You are on page 1of 5

Introduction

સૌરાષ્ટ્ર ઇતિહાસના પાને બે અન્ય નામે ઓળખાય છે . સૌરાષ્ટ્રને પેશવા અને ગાયકવાડ ''કાઠેવાડ''
(કાઠીયાવાડ) કહેલ જેથી આ આખા દ્વિપકલ્પનુ ં નામ ''કાઠિવાડ'' પડેલ. મુસ્લિમ યુગમાં ''સોરઠ'' આઝાદી
બાદ અતિ પુરાણુ ં નામ પાછુ ''સૌરાષ્ટ્ર'' સ્વીકારવારવામાં આવેલ.

* સૌરાષ્ટ્રનો દ્રિપકલ્પ ભારતના પશ્ચિમ કાંઠે ૨૦◦-૪૦’ થી ૨૩◦-૨૫’ ઉત્તર અક્ષાંશ અને ૬૯◦-૫’ થી ૭૨◦-
૨૦’ પુર્વ રખાંશની વચ્ચે આવેલ છે . તેન ુ ં ક્ષેત્રફળ લગભગ ૬૧ હજાર ચો.મી. છે . તેની ઉત્તર-દક્ષિણ
લંબાઇ ૨૫૭ કિ.મી. અને પુર્વ-પશ્ચિમ પહોળાઇ ૩૪૬ કિ.મી. છે . તેનો સમુદ્ર કિનારો કુલ ૧૨૦૦ કિ.મી. છે .

સૌરાષ્ટ્ર સૌંદર્ય સાથોસાથ દે શમાં સંતો, શુરાઓ, દાતાઓ અને મહાપુરૂષો, કવિઓ, લેખકોના પ્રદે શ તરીકે
જાણીતો છે .

સૌરાષ્ટ્રમાં કુલ નાની મોટી અંદાજે ૫૩ નદીઓ છે . આ તમામ નદીઓની નોંધપાત્ર બાબત એ છે કે
મધ્યમાં આવેલ બે ગિરિમાળામાંથી જ નિકળે છે .

પ્રદે શ પરિચય : Meaning of Saurashtra

પ્રાચીનકાળથી સૌરાષ્ટ્ર એક સુદર,


ં સમ ૃદ્ધ અને વિશિષ્ટ પ્રદે શ તરીકે જાણીતો છે . તેન ુ ં મહત્વ અનેક
પ્રાચીન ગ્રંથોમાં સ્વીકારવામાં આવ્યું છે .

જાણીતા ઇતિહાસ લેખક ડો.એસ.વી. જાનીએ આ અંગે ખુબ જ ઉંડાણપુર્વક અભ્યાસ કરી લખેલ છે કે, આ
પ્રદે શનુ ં નામ સૌરાષ્ટ્ર કેવી રીતે પડયું તે અંગે જુદા-જુદા વિદ્વાનોએ જુદા-જુદા અનુમાનો કર્યા છે . કોઇએ
સુરાષ્ટ્ર-સારો દે શ) કોઇએ સુર રાષ્ટ્ર (દે વાનો દે શ) કહયો છે . અંગ્રેજ ગ્રંથકારોએ તેને સૌર રાષ્ટ્ર (સુર્યપુજક
લોકોનો દે શ) કહયો છે . આપણા પ્રાચીન ગ્રંથોમાં ''સૌરાષ્ટ્ર'' અને ''સુરાષ્ટ્ર''નો ઉલ્લેખ વારં વાર જોવા મળે
છે . રામાયણના બાલકાંડ અને ક્રિષ્કિંધાકાંડમાં ક્રમશઃ ''સુરાષ્ટ્ર'' અને ''સૌરાષ્ટ્ર''ના ઉલ્લેખ છે . ગુજરાતના
સૌથી પ્રાચીન ઐતિહાસીક એવા જુનાગઢમાં આવેલા ત્રિવંશીય શિલાલેખમાં પણ ''સૌરાષ્ટ્ર''નો ઉલ્લેખ છે .
મુસ્લિમ સમયમાં સૌરાષ્ટ્રનુ ં અપભ્રંશ નામ 'સોરઠ' થયુ.ં અકબરનામા, આઇન-એ-અકબરી અને તવારીખ-
એ-સોરઠમાં 'સોરઠ' નામનો ઉલ્લેખ છે . ગુજરાતના સુલતાનીની સત્તા સૌરાષ્ટ્ર ઉપર સ્થપાયા પછી
સૌરાષ્ટ્રના વિભાગો પાડવામાં આવ્યા હતા. તેમાંથી હાલાર, ગોહિલવાડ, ઝાલાવાડ વિભાગો અલગ પડતા
દક્ષિણ સૌરાષ્ટ્ર 'સોરઠ' ના નામે ઓળખાયો. મુસ્લિમ વિજેતાઓએ સૌરાષ્ટ્રનુ ં પ્રાકૃત નામ 'સોરઠ' સ્વીકારી
લીધું હત.ું તેથી પછીથી જુનાગઢના બાબીવંશના નવાબો 'સોરઠ સરકાર' તરીકે ઓળખાતા.
કાઠિયો ૧૧મીથી ૧૪મી સદી દરમ્યાન સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાના મંતવ્યો પ્રવર્તે છે તેનો સમય નક્કી
કરવા માટે સંશોધન કરવું જરૂરી છે . તેઓ સિંધ માંથી કચ્છમાં થઇ સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌ પ્રથમ
થાનમાં વસ્યા. પછીથી સૌરાષ્ટ્રનો એક મોટો વિસ્તાર તેમણે કબ્જે કરી લીધો હતો. પેશવા અને
ગાયકવાડના લશ્કરો સૌરાષ્ટ્રમાં મુલકુ ગીરી ઉઘરાવવા માટે આવતાં થયા, ત્યારે તેઓને સૌ પ્રથમ
કાઠીઓનો જબરદસ્ત મુકાબલો કરવો પડયો હતો. તેથી મરાઠાઓએ સૌરાષ્ટ્રના મધ્ય અને દક્ષિણ ભાગને
'કાઠેવાડ' (કાઠીવાડ) કહયો. તેના ઉપરથી સમય જતાં આખા દ્રિપકલ્પનુ ં નામ 'કાઠિયાવાડ' પડયુ.ં પછીથી
અંગ્રેજોએ પણ સૌરાષ્ટ્રના પ્રદે શને (કાઠીવાડ) કહયો અને તે નામ ૧૯૪૭માં આઝાદી મળી ત્યાં સુધી
ચાલુ રહયું હત.ું આમ પ્રાચીનકાળમાં આ પ્રદે શનુ ં નામ 'સૌરાષ્ટ્ર', મધ્ય અથવા મુસ્લિમ યુગમાં 'સોરઠ',
બ્રિટીશ યુગમાં તેન ુ ં નામ 'કાઠિયાવાડ' રહયુ.ં ૧૯૪૭માં આઝાદી પછી દે શી રાજયોનુ ં વિલીનીકરણ થયું
અને ફરીથી તેન ુ ં પુરાણપ્રસિદ્ધ પ્રાચીન નામ 'સૌરાષ્ટ્ર' સ્વીકારવામાં આવ્યું છે .

Mountain

પર્વતોઃ સૌરાષ્ટ્રમાં ટેકરીઓ અને પર્વતો ઘણે ઠેકાણે ફેલાયેલ છે , પરં ત ુ જેને પર્વતો કહી શકાય તેવી
હારમાળા બે છે . આ પર્વતમાળા એકબીજાને લગભગ સમાંતર અને સૌરાષ્ટ્રના મધ્યભાગમાં આવેલી છે .
તેમાંથી ઉત્તર તરફની ગિરિમાળા નૈઋત્યથી ઈશાન દિશા તરફ જાય છે અને બીજી દક્ષિણ તરફની
પ ૂર્વથી પશ્ચિમ તરફ જાય છે . પહેલી ઉર્ફે ઉત્તર તરફની ગિરીમાળા ૨૪૦ કિ.મી. લાંબી છે અને તે
પોરબંદરથી ૨૮.૮ કિ.મી. દૂ ર બરડાની ગિરીમાળા રૂપે ૪૯ કિ.મી.ના પરિઘમાં ફેલાયેલી છે . બીજી
પર્વતમાળા ૧૬૦ કિ.મી. લાંબી છે . ઉત્તર તરફની ગિરીમાળા, આ ગિરીમાળાનો મધ્યભાગ ૩૦૫ મીટર
ઉંચો છે . અહીંથી તેના બે ફાંટા પડે છે . ઉત્તર તરફનો ફાંટો માંડવ ડુગ
ં ર તરીકે અને દક્ષિણ તરફનો ફાંટો
ઠાંગાનો ડુગ
ં ર તરીકે ઓળખાય છે . જે ચોટીલા પાસેથી થઈને જાય છે . ચોટીલાનો ડુગ
ં ર શંકુ આકારનો
અને ૩૫૭ મીટર ઉંચો છે . તેનો ઘેરાવો ૩૨ કિ.મી.નો છે .

ગીરનાર પર્વત તરીકે ઓળખાય છે તે ઉજ્જવંત કે રે વતગિરી તરીકે જાણીતો હતો. તે સૌરાષ્ટ્રનો જ નહિ
પરં ત ુ સંપ ૂર્ણ ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે . તેની ઉંચાઈ ૧૧૧૬ મીટર છે . તે ૨૪ કિ.મી. લાંબો અને
૬.૫ કિ.મી. પહોળો છે . ગિરનાર પર્વત ઉપર જૈનોના પ્રસિદ્ધ આરસના મંદિરો આવેલા છે તે ગિરનારની
અંદર ઉત્તરની તળે ટીમાં ભરતવન અને શેષાવન આવેલા છે . ગિરનારની ખીણમાં પ્રાચીનકાળમાં
ગિરીનગરવસેલ ુ હત ું તે હાલ તેની નજીકમાં જૂનાગઢ વસેલ ું છે . ગિરનારની તળે ટીમાં જ ઉપરકોટનો
કિલ્લો અને અશોકવન વગેરેના શિલાલેખ આવેલા છે તો ગિરનુ ં જગલ
ં એશિયામાં સિંહોના એકમાત્ર
નિવાસસ્થાન તરીકે જાણીત ું છે .

River
નદીઓઃ સૌરાષ્ટ્રમાં નદીઓ અંદાજે પ૩ છે . સૌરાષ્ટ્રમાં નદીઓ ઘણી નાની નાની છે . તે વિપુલ જળભડાર
ધરાવતી નથી, બારે માસ વહેલી નથી કે ઉંડી પણ નથી. સૌરાષ્ટ્રની બધી નદીઓ સૌરાષ્ટ્રની મધ્યમમાં
આવેલ બે ગિરમાળામાંથી જ નીકળે છે એ નોંધપાત્ર છે કે અહીંની કોઇ નદી સૌરાષ્ટ્ર બહારના
પ્રદે શમાંથી નીકળતી નથી. આ નદીઓનુ ં વેહણ ઉતાવળુ છે . સૌરાષ્ટ્રમાં મુખ્ય નદીઓ નવ છે -ભાદર,
ું , મચ્છુ, આજી, ભોગાવો, સુખભાદર, કેરી, ઘેલો અને કાળુભાર. આ ઉપરાંત બીજી ૪૪ નાની નાની
શેત્રજી
નદીઓ છે .

૧. ભાદર : ભાદર એ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે તે નદી જસદણ પાસેના આણંદપરથી નીકળે છે
અને પોરબંદરની દક્ષિણે કનવી બંદર પાસે અરબી સમુદ્રને મળે છે . તેની લંબાઇ ૧૯૩ કિ.મી. છે . નદીનુ ં
સ્ત્રાવક્ષેત્ર ૭૧પ૮ ચો.કીમી.નુ ં છે .

ું : આ નદી સૌરાષ્ટ્રની બીજા નંબરની મોટી નદી છે . તેની લંબાઇ ૧૭૩ કિ.મી. છે .
ર. શેત્રજી

૩. મચ્છુ : આ નદી ચોટીલા તાલુકાના આણંદપર ભાડલા ગામ પાસેથી નીકળી માળીયા મિયાણા પાસે
કચ્છના અખાત પાસે નાના રણમાં સમાઇ જાય છે . તેની લંબાઇ ૧૧ર કિ.મી. છે . આ નદી ઉપર મોરબી
અને વાંકાનેર જેવા બે મહત્વના શહેરો વસેલા છે .

૪. આજીઃ આ નદી રાજકોટ પાસેના સરધારના પર્વતમાંથી નીકળી બાલંભા ગામ પાસે કચ્છના અખાતને
મળે છે . તેની લંબાઇ ૯૭ કિ.મી. છે .

પ. ભોગાવો : આ નામની બે નદીઓ છે -વઢવાણ ભોગાવો અને લીંબડી ભોગાવો. તે બંને ચોટીલાની
પર્વતમાળામાંથી એકબીજાની નજીકથી નીકળી ખંભાતના અખાત પાસે આવેલા નળ સરોવરને મળે છે .
વઢવાણ ભોગાવાની લંબાઇ ૧૦૦.૮ કિ.મી. અને લીંબડી ભોગાવાની લંબાઇ ૧૧ર.૬પ કી. મી. છે .

૬. સુખભાદર : આ નદી ચોટીલા પાસેના પર્વતમાંથી નીકળી ધંધકુ ા તાલુકાના રાણપુર પાસે થઇને
ખંભાતમાં અખાતને મળે છે . તેની લંબાઇ ૧૧ર.૬પ કી.મી. છે .
૭. ઘેલો :- આ નદી ઘેલા સોમનાથ પાસેના પ્રદે શમાંથી નીકળી ખંભાતનાં અખાતને મળે છે . તેના ઉપર
ઘેલો સોમનાથ, ગઢડા, અડતાળા, નવાગામ, લાખણકા, વલ્લભીપુર આવેલા છે . તેની લંબાઇ ૯૦.૧ર કિ.
મી. છે .

૮. કાળુભાર : આ નદી કોટડા પીઠા પાસેના ડુગ


ં રમાંથી નીકળી પ ૂર્વ તરફ વહી ખંભાતના અખાતને મળે
છે . તેની લંબાઇ ૯૦.૧૬ કી.મી. છે .

૯. કેરી : આ નદી જસદણ પાસેના મોઢુ કા, ગામની પ ૂર્વ આવેલ ટેકરીમાંથી નીકળી ખંભાતના અખાતને
મળે છે . તેની લંબાઇ ૭૩ કી. મી. છે .

આબોહવાઃ કોઇપણ પ્રદે શની આબોહવાની અસર જે તે પ્રદે શમાં વસતા લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ,
ધંધા, વેપાર, રોજગાર, સંદેશવ્યવહાર, આવાગમન જેવી બાબતો ઉપર થતી હોય છે . તેથી આબોહવા જે
તે પ્રદે શના ઇતિહાસની સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક બાબતો ઉપર વ્યાપક પ્રભાવ પાડનારં ૃ તત્વ
ગણાય છે . માટે તેનો અભ્યાસ આવશ્યક ગણાય. સૌરાષ્ટ્રની ત્રણે બાજુએ સમુદ્ર છે અને તેવ ું ભુપ ૃષ્ઠ મધ્ય
ભાગમાં ઉચ્ચ ભ ૂમિવાળું ડુગ
ં રાળ અને દક્ષિણમાં મેદાની છે . સૌરાષ્ટ્રની આબોહવા એકંદરે સમશીતોષ્ણ
પ્રકારની છે . આમ સંપ ૂર્ણ સૌરાષ્ટ્રમાં આબોહવા એકંદરે નીરોગી અને આનંદદાયક હોય છે . જામનગર
અને ભાવનગર જીલ્લાના પશ્ચિમ ભાગમાં તે વિશેષ ખુશનુમા હોય છે . ટૂક઼માં એમ કહી શકાય કે
સૌરાષ્ટ્રનો ઉત્તર ભાગ દક્ષિણ ભાગ કરતા ગરમ હોય છે . અને આંતિરક પ્રદે શ કરતા દરિયા કાંઠાનો
પ્રદે શ ઠંડો હોય.

બેટ અને બંદરોઃ gulf and port

સૌરાષ્ટ્રમાં છ મોટા બેટ (ટાપુ) આવેલા છે . તે છે પીરમ (ખંભાતના અખાતમાં ઘોઘા પાસે), ચાં, (મહવ
ુ ા
પાસે), શિખાળ (ચાંપ પાસે), દીવ (અરબી સમુદ્રમાં દક્ષિણે), બેટ (ઓખા પાસે) અને આંખા (કચ્છના
અખાતમાં),સૌરાષ્ટ્રનો ઉત્તર તરફનો દરિયા કિનારો કચ્છના અખાતના મથાળાથી મુખ સુધીનો રપ૬
કી.મી. છે .તેના ઉપર નવલખી, જોડિયા, બેડી, સિકકા, સલાયા, પીંડારા, બેઠ, ઓખા, આરં ભડા વગેર ેબંદરો
આવેલા છે જોડિયા અને પછીથી બેડી સૌરાષ્ટરના બંદરી વેપારના મુખ્ય મથક હતા સલાયા બંદર
જુના સમયમાં વહાણવટા માટે જાણીત ું હત.ું ઓખા પાસેનો શંખોદ્વાર બેઠ સામાન્ય રીતે 'બેટ' તરીકે
ઓળખાય છે . દ્વારકાથી દીવ સુધીની અરબી સમુદ્રની લંબાઇ રપ૬ કી.મી.છે . દીવથી ગોપનાથ સુધીનો
દરિયાકિનારો ૧ર૮ કી.મી.લાંબો છે . આ કિનારા ઉપર નવાબંદર, જાફરાબાદ અને મહુવાના બંદરો
નોંધપાત્ર છે . ગોપનાથની ભુશિરથી ખંભાતનો અખાત શરૂ થાય છે . તેની લંબાઇ ૧૧ર કી.મી. છે . આ
ું , કાળુભાર, ઉતાવળી, સુખભાદર, ભોગાવો વગેરે નદીઓ મળે છે . આ દરિયાકાંઠા ઉપર
અખાતમાં શેત્રજી
તળાજા, ઘોઘા, ભાવનગર, ઘોલેરો વગેરે મુખ્ય બંદરો છે .

Photo from: indianmaponline.com

Photo from : alamy.com

Written by: Takhubha Rathod

Volunteer: Kaushik vala

Contact: kaushikpvala@gmail.com

You might also like