You are on page 1of 2

STD 10 GUJARATI

તારીખ : 05-08-2023
સમય : 1 કલાક કુલ ગુણ : 30

➤ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. [02]

1. ‘હવે હાલ્યની ઝટ, હાલ્યની, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કે’દી પાદરે પોગાડીશ’ – વાક્ય કોણ બોલે છે ?
(A) મેરામણ (B) ભૂધર વેવાઈ (C) રમઝુ મીર (D) તળશી વેવાઈ
2. શ્રીકૃષ્ણ પરમાત્માએ શું પહેર્યું છે ?
(A) ધોતી (B) કેસરી વસ્ત્ર (C) પીતાંબર (D) નીલાંબર

➤ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. [03]

3. ગવરીના વિદાય પ્રસંગે રમઝુ મીરને કોનું સ્મરણ થાય છે?


4. કબ્રસ્તાનમાંથી કયા છોડની સોડમ આવતી હતી ?
5. મોરલી કાવ્યોમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે?

➤ નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો. ( કોઈ પણ ૨ ) [04]

6. શરણાઈ વગાડતી વખતે રમઝુ મીર સકીનાને કેવી રીતે સાચવતો ?


7. દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે?
8. કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે?

➤ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ( કોઈ પણ ૨ ) [06]

9. ’શરણાઈ નાં સુર’ કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો.


10. રમઝુ મીર નું શબ્દ ચિત્ર આલેખો
11. ‘મોરલી’ કાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો.

➤ સમાનાર્થી શબ્દ વિશે આપેલ સુચના મુજબ લખો. [02]

12. નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું છે?


A. વેદના – મેઘના
B. ઉમંગ – કષ્ટ
C. અચાનક – એકાએક
13. નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું નથી?
A. મિત્ર – દુશ્મન
B. સફેદ – ધોળું
C. કોમલ - લીસું

➤ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. [02]

14. નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત નથી ?


A. તડકો x છાયો
B. પ્રસન્ન x અપ્રસન્ન
C. ભરતી x ઓટ
15. નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત છે ?
A. અવાજ x નાદ
B. વદન x મોઢું

[1]
C. કરમાયેલા x ખીલેલા

➤ સમાસ વિશે આપેલ સુચના પ્રમાણે કરો. [02]

16. ‘જમાઉધાર’ માં કયો સમાસ સમાયેલો છે. ?


A. દ્વન્દ્વ સમાસ
B. મધ્યમપદલોપી સમાસ
C. ઉપપદ સમાસ
17. ‘ત્રિભુવન’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
A. દ્વિગુ સમાસ
B. કર્મધરાય સમાસ
C. બહુવ્રીહિ સમાસ

➤ વિકલ્પમાંથી યોગ્ય જોડણી પસંદ કરો. [02]

18. A. વિષાદ
B. વીશાદ
C. વીષાદ
19. A. મુસાફરી
B. મૂસાફરી
C. મુસાફરિ

➤ સંધિ વિશે આપેલ સુચના મુજબ કરો. [02]

20. નીચેના શબ્દોની સંધિ છોડો. પીતાંબર - ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾


21. નીચેના શબ્દોની સંધિ છોડો. વિદ્યાર્થી - ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾

➤ નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. [02]

22. અછોઅછો વાનાં કરવાં


23. ડાગળી ચસકી જવી.

➤ નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો: [03]

24. ચાર આનીનો જૂનો સિક્કો


25. બેઠા ઘાટની નાની લોટી
26. ગિરિ પર્વત)ને ધારણ કરનાર

----- ALL THE BEST -----

[2]

You might also like