You are on page 1of 3

સંતાકૂકડી

શ્યામ મને સંતાકૂકડી ભક્તિ ની રમાડે છે

ખખડે કદી મેડી કદી ડામચિયો હલાવે છે

ઘર આખું શોધી ફર્યો બારી બારણાં પાછળ


જોયું

ધક્કો સુધ્ધા ખાઈ આવ્યો શેરી ના નાકા સુધી

ધૂળ ચડી ચોપડિયો ધર્મ ની બધી ફંફોસી કાઢી

તસ્વીરો તારી બધી મનમોહન જોઈ નાખી

ખૂણા ગોખલા ઘર આખા ના તપાસ્યા

પણ સરનામું તારું ક્યાંય પણ જડતું નથી

તને શોધ્યો મેં મહાલયમાં દેવાલયમાં

બ્રજ આખામાં વાવડ તારા મળતા નથી

મંગલા રાજભોગ શયન ની ટેવ છે તને જબરી

રંક ને ત્યાં ક્યાંથી હોય રાય ને ત્યાં


ચોક્કસ મળીશ

આવ બેસ મળવાની વાટાઘાટો કરીયે

પણ શરત સાથે તું આજ સુધી કોઈને મળ્યો નથી

હાર તોરા ઘણા કર્યા તાબીજ ભગવા પહેર્યા

જઈ ને જુદી જુદી પ્રખ્યાત ધર્મ ની


દુકાનોમાં

દાવો તો ધણા હતા કરતા તારી સાથે મેળાપ નો

આજ સુધી તારો મુલાકાત નો સમય કોઈને મળ્યો


નથી

ભટકી રહ્યો છૂ બધે પગેરૂ તારો શોધતો

સગડ તારા પણ મને ક્યારેય જતા નથી

કંટાળી ગયો હોઈશ તું બહુ વેશ ભજવી ને

ક્યાંય તું મારી સાથે પણ ભવાઇ તો કરતો નથી


મોહન ફસાયેલો છું લાગણી ના વંટોળ મા

મારો મોહ નો હનન તું ક્યારે કરીશ

કનૈયા હવાલે કરી દીધી છે તારે નૈયા

વહાણ ના સઢ ઘર તરફ તારા ક્યારે કરીશ

દુષ્ટો નો સંહાર કર્યો પૃથ્વી પર યુગે


યુગે

મારા દુર્ગુણો નો સર્વનાશ ક્યારે કરીશ

શ્યામ કદી બને રામ ક્યારેક પરશુ ઉપાડે છે

ઘરે કમંડલ કદી બની મોહિની લલચાવે છે

દાંતે ઉપાડે ધરા કદી નહોર બતાવે છે

વૈરાગી ને બનાવે સંસારી જ્ઞાનીઓને મોહ મા


નાખે છે

યમુના મા કૂદી પડ્યો કાળિયા દમન માટે

સંસાર દહ માથી મારો ઉદ્ધાર ક્યારે કરીશ

અટવાઈ ગયો છૂ હૂં સંબંધ ના સમીકરણ મા

સગપણ પાક્કો મારી સાથે ક્યારે કરીશ

નથી છૂટતા સંબંધો બંધાયેલા આ દેહ સાથે

આ મોહમાયા માથી તું મને ક્યારે છૂટો કરીશ

આજ તો તારે ત્યાં છપ્પનભોગ ની ઝાંકી છે

મને તો કોઈ ભોગ મા તું દેખાતો નથી

ખેલ તો બહુ ખેલ્યો નાગર વર નટ ની લીલામાં

આ માંકડા ને વૈરાગ્ય ના દોરડા પર કયારે


નચાવીશ

વ્રત તપ ઉપવાસ કીર્તન કર્યા તારા નામના

ફર્યો વૃંદાવન ધામ કર્યો સમાગમ સંતો નો

આંસુ સાર્યા ઘણા કથા વાર્તા સાંભળતા

જંપ રુદિયાને ગિરધર ક્યાંય મળ્યો નથી

તુલસીદલ પંચામૃત નું છે તને વળગણ

મારા વ્યસનો નો અંત તું ક્યારે કરીશ


અત્યાચાર ઘણા બધ્યા દુર્જનો ના આ ધરતી પર

અવતરી ને ગીતા વચન તું પૂરું ક્યારે કરીશ

દીઘી ઘણાને સાંત્વના તે ખભે હાથ મૂકીને

હૂં રડું છું ક્યારનો મને બાથમાં ક્યારે


લઈશ

રાધા તો બેઠી મૂળાધાર માં વાટ જોતી તારી

રાસ રચાવીશ ક્યારે તું મારા સહસ્ત્રાર


માં ભારી

મોહિની લાગી મોહન તારી કેટલા સુર નર મુનિ


ને

ઘેલો થયો છું હૂં ગાંડો ક્યારે કરીશ । ।

વિજયકુમાર નાકામ

હ્યૂસ્ટન ,ટેક્સાસ સયુંક્ત રાજ્ય ઓફ


અમેરિકા

મો . 91 9829361402

You might also like