You are on page 1of 26

ગુજરાત મુલકી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો-2002

• અમલ :
• આ નિયમો તા. 15-11-2002 થી અમલી બન્યા છે (નિ-1)

• નિમણૂક માટેની ઉમર:


• ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો (સામાન્ય) ની જોગવાઇઓ ને
આધીન, પેન્શનપાત્ર નોકરીમાં નિમણૂંક માટેની ઉમર 18 વર્ષ થી ઓછી અને 28 થી
વધુ હોવી જોઈએ નહીં (નિ-10)

• શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર:


• ફરજ પર જોડાતી વખતે, અથવા કચેરીના વડા જણાવે તે મુજબ,વધુ માં વધુ 2
માસમાં પરિશિષ્ટ-3 માં સરકારી નોકરી માટે પાત્ર હોવાનું તબીબી
પ્રમાણપત્ર સરકારી કર્મચારી એ કચેરીના વડા ને રજૂ કરવાનું રહેશે (નિ-11).

• પરિશિષ્ટ-3 માં તબીબી તપાસના નિયમો આપેલા છે, જેની મહત્વની


જોગવાઇઓ નીચે મુજબ છે:

• ઉમેદવારની નિમણૂક અથવા રહેઠાણ ના જિલ્લાના સિવિલ સર્જન અથવા તે હેતુ માટે
નિયુક્ત કરેલા તબીબી
• અધિકારી તબીબી આ નિયમમાં આપેલ નમુનામાં પ્રમાણ પત્ર આપશે (નિ-1)

• કચેરી /ખાતાના વડાએ ,ઉમેદવારને અનુસૂચિ-ગ ના નમૂનામાં, ઉમેદવાર નો


હોદ્દો અને તેની કામગીરી ની જાણકારી તબીબી અધિકારી/મંડળ ને આપતો
પત્ર તબીબી તપાસ વખતે સાથે લઈ જવાનો રહેશે (નિ-4)

• ઉમેદવારની શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર કાઢી આપવા બાબતે


અત્યંત કાળજી રાખવાની રહેશે. નિમણૂક અધિકારીએ, શક્ય હોય ત્યારે,
અરજદાર પાસેથી. તેઓને અગાઉ તબીબી સત્તાધિકારીએ સરકારી નોકરી
માટે કડી પણ અયોગ્ય જાહેર કરેલ ન હોવાનું નિવેદન લેવાનું રહેશે
અને તે અનુસૂચિ-ગ ના પત્ર સાથે મોકલવાનું રહેશે (નિ-5)

• રાજ્ય સેવાના ઉમેદવારોને તેમની નિમણૂક બાદ જ તબીબી તપાસ માટે


તબીબી મંડળ પાસે મોક્લ્વના રહેશે (નિ-10)

• સરકારી નોકરીના કોઈ ખાસ ખાતા માટે શારીરિક યોગ્યતાના ખાસ


દ્જોરનો હોય, તો તેની નકલ ઉમેદવારને આપવાની રહેશે, જે ઉમેદવાર
તબીબી તપસ કરનારને આપશે (નિ-14)
• પરિશિષ્ટ- ના નિયમ-3 ના નિયમ નિયમ-1 માં નિર્ધારિત તબીબી અધિકારી આ
પ્રમાણપત્રમાં સહી કરશે. મહિલાઓ માટેનું આવું પ્રમાણપત્ર ખાનગી ગણાશે
(નિ-12)

• અમદાવાદ, જામનગર, વડોદરા અને સુરત માં એક સ્થાયી તબીબી મંડળ રહેશે (નિ-13)

• હંગામી કર્મચારીને, જો નિ-11 પ્રમાણે, 6 માસ કે કચેરીના વડાએ ફરમાવ્યું


હોય તો 2 માસ માં શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર રજૂ ન કરે તો
નોકરીમાં ચાલુ રાખી શકશે નહીં.. આ રીતે છૂટા કરવાની જવાબદારી કચેરીના
વડા ની છે. આ પ્રમાણપત્ર ઓડિટમાં તેમજ તે રજૂ કરવાની મુદત પુરી થયા બાદ
ના પ્રથમ પગાર બિલ સાથે સામેલ કરવાનું રહેશે. યોગ્ય અને પૂરતા કારણો હોય
તો, ત્યાર પછીના પગાર બિલ સાથે સામેલ રાખવું (નિ-15)

• છૂટા કરેલ કર્મચારીને , તેમણે અગાઉ રજૂ કરેલ તબીબી પ્રમાણપત્રની


તારીખથી 6 માસમાં પરત લેવામાં આવે તો, તેમણે નવું તબીબી પ્રમાણપત્ર રજૂ
કરવાની જરૂર નથી (નિ-15)

• સરકારી ખર્ચે તાલીમ બાદ નિમણૂક આપવામાં આવતી હોય તેવી સરકારી નોકરી
માટે ના ઉમેદવારને તાલીમમાં પ્રવેશ આપતી વખતે તબીબી પ્રમાણપત્ર વિના
પ્રવેશ આપવાનો રહેશે નહીં (નિ-15)
• કર્મચારીની તબીબી તપાસ કરવામાં આવેલ છે, અને તે શારીરિક રીતે યોગ્ય જાહેર થયેલ
છે, તે હકીકતની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવાની રહેશે. તબીબી પ્રમાણપત્ર
કર્મચારીની નોકરીની કારકિર્દીના અન્ય દસ્તાવેજો સાથે સલામત કબજામાં રખવાનું
રહેશે (નિ-16)

• ધારણાધિકાર:

• કાયમી રીતે કાયમ જગા પર નિમાયેલ કર્મચારી તે કાયમી જગા પર “ધારણાધિકાર” ધરાવે છે.
આ આગઓ બીજી કોઈ જગા પર મેળવેલ ધારણાધિકાર સમાપ્ત થાય છે (નિ-20)

• એક કાયમી જગા પર એક જ કર્મચારી ને કાયમી નિમણૂક આપી શકાય. જે જગા પર કોઈ


કર્મચારીનો ધારણાધિકાર હોય, તે કાયમી જગ પર અન્ય કર્મચારીની કાયમી નિમણૂક કરી
શકાય નહીં (નિ-21)

• નિ-23 હેઠળ મોકૂફ રાખવામા આવ્યો ન હોય,અથવા નિ-26 હેઠળ તબદીલ કકરવા માં આવ્યો ન હોય
તો,, કર્મચારીનો ધારણાધિકાર નીચેના સંજોગોમાં પણ જળવાઈ રહે છે (નિ-22):-

 ફરજો બજાવતા હોય ત્યારે,

 રાજ્યેત્તર સેવામાં હોય કે અન્ય હંગામી જગા પર કામ કરતાં હોય, અથવા અવેજીમાં
બીજી જગાએ કામ કરતાં હોય, અથવા પગાર ખર્ચ બાંધકામ ખાતે કે આકસ્મિક ખર્ચ તરીકે
ઉધારાતું હોય ત્યારે,
 રજા પર હોય ત્યારે, અને

 ફરજમોકૂફી હેઠળ હોય ત્યારે

• નીચેના સંજોગોમાં ધારણાધિકાર મોકૂફ રાખવાનો રહેશે (નિ-23):-

 મુદતી જગા પર કાયમી નિમણૂક અથવા બીજા કોઈ કર્મચારીના મોકૂફ રખાયેલ દ્ધારણાધિકાર વાળી બીજી કાયમી જગા પર
કામચલાઉ ધોરણે કાયમી નિમણૂક આપવામાં આવે ત્યારે

 ભારત બહાર પ્રતિનિયુક્તિ અથવા રાજ્યેત્તર સેવામાં બદલી,

 બીજા સંવર્ગમાં અવેજી થી બદલી અથવા એવા બીજા સંજોગો, કે જેમાં ધારણાધિકાર ધરાવનાર કર્મચારી કાયમી જગા પર
3 વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે ગેરહાજર રહેનાર હોય, તો સક્ષમ અધિકારી પોતાની મુનસફીથી. પરંતુ, બીજા
સંવર્ગમાં બદલી કરાયેલ કર્મચારી 3 વર્ષમાં નિવૃત્ત થનાર હોય તો તેનો ધારણાધિકાર મોકૂફ રાખી શકાય નહીં,

 મુદતી જગા પર ધારણાધિકાર ધરાવનાર કર્મચારી ની અન્ય કમી જગા પર કાયમી નિમણૂક થાય તે સિવાય તેનો મુદતી જગા
પરનો ધારણાધિકાર મોફૂક રાખી શકાય નહીં

 જો કોઈ કર્મચારીનો, સંવર્ગની સિલેકસન ગ્રેડ સહિતની જગાનો ધારણાધિકાર મોકૂફ રાખેલ હોય, તો તે જગા પર બીજા
કર્મચારીની કાયમી નિમણૂક થઈ શકશે અને તે બીજા કર્મચારી, પહેલા કર્મચારી તે જગા પર પાર્ટ ફરે ત્યાં સુધી
કામચલાઉ ધારણાધિકાર ધરાવશે


• ધારણાધિકરણી સમાપ્તિ:

• સંવર્ગ બહારની ધારણ કરેલ જગા પર ધારણાધિકાર મળ્યેથી અથવા કર્મચારીની


જાહેર સેવા આયોગના સભ્ય/અધ્યક્ષ તરીકેની નિમણૂક થાય તે સિવાય, કોઈપણ
સંજોગોમાં ધારણાધિકાર સમાપ્ત કરી શકાય નહીં (નિ-25)

• ધારણાધિકાર વાળી કાયમી જગા પર કર્મચારી ફરજ બજાવતા ન હોય અને તેથી તેનો
ધારણાધિકાર મોકૂફ રાખેલ હોવા છતાં, નિ-27 નિ જોગવાઈઓને આધીન, તેણે તે જ
સંવર્ગમાં ધારણ કરેલ બીજી કાયમી જગા પર તેનો ધારણાધિકાર તબદીલ કરી
શકાય (નિ-26)

• ઓછા પગાર વાળી જગાએ બદલી (નિ-27):

• નીચેના સંજોગો સિવાય, કર્મચારીની બદલી ઓછા પગાર વાળી જગાએ થઈ શકે નહીં:-

 કાર્યક્ષમતાના અભાવે અથવા ગેર વર્તણૂકના કારણે;

 કર્મચારીની લેખિત માગણીથી;


 ધારણાધિકાર વાળી જગા નાબૂદ થવાની અપેક્ષા હોય

પગાર અને ભથ્થાં કઈ તારીખથી અસરકારક બને:

• જો કોઈ કર્મચારી બપોર પહેલાં કોઈ જગનો હવાલો સંભાળે, તો તે દિવસથી


તે જગા પર તેના પગાર અને ભથ્થાં આકારવાના રહેશે; અને બપોર પહેલા જગા
નો હવાલો સોંપનાર કર્મચારીના તે જગા પર પગાર-ભથ્થાં આકરી શકશે
નહીં. પરંતુ, નાયબ કાર્યપાલકની જગા પર સીધી ભરતીથી નિમાયેલ
વ્યક્તિને હવાલો સંભાળવામાં ગાળેલ, 3 દિવસથી વધુ નહીં, ના ગાળા
માટે ખાસ પગાર સિવાયના પગાર-ભથ્થાં આકારવા (નિ-28)

• સરકારી કર્મચારીનો બધો જ સમય સરકારના હવાલે છે. યોગ્ય


અધિકારી તેને કોઈ પણ કામે લગાડી શકે છે; અને તેના માટે કોઈ
વધારાનું મહેનતાણું માગી શકાય નહીં 9નિ-34)

• હંગામી કર્મચારીની નોકરી, નિમણૂક કરનાર સત્તાધિકારી,


નોટિસ આપીને, ગમે ત્યારે સમાપ્ત કરી શકે છે (નિ-35)
• નોકરીમાંથી રાજીનામું (નિ-36):

 નિમણૂક કારના અધિકારીને, 1 માસની નોટિસ આપીને, સરકારી કર્મચારી ગમે


ત્યારે રાજીનામું આપી શકે છે . પરંતુ, 1 વર્ષ થી ઓછી નોકરી વાળા હંગામી
કર્મચારી માટે નોટિસ નો ગાળો 1 અઠવાડીયા નો રહેશે
 કરાર કે બોન્ડની કોઈ શરતો સાથે નિમાયેલા કર્મચારીને ઉપરોક્ત જોગવાઈ
લાગુ પડતી નથી. તેને, કર્મચારી એ સહી કરેલા કરાર કે બોન્ડની શરો લાગુ પડે
છે
 રાજીનામું તેને સ્વીકાર્યા તારીખથી અમલી બને છે. જો નોટિસ સમય પૂરો થતાં
સુધીમાં રાજીનામું સ્વીકારવામાં ન આવે અથવા અસ્વીકારની જાણ કરવામાં ન
આવે , તો નોટિસ નો સમયગાળો પૂરો થતાં તે અમલી બનશે.
 નીચેના કિસ્સાઓ સિવાય રાજીનામાં નો અસ્વીકાર કરી શકશે નહીં;

1. લેણી રકમની ચુકવણી કરવા માં આવી ન હોય;

2. ફરજમોકૂફી હેઠળ હોય;

3. ખાતાકીય/ફોજદારી કાર્યવાહી અપેક્ષિત/ચાલુ હોય


• રાજીનામું નામંજૂર થયેલ કર્મચારીને છૂટા કરવા માં આવશે નહીં

• રાજીનામું અમલી બને તે પહેલા અથવા અસ્વીકાર બાદથી, ગેરહાજર


રહેનાર કર્મચારી ની ગેરહાજરીને બિન-પગારની રજા ગણી ને તેની સામે
ફરજ પરની અનાધિકૃત ગેરહાજરી બદલ શિસ્ત વિષયક કાર્યવાહી થઈ શકશે

• અપવાદરૂપ સંજોગો અંઠવા જાહેર હિતમાં હોય, તે સિવાય રાજીનામું


અમલી બન્યા બાદ તેની નોટિસ પછી ખેંચવાની પરવાનગી આપી શકાશે નહીં

• હંગામી કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવા અંગે

• 1 વર્ષ કરતાં વધુ નોકરી થઈ હોય તેવા હંગામી કર્મચારીએ રાજીનામાં


ની 1 માસની નોટિસ આપવાની રહેછે; 1 વર્ષ સુધીન નોકરી માટે 1
અઠવાડિયાની નોટિસ આપવાની રહે છે. આવા કર્મચારીને, નોટીસના ગાળા
માટે અથવા ખૂટતા ગાળા માટે, નોટિસ -પે આપીને છૂટા કરી શકાય

• સરકાર સિવાયના અધિકારી લીધેલ નોકરી સમાપ્ત કરવાના નિર્ણય ની,


સરકાર 3 માસમાં પોતે અથવા રજૂઆતના આધારે, સમીક્ષા કરીને યોગ્ય
નિર્ણય લઈ શકે છે
• સેવાના રેકર્ડ ની જાળવણી:

• ખાતાના વડાઓના સેવા રેકર્ડની જાળવણી પગાર અને હિસાબ અધિકારી


અમદાવાદ/ગાંધીનગર કરશે (નિ-37)

• રાજયપત્રિત/બિનરાજયપત્રિત કર્મચારીની પ્રથમ નિમણૂક આપવામાં આવે ત્યારે,


નીચેના આપવાદો સિવાય, સેવાપોથી વિના મૂલ્યે 2 નકલોમાં ખોલવામાં આવશે (નિ-38)

 પગાર અને હિસાબ અધિકારી દ્વારા સેવા વૃતાંત/નોકરી રજીસ્ટર રાખવામા


આવતું હોય, તેવા અધિકારીઓએ

 1 વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહેનાર ન હોય તેવે આવેજી/હંગામી


કર્મચારીઓ

 હેડ કોન્સ્ટેબલ થી ઉપરના દરજ્જા ના ન હોય તેવા કર્મચારીઓ

 નશાબંધી અને આબકારી પોલીસદળ સ્ટાફ


 વન ચોકિયાતો

 દરેક પ્રકારના વર્ગ-4 ના કર્મચારીઓ

 સેવાપોથીની એક નકલ કચેરીના વડના કબજામાં રહેશે. બદલીના કિસ્સામાં તે કચેરીના


વડાને મોકલી આપવાની રહેશે. કચેરીના વડા ના કબજામાં રાખવામા આવેલ સેવાપોથીમાં
દરેક નોંધ યોગ્ય રીતે કરીને તેને પ્રમાણિત કરવાની જવાબદારી કચેરીના વડાની રહે
છે

• કર્મચારીને આપવામાં આવતી નકલમાં બધી જ નોંધો થયેલ છે અને તે કચેરીના વડા દ્વારા
પ્રમાણિત કરવામાં આવેલ છે, તેની ખાતરી કરવા કર્મચારીને જણાવવું. કર્મચારી એ પણ
આવી ખરાઈ કરી લેવી

• કર્મચારી પાસેથી, દર વર્ષે, તેની પાસેની સેવાપોથીની નકલ માં તમામ નોધો થયાનો
અને તે અદ્યતન હોવાનો સંતોષ થયો હોવાનો એકરાર કચેરીના વડાએ મેળવી લેવો . આવો
એકરાર મેળવી લીધેલ હોવાનું પ્રમાણપત્ર, દર વર્ષે, સપ્ટેમ્બર માસના અંત સુધી
માં ઉપરી અધિકારીને મોકલવું

• ઉપરોક્ત જોગવાઈઓનુ ઉલંઘન, સેવાપોથી રાખનાર કચેરી/ખાતાના વડા માટે ગુજરાત


મુલકી સેવા (વર્તણૂક) નિયમો-1971, ના નિ-3 મુજબની કર્તવ્ય પરાયણતા નો અભાવ ગણાશે
• સેવા પત્રકો (નિ-39):

• નિ-38 ના આપવાદો સિવાયના કિસ્સામાં, જે કર્મચારીઓની સેવાપોથી રાખવાની


નથી, તેવા કર્મચારીઓ ઓ માટે નિ-47 મુજબના સેવા પત્રક રાખવાના રહેશે. સેવા
પોથી નિભાવવા અંગેની નિ-38 ની બધી જ સૂચનાઓ સેવા પત્રક માટે પણ સમાન
રીતે લાગુ પડે છે

• સેવા પોથીમાં પ્રસંગો તથા :જન્મ તારીખની નોંધ અંગે (નિ-40):

• કર્મચારીની કારકિર્દીને લગતી, બઢતી, ઇજાફા, બદલી, રજા સહિતની તમામ


નોંધો જે તે સમયે નિયમિત રીતે કરીને, તેને આદેશો, પગાર બિલો, રજાના
હિસાબો સાથે ખરાઈ કરીને, કચેરીના વડાએ પ્રમાણિત કરવાની રહેશે. કચેરીના
વડા ના કિસ્સામાં ઉપરી અધિકારી પાસે તેને પ્રમાણિત કરવવાની રહેશે.

• જન્મ તારીખની નોંધ કરતી વખતે નીચેની પદ્ધતિ અપનાવવી:

 દસ્તાવેજી પુરાવા સાથે ખરાઈ કરીને, આધારભૂત દસ્તાવેજ નો પ્રકાર


જણાવતું પ્રમાણપત્ર સામેલ રાખવું
 જન્મના વર્ષની જાણ હોય, પરંતુ તારીખની જાણ ન હોય, તેવા કિસ્સામાં
જન્મ તારીખ 1 લી જુલાઇ ગણવાની રહેશે

 જન્મના વર્ષ અને માસની જાણ હોય, પરંતુ તારીખની જાણ ન હોય, તેવા
કિસ્સામાં તે માસની 16 મી તારીખને જન્મ તારીખ ગણવાની રહેશે

 પોતાની ઉમર આશરે જ કહેવા શક્તિમાન હોય, અને પ્રમાણિત કરનાર


અધિકારીને તેટલી જ ઉમર લાગે, ત્યારે નિમણૂક ની તારીખ થી, તેની વાય
દર્શાવતા વર્ષો બાદ કરીને મળી આવતી તારીખને જન્મ તારીખ ગણવાની
રહેશે

 જે કર્મચારીને તેની જન્મ તારીખ, માસ અને વર્ષની જાણ હોય, અને તે
પોતાની ઉમર આશરે પણ કહી શકતા ન હોય, તેવા કિસ્સામાં પરિશિષ્ટ-3
પ્રમાણે ના તબીબી પ્રમાણપત્ર માં તેના દેખાવ ઉપરથી જણાવેલ ઉમરને
ખરી ગણવાનીરહેશે. અને આવું તબીબી પ્રમાણ પત્ર અપાયાની તારીખે
તેટલી ઉમર ગણીને, તે તારીખથી ઘટાડો કરીને જન્મ તારીખ મેળવવી

 સેવાપોથીમાં એક વાર ઉમર અથવા જન્મ તારીખની નોંધ થઈ ગયા પછી, અન્ય
વ્યક્તિની નિષ્કાળજી અથવા કારકુની ભૂલ સિવાય, તે સુધારી શકશે
નહીં
 સેવા પોથી તૈયાર થઈ ગયા પછી, અજમાયશી સમયગાળો પૂરો થયા પછી કે 5 વર્ષની સળંગ નોકરી
પૂરી થયા પછી, એ બે માંથી જે વહેલું હોય , તે ગળા પછી જન્મ તારીખ સુધારવની વિનંતી
ગ્રાહ્ય રાખી શકશે નહીં . જે કિસ્સામાં અજમાયશી સમય ગાળો ન હોય, ત્યાં 5 વર્ષનો
ગાળો ધ્યાને લેવાનો રહેશે.

 પ્રામાણિક કારકુની ભૂલ ના કિસ્સામાં સરકાર , પાછળથી પણ તે સુધારવા પરવાનગી આપી


શકે છે

 જે તે ખાતાના જિલ્લાના મુખ્ય અધિકારી દેખિત કારકુની ભૂલ, ઉપરોક્ત જોગવાઈઓને


આધીન સુધારી શકશે. અન્ય વિવાદાસ્પદ કારણોસર ના સુધારા અંગે ઉપરી અધિકારીને
માહિતગાર કરવા પડશે

 અંગ્રેજી, હિન્દી, ગુજરાતી કે મરાઠી ભાષામાં સહીન કરી શકનાર કર્મચારી ની,
વ્યક્તિગત ઓળખનં ચિહનોના સેવા પોથી ના કોલમમાં આંગળીઓની છાપો દર્જ કરાવવી.
કાગળની જુદી કાપાલીઓ પર આવા ચિહ્નો લઈને તેને સેવાપોથીમાં ચોંટાડવાના નથી.

 પેન્શનપાત્ર નોકરીને આશ્રકારતી બાબતો, જેવીકે, અસાધારણ રજા, તાલીમ, ફરજ મોકૂફી,
બરતરફી અથવા છૂટા કરવા, ફરજિયાત નિવૃત્તિ, રાજીનામાં બાદ પરત લેવા, અન-અધિકૃત
ગેરહાજરી, વગરે બાબતોની નોંધ સેવા પોથી માં વિશિષ્ટ રંગના પાનાં ઉપર કરીને, તેને
પેંશનના હેતુ માટે ગણતરી માં લેવાની ચ્હે કે કેમ, તેની સ્પષ્ટ નોંધ કરીને
પ્રમાણિત કરવાની રહેશે
 સામાન્ય ભવિષ્ય નિધિ, પેન્શન, જુથ વીમા યોજના, જેવી બાબતો માટે કર્મચારી
આપેલ નિયુક્તિપત્રો સેવાપોથી માં સામેલ કરવાના રહેશે

 જ્યારે કર્મચારીને નીચલી જગા પર ઉતારવામાં આવે, નોકરીમાંથી દૂર કર્વમાં


આવે કે બારતાફ કર્વમાં આવે કે ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવે, ત્યારે આવું
પગલું શિક્ષા તરીકેનું છે કે મહેકમ ઘટાડા ના કારણેનું, તેની નોંધ સેવા
પોથી થાય તે કચેરીના વડા એ અંગત રીતે જોવાનું રહેશે (નિ-41)

 ખાતા ના વડા હુકમ કરે તે સિવાય, ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્રોની નોંધ


સેવા પોથી માં કરવાની નથી (નિ-42)

 કચેરીના વડાએ દર વર્ષે, કર્મચારીને તેની સેવા પોથી બતાવવાની રહેશે અને
કર્મચારી સેવા પોથી તપસ્યા બદલીની સહી તેમાં લેવાની રહેશે. કર્મચારી એ,
ગત નાણાકીય વર્ષ સંબંધે આ કાર્યવાહી કરી છે, તે મતલબનું પ્રમાણપત્ર, દર
વર્ષે સપ્ટેમ્બર માસના અંત સુધી માં ઉપરી અધિકારીને મોકલવું પડશે.
કર્મચારી એ પોતે સહી કરતાં નોકરીની અન્ય બાબતો સાથે તેની સેવાની ખરાઈ
કરીને જરૂરી પ્રમાણપત્ર અપાયેલ હોવાની અને કોઈ છેકછાક હોય, તો તે
પ્રમાણિત કરાઇ હોવાની ખાતરી કરશે. રાજ્યેત્તર સેવામાં હોય, તેવા
કર્મચારીનિ સહી સેવા પોથી માં લેતા પહેલા રાજ્યેત્તર સેવાને લગતી
બાબતોની નોંધો ઓડિટ અધિકારી સેવા પોથીમાં કર્યા બાદ જ મેળવવી (નિ-43).
• બદલી ના કિસ્સામાં, જે કચેરીમાંથી કર્મચારીની બદલી થયેલ હોય, તે કચેરીએ,
બદલી પામેલ કર્મચારીની સેવાપોથીમાં બદલીના પ્રકારની નોંધ કરીને,
સેવાપોથી અદ્યતન કરીને અને કચેના વડા દ્વારા પ્રમાણિત કરીને, બદલી વાળી
કચેરીના વડાને મોકલવી જોઈશે. બદલી વાળી કચેરીએ સેવાપોથી અદ્યતન હોવાની
ખરાઈ કર્યા બાદ જ સ્વીકારવાની રહેશે. કોઈ ત્રુટિ જણાય, તો જે તે કચેરીન એપરત
કરીને તેની પુર્તતા કરવી લેવાની રહેશે. સેવાપોથી બદલી પામેલ કર્મચારીને
આપવાની નથી. (નિ-44)

• રાજ્યેત્તર સેવા પર મોકલવાના કિસ્સામાં, આ રીતે મોકલનાર ખાતા/કચેરીના


વડાની સંબંધિત કર્મચારીની સેવાપોથીમાં નોંધો કરવાની જવાબદારી રહેશે.
પ્રતિનિયુક્તિ પર લેનાર કચેરીએ, જમા કરાવવા પાત્ર ફાળો, જમા કરાવ્યાં નું
પ્રમાણપત્ર એકાઉન્ટન્ટ જનરલની કચેરીએ, સંબંધિત ઉપાડ અને ચુકવણી
અધિકારીને , સંબંધિત કર્મચારીની જાણ હેઠળ મોકવલવાનું રહેશે (નિ-45)

• દર વર્ષે, જાન્યુઆરી માસમાં, કચેરીના વડાએ પોતાની કચેરીની બધી જ સેવાપોથીઓ


અને સેવા પત્રકો (હેડ કોન્સ્ટેબલો અને કોન્સ્ટેબલો સિવાય) ની. ચકાસણી
કરવાની રહેશે, તેમાં કર્મચારીની સેવા સંબંધી નોંધો સચ રીતે થયાની ખાતરી
કર્યા બાદ, પગાર બિલો, ચુકવણી પત્રકો, વગેરે આનુસંગિક રેકર્ડ સાથે સેવાની
ખરાઈ કરીને, સેવા ખરાઈ ના પ્રમાણપત્રો સેવાપોથી/પત્રકોમાં આપવાના રહેશે
સેવાના જે ભાગની ખરાઈ કચેરીના રેકર્ડ સાથે થઈ શકી ન હોય, તેવા બાકાત ભાગ માટે
વિશિષ્ટ નિર્દેશ કરીને કર્મચારીનું નિવેદન તેમાં જ સમકાલીન કર્મચારીઓના
પુરાવા સેવાપોથી/પત્રકો સાથે જોડવાના રહેશે (નિ-46)
• હેડ કોન્સટેબલ થી ઉપરની કક્ષાના ન હોય તેવા, કાયમી/હંગામી પોલીસ
કર્મચારીઓ ના સેવા પત્રકો દરક જિલ્લાના પોલીસ અધિક્ષકે રાખવા. તેમાં,
તેની નોંધણીની તારીખ, ધર્મ, એસસી/એસટી/ઓબીસી વગેરેની નોંધ, ગામ, ઉમર,
ઊંચાઈ, ઓળખનં ચિહ્નો , વગેરે વિગતો નોંધવી. તેનો હોદ્દો, બઢતી, રિવર્ઝન,
બીજી શિક્ષાઓ, રજા કે વગર રજાએ ગેર હાજરી, નોકરીની તૂટ, તેમાં જ પેન્શન
ને અસર કર્તા તમામ બનાવોની નોંધ કરવી.

• ગુજરાત પોલીસ મેનુઅલ ભાગ-1 ના ની-383 જિલ્લાની મુહકયા ભાષામાં રાખવામા


આવેલ રોલ સાથે, તેમાં જ આદેશ પુસ્તક (ઓર્ડર બુક) અને સિકસા અંગે ના
રજીસ્ટર સાથે સેવા રોલ ની ચકાસણી કરીને તેની દરેક નોંધ ઉઓર જિલ્લા
પોલીસ અધિક્ષકે સહી કરવાની રહેશે.

• પોલીસ દળ માં જોડાયા અગાઉની સેવા, જો પેન્શન પત્ર હોય તો, તેના પુરાવા
એકત્ર કરી, આ રોલ ઉપરથી પેન્શન પત્ર નોકરી નક્કી કરવાની રહેશે (નિ-47)

• સેવાપોથી/સેવા રોલ અદ્યતન રીતે નિભાયા હોવાની, તેમાં સેવાની નોંધો


યોગ્ય રીતે કરીને તેને પ્રમાણિત કરવામાં આવી હોવાની, કચેરીના વડાએ
સેવા ખરાઈ ના પ્રમાણ પત્રો યોગ્ય રીતે આપ્યા હોવાની, વગરે બાબતોની
ચકાસણી કરવાની ફરજ ,જે તે કચેરીનું નિરીક્ષણ કરનાર અધિકારીઓની રહેશે
(નિ-48)
• નોકરીમાંથી નિવૃત્ત થતા, રાજીનામું આપતા, કે છૂટા થતા કર્મચારીને
સેવાપોથી /સેવા પત્રક પરત આપવાના નથી (નિ-49)

• જીવન વીમા નિગમની વિનંતી થી, ખાતાના પોતાના વિવેક અનુસાર


કર્મચારીની અંગત માહિતી આપી શકશે (નિ-50)

 સમાપ્ત

You might also like