You are on page 1of 37

અખા ભગત

અખા ભગત

જન્મ ૧૫૯૧

મ ૃત્યુ ૧૬૫૬

વ્યવસાય કવિ

અખા રહિયાદાસ સોની[૧] (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪) જેઓ અખા ભગત અથવા અખો તરીકે
વધુ જાણીતા છે , ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે . તેઓ બહુ શરૂઆતના
ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે . તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા
ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે .

જીવન[ફેરફાર કરો]
અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો.[૨] આજે પણ ખાડિયાની દે સાઈની
પોળનુ ં એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે .

જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી
ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે
એક ગુરૂનુ ં શરણ લીધુ.ં પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે , ત્યારે
તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે .

સર્જન[ફેરફાર કરો]
છપ્પા[ફેરફાર કરો]

આ સાથે તેમણે છપ્પા લખવાનુ ં ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો
તિરસ્કાર જોવા મળે છે . એક મુરખને એવી ટે વ, પથ્થર એટલા પ ૂજે દે વ જેવા છપ્પાઓમાં અખા
ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે .

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે .[૩] જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં
વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરં ત ુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ
વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે .

દોષનિવારક અંગવર્ગ ગુણગ્રાહક અંગવર્ગ સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ

 વેષનિંદા અંગ  ગુરુ અંગ  માયા અંગ


 આભડછે ટનિંદા અંગ  સહજ અંગ  સ ૂઝ અંગ
 શ્થુળદોષ અંગ  કવિ અંગ  મહાલક્ષ અંગ
 પ્રપંચ અંગ  વૈરાગ્ય અંગ  વિશ્વરૂપ અંગ
 ચાનક અંગ  વિચાર અંગ  સ્વભાવ અંગ
 સુક્ષ્મદોષ અંગ  ક્ષમા અંગ  જ્ઞાની અંગ
 ભાષા અંગ  તીર્થ અંગ  જીવ ઇશ્વર અંગ
 ખળજ્ઞાની અંગ  સ્વાતીત અંગ  આત્મલક્ષ અંગ
 જડભક્તિ અંગ  ચેતના અંગ  વેષવિચાર અંગ
 સગુણભક્તિ અંગ  કૃપા અંગ  જીવ અંગ
 દં ભભક્તિ અંગ  ધીરજ અંગ  વેદ અંગ
 જ્ઞાનદગ્ધ અંગ  ભક્તિ અંગ  અજ્ઞાન અંગ
 દશવિધજ્ઞાની અંગ  સંત અંગ  મુક્તિ અંગ
 વિભ્રમ અંગ  આત્મા અંગ
 કુટફળ અંગ

જાણીતી રચનાઓ[ફેરફાર કરો]

 પંચીકરણ
 અખેગીતા
 ચિત્ત વિચાર સંવાદ
 ગુરૂ શિષ્ય સંવાદ
 અનુભવ બિંદુ
 બ્રહ્મલીલા
 કૈ વલ્યગીતા
 સંતપ્રિયા
 અખાના છપ્પા
 અખાના પદ
 અખાજીના સોરઠા

અખો
( જ. આશરે 1600 જેતલપરુ , જિ. અમદાવાદ ; અ. આશરે
1655 અમદાવાદ)

જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ.


1645 માં અને ‘અખેગીતા’ની ઈ. 1649 માં રચના તથા ગુરુ
ગોકુળનાથનુ ં ઈ. 1641 માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો
કવનકાળ ઈ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને
જીવનકાળ ઓછામાં ઓછો ઈ. સત્તરમી સદીનો પ ૂર્વાર્ધ હોવાનુ ં
અનુમાન છે .

અખા વિશે કેટલીક જનશ્રુતિઓ પ્રચલિત છે . એ જેતલપુરના વતની


હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. એમણે
બાળપણમાં માતા, જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી
એક બે પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત સોનીનો વ્યવસાય
કરતા અખા ભગત કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા.
ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની બાબતમાં
એમના પર અવિશ્વાસ મ ૂક્યો તેમજ ટંકશાળમાં એમના પર
ભેળસેળનો આરોપ મુકાયો એથી નિર્વેદ પામી એ સંસાર છોડી
તત્વશોધમાં નીકળી પડ્યા. જેમ સઘળાં સંતચરિત્રોમાં પાછળ કોઈક
ને કોઈક દં તકથા ઊભી હોય છે , એવુ ં જ અખા વિશેની આ જનશ્રુતિઓ
વિશે કહી શકાય.

ગોકુળનાથને ગુરુ કર્યાનો ઉલ્લેખ અખા ભગત કરતા હોવાથી કેટલોક


સમય એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી રહ્યા હશે; પરં ત ુ
પછીથી એ એમાંથી નીકળી ગયા છે . કાશીમાં બ્રહ્માનંદ ગુરુએ અખાની
તત્ત્વજિજ્ઞાસા સંતોષી એવી જનશ્રુતિ છે પણ એને બીજુ ં સમર્થન
સાંપડત ું નથી.

અખાનાં શિક્ષણ, સાધના અને અનુભવ વિશેની બીજી કોઈ ચોક્કસ


માહિતી મળતી નથી, પરં ત ુ ભારતીય તત્ત્વદર્શનના બારીક અભ્યાસ
ઉપરાંત એમને અનેક સાંસારિક વિષયોની પણ ઊંડી જાણકારી
હોવાનુ ં એમની કવિતામાં આવતા વિવિધ વિષયોના ઉલ્લેખો ઉપરથી
પ્રતીત થાય છે .
અખો

અખાની કૃતિઓમાં અન્ય ભાષાઓના પ્રભાવો તથા ‘સાખી’ જેવા


કાવ્યબંધો અખિલ ભારતીય પરં પરા સાથેન ુ ં એનુ ં અનુસધ
ં ાન બતાવે
છે . ગુજરાતમાં તો ઈ. સ.ની સત્તરમી સદીમાં બળવત્તર બનેલી
જ્ઞાનમાર્ગી કવિતાધારાના અખા ભગત સૌથી મોટા પ્રતિનિધિ છે .
એકંદરે તેઓ શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાંતને અનુસરત ું
તત્ત્વનિરૂપણ કરે છે ; પરં ત ુ શંકરાચાર્યના વિવર્તવાદને સ્થાને
ગૌડપાદાચાર્યના અજાતવાદને એ સ્વીકારે છે અને એમનો બ્રહ્મવાદ
સર્વાત્મવાદને તથા નિર્ગુણવાદ સગુણવાદને સમાસ આપે છે .
શંકરાચાર્ય રાખે છે તેમ, વિરક્તને માટે એ સંન્યાસમાર્ગનો આગ્રહ
રાખતા નથી.

અખાએ પોતાના ગ્રંથોમાં વેદાન્તવિચારનુ ં પારિભાષિક નિરૂપણ કર્યું


છે ; પરં ત ુ શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મતનો એ મહિમા કરતા નથી. એ
જીવનના પરમ લક્ષ્યરૂપ ગણે છે પરમાત્મતત્ત્વના અંતરમાં થતા
અનુભવને, આતમસ ૂઝને. માટે જ શબરી, કરમાબાઈ જેવાં જ્ઞાની
ભક્તોનો એ આદરપ ૂર્વક ઉલ્લેખ કરે છે . અખાએ તત્કાલીન ધાર્મિક
તથા સાંસારિક આચારવિચારોની બારીક પરીક્ષા કરી છે અને જ્યાં
જ્યાં દં ભ, પાખંડ, વહેમ, અજ્ઞાન, અતાર્કિકતા, રૂઢિવશતા દે ખાયાં ત્યાં
ત્યાં એને નિર્મમપણે ઉઘાડાં પાડ્યાં છે . આ સઘળું અખાની સર્વગ્રાહી
જાગ્રત વિચારશક્તિનો આપણને પરિચય કરાવે છે ; પણ અખા ભગત
માત્ર ચિંતક, ચિકિત્સક કે તટસ્થ જ્ઞાની નથી, સંસારને સાથે લઈને
ઊંચે જવા માગનાર સંત છે . એમણે નિષ્કર્મણ્યતા નહિ પણ નિષ્કામતા
પ્રબોધી છે અને સંસારી રસને સ્થાને દિવ્ય ઉલ્લાસ, ‘અક્ષયરસ’ તરફ
નજર માંડી છે .

અખાએ ગુજરાતી તેમજ હિંદી ભાષામાં રચનાઓ કરી છે . એ સઘળી


બહધ
ુ ા તત્ત્વવિચારાત્મક છે . એમની દીર્ઘ ગુજરાતી રચનાઓમાં
‘અવસ્થાનિરૂપણ’ અને ‘પંચીકરણ’ અનુક્રમે શરીરાવસ્થાઓનુ ં અને
પંચમહાભ ૂતાદિ તત્ત્વોથી થતી પિંડ-બ્રહ્માંડની રચનાની પ્રક્રિયાનુ ં
પરં પરાગત રીતે પારિભાષિક નિરૂપણ કરે છે . પંચમહાભ ૂતભેદથી માંડી
કેવલાદ્વૈત સુધીની ભ ૂમિકાઓ સમજાવતો ‘ગુરુશિષ્ય-સંવાદ’
સંવાદશૈલી, પારિભાષિક ને લૌકિક દૃષ્ટાંતો અને કેટલીક
વર્ણનછટાઓથી રસાવહ બન્યો છે . વેદાન્તવિચારનાં મહત્ત્વનાં
બિંદુઓને સ ૂક્ષ્મતાથી સ્પર્શતો ને જીવ-ઈશ્વરની સંલગ્નતા જેવા
કેટલાક વિલક્ષણ વિચાર-ઉન્મેષો ધરાવતો ‘ચિત્તવિચારસંવાદ’
તર્કકાઠિન્ય છતાં ચિત્ત અને વિચારની પિતાપુત્ર તરીકેની કલ્પના,
બંનેની સક્રિયતા દર્શાવતી પ્રશ્નોત્તરી તેમજ દૃષ્ટાંતો, સતત ઉપમાઓ
તથા ઉપમાચિત્રોના બહોળા ઉપયોગને કારણે અખાની મૌલિકતા અને
સર્જકતાની દૃઢ મુદ્રા ઉપસાવે છે ; પણ અભ્યાસીઓમાં અખાની વધુ
જાણીતી રચનાઓ ‘અનુભવબિંદુ’ અને ‘અખેગીતા’ છે . ‘અનુભવબિંદુ’
અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ
દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે , તો ‘અખેગીતા’ (1649) એમના
તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે આલેખતી દૃષ્ટાંતો ઉપરાંત ભાવચિત્રો
ને બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી મનોરમ બનતી
સર્વોત્તમ કૃતિ છે . આ ઉપરાંત, અખા ભગતની ‘કૈ વલ્યગીતા’ આદિ
કેટલીક લઘુ કૃતિઓ ને ‘કક્કો’, ‘બારમાસ’, ‘પંદર તિથિ’ વગેરે
પ્રકારની કૃતિઓ પણ મળે છે .

છપ્પા, પદ, સોરઠા અને સાખીઓ એમની છૂટક રચનાઓ છે . આમાં


છપ્પા અખાનો પ્રથમ પંક્તિનો સૌથી વધુ લોકપ્રિય કૃતિસમ ૂહ છે .
અખાનુ ં તત્ત્વજ્ઞાન એમાં પણ ઉપમા-દૃષ્ટાંતવાળી સ ૂત્રાત્મક વાણીની
મદદથી માર્મિક અભિવ્યક્તિ પામ્યુ ં છે . એની લોકપ્રિયતા તો એમાં
ધારદાર કટાક્ષોની મદદથી થયેલી ધાર્મિક-સામાજિક
આચારવિચારોની બારીક ચિકિત્સાને આભારી છે . અખાનાં પદો
મુખ્યત્વે બ્રહ્મતત્ત્વના સ્વરૂપને, એના અનુભવને વર્ણવે છે ; બ્રહ્મજ્ઞાની
સંત-ગુરુના સ્વભાવ અને મહિમાનુ ં ગાન કરે છે અને ગુરુશરણ ને
સંતસંગતનો બોધ આપે છે . શૃગ
ં ારભાવનો આશ્રય લેતાં કેટલાંક પદો
મળે છે તે વેદાંતી અખાના વિલક્ષણ ઉન્મેષ તરીકે , તો સોરઠા અને
સાખીઓ અભિવ્યક્તિની સઘનતાથી ધ્યાન ખેંચે છે .

અખાનાં પદો તથા સાખી ગુજરાતી ઉપરાંત હિંદી ભાષામાં પણ મળે


છે . આ ઉપરાંત અખાની હિંદી કૃતિઓમાં ‘બ્રહ્મલીલા’ અને ‘સંતપ્રિયા’
પ્રમાણમાં દીર્ઘ રચનાઓ છે . પહેલીને મુકાબલે બીજીમાં નિરૂપણ
વધારે પ્રાસાદિક ને ચમત્કૃતિયુક્ત છે . ‘અમ ૃતકલારમણી’ અને
‘એકલક્ષરમણી’ એ એમની પ્રમાણમાં લઘુ રચનાઓ છે , તો ‘જકડીઓ’
વિશિષ્ટ બંધારણ ધરાવતાં પદો છે . ‘કુંડળિયા’ તથા ‘ઝૂલણા’ પ્રકીર્ણ
પ્રકારની રચનાઓ છે .
પોતાને ‘કવિ’ ન લેખાવવા માગતા – કેમ કે ‘જ્ઞાની’ હોવુ ં એ જ ઊંચી
વસ્ત ુ છે – અને છંદ જેવાં કાવ્યઓજારોનુ ં પોતાને જ્ઞાન નથી એમ
કહેતા અખા ભગત અનેક પદ્યબંધો ને કાવ્યબંધોની જાણકારી બતાવે
છે ને ત્રણ મોટા કવિગુણોની આપણને આહલાદક પ્રતીતિ કરાવે છે ,
ભાવમયતા, વિશ્વના પદાર્થોને અનુરૂપતાથી ઉપયોગમાં લેતી અનન્ય
ચિત્રાત્મકતા અને માર્મિક, સ ૂત્રાત્મક, બલિષ્ઠ કાવ્યબાની.

જયંત કોઠારી

અખાન ંુ તત્વચિંતન : અખાનુ ં તત્ત્વચિંતન એ કોઈ વાદ નથી, પરં ત ુ


એક બ્રહ્મવેત્તાના વસ્ત-ુ સાક્ષાત્કારમાંથી આવેલ ું શાશ્વત પ્રજ્ઞાન છે .
એમના તત્ત્વચિંતનનો વિશિષ્ટ પરિચય એમની સાખીઓમાં જોવા
મળે છે . અખા ભગત એમની સાખીઓમાં કહે છે :

‘‘હુ ં ઈશ્વરે ય નથી તેમજ જીવ પણ નથી. અનાદિ અનંત પરમાત્મા


સાથે પિંડ અને બ્રહ્માંડના દ્વૈતથી પર, સર્વને ધારણ કરનાર અખિલ
વિશ્વાત્માની અલૌકિક ભ ૂમિકા એ મારું ઘર છે . સર્વાતીત મારો પંથ છે .
મારી અંદર રહેલો આત્મા એ મારો ગુરુ છે .’’

એમની કવિતામાં અનુસ્ય ૂત તત્વસિદ્ધાંતની ભ ૂમિકા નીચે પ્રમાણે છે :

સિદ્ધાંત : (1) પરમાત્મા–પરબ્રહ્મ : અનાદિ અનંત પરમતત્ત્વ કિંવા


પરમાત્મા દૂર નથી; બધે છે , બધામાં છે . અજ્ઞાનીને તે દૂર ભાસે છે ,
જ્ઞાનીને તે હાજરાહજૂર છે . ‘જીવ, જગત અને ઈશ્વર’ની ત્રિપુટી રૂપે
માત્ર બ્રહ્મ જ છે . ખંડ દે ખાય છે તે મનોરચિત છે , તત્વત: નથી. બ્રહ્મ
પ ૂર્ણ છે , અખંડ છે . એમાં દ્વૈત છે જ નહિ. તે નિરં જન છે , નિર્વિકારી છે .
એમાં કોઈ વિક્રિયા સંભવતી નથી, સદાયે જ્યમનુ ં ત્યમ જ રહે છે .
વિકાર માત્રનુ ં મ ૂળ મનમાં છે . બ્રહ્મ સૌનુ ં આદિ અને અંત છે .
પરમાત્મા એ જ ખરું અસ્તિત્વનુ ં તત્વ છે .

‘‘અનંત ફેલ હૈ એકકા, અખા સો જાને કોઈ.’’

(સાખીઓ, પ ૃ. 106)

(2) આત્માજીવ : આત્મા અને પરમાત્મા વચ્ચે એક પણ સાંધો નથી.


બન્ને વચ્ચે કાગળની કાપલી મ ૂકવા જેટલું પણ અંતર નથી.
અવસ્થાભેદે કરીને ભિન્નતા ભાસે છે . આત્મા એ વસ્ત ુત: પરમાત્મા છે .
અખાનો તત્વસિદ્ધાંત આત્માપરમાત્માની એકતા ઉપર નિર્ભર થયેલો
છે . કર્મે કરી આત્મા જીવભાવને પામેલો છે . જીવ એટલે વાસનાઓથી
રજોટાયેલો આત્મા.

(3) જગત : અખાની તત્વદૃષ્ટિએ જોઈએ તો જગતને જોવાની બે


દૃષ્ટિ છે . એક પોતષ્ટિ અને બીજી ભાતદૃષ્ટિ. પોતદૃષ્ટિએ જોઈએ તો
જગત બ્રહ્મ જ છે . બ્રહ્મ પોતે જ અનંત નામરૂપ ધારણ કરીને વિલસે
છે . આ નામરૂપાત્મક ચેતનાને જગત કહેવામાં આવે છે . ભાતદૃષ્ટિએ
જોઈએ તો જગત પરિવર્તનશીલ છે . जायते गच्छति इति जगत ् ।
અર્થાત ્ જે પળે પળ ઉત્પન્ન થઈ જત ું રહે છે , પરિવર્તન પામે છે ,
જયમનુ ં તેમ રહેત ું નથી, ફેરફાર પામે છે : આ ભાતદૃષ્ટિએ થયેલ ું
જગતનુ ં દર્શન છે .
અખા ભગત કહે છે કે જગત આદિ અને અંતે નથી, તે માત્ર વચ્ચે
દે ખા દે છે , માત્ર મધ્ય-વ્યક્ત છે . તેથી તે મનનુ ં ઉટંગ છે , મન:સર્જિત
છે , મન:કલ્પિત છે . અર્થાત ્ જગત એટલે બ્રહ્મનુ ં પ્રગટીકરણ
(manifestation), સર્જન (creation) નહિ, પેદા કરે લી વસ્ત ુ નહિ, સ ૃષ્ટિ
નહિ, કારણ કે ‘‘વિશ્વ નિયંતા જો બે કહેવાય, તો અખંડ બ્રહ્મની ખંડણા
થાય.’’ (છપ્પા નં. 445)

અખા ભગત સ ૃષ્ટિવાદમાં માનતા નથી પણ દૃષ્ટિવાદમાં માને છે .


જેવી દૃષ્ટિ તેવી સ ૃષ્ટિ. વસ્ત ુત: જગત અને બ્રહ્મ એવા બે અલગ
પદાર્થ નથી.

સાધના : પરમાત્મા સર્વવ્યાપી હોય તો તે પોતામાં પણ છે . એટલે


તેને બહાર શોધવા જવાની જરૂર નથી. સ્વસ્વરૂપનુ ં કેન્દ્રસ્થાન પોતાની
અંદર છે . એટલે પોતાની જાતને સમજવામાં જ અખાનો સાધના-માર્ગ
શરૂ થાય છે .

મનનુ ં આવરણ અને વિક્ષેપ : નિજસ્વરૂપને જાણવામાં મન આવરણ


પેદા કરી વિક્ષેપ કરે છે . આમ કરી મન મનુષ્યને ભ્રમમાં નાખે છે
અને ભ્રમથી ગ્રસિત મનુષ્યને પોતે ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છે ,
અને વચલી બાજી શુ ં છે તેન ુ ં ભાન રહેત ું નથી.

મનનો સ્વભાવ સંકલ્પ-વિકલ્પ કરી વાસનાઓ પેદા કરવાનો છે . આ


વાસનાઓ પરિપ ૂર્ણ કરવા જતાં મનુષ્ય ખોટાઈમાં ઊતરી જઈ
અજ્ઞાનને વશ થાય છે . આ બધી મનની ચેષ્ટાઓ ઠગારી હોય છે . મન
મનુષ્યને તેના સ્વસ્વરૂપની ભાળ માટે ખોટું સરનામુ ં આપે છે . આથી
મનુષ્ય ગેરમાર્ગે દોરવાઈ બહારની દુનિયામાં, જે ખોવાયુ ં નથી તે
મેળવવા, ભટક્યા કરે છે . જે વસ્ત ુ જ્યાં નથી ત્યાં તેને શોધવી તેન ુ ં
નામ અજ્ઞાન છે . અખા ભગત આ વાતને સમજાવતાં કહે છે :

‘‘અજ્ઞાને સૌ આથડે અને દે વદે વી ધ્યાય;

જો પ્રભુ દે ખે પંડમાં તો શીદ બહારે જાય ?’’

(અખાની વાણી, પદ નં. 10, પ ૃ.


140)

અખા ભગત કહે છે કે મનની ચેષ્ટાઓને કારણે મનુષ્ય પોતે પોતામાં


ઊતરી શકતો નથી, અને બહારની દુનિયાના સુખ માટે અનેક
તરકીબો ગ્રહણ કરે છે . કોઈ સંન્યાસ લઈ જુદા જુદા વેશ ધારણ કરે
છે , કોઈ સિદ્ધ પાછળ દોડે છે , કોઈ ગુરુ કરવા લલચાય છે , કોઈ
જ્યોતિષનો આશરો લઈ ગ્રહો અનુકૂળ થાય તેનાં અનુષ્ઠાન આદરે
છે , કોઈ બાધા-આખડી કરે છે , કોઈ તીરથ કરવા જાય છે , કોઈ
શાહ્ાોમાં પારં ગત થઈ પંડિતાઈમાં ખોવાઈ જાય છે ; પરં ત ુ આવી
બહારની પ્રવ ૃત્તિને કારણે માણસની સુરતા વીખરાઈ જાય છે . તેને
પોતાની જાતને ઓળખવાનો અવકાશ રહેતો નથી. પોતે ખુદ
પરમાત્મસ્વરૂપ છે તે વાત તે ભ ૂલી જાય છે અને યાચક બનીને
બેઆબરૂ થાય છે . આનુ ં કારણ એ છે કે જેને સિદ્ધિઓ અને ચમત્કારોનુ ં
આકર્ષણ છે તેને આત્માનુ ં અજ્ઞાન છે .

અખાના મતે સાચી સાધના એટલે પોતાની જ મુલાકાત. તેઓ કહે છે


કે મનુષ્ય જ્યાં સુધી પોતાની મુલાકાત ન લે ત્યાં સુધી બહારના ભેદ
ભાંગતા નથી. મનુષ્ય આખી પ ૃથ્વીની ભ ૂગોળ જાણતો હોય છે પરં ત ુ
તેને પોતાનુ ં ઘર ક્યાં આવ્યુ ં તેની ખબર હોતી નથી. આત્મ-
તત્વવિચાર કરી પોતાનો મેળાપ કરવો એ જ તેમની સાધનાની
બુલદ
ં ી છે , પોતે પોતામાં સમાવુ ં એ તેમની સાધનાનુ ં રહસ્ય છે .

‘‘અખા જીવ તણી એ વજા, અજને ઠામે પ ૂજે અજા.’’

(છપ્પા, નં. 64)

અખાની અજાતવાદી સાધના : અખાની તત્વર્દ ષ્ટિએ જગત એ મનનુ ં


ઉટંગ (ઉપજાવેલ)ું હોઈ તેન ુ ં કોઈ સાચુ ં અસ્તિત્વ નથી. જે નિરં તર
બદલાયા કરે છે તેને પકડવાથી શો લાભ ? જે નિશ્ચલ અને નિર્વિકલ્પ
હોય તેની સાધના હોય. અજાતવાદી સાધના એ જગતને તત્વત:
જોવાની દૃષ્ટિમાં રહેલી છે . જગતની નિરર્થકતાનુ ં ભાન થવુ ં એ આ
સાધનાનુ ં હાર્દ છે . અસત્ય અથવા માયાની સાધના કરવાની હોય તો
ફજેતી થાય છે .

અખાની તત્વદૃષ્ટિએ વાસનાઓથી બદ્ધ થવુ ં અને નિજ સ્વરૂપને ભ ૂલી


જવુ ં એ જ બંધન છે . આ વાસનાઓથી છુટકારો પામવો; પોતે શરીર
નથી પણ આત્મા છે – ખુદ પરમાત્મસ્વરૂપ છે તેન ુ ં ભાન થવુ ં એ જ
મોક્ષ છે .

અખાની તત્વસાધનામાં જ્ઞાનનુ ં મહત્વ અગ્રસ્થાને જોવા મળે છે . આનુ ં


કારણ એ છે કે સ્વરૂપને ઓળખવાની શક્તિ બધાં પ્રાણીઓમાં માત્ર
મનુષ્ય પાસે જ છે .
સતત આત્મચિંતન એ સહજતા છે . પાણીમાં પથ્થર નાખીએ તો પાણી
પોતાની સહજતા ગુમાવી બેસે છે એમ આપણે જગત સાથે બહુ
તાદાત્મ્ય રાખીએ તો સહજતા ગુમાવી બેસીએ. સહજતા એ આત્માનુ ં
સ્વાસ્થ્ય છે . ‘સ્વ’માં સ્થિર રહેવ ુ ં એ સહજતા છે .

ધીરે ધીરે જગત સાથેન ુ ં સામેલપણુ ં ઘટાડવુ ં જોઈએ અને


આત્મભાવમાં ઊતરી જવુ ં જોઈએ. પોતાના સ્વમાં સાચી શાંતિ પડેલી
છે . અખા ભગત કહે છે , જગત પરમાત્માનુ ં પ્રગટીકરણ છે . એટલે તે
ચોવીસ કલાક બરાબર ચાલે છે . તેન ુ ં આધારભ ૂત તત્ત્વ પરમાત્મા છે .
એટલે તેમાં ફેરફારને અવકાશ નથી. જગતને સુધારવા જવુ ં એ
મ ૂર્ખતા છે . અખાની તત્વદૃષ્ટિએ જાતને સુધારવી તે વધારે મહત્વનુ ં
છે . સામાન્યપણાનો વૈભવ એ આત્માનો વૈભવ છે . વિશિષ્ટપણુ ં એ અહં
વધારનારું છે . વિશિષ્ટપણાનો વૈભવ એ અહં(ego)નો વૈભવ છે .

‘‘જેમ મીનને તરવુ ં તે સહેજ, પંખી જેમ આકાશે સ્હેજ;


તેમ જ્ઞાતાને સાધન તે સ ૂઝ, એમ અખા સાને કરી બ ૂઝ.’’

(છપ્પા નં. 286)

અખાએ ગુરુનો મહિમા ખ ૂબ ગાયો છે ; પરં ત ુ તેઓ માત્ર ગુરુ ઉપર જ


નિર્ભર થવાનુ ં કહેતા નથી. વસ્ત ુત: આત્માનુભ ૂતિનો માર્ગ એકલવાયો
છે . આ માર્ગ ઉપર મુસાફરી જાતે કરવી પડે છે . ગુરુ દૃષ્ટિ આપે,
સમજણની કચાશ દૂર કરે , પરં ત ુ હૃદયબળ તો પોતાની અંદરથી જ
પ્રગટવુ ં જોઈએ. અખા ભગત કહે છે કે અધ્યાત્મ એ વ્યક્તિગત
શોધનો પ્રશ્ન છે ; પોતાની રસવ ૃત્તિ ફર્યા કે ફેરવ્યા વિના જ્ઞાનનો કશો
જ અર્થ નથી.

અખાની તત્વદૃષ્ટિનો સાર મનને પરમાત્મામાં કેમ કરી શમાવવુ ં કિંવા


‘અહં’ને પરમાત્મામાં કેમ કરી ફના કરવો તેમાં રહેલો છે . પરં ત ુ
‘અહં’નો લય એ કાંઈ સહેલી વાત નથી. આ તો વીરતાનો માર્ગ છે .
પોતાના ‘અહં’ને નિર્મૂળ કરવા માટે પ્રેમ જરૂરી છે . અખા ભગત કહે છે
કે પ્રેમ અને પ્રજ્ઞાન હોય તો જ અહં દૂર થાય છે . અખાની સાધના એ
પ્રેમ દ્વારા પરમ અદ્વૈતની સાધના છે . પ્રેમ અને પ્રજ્ઞાન હોય તો જ
અનુભ ૂતિ સુલભ બને છે . અખાએ સાધનામાર્ગના પ્રત્યેક પાસાને
અનુલક્ષીને વાત કરી છે . તે ઘણી જ મહત્વની છે .

‘‘મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ.’’

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;


તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ૬૨૭
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પ ૂજે દે વ;
પાણીને દે ખી કરે સ્નાન, ત ુલસી દે ખી તોડે પાન;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. ૬૨૮

મક્તિ બંધ પ ૂછે મતિમંદ, શોધી જોતાં સ્વે ગોવિંદ;
પ્રાણ પિંડમાં હુ ં કે હરિ, જો જુવે અખા વ ૃત્તિ કરી;
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, આકાશકુસમ
ુ નો નોહે હાર. ૬૨૯
પિંડ જોતાં કો મુક્તજ નથી, ત્રિવિધ તાપ ભોગવે ધરથી;
સકળ ઇંદ્રિપેં છૂટો રમે, રાગદ્વેષ કોઇએ નવ દમે;
સત્ય સંકલ્પ ને અમ્મર કાય, સર્વ રૂપ જાણે મહિમાય;
ુ ુ મન, જાણે તે જાણી લે જન. ૬૩૦
ત્યારે અખા મુમક્ષ
જે ધરી આવ્યો ભૌતિક કાય, દે વ નર નાગ કહ્યો નવ જાય;
કાળસત્તામાં તે ત્યાં ખરો, એ તો મન કાઢો કાંકરો;
મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ. ૬૩૧
ગહન ગતિ છે કાળજતણી, જેણે જે જે વાતો ભણી;
તે તેનાં પામ્યાં પરમાણ, પરછંદાની પેરે જાણ;
માંહોમાં દુર્ઘર્ષ અગાધ્ય, અખા જીવને નાવે સાધ્ય. ૬૩૨
અનુભવી આગળ વાદજ વદે , ઉંટ આગળ જેમ પાળો ખદે ;
ઉંટ તણા આઘાં મેલાણ, પાળાનાં તો છંડે પ્રાણ;
અખા અનુભવી ઇશ્વરરૂપ, સાગર આગળ શુ ં કૂદે કૂપ. ૬૩૩
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનુ ં જોર;
અખાજ્ઞાની ભયથી કેમ ડરે , જેની અનુભવ પાંખ આકાશે ફરે . ૬૩૪
જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;
અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;
ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી. ૬૩૫
આંધળો સસરો ને સણગટ(ઘુઘટમાં
ં ) વહ,ુ એમ કથા સુણવા ચાલ્યું સહ;ુ
કહ્યું કાંઇને સમજ્યાં કશુ,ં આંખ્યનુ ં કાજળ ગાલે ઘશ્યુ;ં
ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. ૬૩૬
વ્યાસવેશ્યાની એકજ પેર, વિધા બેટી ઉછે રી ઘેર;
વ્યાસ કથા કરે ને રડે, જાણે દ્રવ્ય અદકેરૂં જડે;
જો જાણે વાંચ્યાની પેર, અખા કાં ન વાંચે ઘેર. ૬૩૭
ગજા પ્રમાણે પ્રબોધે જીવ, બંધનમાં રાખે સદૈ વ;
સાચી વાતને સંતજ વદે , તેને મ ૂરખ ઉલટો નંદે;
અખા આંધળે લુટ્ં યો બજાર, સંતગુરુનો એવો વિચાર. ૬૩૮
જગતપ્રમોદી દાઝ ન ટળે , કુવાડામાંથી કાઢે જળે ;
સમજુ ને છે સરખો ભાવ, તે ગુરુના મનમાં અભાવ;
એમ જાણીને રીસે બળે , અખા જ્ઞાનીની નિંદા કરે . ૬૩૯
વિષયી જીવથી પ્રીતજ કરે , તત્વદર્શી ઉપર અભાવજ ધરે ;
ખાનપાન વિષયાદિક ભોગ, તત્વદર્શીને સર્વે રોગ;
અખા તે ગુરુના મનમાં ખરા, જીવ આવકાર દઇ બેસારે પરા. ૬૪૦
ુ ુ થઇ બેઠો શેનો સાધ, સ્વામીપણાની વળગી વ્યાધ;
ગર
તે પીડાથી દુઃખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો;
વાયક જાળમાં ઘુચ
ં વી મરે , અખા જ્ઞાનીનુ ં કહ્યું કેમ કરે . ૬૪૧
જ્ઞાનીને તો સર્વે ફોક, બ્રહ્માદિલગી કલ્પ્યાં લોક;
ત્રણકાંડ કાળની માંડણી, તત્વવેત્તાએ એવી ગણી;
તેની વાત ન જાણે ગ ૂઢ, અખા ગુરુ થઇ બેઠો મ ૂઢ. ૬૪૨
સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ;
શિષ્ય રાખ્યાનો શિરપર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર;
આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શુ ં જાણે જ્ઞાનીની આશ. ૬૪૩
જ્ઞાની ગુરુ ન થાયે કેનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો;
અન્ય જીવની તેને શી પડી, જે તેને ઘેર નિત્ય કાઢે હડી;
સેજ સ્વભાવે વાતજ કરે , અખા ગુરુપણુ ં મનમાં નવ ધરે . ૬૪૪
ુ ુ થઇ મ ૂરખ જગમાં ફરે , બ્રહ્મવેત્તાની નિંદા કરે ;
ગર
ભ ૂતકાળમાં જે થઇ ગયા, તેની મનમાં ઇચ્છે મયા;
અખા વેલી કેમ ટાળે વ્યથા, જે નિત્ય વાંચે મડદાની કથા. ૬૪૫
જે પગલાં અગ્નિમાં જળે , તેને શર્ણે કાળ કેમ ટળે ;
પડતું પક્ષી રાખે આકાશ, એમ પગલાં તે આપે વાસ;
નહિ પગલાંને શરણે જા, ત્યારે અખા ભવની મટે અજા. ૬૪૬
ચરણ શરણ તો ખોટી કરી, વણ ચરણોનો દીઠો હરિ;
ચરણ જળે કે ભ ૂમાં દાટ્ય, શ્વાન શિયાળિયા કરડે કાટ;
તેણી શરણ અખો શુ ં ગ્રહે, જે સમજે તે એવું લહે. ૬૪૭
જોજો રે ભાઇ વાતનુ ં મ ૂળ, પેટ ચોળી ઉપજાવ્યું શ ૂળ;
એક સમે ખર ભાડે ગયો, કાંદા દે ખી ગળિયો થયો;
ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જુતો ઘેર. ૬૪૮
કથા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરિ;
શીખ થઇ ત્યારે આપ્યું શુ,ં નગ્ન થઇ ગયા વનમાં પશુ;
નિસ્પ ૃહીની એવી છે કથા, અખા બીજી પેટ ભર્યાની વ્યથા. ૬૪૯
રઘુ જદુરાજની વાતજ કહે, દત્ત ભરતનુ ં ઓઠું લહે;
અજગરવરતી વનમાં પડ્યા, તે ક્યાંઇથી આવી ચડ્યા;
તેને પોતા સરખા કર્યા, અખા ઘેર ઘેર ઉપદે શ ન કહ્યા. ૬૫૦
દે હાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મ ૂળગું તે ખોય. ૬૫૧
સસાસિંગનુ ં વહાણજ કર્યું, મ ૃગત ૃષ્ણામાં જઇને તર્યું;
વંઝ્યાસુત બે વહાણે ચડ્યા, ખપુષ્પનાં વસાણાં ભર્યા;
જેવી શેખશલ્લીની કથા, અખા હમણાં આગળ એવા હતા. ૬૫૨
ે ૂડ, સામે સામાં બેઠાં ઘ ૂડ;
જ્યાં જોઇએ ત્યાં કૂડક
કોઇ આવી વાત સ ૂરજની કરે , તે આગળ લઇ ચાંચજ ધરે ;
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા;
અખા મોટાની તો એવી જાણ, મ ૂકી હીરો ઉપાડ્યો પાણ. ૬૫૩
લીલા વ ૃક્ષને ઓઠે રહે, જેમ પારાધી પશુને ગ્રહે;
એમ હારને ઓઠે ધ ૂતા ઘણા, ઉપાય કરે કનક કામની તણા;
અખા ગુરુ શુ ં મ ૂકે પાર, જેના શિષ્ય ગદર્ભ ને ગુરુ કુંભાર. ૬૫૪
અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો;
કામબાણ ન શક્યો જાળવી, રડવડતી એક આણી નવી;
શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહિ ને ઘર નવ રખ્યો. ૬૫૫
ગોરીના થાવા વડભાગ, માતા પાસે આજ્ઞા માગ;
બળદની તે કેમ થાય ગાય, મ ૂરખ મિથ્યા કરે ઉપાય;
જ્ઞાનવિના તે સાધન એવા, અખા તેમાં ન લેવાદે વા. ૬૫૬
સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ;
સૌનાં નેત્રો ફૂટિ ગયાં, ગુરુ આચાર્યજ કાણા થયા;
શાસ્ત્ર તણી છે એકજ આંખ્ય, આ અનુભવની ઉઘડી નહિ ઝાંખ્ય. ૬૫૭
ંુ મુડાવી
મડ ં હરિને કાજ, લોક પ ૂજે ને કહે મહારાજ;
મન જાણે હરિએ કૃપા કરી, માયામાં લપટાણો ફરી;
સૌને મન તે કરે કલ્યાણ, અખા એને હરિ મળ્યાની હાણ. ૬૫૮
જ્ઞાતાનો એવો ઉપદે શ, પંચના ગુરુ તે સઘળો વેશ;
ઘરઘર મહાત્મ્ય વધારતા ફરે , દામચામનાં જતનજ કરે ;
અખા જ્ઞાતાની ન માને વાત, સાચું કહેતાં ખીજે સાત. ૬૫૯
હરિને કાજે ઘાટજ ઘડે, નિજ સ્વરૂપથી પાછો પડે;
પાણો કે હુ ં પર્વત લહ,ુ ં એ આશ્ચર્ય તે કેને કહ;ુ ં
અખા થકી તે બીજો હરિ, જેમ પર્વતમાંથી પાણજ ખરી. ૬૬૦
જાણપણમાં જાડા થયા, ડહાપણ ડોળી રાબડ રહ્યા;
નીર હતું તે કીચમાં ગયુ,ં આત્મથકી તે અળગું રહ્યુ;ં
છે તો ઘણો નવ દીસે ચંદ, કહે અખો માયાનો ફંદ. ૬૬૧
અનંત કળામાં અદકા ખરા, બ્રહ્મવેત્તા એ સૌથી પરા;
વેદ બ્રહ્માએ પ ૂજ્યા હરિ, તેથી લક્ષ તજજ્ઞનો દુરી;
ભ ૂતભવિષ્ય ને અજપાજપ, અખો નહિ તો શેનો થાપ. ૬૬૨
વષ્ણવ ભેખ ધારીને ફરે , પરસાદ ટાણે પત્રાવળાં ભરે ;
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝાં ખાય;
કીર્તન ગાઇને તોડે તોડ, અખો કહે જુવાનીનુ ં જોર. ૬૬૩
જ્યારે મન પામ્યું નિજભાન, ત્યારે સર્વ થયું સમાન;
સપ્તપુરી મધ્ય મારૂં આડ્ય, સર્વસ્વ હાર્યે ભાગે જાડ્ય;
જેમ કરી કવાથ રોગીને વિષે, પણ અખા અરોગી સર્વે ભખે. ૬૬૪
કે આળસે કે ક્રોધ થયો, વાટે વેષ પેરીને ગયો;
નહિ મહેનત વેઠે નહિ શાય, વંદે વિશ્વ એ ફ્ળ મહિમાય;
હરિને અર્થે એક વિચાર, અખા સમુ ં પડે તેમ રહે સંસાર. ૬૬૫
જાય સમુળો સઘ સંસાર, કરતાં આત્મતત્વવિચાર;
અન્ય ઉપાય નથી એ જવા, સામા બંધ બંધાય નવા;
કર્મ કરતાં ન આવે છે ક, અખા વિચારે ન મળે શેષ. ૬૬૬
અખા વસ્ત ુ વિચારે બ્રહ્મ, અંતરભ ૂત જાણવા કર્મ;
જેમ પ્રત્યક્ષ પોગર દીસે લોહમાંય, ગાળે ત્યારે ફીટી જાય;
પાછો વળી ઘડાયે ઘાટ, તેમનો તેમ પોગરનો ઠાઠ. ૬૬૭
તેજ લોહનુ ં જ્યારે દર્પણ કરે , શિકલ કરીને મશકલો ફરે ;
તેજ નીકળે પોગર ઢંકાય, આપોપું દિસે તે માંય;
અખા જ્ઞાનની એવી પેર, કોટી જુગે કાં આજ આદે ર્ય. ૬૬૮
લોહ ગળતે દીસે પોગર ગળ્યા, ઘાટ થાતાં તે પાછા વળ્યા;
અહંતારૂપી લોહ છે સદા, ઘાટ થયા વિના ન રહે કદા;
અખા અહંતા લોઢુ ં માર્ય, મર્યા પછી તે તરશે વાર્ય. ૬૬૯
જે જળમાં લોહ બુડી જત,ું તે ઉપર દીસે રમત;ું
તેમ ભવસાગર હરિસાગર થયો, જ્યારે આપોપાનો ભારજ ગયો;
અખા મધ્યથો જા ત ું ટળી, બંધ ને મોક્ષ થકી ક્ષમા મળી. ૬૭૦
અખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ;
જેમ બાધું જોતાં એકજ ઝાડ, વિગતે જોતાં ભાંગે જાડ્ય;
રં ગ સ્વાદ પત્ર ફળ ફુલ, સદગુરુ મળે તો ભાંગે ભ ૂલ. ૬૭૧
ે ી રિદ્ધિ;
જાગ જોગ મંત્ર ફ્ળ ને સિદ્ધિ, એ બ્રહ્મઉદર માંહલ
અંશીનર ઉંઘ્યો આપમાંહ,ે સ્વપ્ન ભોગવે ત્રણ તાપ ત્યાંહ;ે
વિધિસહિત પરબ્રહ્મને જાણ, ત્યારે અખા ટળે ભવતાણ. ૬૭૨
આત્મલક્ષમાં નહિ પર આપ, વણસંતાને કેનો બાપ;
વણજોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;
અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય. ૬૭૩
બ્રહ્મજ્ઞાની બહુ ભેળા થઇ, બ્રહ્મના દે શની વાતજ કહી;
બ્રહ્મવિધા રહી બ્રહ્મને દે શ, પોતામાં નવ આવ્યો લેશ;
થઇ થઇ વાતો સહુ કોઇ કહે, અખા અણચવ્યો કોકજ રહે. ૬૭૪
અણચવિયાનાં એ એંધાણ, જે સારાં માઠાં ઝીલે બાણ;
અધ્યાત્મ ન જાણે આત્માથકી, નોખો નોખો કહે છે બકી;
પોતે જાણે હુ ં આત્મવેત્તા થયો, તે થાવામાં દે હભાગજ રહ્યો. ૬૭૫
પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ મ વીંચ;
અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યાં નામ;
સગુણ નિર્ગુણ એ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ. ૬૭૬
પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ;
પોતે ટળ્યા વિના શા કામના, એતો અકૃતે વધારી કામના;
કહે અખો કાં ફોક્ટ ફુલ, ભણ્યા ગણ્યા પણ ન ટળી ભ ૂલ. ૬૭૭
ભણ્યા ગણ્યા તો તે પરમાણ, જો જાણપણુ ં ટાળીને જાણ;
મ ૂળ સ્વરૂપે જે કોઇ થયો, તેને ભણ્યાનો સ્વભાવ ગયો;
અખા એમ સમજ્યા તે મહંત, તેને સત્‌ચિત્‌આનંદ વદે વેદાંત. ૬૭૮
વેદાંતે વાત વિચારી અસી, ને શ્રોતા વક્તા સમજ્યા જસી;
વેદાંત વાયક મોટો ભેદ, આસુરીનો કર્યો ઉચ્છે દ;
દૈ વી તો છે ધણીનુ ં રૂપ, અખા આસુરી ઉંડો કૂપ. ૬૭૯
આસુરી દૈ વીને ગડબડ થઈ, દીસે દૈ વી તેમાં આસુરી રહી;
માટે જ્ઞાની ટળતા ફરે , જેમ રૂડે ઘેર જાતાં શ્વાનથી ડરે ;
અખા શ્વાન જો પ્રલય થાય, તો રૂડાને ઘેર રૂડો જાય. ૬૮૦
ઘર તો સઘળાં રૂડાં કર્યા, ત્યાં અસુરીરૂપે ભસે કૂતરાં;
સમજુ ઘણાં પણ શ્વાનનો સંગ, વણટેવે જેમ વણસે રં ગ;
અખા આસુરી કૂતરાં જાણ, આશાની ભક્તિ મોટી હાણ. ૬૮૧
નિરાશી ભક્તિ જે કોઈ કરે , તેન ુ ં સેજે કારજ સરે ;
સ્વરૂપ તે અરૂપે અદ્વૈત થાય, દ્વૈતાદ્વૈતનો લેશ જ જાય;
આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ. ૬૮૨
અહંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિવડે આદરો;
ગવરાવ્યા જશ હરિના ગાઓ, હરિના છો ને હરિના થાઓ;
અહંકૃતે અણછતા ન થયા, છતા ધણીથી છે ટા રહ્યા. ૬૮૩
છતો ધણી ત ું છબીલો જાણ, જેની શોભે સઘળે વાણ;
છતો ધણી છે વાણીરહિત, છતો ધણી છે શબ્દાતીત;
એમ વાચ્ય અવાચ્ય જેને સબળું ઠર્યું, અખા તેહનુ ં કારજ સર્યું. ૬૮૪
સાચો મારગ જે કોઇ લે, મિથ્યા મારગ મ ૂકી દે ;
ુ ે અહોનિશ ધાય, ટળને બાંધણે બાંધ્યો ન જાય;
અટળ વસ્તન
ટળમાં રહે અટળશુ ં પ્રીત, અખા એવા એવા પુરુષની થાશે જીત. ૬૮૫
જાણી વસ્ત ુ ને ઉપનો વૈરાગ્ય, અણછત ું આવ્રણ ન પામે લાગ;
ઓળખ્યા ચોર ને સાવચેત થયા, વળતા તે તો કૂશળ રહ્યા;
અચેતને ચોર લુટી ગયા ભાઇ, સાવચેતને ઘેર આનંદ વધાઇ. ૬૮૬
અખા નો જીવનકાળ મોગલ શાસન ના ગુજરાત ના સુવર્ણ સમય માં હતો.
આ સલ્તનત ના સમય ના ત્રણ મહાન સાહિત્યકારો માં અખા નુ ં સ્થાન હત.ું
અખો અખા ભગત ના નામે પણ ઓળખાય છે . તેન ુ ં મ ૂળ નામ અખેરામ હત.ું

અખા નો જન્મ ગુજરાત ના અમદાવાદ ના દક્ષિણે આવેલા જેતલપુર માં ઈ. સ. ૧૫૯૧ માં સોની
રહીયાદાસ ના ઘરે થયો હતો.અખો જન્મે અને વ્યવસાયે સોની હતો.

પંદર સોળ વર્ષ ની વયે પિતા રહીયાદાસ તથા બે ભાઈઓ અખેરામ અને ગંગારામ તથા બહેન ધામસી
સાથે વ્યવસાયાર્થે જેતલપુર થી અમદાવાદ ના ખાડીયા માં દે સાઈ ની પોળ માં આવીને વસ્યા હતા.
આજે પણ દે સાઈ ની પોળ નુ ં એક મકાન “અખા ના ઓરડા” તરીકે ઓળખાય છે .

અખા નુ ં કૌટુંબીક જીવન ઘણુ ં સંઘર્ષ ભર્યું હત.ું બાળપણ માં માતા ની છત્રછાયા ગુમાવી અને
ઓગણીસ વર્ષ ની વયે પિતા સ્વર્ગવાસ પામ્યા. ટૂંક સમય માં એક ની એક બહેન મ ૃત્યુ પામી.

બાળ વયે લગ્ન કર્યા હતા તે પત્ની નુ ં યુવાન વય માં મ ૃત્યું થયુ.ં
ત્યારબાદ અખાએ બીજા લગ્ન કર્યા તેમાં પણ નીસંતાન પત્ની વિયોગ થયો.

જહાંગીર ના સમય ની અમદાવાદ ની એક સરકારી ટંકશાળ માં અખાએ ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો.
તે સાબિત કરે છે કે તેના માં વ્યવસાયિક અને વ્યહવારિક કુશળતા ઓ ઘણી હતી.
ત્યાં કોઈ એ ફરિયાદ કરી કે અખો સોના ના સિક્કા માં ભેળસેળ કરે છે
એટલે અખા ને જેલ ની સજા થઇ પાછળ થી અખો નિર્દોષ છૂટ્યો.

અખાએ એક ધર્મ ની બેન માનેલી હતી. એ બેને અખાને ત્યાં ત્રણસો રૂપિયા રાખેલા.
તેણે અખા ને સોના ની કંઠી બનાવી આપવા કહેલ ું અખો કુશળ કારીગર હતો અને
બહેન પ્રત્યે ના ભાવ ને કારણે ગાંઠ ના સો રૂપિયા ઉમેરી સારી કંઠી કરી આપી.

પણ કોઈ એ બેન ના મન માં વહેમ નાખ્યો કે સોની નો શુ ં વિશ્વાસ?


એટલે તેની માનેલી બેને બીજા સોની પાસે કાપ મુકાવ્યો સોનુ ં સાચું નીકળ્યું
બાઈ પસ્તાઈ તેણે સોની ને કાપ સરખો કરવા કહ્યું પણ કંઠી ઉપર નો કાપ સરખો થયો નહિ
આથી બાઈ કંઠી લઇ અખા પાસે ગઈ ત્યાં અખાએ બધી વાત બેન પાસેથી કઢાવી લીધી.
આ સાંભળી અખાને ખુબ દુઃખ થયુ.ં
જીવન ના આવા પ્રસંગો ને કારણે અખાને સંસાર પરથી વિશ્વાસ ઊઠી ગયો.
સંસાર ના અવિશ્વાસ અને સ્વાર્થની આગથી અખાને સમાજ અને વ્યવસાય પરથી મન ઊઠી ગયુ.ં
અખાએ સોની કામ નાં બધાં ઓજાર કુવા માં ફેંકી દીધાં અને અનંત જ્ઞાન ની તલાશ માં નીકળી પડ્યો.

અખો બહુ ભણેલો નહિ પણ ભારતભર માં ભ્રમણ કરી અલગ અલગ સંપ્રદાયોથી સારો એવો પરિચિત
થયેલો એ તેણે રચેલી વિપુલ સાહિત્ય રચનાઓ પરથી સિધ્ધ થાય છે .

અખો એક ધર્મી નહોતો અને મ ૂર્તિપ ૂજા અવતારો માં માનતો નહિ
બલ્કે તે મધ્યકાલીન યુગ નો સમાજ સુધારક અને
બધા સંપ્રદાયો ને જોડનારો સમન્વયવાદી અને એક ઈશ્વર વાદી હતો.

કવિ દલપતરામ મ ૂર્તિપ ૂજા માં માનનારા સ્વામીનારાયણ સંપ્રદાય ના ચુસ્ત અનુયાયી હોવા છતાં તેમણે
અખાની પ્રસંશા કરી છે .
અખો કુળધર્મે વૈષ્ણવ હતો તેથી ગોકુલધામ જઈ શ્રી ગોકુલનાથજી મહારાજ પાસે દીક્ષા લીધી
આ ગુરુ ઢોંગી નીકળતાં અખો કહે
ગુરુ કીધા મેં ગોરખનાથ,
ઘરડા બળદ ને ઘાલી નાથ.
ધન લે ને ધોખો નવ હરે ,
એ ગુરુ કલ્યાણ શુ ં કરે .
ત્યાં થી ચાલી નીકળી અખો અનંત જ્ઞાન ની તરસ છીપાવવા કાશી ગયો
.
કાશીમાં ગંગાજીના કિનારે એક સંત મહાત્માની પર્ણકુટિ છે .
પર્ણકુટિમાં સંત પોતાના પસંદ કરે લા ખાસ શિષ્યોને વેદવિદ્યાનુ ં ગ ૂઢ જ્ઞાન આપી રહ્યા છે .
મધરાતનો વખત છે . ગુરુ ઉત્સાહમાં બોલે જાય છે . પણ સામે બેઠેલા શિષ્યો ઊંધનાં ઝોંકાં ખાય છે
ને હોંકારો ભણી શકતા નથી.

ગુરુએ પ ૂછ્યુ-`
ં માયાનુ ં સ્વરૂપ મેં સમજાવ્યુ;ં હવે તમે શુ ં સમજ્યા એ કહો?
કંઈ જવાબ મળ્યો નહિ. ગુરુએ ફરી પ્રશ્ન કર્યો, કંઈ જવાબ નહિ.
શિષ્યો ઊંધતા હતા, કોણ જવાબ આપે?

ત્યારે ગુરુથી એક નિસાસો નખાઈ ગયો.


એટલામાં પર્ણકુટિની બહારથી અવાજ આવ્યો`ગુરુદેવ, આજ્ઞા કરો તો આ સેવક આપના પ્રશ્ન નો
જવાબ આપે?

ગુરુ ચમક્યા. એકદમ ઊભા થઈને એ બહાર આવ્યા.


એક મેલો ઘેલો માણસ એમના પગમાં ઢગલો થઈને પડયો ને
બોલ્યો` ગુરુજી ક્ષમા કરો હુ ં રોજ છુપાઈને આપનો ઉપદે શ સાંભળું છું.
ગુરુએ વહાલથી એને ભેટી પડી કહ્યુ`ં બહાર નહિ, હવે અંદર મારી સામે બેસજે
હુ ં તને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું.

'આ ગુરુન ુ ં નામ બ્રહ્માનંદ અને તેમણે જેને શિષ્ય તરીકે સ્વીકાર્યો તે અખો ભગત.
અખો બ્રાહ્મણ નથી, વૈશ્ય છે એવું જાણી આ પહેલાં ગુરુએ એના વેદવિદ્યા શીખવવાની ના પાડી હતી,

પણ હવે એમણે જોયું કે મારા બ્રાહ્મણ શિષ્યો કરતાં યે અખામાં જ્ઞાનની તરસ વધારે સાચી ને ઊંડી છે ,
એટલે એમણે એને સ્નેહથી જ્ઞાનદાન કરવા માંડયુ.ં અખો જ્ઞાની, વેદાન્તી બની ગયો.

આમ અખા ને વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ઊંડી સાધના ના સમન્વય થી આત્મજ્ઞાન થયુ.ં
મુખ માં સરસ્વતી બિરાજમાન થયાં અને વાણી ખીલી .
આ સાથે અખાએ છપ્પા લખવાનુ ં અને ચાબખા મારવાનુ ં શરૂ કર્યું.
અખા ની તમામ રચનાઓ મુખ્યત્વે સમાજ માં રહેલા અવિશ્વાસ, આડંબર
અને ઠગબાજીઓ પ્રત્યે નો તિરસ્કાર દર્શાવે છે .

અખાએ જીવનકાળ દરમ્યાન ૭૪૬ છાપ્પાની રચના કરે લ છે .તેની પ્રચલિત રચનાઓ આ પ્રમાણે છે .

1. અખાના છપ્પા.

2. અખાના પદ.

3. અખે ગીતા.

4. અનુભવ બિંદુ.

5. કૈ વલ્યગીતા.

6. ગુરુ શિષ્ય સંવાદ.

7. ચિત્ત વિચાર સંવાદ.

8. પંચીકરણ .

9. બહમ લીલા.

10. સંત પ્રિયા.

11. અખા ના સોરઠા.

આમ ૧૧ ભાગ માં વહેચાયેલી છે .

લક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;

તીરથ ફરી ફરી થાકયાં ચરણ , તોય ન પહોંચ્યો હરિને શરણ;

કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.


એક મ ૂરખને એવી ટેવ , પથ્થર એટલા પ ૂજે દે વ;
પાણી દે ખી કરે સ્નાન , તુલસી દે ખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત , ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

જો જો રે મોટાના બોલ , ઊજડ ખેડે બાજ્યું ઢોલ.


અંધ અંધ અંધારે મળ્યા , જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી , કહે અખો એ વાતો અમે જાણી.

(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનુ ં
સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો
બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )

દે હાભિમાન હત
ૂ ો પાશેર , તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો , ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય , આત્મજ્ઞાન મ ૂળગું ખોય.

( પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ ગ્રામ,મણ=વીસ કિલોગ્રામ )

સસાશિંગનુ ં વહાણ જ કર્યું , મ ૃગત ૃષ્ણામાં જઈને તર્યું;


વંધ્યાસુત બે વા ’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા , અખા હમણાં ને આગળ એવા હતા.

( સસલાના શિંગડાનુ ં વહાણ, મ ૃગજળમાં તરવુ,ં વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરં ગી
વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે
વેધકતાથી સમજાવી છે .)

આંધળો સસરો ને સરં ગટ વહુ , એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.


કહ્યું કાંઈ ને સમજ્યું કશુ ં , આંખનુ ં કાજળ ગાલે ઘસ્યુ.ં
ઊંડો કૂવો ને ફાટી બોક , શીખ્યુ-ં સાંભળ્યું સર્વે ફોક.

( સરં ગટ=ઘ ૂમટો તાણેલી, બોક= ડોલ )

અખામાં અચાનક હરિ પરગટ થયો!' પછી બ્રહ્માજી ની પેઠે એની વાણી ઊઘડી.
એ કહે છે `ત્યાર પછી ઊધડી મુજ વાણ! અચ્ય ૂત આવ્યાનુ ં એ એંધાણ
હુ ં તો જેમ દારની પ ૂતળી, તે ચાળા કરે અપાર,
પણ કાષ્ઠમાં કાંઈયે નથી, એ તો કળ ચાંપે સ ૂત્રધાર

અખો તો માત્ર કઠપ ૂતળી છે ; સ ૂત્રધાર નચાવે તેમ નાચે છે . કવિતા કરનાર, ગ્રંથ લખનાર આ અખો
ુ ા હાથન ંુ વાજિંત્ર છે . વગાડનારો શ્રી હરિ છે . વાજુ ં વાગત ંુ દે ખાય છે , પણ
નથી, અખો તો માત્ર પ્રભન
એ કરામત વાજાની નથી, વગાડનારની છે .

નાથ નિરં જન ગ્રંથ કરતા, અખો તે નિમિત્ત માત્ર,


જેમ વાજુ ં દીસે વાજત,ું પણ વજાડે ગુણપાત્ર

અખો ગુરુવાદનો વિરોધી નથી, પણ બાહ્ય ગુરુ કરતાં એ આત્મા-ગુરુને વધારે માને છે .

એ કહે છે ` જે નરને આત્મા-ગુરુ થશે, કહ્યું અખાનુ ં તે પ્રીછશે


સાથે સાથે તે કહે છે

કહે અખો સહુ કો સુણો,


જો આણો માયા અંતને,
તો આપોપું ઓળખો, (આપોપુ=પોતાની
ં જાત ને -આત્માને)
સેવો હરિ-ગુરુ-સંતને

હરિ-ગુરુ-સંત મળવા મુશ્કેલ છે . અખાને ઢોંગી ગુરુઓનો કડવો અનુભવ થયો હશે એટલે એણે ગુરુના
નામ પર કેટલાક ચોબખા માર્યા છે

અખા એ ગુરુ શુ ં મ ૂકે પાર, જેના શિષ્ય ગર્દ ભ ને ગુરુ કુંભાર


પોતે હરિને જાણે ન લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ

જેમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘર આપ

દે હાભિમાન હતું પાશેર, વિદ્યા વધતાં વધ્યું શેર,


ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો

ઊઘ્યો કહે, ઊંધ્યો સાંભળે , તેણે જડપણુ ં બેન ુ ં નવ ટળે ,


જેમ ચિત્રામણના દીવા વડે, કેમ રાત અંધારી દૃષ્ટે પડે?

પ્રાપ્ત રામ કરે તે ગુરુ, બીજા ગુરુ તે જાણો વરૂ


ધન હરે , ધોખો કરે , એ ગુરુ કલ્યાણ શુ ં કરે ?
શાસ્ત્રનો મર્મ નહિ સમજનારા અને વ્યર્થ વાદવિવાદ કરનારા પંડિતો પ્રત્યે અખાને ભારે નફરત છે .
એ કહે છે

અંધે અંધ અંધારા મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા,


ઘેંસ ન થાય, ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી

પંડિતને પંડિતાઈનુ ં જોર, પણ અતઃકરણમાં અંધારું ધોર


સંસ્કૃત બોલે તે શુ ં થયુ?ં શુ ં પ્રાકૃતથી નાસી ગયુ?ં

ભાષાને શુ ં વળગે ભ ૂર? જે રણમાં જીતે તે શ ૂર


જોજો રે મોટાના બોલ, ઉજ્જળ ખેડે વાગ્યો ઢોલ

શબરી સંસ્કૃત શુ ં ભણી હતી, ભાઈ? ક્યા વેદ વાંચ્યા કરમાબાઈ?


વ્યાધ તો શુ ં ભણ્યો' તો વેદ? ગણકા શુ ં સમજતી હતી ભેદ?

ઓછું પાત્ર ને અદકું ભણ્યો, વઢકણી વહએ


ુ દીકરો જણ્યો
ં ુ ં માંહથ
જો તુબડ ે ી મરે , તો તારે ને પોતે તરે

અખાની જ્ઞાનદૃષ્ટિ સમાજમાં પ્રવર્તતાં દં ભ, અજ્ઞાન અને વહેમોની આરપાર જોઈ શકે છે .
ઊંચનીચના ભેદની વ્યર્થતા અને રામ રહીમના ભેદની પોકળતા પણ એ સમજે છે .

તેથી કહે છે

ઊંચમાં રામ બમણો નથી ભર્યો અને નીચ પિંડ ઠાલો નથી કર્યો
આભડછે ટ અંત્યજની જણી, બામણ વાણિયા કીધા ધણી

શ્વાન શ્વપચ ગૌબ્રાહ્મણ જોય, રામ થકી અળગો નહિ કોય


આપોઆપમાં ઊઠી બલા, એક કહે રામ ને એક કહે અલ્લા

જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામાસામી બેઠાં ધ ૂડ,

કોઈ આવી વાત સ ૂરજની કરે , તો આગળ જઈ ચાંચ જ ધરે .


અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવાં ડાહ્યાં ક્યાંથી થયાં

મરીને માણસ ભ ૂત થાય છે , અને જીવતાથી નહિ બીનારો મરે લાથી બીએ છે ,
એ કેવી વિચિત્ર વાત છે !

અખો કહે છે `કોઈ જાનવર મરીને ભ ૂત નથી થત,ું ને માણસ કેમ થાય છે ?
પશુ મ ૂઓ કો ભ ૂત ન થાય, અખા માણસ કેમ અવગત થાય?

પછી કહે છે ` તારે ભ ૂત ન થવું હોય ને બ્રહ્મ થવું હોય તો મરતાં પહેલાં જ્ઞાન સરોવરમાં ડૂબીને મરતા
પહેલાં જ મરી જા પછી ત ું હરિરૂપ થઈ જશે`

મરતા પહેલાં જાને મરી, પછી જે રહેશે તે હરિ

મારા ગ્રહો નબળા છે કહી માથે હાથ દઈ બેઠેલાને અખો કહે છે


હરિની ભક્તિ કર, હરિનુ ં શરણ લે, પછી ગ્રહો તને શુ ં કરવાના છે ?
ગ્રહો જ બાપડા કોઈ લ ૂલા છે , તો કોઈ કાણા છે ,

હરિજનને ગ્રહ શુ ં કરે ? જે ગ્રહ બાપડા પરવશ ફરે


કાણો શ ૂક્ર ને લ ૂલો શનિ, બ્રહસ્પતિએ સ્ત્રી ખોઈ બાપડી
(શુક્રાચાર્ય ગુરૂ આંખે કાણો હતો,શનિ લંગડો હતો,બ્રહ્સ્પતિ-ગુરૂ ની સ્ત્રી ને ચંદ્ર -સોમ ઉઠાવી ગયો હતો)

અખો કહે છે ભક્તિ જ માણસને તારશે. ભક્તિ પંખી છે , ને જ્ઞાન વૈરાગ્ય એની બે પાંખો છે .
ભક્તિ ગાય છે , ને જ્ઞાન વૈરાગ્ય એના પુત્રો છે . ગાય ઘરમાં આવી એટલે વત્સ પાછળ આવ્યા જ જાણો

ભાઈ, ભક્તિ જેવી પંખિણી, જેને જ્ઞાનવૈરાગ્ય બે પાંખ છે ,


ચિદાકાશ માંહ ે તે જ ઊડે જેને સદ્ગુરુ રૂપી આંખ છે !

એ ભક્તિના બે પુત્ર છે , જ્ઞાન વૈરાગ્ય કહાવે,


જ્યાં ગાય ઘરમાં આવી, સહેજે વત્સ ચાલ્યાં આવે

આમ અખાએ સમાજના સ ૂતેલા આત્માને જગાડયો છે અને એને જ્ઞાનનો રાહ ચીંધ્યો છે .

સ ૂતર આવે તેમ ત ું રહે, જેમ તેમ કરીને હરિને લહે.

ઊનુ ં ટાઢુ ં નહિ આકાશ, પાણીમાં નહિં માખણ છાશ,

બ્રહ્મજ્ઞાન એવું છે અખા, જ્યાં નહિ સ્વામી સેવક સખા.

ઈશ્વર જાણે તે આચાર, એ તો છે ઉપલો ઉપચાર.

મીઠાં મહુડાં માન્યાં દ્રાક્ષ, અન્ન નોય અન્ન માંની રાખ.


સોનામુખી સોનુ ં નવ થાય, અખા આંધળીને પાથરતાં વાણુ ં વાય.

પાને પોથે લખિયા હરિ, જેમ વેળુમાં ખાંડ વિખરી

માયાના મર્કટ સૌ લોક પલકે સુખ ને પલકે શોક.

અખા માયા કરે ફજેત, ખાતાં ખાંડ ને ચાવતાં રે ત.

જ્ઞાની વિહારી ગોપી જશા, તે જ જ્ઞાની જેને ગોપીની દશા.

અખાએ ઘણા ગ્રંથો લખ્યા છે .


એના છપ્પા, `અનુભવબિંદુ' અને `અખેગીતા' જોતાં એ કેવળાદ્વૈત તરફ ઢળતો વેદાન્તી જણાય છે .

એની `બ્રહ્મકુમારી' અજબ છે .

આમ અખો જ્ઞાનવૈરાગ્યનુ ં ગૌરવ કરે છે , અને જ્ઞાનવૈરાગ્ય વગરની ભક્તિને અપંગ કહેછે.
એ જ જ્ઞાન-વૈરાગ્યને એ ભક્તિરૂપે ગાયનાં વત્સ કહે છે .
આમ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય ત્રણેના અલગ વાડા નથી,
પણ એક જ વાત ના ત્રણ પાસાં છે એવું એ સ્પષ્ટ કરે છે .

અખો વિદ્વાન છે , બહશ્ર


ુ ત ુ છે , મહા અનુભવી છે .
એ પ્રચલિત કહેવતો તથા અવનવી ઉપમાઓનો પ ૂરા બળથી ઉપયોગ કરે છે
એટલે એની વાણી ચોટદાર બને છે .

કશામાં દોષો જોવાનો એનો હેત ુ નથી, પણ આત્માના વિકાસમાં ક્યાં નડતર છે એ તો દે ખાડવું જ પડે
ને?

એ વિના રોગનો ઉપાય થાય કેવી રીતે? અખાની વાણી લક્ષ્યવેધી છે .

ગુજરાતી ભાષાના એ એક ઉત્તમોત્તમ કવિ છે , ઉત્તમોત્તમ ભક્ત છે , ઉત્તમોત્તમ જ્ઞાની છે .

`અખેગીતા' ખરે ખર `ગીતા' નામને યોગ્ય છે .


ગુજરાતી ઉપરાંત વ્રજભાષા અને હિંદમાં પણ અખાએ કવિતા કરી છે .

અખાના આત્મદર્શનનુ ં એક ગીત અહી નીચે આપ્યું છે .

શાં શાં રૂપ વખાણુ ં રે સંતો, શાં શાં રૂપ વખાણુ?ં


ચંદા ને સ ૂરજ વિના મારે વાયું છે વાણુ ં સંતો..
નેજા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાગે,
ત્યાં હરિજન બેઠા અમ ૃત પીએ, માથે છત્ર બિરાજે સંતો.

વિના રે વાદળ, વિના વીજળી, જળ સાગર ભરિયુ,ં


ત્યાં હંસરાજા ક્રીડા કરે , ચાંચે મોતિડું ધરિયુ,ં

ઝગમગ જ્યોત અપાર છે , શ ૂન્યમાં ધ ૂન લાગી,


અખો આનંદ શ ુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.

-: અખા ભગત :-
JANUARY 31, 2017 દિવ્યરાજસિંહ સરવૈયા LEAVE A COMMENT

મુખ્યત્વે અખો (૧૫૯૧-૧૬૫૬) ના નામે જાણીતા છે . તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી
ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે . તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક
છે . તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં
થાય છે . અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની
દે સાઇની પોળનુ ં એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે .
જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી
ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે
એક ગુરૂનુ ં શરણ લીધુ.ં પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે , ત્યારે
તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે .
-: સર્જન :-

છપ્પા

આ સાથે તેમણે છપ્પા લખવાનુ ં ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો
તિરસ્કાર જોવા મળે છે .
” એક મુરખને એવી ટે વ,
પથ્થર એટલા પ ૂજે દે વ ”
જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે .

અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે . જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં
વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરં ત ુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ
વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કર્યું છે .
૧} દોષનિવારક અંગવર્ગ

– વેષનિંદા અંગ

– આભડછે ટનિંદા અંગ

– શ્થુળદોષ અંગ

– પ્રપંચ અંગ

– ચાનક અંગ

– સુક્ષ્મદોષ અંગ

– ભાષા અંગ

– ખળજ્ઞાની અંગ

– જડભક્તિ અંગ

– સગુણભક્તિ અંગ

– દં ભભક્તિ અંગ

– જ્ઞાનદગ્ધ અંગ

– દશવિધજ્ઞાની અંગ
– વિભ્રમ અંગ

– કુટફળ અંગ
૨} ગુણગ્રાહક અંગવર્ગ

– ગુરુ અંગ

– સહજ અંગ

– કવિ અંગ

– વૈરાગ્ય અંગ

– વિચાર અંગ

– ક્ષમા અંગ

– તીર્થ અંગ

– સ્વાતીત અંગ

– ચેતના અંગ

– કૃપા અંગ

– ધીરજ અંગ

– ભક્તિ અંગ

– સંત અંગ
૩} સિધ્ધાંતપ્રતિપાદક અંગવર્ગ

– માયા અંગ
– સ ૂઝ અંગ

– મહાલક્ષ અંગ

– વિશ્વરૂપ અંગ

– સ્વભાવ અંગ

– જ્ઞાની અંગ

– જીવ ઇશ્વર અંગ

– આત્મલક્ષ અંગ

– વેષવિચાર અંગ

– જીવ અંગ

– વેદ અંગ

– અજ્ઞાન અંગ

– મુક્તિ અંગ

– આત્મા અંગ
૪} ફલપ્રતિપાદક અંગવર્ગ

– પ્રાપ્તિ અંગ

– પ્રતીતિ અંગ
-: જાણીતી રચનાઓ :-
– પંચીકરણ

– અખેગીતા
– ચિત્ત વિચાર સંવાદ

– ગુરૂ શિષ્ય સંવાદ

– અનુભવ બિંદુ

– બ્રહ્મલીલા બ્રહ્મલીલા

– કૈ વલ્યગીતા કૈ વલ્યગીતા

– સંતપ્રિયા

– અખાના છપ્પા

– અખાના પદ

– અખાજીના સોરઠા
કેટલાક છપ્પા
************

આંધળો સસરો ને બહેરી વહુ,

કથા સાંભળવા ચાલ્યા સહુ

કીધુ કાંઇ ને સાંભળ્યું કશુ,ં

આંખનુ ં કાજળ ગાલે ઘસ્યુ.ં

************

તિલક કરતાં ત્રેપન થયાં,

ને જપમાળાનાં નાકાં ગયાં,

તીરથ ફરી ફરી થાકયા ચરણ,


તોય ન પોહોંચ્યો હરિને શરણ.

કથા સુણી સુણી ફૂટ્યા કાન,

તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

************
એક મ ૂરખને એવી ટે વ,

પથ્થર એટલા પ ૂજે દે વ,

પાણી દે ખી કરે સ્નાન,

ત ુલસી દે ખી તોડે પાન.

એ અખા બહુ ઉતપાત,

ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

*************
દે હાભિમાન હત
ૂ ો પાશેર,

વિધા ભણતાં વાધ્યો શેર;

ચર્ચાવાદમાં તોલે થયો,

ગુરુ થયો ત્યાં મણમાં ગયો;

અખા એમ હલકાથી ભારે હોય,

આત્મજ્ઞાન મ ૂળગું ખોય

******

એક નગરમાં લાગી લાય


પંખીને શો ધોકો થાય

ઉંદર બીચારાં કરે શોર

જેને નહીં ઉડવાનુ ં જોર

અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે

જેની અનુભવ પાંખો આકાશે ફરે

*****

ઊંડો કૂવોને ફાટી બોખ

શીખ્યું સાંભળ્યું સર્વે ફોક

દે હાભિમાન હતો પાશેર

તે વિદ્યા ભણીને વધ્યો શેર

ચર્ચાવાદમાં તોલે થયો

ગુરુ થયો ત્યાં મણમાં ગયો

અખા એમ હલકાંથી ભારે થાય

આત્મજ્ઞાન સમ ૂળું જાય

સો આંધળામાં કાણો રાવ

આંધળાને કાણા પર ભાવ

સૌનાં નેત્રો ફૂટી ગયા

ગુરુ આચાર જ કાણાં થયા


શાસ્ત્ર તણી છે એક જ આંખ

અનુભવની ઉઘડી અખા નહી આંખ

અખો ભગત
અખો ભગત (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુ નિયાના દં ભ અને
પાખંડ દે ખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ
ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ (ચરણ)ના હોવાથી છપ્પા
તરીકે ઓળખાય છે . (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં
એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે . અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ
કોટિના જ્ઞાની કવિ છે . આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર
સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે .
Source: layastaro..com
અખો (૧૭ મી સદી મધ્ય) ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે .સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા
સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે .અખાએ જેતલપુર થી અમદાવાદ વસવાટ કર્યો (૧૬૦૦-૧૬૫૫).આજે પણ ખાડિયાની
દે સાઇ પોળનુ ં એક મકાન “અખાના ઓરડા” તરીકે ઓળખાય છે ,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં
એકની યાદ અપાવે છે .
જીવનના શરૂઆતના ગાળામાં તે સોની હતો. પછીથી પોનાની ધર્મની બહેનથી વિશ્વાસઘાત થતાં તેનો સમાજ પરથી લિશ્વાસ
ઉડી ગયો. તેણે એક ગુરૂનુ ં શરણ લીધુ.ં પણ જ્યારે અખાને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે , ત્યારે તેને ખ્યાલ આવ્યો કે
સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે
છપ્પા
આ સાથે તેણે છપ્પા લખવાનુ ં ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલ આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે . “એક
મુરખને એવી ટે વ, પથ્થર એટલા પ ૂજે દે વ” જેવા છપ્પાઓમાં અખો તે સમયે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને પોતાની ચાબખા
જેવી વાણીના સપાટામાં લેતો જોવા મળે છે .
અખાએ કુ લ ૭૪૬ છપ્પા લખેલ છે . જે ૪૪ અંગમાં,અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ
વિભાગો પાડેલ નથી,પરં ત ુ તેમનાં છપ્પાઓ માં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ આ મુજબ વર્ગિકરણ કરે લ છે .

દોષનિવારક અંગવર્ગ ુ ગ્રાહક અંગવર્ગ


ગણ સિધ્ધાંતપ્રતિપાદક ફલપ્રતિપાદક અંગવર્ગ
અંગવર્ગ
 વેષનિંદા અંગ  ગુરુ અંગ  પ્રાપ્તિ અંગ
 આભડછે ટનિંદા  સહજ અંગ  માયા અંગ  પ્રતીતિ અંગ
અંગ  કવિ અંગ  સ ૂઝ અંગ
 શ્થુળદોષ અંગ  વૈરાગ્ય અંગ  મહાલક્ષ અંગ
 પ્રપંચ અંગ  વિચાર અંગ  વિશ્વરૂપ અંગ
 ચાનક અંગ  ક્ષમા અંગ  સ્વભાવ અંગ
 સુક્ષ્મદોષ અંગ  તીર્થ અંગ  જ્ઞાની અંગ
 ભાષા અંગ  સ્વાતીત અંગ  જીવ ઇશ્વર અંગ
 ખળજ્ઞાની અંગ  ચેતના અંગ  આત્મલક્ષ અંગ
 જડભક્તિ અંગ  કૃપા અંગ  વેષવિચાર અંગ
 સગુણભક્તિ અંગ  ધીરજ અંગ  જીવ અંગ
 દં ભભક્તિ અંગ  ભક્તિ અંગ  વેદ અંગ
 જ્ઞાનદગ્ધ અંગ  સંત અંગ  અજ્ઞાન અંગ
 દશવિધજ્ઞાની  મુક્તિ અંગ
અંગ  આત્મા અંગ
 વિભ્રમ અંગ
 કુટફળ અંગ

અન્ય જાણીતી રચનાઓ

 પંચીકરણ
 અખેગીતા
 ચિત્ત વિચાર સંવાદ
 ગુરૂ શિષ્ય સંવાદ
 અનુભવ બિંદુ
 બ્રહ્મલીલા
 કૈ વલ્યગીતા
 સંતપ્રિયા
 અખાના છપ્પા
 અખાના પદ
 અખાજીના સોરઠા

સંદર્ભ

 પુસ્તક “અખાની વાણી”.પ્રકાશક : સસ્ત ુ સાહિત્ય મુદ્રણાલય,ભિક્ષુ:અખંડાનંદજી દ્વારા.આવ ૃતિ બીજી,સને-૧૯૨૪

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;

તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;


કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
જાહેરાતો

REPORT THIS AD

એક મ ૂરખને એવી ટે વ, પથ્થર એટલા પ ૂજે દે વ;


પાણી દે ખી કરે સ્નાન, તુલસી દે ખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.
(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનુ ં સાધન; કોદરા જુ દા હોય તો એની

ઘેંશ થાય અને તલ જુ દા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે , ન તેલ કાઢી
શકાય. અર્થાત્ કશા કામના નહીં )
ૂ ો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
દે હાભિમાન હત
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મ ૂળગું ખોય.
(પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )

સસાશિંગનુ ં વહાણ જ કર્યું, મ ૃગત ૃષ્ણામાં જઈને તર્યું;


વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
(સસલાના શિંગડાનુ ં વહાણ, મ ૃગજળમાં તરવુ,ં વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરં ગી વાતોના દૃ ષ્ટાંત વડે

અગાઉ અને આજે કે વા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે .)
આંધળો સસરો ને સરં ગટ વહ,ુ એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશુ,ં આંખનુ ં કાજળ ગાલે ઘસ્યુ.ં
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યુ-ં સાંભળ્યું સર્વે ફોક.

You might also like