન્દુ પરિષદના સ ૂત્રો દિવાલ પર લખવામાં ય હોય અને
કોંગ્રેસવાળા ભેગો હોસ્પિટલના પ્રશ્ને ઉપવાસ પર પણ બેસે. એ બ્રહ્મસમાજના કાર્યક્રમમાં ય હોય
અને અહીં પણ ખુરશી-ટે બલ ગોઠવે, શેતરં જી પાથરે . મેં દિપકાને પ ૂછ્યુ,ં "આમાં અમરે લી વાળા
રમેશ પારે ખ કોણ છે ?" પછી તરત મને થયું કે મેં અધુરી ઓળખાણ આપી. એટલે ઉમેર્યું,
"અમરે લીવાળા શેઠ.."

"હા, એવા એક ભાઈ હતા ને, આંઈ જ હતા. કંઈક ડાયરાવાળા. આંઈ કવિતા ય બોલ્યા'તા. પણ
ઈ તો લગભગ ગ્યા..."

- એ સાંભળીને મારા હોશકોશ પણ ગ્યા.

"ગ્યા???? ક્યાં???"

દીપકાને કંઈ કામ સોંપો એટલે તમારૂં કામ એનુ ં થઈ જાય. ઝપાટાભેર એ મેડીએ ચડ્યો અને
અડધા દાદરે થી જ મને હાંક મારી,

"એ કોઠિયા, એ આંઈ સે.. આંઈ આવ્ય.."

વગર આમંત્રણે અહીં ઘ ૂસેલા મને વીંધી નાંખતી કંઈક તોરીલી આંખોના તાપ વચ્ચેથી જગ્યા
કરતો હુ ં ડેલાની ડાબી બાજુનો દાદરો ચડ્યો. દીપકો હજુ ય દાદરના કઠોડે ઝળુંબતો ઊભો હતો.

- અને મેડા પર બારીની આગળ બજારની દિશામાં પડતાં રવેશમાં બીડી પીતાં ઊભા હતા કવિ
રમેશ પારે ખ.

ખુલ્લા ગળાનો આછો ક્રિમ કલરનો સાદો, સહેજ ચોળાયેલો ઝભ્ભો, પહોળો લેંઘો. સહેજ વધેલી
દાઢીમાં સજીવારોપણ અલંકારની જેમ છંટાયેલી સફેદી. કાળી, જાડી ફ્રેમના ચશ્મા. હુ ં એમને
જોઈને જ દૂ રથી જ પાણી-પાણી થઈ ગયો.

આ રમેશ પારે ખ? આ જ એ કવિ? રાતડાચોળ લોહીના ધણી આલા ખાચરનો સર્જક? હોંશીલો
દીપકો એમને કંઈક કહી રહ્યો હતો પણ મને બે ડગલેથી ય કંઈ સંભળાત ું ન હત.ું મારી આખી
દુનિયા એ ક્ષણે નિઃશબ્દ થઈ ગઈ હતી જાણે.

એમણે બીડીનો છે લ્લો કસ લીધો. ઠુંઠું ખ ૂણામાં ફેંક્ય.ું "આ મારો ચહેરો એ ચહેરો જ છે એ કંઈ
ઢાલ નથી" લખનાર એ પારદર્શક ચહેરો મારી સામે મંડાયો. ચશ્માના કાચનો ઢાળ ઉતરતી
આંખો મારી સામે મંડાઈ અને સહેજ હાસ્ય વેર્યું. હવે મારો વારો હતો.

પણ હુ ં શું કહ?ુ ં
મેં તમારી કવિતાઓ બહુ વાંચી છે એમ કહ?ુ ં મને બહુ ગમે છે એમ કહ?ુ ં મને આલો ખાચર
સપનામાં આવે છે અને મીરાં ય મારા ફળિયામાં પાંચિકે રમતી દે ખાય છે એમ કહ?ુ ં

એક ભાવક એક સર્જકને કહી-કહીને શું કહી શકે?

ં ૂ વણ પારખી હોય કે એમને આવા બાઘા થઈ જતા ભાવકોની ટે વ હોય કે


એમણે મારી મઝ
કંઈપણ..

- એમણે જ શરૂઆત કરી.

ઈતિશ્રીમદરમેશાયણ કાવ્યવિદ્યાયાં રસશાસ્ત્રે ફેસબુકસંવાદે પ્રથમદર્શનયોગોનાં દ્વિતિય અધ્યાય


રમેશાર્પણમસ્ત ુ

એ ઉંમરે અમને કવિતા લખવાનો દોઢ ફૂટનો ગાંઠિયો વળગેલો.

ગમે તે કરો યાર, પણ કવિતા લખવી છે .

આવી ચાનકના મ ૂળમાં કવિતાઓનુ ં બેફામ વાચન હત.ું અને હવે બસ કવિતા જ લખવાની બાકી
હતી. અમારી પાસે કાગળ, પેન હતા પણ કવિતા આવતી ન હતી. કવિતા લખવા માટે કાગળ
અને પેન સિવાય બીજી કઈ પ્રાથમિક આવશ્યકતા હોય છે ? અમને જે ફૂટત ું હત ું એને અમે ર.પા.
સાથે સરખાવીએ એટલે તરત મોળા પડી જવાય. ના યાર, આપણે જે લખ્યું એ બીજુ કંઈપણ
હોઈ શકે પણ એ કવિતા તો નથી જ. તો શું કરવુ?ં

કલાપિ પ્રેમમાં પડ્યા તો કવિ થઈ ગયા કે પછી કવિ હતાં માટે પ્રેમમાં પડ્યા તેન ુ ં પગેરું શોધવા
ય ભટકી જોયુ.ં તો શું કે, આપણે પહેલાં શું કરવું એની ખબર પડે ને !!

એ બધા કવિઓ છંદમાં લખતા. તો આપણે ય છંદના કુછદ


ં ે ચડ્યા.  

ય મા તા રા જ ભા ન સ લ ગા

(આહહહહાહાહા યાર, થેન્ક યુ તો મારે તમને સૌને કહેવ ું જોઈએ. આ લખ્યું તો કેટલું બધુ યાદ
આવી રહ્યું છે !!!!!)

શિખરીણી આખેઆખો ગોખી નાંખ્યો...


ુ નો
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મજ

વળાવી બા આવી નીજ સકળ સંતાન ક્રમશ; (બંને પંક્તિ અલગ-અલગ કવિઓની અલગ
કવિતાની છે . છંદનુ ં સામ્ય દર્શાવવા બંને સાથે મ ૂકી છે .)

મંદાક્રાન્તા તો હાથોહાથ પકડાઈ ગયો...

ુ ઝરણ ંુ સ્વર્ગથી ઉતર્યું છે


હા ! પસ્તાવો વિપલ

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો (બંને પંક્તિ કલાપિની છે . કલાપિએ આ છંદ વિપુલ
માત્રામાં ખેડ્યો છે .)

અને મને બહુ ગમતો વસંતતિલકા...

ખીલી વસંત વન ફૂલ ભર્યા મહેકે

મામ્પાહિ ઓમ ભગવતી ભવ દુખ કાપો (એક કવિતાની પંક્તિ છે . બીજી પ્રચલિત પ્રાર્થના છે .
બંનેનો છંદ એકસમાન છે .)

હરિગીત, ઈન્દ્રવ્રજ્જા, ઉપેન્દ્રવ્રજ્જા, શાર્દુ લવિક્રિડિત... તમે નામ બોલો, હુ ં એ છંદનુ ં આખું બંધારણ
ઉદાહરણ સાથે બોલી નાંખ.ું

ગઝલ તો વળગેલી હતી જ. મફાઈલ ૂન, રદ્દિફ, કાફિયા, મિસરા, સાની...

કવિતાનો કેફ અમને એવો ડૂટ


ં ીએ લાગ્યો હતો કે અમે ગાળો ય બંધારણમાં બોલતા. અહીં એ
"સર્જન"ના ઉદાહરણો લખાય નહિ મારાથી પણ જીત ુ શર્મા, શૈલેશ જોશી જેવા ફેસબુક પ્રાપ્ય
દોસ્તો તેની સાહેદી પ ૂરી શકે એમ છે .

પણ યાર, બંધારણમાં, મીટરમાં બોલાતી હતી એ ગાળો હતી.. કવિતા નહિ !!

એમાં ક્યાંક વાંચ્યું કે શરદપ ૂનમની રાતે કવિ કાન્ત ભાવનગર નરે શ મહારાજા ક્રુશ્ણકુમારસિંહજી
સાથે ગોપનાથના દરિયે ગયા અને કવિતા લખી નાંખી...

આજ મહારાજ ! જલ પર ચંદ્રનો ઉદય જૉઈ હ્રદયમાં હર્ષ જામે

કામિની, કોકિલા, કેલી કજ


ૂ ન કરે ...
હમ્મ્મ્મ્ તો યે બાત હૈ.. અમને પાક્કા પાયે એવો વહેમ જાગ્યો કે, કુદરતી સૌંદર્યથી પ્રચ ૂર શાંત,
નયનરમ્ય વાતાવરણમાં કવિતા લખવાની પ્રેરણા મળતી હોય છે . દરિયો, જગલ
ં તો અમારે ય
હાથવગા જ હતા ને. અમે તો ડાયરી અને પેન લઈને ઉપડ્યા દિવ-સોમનાથ-તુલસીશ્યામ.
દિવના દરિયે બેઠા. ઘણું બેઠા. હડપચી પર અંગુઠો અને ગાલ પર બે આંગળી ટે કવીને ૩૦
અંશના ખ ૂણે ચહેરો ઊંચો કરીને હવામાં પણ તાકી જોયુ.ં સીધો તડકો ખાઈને આંખે અંધારા
આવી ગયા પણ સાલી કવિતા ન આવી તે ન જ આવી. દિવ જઈને "બીજુ"ં ઘણું શીખ્યા પણ
યાર, શી વાતે ય આ કવિતા ચડતી ન હતી.

અને બીજી તરફ આ રમેશ મન ફાવે એ વિષય પર, મન ફાવે એ પાત્ર ઉપર કવિતા લખી
નાંખતો હતો. અને કવિતા એટલે??? અહીં છાતીની વચાળે વમળ ઘ ૂમરાવે એવી કવિતા.

મનજી કાનજી સરવૈયા, પ્રાણજીવન હરજીવન મોદી, રવજી મોહન ભેંસાણિયા, જમનાદાસ
ગોકળદાસ રવાણી, નેનશી દે વચંદ વોરા, અરજણ વેલજી, મનજી ઓઘડદાસ, અલારખાં ડ્રાઈવર

પહેલી નજરે આ દરે ક એ કોઈક વ્યાક્તિના નામ છે , જેને રમેશે એની કવિતામાં સર્વનામ
બનાવી દીધા છે . રમેશની કેટકેટલી વિશેષતા કહેવી? ઉપર લખ્યા છે એ નામો એમના મિત્રો
હશે? એમણે જોયેલા પાત્રો હશે? કે એમણે નીપજાવેલા ચરિત્રો હશે?

- અને એ દરે ક ઉપર રમેશે એવી આબાદ કવિતા લખી છે કે આપણને મનજી સરવૈયા ય
આપણો લાગે અને જમનાદાસ રવાણીમાં ય આપણો ચહેરો દે ખાય.

વાંચો અલ્લારખા ડ્રાઈવરનુ ં ગીત...

"તારી મોટરન ંુ વ્હિલ ફરે આંખમાં, અલારખાં

નીંદરમાં હેવી ટ્રાફિક છે

પાણીના ટીપાને લ ૂછી શકાય એમ પાણીન ંુ મ ૂળ ના લ ૂછાત ંુ

ંુ વાતો લિલ્લાહ, તારા વાઈપરથી કૈં જ ના શકાત ંુ


જોવાનો કાચ ધધ

વાહનન ંુ વાહન માલિક છે , અલારખાં

નીંદરમાં હેવી ટ્રાફિક છે "

રમેશે તો યાર મદારીનુ ં પ્રણયગીત પણ લખ્યું છે ...


"મારી છાતીના રાફડામાં ચાહવ ંુ બનીને એક ગોટગોટ પોઢેલો નાગ છે ,

આવ, સખી આવ એને છંછેડી નાંખ, તારી મહુવરમાં મઝ


ં ૂ ાતો રાગ છે

ુ ે એકલાં ન પીવા બેસાય, લાવ, એમાં તો મારો પણ ભાગ છે "


આંસન

- આ માણસ મદારીના ય પ્રેમગીત આબાદ લખતો હતો અને યાર, અમારાથી અમારૂં પોતાનુ ં
પ્રેમગીત લખાત ું ન હત ું !!!

******

"મારી વાત છોડ, તારી કોઈ સોનલ છે ??"

પહેલી વાર એમણે પ ૂછ્યું ત્યારે જ હુ ં તો આડું જોઈને સાંભળ્યુ-ં ન સાંભળ્યું કરવા જતો હતો ત્યાં
ઝભ્ભાની બાંયથી બેધડક મોં લ ૂછીને કવિએ ફરી એ જ સવાલની અણી ભોંકી.

"કોણ છે તારી સોનલ?" ચાના ખાલી થયેલા પ્યાલામાં હવે કવિની આંખમાંથી ઝરતી શરારતની
ધાર થઈ રહી હોય એમ મને લાગ્યુ.ં

"ના, એવું તો કંઈ નહિ પણ...."

મારે એમને કેમ કહેવ ું કે "સાહેબ, અહીં અમારે તો શેરીએ-શેરીએ સોનલ છે પણ માઈ-બાપ,
સંવેદન વગરના ઠાલા શબ્દો જ આવે છે . શી વાતે ય કવિતા નથી આવતી."

"તને શું લાગે છે , સોનલ એટલે એ માત્ર છોકરી જ હોય એ જરૂરી છે ?" કવિએ શ ૂન્યમનસ્કપણે
હોટલના ભ ૂરા રં ગના બાંકડાને તાકતી આંખે સ્વગતોક્તિ કરતાં હોય એમ કહ્યુ.ં

"હેં????" ઘડીક તો હુ ં કશું ન સમજ્યો. એમણે મારી સામે મીટ માંડી. ચશ્માના જાડા કાચમાંથી
તગતગતી ભાવપ્રચ ૂર એ આંખો.

- અને અચાનક મને ઝબકારો થયો.

"ઓહ.. ઓહ.. ખરૂં.. એકદમ ખરૂં..."

મારા બત્રીસે ય કોઠે એકસામટા અજવાળા થઈ રહ્યા હતા.

આજે કવિની સોનલને ય મેં ઓળખી લીધી હતી.


- અને મારી સોનલને ય પામી લીધી હતી.

માધુબાપુની હોટલનો ભ ૂરા રં ગનો એ બાંકડો મારૂં બોધિવ્રુક્ષ બની ગયો હતો.  

વધુ આવતીકાલે...

ુ અધ્યાય
ઈતિશ્રીમદરમેશાયણ કાવ્યવિદ્યાયાં રસશાસ્ત્રે ફેસબુકસંવાદે સોનલભેદયોગોનાં ચતર્થ
રમેશાર્પણમસ્ત ુ

કવિ થવું આમ તો સાવ સહેલ ું છે . એમાંય આ ફેસબુકના જમાનામાં તો એકદમ આસાન. સૌ


પહેલાં તો કોઈક કાલ્પનિક દર્દ શોધી કાઢવાનુ.ં ના, એમ સ ૂવાફેર થઈ જવાથી ગરદન દુખતી
હોય એવું દર્દ નહિ. કંઈક દિલનુ ં દર્દ . યસ, તમે જાણો જ છો. ગમતી છોકરીઓ પૈકી કોઈ એકને
એમાં ફિટ કરી દે વાની. એમાં એટલે દર્દ માં, દર્દ ના કારણ તરીકે . પણ એક વાત યાદ રાખો, એ
છોકરી સાથે પરણી જવાની વાત નહિ કરવાની. હા, મને ખબર છે આપણે બધુ કાલ્પનિક "ઘર-
ઘર" રમીએ છીએ. તો પણ એ ફેન્ટસીમાં ય લગનની વાત નહિ. કારણકે લગનની વાતમાં
કવિતા સ ૂકાઈ જશે ને તમે આડી વાતે ચડી જશો. ડર્ટી પિક્ચરની વિદ્યા બાલનને જોઈને
કેટલાકને જે વિચારો આવે છે એવા ડર્ટી વિચાર પણ આપણી ગમતી છોકરી માટે નહિ કરવાના.
મને ખબર છે આ અઘરૂ છે પણ તમારે કવિ થવું છે ને? તો આ બધા કડક નિયમો પાળવા જ
પડશે. એકવાર કવિ તરીકે ઓળખ જામી જશે પછી બહુ છોકરીઓ મળવાની જ છે યાર. હાલ
થોડો સંયમ રાખો.

જુઓ... દિલ, તડપ, પાગલ, આરઝુ, સપનુ,ં શ્વાસ, ધડકન એ બધા શબ્દો તમને આવડે જ છે .
રાઈટ? આ ઉપરાંત ઉર્દુ જેવા લાગતા બીજા શબ્દો ય શીખી લો. અરે ઉર્દુ શીખવાની જફામાં
નથી પડવાનુ.ં એ તો ફિલ્મી ગીતોમાંથી ય શીખી શકાય ને? મતલબ કે બેઠા ઉપાડી લો. યાર,
તમને તો બધુ કહેવ ું પડે છે .

હવે જુઓ,

સાધારણ રીતે ગુજરાતી વાક્ય કર્તા, કર્મ અને ક્રિયાપદ એવા ક્રમમાં બનત ું હોય છે . હવે ઉપરના
લિસ્ટમાંથી શબ્દો ઉપાડીને એક વાક્ય બનાવો, જોઉં.

મને આજે તારા દિલની તડપ છે . (કર્તા-મને, કર્મ-દિલની તડપ, ક્રિયાપદ-છે .)


વાહ.. આ થયું સપાટ વાક્ય.

હવે એ ક્રમ મનફાવે તેમ ઊલટાવી નાંખો. કર્તા, કર્મ, ક્રિયાપદની ઐસી-તૈસી..

દિલની તડપ છે મને આજ તારા...

આહાહાહાહા...

મુન્શીજી, યે તો યાર શેર હો ગયા...

(કરૂણતા જુઓ - બંધારણ મને પંદર વરસથી એટલી હદે વળગ્યું છે કે મજાક ખાતર આ આખી
વાત કરી રહ્યો છું અને તોય આ પંક્તિ સાવ સહજતાથી મીટરમાં જ લખાઈ ગઈ છે !!! ગાગા લ
ગાગા લ ગાગા લ ગાગા. બટ વેઈટ, હુ ં કવિ નથી જ. આગળ એ જ વાત કહેવાનો છું.)

હવે છે લ્લા શબ્દ "તારા" સાથે પ્રાસમાં મળતા હોય એવા શબ્દોનુ ં લિસ્ટ બનાવો.

મારા, અમારા, પનારા, જોનારા...

હવે દિલ, તડપ, આરઝુ, ધડકન વાળા લિસ્ટમાંથી પહેલી પંક્તિમાં ન વપરાયા હોય એવા ઠીક
લાગે એ શબ્દ ઉપાડો. એને વચ્ચે ક્યાંક ગોઠવી દો. પ્રાસવાળા લિસ્ટમાંથી પસંદ કરે લા શબ્દો
છે લ્લે આવે તેન ુ ં ધ્યાન રાખીને ઝિંકો તમતમારે મઝ
ં ૂ ાયા વગર.

થયા પાગલપનથી અમારા પનારા

આહાહાહાહાહાહા.....

મુન્શીજી... મુન્શીજી...

દિલની તડપ છે મને આજ તારા

થયા પાગલપનથી અમારા પનારા

બસ... હવે જામી જ પડો. આપણા લિસ્ટમાં તો હજુ ઘણા શબ્દો પડ્યા છે . પાંચ-સાત પંક્તિ
ઠપકારી જ દો.

પછી મ ૂકો ફેસબુક પર. દસ મિનિટમાં વીસ કન્યા લાઈક કરી જશે. મારા જેવા બે-ચાર લઠ્ઠા
લખશે, "હમ્મ્મ્ ઠીક છે " પણ એવા ખડ્ડુસો પર ધ્યાન નહિ આપવાનુ.ં એ તો એમને તમારી જલન
થાય છે એટલે. પણ આઠ-દસ કન્યા લખી જશે, "વાવ જસ્ટ સુપર્બ.. ચો ચ્વિટ (લાઈક યુ)...
ઓવ્વ્વ, ઈટ્સ વન્ડરફૂલ.."

બસ, તમે થઈ ગયા કવિ, સોરી, શાયર. એમાં શું છે કે, કવિ શબ્દ જરા ડ્રાય લાગે છે . શાયરમાં
જરાક રોમેન્ટિક મિજાજ છે . હવે એકાદ મસ્ત તખલ્લુસ શોધી લો. જગદીશ કાટબામણા "રાજ" કે
પછી મિતેશ પટે લ "મિત". તખલ્લુસ હશે તો વજન પડશે. આમ તો તખલ્લુસનો મ ૂળ હેત ુ એ છે
કે તમે તમારૂં નામ છત ું કરવા માંગતા નથી માટે ઉપનામથી લખો છો. એટલે મ ૂળ નામ અને
તખલ્લુસ બેય સાથે લખો એ "ગંગાજળનુ ં પાણી" લખવા બરાબર કહેવાય. પણ આટલી ચિકાશ
ન કરો યાર.. કોણ એવું જુએ છે .. મારા જેવા ઝિણા ચકલા ચથ
ં ૂ તા ખડ્ડુસો પર ધ્યાન નહિ
આપવાનુ.ં એ તો એમને તમારી જલન થાય છે એટલે. અને આપણે તો છાકો પાડી દે વો છે ,
બસ!

કોઈ સ્વિકારે કે ન સ્વિકારે ...

કોઈ કહે કે ન કહે...

૯૯ ટકા કવિતા આમ જ લખાતી હોય છે અને "ચો ચ્વિટ (લાઈક યુ)" જેવી કોમેન્ટ પણ.

કવિતા લખવી એ કંઈ એસેમ્બ્લિંગ જોબ નથી યાર. વાક્યનો પદક્રમ ઊલટાવી દે વાથી કવિતા
લખી નાંખ્યાનો ફાંકો ન રખાય. શબ્દોના લિસ્ટ બનાવીને અંત્યાનુપ્રાસ અલંકારમાં લખીએ એને
જોડકણા કહેવાય, કવિતા નહિ.

એવો જ બીજો રોગ છે અછાંદસ કવિતાનો.

મીટરના નામે રિક્ષાનુ ં મીટર જોતાં પણ આવડત ું નથી. શિખરિણી એ તો કોઈક નદીનુ ં કે ગામનુ ં
નામ લાગે છે અને શાર્દુ લવિક્રિડિત... શુ?ં શુ?ં ? આવા તે કંઈ નામ હોતા હશે યાર?? એ વળી
ખબર છે કે કવિતામાં મિટર યાને બંધારણ અને છંદ ને એવું બધુ હોય છે પણ એ શીખવાની
કડાકૂટમાં પડવા કરતાં જલ્દી-જલ્દી કવિતા લખીને કન્યાઓ પાસેથી વાહવાહી ઉઘરાવવાની
તાલાવેલી છે . કારણકે આ મિતિયો (મિતેશ પટે લ "મિત") જુઓ, એનુ ં ફ્રેન્ડલિસ્ટ જુઓ. એ એક
પોસ્ટ લખે અને નાંખી દે તાંય ૪૦-૫૦ લાઈક લઈ જાય છે સાલો. એ ય મેજોરિટિ તો બેબ્સનાં જ.

તો આપણે શું કરવુ?ં ??

ત્યારે ભેરે આવે છે અછાંદસ.


મિતિયો ભલે ગઝલ(ના વ્હેમમાં) લખતો. આપણે એવું કહેવાનુ,ં "યુ સી, મને એવાં મીટરના
બંધનો માફક નથી આવતા. મારી સંવેદનાઓ નિર્બંધ કિલકિલાટ કરતાં ઝરણાની માફક વહે એ
મને વધુ ફાવે." પછી જુઓ, આટલું કહેશો ત્યાં જ મિતિયાના લિસ્ટની દસ-પંદર તો આવી જ ગઈ
સમજો.

અછાંદસ કેમ લખાય એમાં મુઝ ું તેણે સળંગ સપાટ વાક્યનો


ં ાશો નહિ. મિતિયાએ શું કર્યું હત???
પદક્રમ ઊલટાવી નાંખ્યો હતો. આપણે સીધી લીટીમાં લખાયેલા વાક્યનો પદક્રમ ઉલટાવીને
સીધી લીટીને બદલે એન્ટર મારીને લખવાનુ.ં

"મેં ગઈકાલે સાવ અચાનક તમને જોયા હતા."

મંડો આડેધડ એન્ટર મારવા...

સાવ

અચાનક

કાલે

તમને જોયા

હતા

મેં...

ં ૂ ડા ઊગે છે ????
બસ યાર, થઈ ગઈ અછાંદસ. એને કંઈ શિંગડા-પછ

***

તો ગઝલ કોને કહેવાય? ક્યારે ગઝલ લખવી અને ક્યારે ગીત? કઈ કવિતા છંદોબધ્ધ લખવી
અને કઈ મુક્ત અછાંદસ એ કેમ ખબર પડે?

મારી સામે જોયા વગર કવિ ખડખડ હસ્યા. ચાના પૈસા લેતો પીપો ય વગર સમજ્યે હસતો
હતો.

"સોનલ... એ જ બધું શીખવે છે આ." કવિએ સહજતાથી કહ્યુ.ં


મને થયુ,ં આ ભાઈ તો યાર જબરૂં ઊંધુ-ચત્તુ-ં ભેદી બોલતા હતા. એ ખરે ખર પેલા કવિતાવાળા
રમેશ પારે ખ છે ને? ભ ૂલથી ક્યાંક બીજા કો'કને મેં ચા નથી પીવડાવી દીધી ને??

"દોસ્ત, કવિતા લખવા માટે પહેલા તો તારે તારો હેત ુ નક્કી કરવો પડે. કેમ કવિતા જ? કેમ
નાટક નહિ, વાર્તા નહિ, નિબંધ નહિ? અરે , હુ ં તો કહુ ં છું કે કંઈપણ શા માટે લખવું જ પડે?? જે
કહેવ ું હોય એ એમ ને એમ બેધડક બોલી નાંખ. વાત પતી જશે."

અમારી મુલાકાત પછી એ પહેલી વખત આટલું લાંબ ુ વાક્ય સળંગ બોલ્યા હતા પણ એનાંથી
ંૂ
તો મારો મઝારો વધતો હતો.

"એ બોલી નાંખ્યા પછી પણ અંદર કંઈક અટકેલ ું રહે, રૂંધામણ થાય, બેચેની લાગે ત્યારે એ
રૂંધામણ, એ બેચેની સાવ સહજ ક્રમમાં શબ્દો પર સવાર થઈને પ્રગટે એ કવિતા છે ."

પછી એમણે એક ઉદાહરણ આપ્યુ,ં

એક વાર હુ ં કોઈકને ત્યાં કશાક કામથી ગયેલો. એમનાં ઘરમાં લીમડાનુ ં ઝાડ. આંગણામાં સ ૂકા
પાંદડાનો ઢગલો. એ જોઈને મારા મનમાં અચાનક એવો વિચાર આવ્યો ઝાડ પર લીલુછ
ં મ
લાગત ું પાન પીળું થઈ જાય ત્યારે કેવ ું ચિમળાઈ જાય છે ! એને તમે સમય કહી શકો, વિજ્ઞાનના
નિયમો પણ લાગુ પાડી શકો. પણ વ્રુક્ષ સજીવ છે એવું વિજ્ઞાન જ કહે છે ને? તો એક પાંદડું ખર્યું
એથી વ્રુક્ષને કંઈ લાગણી થઈ હશે? આ વિચાર મનમાં ઘટં ૂ ાતો જ રહે અને પછી શબ્દ બને.

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર

એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર

હવે કેટલીક વાર એક જ વાત પર મનન ચાલ્યા કરે તો એ જ વિષય પર આખી કવિતા બની
જાય. આ વખતે મારા મન પર વિચારને બદલે આ લય સવાર થઈ ગયો. પછી હુ ં જે વિચારૂં એ
આ લયમાં મનમાં ઉગત ું જાય. એ મંથન દિવસો સુધી ઘટં ૂ ાય, હુ ં ટપકાવતો રહુ ં પછી કવિતાની
જરૂરિયાત પ્રમાણે મઠારતો રહુ ં અને છે વટે એ કવિતા બને.

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો રમેશ

કોણ એમાંથી મને જોત ું રહ્યું કોને ખબર.

પણ તો પછી સોનલ??? એનુ ં શુ?ં ?


"સોનલ એ એક એવી વ્યક્તિ પણ છે જે તમારા ભાવવિશ્વને સાક્ષીભાવે નિરખે છે . એ એક ઘટના
પણ હોઈ શકે. એ કદી ન જોયેલી સ્ત્રી પણ હોય અને કદીક કોઈકનામાં જોયેલો ઉજાસ પણ હોય.
સોનલ એ કદી ન મળે લી સમયની એવી ક્ષણ પણ હોય જે મેળવવાની તીવ્ર ઝંખના હોય."

"આમાંથી તમારી સોનલ કોણ હોય છે ??"

"દરે ક તબક્કે મારી સોનલ બદલાય છે . એ પાણી જેવી છે . મારા વિચારોનો તંત પકડીને એ
આકાર ધારણ કરતી રહે છે ."

અમે માધુબાપુની હોટલ પરથી લાડુમોર સાહેબના દવાખાના પાસેની ગલીમાં થઈને ભોળાભાઈ
લાતીવાળાના ઘર તરફ જઈ રહ્યા હતા, જ્યાં કવિનો ઉતારો હતો.

રસ્તામાં (હાલ જુની) પોસ્ટઓફિસના મકાન આગળનો વિશાળ ઓટલો જોઈને કવિ કહે, "ઘડીક
બેસીએ."

મારે તો બેસવું જ હત ું અને એ ઘડી જન્મો સુધી લંબાય તોય મને વાંધો ન હતો.

વધુ આવતીકાલે...

(આ હુ ં ચૌદ-પંદર વરસ પહેલાંની વાત લખી રહ્યો છું. માત્ર સ્મરણનો આધાર છે . એ વખતે હુ ં
પત્રકાર ન હતો કે આ બધુ નોંધી રાખુ.ં હુ ં તો અચાનક સાંભળીને સાવ ઉભડક એમને જોવા
પહોંચ્યો હતો અને મને બગાસુ ખાતાં પતાસુ હાથ લાગ્યું હત.ું એમણે શું કહ્યું હત ું એ બિલકુલ
યાદ છે પણ અત્યારે હુ ં જે શબ્દોમાં રજુ કરી રહ્યો છું એમાં મારી હાલની સમજ ભળે લી છે . એટલું
દરગુજર કરશો. પત્રકાર તરીકે નોંધેલી, છપાયેલી મુલાકાત પણ હજુ આવશે.)

વધુ આવતીકાલે

ઈતિશ્રીમદરમેશાયણ કાવ્યવિદ્યાયાં રસશાસ્ત્રે ફેસબુકસંવાદે રમેશસ્વરૂપયોગોનાં પંચમ અધ્યાય


રમેશાર્પણમસ્ત ુ

- ને એમ પણ ઘટાવી શકો છો બનાવને

જળન ંુ ટીપ ંુ પણ સ ૂકવી દે છે તળાવને


જળ શ ંુ છે ? કોઈ જેલ છે કે છે સ્વતંત્રતા?

કોને પ ૂછીશુ?ં મત્સ્યને? મનને કે નાવને?

રં ગો પ ૂરં ુ પરં ત ુ હું બદલાવ ંુ કઈ રીતે?

ચિત્રોના આમ ઝાંખા થતાં સ્વભાવને

***

પાંચમાં હપ્તા પછી જે પ્રતિભાવ મળ્યા એમાં સૌથી પહેલો સવાલ એ હતો કે, આ બધુ મેં કોને
ધ્યાનમાં રાખીને લખ્યું છે ? ફેસબુક પર કવિતાના ફિદાયિન હમ
ુ લા લઈ આવતા કાવ્ય-બિન-
લાદે નોને એમ લાગ્યું કે મેં આ એમને ધ્યાનમાં રાખીને લખ્યું છે તો વળી કવિતાના નામે ત્રાસ
ભોગવતા દોસ્તોએ રાજીપો વ્યક્ત કરી લીધો. કોઈક શાણા સ ૂબાઓએ ચિંતા પણ વ્યક્ત કરી
દીધી કે હુ ં આમ લખું એથી તો નવોદિત કવિઓ હતોત્સાહ થઈ જશે.

આ દરે ક સવાલના જવાબમાં હુ ં એટલું જ કહેવા માંગ ું છું કે , એ બધુ લખતી વખતે મને
ધ્યાનમાં એક જ વ્યક્તિ હતો - હ.ુ ં

શબ્દો હતા, ક્યાંક સંવેદના પણ હતી, શાસ્ત્ર પણ હત ું પરં ત ુ કવિતા લખવાની દ્રષ્ટિ મારામાં ન
હતી. નિરાકાર અને સાકાર જ્યાં સમાન સ્તરે ઊભા રહી જાય છે એ પરમત્વની ભ ૂમિકા મારામાં
ન હતી. કવિ એ છે જે પહેલા પોતે અંદરથી ઝગમગ થાય છે અને પછી શબ્દો થકી ભાવકના
હૈયામાં અજવાળા પાથરે છે . કવિ એ છે જેના માટે પહેલ ું મહત્વ નિજાનંદનુ ં છે , દુનિયાની વાહ-
વાહી પછી આવે છે . કવિ એ છે જે ન ઘટે લી ઘટનાને તેનાં તમામ સાંવેદનિક પાસાંઓની
આરપાર જઈને તાકી શકે છે અને યથાતથ કવિતામાં મ ૂકી શકે છે .

એવી ન બનેલી વાતને ભાળી ગયેલો, એવા નિરાકારના નિતાંત અજવાળાથી ઝગમગ થઈ
ગયેલો કવિ શું લખે??

વાંચો "ત ૂટે લા પાંદડાંન ુ ં ગીત"...

"કાલે આવ્યા ને આજ ચાલ્યા રે ભાઈ,

અમે છીએ મહેમાન છીએ એટલે

પંખી નથી રે તો ય ઊડવ ંુ પડે છે


એક ત ૂટે લ ં ુ પાન છીએ એટલે

***

ુ ો કદાચ ખરી જાશે રે તો ય


વ્રક્ષ

મારી લીલા તો ઊગશે અનંત

મારો અભાવ લીલા જ ંગલનો અંત નહિ

એવા સભાન છીએ એટલે

***

ુ ી રે ખાઓ નહિ વિતકના ચાસ


સક્ક

ુ ી રે ખાઓ મારૂં દુખ


નહિ સક્ક

ડાળીએ ફૂટે તે મારી તાજી હથેળી

અને જ ંગલ આખ ંુ ય મારૂં સખ


લીલ ુ તરબોળ સખ
ુ બીડન ંુ લઈને અમે

વા'ત ંુ મેદાન છીએ એટલે

એક ત ૂટે લ ં ુ પાન છીએ એટલે

***

આવું કહી શકે એ કવિ. એ જ કવિ. બાકી તો ઠાલા જોડકણા, યાર.

એક પાંદડું ડાળ પરથી ખરે એ જોઈને આવી-આવીને શું વિચાર આવી શકે?

આ માણસ ખરતાં પાંદડાના મુખે આખા જગલની


ં લીલાશ મ ૂકી શકે છે . એ એક જ કવિતાની બે-
ચાર પંક્તિમાં આખો વેદ ભણાવી દે છે ...

"ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભ ૂત્વા ભવિતા વા ન ભ ૂયઃ


અજો નિત્યં શાશ્વતો પ ૂરાણો ન હન્યતે હન્યમાને શરીરે "

બિલકુલ આ જ વાત રમેશે લખી છે ,

ુ ો કદાચ ખરી જાશે રે તો ય


વ્રક્ષ

મારી લીલા તો ઊગશે અનંત

મારો અભાવ લીલા જ ંગલનો અંત નહિ

એવા સભાન છીએ એટલે

એક ત ૂટે લ ં ુ પાન છીએ એટલે

***

અગાઉનાં હપ્તામાં મેં અલારખાં ડ્રાઈવરનુ ં ગીત મ ૂક્યું હતુ.ં છાપાની ટે ક્સીમાં બેસીને વહેલી
સવારે કવિ અમરે લીથી રાજકોટ જવા નીકળ્યા. સવારથી જ મનમાં કશોક લય હિલ્લોળા લેતો
હતો. બાબરા નજીક ટે ક્સીએ ચા-પાણીનો પોરો લીધો. કવિ સહિતના પેસેન્જર હોટલના બાંકડે
બેસીને ચા પી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર વહેલી સવારની ઝાકળથી ભીંજાયેલો ગાડીનો કાચ સાફ
કરી રહ્યો હતો. આ એક દ્રશ્ય જોઈને સવારથી મનમાં હિલોળા લેતાં લયને વાચા ફૂટી અને
કવિતા જડી ગઈ.

પાણીના ટીપાને લ ૂછી શકાય એમ પાણીન ંુ મ ૂળ ના લ ૂછાત ંુ

ંુ વાતો લિલ્લાહ, તારા વાઈપરથી કૈં જ ના શકાત ંુ


જોવાનો કાચ ધધ

વાહનન ંુ વાહન માલિક છે , અલારખાં

નીંદરમાં હેવી ટ્રાફિક છે

***

તમે ધમાધમ ઘસીને પાણીનુ ં ટીપું તો લ ૂછી નાંખશો પણ પાણીનુ ં મ ૂળ કેવી રીતે લ ૂછશો? ક્યાં છે
પાણીનુ ં મ ૂળ? હાઈડ્રોજનના બે રે ણ ુ અને ઓક્સિજનનો એક. જેણે એ ભેગા કર્યા એ પાણીનુ ં મ ૂળ.
ં ૂ ળો જ રહેવાનો અને ત્યાં સુધી
જ્યાં સુધી એ દ્રષ્ટિ નથી કેળવાતી ત્યાં સુધી આંખનો કાચ ધધ
ભ્રમણાની નીંદરમાં હેવી ટ્રાફિક છે .
હવે કહો, આપણી પાસે આ શબ્દો ન્હોતાં? આપણને શું આ લય નથી સ ૂઝતો? આપણે શું કદી
ડ્રાઈવરને કાચ સાફ કરતાં નથી જોયો? આપણામાં જે ખ ૂટે છે એ આ છે .

કાચ સાફ કરતો ડ્રાઈવર કે ઝાડ પરથી ખરત ું પાન જવા દો. રમેશે તો શરીર વિશે ય કેવ ું
અદભ ૂતો દર્શન લખ્યું છે ..

આ હાથ તો હજુ ય છે ગજવેલ જેવા

છે તો ય સાવ ગધના ખખડેલ જેવા

***

કેમ ખખડેલ જેવાં છે ? કારણકે .....

***

જ્યારે રમેશપરુ ની થઈ પાયમાલી

આ હાથ હાજર હતા જળરે લ જેવા

ને આંખ? આંખ પણ તદ્દન છે છિનાળ

એનાં બધા લખ્ખણ છે ભટકે લ જેવા

***

ઓહો... એવું કઈ રીતે?...

***

એણે દીધેલ સપના લઈને ફર્યો હું

ને એ તમામ નીકળ્યાં બટકેલ જેવા

હાથ ગધના ખખડેલ છે , આંખ સાલી છિનાળ છે , પગ તો નકામા થાંભલા જ છે . તો પછી બચ્યું
શુ?ં

***

બાકી વધેલ ધડ ને સકળં ક શ્વાસો


ગંદા, લબાડ, વસમા, દમિયેલ જેવા

***

તો પછી આખી જિંદગી આ શરીરનો શરીર હોવાનો મતલબ શું સર્યો? દી' આખો દુકાને બેઠા
પછી વકરો કેટલો એનો રમેશશેઠ હિસાબ આપે છે

***

આમાં કશેક અસલી વગડાઉ સ્પર્શો

ઊંડા સરુ ં ગ સરખા ધરબેલ જેવા

***

આપણે તળમાંથી જ કેટલાં ખાલી અને મ ૂળમાંથી જ કેટલાં ખોખલાં છીએ ! અને તો ય એ
વાસ્તવિકતા જીરવવી કેટલી વરવી લાગે છે . કારણ કે આપણે "હ-ુ ં મેં-મારું"ની ભવાટવીમાં જ
અટવાયેલા રહીએ છીએ. આપણું નામ, નરી ઓળખના એ પ્રતીકની જેલમાં જાતને પ ૂરીને સ-
આકારપણામાં મોહ્યાં કરીએ છીએ.

***

ખાલીપણ ંુ જીરવવ ંુ નખશીખ તીણ ંુ

એ ઉપરાંત ત્રણ અક્ષર જેલ જેવા

***

અને છે લ્લે આબાદ રમેશ..

***

ચાલો, રમેશ અહીંથી ભરીએ ઉચાળા

ુ ી આમ ભજવાઈશ ંુ ખેલ જેવા?


ક્યાં સધ

***

છાતી પર હાથ મ ૂકીને તમારી વ્હાલસોયી વ્યક્તિના સોગંદ ખાઈને કહો, આ માણસ પ ૂછે કે "ત ું
પણ કવિતા લખે છે ?" તો તમે શું કહી શકો?????
- અને જો હુ ં એને નથી કહી શકતો, ખોંખારીને નથી કહી શકતો કે "હા, હુ ં ય લખું છું. હુ ં ય કવિતા
લખું છું" તો ત્યાં સુધી હુ ં કવિ નથી. હરગીઝ નથી.

***

"છંદ, લય, શબ્દ, સંવેદના, અર્થ અને અનુભ ૂતિ. આ સઘળુ મળે ત્યારે કવિતા બને. પણ મારી
ંૂ
મઝવણ એ છે કે આમાં કોનુ ં મહત્વ કેટલુ?ં શું પહેલ ું હોય?"

બીડી જગવી રહેલો ર.પા.નો હાથ ઘડીક અચકાયો. મારી સામે જોયું અને ગાલમાં ખાડો પડી
જાય એટલો ઊંડો કસ લઈ બીડી પેટાવી અને મને આલાબાપુ યાદ આવી ગયા.

"ને લાગલા હડબડી ઊઠતાંક બાપ ુ

ફં ફોસતા તરત ટે વવશાત ઠુંઠું;

ઝાલી, ઝબાક ઊંચકી લઈ હોઠ વચ્ચે

ગોતી વળે "હરણ" છાપ બાકસ

દીવાસળી ઘસરકી લઈને અધીરી

બાપ ુ ધરે જગવવા તતકાળ ઠૂંઠું

કાં ઝાળ થાય નહીં કાં ન અડે ઠૂંઠાને

ને ગોલકીની તલબ તો વધતી જ જાય"

***

બીડી પેટાવવા વિશે આટલું સુદર,


ં છંદોદ્બદ્ધ વર્ણન આપનારો કવિ મારી સામે બીડી પેટાવતો હતો
અને એનાં નાકમાંથી નીકળતા ધ ૂમાડાઓનાં ગોટમાંથી સર્જાત ું હત ું એક નામ.

છ અક્ષરનુ ં નામ.

વધુ આવતીકાલે...
ુ આડે (માત્ર) ચાર દિવસ રયા છે . રાજુલામાં કવિ સાથેની એ પ્રથમ
(હવે રમેશાયણની પ ૂર્ણાહતિ
મુલાકાત પછી એક દાયકા બાદ વડોદરામાં બીજી અને છે લ્લી મુલાકાત થઈ હતી. એ પછીના બે
જ મહિનામાં કવિનુ ં દે હાવસાન થયુ.ં હવે પછીના ચાર હપ્તામાં બંને મુલાકાતો ઉપરાંત ર.પા.ના
મરણોપરાંત પ્રકટ થયેલા કાવ્યસંગ્રહ વિશે પણ લખવા ધારૂં છું. ઓનલાઈન પણ રમેશ
ઘણોખરો પ્રાપ્ય છે . એ વિશે દોસ્ત nirlep bhatt વધુ માહિતી આપી શકશે. પણ એક વાત કહેવાનુ ં
મન થાય છે . કોપી-પેસ્ટ કરીને "જલ્સો-જલ્સો" કરી લેવા ઉપરાંત ર.પા.ના શબ્દોની વચ્ચે
ઝાંકવાનો થોડો પ્રયાસ કરીશું તો સાચે જ કંઈક પામીશુ.ં કવિતા સમજવામાં અગવડ પડે તો
બેધડક મારો સંપર્ક કરી શકો છો. આપણે સાથે મળીને પ્રયત્ન કરશુ.ં )

ઈતિશ્રીમદરમેશાયણ કાવ્યવિદ્યાયાં રસશાસ્ત્રે ફેસબુકસંવાદે સ્વમર્યાદાયોગોનાં ષષ્ટોધ્યાય


રમેશાર્પણમસ્ત ુ

"છંદ, લય, શબ્દ, સંવેદના, અર્થ અને અનુભ ૂતિ. આ સઘળુ મળે ત્યારે કવિતા બને. પણ મારી
ંૂ
મઝવણ એ છે કે આમાં કોનુ ં મહત્વ કેટલુ?ં શું પહેલ ું હોય?"

બીડીના ત્રણ-ચાર કસ ખેંચીને તેમણે કશું બોલ્યા વગર હવામાં તાક્યા કર્યું. અંધારૂ ઘેરાઈ ચ ૂક્યું
હતુ.ં નરૂભાઈ સોની હાથમાંની થેલી છાતી સાથે દબાવીને આજુબાજુ જોતાં એમનાં ઘરનો
આગળિયો ખખડાવી રહ્યા હતા. એ જોઈને મને નવ વાગી ગયા હોવાની ખાતરી થઈ ગઈ. હવે
બસ, અડધા કલાકમાં તો કવિ જશે. મને રૂંવેરૂવ
ં ે ચટકારા થતા હતા પણ એ તો યાર બહુ જ
ઓછુ બોલતા હતા.  

પોસ્ટઓફિસની સામેની ગલીમાં જોશી ભોજન ક્લબમાં શેકાતી રોટલીની સોડમ અહીં સુધી
દોરાતી હતી. પાછળની દિવાલને અડીને હારુન ગેરેજવાળો ટ્રકના એક્ઝોસ્ટ સિલિન્ડર પર
એકધારો હથોડા ફટકારી રહ્યો હતો. કવિએ એ દિશામાં અછડત ું જોયુ.ં

"આ અવાજ સંભળાય છે ?"

"હા, ત્યાં ચાર-પાંચ ગેરેજ છે . એવું હોય તો આપણે...." મને થયું કે અવાજથી કવિને વિક્ષેપ
પહોંચે છે .

"અરે ના, અહીં જ ઠીક છીએ. હુ ં એમ કહુ ં છું કે આ અવાજ સંભળાય છે ?"
મને મનોમન હસવુ આવ્યુ.ં રાજુલાનુ ં મિરઝાપુર કહેવાય એવા એ રોડ પર આઠ-દસ ગેરેજવાળા
બેસે અને મોડી રાત સુધી ઠક-ઠક ચાલુ જ હોય. આ અવાજ સાંભળ્યા વગર રાજુલામાં કોઈ મોટું
જ ન થયું હોય. પણ મારો સવાલ ઉચ્ચક રઝળતો મેલીને કવિ આ અવાજની વાતે કાં ચડી
ગયા?

"આ અવાજમાં ય એક લય છે એ સંભળાય છે ?"

ઓત્તારી......

મેં કાન દઈને સાંભળ્યુ.ં નકરી કર્કશ ઠકઠકાટી. ફરી કાન સરવા કર્યા. હા, એમાં ય એક તાલ હતો.
હા, કંઈક છે . બે જણાં વરાફરતી હથોડા ટીપે છે . એક અવાજ બોદો છે એ મોટા હથોડાનો જણાય
છે અને બીજો અવાજ સહેજ રણકો કરે છે એ નાના હથોડાનો લાગે છે . બે હથોડા ઠોકવાની ગતિ,
બે અવાજ વચ્ચેનો અંતરાલ, બે અવાજ વચ્ચેનો સ ૂરભેદ. આહાહહાહાહા.. હવે એ બે ફટકા વચ્ચે
મને એક રૂડું ગીતડું રમતું ય સંભળાત ુ હત.ું

ઈશ્વરના સોગંદ.......

એ ક્ષણે ઓટલેથી ઠેકડો મારીને કવિને દં ડવત્ત કરી લેવાનુ ં મને મન થઈ આવ્યુ.ં

***

રમેશ આપણને ગમે છે , પોતીકો લાગે છે એનુ ં મુખ્ય કારણ તેનાં ગીત. ગીત ઉપર તેની હથોટી
તો જુઓ. એ જેને સ્પર્શે એ ગીત બની જાય. ગીતમાંય લયના એકમેકથી સાવ વિરોધી એવા
ત્રણ-ત્રણ સ્તરો ય હોય અને ક્યાંક ઈરાદાપ ૂર્વક એક પંક્તિનો ચાલુ લય તોડી નાંખે. એ લય પર
સવાર થઈને હિલોળાતા આપણે ભોંય પર પછડાઈયે ત્યારે એ ખડ-ખડ દાંત કાઢતો વળી પાછો
બીજી પંક્તિમાં એ જ લયના હિલોળે આપણને ચડાવી પણ દે .

જુઓ આ ગીત...

***

ધડૂસ દઇને બારસાખમાં ત ૂટી પડ્યા

કૈં કેટકે ટલા ઊગતા સ ૂરજ ધડૂસ

રાતાંચોળ બલોયા જેવા


ંુ શન
અશક ંુ ી ચંપવરણી ડાળ

ંુ ો ચંદરવો
ડાળથી ખરી પડેલો આંખ્યન

તબકે વેરણછે રણ.. વેરણછે રણ.. વેરણછે રણ

***

અહીં સુધી સડસડાટ ભાગતો લય હવે જાણે સજ્જડ બ્રેક મારી દે છે ..

***

ંુ શન
અશક ંુ ી ચંપાવરણી ડાળ

ંુ ો ચંદરવો
ડાળથી ખરી પડેલો આંખ્યન

તબકે વેરણછે રણ.. વેરણછે રણ.. વેરણછે રણ

મોભી,

ખોયા મોભી,

હલકારા દે તાં એ મોભી

***

એકધારા વેગથી ચાલતા હિંચકાને એણે સજ્જડ પગ અટકાવીને રોકી દીધો. "મોભી" શબ્દથી
એણે લય તોડી નાંખ્યો. વળી હળવી ઠેસ મારીને લય આગળ વધાર્યો અને ત્રીજી પંક્તિએ તો
ફરી પાછી એ જ ગતિ..

***

ંુ શન
અશક ંુ ી ચંપાવરણી ડાળ

ંુ ો ચંદરવો
ડાળથી ખરી પડેલો આંખ્યન

તબકે વેરણછે રણ.. વેરણછે રણ.. વેરણછે રણ

મોભી,
ખોયા મોભી,

હલકારા દે તાં એ મોભી

ત ૂટી પડ્યા અણચિંત્યા ઘરના મોભ

અને આ ભીંતે વળગ્યા કં કુના થાપાના ઝેરી દાંત

વાગશે જતાં આવતાં

વાગ્યા કરશે.. વાગ્યા કરશે.. વાગ્યા કરશે

***

આ રમેશ...

જરા વિચારો, આ કવિતા કોઈકના મ્રુત્યુ પછીનો કવિનો ડૂમો છે . ઘરનો મોભી, ઘરના સુખ-ચેનનો
વાહક કાચી ઉંમરે મોટા ગામતરે હાલી નીકળ્યો છે . ઓચિંતા એ સમાચાર મળે એનો આંચકો,
એનો આઘાત કેવો હોય? રમેશ કહે છે ..

ધડૂસ દઇને બારસાખમાં ત ૂટી પડ્યા

કૈં કેટકે ટલા ઊગતા સ ૂરજ ધડૂસ

***

રમેશ અટપટા, અવનવાં, અનોખા શબ્દોની સુયાણી (દાયણ) હતો. કેટકેટલાં શબ્દો એણે લયને
ખાતર સર્જ્યા, અવતાર્યા, પોષ્યા અને હટ્ટાકટ્ટા કરીને મા ગુર્જરીના ખોળે રમતાં મેલ્યાં.

***

સમળી બોલે ચિલ્લીલીલ્લી

ખડિંગ દઈને બહાર નીકળી (સન્નાટામાં ગરક ગામમાં અવાવરા)

ઘરમાં ઠોકેલી ખીલ્લીલ્લીલ્લી

***
ઝાડ કુ દ્ય ંુ ડબાક મારી કેડ્યમાં

***

ધ્વન્યાર્થોને એણે અહીં વાચ્યાર્થો બનાવ્યા છે . કાનને સંભળાતા અવાજને એણે અહીં શબ્દમાં
પ ૂર્યા છે . પાણીમાં પથરો ફેંકો ને જે ડબાક અવાજ થાય એવા અવાજથી કેડ્યમાં વિંટળાઈ જત ું
ઝાડ રમેશની આંખે જ દે ખાય.

***

"શું પહેલ,ું શું વધારે મહત્વનુ ં એવો સવાલ તારી કવિતાને કળાની આંગળીએથી ખેંચીને કસબના
પગમાં ઢાળી દે શે અને છે વટે એ કવિતા જ નહિ રહે."

એક બીડીનુ ં ઠૂંઠું ફગાવી ચ ૂકેલા કવિ હવે ઝભ્ભાની ચાળ સંકોરીને ખિસ્સામાં હાથ નાંખી બીડીની
ઝુડી ફંફોસી રહ્યા હતા. (લોકો કહે છે કે ર.પા. ૩૦ નંબર બીડી પીતાં પણ મેં એમને ચારભાઈ
બીડી અને કિસાન છાપ બાકસ વાપરતા જોયા છે . અને આ બીડી કે બાકસની જાહેરાત નથી !)

"કવિતા જો અંદરથી આવે તો એ કળા છે . આવેલી કવિતાને લય અને છંદમાં પરોવીએ એ


કસબ છે . એ જ રીતે મનમાં ઊગેલો અર્થ એ કળા છે અને એને યોગ્ય શબ્દના વાઘા પહેરાવી
શકીએ એ કસબ છે . કળા અને કસબની ભ ૂમિકામાં જરાક પણ થાપ ખાઈએ તો એ કવિતા નહિ
રહે."

નવી પેટાવેલી બીડીના ધ ૂમાડામાં કવિ તો મસ્ત તંદ્રામાં પરોવાઈ રહ્યા હતા પણ મારા કાનમાં
હારૂનિયાના હથોડા ઠોકાતા હતા.

કવિતા કળા છે . કવિતા કસબ પણ છે .

કળા જુદી છે

અને કસબે ય પાછો જુદી જણસ છે .

શું એ યાર આ બધું ???

વધુ આવતીકાલે.
(ફરી એકવાર સ્પષ્ટતા. પંદર-સોળ વર્ષે માત્ર સ્મ્રુતિનાં આધારે આ લખી રહ્યો છું. અહીં ર.પા. એ
કહેલી વાતનો સાર યથાતથ રાખ્યો છે પણ ર.પા.ના મુખે મ ૂકેલાં શબ્દોમાં મારી હાલની સમજ
ભળે લી છે .) 

"આજે તેં આ લય સાંભળ્યો. તેને મનમાં ઘટ્ં ૂ યા કર. પછી કોઈ ઘટનામાંથી તારા મનમાં કંઈક
અર્થ ઊગે ત્યારે તેને આ લયમાં ઢાળ એટલે એ કવિતાની કળા થઈ."

કવિ ઊંડા-ઊંડા કસ લઈને જાણે હક્ક


ુ ો પીતા હોય એવી ચોંપટથી બીડીઓ ફૂંકતા હતા અને વાત
કરતી વખતે જાણે ક્યાંક વાંચીને બોલતા હોય તેમ શ ૂન્યમાં તાકીને સ્વગત બોલ્યે જતા હતા.

"પહેલાં લય કે પહેલાં અર્થ એ ક્રમ બદલાઈ શકે. ક્યારે ક લયને ઉતાવળ હોય તો એ પહેલો
જડી જાય. ક્યારે ક અર્થ દોડતો'ક આવીને ભેટી પડે અને લય પછી આવે."

ં ૂ વણ જોઈને એમને ય રમ ૂજ થતી હશે કદાચ.


મારા ચહેરા પર નરી મુગ્ધતામાં વિંટળાયેલી મઝ

"તને સમજાવુ. કાગળ પર આવતાં પહેલાં કવિતા કેવા-કેવા રૂપ ધારણ કરીને આવે. હુ ં એકવાર
અમરે લીના જેસિંગપરામાં એક પરિચિતની એગ્રોકેમિકલ્સની દુકાને બેઠો હતો. થોડીવારમાં ચા
આવી. રકાબીમાં ચા રે ડીને પ્યાલો મ ૂકવા મેં આમતેમ જોયું તો એ મિત્રે જ એક કાગળ અંબાવ્યો.
હેન્ડબિલના એ કાગળ પર મેં પ્યાલો મ ૂક્યો તો સહજ રીતે જ મારૂં ધ્યાન એ છપાયેલા અક્ષરો
ુ ાશક દવાના અધિક્રુત વિક્રેતા. અમારે ત્યાંથી ખાત્રીપ ૂર્વકનુ ં બિયારણ જથ્થાબંધ
પર પડ્યુ.ં "જતં ન
ભાવે મળશે." મને આ વેપારી શબ્દોમાં રસ પડ્યો. પણ જો હુ ં એમ એ એમ ઉતાવળે કવિતા રચી
નાંખ ું તો એ ઠાલા શબ્દોનુ ં ચબરાકિયું જોડકણું બની જાય. એમાં કવિતાનુ ં શાસ્ત્ર ભળે તો બધાને
ગમે ય ખરૂં. પણ એવું બોદુ કાવ્ય મને ન ગમે તેન ુ ં શુ?ં એ શબ્દો દિવસો સુધી મારા મનમાં
ંૂ
ઘટાતા રહ્યા અને એક દિવસ એ શબ્દો પહેરીને, લયના ધાગે બનીઠનીને અર્થ આવી ચડ્યો
પછી મને હાશ થઈ.

આવી પળોજણ પછી આવેલી એ પંક્તિ શું હતી???

"આંસુની અધિક્રુત વિક્રેતા છે થોડી આંખ આ?

ખાત્રીપ ૂર્વકનુ ં ને જથ્થાબંધ ક્યાંથી રોઈએ?"

***
એક કવિતા માટે , એક પંક્તિ માટે , મનમાં ફરકતા એક અર્થના ઓછાયાને પામવા માટે આટલી
તડપ હોય ત્યારે રમેશ પારે ખ સર્જાય.

લયમાં વિંટળાયેલો અર્થ અને અર્થની કોટે વળગેલો લય એ બંને રમેશને કેટલાં સરળ સાધ્ય
હતા તેન ુ ં બીજુ એક ઉદાહરણ. દરિયાકાંઠે ઉછર્યા હશે એમને સમજાવવાની જરૂર નથી. કાંઠાના
ખારવાઓ રે તીમાંથી મછવાને પાણીમાં હડસેલે ત્યારે એકમેકને જોશ ચડાવવા ચોક્કસ શબ્દ
બોલે. મ ૂળ વાત તો નરી વૈજ્ઞાનિક. ફેફસાંમાં મહત્તમ હવા ભરાય ત્યારે મહત્તમ જોર થઈ શકે .
આવો શબ્દ ફેફસાંને ઉઘાડબંધ કરતા આગળિયાનુ ં કામ કરે . ચાર-પાંચ ખારવા ટોળે વળે .
મછવાને દરે ક દિશાએથી ઝાલે. એક જણ બોલે, "જોર લગાવો.." બીજા શ્વાસ છોડતાં બોલે..
"હમ્બેલા.." એ રીતે એકસાથે લાગેલા બળથી મછવો આગળ ખસે. ક્યાંક હમ્બેલા, ક્યાંક હેઈઈસા
ય બોલાય.

રમેશે એ હમ્બેલાનો લય પકડ્યો.

***

ફૂંકાય પાંસળીઓમાં પ્રયાણ હમ્બેલા

ડૂબેલ ખારવા હંકાર વહાણ હમ્બેલા

વમળ કિનારા પવન ઓટનો અનુભવ છે

નથી સમુદ્ર વિશે કોઈ જાણ હમ્બેલા

***

તળ કાઠિયાવાડના ગામડાઓમાં એક રસપ્રદ રિવાજ. મોળાકત, ફૂલકાજળી કે જયા-પાર્વતીના


ુ ારૂઓ દે દો કૂટે. ઓરકૂટના જમાનામાં આ દે દો
વ્રત પછી જાગરણ હોય ત્યારે નવી પરણેલી વહવ
કૂટવા વિશે હુ ં લખી ચ ૂક્યો છું. દે દાની વાત થોડી લાંબી છે અને અહીં જરૂરી નથી એટલે ચાતરી
જાઉં છું પણ એ પ્રથા વિશે થોડુક
ં કહી દઉં. દે દો કૂટતી વહઓ
ુ ને કંઈપણ બોલવાની છૂટ. તે દિ'
વહુ સાસુ-સસરાના નામના જાહેરમાં છાજિયા લે, ધજિયા ઊડાવે તોય કોઈ વાંધો ન લે. આ પ્રથા
ખરે ખર તો વહુ માટે પ્રેશર રિલિઝ વાલ્વનુ ં કામ કરે . એનાં મનમાં જે કંઈ અણગમો હોય એ
નીકળી જાય.
કુંડાળે વળીને દે દો કૂટતી (એટલે કે છાતી કૂટતી) વહઓ
ુ પૈકી એકાદ બોલકી વહુ પોતાના સાસુ-
સસરાના નામ લઈને શરૂ કરે , "કનુ કરતાં રં જન મોટી... " એટલે બીજી બધી વહઓ
ુ સાગમટે
બોલે, "હેલ્લારો.. હેલ્લારો... "

એ હેલ્લારાનો સ ૂર રમેશે આબાદ પકડ્યો.

***

આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લરો

આ સવારના રે લાઓ લૈ ટે કરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો

આ ઈત્તો ઈત્તો હેલ્લારો

આ ચાંપપલિતો હેલ્લારો

આ સરખે સરખી કળીઓ રમતી શમણું શમણું હેલ્લારો

આ ખર્યા પાનનુ ં ખરવું લાગે નમણું નમણું હેલ્લારો

આ સડેં ૂ સડેં ૂ હેલ્લારો

આ ઊંડે ઊંડે હેલ્લારો

કોઈ હાથ દઈને રોકો આવ્યો ધસમસ ધસમસ હેલ્લારો

***

ઘઉંમાંથી કાંકરા વીણતા છોકરાનુ ં ગીત, ડાળખીની ગરબી, ખીંટી પરથી ઉતરીને કોઈ ષોડશીના
ઉન્નત સ્તનો ઉપર પથરાવા જતી ઓઢણીનુ ં ગીત (શીર્ષકે ય પાછું અસલ રમેશશાઈ.. ઓઢણીનુ ં
મહાભિનિષ્ક્રમણ !!). મને તો કતલખાનાના દરવાજે ફુગ્ગા વેચતા બુઢ્ઢાની કવિતા ય બહુ ગમે. એ
અછાંદસ કવિતા બહુ જ લાંબી છે એટલે અહીં કમ્પોઝ કરવાનુ ં ટાળીને ટૂંકસાર કહી દઉં.
જવાનજોધ દીકરો બે નાના છોકરા, બેજીવી વહુ અને બુઢ્ઢા બાપને છોડીને ક્યાંક ભાગી ગયો છે .
એ બાપ આટલા જણનુ ં પ ૂરું કરવા કતલખાનાના દરવાજે ફૂગ્ગા બંગડી, સુતરફેણી એવું બધુ
વેચવા બેસે છે . કતલખાનુ ં ધમધોકાર ચાલે, વધુને વધુ લોકો તાજુ માંસ લેવા આવે એમાં એને
ઘરાકી વધે છે . એ રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરે કે આજે કતલખાનુ ં ધમધમાટ ચાલે.
ભગવાને ય દયામણું હસીને સાનમાં કહી દે તો હશે, જા તથાસ્ત ુ !
***

છંદ, લય, અર્થ બધુ જ છોડો. હુ ં તો સજીવારોપણ અલંકારના બેનમ ૂન પ્રયોગો માટે રમેશના પગ
પ ૂજુ . આ કમઠાણ શરૂ કર્યું ત્યારથી વિચારૂ છું કે એક આખો હપ્તો સજીવારોપણ અલંકાર માટે
લખીશ. પણ યાર, સાચે મારી હિંમત નથી થતી. આ માણસે સજીવારોપણ અલંકારના એટલાં
પ્રચ ૂર, એટલાં અદભ ૂત અને એટલાં અર્થસભર પ્રયોગો કર્યા છે કે તેનાં વિશે લખવા માટે મારૂં
ગજુ ં નથી. એક જ ઉદાહરણ આપીને એ વાત પ ૂરી કરીશ. સજીવારોપણ અલંકાર એટલે એવો
શબ્દપ્રયોગ જેમાં જડ પદાર્થને જીવિત ધારીને તેને ચેતનવંત ક્રિયાઓ સાથે જોડાય. જેમ કે ,

ટે રવાને ચ ૂમી ભરતી સાંકળ.

રઘવાયો બનીને પનિહારીની રાહમાં ટૉડલે ચડતો કૂવો.

શું છે આ કવિતા?

મારામાંથી કશુકં બાદ થયું છે . મારૂં કશુકં ખોવાયું નથી. ખોવાયું હોય તો કદીક જડે પણ ખરૂં. હવે
એ બસ, મારા અસ્તિત્વમાંથી બાદ થઈ ગયું છે . ખોવાયું હોય એને વિરહ કહેવાય. પણ રોજ જેનાં
વિચાર થકી આંખ ઊઘડતી હતી એનો વિચાર પણ જ્યારે દુષ્કર્મ જેવો લાગે ત્યારે એ થઈ
અસ્તિત્વની બાદબાકી. મેં હવે સ્વીકારી લીધું છે કે ત ું હવે નથી. પણ તારૂં ન હોવું એટલે શુ?ં
જિંદગી પ ૂર્વવત્ત ચાલવાની જ છે . રોજ હુ ં ન્હાવાનો જ છું. ઓફિસે પણ જઈશ. કામ પણ કરીશ.
હસતો પણ હોઈશ જ ને. અને તોય મારા હોવાપણાંમાં કશુકં ખટં ૂ તું રહેશે. કશુકં ડંખત ું રહેશે.
અંદર-અંદર કશુકં ઝુરત ું રહેશે. મનનો એ ઝુરાપો, હ્રદયના એ મ ૂગા મ ૂગા અવિરત ડુસ્કાં અહીં
ઘરના પ્રતીકોથી વ્યક્ત થયા છે .

હવે વાંચો રમેશ...

***

ખંડમાં આંખ છતની વરસતી રહી, કોઈ ચાલ્યું ગયું

શ ૂન્યતા ખાલી ખીંટીને ડસતી રહી, કોઈ ચાલ્યું ગયું

છાપરું શ્વાસ રુંધી, ધીમાં ધીમાં પગલાંઓ ગણત ું રહ્યું

ભીંત ભયભીત થઈને કણસતી રહી, કોઈ ચાલ્યું ગયું


બારીએ બારીએ ઘરના ટૂકડાઓ બેસીને જોતા રહ્યા

સાંકળો બારણે હાથ ઘસતી રહી, કોઈ ચાલ્યું ગયું

બે'ક પગલાંનો સંગાથ આપીને પડછાયા ભાંગી પડ્યા

શેરીનાકામાં બત્તીઓ ભસતી રહી, કોઈ ચાલ્યું ગયું

***

અમે કવિનો ઉતારો જ્યાં હતો એ ભોળાભાઈ લાતીવાળાના ઘર ભણી પગ ઉપાડ્યા. આખા રસ્તે
કવિ ચ ૂપ. મનમાં કશુકં ગણગણતા રહે.

અચાનક પ ૂછ્યુ,ં "તને કવિતાનો નાદ કઈ રીતે લાગ્યો?"

"તમને વાંચીને.. " મેં ફટાક કરત ું અર્ધસત્ય કહી દીધુ.ં એ પહેલાં મેં અઢળક કવિતાઓ વાંચી
હતી. કેટલીય મને કંઠસ્થ પણ હતી. પણ કવિતા જોડે નાળ-સંબધ
ં તો રમેશને વાંચ્યા પછી જ
બંધાયો હતો.

"વાંચતો રહેજે." કવિએ હળવેકથી કહ્યુ.ં પછી કહે, "તારા માટે લખજે. તારી સોનલ માટે લખજે.
સોનલ આંખમાં કે મનમાં નહિ હોય તો ચાલશે પણ એ હૈયે તો હોવી જોઈએ. કવિતા ય આખરે
હૈયેથી ફૂટે ત્યારે જ કવિતા બને છે ને !"

ભોળાભાઈનો દીકરો ડેલીએ જ ઊભો હતો. એને જોઈને કવિએ મારી સામે સ્મિત વેર્યું. મારા
ગળામાં અવાજ રૂંધાતો હતો. મારે ઘણું કહેવ ું હતુ.ં એક ભાવક એક સર્જકને કહી શકે એ બધું જ...

- પણ ત્યારે ય હુ ં કંઈ જ બોલી ન શક્યો.

કવિને લઈને ડેલી બંધ થઈ ગઈ હતી. હુ ં પણ શ ૂન્યમાં ચાલી નીકળ્યો. જુના રે લવે સ્ટે શનના
વગડામાં ધારદાર અંધારું ભોંકાત ું હત.ું

- અને મારા રૂંવે રૂંવે ઝળહળતો હતો રમેશ નામે સુરજ.

વધુ આવતીકાલે.
હવે ફક્ત બે દિવસ બાકી છે . હોંકારો કરતાં રહેજો.

(ફરી એકવાર સ્પષ્ટતા. પંદર-સોળ વર્ષે માત્ર સ્મ્રુતિનાં આધારે આ લખી રહ્યો છું. અહીં ર.પા. એ
કહેલી વાતનો સાર યથાતથ રાખ્યો છે પણ ર.પા.ના મુખે મ ૂકેલાં શબ્દોમાં મારી હાલની સમજ
ભળે લી છે .)

ઈતિશ્રીમદરમેશાયણ કાવ્યવિદ્યાયાં રસશાસ્ત્રે ફેસબુકસંવાદે રમેશસ્વરૂપયોગોનાં પંચમ અધ્યાય


રમેશાર્પણમસ્ત ુ

કેટલાક વિચાર એવા હોય જેનો છે ડો હોય જ નહિ પણ તોય આપણને એ આવી જાય. એવો જ
એક વિચાર મને હંમેશ આવ્યા કરે છે .

રાવજી જો લાંબ ુ જીવ્યો હોત તો ર.પા.ની બરોબરી કરી શક્યો હોત??

રમેશ તળ કાઠિયાવાડના શબ્દોને, જીવનને, ધબકારને કવિતામાં અવતારી શક્યો.

રાવજીએ એ ચરોતર માટે કર્યું.

પીળે પાંદે ડૂબતા ઘોડાના મલકાતા સાજમાં હણહણતી સુવાસ સાંભળી શકતો રાવજી

અને

મુઠ્ઠીભર ખાલીપાના ખેતરમાં દરિયાની ભ ૂરાશ ચાસે-ચાસે વાવતો રમેશ.

ં ૂ ારા ઝિણી છીપના.."


રાવજીની વિષમતાનો રાગ, "તમે અક્ષર થઈને ઉકલ્યા, અમે પડતલ મઝ

અને રમેશનુ ં વૈષમ્ય "સોનલ તમારી પરબ લીલાં ઝાડવાની હેઠ ને રાનમાં અમારા કેડાં આથડે
હો જી"

ખેતરના શેઢેથી સારસી ઊડી જાય અને રાવજીનો આશાવાદ ફસકી પડે.

સડકની વચ્ચે કાગડો મરી જાય ને રમેશના કંઠે કોયલવંતા ગીત સ ૂકાઈ જાય.

મને હંમેશા રાવજી અને રમેશ બે અલગ સ્થળે એકસાથે ગવાતાં એક ગીત જેવા લાગ્યા છે .
રમેશે તો રાવજી વિશે એક સુદર
ં કવિતા ય લખી છે .

"બોલ રાવજી, કઈ તરફથી તને ઉકેલ ં ુ

કઈ તરફથી વાંચ?ંુ

કવિ, કવિ હું લયનો કામાતરુ રાજવી

અને ત ંુ વિષકન્યાનો લીલોધમ્મર ભરડો..."

***

વડોદરા.

ચં.ચી.મહેતા ઓડિટોરિયમમાં માર્કંડ ભટ્ટની સંસ્થા "ત્રિવેણી"ના ઉપક્રમે સ્વ.ઉર્મિલા ભટ્ટની


સ્મ્રુતિમાં કવિ સંમેલનનો પ્રસંગ. મેં એકવાર ઓફિસના વડીલ મિત્ર અનીલ દે વપુરકરને કહ્યું હત,ું
"ખલીલ ધનતેજવી કોઈ મુશાયરામાં આવતાં હોય તો મને જરા ધ્યાનમાં લાવજો." ખલીલ વિશે
મેં ઘણું સાંભળે લ ું પણ ખલીલને સાંભળવાનુ ં કદી બન્યું ન હત.ું તો એક દિવસ અનીલભાઈએ
ધ્યાને લાવી દીધુ.ં માર્કંડ ભટ્ટના મુશાયરામાં ખલીલ છે . પછી તો પ્રેસનોટ પણ આવી.
ઓહહહોહો.. આમાં તો ર.પા. પણ છે .

એ વખતે હુ ં સિટી ભાસ્કરનો ઈન્ચાર્જ અને રાજ ગોસ્વામી અમારા તંત્રી. મુશાયરાના સમયે મારે
આમ તો ડેસ્ક પર રહેવાનુ ં હોય પણ રાજભાઈ મારા રસ-રુચિથી વાકેફ એટલે એમણે જ સામેથી
કહ્યું કે, ત ું કવર કરજે.

વડોદરાના કવિ સંમેલનો અને મુશાયરાની રં ગત અમદાવાદ કરતાં સાવ અલગ. અમદાવાદમાં
મુશાયરા એક તો બહુ ઓછા થાય અને થાય એમાં કવિઓ એક-બીજાને દાદ આપ્યા કરે .
ઓડિયન્સને તો મોટાભાગે પી.આર. વર્ક કરવામાં અને "અમે બી આવા કાર્યક્રમોમાં હોઈએ જ હં"
એવું એકબીજાને જણાવવામાં વધારે રસ હોય. (ખાત્રી કરવા સપ્તક કે ગુજરાત સમાચાર-
આઈએનટીમાં જોઈ લેજો) વડોદરામાં તો ઓડિયન્સમાં ભાગ્યેશ જ્હા (તત્કાલીન કલેક્ટર અને
હાલ માહિતી નિયામક) પણ હોય અને વૈષ્ણવ આચાર્ય દ્વારકેશલાલ પણ હોય. સિતાંશ ુ ય ત્રીજી-
ચોથી લાઈનમાંથી દાઢી પસવારતા જડી આવે. ભાગ્યેશ જ્હા કે સિતાંશ ુ તો સમજાય પણ
દ્વારકેશલાલની પણ કવિતામાં સમજ ખરે ખર બહુ સારી. અહીં ગુણવંત શાહ પણ કવિ સંમેલન
પ ૂરતાં હિંચકો છોડીને ખુરશીમાં બેસે ખરા. ઓડિયન્સ તો હકડેઠઠ જ હોય. ગેંગ-વેમાં ય પગ
મ ૂકવાની જગ્યા ન મળે . જોકે મારે કહેવ ું જોઈએ, મુશાયરાની ખરી મજા તો બોસ, ભાવનગરમાં
જ. મોતીબાગ ટાઉનહોલમાં અને પછી યશવંતરાયમાં એવા અનેક કવિ સંમેલનો જોયા છે જેમાં
કવિ ગઝલ બોલે અને ઓડિયન્સ એના મીટર બોલે. કવિ ગીત ઉપાડે અને ઓડિયન્સમાં એ જ
ગીત કમ્પોઝ થવા માંડે. ધન્ય ભાવેણા..!

- પણ અત્યારે તો વ્હાલું વડોદરું...

શરૂઆત મુકેશ જોશીથી થઈ. એની વિખ્યાત "ત્યારે સાલ ં ુ લાગી આવે" બરાબર જામી. એક
હાથમાં ઓટોગ્રાફ લેવા માટે ખુલ્લી રાખેલી ડાયરી પર બીજો હાથ થપથપાવતી મ.સ. યુનિની
કન્યાઓ ગેલમાં આવી રહી હતી. "હાઈલ્લા.. કેટલો નાનો છે !!" રશીદ મીર પણ ઘર આંગણે
જામ્યા. સૌમ્ય જોશીએ "ગ્રીનરૂમમાં અંધારૂં" ગાઈને અજવાળા વેર્યા . હવે ખલીલ. વડોદરાના
મારા ચાર વર્ષના નિવાસ દરમ્યાન હુ ં એટલું સમજ્યો કે , મેયર હોય કે રીક્ષાવાળો, અહીં બે જણા
વિશે સહેજેય ઘસાત ું ન બોલવુ.ં એક સયાજીરાવ અને બીજો ખલીલ. ઘેઘર
ુ કંઠ, સીધો
અરબસ્તાનમાંથી આવીને બોશલો ઉતારી પેન્ટ-શર્ટ પહેરીને સ્ટે જ પર ચડી ગયો હોય એવો
કરડો ચહેરો, પડછંદ બાંધો. કવિતા પહેલાં પ્રસ્તાવના બાંધે ત્યારે દારૂની બોટલ સાથે
પકડાયેલાને જમાદાર ઘઘલાવતા હોય તેવ ું લાગે. ચહેરે-મોહરે -અવાજે ક્યાંય કવિસહજ કુમાશ કે
ઋજુતા નહિ. વડોદરામાં ખલીલના ભારે માનપાન. અડધા મુશાયરા તો એ વગર બોલ્યે ખાઈ
જાય.

અહીં પણ ખલીલે જમાવટ કરી.

"દિલ તો આખિર દિલ હી ઠહરા

કહીં ભી ભટકે ઉસકા ક્યા?

પર શહર મેં મેરી બદનામી કે

હોંગે ચર્ચે ઉસકા ક્યા?"

ઓડિયન્સ તો માથાડૂબ તરબોળ. કન્યાઓનાં હાથમાં ઓટોગ્રાફ માટે ની ડાયરી જેમની તેમ ઠઠી
ુ . પહેલી હરોળમાં બેઠેલા દ્વારકેશલાલ પગ ઊંચા કરી-
રહી અને ઉઘાડા મોંએ કન્યાઓ ય બેશધ
કરીને તાળીઓ પાડે. સિતાંશ ુ ય મલકી ઊઠે. ગુણવંતલાલના વિચારનો હિંચકો ય ઘડીક થંભી
જાય
મારૂં ધ્યાન સતત ર.પા. ભણી. ચશ્માના કાચમાંથી ચકળવકળ ડોળા ફેરવતા જાય. કોઈ
કવિતાથી ખુશ થઈ જાય તો ડોકું ધ ૂણાવી નાંખે. બહુ મોજ આવી જાય તો ગાદલામાંથી ધ ૂળ
ખંખેરતા હોય એમ હાથ થપથપાવે. મને બરાબર યાદ છે . ખલીલની ગઝલો વખતે કવિ
મોરલાની જેમ ડોક ઊંચી કરીને અદબ વાળીને ટટ્ટાર થઈ ગયા હતા અને દરે ક પંક્તિએ
અદબભેર ધડ હલાવતા ઝૂમતા હતા.

છે વટે એમનો વારો આવ્યો.

ઓડિયન્સમાં હવે પીન ડ્રોપ સાયલન્સ. કન્યાઓ ગોઠણિયાભેર થઈને કવિતા લખવા તત્પર. અને
રમેશે ગઝલથી શરૂઆત કરી...

સદીન ંુ પ્રતિબિંબ ક્ષણમાં હશે

કયો થાક મારા ચરણમાં હશે?

ઠરી જાય છે કલ્પનાની નદી

કયો ભેદ વાતાવરણમાં હશે

નગરમાં ય સામાં મળે ઝાંઝવા

અહીં એ કઈ વેતરણમાં હશે?

ન જીવનમાં કારણ મળ્યા સ્વપ્નનાં

તો એનાં રહસ્યો મરણમાં હશે?

***

ચત્તાપાટ ઓડિયન્સની છાતી પર હવે ગીતનુ ં કામણ વરસ્યુ.ં ..

***

એક છોકરીની ત્વચા તળે એવો વરસાદ થયો,

એવો વરસાદ થયો, એવો વરસાદ થયો રે

કે હોનારત થઉંથઉં થઉંથઉં થાય


હેય જેના નેવાં છલકાણાં તે બઢ્ઢુ ાઓ

ડોળાને ઉટકવા મંડી પડ્યા રે

હેય જેની શેરી છલકાણી તે અધકચરા

તરવૈયા ખાબકવા મંડી પડ્યા રે

હેય પછી પોતે છલકાણા છલકાણા એ જીવ

ક્યાંય વહી જાઉં વઈ જાઉં થાય

***

દસ વરસ પહેલાં એમનાં વાળ કાબરચિતરા હતા. આજે ધોળા પળિયામાં ક્યાંક કાળો રં ગ વર્તાય
છે . બીડીનો તાપ ખમેલા હોઠની કાળાશ દૂ રથી ય પરખાઈ જાય છે . કદાચ ચશ્માની ફ્રેમ એવી જ
છે અને ઝભ્ભો ય તે. ઘસીને કરે લી દાઢી નીચે તગતગતા ટશિયાને બાદ કરો તો કવિની
ટાપટીપમાં બધુ સહજ લાગે. પગમાં બાટાના ચંપલ. (કિંમત રુ. ૧૯૯.૯૯??) ઝભ્ભાના નીચેના
ખિસ્સામાં ભરાવેલી રે નોલ્ડની સાદી બોલપેન. કવિતા વાંચવા માટે કોઈ ડાયરી પણ નહિ.
કાગળની ગડીવાળીને ખિસ્સામાં મ ૂકીને તેમણે ગાલમાં ખાડા પડી જાય એટલો ઊંડો કસ લઈને
બીડી જગવી. નાકમાંથી ધ ૂમાડા કાઢતા મારી સામે સવાલભરી આંખે જોયુ.ં મેં પરાણે સ્મિત વેર્યું.

"આવો ભાઈ, દિવ્ય ભાસ્કરમાંથી આવો છો?"

માર્કંડ ભટ્ટે એમને કહ્યુ'ં તુ કે દિવ્ય ભાસ્કરવાળ ભાઈ તમને મળવા માંગે છે .

ું મારે તો....
- પણ યાર, મારે દિવ્ય ભાસ્કરવાળા ભાઈ ક્યાં થવું હત??

"તમે સ્મોકિંગ કરો છો?" કવિએ બીડીની ઝુડી ધરી....

ઘડીભર મને થઈ ગયુ.ં ....

વધુ આવતીકાલે
(હવે રમેશાયણનો છે લ્લો અધ્યાય. આજે ગોલકીની લાઈટે બહુ પજવ્યો. ખાસ્સુ લખાઈ રહ્યું હત ું
ત્યાં જ રૂસણે ગઈ એમાં લખેલ ું બધું ગયુ.ં લખેલાની સાથે પછી મ ૂડ પણ ગયો. આ ફરીથી લખેલ ું
પોસ્ટ કરી રહ્યો છું.)

તેમણે મારી સામે જોયુ.ં આંખોમાં સવાલ વંચાતો હતો.

"તમે સ્મોકિંગ કરો છો?" કવિએ બીડીની ઝુડી ધરી....

ઘડીભર મને થઈ ગયું એમને કહ,ુ ં મને એવી કો'ક બીડી પીવડાવો જેથી મારા શબ્દોને
સંવેદનાની સાચુકલી તલબ જાગે.

બે મુલાકાત વચ્ચે એક આખો દાયકો વીતી ગયો હતો.

પહેલી વાર મળ્યો ત્યારે હુ ં લબરમ ૂછિયો કોલેજિયન હતો. મનના બેય કાંઠે ઘ ૂઘવતી કવિતાના
સાદથી રઘવાયો રઘવાયો રમેશને મળી બેઠો હતો.

આજે એક દાયકા પછી અડધી દુનિયા ફરીને નવેસરથી નવી કારકિર્દીમાં ઠરીઠામ થઈ રહ્યો
હતો. પત્રકાર તરીકે વ્યવસાયના ભાગરૂપે કંઈક ચમરબંધીને મળી ચ ૂક્યો હતો અને કંઈકના
પીંછડા ખેરવવામાં ય માહેર થઈ રહ્યો હતો.

પણ શી ખબર યાર, આજે એક દાયકા પછી ય ર.પા.ની સામે જીભ ખ ૂલતી જ ન હતી.

"ક્યાં બેસીશુ?ં " ર.પા.એ ચશ્માનો કાચ લ ૂછતા પ ૂછ્યું અને મને માધુબાપુની હોટલનો ભ ૂરો બાંકડો,
રાજુલાની પોસ્ટ ઓફિસનો ઓટલો અને હારૂન ગરાજવાળાની ઠકઠકાટી બધુ એકસામટું યાદ
આવી ગયુ.ં

"અહીં બહુ બધાની સતત આવ-જા રહેશે અને મારે ય આજે રાત્રે નીકળી જવું છે ." કવિના
અવાજમાં કચવાટ હતો. એક અજાણ્યા પત્રકારને પ ૂરતો સમય ન આપી શકવાનો કચવાટ.

અમે હોલની પાછળના દરવાજેથી બહાર નીકળ્યા. રાત ઘેરાઈ ચ ૂકી હતી. મ.સ.યુનિ.ના વગડા
જેવા કેમ્પસમાંથી વિશ્વામિત્રીની એક પાતળી નીક ઉપર બાંધેલા પુલિયા પાસે અમે ઊભા રહ્યા
પછી મારૂં ગળુ સહેજ ખ ૂલ્યુ.ં

"આપણે આ પહેલા મળી ચ ૂક્યા છીએ." કવિની આંખોમાં સવાલ વંચાતો હતો, "ક્યાં?"
"દસ-અગિયાર વર્ષ પહેલાં આપણે રાજુલામાં મળ્યા હતા."

મને સહેજપણ આશા ન હતી કે કવિને એ કશું યાદ હોય. મને હત ું કે , કવિને બહુ-બહુ તો
ભોળાભાઈનુ ં સન્માન અને એમાં પોતાની હાજરી યાદ આવશે. એને બદલે કવિને બધુ જ
યથાતથ યાદ આવી ગયુ.ં એમના મનમાં કવિ સંમેલનમાં ગાયેલી કવિતાઓ હજુ ગુજી
ં રહી હતી
જાણે.

"આજે તમે જે ગીત રજુ કર્યું એનો લય મને બહુ જ ગમ્યો."

એક છોકરીની ત્વચા તળે એવો વરસાદ થયો,

એવો વરસાદ થયો, એવો વરસાદ થયો રે

કે હોનારત થઉંથઉં થઉંથઉં થાય"

એમણે સહેજ સ્મિત વેર્યું. "એ ગીતનો લય મારા એક જુના બાળગીતના ઢાળ પર આધારિત છે .
એ લય મને કેવી રીતે સ ૂઝ્યો એ તો યાદ નથી પણ લય આપણા મનમાં બની શકે ."

"પણ અર્થ ન મળે અને અર્થને લઈને આવતાં શબ્દો ન મળે ત્યાં સુધી લયને મનના ખ ૂણે
સંઘરવો કેવી રીતે?" દસ વરસ પછી ય હુ ં તો એવો જ બાઘો હતો અને ર.પા.ની હાજરીમાં તો
આજીવન બાઘો જ રહેવાનો હતો. મેં એમને હારૂન ગેરેજવાળાની ઠકઠકાટી યાદ કરાવી. એ લય
યાદ રાખવા અને પછી એ લય પર ગીતને મઢવાના મારા હવાતિયાં કહ્યા એટલે કવિ હસી
પડ્યા.

"એમાં એવું છે કે , સંગીતકાર લયને સ્વરબધ્ધ કરી શકે એ રીતે કવિ લયને શબ્દબધ્ધ કરે . કવિ
માટે તકલીફ એ છે કે તેણે લયને યાદ રાખવો પડે. શરૂઆતમાં મને પણ એમાં તકલીફ પડતી
હતી. ત્યારે હુ ં એ લયમાં ગમે તેવા ગાંડાઘેલા શબ્દો મ ૂકીને લખી રાખતો. તેં મારી કવિતા
"વરસાદ ભીજવે.. " વાંચી છે ?"

જવાબમાં ફક્ત સ્મિત વેરવાનો વારો આ વખતે મારો હતો. "વાંચી છે ? અરે , સ્કૂલમાં એના
કાવ્યપઠન માટે હુ ં મશહર
ુ હતો અને આજે ય આખી કંઠસ્થ છે . વાદળ જોઈને મોરને ગહેંકાટ
વળગે છે અને મને આ કવિતા. હવે તો મારી પાસે આ બધુ કહેવા છાપુ પણ છે , બાપુ! દર
ચોમાસે પહેલા વરસાદની વાછટની સાથે તમારી જ પંક્તિથી છાપુ તરબોળ કરી દઉં છું! "

પણ એવું બધું એમને ક્યાં કહેવ ું યાર??!!!


"એ ગીતમાં લય મને ક્યાંકથી સ ૂઝ્યો હશે. લય યાદ રાખવા મેં શબ્દો ગોઠવી રાખ્યા. અમારા
ઘરે છાપુ નાંખવા જે છોકરો આવે એનુ ં નામ નરે શ. હુ ં એને નરિયો કહ.ુ ં લયના એ પ્રથમ શબ્દો
હતા..

"આજ સવારે છાપુ લૈને નરિયો આવ્યો વહેલો રે

છાપામાં એ લઈને આવ્યો ટુચકો સહેલો સહેલો રે "

પછી દિવસો સુધી આ પંક્તિ મનમાં રમતી રહી અને છે વટે અર્થ આવ્યો.

આહહાહાહાહા... તો આ છે એ મારી ઓલટાઈમ ફેવરિટ કવિતાનુ ં રાઝ.. એ ગીતને હુ ં ચોમાસાનુ ં


રાષ્ટ્રગીત કહુ ં છું.

ઉપરની ડમી પંક્તિ સાથે હવે ગીતની પંક્તિને સરખાવો.

"ચોમાસુ ં નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે

અજવાળુ ઝોંકાર લોહીની પાંગત સુધી પુગ્યું રે

નહિ છાલક નહિ છાંટા રે વરસાદ ભીંજવે

દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

***

કવિને બોલાવવા કોઈક બે વાર આવી ચ ૂક્યું હત.ું અમે ઓડિટોરિયમ ભણી પાછા વળ્યા. "કોઈ
સોનલ મળી?"

કવિની આંખમાંથી આજે ય શરારત વરસતી હતી.

"સોનલ આવે છે અને નથી આવતી. મળી છે અને નથી મળી. પણ આવશે." મને ય આજે
એમની જેમ ભેદી બોલવાની ચાનક ચડતી હતી પણ એમની સામે યાર, મોં જ ન ખ ૂલે તો હુ ં શું
કરૂં??!! :-((((

એમણે ત્યારે ય પ ૂછ્યુ,ં "તું કંઈ લખે છે ?" હુ ં ત્યારે ય કંઈ કહી શકું તેમ ન હતો. અખબારની
દુનિયામાં જે સમજીને આવ્યો હતો અને અહીં તો બધુ અલગ જ હત.ું હુ ં એમની જ પંક્તિ જીવતો
હતો એ સમયે...
જેને જવ'ંુ ત ંુ શબ્દની સીમા અતિક્રમી

રોશન કરે છે આજ એ પસ્તીબજારને

અમે ઓડિટોરિયમ સુધી પહોંચી ગયા હતા. કવિ સંમેલન પછી ફોયરમાં, પાર્કિંગમાં આપોઆપ
યોજાઈ જતા સંમેલનો પણ પતી ગયા હતા. પાછા જઈ રહેલા શ્રોતાઓનાં વાહનોની ઘરઘરાટી
જારી હતી. હોલની સામે લેમ્પ પોસ્ટ નીચે મ.સ.યુનિ.ની છોકરીઓ કિલકારી કરતી મુકેશ પાસેથી
ઓટોગ્રાફ ઉઘરાવી રહી હતી. કવિને બોલાવવા આવતો માણસ ટાંપીને જ ઊભો હતો. કવિએ
હળવું સ્મિત કર્યું. "ફરી મળજે ક્યારે ક."

જવાબમાં મેં ફક્ત ડોકું હલાવીને પરાણે ડૂમો રોકી રાખ્યો.

- કવિ ગયા.

અને હુ ં પણ.

મારે અહીંથી હજુ જવાનુ ં હત ું છાપાની મારી ઓફિસે.

અને બીજે દિવસે ચવાઈ ગયેલો શબ્દ બનીને પસ્તીબજારમાં.

***

કોનો આભાર માનુ?ં

રમેશ પારે ખ કોણ છે એવું પ ૂછનારાઓનો.

એ સાંભળીને મારી પ્રક્રુતિથી વિપરિત મને ધાગા-ધાગા કરી ગયેલી એ ક્ષણનો.  

મેં આ શ્રેણી લખવાની શરૂ કરી ત્યારથી આજે સળંગ બાર દિવસ સુધી મને હોંકારો કરતા રહેલાં
સૌ દોસ્તોનો.

અહીં કોમેન્ટ લખીને મને-એક જુનિયરને પોંખનારા દિપક સોલિયા જેવા ધ ૂરં ધરનો.

દરે ક હપ્તા વાંચવાનુ ં મેં નક્કી કર્યું છે એવું કહેવા માટે છે ક કેનેડાથી ફોન કરતાં મુ. સલીલ
દલાલનો.
અહીં સ-દે હે ગેરહાજર રહીને પણ વાકેફ રહેતા મનીષ મહેતાનો, દરે ક હપ્તા પછી ફોન પર મને
પાનો ચડાવવા માટે .

તમને સૌને આભાર નહિ કહ.ુ ં ..

ંૂ
મેઘા, નિર્લેપ તો ચોવીશ કલાક કવિતા સઘનારા જણ છે એ હુ ં જાણું છું. એટલે એ તો આમાં
હાજર હોય જ. લલિત હવે સાથી મટીને સ્વજન છે . ઉર્વીશ કોઠારી હવે મુરબ્બી મટીને મિત્ર છે .
સ્માઈલ અને પેઈન વચ્ચે કાયમ અટવાતો હિતેશ મને ઘણીવાર પંદર વર્ષ પહેલાનો ધૈવત
લાગે છે . મને વિસ્મય થકી જ ઓળખતા દોસ્ત રણમલે એને લાગેલ મારા આ નવા અવતારને
ય બિરદાવ્યો. ભ ૂમિકા શાહે મોડેકથી હાજરી પ ૂરાવીને વ્યસ્તતા છતાં મૌન હાજરી હોવાની ખાતરી
કરાવી. પણ એ સૌને આભાર માનવાનો ન હોય એટલી નિકટતા એમની સાથે છે જ.

ુ રાવ.
આભાર એમનો જેમને મેં દરે ક આર્ટિકલનુ ં ટે ગિંગ સૌથી પહેલાં કર્યું છે - અતલ

અમે એક જ ગામમાં, એક જ કાલખંડે શ્વસ્યા છીએ અને હવે અહીં ફેસબુક પર રાજુલાની એ
હવાને યાદ કરીને કેનોશા, વિસ્કોન્સિન અને અમદાવાદ, ગુજરાત વચ્ચેન ુ ં અંતર વિસારીએ છીએ.

મનોજને તો આભાર પણ કેમ કહ?ુ ં ર.પાં. સાથેની મારી પહેલી મુલાકાત સમયના મારાપણાંનો
એ સાક્ષી છે .

દે વદત્ત પણ રાજુલાનો જ છે . એને જે કહેવાનુ ં છે એ રૂબરૂ આજે રાત્રે રાજુલા જઈને જ કહીશ !

એ સિવાય એવા અનેક દોસ્તો અહીં પામ્યો છૂં, જેમને આ પ ૂર્વે કદાચ હુ ં ઓળખતો ન હતો.

ભરતભાઈ, મિતેશ પાઠક, શિલ્પાબહેન, રામદે , મોડા મોડા આવીને મને પોરસાવી ગયેલા હેતલ
શાહ, દરે ક હપ્તે સાથે ને સાથે રહેલ અને સવારે ચાર વાગ્યે "હુ ં લખી જ રહ્યો છું" એવી ખાતરી
કર્યા પછી જ ઓફલાઈન થતો દોસ્ત જયરામ મહેતા, વિરાગ સુતરિયા, પરીક્ષાના સમયે ય
ર.પા.ની રાહ જોતા મુબ ં ન ગાંધી, પ્રતીક ભટ્ટ, પ્રતીક શુક્લ, સંકેત વર્મા,
ં ઈના હિતેશ જોશી, ગુજ
કિશોર પટે લ, જય પંડ્યા, ભાવનગરી ગાંઠિયા જેવા અવળચંડા દોસ્તો હર્ષ પંડ્યા, પ્રશમ ત્રિવેદી,
એકપણ કોમેન્ટ કર્યા વગર બધા જ આર્ટિકલ વાંચીને મને મેસેજ કરનારો ઓર્કુટિયો દોસ્તાર
કુણાલ ધામી, વિશાલ જેઠવા...

હજુ ય અનેક નામ રહી જ જતાં હશે. એ દરે કની ક્ષમાપના સાથે સહન
ુ ે થેંક યુ વેરી મચ.

મારે ખાસ જેમનો ઉલ્લેખ કરવો છે ..


આ શ્રેણી શરૂ કરતી વખતે મારા મનમાં એક જ ઈચ્છા પ્રબળ હતી કે અહીં રમેશને વાંચીને કોઈ
એક વ્યક્તિ પણ રમેશની કવિતા ભણી પ્રેરાશે તોય હુ ં આ મહેનતને સાર્થક ગણીશ.

સદનસીબે એવી બે વ્યક્તિ વિશે હુ ં ખાતરીપ ૂર્વક કહી શકું છું.

ખરા દિલથી, ભીંજાયેલી આંખે આભાર એ બે ટબુકડી કોલેજિયન છોકરીઓનો...

શર્મિલી પટે લ અને નિકિતા પટે લ.

બંનેએ આ શ્રેણીના આરં ભથી એ રસ દાખવ્યો છે , જે ત્વરાથી અને સાથોસાથ જે ગંભીરતાથી


અહીં કોમેન્ટ લખી છે એથી હુ ં સાચે જ ભાવવિભોર છું. બંને હજુ કોલેજમાં ભણે છે . એક
એન્જિનિયર છે અને બીજી મેડિકલમાં છે . બંનેને અભ્યાસની દ્રષ્ટિએ સાહિત્ય સાથે ક્યાંય નાતો
નથી. આપણે સૌ તો રમેશાઈમાં આળોટી ચુક્યા છીએ. આપણી હાજરી હોય અને આપણે રસ
લઈએ તો એ સહજ છે . પણ આવતીકાલની પેઢીની આ બંને તરૂણીઓએ રમેશની ખાસ કોઈ
ઓળખાણ વગર પ્રારં ભથી અંત સુધી પ ૂરતી સમજ સાથે અહીં હાજરી આપી છે એ જોઈને
ગુજરાતી ભાષાની આવતીકાલ પર મારો વિશ્વાસ દ્રઢ બન્યો છે . કવિતા નથી વંચાતી, કવિતા
વિશે હવે કોઈ નથી વાંચત,ું નવી પેઢીને ધારાવાહિકમાં રસ નથી એવી દરે ક ફરિયાદ ખોટી પડે
છે .

થેંક યુ સો મચ શર્મિલી, નિકિતા.. ખરા દિલથી થેંન્ક યુ. મને મોટોભાઈ ગણો તો મોટોભાઈ, વડીલ
ગણો તો વડીલ અને કવિતાઘેલો જણ ગણો તો એમ પણ મારી એક વાત માનજો-વાંચતા
રહેજો. ભણતરથી જિંદગી સારી રીતે પસાર થશે પણ જિંદગી કેવી હોવી ઘટે તેની દ્રષ્ટિ તો
સાહિત્યમાંથી જ સાંપડશે. અને આ બધુ વાંચીને પણ એન્જિનિયર, ડોક્ટર થઈ જ શકાય છે એની
હુ ં સ્વાનુભવે ખાતરી આપું છું.

આવતીકાલે કોઈ પ ૂછે કે, "રમેશ પારે ખ કોણ છે ?" તો હવે જવાબ તમારે આપવાનો છે .

આ શ્રેણીનુ ં શું કરવુ?ં પુસ્તક કરવુ?ં આમ કરવુ,ં તેમ કરવું એવા અનેક સુચનો થયા.

એ વિશે મારે માત્ર એટલું જ કહેવાનુ.ં

આ શ્રેણીના આરં ભથી જ હુ ં શ્રીમદભગવદ ગીતાનુ ં એક વાક્ય બદલાવીને લખતો આવ્યો છું,
જેમાં છે લ્લે મેં લખ્યું છે , રમેશાર્પણમસ્ત.ુ
આ સઘળુ હુ ં રમેશ થકી, રમેશના પ ૂર્વજ-અનુજ કવિઓ થકી પામ્યો છું અને મેં રમેશને જ એ
અર્પણ કરી દીધું છે .

એમાં મારૂં કંઈ નથી હવે.

અને યાર....................

આવડું મોટું, આટલું વિરાટ છ અક્ષરનુ ં નામ ભ ૂલાઈ જત ું હોય

તો આ શ્રેણી કે હુ ં શું વિસાતમાં?

આપણું કામ છે ભ ૂલવાનુ.ં સર્જકનુ ં કામ છે બોલવાનુ.ં

રમેશના જ શબ્દોમાં કહુ ં તો,

નથી સમાતો આજ હવે તો

હુ ં મારા આ છ અક્ષરમાં

છ અક્ષરનુ ં એ નામ ઠામ બદલશે, ઠેકાણા ય બદલશે.

પણ બોલત ું રહેશે.. બોલત ું રહેશે.. બોલત ું રહેશે.

You might also like