You are on page 1of 3

-: વેચાણ કરાર :-

લખી આપનાર:- (૧) ખલાસ નીતાબેન સતિષકુ માર

એક તરફવાળા ઉ.વ.-પુખ્ત,ધર્મે-હિન્દુ,ધંધો-ઘરકામ

(૨) ખલાસ સતિષકુ માર કનૈયાલાલ

ઉ.વ.-પુખ્ત,ધર્મે-હિન્દુ,ધંધો-નોકરી,

બંને રહે-૨૫૭૯,ગોઝારીયાની પોળ,

હલીમની ખડકી, શાહપુર, અમદાવાદ,

લખાવી લેનાર :- (૧) શ્રીમાળી પ્રવીણકુ માર સોમાભાઇ

બીજી તરફવાળા ઉ.વ.-૫૫,ધર્મે- હિન્દુ,ધંધો-છૂટક કામ,

ુ ેન પ્રવીણભાઈ
(૨) શ્રીમાળી મધબ

ઉ.વ.-૪૫,ધંધો-ઘરકામ,ધર્મે-હિન્દુ,

બંને રહે-એ/૩/૨૦૩, કેશવ એપાર્ટમેન્ટ,

ં ૂ સામે, ટી.પી.-૪૪,ચાંદખેડા,
દિવ્યાપજ

અમદાવાદ-૩૮૨૪૨૪,

જત અમો બંને તરફવાળાઓ રાજીખુશીથી સ્વેચ્છાએ આ વેચાણ કરાર


કરી જાહેર કરીએ છીએ કે ........

૧.. જત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ અમદાવાદના સાબરમતી તાલુકાના મોજે–


ચાંદખેડાની સીમમાં ટી.પી.નં-૨૨. એફ.પી.નં-૨૯૦ વાળી જમીન ઉપર
અમદાવાદ શહેરી વિકાસ સતા મંડળ (ઔડા) તરફથી “ અશોકા આવાસ” ના
નામથી ઓળખાતા રહેણાંક મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે . જે મકાનો
પૈકી અરજી પત્રકનં- ૮૨૬૪ આધારે ફાળવણી પત્રક નં- ઈ. ડબલ્યુ. એસ /


અશોકા આવાસ / ૦૧૨૪૬૪ થી તા-૦૫/૧૨/૨૦૧૧ના રોજ બ્લોક નં-૧૩
ફ્લેટ નં –૪૧૦, ત્રીજે માળવાળા મકાનના માલીક તરીકે અમો નામે (૧)
ખલાસ નીતાબેન સતિષકુમાર ઉ. વ.-પુખ્ત, ધર્મે-હિન્દુ, ધંધો-ઘરકામ અને
(૨) ખલાસ સતિષકુમાર કનૈયાલાલ ઉ. વ.- પુખ્ત, ધર્મે - હિન્દુ, ધંધો-
નોકરી બન્ને રહેવાસી-૨૫૭૯ ગોઝારીયાની પોળ, હલીમની ખડકી, શાહપુર,
અમદાવાદ કાયદે સરના માલીક અને કબજેદાર, ભોગવટેદાર બનેલા હતા

૨..સદરહુ મિલકત અમો લખી આપનાર અંગત માલીક તરીકેની હેસીયતથી


અન્યને ભાડે, વેચાણ , ટ્રાન્સફર એસાઇન કરવા હક્કદાર હોય તે રૂએ સદરહુ
મિલકતના તમામ હક્કો અધિકારો સહિત અમોએ રૂ!.૧,૨૫૦૦૦ /-( અંકે
રૂપિયા એક લાખ પચીસ હજાર પ ૂરા) માં કુલ અભરામના દાવે અઘ I ટ
વેચાણથી તમો લખાવી લેનારને આપવાનું નક્કી કરે લ છે , જેના અવેજની
રકમ લખાવી લેનાર તરફથી અમો લખી આપનારને રૂ. ૧,૨૫૦૦૦ /-( એક
લાખ પચીસ હજાર પ ૂરા) રોકડા ચ ૂકવેલ છે . જે આ કરારથી પાકી પહોંચ
ગણવામાં આવશે.

૩..સદરહુ મિલકતના લખાણના આધારે લખાવી લેનાર જી. ઈ. બી. તથા


અમ. મ્યુ. કોર્પો. ગ્રામ પંચાયત વગરે કચેરીઓના રે કોર્ડમાં પોતાના નામે
ટ્રાન્સફર કરાવી શકશે તેમજ દસ્તાવેજ કરવાનો થાય તો પણ પોતાના નામે
કરાવી શકશે આ તમામ વખતે અમો લખી આપનાર ની હાજરીની કે
સહીમતાની જરૂર પડે અમો લખી આપનાર હાજર રહી સહી કરી આપવા
બંધાયેલા છીએ.

૪..સદર મિલકત પરત્વે ભરવાના આવતા ઇલે. બીલ. વહીવટીફાળા વગેરે


ચાર્જ સહિતની તમામ જવાબદારી આજ પહેલાંની અમો લખી આપનારની
રહેશે અને આજ દિન પછીની આવી તમામ જવાબદારી તેમજ સદરહુ મિલકત
બાબતે નફા નુકસાનની તમામ જવાબદારી લેનારની રહેશે.

૫.સદર મિલકતમાં લખાવી લેનાર ચાંદો સ ૂરજ તપે ત્યાં સુધી જાતે પોતે તથા
વંશ, વાલી , વારસો, તમામ સુખેથી વાપરો, ભોગવો, વસો ,વસાવો ,રીપેરીંગ
સુધારા વધારા કરાવો કે દિલ ચાહે તેમ ઉપયોગ કે નિકાલ કરો તેમાં હવે
પછીથી અમો લખી આપનાર તરફથી કોઈનો કોઈ જાતનો વાંધો તકરાર રહેશે
નહી,તેમજ સદર મિલકત આજ પહેલા તમારા સિવાય અમોએ અન્ય કોઈને

ભાડે, વેચાણ, ટ્રાન્સફર કે એસાઈન કરે લ નથી કે લોન ધિરાણ મેળવી કોઈ
બોજો કરે લ નથી તદ્દન બોજા મુક્ત છે આમ છતાં અમો લખી આપનાર
તરફથી કોઈ જાતનો વાંધો, વિરોધ, તકરાર કે હેલો અંતરાય કરતો કરાવતો
આવે તો આ કરારથી રદબાતલ ગણાશે.

આમ ઉપર મુજબનો વેચાણ કરાર આપણે બન્ને તરફવાળાઓએ


રાજીખુશીથી, અક્કલ, હોશિયારીથી કોઈના દાબ-દબાણ કે ધમકીને વશ થયા
વિના બીન કેફે હાલતમાં, સભાનઅવસ્થામાં, વાંચી, વિચારીને, સ્વેચ્છાએ કરે લ
છે જે અમો બંને પક્ષકારોને તથા અમારા વંશ, વાલી, વારસો તમામને કબ ૂલ
મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે.

સ્થળ :- અમદાવાદ

તા :- ૦૫/૦૮/૨૦૨૨

લખી આપનારની સહી સાક્ષીની સહી

૧................................................. ૧....................................

૨.................................................

લખાવી લેનારની સહી

૧............................................ ૨ ...............................

૨............................................

You might also like